________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સારૂંથવાથી તમામ પરિવાર કુમારની સ્ત્રીની પ્રશંસા કરવા લાગ્યો. બાદ અન્ય દિવાળી નજીક આવવાથી પાંચ હજાર સૂવર્ણટંક લઇને ઘોડા ઉપર બેસીને, શ્રેષ્ઠીનો પુત્ર એકલો ગંધવતી નગરીએ જઈને હજી તો મધ્ય રાત્રિ દૂર છે, એમ જાણીને સંધ્યા સમયે એક દેવકુલને વિષે સૂતો હવે માર્ગમાં પરિશ્રમ પડવાથી તેને ગાઢનિદ્રા આવી ગઇ તે વખતે તે દિવસનો સંકેત કરીને ગયેલી સ્ત્રી ત્યાં આવી અને તેને નહિદેખવાથી તે આવી હતી કે નહિ, આવુ પૂછનાર નરને ‘તે આવી હતી એમ કહેજો આવું વચન ત્યાં રહેલા એક યોગીને કહીને તે પોતાને ઘેર ગઈ ત્યારબાદ નિદ્રારહિત થયેલાકુમારે પ્રાતઃકાળ થયેલ જાણીને દેવીગૃહે જઇને તે યોગિન્ ! અહીં કોઈ કામિની આવી હતી? આવી રીતે ત્યાં રહેલા તે જ યોગીને પૂછવાથી યોગીપણ તેણીએ કહેલ તે જ પુરૂષને માનીને કહ્યું કે – એક સુંદરી મધ્ય રાત્રિયે આવી હતી. તે એક યુવાન પુરૂષનો માર્ગ જોતી હતી. તે ઘણો વખત રોકાઈને ચાલી ગઈ છે. આવી રીતે યોગીનાં વચનનો સાંભળીને, તેમજ તેણીનો સમાગમ નહિ થવાથી અત્યંત ખેદને પામેલો કામ ને આધિન થઇ ને નીચે પ્રમાણે બોલવા લાગ્યો કે - सौवर्णकं गृहाणैकं, योगिन् योगजुषांवर । तया पात्या यदादिष्टं, तद्वद स्मरशासनं ॥१॥
ભાવાર્થ : યોગિપતિ વિષે શિરોમણી એવા હે યોગિન્ ! એક સુવર્ણ ટંકને ગ્રહણ કર અને અહીં આવેલી તે સ્ત્રીએ કામદેવની આજ્ઞાના જે વચનો કહેલા હોય તેને તું મારી પાસે બોલ. આવી રીતે વારંવાર તે બોલતો ને તે જોગી પાસે એકએક સુવર્ણટંક મૂકતો. તે ફરીથી ભૂતાર્તિની પેઠે ગાંડો થઇ ગયો. ત્યારબાદ સો સુવર્ણ ટંક લઇને યોગી ગયા પછી, તેવી જ રીતે કરતો અને તેના પાસે સુવર્ણનો ઢગલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org