SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પણ શાન્તિ ધારણ કરી, દીક્ષાને લઇ સર્વ સુખનો ભાજન થયો. સ્ત્રીરૂપી એક ક્ષમાજ આ ક્રોધને જીતે છે. અને બીજા પુરુષરૂપી ગુણો જે છે તે ક્રોધને જીતવાને સમર્થ નથી. કારણ કે મૂર્ખ અજ્ઞાનીઓએ આ ક્રોધ કરેલો હણેલો પણ સંસારથી ભય પામેલો મુનિ તેના સાથે કલેશને કરતો નથી, છતાં પણ કલેશ કરે તો તેના સમાન ગણાય છે. સંભળાય છે કે એક મુનિ મહાત્મા આગળ ઉપર ઉગ્ર તપ તપતા હતા તેના ગુણથી રજિત થઈ નિરંતર કોઈ દેવી આવીને નમસ્કાર કરીને કહે છે કે, “હે સાધો ! તમારું ચારિત્ર સુખે કરીને નિર્વહો છો ? શરીર નિરાબાધ છે ? અન્ય કોઈ ઉપદ્રવ નથી ને ? દેવ કે મનુષ્ય કોઈ ઉપદ્રવ તમોને કરે તો તમારે મને કહેવું. આવા પ્રકારની નિરંતર વાર્તા કરે છે. નિઃસ્પૃહ મુનિએ કહ્યું “મારે કાંઇ દુષ્કર નથી, કારણ કે જે સુખ સંતોષીને છે તે ચક્રવર્તીને પણ નથી અન્યદા પારણાને માટે નગરમાં જતાં તે મુનિને અપશુકનની બુદ્ધિથી એક બ્રાહ્મણે માર્યો, તેથી ક્રોધી થઈ મુનિએ પણ તેને મુઠી વડે કરી માર્યો. બન્નેનું યુદ્ધ થયું. આહાર પાણી કર્યા બાદ દેવીએ કુશળતા પૂછી ત્યારે રોષ કરીને મુનિએ કહ્યું, તે વખતે તું ત્યાં ન આવી અત્યારે આવી હવે શું કામની ? દેવી બોલી હે સાધો ! હું ત્યાં આવી હતી, પણ મેં તમને ઓળખ્યા નહિ, કારણ કે બન્ને લડતા હતા તેથી સમતા ધારણ કરીને ક્ષમા અને તપ આ બન્નેથી યુક્ત હોય ત્યારે જ ક્ષમાશ્રમણ કહેવાય છે. તે બેમાંથી એકનો પણ નાશ થાયતો ક્ષમાશ્રમણ નામની નિરર્થકતા કહેવાય છે. એવી રીતે દેવીએ બોધ કરેલ સાધુ ચારિત્રને ધારણ કરનારાઓને વિષે ચુડામણિ થયો, માટે હે મહાનુભાવો ! તમારે ઉંચપદની જો અભિલાષા હોય તો ક્રોધરૂપી યોદ્ધાનો જય કરો. M૨૯૮ ૨૯૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy