SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સુખાસને બેઠેલા અરિકેસરી રાજાને લલિતાંગ રાજાએ કહ્યું કે “યદ્યપિ તમારા દર્શનરૂપી અમૃતના આસ્વાદનમાં નેત્રોતત્પર રહેલા છે તથાપિ મારૂ હૃદય તેમના તે સ્થાનમાં પ્રતિબંધકની ચિંતવના કરે છે મતલબ મારા નેત્રને તમો મારાથી દૂર થાઓ તે ગમતું નથી, પરંતુ ઉત્તમ પુરુષો વિશેષ વાર નહિ ટકી શકે તેમ મારૂ અંતઃકરણ ચિંતવે છે. માટે જયારે આપ આપના નગર પ્રત્યે પ્રયાણ કરો ત્યારે આપની સાથે આ કન્યા ચંપકમાલા પણ મારા મંત્રીઓ સહિત ત્યાં આવશે અને પાણિગ્રહણ થશે ત્યાં સુધી સર્વપરિવાર ત્યાં જ રહેશે આવા પ્રકારના લલિતાંગ રાજાના વચનો સાંભળી અરિકેસરી રાજા બોલ્યો કે “હે નરવર ! હે સજ્જન ઘુરંધરા ! ઉચિત કાર્યો જાણનારાઓને વિષે તથાધીર વીર પુરૂષોને વિષે અને વિશાળ હૃદયવાળા પુરુષોને વિષે તારા સમાન રેખાને ધારણ કરનાર પુરુષ ત્રિભુવનમાં પણ બીજો કોણ હતો ? અર્થાત કોઈ જ નહિ આ ત્રિલોકમાં ઉચિત જાણનાર,ધીર વીર વિશાળ હૃદયવાળો એક તું જ છે, સિવાય તારા વિના કોઈ બીજો અન્ય પુરુષ નથી. સ્નેહના સ્વાભાવિકપણાથી ઉત્પન્ન થયેલા કોમળપણાને સૂચવનારા તારા વિનયી વચનોના આલાપોને રસાયણોની જેમજ સાંભળતાં નિરંતર હે નરવીર ! હું તૃપ્તિ પામતો નથી. તથાપિ મનોરથની શાળા સમાન ચંપકમાળા મારી પાસે જ્યાં સુધી ન બેસે ત્યાં સુધી મોટા મોટા કાર્યો પણ શિથિલ થશે. ત્યાર પછી રાજાએ ચંપકમાળાની સાથે અરિકેસરી રાજાને બહુમાન પૂર્વક વિદાય કર્યા અને પોતે પણ કેટલીક ભૂમિ સુધી સાથે જઇ વિવેકપૂર્વક પાછો ફર્યો. પાંચ મંત્રીઓ વડે રાજય કાર્યનું ચિંતવન જેની અંદર કરાવેલું છે એવા પોતાના નગર પ્રત્યે રાજા અરિકેસરી પણ પહોંચ્યો અને ધ્વજા આદિકથી શણગારેલા નગરમાં ચંપકમાળાસહ પ્રવેશ કર્યો ચંપકમાળાને રહેવા એક અલગ પ્રાસાદ આપ્યો કે જે ન ૧૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy