________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
દેવલોકમા ગયો. આ દૃષ્ટાંતથી ધનપાલ પંડિત તમામ ઉત્તમ જીવોને એવું સુચવે છે કે, પ્રથમ મિથ્યાત્વના ઉદયથી પરમાત્માના પૂજન કર્યા શિવાયના વ્યર્થ ગયેલા દિવસો મારા મનને પરિતાપ કરાવે છે અને ત્યારબાદ સમ્યકત્વને પામી દેવગુરૂ ધર્મનું આરાધન કરવાથી પરમાત્માના પૂજનમાં ગયેલા દિવસો મારા મનને અત્યંત આનંદ આપે છે તો ઉત્તમ જીવો મારા પેઠે પરમાત્માના પૂજનમાં વિશેષ વખત ગાળી કર્મનું નિકંદન કરવા શક્તિમાન થાઓ ને સદ્ગતિને મેળવો.
દેવપાલનું દષ્ટાંત ) દેવપાળ નામનો એક ગોવાળિયો નિરંતર ગાયોના સમુહને ચારતો હતો. તેણે એકદા પ્રસ્તાવે ગાયોને ચારતાં નદીના પડેલા કાંઠાને વિષે જિનેશ્વર મહારાજની મૂર્તિ દીઠી તેમને પ્રણામ પૂજાથી અંગીકાર કરી વગડાને વિષે એક ઝુંપડી કરી, તેમાં તે પ્રતિમાજી સ્થાપન કર્યા અને મહારે પૂજા કર્યા વિના ભોજન કરવું નહિ. એવો નિયમ અંગીકારકરી નિરંતર તે મૂર્તિનું ભાવથી પૂજન કરવા લાગ્યો. એક દિવસ વર્ષા ઋતુમાં નદીને વિષે સખત પાણીનું પૂર આવવાથી નદી પાણી વડે કરી છલોછલ બે કાંઠામાં થઈ રહી, તેથી દેવપાળને ભોજન કર્યા વિના સાત ઉપવાસ થયા. આઠમે દિવસે નદીનું પૂર ઉતરવાથી પરમાત્માની પૂજા કરી પછી ભોજન કર્યું, તેનો ઉત્તમ ભાવ તથા સત્ત્વ જોઈને શાસન દેવતા તુષ્ટમાન થયા ને કહાં કે વર માગ.
તેથી દેવપાળે તે પોતે વસતો હતો તે નગરનું રાજ્ય માંગ્યું તેથી દેવતાએ આપ્યું. રાજય મળ્યું. પરંતુ સામંત વર્નાદિ અહંકારથી દેવની અવજ્ઞા કરવા માંડયા, તેથી દેવતાએચિત્રામણના સૈન્યને વિષે ઉતરી સામેતાદિક વર્ગને વશ કર્યો અને જીંદગી પર્યત રાજ્યનું પ્રતિપાલન કરી
M૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org