________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
તેણે કહ્યું મને બાળકપણાથી જ પરીક્ષા છે તેથી બાદશાહે સપાદ લક્ષ રાજાને બહુ જ આદરમાન આપીને વિદાય કર્યો જગતસિંહને પણ પહેરામણી કરી સત્કાર કર્યો. જગતસિહ ધર્મ કરવાથી છેવટે સદ્ગતિને પામ્યો માટે જીવોએ સત્ય વચન બોલવા ઉજમાળ થાવું. CT સોગન ન ખાવા ઉપર મદનસિંહનું દૃષ્ટાંત TO
યોગીનીપુરને વિષે જગતસિંહનો પુત્ર મદનસિંહહતો તે સત્યવાન હતો. પરસાણમાં વસનારો પરમ પ્રેમનું પાત્ર ધનદ શ્રેષ્ઠી તેનો મિત્ર હતો. તે એકદા યોગિની પુરે આવ્યો અને કુટુંબના સમાચાર પુછયા અને તેની સાથે વ્યવહાર કરવાની ઇચ્છાથી પ્રથમ પરીક્ષા કરવી એમ ધારી સોનું, ચંદન સપુરુષટાણે પોતે પીડાને સહન કરી પરને ઉપકાર કરે છે ત્યાર બાદ શ્રેષ્ઠી માયાકપટ કરી બોલ્યોકે પ્રથમ તારા પિતા પાસે મારું લેણું છે તે આપ ત્યારબાદ તારા જોડે વ્યવહાર કરું. મેં સો ઘોડા આપ્યા હતા તેનું દ્રવ્ય પ્રથમ મને થોડું મલ્યું હતું. મદનસિંહે પૂછયું કે, કેટલું લેણું છે ? તેણે કહ્યું કે બત્રીસ હજાર નું લેણું છે. મદનસિંહે કહ્યું કે મારા પિતાનું થોડું ઘણું જે દેવું હતું તે મેં આપીદીધું છે. હવે તમારું લેણું મારા ચોપડામાં જોવામાં આવતું નથી. તેમ તમારું નામ પણ ચોપડામાં નથી. તેવું સાંભળી હૃદયમાં આનંદપામેલો પરીક્ષા કરવા ક્રોધ કરી કહેવા લાગ્યો પિતાનું દેવું પુસૈહોય તે જરૂર છે. મદરસિંહે કહ્યું કે શેઠનું ? તું ફોટ ફાંફાં મારે છે કારણ કે લખાણ અને સાક્ષી વિના કોઇએ પોતાનું લેણું લીધું છે કે ? ત્યારબાદ શ્રેષ્ઠી રાજસભામાં ગયો અને સભાના તમામ માણસોને દૂર કરી રાજાને કહેવા લાગ્યો કે પરીક્ષા કરવા માટે મેં મદનસિંહ સાથે ખોટો કલેશ કરવા માંડેલ છે, માટે જેમ તેમ હું બોલું તો મને દોષ દેવો નહિ. ત્યારબાદ સભા સમક્ષ કહ્યું કે
૨૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org