SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રદક્ષિણા કરનાર માણસ સો વર્ષના ઉપવાસના ફલને પામે છે. अन्यच्च वरिस सहस्सो वासम्मि, जं फलं तं जिणिंददिढम्म । जिणवंदणं कुणंतो, अनंतं पुन्नं जिओ लहइ IF I ભાવાર્થ :- જિનેશ્વર મહારાજને, દૃષ્ટિથી દેખનાર મનુષ્ય એક હજાર વર્ષના ઉપવાસના ફલને પામે છે, અને વંદન કરતો છતો અનંત પુન્યને ઉપાર્જન કરે છે. दुरितं दुरतो याति साधुवादः प्रवर्तते । दारिद्रमुद्रा विद्राति, सम्यगू दृष्टे जिनेश्वरे ॥ १ ॥ ભાવાર્થ :—જિનેશ્વર મહારાજને સમ્યકૢ પ્રકારે ભાવ સહિત દેખવાથી પાપ કર્મ દૂરથી જ દૂર જાય છે, તથાજગતમાં યશોવાદ પ્રવર્તમાન થાય છે, તથા દારિદ્રપણું સર્વથા નષ્ટ ભાવને પામે છે. હવે જ્યારે જિનેશ્વર મહારાજને દેખવાથી જ ઉપરોક્ત સુખની, લાભની, યશની પ્રાપ્તિ થાય છે, ત્યારે અરિહંત મહારાજને નમસ્કાર કરવાથી કેટલા ફળની પ્રાપ્તિ થતી હશે ? તેનો વિચાર કરો. કિંબહુના! અહિત મહારાજને નમસ્કાર કરનારા ભવ્ય જીવોને સુખની સીમા જ રહેતી નથી. उक्तं च विशेषावश्यकसूत्रे, अरिहंत नमोक्कारो, जीवं मोएइ भव सहस्साओ । भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए 11811 ભાવાર્થ :- અર્નિંહત મહારાજને કરેલો નમસ્કાર હજાર ભવથકી જીવોને મુકાવે છે. અને ભાવ થકી કરેલો નમસ્કાર વળી બોધિ બીજના લાભને માટે થાય છે. Jain Education International ૧૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy