SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ( શીયલ વિષે સરૂપાની જ્યા ) ) ધારાવાસ નગરે મણિશૂર રાજાનો ધનચંદ્ર નામનો નગર શ્રેષ્ઠી હતો. તેને વીરચંદ્ર નામનો પુત્ર હતો. તેને રાજપુત્રી મણિસાર સાથે પ્રીતિ હતી. એકદા વીરચંદ્ર ગામતર ગયો ત્યારે રાજપુત્રે અત્યંત રૂપાળી વીરચંદ્રની સ્ત્રીને ઝરૂખામાં બેઠેલી જોઇ ચંદ્રમાની કલા જેવી તેને દેખીને મોહ પામી તેને મળવાનો ઉપાય કર્યો પોતાની ખાનગી દાસી સાથે તાબુલ, સુવર્ણકંકણ, કુસુમ, વસ્ત્ર વગેરે મોકલવા માંડયો પણ પરપુરુષે મોકલાવેલ તાંબુલાદિકને સતી સ્ત્રી ગ્રહણ ન કરે તેમ જાણતી સતી પણ મારા પતિનો મિત્ર છે તેમ સમજી તે સ્વીકારી લીધું આવી રીતે દાસી સાથે મોકલાવેલી તમામ વસ્તુઓ એક માસ સુધી તેણીએ લીધી એકદા દાસીએ કહ્યું કે રાજકુમાર તારી ઇચ્છા કરે છે. એવું સાંભળી શીયલ અલંકારને ધારણ કરવાવાળી તેણીએ તેની શીક્ષા કરવા માટે કપટથી કહ્યું કે આજથી સાતમે દિવસે તમારે મારે ઘરે આવવું. ત્યારે તે સતી શિરોમણીએ તેને વડા ખવરાવી, પાણી ઠેકાણે દારૂ પાયો જેથી તેની ચેતના નષ્ટ થવાથી તેનું મસ્તક મુંડાવી, દાઢી મૂંછ મુંડાવી, જાડી કાંબળમાં ગાંસડી બાંધી તેને ગામ બહાર નાખી આવી,અર્ધરાત્રીએ મદિરાનો નશો ઉતરી જવાથી મસ્તક અને મુખ મુંડેલા દેખી, લજ્જા પામી, ઘરે આવી પોતાના પ્રાણપ્રિય પુરોહિતના પુત્રને કહ્યું કે હે મિત્ર ! મેં આવું દુઃખ અનુભવ્યું તું મારી દશા તો જો બુદ્ધિવાળા તેના મિત્રો તેને કહયું કે તું બુમો માર કે મને મસ્તકે પીડા થાય છે. રાજપુત્રે તેમ કરવાથી દાઢી મુછ વિનાના મસ્તકે રોગની શાન્તિના બહાનાથી કેસર બરાસ સુખડ ચોપડાવી તેનું કલંક દુર કર્યું. થોડા દિવસ પછીદાઢી મુછને મસ્તકના વાળ આવવાથી ફરીથી તે સ્ત્રીની અભિલાષા કરી, દાસીને મોકલી કહેવરાવ્યું એટલે M૨૭૮૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy