SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ૬ તેમજ મહારી શોકયનો પુત્ર કુબેરદત્ત છે અને તું તે કુબેરદત્તને પુત્ર છે. માટે મહારો પૌત્ર પણ છે. એવી રીતે હે વત્સ? મારી સાથે હારા છ સંબંધો છે, હવે તમારા પિતાની સાથે મહારા છ સંબંધો છે તે સાંભળ ૧ તે મારો પતિ છે, ૨ મારો પિતા છે. ૩ મારો ભાઈ છે, ૪ તારી માતા કુબેરસેના વેશ્યાનો પતિ હોવાને લીધે તે મહારો દાદો છે, ૪ મારા પતિની માતા જે વેશ્યા છે, તેનો એ પતિ હોવાને લીધે મારો સસરો છે, અને મારી શોકય વેશ્યાનો પુત્ર હોવાને લીધે મહારો પણ પુત્ર છે. આવી રીતે તાહરા પિતાના સાથે પણ મહારા છ સંબંધો છે. વળી હે બાળક ! તારી માતાની સાથે પણ મહારા છ સંબંધો છે, તે સાંભળ, ૧ તે મારી માતા છે, ૨ મહારા ભાઈની સ્ત્રી છે, ૩ મારી શોકય છે, ૪ મહારા પતિની માતા હોવાને લીધે મારી સાસુ છે. પ મહારા શોકના પુત્રની વહુ હોવાને લીધે મારી પણ વહુ છે, ૬ અને મારા પિતા કુબેરદત્તની માતા હોવાને લીધે તે મહારીદાદી છે. વળી હે પુત્ર ? કુબેરદત્તની સાથે તમારા પણ છ સંબંધો છે તેને તું સાંભળ, ૧ તે હારો પિતા છે, ૨ તથા તહારો ભાઈ છે, કેમકે તમારા બંનેની માતા એક જ છે, ૩ આપણા બંનેની માતા પણ એક હોવાથી હું તારી બેન થાઉં છું. તેથી મારો પતિ કુબેરદત્ત તારો બનેવી થાય, પ તું મારી શોકયનો પુત્ર હોવાથી હું તારી માતા થાઉં છું. અને મારી માતા કુબેરસેનાનો પતિ કુબેરદત્ત તારી માતાનો પિતા થાય છે, ૬ તેમજ તારા પિતાની હું બહેન થાઉં છું અને તહારો પિતા મહારો પતિ થાય છે, તેથી તે તમારે કુઓ થાય છે. ૧૭૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy