SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરાવી કુમુદ વતી નામની કોઈ શેઠિયાની કન્યાનું પાણિ ગ્રહણ કરાવ્યું અનુક્રમે તે સ્ત્રી સગર્ભા થઈ. “તૈણીનું લાલ કચોળું કોઈએ લઈ લીધું” આવું સ્વપ્ર દેખ્યું અને પોતાના સ્વામીને તે વાત કહી. તેના સ્વામીએ કહ્યું કે તે મારો પુત્ર બીજાને ઘરે જશે. અનુક્રમે પુત્ર થયો કે તુરત તેનો શેઠે જીર્ણ ઉદ્યાનમાં ત્યાગ કર્યો પ્રથમ પોતાના પુત્રના દુઃખથી દુઃખિત થઈ જવામાં શેઠ પાછો વળવા લાગ્યો તેવામાં વનદેવતાએ કહ્યું કે હે શેઠ! આ બાલકનું એક હજારનું તારે માથે દેવું છે, માટે તું દઈને જા. આવી વાણીથી ભયબ્રાંત થઈ,તત્કાલ પોતાને ઘેરથી દ્રવ્ય લાવી બાળક પાસે મુકી દીધું.ત્યાર પછી કોઈક માળીએ તે પુત્રને દ્રવ્ય સહિત લઈ જઈ પુત્રપણે રાખ્યો,કારણ કે જે વસ્તુ મનુષ્ય ઇચ્છતા નથી તેને તે વસ્તુ સ્વલ્પકાળે મળે છે અને જેની ઇચ્છા કરે છે તે લાંબા કાળે પણ મળી શકતું નથી. અનુક્રમે તેનો બીજો પુત્ર પણ પૂર્વસૂચિત પ્રમાણે જ થયો. તેને પણ તેજ પ્રમાણે વનમાં મુકી ચાલવા લાગ્યો. તેવામાં આકાશ વાણી થઈ શેઠ ! તારે આના દશ હજાર દેવાના છે, માટે આપીને જા. શેઠે તેમ કહ્યું. ફરીથી ત્રીજી વાર તેની સ્ત્રી સગર્ભા થઇ, તેથી સારા સ્વચ્છે સૂચિત પુત્ર થવાથી અને સ્ત્રીએ અત્યંત મનાઈ કર્યા છતાં પણ વનમાં પુત્રને મુકીને જેવો પાછો ફરે છે. તેવામાં આકાશવાણી થઈ કે હે શેઠ! તું આ બાલક પાસે કોટાકોટી સોના મહોરો માગે છે તે લીધા વિના આ છોકરાનો તું ત્યાગ શું કામ કરે છે ? એવું સાંભળી હર્ષને પામેલા શેઠે પોતાના છોકરાને લઈને સ્ત્રીને સોંપ્યો અને તેનું નામ મહાનંદ પાડ્યું. અનુક્રમે વૃદ્ધિ પામી, કળાનું પાત્ર બની, યુવાન અવસ્થા પામ્યો. તેના પિતાએ કોઇક શેઠની કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું. અનુક્રમે લઘુવયમાં જ સમ્યકત્વ મૂળ બાર વ્રત તેણે ઉચ્ચર્યા અને છઠ્ઠી વ્રતમાં સર્વત્ર તિર્યગુ સો યોજન જવું એવો નિયમ લીધા બાદ વ્યવસાય કરવાથી શેઠના ઘરમાં થોડા જ દિવસમાં તેણે કોટાકોટી દ્રવ્ય ઉપાર્જન કર્યું. ૧૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy