________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કુશળ બનાવ્યો, આવી રીતે પોતાના મૂઢપતિને પણ સર્વ કાર્યમાં એવો પ્રવીણ બનાવ્યો કે તેની ચુતરાઈદેખી ડાહ્યામાં ડાહ્યા પુરુષો પણ ચિત્તને વિષે ચમત્કાર પામ્યા હવે સર્વપ્રકારે હુંશિયાર પોતાનો પતિથવાથી નિશ્ચિત ચિત્તવાળી થઇ એકદા વહી જોવા માંડી તો તેને વિષે દક્ષતો લખેલા હતા કે સાત ઔષધથી સુવર્ણ સિદ્ધિ થાય છે, તેવું જાણીને તેણીએ તે મેળવી તેની ઇંટ બનાવી અગ્નિમાં નાખી તો તે ઇટ સુવર્ણમય બની ગઇ, ત્યારબાદ ઘણું સોનું બનાવી અત્યંત નિશ્ચિત થઇ, દઢતાથી ધર્મનું સેવન કરવા લાગી, અને ધર્મનો પ્રભાવ બહુ જ શ્રેષ્ઠ માનવા લાગી. હવે પુન્યપાલ પણ રાજાની પેઠે નિવાસ કરતો લોકોને બહુ જદાન આપવા માંડયો તેથી તેની કીર્તિ વિસ્તારને પામી જેમ જેમ લક્ષ્મી વધવા માંડી તેમ તે ધર્મ વધવા માંડયો અને જેમ જેમ ધર્મ વધવા માડયો, તેમ તેમ દાન વધવા માંડ્યું. જેમ દાન વધવા માંડયું તેમ તેમ લક્ષ્મી અને કીર્તિ બંને વધવા માંડયા ,કારણકે લક્ષ્મીની વૃદ્ધિથી જ પુરૂષો પણ પંડિત બની જાય છે. ત્યારબાદ ત્યાં રહેલા રાજાના આદેશથી પુન્યપાળે ઘણી લક્ષ્મી ખર્ચા એક મનોહર જૈન મંદિર બંધાવ્યું તેનું શિખર ગગનને વિષે ગર્જારવ કરવાલાગ્યું, અને મનોહર જિનબિંબ તેમાં પધરાવ્યું, ત્યારબાદ વિવિધ પ્રકારના તોરણો બાંધ્યા. હવે ગુણસુંદરીએ વિચાર કર્યો કે એક જગ્યાએ લાંબો કાળ રહેતો માણસ જડ બુદ્ધિ જેવો થઈ જાય છે, માટે ધર્મ બુદ્ધિવાળો પોતાના પતિને પરદેશને વિષે જવાને માટે પ્રેરણા કરવાથી પુણ્યપાલે નાના પ્રકારના કરિયાણાના વાહનો ભરી અને નગરને વિષે પડહ વગડાવ્યો કે જેના પાસે વસ્ત્ર, વાહન, ભાતુ કાંઇપણ નહિ હોય તેને સર્વ હું આપીશ, માટે મારી સાથે જેને ચાલવું હોય તે ચાલો આવી રીતે કહેવાથી ઘણા લોકો તેમના સાથે ચાલ્યા. તે લોકોને લઈને સારા દિવસે સારા મુહૂર્તે સારા શુકને બંદી વર્ગના સાથે રાજાને પુછીને
(૨૮૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org