________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આવે. અને હાથમાં આરિસો લઈ મુખડાને નિહાળતા જૈનો કેશરની વાટકીમાં આંગળી બોળી કેશરનું ટીલું કપાળમાં કરવા માટે ઉદ્યમ શરૂ કરે છે. કપાળમાં ટીલું કરી આરિસામાં મુખને જોતો જો ટીલું સારૂ થયું ન હોય તો હાથવતી લુંછીને સાફ કરે છે આવી રીતે બે ચાર દશ વાર કરતાં કેશરનો ઘાણ સારી રીતે જૈનો વાળે છે. ડાહ્યા ડમરા જૈનો સાધારણ ખાતાનું કેશર વાપરવામાં આવી મહાન ઉદારતા બતાવે છે, ઘરના કેશરના ચાંદલા કરવા માં આવતા હોય તો અલબત્ત ચક્ષુ ખુલી જજાય પરંતુ પરભારૂ પોણાબારૂ પચાસવાર ચાંદલા કરી લુંછીનાખે તો પણ તેમને શું બગડવાનું હતું? વળી વિશેષમાં તો કેટલાક જો બરાબર લાલ કેશર હોય નહિ તથા પાણી જેવું હોય તો દેહરાસરજીના પુજારીની ઉપર તિરસ્કારનાં વચનોનો મારો શરૂ કરે અને કોઈક સમજુ માણસ નાહક કેશર બગાડવું નહિ. આવો ઉપદેશ આપે તો ગાળોના વરસાદથી બિચારાને ત્યાં જ પુરેપુરો કરી દેવામાં ચુકે નહિં, લાગ પડે તો દેહરાસરજી ખાતાના મુનિમને પણ પ્રસાદ ચખાડ્યા સિવાય રહે નહિ. આવા વિવેકહીન લોકો પણ સ્થલે સ્થલે વારંવાર અત્યારે બાહુલ્યતાથી જોવામાં આવે છે તો આવી અજ્ઞાન દશાને દુર કરી વિવેકી જૈનોને સાધારણ ખાતાના કેશરના ચાંદલા નિમિત્તે થતો બગાડો સર્વથા દૂર કરવો જોઇએ છતાં શોખ હોય અને ટેવ પડી હોય તો પોતાના ઘરનું કેશર કાઢી ગમે તે પ્રકારે વર્તવામાં પોતાને હરકત આવશે નહિ પરંતુ સાધારણ ખાતાના કેશરનો બગાડો થતો દુર કરી જૈનોએ સાવચેતીથી વર્તવું જોઇએ.
(“પૂના કરનારામોમાં શ્રેષ્ઠતા”) હવે સ્નાન કર્યા બાદ દેરાસરજીના ગભારામાં પૂજાનાં વસ્ત્ર પહેરી ચાંદલો કરી જેવો પ્રવેશ કરે છે કે તુરત દર્શન કરવા આવેલા લોકોના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org