SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પાછળ ફરવાથી લોકો મુનિનું નામ શુનિપતિ પાડયું તેવા પ્રકારના લોકોના વચનથી લજ્જાને પામેલા મુનિએ કોઈ પણ રીતે તેની દૃષ્ટિ ચુકાવીને બીજી જગ્યાએ વિહાર કર્યો મુનિને નહિ દેખવાથી, આર્તધ્યાનથી મરીને કુતરી વનને વિષે વાંદરીપણે ઉત્પન્ન થઈ ત્યાં પણ કર્મયોગે મુનિ વિહાર કરી જતા હતા, તેને દેખીને કુતરીના પેઠે મુનિની પાછળ તે વાંદરી જવા લાગી, નિરંતર તેની પાછળ ફરવાથી લોકોએ વાનરીપતિ એવું મુનિનું નામ પાડ્યું. તેથી કુતરીના પેઠે તેની દષ્ટિ ચુકાવીને મુનિ ક્યાંઈક ચાલ્યા ગયા, વાનરી મરીને જળાશયને વિષે હંસલીપણે ઉત્પન્ન થઈ.ત્યાં શીત પરિષહ સહન કરવા માટે જળાશય પાસે ઉભા રહેલા તે મુનિને દેખીને હંસલી પૂર્વભવના રાગથી સ્ત્રીના પેઠે બે પાંખો પાણીથી ભરીને તે મુનિને અલિંગન કરવા લાગી તેથી મુનિ ત્યાંથી પણ બીજી જગ્યાએ જવાથી તન્મય ચિત્તવાળી તે હંસલી મરીને વ્યંતરી થઈ. તેણીએ તે વખતે અવધિજ્ઞાનથી પોતાના તમામ વૃત્તાંતને જાણીને અહો ! મારા દીયરે મારું એક પણ વચન માન્યું નથી ? તેથી ક્રોધ કરીને તેને મારવાને માટે આવી, પરંતુ તેના તપના પ્રભાવથી મારી નહિ શકવાથી, અને મુનિને પણ અનુક્રમે કેવળજ્ઞાન થવાથી લોકોના પાસે પોતાનું અને તેણીનું વૃત્તાંત કહેવાથી સભા આશ્ચર્ય પામી અને મુનિ પણ મોક્ષે ગયા. (મોહ વિષયમાં પ્રિયંગુ વિપ્ર સ્ત્રી ક્યા છે કમલપુર નગરને વિષે ગોવિન્દ નામના બ્રાહ્મણને પ્રિયંગુ નામની સ્ત્રી હતી. તેની કુક્ષિ થકી ઉત્પન્ન થયેલી યમુના નામની પુત્રી હતી. તે સુરલતાની પેઠે માતાપિતાને પોતાના પ્રાણ થકી પણ અત્યંત વલ્લભ હતી. તેને માતપિતાએ મણિપુર નગરને વિષે વસનાર ભોગે-ફેમ- 3 ન ૩૩૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy