________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
પ્રાસાદની અંદર રહેલી ચંપકમાળા પોતાના સ્થાનને વિષે રહેલા રાજાને નેત્રોત્સવ કરે છે, મતલબ કે રાજાએ નિરંતર પોતાને દેખી શકાય એવો પોતાની પાસેના સન્મુખ મહેલમાં ચંપકમાલાને રાખી. વળી રાજા નિરંતર તેણીની પાસે જાય છે. એકદા રાજા અમરગુરૂને સાથે લઇ ચંપકમાળા પાસે ગયા અને તેણે ચંપકમાળાને કહ્યું કે -‘કળાઓના વિચારોને વિષે તું કાંઇ બોલ.' ત્યારે ચંપકમાળા બોલી કે ‘વિવિધ પાખંડીઓએ કથન કરેલ ધર્મોને વિષે તું કયો ધર્મ માને છે ?' ત્યારે અમરગુરૂએ કહ્યું કે-‘એ પ્રકારે તમો અપ્રસ્તુત કેમ બોલો છો ?' ચંપકમાળાએ કહ્યું કે ‘અહિં અપ્રસ્તુત શું છે ? ઇહલોક પરલોક હિતકારી અને આખરમાં શિવસુખ સંપદા આપનારી શ્રેષ્ઠ એવી ધર્મકથાને જે માણસો જાણતા નથી તે બહોંતેર કળાના જાણકારો હોય તો પણ પંડિત કહેવાતા નથી.’એ સાંભલી અમરગુરૂએ કહ્યું કે ‘અહીં કોઈ પણ વિચાર સંગતિપામી શકતો નથી. જેના પૂર્વપુરૂષોએ જે ધર્મનું સેવન કરેલું હોય તે જ ધર્મ કરવો.એટલે વંશપરંપરાથી ચાલ્યો આવતો ધર્મ યુક્ત ગણાય છે. પોતાના ગુરૂએ યજ્ઞ આદિ જે ધર્મ જેઓને કહેલો હોયતેઓને તેજ પ્રમાણે ધર્મ હોય છે.' એ પ્રમાણે ધર્મનો વિચાર કરીને જેટલામાં અમરગુરૂ શાંત થયો.તેટલામાં કોયલના સમાન સુકોમળ કંઠવાળી તેકન્યા મધુર સ્વરે બોલીકે હે સુંદર ! તારૂં કહેવુ બરોબર નથી. અન્ય પંડિતો પણ એવા પ્રકારે નથી બોલતા, કારણકે પરમ પુરષાર્થભૂત ધર્મને વિષે વિચાર કરવો યુક્ત છે.પુરુષાર્થને વિષે પણ ધર્મનું જ શ્રેષ્ઠપણું છે, કારણ કે ધર્મ તે અર્થ અને કામને પ્રગટ કરવામાં કારણભૂત છે અને તેને માટે નીતિને વિષે કહ્યું છે કે ધર્મ કરવાથી અર્થની પ્રાપ્તિ થાય છે, અર્થથી કામની પ્રાપ્તિ થાય છે, અને કામથી શુભલોનો ઉદય થાય છે. હવે યુક્તિવડે કરી જે અર્થકામના કારણભૂત ધર્મનું સેવન કરતો નથીતે પોતાના આત્માની અધોગતિકરે છે. વળી હે પંડિત ! તેં કહ્યું કે કુળ
૧૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org