________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
1 પૂજા ક્રનારને ન્હાવાનો વિધિ. TO “સ્નાન વરુપમ્ ”
यदुक्तं श्राद्ध दिनकृत्येतसाहजीवरहिए भुमिभागे विसुद्धए । फासुएणं तु नीरेणं, इयरेणं गलिएणओ
ભાવાર્થ : ત્રસાદિક જીવ રહિત શુદ્ધ ભૂમિ ભાગને વિષે બેસી ગળેલ અને પ્રાસુક પાણિવડે ભવ્ય શ્રાવક વિધિ સહિત સ્નાન કરે. तथा च-काउणं विहिणा पहाणं सेयवत्थनिदंसणो ।
मुहकोसं तु काउणं गिहबिंबाणि पमज्जए ॥२॥
ભાવાર્થ : વિધિસહિત સ્નાન કર્યા પછી શ્વેત વસ્ત્ર ધારણ કરી મુખ કોશ બાંધી શ્રાવક ગૃહબિંબોના પ્રમાર્જનને કરે. अपि च-वन्नगंधोवमेहिं च पुप्फेहिं पवरेहिय ।
नानापयारबंधेहिं कुज्जापूयं वियखणी ॥३॥
ભાવાર્થ : ત્યારબાદ કેસર બરાસ વિગેરે સુગંધિ દ્રવ્યો વડે કરી તથા સારા વર્ણવાળા તથા સારા સુગંધવાળા રાજચંપાદિકા સુગંધી પ્રવર પુષ્પોવડે કરી તથા વિવિધ પ્રકારની ગુંથણીથી ગુંથેલા પુષ્પના સમુહ વડે કરી વિચક્ષણ માણસ જિનેશ્વર મહારાજની પૂજા કરે.
વિવેચન : પરમાત્માની પૂજા કરનારા ભવ્યજીવોને શ્રીમાન શાસ્ત્રકાર મહારાજ ફરમાન કરે છે કે દેહ શુદ્ધિને માટે પ્રાસુક પાણી વડે કરી પ્રથમ સ્નાન કરવું જોઇએ અને સ્નાન કરવા બેસવાની ભૂમિ પણ મળ મૂત્રાદિક અપવિત્ર પદાર્થ રહિત હોવી જોઇએ એટલું જ નહિ પરંતુ જીવજંતુ નીલ ફુલ વિગેરેથી વર્જિત અને સર્વથા શુદ્ધ હોવી જોઇએ. આવી શુદ્ધભૂમિને વિષે સ્નાન કરવા બેસનાર માણસોએ એટલું તો જરૂર
3૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org