________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
આટલા જ શબ્દ સાંભળી ધારણ વિચાર કરવા લાગ્યોકે - ‘અહો ! અરણ્યમાં મને આ બંને જણ સુવર્ણસિદ્ધિ આપનારા મળ્યા છે. હવે પ્રાતઃકાળે મુનિ મહારાજને દેખ્યા, તેથી તેને નમસ્કાર કરીને બોલ્યો કે મને સુવર્ણસિદ્ધિ આપો. સાધુએ કહ્યું કે દીક્ષા વિના સિદ્ધિ નહિ તેથી લોભાંધ થઇ સુવર્ણ માટે ધા૨ણે દીક્ષા લીધી. નિરંતર રાત્રિએ જાગરણ કરે છે, ક્રિયાને કરે છે, બંને સાધુના વચને વર્તે છે, પરંતુ સુવર્ણ સિદ્ધિ થઇ નહિ. વિચાર કરે છે કે સુવર્ણસિદ્ધિ થાય તો ઘરે જાઉં. આવી રીતે બાર વર્ષ વીતી ગયા. તેથી ગુરૂ મહારાજને કહ્યું કે સુવર્ણ સિદ્ધિ કયારે થશે ? માટે પ્રસન્ન થાઓ. સોનાસિદ્ધિ આપો. ગુરૂએ કહ્યું કે-સ્મશાને જા, કાઉસગ્ગ ધ્યાનકર, પરિષહ સહન કર, મનમાં વિપરીત ભાવ ના લાવ, ચિત્તની એકાગ્રતા કર, સિદ્ધોનું ધ્યાન કર તેથી સ્વયમેવ સિદ્ધિ થશે. ગુરૂના આવા પ્રકારના વચનો સાંભળી ધારણ મુનિએ તેમ કરવાથી કર્મ-પટલને હણી નાંખી જલ્દીથી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેજ ટાઇમે નિર્વાણ કહેતાં સિદ્ધિ મેળવી પ્રથમ દ્રવ્ય ચારિત્ર હતું.પરંતુ પાછળથી ભાવ ચારિત્રથી લોભાર્થી એવા ધારણ મુનિએ મુક્તિ મેળવી આ ઉ૫૨થી વાંચક વર્ગે સમજવું જોઇએ કે સિદ્ધિ ભાવ ચારિત્રથી છે, માટે તે મેળવી અનંત સુખના ભોક્તા થવું બાકી લક્ષ્મીની લાલસા તો કેવળ દુર્ગતિની આપનારી છે, માટે તેનાથી પાછા હઠવું.
આર્યાષાઢા આચાર્ય
મહાન વત્સ નામનોગચ્છ છે આર્યાષાઢા આચાર્ય ભવ્યોને બોધ કરવાને ઉદ્યમવંત છે તેમના શિષ્યો જે જે કાળ કરવાની તૈયારીમાં છે તેમને નિર્યામના કરાવી દેવગતિમાંથી આવી દર્શન દેવું વિગેરેકહે છે. એવી રીતે ઘણા વળાવ્યા કોઈ આવ્યા નહિ છેવટે એક નાનો ક્ષુલ્લક સાધુ અત્યંત રાગી હતો તેની પાસે માગણી કરી તે પણ આવ્યો નહિ સુરિની
૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org