________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
(ક્વટ કરીને પણ પોતાના શીયલનું રક્ષણ
ક્રનારી રૂપશ્રીની ક્યા વણથલ નગરે રતિસેન શ્રેષ્ઠીનીરૂપસૌભાગ્યના નિધાન સરખી રૂપશ્રી નામની સ્ત્રી હતી. એકદા પ્રસ્તાવે તેનો સ્વામી દેશાંતરે ગયેલ હતો. તે સમયે રણમલ્લનામના એક જાર પુરૂષે ભોગ માટે તેણીની પ્રાર્થના કરી, તેથી પોતાના શીયલનું રક્ષણ કરવામાં ચતુર એવી તેણીએ કહ્યું કે અવસરે તારું ઇચ્છિત કાર્ય કરીશ.તેથી જારપુરૂષ મનોહર વસ્ત્રાલંકાર તાંબૂલાદિ તેને ઘરે મોકલવા લાગ્યો. બુદ્ધિશાળી તે સ્ત્રી તમામ લઈને સાચવવા લાગી. ત્યારબાદ પોતાનો સ્વામી ઘરે આવ્યા પછી જાર પુરૂષને કહ્યું કે આજે રાત્રિએ પ્રથમ પહોરે તારે આવવું. તેથી તે પણઆવ્યો અને ઘરમાં બેસી બારણા બંધ કરી દેવામાં પ્રેમ વાર્તા કરે છે તેવામાં સંકેત કરી રાખ્યા પ્રમાણે તેને સ્વામી આવ્યો, તેથી તેણીએ કહ્યું કે જયાં સુધી મારો સ્વામી મારૂં સેવન કરી સુઈ જાય ત્યા સુધી તું આ પેટીમાં પેસી જા તેમ કહી પેટીમાં નાખી વસ્ત્રરહિત કરી પોતાના સ્વામિના સાથે રમીને સુઈ ગઈ હવે દેશાંતરથી આવેલ આ શ્રેષ્ઠીઘણું ધન લાવેલ હશે. એમ જાણી તેજ રાત્રિયે તેના ઘરને વિષે ચોરોએ આખત પાડ્યું. બીજી વસ્તુ ઘરને વિષેહતી, પણ તાળાવાલી પેટીને દેખીને અંદર કાંઈ દ્રવ્ય ભરેલું હશે એવું માનીને ચોરોએ તે પેટી ઉપાડી, અને પોતાને ઘરે લઈ ગયા.પ્રાતઃકાળે હાહાકાર કરી પોતાના સ્વામિને કૌતુકવડે કરીને રૂપશ્રી કહેવા લાગી કે હે સ્વામિન્ ! તું સાંભળ
ન કરતાં તે કીધું, કીધું તે ચોરે લીધું, જે પાસે તે તીહાં, શું થયું છેઈહાં ? સાત પાંચજ મળશે, હસી હસીને હાથ જ ઘસશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org