________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તે જ સમયે રાજા પણચંપકમાળાના વાસભવનમાં આવ્યો તેને ચંપકમાળાએ કહ્યું કે-હે નર ચુડામણિ ! તારા ગુણગણને ગણવાને માટે કોઈ પણ શક્તિમાન નથી, કારણ કે પ્રત્યક્ષ દોષ દેખેલ છતાં પણ મારા ઉપર આવપ્રકારની તારીકરૂણા છે. ઉચ્છિષ્ટ ભોજનની પેઠે તે મારા શરીરના ભાગોને ત્યાગ કરવાથી મેં ચુડામણિમાં ઉપયોગ દઇ જાણ્યું કે આપે શાનાં વિષે મારા સાથે આલોટતા પરપુરૂષને દેખ્યો. અને ફરીથી ઉપયોગ દેવાથી લોકને વિષે પણ મારી અપકીર્તિ થાય છે તે પણ મેં જાણ્યું, તે કારણ માટે હે નરનાથ ! લોકોના પ્રત્યક્ષ કાંઈ પણતું મને દારૂણ દિવ્ય કરવા દે કે જે કરવાથી મારી માટે લોકોને વિષે આ મહાન અપયશનો ઢોલ વાગતો બંધ થાય અને એ દિવ્યમાંથી પસારથયા બાદ મારા સ્વામીનાથને હું એવા પ્રકારની યુક્તિ કહીશ કે પરપુરૂષનું દર્શન ઇંદ્રજાળની સમાન દેખાય ત્યારે રાજા બોલ્યો કે “તે દિવ્ય કયારે કરવું તે કેવી રીતે દિવ્ય કરવું. ત્યારે રાણીએ કહ્યું કે નગરના મોટા મોટા લોકો કહે તે કરવા તૈયાર છું.” એમજ થાઓ' એમ કહી ચંપકમાળાને પુછી રાજા ત્યાંથી ઉઠયો અને તત્કાળ ઉચિત કર્તવ્ય કરી બીજી જગ્યાએ જઈને સુઈ રહ્યા હવે રાત્રિના છેલ્લા સમયે જાગૃત થઇ રાજા ચિંતવના કરવા લાગ્યો કે “કદાચિત દૈવાધિનથી આ ચંપકમાળા શુદ્ધ ન થાય તો મને દુઃખે કરી પાર પામી શકાય એવું આ દુઃખ ઉત્પન્ન થયું. એ પ્રકારે અત્યંત ચિંતાતુર રાજાને કાલ નિવેદન કરનારાએ સૂર્ય ઉદય થયાનું સૂચવ્યું. રાજાએ ચિંતવ્યું કે “જરૂર દિવ્યને વિષે રાણી શુદ્ધ થશે. વળી દિવ્ય પણ આકાશ વાણીથી જે દેવતાઓ કહે તેજ હો.. આ પ્રકારે નિશ્ચય કરીને બેઠેલા રાજાએ પ્રાતઃકાળના કર્તવ્યો કર્યા અને પોતાના પરિવારના લોકો તથા નગરના લોકોને બોલાવીને પોતાની પાસે બેસાર્યા. તે વખતે ધર્માધિકારિયો કહેવા લાગ્યા કે-હે લોકો ! તમે સ્થિર ચિત્તે સાંભળો. ચંપકમાળા દુઃશીલાછે આવો પ્રવાદ લોકોના મુખથી
૧૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org