SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ 0 ચૈત્યવંદન અને પ્રદક્ષિણાનું સ્વરૂપ છે સાધુના અને ગૃહસ્થોના સર્વ અનુષ્ઠાનનું મૂલ ચૈત્યવંદન કહેલ છે, ચૈત્યવંદન સમ્યકત્વના હેતુભૂત કહેલ છે, જે માટે કહ્યું છે કે – मिच्छादसणमहणं, सम्मदंसण विसुद्धहेउं च ।। चिइवंदणाइ विहिणा, पन्नत्ता वीयरागेहिं ભાવાર્થ :- મિથ્યાદર્શનને મર્દન કરનાર તથા સમ્યગ્દર્શનના હેતુભૂત વીતરાગદેવે વિધિ વડે કરી ચૈત્યવંદન કરવાનું કહેલું છે. હવે ચૈત્યવંદન કરતાં પ્રથમ ૧૦ ત્રિકસાચવવી જોઇએ. તે કહે છે – ૩ નૈષધિકા, ૩ પ્રદક્ષિણા, ૩ પ્રણામ, ૩ પૂજા (અંગ, અગ્ર ભાગ), ૩ અવસ્થા (છબસ્થ ૧, કેવળી ૨, સિદ્ધત્વ ૩,) ૩ દિશા જોવાની વિરતિ (ઉર્ધ્વ અધઃ તિર્યક) (વામ દક્ષિણ પાશ્ચાત્ય લક્ષણ વિરતિ), ૩ વર્ણાદિક ચૈત્યવંદન (ગતઅર્થ) ૩ આલંબન, (રૂપનીચિંતવના), ૩ મુદ્રા (જીનમુદ્રા યોગમુદ્રા મુકતાશુક્તિમુદ્રા) ૩ પ્રદક્ષિણા કરતી વખતે નીચેના દુહા બોલતાં પ્રદક્ષિણા કરવી. કાલ અનાદિ અનંતથી, ભવભ્રમણનો નહિ પાર, તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દેઉં ત્રણ વાર. ૧ ભમતિમાં ભમતાં થકાં, ભવભાવઠ દૂર પલાય, દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. ૨ જન્મ મરણાદિ સવી ભય ટળે, સીઝે જો દર્શન કાજ, રત્નત્રય પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ. ૩ જ્ઞાનવર્ડ સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત, જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્વ સંકેત ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ, ચારિત્ર નામ નિર્યુકતે કહ્યું, વંદો તે ગુણ ગેહા. ૫ ૨૯ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy