________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આપી અને અન્યનું પાડું તે ભેંશ નીચે રાખીને ધણીનું મન ભાંગવા લાગ્યો. તેથી ધણીયે તને પોતાના ઘરેથી કાઢી મૂકયો અને ત્યારપછી પંદરમે માસે મરણ પામી, અનુક્રમે કેટલાયેક ભવોને વિષે ભમીને પુન્યના યોગથી અભિલિકા નગરીની શમશાન ભૂમિકા વિષે દેવી થી. આ વૃત્તાંત સાંભળી તે ચમત્કાર પામ્યો. ફરીથી ભગવાનને પૂછે છે કે - “ભગવાન ! હું સર્વજ્ઞ ક્યારે થઈશ? ભગવાને કહ્યું કે, “સર્વજ્ઞ બે પ્રકારના છે. શ્રુતજ્ઞાનથી, ૨.કેવળજ્ઞાનથી તે કારણ માટે પૂર્વનો અભ્યાસ કર, ત્યારબાદ મેઘ મુનિ પાસે પૂર્વાનુયોગ ભણ્યો. થોડા કાળમાં દશ પૂર્વ અર્થસહિત ભણ્યા બાદ મહાવીર મહારાજા પાસે આવીને કહે છે-“મારું આયુષ્ય થોડું છે, તે સ્વામિન્! મને કેવળજ્ઞાનથી સર્વજ્ઞપણું ક્યારે પ્રાપ્ત થશે ? ભગવાને કહ્યું કે-“આજે ગંગા તટે કાયોત્સર્ગ કરી રહેવાથી ચોથા પ્રહરને છેડે તને કેવળજ્ઞાન થશે” ત્યારબાદ શીતકાળ સંધ્યા સમયે આતાપના લેવાને માટે તેગયો. દશ વૈકાલિક સૂત્રમાં કહ્યું છે કેआयावयंति गिम्हेसु, हेमंतेसु अवाउडा । वासासु पडिसंलीणा, संजया सुसमाहिया ॥१॥
ભાવાર્થ : ગ્રીષ્મ ઋતુમાં આતાપના લે, હેમંત ઋતુમાં વસ્ત્ર રહિત રહે, વર્ષા ઋતુમાં અંગની સંસીનતાકરે આવી રીતે સંયતિઓ સદા સમાધિન ધારણ કરનાર હોય છે. ત્યારબાદ પાછલી રાત્રે રાણીનો હાર ચોરી ચોરો પલાયન થયા, તે વખતે પ્રાપારિકનોકોલાહલ સાંભળી કોટવાલ અગ્નિનો ઉદ્યોતુ કરી, “ચોર ક્યાં છે? ચોર કયાં છે ? એમ બોલતો ભૂમિને સ્પર્શ કરતો તેની પાછળ લાગ્યો. તેથી મરણ ભયથી વ્યાકુલ થએલા ચોરો ચારે દિશામાં નાશી ગયા. એક વૃદ્ધ ચોરના હાથમાં હાર રહેલો છે. તેણે થાંભલા જેવા સાધુને નહિ જાણીને હાર
૮૩
ભાગ-૧ :
Jain Education International
For Personal & Private Use Only
For Personal & Private Use only
www.jainelibrary.org
www.jainelibrary.org