SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નાખ્યો. તેથીસરસ સુંદર શૃંગાર સજીને પોતાના પાસે ઉભેલી પોતાની સ્ત્રીને દેખીને, આ મારી સ્ત્રીનો મને દુસ્સહ વિયોગ થશે એવું વિચારી પુરંદરે દુઃખથી ભારે નિઃશ્વાસ લીધો, કારણ કે દુ:ખનું એજ ચિન્હ છે, એવામાં નિઃશ્વાસથી, પ્રેરાયેલીકરોટીકા શીઘ્રતાથી નીચે બેસી ગઇ. વૈદ્ય ધનવતીના ચરણ કમલને નમસ્કાર કરીને શ્રેષ્ઠીને કહ્યું કે હે શ્રેષ્ઠિનું ! મે બહુ જ દુષ્કર કામ કરેલું છે, કારણ કે પ્રિયાના વિયોગના દુઃખ વિના તમારા પુત્રને બહુ નિશ્વાસ ન થાત, અને તેના વિના એટલે ઘણા નિઃશ્વાસ વિના આ કરોટીકા નીચી પણ ન બેસત, માટે જ તમારા પુત્રની વહુની મેં માંગણી કરી હતી, આવી રીતે વૈદ્ય પોતાના પુત્રને સારો કરેલો દેખીને બહુ જ હર્ષને પામેલા શ્રેષ્ઠીયે વૈદ્યને બધુ સુવર્ણ મણિરત્ન, વસ્ત્રાદિક આપીને તેનો સારો સત્કાર કર્યો, પુરંદર પણ ગૃહસ્થ ધર્મ પાળીને, છેવટે વિશેષ પ્રકારે ધર્મનું આરાધન કરીને સદ્ગતિ પામ્યો, તેથી જ કહેવું છે કે જગતને વિષે પ્રિયાનો વિયોગ જીવોને સહન કરવો અત્યંત દુસ્સહ છે. Cરાગને વિષે પુરંદર શ્રેષ્ઠીની ક્યા DO વસંતપુરને વિષે ધન નામનો શ્રેષ્ઠી હતો. તેને ધનવતી નામની સ્ત્રી હતી. તે બંનેનો પુરંદર નામનો પુત્ર હતો. તે વૃદ્ધિ પામ્યા પછી અનુક્રમે તેના પિતાએ તેનુપાણિગ્રહણ કરાવ્યું, તેથી તે બંનેને મહાન્ સ્નેહ ઉત્પન્ન થયો એકદા પિતાએ વ્યાપારને માટે પ્રેરણા કરેલો પુરંદર પિતાને પુછીને પરદેશ પ્રત્યે ગમન કરવાની ઇચ્છાવાળો થયો. એવી રીતે દેશાંતરને વિષે ગમન કરનારા તેના પતિને તેની સ્ત્રીએ કહ્યું કે હે પ્રિય ! તું સાથે હોઇશ તો મારાથી વ્યાપાર નહિ થઈ શકે, તે કારણ માટે તું અહીં જ રહે, અને આ ભીંતરને વિષે ચિત્રલ મારા પ્રતિબિંબ પાસે ભોજનાદિક તમામ વસ્તુ પદાર્થની નિમંત્રણા કરીને M૩૩૫) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy