________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નીલમણિની ક્રાંતીવાળી, પ્રથમ પ્રમાણે ચાર નિકાયની, જયા, વિજયા, અજિતા, અપરાજિતા નામની બે બે દેવીઓ પ્રતિહારી થઈ ઊભી રહેલી હતી, છેલ્લા દ્વારના ચારે ગઢને ચારે દ્વારે તુંબરૂ, ખટ્વાંગધારી, મનુષ્ય મસ્તક માલાધારી અને જટા મુકુટમંડિત, એ નામના ચાર દેવતાઓ દ્વારપાળ થયા હતા. સમવસરણની મધ્યમાં વ્યંતરોએ, ત્રણ કોશ ઉંચું એક અશોક વૃક્ષ રચ્યું હતું. તે જાણે જ્ઞાન દર્શન, ચારિત્રારૂપી, રત્નત્રયનો ઉપદેશ કરતું હોય તેવું જણાતું હતું. તે વૃક્ષની નીચે વિવિધ રત્નોથી એક પીઠિકા રચી હતી તે પીઠિકા ઉપર અપ્રતિમ, મણિમય એક છંદ રચ્યો હતો. છંદની મધ્યમાં પૂર્વ દિશા તરફ જાણે સર્વ લમીનો સાર હોય તેવું પાદપીઠ સહિત રત્નમય સિંહાસન રચેલું હતું, અને તેની ઉપર ત્રણ જગતના સ્વામીપણાના ત્રણ ચિન્હો હોય તેવા ઉજજવળ ત્રણ છત્રો રચ્યા હતા. સિંહાસનની બે બાજુએ, બે યક્ષો, જાણે હૃદયમાં નહિ સમાવાથી બહાર આવેલા ભક્તિના બે સમૂહ હોય તેવા બે ઉજ્જવળ ચામરોને લઈ ઊભા રહ્યા હતા. સમવસરણના ચારે દ્વારની ઉપર, અદ્ભુત ક્રાંતિના સમૂહવાળું એક એક ધર્મચક્ર, સુવર્ણના કમલમાં રાખ્યું હતું. બીજાં પણ કરવા લાયક જે જે કર્તવ્ય હતું. તે સર્વ કૃત્ય વ્યંતરોએ કરેલું હતું. કારણ કે સાધારણ સમવસરણમાં તેઓ અધિકારી હોય છે.
OT જિનેશ્વર મહારાજની વાણી HO ૧. વીતરાગની વાણી, ભરવલ્લી કૃપાણી, ભવ રૂપી વેલડીને
કાપવામાં તરવાર સમાન છે. વીતરાગની વાણી, સંસાર સમુદ્ર તારિણી, સંસાર રૂપી સમુદ્રને
પાર પાડવામાં વહાણ-જાતાજના સમાન છે. ૩. વીતરાગની વાણી, મહા મોહાંધકાર દિનકરાનુકારિણી, મહાન મોહરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન છે. ન ૮
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org