________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વારંવારબોલતો બોલતો કુબેરચંદ્રગાંડો થઈ ગયો. લોકો તેને પૂછવા લાગ્યાકેતું કોણ છે? ત્યારે તેને કયારે દિવાળી ? એટલો જ ઉત્તર આપે છે. નાવું, ધોવું ખાવું, પીવું, સુવું, વિગેરે નિવારીને ભૂત વળગેલાના પેઠે ત્યાં જ ફરવા લાગ્યો તેથી કેટલાક દિવસે તે સાથે પણ આવીને મલ્યો ને કહ્યું કે હે સ્વામિન્ ! તું અહિં કેમ રહેલ છે ? ત્યારે તેને પૂછયું કે દીવાળી ક્યારે ? તેથી આને ભૂત વળગ્યું છે, એમ જાણી હઠથી રથની અંદર નાંખી તેના પરિવારે ઘરે આણ્યો, તેના માતાપિતાએ પૂછયું કે હે પુત્ર ! તને શાન્તિ છે ? ત્યારે તેણે ઉત્તર આપ્યો કે દિવાળી ક્યારે? તેથી ભૂત વળગેલ છે એમ જાણીને તેના માતાપિતાએ બહુ મંત્ર તંત્રાદિક કરવા છતાં પણ શાન્તિ નહિ થવાથી તેની વહુએ તેના સસરાને પુછ્યું કે હે પિતાજી, તમારા પુત્રને શું થયું છે ? તેથી તેનેતમામ વાત કરી, તેથી સ્ત્રીની ચોસઠ કળાની જાણકાર અને તમામ લોકોની નેત્રોમાંથી જ પરીક્ષા કરવામાં દક્ષા એવી તેણીએ તેના વિષય વિકારવાળાં લોચન જાણીને દેખીને કહ્યું કે આને ભૂતનો વળગાડ નથી, કિંતુ દિવાળીને દિવસે આપણો સમાગમ થશે એવો દેવતાને પણ પ્રમાદ ઉત્પન્ન કરનારી કોઈક સ્ત્રીએ દિવાળીનો સંકેત કરવાથી આ સર્વેને દિવાળીનું પૂછે છે, તેથી કામના ઉન્માદ વાળો પતિને થયેલો દેખીનેતેણીએ કહ્યું કે હે પ્રાણપ્રિય! આ શું થયું છે ? ત્યારે તે બોલ્યો કે દિવાળી ક્યારે ? તેથી તે બોલી કે કાલે દિવાળી, આ પ્રમાણે તેની સ્ત્રીએ કહેવાથી તેના વર્ણાક્ષર તે મંત્રાલર હોયની શું તેમ તે જલ્દી સજ્જ થઇગયો, તેથીજે વાત બનેલી હતી તે સર્વ તેણે પોતાની સ્ત્રીને કહી અને બોલ્યો કે હે પ્રિયે ! હું હાલમાં ત્યાં જાઉં છું. તેણીએ કહ્યું કે હે સુભગ ! દિવાળી નજીક નથી, પરંતુ અગ્યાર માસ હજીદૂર છે આવી રીતે કથન કરવાથી તેણીના સાથે વિષય સેવન કરવા લાગ્યો. ત્યારબાદ કુમારને
૨૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org