________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છતાં પણ મૂર્ખ દેખાય છે, કારણ કે તે આવી રીતે ગર્વ કરે છે, ત્યારબાદ સરસ્વતી એક ઘરડી ડોશીનું રૂપ કરીનેશ્રીધર આચાર્ય પાસે આવીનેકહેવા લાગી કે “હે શ્રીધર ! હું લેખાંકને જાણતી નથી, તું તો સર્વ જાણે છે, માટે મને કહે કે પુન દિન 4 વિ મવતિ? તેથી શ્રીધર બોલ્યો કે ત્રણ થાય, તેથી તે બોલી કે એમ ન બોલાય, માટે બરાબર કહે ત્યારે શ્રીધર બોલ્યો કે બાર થાય. તેથી તે બોલી કે એમ પણ ન થાય, તેથી શ્રીધર બોલ્યો કે હે ડોશી ! તું ગાંડી છેકે આટલું પણ જાણતી નથી, કારણકે મારું કહેલું કદાપિ ખોટું ન પડે. ડોશીએ કહ્યું કે એક્વીશ થાય, કારણ કે સંજાનાં વાન ગતિ : તેથી શ્રીધરે મસ્તક કંપાવીને કહ્યું કે હે માતા ! તું કોણ છે ! તેણે કહ્યું કે હું કાશ્મીર દેશમાં વસનારી ઘરડી ડોશી છું. તારો ગર્વ તોડવાને માટે અહીંઆ આવેલી છું, તેથી શ્રીધરે કહ્યું કે મેં શું ગર્વ કર્યા ? તેથી તેણીયે કહ્યું કે ૩ત્તરત: આશ્લોક કરવાથી જ તને ગર્વ છે. તે સાંભળી વિસ્મયપણાને પામેલા શ્રીધરે કહ્યું કે હે માત ! તું કોણ છે ! સત્ય સ્વરૂપ પ્રગટ કર. શા માટે તું મને છેતરે છે ? તેથી સરસ્વતીએ પોતાનું મૂળ રૂપે પ્રગટ કરવાથી, તેને સરસ્વતી દેવી જ દેખીને શ્રીધર ઊઠી તેને પગે પડીને કહેવા લાગ્યો છે માત ! હું બાળક છું, કે મેં ફોગટ ગર્વ કર્યો તેથી સરસ્વતીયે કહ્યું કે હે પુત્ર ! હવે પછી તારે ગર્વ કરવો નહિ, કારણ કે ગર્વ કરવાથી જીવો દુ:ખી થાય છે, આવા પ્રકારના સરસ્વતીનાં વચનોને સાંભળીને શ્રીધરે ગર્વનો ત્યાગ કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org