SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તમારા સમક્ષ મારી રાજગાદી ઉપર સ્થાપન કરેલ છે. માટે આજથી જેવી રીતે તમે મને દેખતા તેવી રીતે તેને પણદેખશો, મતલબ કે આજથી તે તમારો સ્વામી થયો છે. એમ કહી પોતાના કંઠને વિષે જે મુક્તાફળનો હાર હતો તે તેના કંઠની અંદર નાખ્યો તથા રત્નજડીત પોતાનો મુકુટ હતો તે પણ તેના મસ્તક ઉપર સ્થાપન કર્યો, તથા રત્નનું તિલક કરી પરિવાર સહિત સભા સમક્ષ તેને નમસ્કાર કરી રાજાએ કહ્યું કે આ સમગ્ર લોકસમુદાયને મેં જેમ પ્રથમદેખેલો છે તે પ્રકારે તારે તેને દેખવો. અને લોકમુદાયને પણ કહ્યું કે જેમ મારી આજ્ઞા તમો મસ્તક ઉપર ધારણ કરતા હતા તેમ આ કુમારરાજાની આજ્ઞા પણ તમારે પાળવી' તે વખતે ચંપકમાળા તથા દુર્લભદેવી આદિ રાણીયો એ પણ આશીર્વાદ યુક્ત તેના મસ્તક પર અક્ષતાદિકનો પ્રક્ષેપ કર્યો. ચંપકમાળા કહેવા લાગી કે “હે પુત્ર ! કુળક્રમને વિષે ચાલતું આવેલ આ રાજય છે તેને તારા પિતાએ સ્વાધીન કરેલ છે, માટે પ્રયત્નથી તેનો નિર્વાહ કરવો. વળી હે પુત્ર ! લોકને વિષે-અર્થ- શાસ્ત્રને વિષે ત્રણ પુરૂષાર્થો કહેવાય છે. તેમાં પણ અર્થકામની પ્રાપ્તિ ધર્મથી જ થાય છે, વળી પરમાર્થથી તે ધર્મજ મોક્ષનું પરમ કારણ છે, પણ અર્થ કામ નથી, કારણ કે જે અર્થ અને કામનું સેવન કરવામાં આવે છે તેથી ભવદુ:ખની પરંપરા પ્રાપ્ત થાય છે. વળી હે વત્સ ! અર્થ તથા કામને વિષે પુરૂષાર્થ નકામો છે ધર્મતેજ મહાન છે તેથી ધર્મનું પ્રતિપાલન કરી જિનેશ્વર મહારાજના ધર્મને વિષે પુરૂષાર્થને જોડવો. યદ્યપિ તુ સર્વ કળાને વિષે કુશળ છે તથા જૈનધર્મની વિશેષ શિક્ષાને પામેલો છે તો પણ હું તને જે શિક્ષા આપું છું તે ખાસ પુત્રપણાને સ્નેહનું જ કારણ છે. એ પ્રકારે તેના ઉપદેશને અમૃતની જેમ શ્રવણ દ્વારા પાન કરીને ભુવનાનંદ કુમારે રાજા રાણી વગેરેને નમસ્કાર કર્યા. ત્યાર પછી અરિકેસરી રાજાએ ચંપકમાળા રાણી તેમજ બીજી કેટલીક રાણીઓ સહિત દીક્ષા લીધી તુલસા પરિવાજિકા તેમજ તેનો ગુરૂ શંકર તેણે પણ ૧૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy