________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આ પ્રત્યક્ષ ફળ મેળવેલ છે. અને છેડે તે મુક્તિને પણ પfa કરશે. જીવો આ અપાર દુસ્તર સંસારરૂપી સાગરનો પાર ચારિત્રારૂપ નાવ વિનાકદાપિ કાળે પામી શકતા નથી, માટેદશ દષ્ટાંતે દુર્લભ એવા માનવભવને પામીને જીવોએ સંસારનો ત્યાગ કરી ઉચ્ચ કોટીનું સંયમ પાળવા કટિબદ્ધ થઇ માનવ જન્મની સફળતાને સિદ્ધ કરવી જોઇએ ભવ્ય જીવો હશે તેને કોઈક ભવને વિષે પણ સંયમ લીધા વિના છુટકો થશે જ નહિ. ત્યારે અત્યારે જ કર્મ શત્રુઓના નાશને માટે જે જીવો જિનેશ્વર મહારાજની પ્રવજયાને ગ્રહણ કરે છે, તે શીઘ્રતાથી મુક્તિ નગરમાં જઈ અનંત સુખના ભોકતા થાય છે, એવા પ્રકારનો સુરીશ્વરજીનો બોધ શ્રવણકરીને રાજા સુરીશ્વરજીને કહેવા લાગ્યો કે હું આપના ચરણ કમલને ગ્રહણ કરું છું, કારણ કે મહાત્મા પુરૂષોએ જે ઉપદેશ કરેલ હોય તે સાંભળીને નિરૂધમી ન થવું જોઇએ, પણ ઉદ્યમ કરવો જોઇએ એવું કહીને રાજા નગરને વિષે ગયો, અને મંત્રિયોના સાથે વિચાર કરી દયાળુ રાજાએ બંદિવાનોને છોડી દઇ પુત્રના અભાવથી પોતાના જમાઈ પુન્ય પાળને રાજય આપીને ઘણા અર્થી લોકોને દાન આપીને ઘણી લક્ષ્મી સાત ક્ષેત્રને વિષે વાપરીને આડંબર સહિત ગુરૂ મહારાજ પાસે આવીને રાજાએ ચારિત્રને અંગીકાર કર્યું, અને નિષ્કલંકપણે તેનું પ્રતિપાલન કર્યું. પુજ્યપાલ રાજા પણ જૈનધર્મની પ્રભાવના કરતો ન્યાય અને નીતિ વડે કરી પ્રજાનું પ્રતિલાન કરવા લાગ્યો ત્યારબાદ ગુણસુંદરીએ પુન્યપાલ રાજાને કહ્યું કે હે સ્વામિ !! યૌવન અવસ્થા છે તે મરણ દશાના ઉપર આરૂઢ થયેલ છે, અને લક્ષ્મીનો સમૂહ જે છે તે પણ કવિકર્ણના સમાન ચપલ છે, અને શરીરો હજારો દુઃખો વડે કરીને વ્યાપ્ત રહે છે, માટે હે નાથ ! તમે ધર્મને વિષે વિશેષ કરીને બુદ્ધિને ધારણ કરો.ગુણસુંદરીનાં યુક્તિયુક્ત વચનોનો શ્રવણ કરી વિવેકી રાજાએ
(૨૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org