________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તારે પતિવ્રતા ધર્મ પાળવો. આવી રીતે સાંભળીને તેણી પોતાના ભર્તારના લલાટપટ્ટને વિષેતિલક કરવાને માટે જેવી પોતાના હાથમાં ચોખાલઇને આવે છે તેવામાં વિરહરૂપી અગ્નિ ઉત્પન્ન થવાથી પરસેવો થયો, તેથી જ તે ચોખા હતા તે રંધાઈગયા ને ભોજન થયું, ત્યારબાદ તેણી બોલી કે હે સ્વામિન્ ! તું કયારે આવીશ ? કલાકે . આવીશ, પહોરે આવીશ, બે પહોરે આવીશ, દિવસે આવીશ, અઠવાડિયે આવીશ, પક્ષે આવીશ, માસે આવીશ, છ માસે આવીશ, બાર માસેઆવીશ.એવીરીતે કહીને તે સ્ત્રી ચક્ષુમાંથી આંસુ પાડવા લાગી.
ત્યારબાદ તે પોતાની સ્ત્રીને સંતોષ પમાડીને અવન્તી નગરીને વિષે ગયો વ્યાપારને વિષે લાભ મળવાથી તે કેટલાયેક દિવસ રહ્યો
ત્યાં ત્યારબાદ એકદા દૈવયોગે અગ્નિથી તેનું ઘર બળી જવાથી તે શ્રેષ્ઠીના પુત્રની વહુ ભીંતને વિષે ચિન્નેલ પોતાના સ્વામીના રૂપના સ્નેહને અંગે નહી ખસી જવાથી ત્યાં જ બળી ગઈ. ત્યારબાદ તેણીનાદુખથી ખેદ પામેલા માતપિતાએ ફરીથી પરણવાને માટે બોલાવેલ પુરંદર ઘેર આવ્યો, અને પોતાની સ્ત્રીને નહિ દેખવાથી તેણે પુછ્યું કે હે માતા ! મારી વહુ કેમ દેખાતી નથી ? તેથી માતા બોલી કે : - भित्ते चित्तक लिहीयं, पावक पसारिओ य गेहमज्झमि सा बाला करगहियं, न छंडिंअं छंडिया पाणा ॥१॥
ભાવાર્થ : ઘરને વિષે અગ્નિ લાગવી ભીંતને વિષે પોતાના સ્વામીના ચિત્રામણને જોતી, હાથને વિષે આવેલા પોતાના સ્વામીના ચિત્રને વિષે તલ્લીન થવાથી અગ્નિથી બળીને મરણ પામી. તે સાંભળીને તે દુઃખી થઈ તે સંસારને અસાર જાણતો વૈરાગ્ય પામીને
M૩૩૬
૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org