________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પાણી વડે સ્નાન કરાવ્યું ઉત્તમ પ્રકારની રસવતી તૈયાર થઈ ગઈ તેનું ભોજન કર્યું અને અન્ય પણ સર્વ કામભોગાદિક કરી એક ક્ષણની પેઠે રાત્રિ નિર્ગમન કરી. પ્રભાતે તમે હરણ કરી લીધું ફક્ત તે ચિત્રઘટને એક ખૂણામાં મૂકીને સિદ્ધપુરૂષ એક બાજુ માં બેઠો. તે સર્વેને એક ખૂણે પડી રહેલા આ દરિદ્રીએ દેખીને વિચાર કર્યો કે - “અહો હું આનું સેવન કરૂં તેથી મારૂ દારિદ્રય દૂર થાય.' એમ ચિંતવી તેના પગ દાબવા બેઠો ને કહ્યું કે – “હું નિભંગી, પાપી દરિદ્રી છું. મારૂ ઉદર પોષણ પણ મારાથી થતું નથી. હું દુર્દેવથી હણાયેલો છું. મને કોઈ શરણ નથી.” આવી રીતે વિનયયુક્ત વચન નમસ્કાર વિગેરેથી સંતોષ પમાડેલ સિદ્ધપુરૂષને અંતરમાં દયા આવી, કારણ કે વિનય જે છે તે દેવને પણ વશ કરે છે તો સિદ્ધપુરૂષ અગર મનુષ્યનું તો કહેવું જ શું? જે માટે કહ્યું છે કે – विनयः संपदां धाम, विनयः कीर्तिकार्मणः विनयो धर्मवारिधीन्दु, विनयो मूलमुन्नतेः | ભાવાર્થ : વિનય સંપત્તિનું ધામ છે, કીર્તિનું કામણ છે, વિનય ધર્મરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્રસમાન છે, તથા વિનય ઉન્નતિનું મૂળ છે, તેથી તે રાકના ઉપર દયા આવવાથી તે સિદ્ધપુરૂષ બોલ્યો કે“અરે ! હું તારા ઉપરતુષ્ટમાન થયો છું. માટે મુખથી માંગી લે.” એટલે તે અવસરે દરિદ્ર કહે છે કે – સર્વથા હું નિષ્પન્ય છું. માતા પિતા, સ્વજન, બાંધવ વિગેરે મરી ગયેલા છે. મંદપ્રકૃતિ વાળો કોઈ જેમ આકાશથી પડે તેમ હું એકલો જ છું, માટે તમારે શરણે આવેલો છું. મહાસત્ત્વશાલી પ્રાણીયો પરોપકારી જ હોય છે કહ્યું છે કે – दयालुत्व मनौद्धत्यं, दाक्षिण्यं प्रियभाषिता । परोपकारकारित्वं, मंडनानि महात्मनाम् ॥१॥
( ૮૭
૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org