________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શ્રીધર નામના બ્રાહ્મણના પુત્ર શ્રીપતિને પરણાવી હતી, પરંતુ દૈવયોગે તે લઘુ અવસ્થાને વિષે મરણ પામી, તેથી નિરંતર તેની માતા પુત્રીના શોકથી વિલાપ કરતી જ રહેવા લાગી એકદા પ્રસ્તાવે તેના શોકનું કારણ જાણીને વિશ્વને ઠગવામાં શિરોમણી ચંચુ નામનો કોઇક ધુર્ત તે પ્રિયંગુ સમીપે આવ્યો, તેથી મોહમૂઢ થયેલી તેણીએ પુછયું કે હે ભદ્ર ! તું ક્યાંથી આવેલ છે? તેણે કહ્યું કે હે પ્રિયંગો ! હું સ્વર્ગથકી અહીં આવેલ છું. તે સાંભળીને હર્ષ પામેલી તેણીએ કહ્યું કે ત્યાં મારી પુત્રી યમુના શું કરે છે ? શું ખાય છે ? શું પહેરે છે ? સુખમા વસે કે દુ:ખમાં ? તે તું મને કહે, તે બોલ્યો કે હે માતા ! ત્યાં તહારી પુત્રી યમુનાને કલ્યાણ છે, તેણીયે પોતાના ગોવિંદ, અને પ્રિયંગુ માતાપિતાને કુશળતાના સમાચાર પૂર્વક શાન્તિના સમાચાર મારા મુખે કહ્યા છે, બીજા પણ સ્વજન વર્ગનાં નામો લઇને કુશળ સમાચાર પૂછયા છે. પરંતુ સ્વર્ગને વિષે આગ લાગવાથી તેના ઘરને વિષે રહેલ વસ્ત્રાલંકારાદિ તમામ બળી ગયું છે, તેથી સારા પ્રકારના વેષ અને અલંકાર વિના હું ત્યાં નહિ આવુ શકું એવું મારા મુખે કહેવરાવ્યું છે એવી રીતે કહેવાથી મોહ વડે કરીને વ્યાપ્ત થયેલી તેણીએ તેને આપવાને માટે વસ્ત્રાલંકાર વિગેરે આપ્યાં. તે પણ તે સર્વ લઈને ચાલ્યો.એવામાં ગોવિન્દ પણ ઘરે આવીને તે સમાચાર સાંભળવાથી હા ! હા હું ઠગાઈ ગયો. એવા પ્રકારના ખેદને ધારણ કરી ઉંટની ઉપર બેસીને તેના પાછળ દોડ્યો. તેને પાછળ આવતો દેખીને તે ધૂર્ત એક મોટા વડવૃક્ષના શિખર ઉપર ચડી ગયો તે બ્રાહ્મણ પણ ઉંટ ઉપરથી ઉતરીને જેવો વડવૃક્ષ ઉપર ચડ્યોકે તુરત તે ધૂર્ત નીચે ઉતરીને તેજ ઉંટ ઉપર બેસીને ચાલતો થયો ઊંટ ઉપર બેસીને તેને ચાલતો થયેલ દેખીને ઉભયથી ભ્રષ્ટ થયેલો ગોવિન્દ બે હાથ
૩૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org