________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ એક વર્ષ સુધી તેના ઘરને વિષે રહીને શાન્તિથી વિષયા દિકનું સેવન કરું એવો મનને વિષે નિશ્ચય કરીને તથા તે વાત વેશ્યાને જણાવીને સારંગ વણિક વિવિધ પ્રકારના કરિયાણા લઈને સિંહલદ્વીપે ગયો. ત્યાં ઘણો વ્યવસાય કરીને ઘણી લક્ષ્મી ઉપાર્જન કરી, તેથી લોભ ઉત્પન્ન થવાથીતે ત્યાં ઘણાં વર્ષો સુધી રહ્યો. ત્યારબાદ વેશ્યાને મળવાથી ઇચ્છાવાળો તે સારંગ વાણિયો પણ વેશ્યાને વિષે રંજિત મનવાળો પોતાનું શરીર વૃદ્ધાવસ્થા વડે જીર્ણ થઈ ગયા છતાં પણ નવીન માનતો અમૃતકુંડિકા વેશ્યાને સેવન કરવાની આશાએ ઘણા ધનના વ્યય વડે કરીને સિંહલદ્વીપને વિષે ઉત્પન્ન થયેલા ત્રણસો ને સાઠ ઉત્તમ પ્રકારના હસ્તિ ઓને લઇને તે નગરે આવીને તે વેશ્યાના ઘરની શુદ્ધિ કરાવીને તે અમૃતકુંડિકા વેશ્યાક્યાં છે ? એવી રીતે તેમના સેવકોને પૂછયું તેથી તેઓએ પણ વૃદ્ધાવસ્થા વડે કરી પરાભવને પામેલી તથા ઘરના એક ખુણાને વિષે પડેલી તેને બતાવી. તેને તેવા પ્રકારની દેખીને સારંગ વણિક વિચારકરવા લાગ્યો કે – અહો ! આના માટે મેં મેઘના જેવા મદને ઝરનારા હાથીઓ આપ્યા છે, ને આ આવી વિરસ કેમ દેખાય છે ? તેથી યૌવન ગળી ગયેલ છે એવી વેશ્યા પણ સારંગને કહેવા લાગી કે -
सारंग साहसाइ, जस्स कए आणिआकरिणो । अभिमय भद्द पणट्ट, चिट्ठइ कुंडिआ एसा ॥
ભાવાર્થ : હે સારંગ ! જેને માટેતે હાથિયો આણેલા છે તે જ હું છું હે ભદ્ર ! અમૃત નષ્ટ થયું, અને કુંડીના સમાન હું અમૃત કુંડીકા નામની થઇને બેઠેલ છું, મારૂ યૌવન જવાથી હું કુંડીના સમાન થઈ ગઈ છું.એમ કહીને ફરીથી પણ તે કહેવા લાગી હે શ્રેષ્ઠિ ! તારૂ પણ તે અભિનવ યૌવન કયાં ગયું? તું તારું શરીર જો , તપાસ
૨૧૩)
૨૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org