SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાવાર્થ : ઈહાં તહાં ગઈ, જોતાં છતાં પણ દેખવામાં આવતી નથી, અમે પણ દેખી નહિ, તમે પણ દેખી નહિ, માટે અણુજેવડી આ મોડે કુવામાં પડીને અદશ્ય થઈગઈ લાગે છે. તે ગાથાને પણ હર્ષથી ભણતાયવરાજર્ષિકેટલાએક દિવસે વિશાલા નગરીને વિષે જઇને કુંભારના ઘરને વિષે રહ્યા. ત્યાં પણ જ્યાં ત્યાં ભમનારા ઉદર જોઈને કુંભારે કહ્યું કે - सुकुमालपाणिकोमलया, रतित् हिंडणसीलणया । अम्ह पसाओ नत्थि ते भयं, दीहपिठाओ ते भयं ॥३॥ ભાવાર્થ : તારા હાથપગ કોમલ છે. તથા રાત્રિમાં તમો ફરનારા-ચાલનારા છો, પરંતુ અમારા થકી તમોને ભય નથી, પણ બિલાડાથી તમને ભય છે, તે ગાથાને પણ યુવરાજર્ષિયે ગ્રહણ કરી લીધી આવી રીતે ત્રણેગાથાનું મનમાં ચિંતવન કરી યુવરાજર્ષિ તે ત્રણેને ચિંતામણીરત્ન કામકુંભ-કામધેનુ સમાન માનવા લાગ્યા અને વારંવાર યાદ કરવા લાગ્યા. આ સમયે દીર્ઘપૃષ્ટ મંત્રીએ રાજાની બહેન અણુલ્લિકાને ભોયરામાં ગુપ્ત રાખી છે. એવા આવરણથી કે-રાજાને કોઈ રીતે મારીને મારા પુત્રને ગાદીએ બેસાડીને અણુલ્લિકાનું પાણિગ્રહણ કરાવીશ હવે ગઈભિલ્લ રાજાએ બહુ તપાસ કરતાં છતાં પણ પોતાના બહેનને નહિ દેખવાથી બહુ ચિંતા કરવા માંડી. તેવામાં મંત્રીએ યુવરાજર્ષિને આવેલા સાંભલ્યા, તેથી વિચાર કરવાલાગ્યોકે બહુ તપ કરવાથી જ્ઞાન ઉત્પન્ન થયેલું હશે તો જ્ઞાન વડે કરી મારું સ્વરૂપ જાણીને રાજાને કહેશેતો રાજા મારો મારા સઘળા કુટુંબ સહિત વધ કરશે માટે પ્રથમથી જ એવો ઉપાયકરૂં કે રાજા યવર્ષિનો ઘાત કરૂ એવું ચિંતવી ૧૮૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy