________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બાહુલ્યતાથી તે બહાર પોતાનું મહાસતીપણું જણાવે છે, ને ભર્તારને અનુસરે છે. તેના તેવા માયાકપટથી નગરના લોકો પણ તેની પ્રશંસા બહુ કરે છે. અન્યદા તેને પુત્ર થયો, પરંતુપરપુરૂષ સંગ હું કેમ કરૂં ? એવું લોકોને કહી, તે ધૂતારી પોતાના પુત્રને પણ સ્તનપાન કરાવતી નથી એવા પ્રકારની તેની ચેષ્ટા દેખી તેનો સ્વામી વિચાર કરે છે કે અહો ! મહાસતીપણું કેવું છે કે જેણી પોતાના પુત્રોને પણ પુરૂષની શંકા વડે શરીરને સ્પર્શ કરાવતી નથી, એવી વિચારણા કરી તેના પુત્રનું પોષણ કરવા બીજી ધાવમાતા રાખી.હવે એકદા ચંદન માટે બેઠો હતો. તે વખતે એકતરૂણ બ્રાહ્મણ ત્યાં આવ્યો, ને જેટલામાં હાટે બેસે છે તેટલામાં હાટનું તરણું તેના માથા ઉપર પડયું તે તરણાને શ્રેષ્ઠી જેટલામાં ભક્તિ વડે કરી તેના માથા ઉપરથી હાથે કરી નીચે પાડે છે, તેટલામાં બ્રાહ્મણે કહ્યું – “હે શ્રેષ્ઠિન ! લોક મળે તૃણ માત્ર પણ મેં અદત્ત ગ્રહણ કરેલ નથી, ને આજ મારા મસ્તક ઉપર તારાહાટનું તૃણ પડવાથી, મને ચોરીનું પાપ લાગ્યું, તે પાપની શુદ્ધિ માટે તરવારથી મારું મસ્તક કાપી નાંખીશ.' એમ કહી જલ્દીથી તરવાર ખેંચી માથું કાપવા જાય છે કે શ્રેષ્ઠીએ તેમ કરતો તેને અટકાવ્યો તે વખતેતુષ્ટમાન થયેલા શ્રેષ્ઠિએ વિચાર કર્યો કે આ અત્યંત નિરિહશુદ્ધ બ્રહ્મચારી છે, તેમ ચિંતવી તેને પોતાના ઘેર લઈ ગયો, અને પોતાને સહાય કરવાવાળો જ સ્થાપ્યો હવે તે પદ્મિની તેના સાથે ફીટી ત્યારબાદ અનુક્રમે ચંદન તે બ્રાહ્મણને ઘરનું રક્ષણ કરવા મૂકીને દેશાંતરે લક્ષ્મી ઉપાર્જન કરવા ગયો ને કુસુમપુરે પહોંચ્યોત્યાં બહાર ઉદ્યાનને વિષે એક પક્ષીને કાષ્ટની પેઠે ચેષ્ટા રહિત દેખ્યું, તેવી રીતે તે પક્ષી પડયો રહે છે તે બીજા પક્ષિયો ઉદરપોષણને માટે તેના સમીપે રહેલા ધાન્ય કણોને ભક્ષણ કરતા તેની આસપાસ ચરવા લાગ્યા
M૨૪૯
૨૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org