________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
વળી હે વત્સ ! કુબેરદત્તને પણ વેશ્યાની સાથે છે સંબંધો છે, આ વેશ્યા કુબેરદત્તની માતા છે, ૨ તથા તેની પત્ની ભાવને પામવાથી તેની સ્ત્રી છે, ર તથા પોતાની પત્ની ભાવને પામવાથી તેની સ્ત્રી છે, ૩ હું એની સ્ત્રી છું અને વેશ્યા મારી માતા છે, તેથી તે તેની સાસુ પણ થાય છે, ૪ કુબેરદત્તની માતાની હું શોકય થઇ તેથી અને તેની માતા હું થઈ અને તે મારી માતા હોવાથી આ વેશ્યા એની માતાની માતા થઈ, ૫ મહારી શોકય હોવાથી મારા બંધુ કુબેરદત્તની આ બહેન થઈ કહેવાય છે, ૬ અને માતાના પતિ કુબેરદત્તની માતા હોવાથી એ કુબેરદત્તને આ પિતાની માતા થઈ.
વળી હે વત્સ ! મારી સાથે પણ કુબેરદત્તના છ સંબંધો છે, ૧ મેં તેના સાથે દંપતિભાવ અનુભવ્યાથી હું તેની સ્ત્રી થાઉં છું, ૨ કુબેરદત્ત માહારી માતાનો પતિ થયો, તેથી હું તેની પુત્રી થાઉં છું, ૩ અમારી બંનેની માતા એક છે તેથી હું તેની બહેન થાઉં છું, ૪ હું તેની માતાની શોક્ય થઈ તેથી તેની પણ માતા થાઉં છું, પ કુબેરદત્તની પત્નીના પુત્રની પત્ની હોવાથી હું એના પુત્રની વહુ થાઉ છું, ૬ અને કુબેરદત્ત મહારી ભોજાઈનો પુત્ર હોવાથી હું તેને પિતાની બહેન થાઉં છું.
વળી બાળક ! તારી સાથે વેશ્યાના પણ છે સંબંધો છે. ૧ તું એમાં ઉત્પન્ન થયો માટે તેનો પુત્ર છે, ૨ આ વેશ્યાના પતિ કુબેરદત્તનો તું નાનો ભાઈ છે તેથી વેશ્યાનોતું દિયર થાય છે, ૩ વેશ્યાનો પુત્ર કુબેરદત્ત અને કુબેરદત્તનો પુત્ર તું તેથી વેશ્યાનો તું પૌત્ર થાય છે, ૪ હું વેશ્યાની શોકય તેથી એ રીતે વેશ્યાની હું સાસુ થઈ તથા કુબેરદત્ત મહારો સ્વામી તેથી વેશ્યાનો સસરો થાય છે. અને તું કુબેરદત્તનો નાનો ભાઈ હોવાથી વેશ્યાનો કાકાજી થાય છે
૧૭૯
ભાગ-૧ ફર્મા-૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org