________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મિથ્યાત્વના પ્રબળ ઉદયથી કેટલાયક પુરનો સ્વામિ મતિમૂઢતાથી મેં સેવ્યો અને રાગદ્વેષાદિકને ભજનારાનું સેવન કર્યું, પરંતુ હાલમાં મને સમ્યકત્વનો ઉદય થવાથી પરમસુખને આપનાર ત્રણલોકના નાથ મળવાથી નિર્મલ બુદ્ધિ ધારણ કરી હું તે ત્રિભુવન પતિ ની જ એકાગ્રતાથી સેવા કરું છું. ફક્ત મહારો પ્રભુસેવા વિનાનો કાળ જેદિવસ રાત્રિરૂપ વ્યર્થ ગયો છે તેજ મહારા મનને પરમ સંતાપ કરે છે કે હા હા, સત્યદેવની સેવા વિનાના મહારા દિવસો નિષ્ફળગયા. હવે જે ત્રાણલોકના નાથની પૂજા કરૂ છું, તેમનો પ્રભાવ હે રાજા ! તમે સાંભળો.
માતા પિતા બાળક ઉપર તુષ્ટમાન થાય છે ત્યારે દરદાગિના અને ખાનગી વસ્તુ આપે છે શેઠ નોકરના ઉપર તુષ્ટમાન થાય ત્યારે પગાર વધારી નામાઠામાની ખાનગી રીત ભાતો બતાવી બક્ષિસ કરે છે. ગુરૂ શિષ્યના ઉપર તુષ્ટમાન થાય, ત્યારે જ્ઞાનના ગુઢ ગંભીર અર્થને બતાવે છે. નાના ગામડાનો સ્વામી તુષ્ટમાન થાય ત્યારે એક ક્ષેત્ર (ખેતર) આપે છે મોટા ગામના અધિપતિ તુષ્ટમાન થાય ત્યારે એક નાનું ગામ આપે છે. દેશના અધિપતિ તુષ્ટમાન થાય ત્યારે મોટું ગામ આપે છે. ત્રણ ખંડનો સ્વામી વાસુદેવ તુષ્ટમાન થાય ત્યારે આખો દેશ આપે છે. અને ચક્રવર્તિ તુષ્ટમાન થાય ત્યારે અનર્ગલ ઋદ્ધિ આપે છે. ત્યારે હું જેની પુજા કરું છું તે મારો સ્વામી તુષ્ટમાન થાય ત્યારે પોતાની તીર્થકરની ઋદ્ધિ આપી અખંડ અવિચળ મુક્તિના સુખને આપે છે તો તેવા મુક્તિના ઉત્તમોત્તમ સુખ મેળવવા માટે હું પ્રતિદિન મહારા નવીન પ્રભુની સેવા કરું છું, તેથી જ હે મહારાજા ! આપની સભાની અંદર વિશેષ હાજરી મારી થઈ શકતી નથી. ધનપાલ પંડિતનાં આવાં વચનો સાંભળી ભોજરાજા બહુજ ખુશી થયો અને ધનપાલ પંડિત પણ વીતરાગ કથિત દેવ ગુરૂ ધર્મનું આરાધન કરી પરમાત્માનું પૂજન કરી સમાધિ પામી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org