________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ होइ चउत्थोवासस्स, जं फलं चिन्तिएण मणसावि । छठ्ठोवासफलं पुणं, उठ्ठिय मत्तस्य संपडइ
ભાવાર્થ –જિનેશ્વર મહારાજને વંદન કરવા માટે મનને વિષે ચિંતવન કરનાર માણસ એક ઉપવાસના ફળને પામે છે. અને વંદના કરવા ઉઠેલ માણસ છ8 (બે ઉપવાસ) ના ફલને પામે છે.
પુનરપિगमणारंभे संपडइ, अठ्ठमत्तम्मि जं फलं भणिअं । गमणे पुण दसमकयं, होइ फलं तस्स नियमेण ॥३॥
ભાવાર્થ :–જિનેશ્વર મહારાજને વંદન કરવા માટે ગમન કરવાનો આરંભ (પ્રારંભ) કરનાર મનુષ્ય અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) ના ફલને પામે છે, અને ચાલવા માંડે છે તે સમયમાં ચાર ઉપવાસના ફલને પામે છે. अपि च वच्चंतस्सय जायइ, पुरिसस्स दुवालसम्मि तवकम्मं । पक्खोववास फलं पुण, मज्झपए से ठिओ लहइ ॥४॥
• ભાવાર્થ - જિનેશ્વર મહારાજને વંદન કરવા ચાલનાર માણસ બાર ઉપવાસના ફળને પામે છે તથા મધ્ય ભાગને વિષે પહોચેલ મનુષ્ય પંદર ઉપવાસના ફળને પામે છે.
दिढे जिणिंदभवणे, वरिसोवासस्स जं फलं होई । वरिससओ वासफलं, जिणभवण पयाहिणे लहइ ॥५॥
ભાવાર્થ – જિનેશ્વર મહારાજના ભુવનને દેખનાર મનુષ્ય એક વર્ષના ઉપવાસના ફલને પામે છે, તથા જિનેશ્વર મહારાજના ભુવનને
૧૧
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org