________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરવી એટલે જે સંજ્ઞા કરવાથી પાપાચરણનો દોષ પ્રાપ્ત થાય તેવી કાયા વડે કરી સંજ્ઞા પણ ન કરવી કારણ કે તેમ કરવાથી મનુષ્ય નિર્ધ્વસ પરિણામી કહેવાય છે એક બાજુ પરમાત્માની પૂજા કરે અને બીજી બાજુ કાયા વડે કરી પાપકર્મના માર્ગ બતાવે તેમજ જીવોનો ઘાત થાય તેવી ચેષ્ટાઓ કરે તો તે માણસ પૂજાના લાભને ગુમાવી દઈ એકાંત રીતે પાપ કર્મનો જ પોતે ભોકતા થાય માટે ઉત્તમ જીવોએ પરમાત્માની પૂજા સમયે કાયાની સર્વ સાવદ્ય કરણીયો અવશ્ય ત્યજવા લાયક છે.
હવે કેટલાયેક મનુષ્યોની એવી ટેવ હોય છે કે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્રો ધારણ કરી પૂજા કરવાના સમયે શરીરાદિકને ખણે છે. પરંતુ શાસ્ત્રકાર મહારાજા તેમ કરવાનો જીવોને નિષેધ કરે છે કહ્યું છે કેयदुक्तं - वत्थेण बंधीउणं आसं, अहवा जहा समाहीए ।
वज्जेयव्वं तु तया, देहमि विकंडुयणमाइ ॥१॥ कायकंडुयणं वज्जे, तहा खेलबिगंवणम् । थुइथुत्तमणणं चेव, पूअंतो जगबंधुणो ॥२॥
ભાવાર્થ - પરમાત્માની પૂજા કરનાર પ્રાણિ વસ્ત્રવડે એટલે અષ્ટપુટ વડે કરી પોતાના મુખ કમલને બાંધી અથવા તો પોતાને જે પ્રકારે સમાધિ થાય તે પ્રકારે મુખકોશ બાંધી લીધા પછી શરીરને વિષે ખાજ આવે તો ખણવાદિકનો ત્યાગ કરે તથા જગબંધવ એવા પરમાત્માની પૂજા કરતો કાયાના ખણવાનો ત્યાગ કરી મુખમાંથી તેમજ નાસિકામાંથી કફ તેમજ શ્લેષમાદિકના કાઢવાને પણ દૂર કરે એટલું જ નહિ પરંતુ તે સમયે સ્તુતિ સ્તોત્ર ભણવાને માટે શાસ્ત્રકાર મહારાજા મનાઈ કરે છે. આધુનિક સમયમાં પૂજાના અવસરે જે બુમો મારવાની ધમાલ ચાલે છે. તેને ડાહ્યા માણસોયે શીઘ્રતાથી દુર કરી પોતાના માનભવને સફલ કરવો જોઈએ.
૫૧
૫૧
-
ભાગ-૧ ફર્મા-૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org