________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભોજનશાળાને વિષે લઈ જઈ, સોનાના બાજોઠ ઉપરબેસાડી રત્નના થાલ તથા કટોરી મુકી રાજાને ભોજન કરવા બેસાર્યો. ત્યારબાદ દિવ્ય ધોળા વસ્ત્રાલંકારને ધારણ કરી દેવીના પેઠે પૂર્વના દ્વારથી નીકળીને કોઈક સ્ત્રી ઉત્તમ પ્રકારની રસવતીને પીરસી ચાલી ગઈ. ત્યારબાદ પીળા વસ્ત્ર ધારણ કરી પશ્ચિમ દ્વારથી નીકળી કોઈક સ્ત્રી વિવિધ પ્રકારના પકવાનો પીરસી ચાલી ગઈ પછી લાલ વસ્ત્રને ધારણ કરી ઉત્તમ દિશાના દ્વારથી નીકળી કોઈક સ્ત્રી ઘી તથા નાના પ્રકારના વ્યંજનાદિકને પીરસી ચાલી ગઇ. હવે જુદા જુદા વેષથી જુદી જુદી સ્ત્રીઓને પીરસી ગયેલી જાણીને આશ્ચર્ય ચકિત થઇ રાજાએ પુણ્યપાલને કહ્યું કે- તમારે કેટલી સ્ત્રીયો છે, તેથી પુણ્યપાલે પણ હસીને કહ્યું કે હે સ્વામિન્ ! આપે જેટલી ધારી તેટલી સ્ત્રીઓ છે. હવે ભોજન કરી રહ્યા બાદ રાજા અને પુન્યપાળ એક બાજુ બેસી સુખ શાન્તિની વાર્તા કરવા લાગ્યા. તે વખતે હર્ષના આવેશથી સમયને જાણનારી ગુણસુંદરીયે રંકને આપતી વખતે પોતાના પિતાએ જે મલિન વેષ આપેલો હતો તે પહેરીને પોતાના પિતા પાસે આવી તેને દેખી વિલક્ષણપણું ધારણ કરી મંદ ચક્ષુવાળો થઇ રાજા બોલ્યો કે હે વત્સ ! સારો વેષ પહેરી તું મારી પાસે બેસ, ગુણસુંદરીએ એમ કરવાથી રાજા બોલ્યો કે હે પુત્રી ! જે થાય છે તે પોતાના કર્મથી જ થાય છે, બીજા જીવો કોઈને કાંઈ પણ સુખદુઃખ કરી શકતા નથી. આ વાત તે મને સત્ય કરી દેખાડી છે, અને અભિમાનમાં અંધ થઈ ઉન્માર્ગે જતો તે મને અટકાવ્યો છે. જુદા જુદા શૃંગાર સજીને તું એક જ આવતી હતી, પરંતુ મેંતને ઓળખી નહી, હે વત્સ ! આ પુજ્યપાળ કોણ? તેવું રાજાએ કહેવાથી વેત્રીએ મુળથી પુન્યપાળ અને ગુણસુંદરીનું વૃતાંત કહેવાથી મંત્રી, સામંત, સ્વજન વર્ગ,
૨૯૦
૨૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org