SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ધર્મના માર્ગ) ને વિષે સ્થિરતા સહિત સ્થાપિત કર્યા એ પ્રકારે પ્રસંગોપાત વાર્તા વિનોદ કરતાં મહાકષ્ટથી રાજાએ યુગ સમાન એક વર્ષ વ્યતીત કર્યું એટલે લગ્નનો સમય પ્રાપ્ત થવાથી રાજાએ ચંપકમાળાનું પાણિગ્રહણ કર્યું. તેણીની સાથે પાંચ પ્રકારના વિષયસુખનો અનુભવ કરતાં દેવલોકને વિષે ઇંદ્રની જેમ રાજાએ ગયેલ સમયને જાણ્યો નહિ અન્યદા પ્રસ્તાવ અમરગુરૂએ રાત્રિના પ્રથમ પ્રહરે સ્વપ્રને વિષે પોતાના આત્માને ઊંટના ઉપર આરૂઢ થઈ દક્ષિણ દિશાને વિષે ગમન કરતો દેખ્યો અને ચિંતવના કરવા લાગ્યો કે જો આ સ્વપ્ર સત્ય હોય તો હું જાણું છું કે મારી મરણ દશા નજદીક આવી ગઈ છે, પરંતુ ધાતુક્ષોભાદિકથી પણ સ્વપ્રો દેખાય છે. આવા પ્રકારની ચિંતવના કરી અમરગુરૂએ રાજાને કહ્યું કે તમો રાણીને પૂછો કે મારું આયુષ્ય હવે કેટલું બાકી છે?” ત્યારે રાજાએ ચંપકમાળા પાસે અમરગુરૂને લઈ જઈ તેને કહ્યું કે- “તું પોતે પૂછી લે” તેટલામાં રાત્રિના સ્વમની વાત અમરગુરૂએ પુછયા વિના પણ રાણી યથાસ્થિત કહી સંભળાવી અને કહ્યું કે – “હવે તારું આયુષ્ય ફક્ત દશ માસનું બાકી છે.” તે સાંભળી અમરગુરૂએ પૂછયું કે-“મારી છે ધર્મમાતા ! હાલમાં ધર્મ ગુરૂ ક્યા સ્થળે વિચરે છે ?” ત્યારે દેવી બોલી કે “અહિંથી એક સો યોજન દૂર દિવાઢય નામની પુરાણી નગરીમાં છે.” એવું સાંભળી અમરગુરૂએ રાજા તથા રાણીને કહ્યું કે મેં જે કાંઈ તમારા અપરાધ કર્યો હોય તે તમો મને ક્ષમા કરજો કારણ કે હાલમાં મને (તે ગુરૂ તે ગુરૂમહારાજના ચરણકમળનું) જ શરણ છે.” તેના એવા પ્રકારનાં વચનો શ્રવણ કરી રાજા ગદ્ગદ્ સ્વાર્થી બોલ્યો કે – “હે પંડિત ! તારા કેટલાક અપરાધો તો સહન કરવાને તેમ માફી આપવાને હું સમર્થ થઇશ, પરંતુ ઇહલોક અને પરલોકને વિષે સેંકડો સુખસંપત્તિને આપનારી આ ચંપકમાળા દેવીને પરદેશથી લાવીને તેં મને આપી છે તે એક અપરાધ મારાથીતારો ખમી શકાય તેમ નથી. મતલબ રાજાએ ૧૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy