________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પોતાના પુત્રનું પાણિ ગ્રહણ રત્નપુરે વસનારા દત્તનામના નગરસેઠનીકન્યા રંભા જેવી રૂપાળી રૂપવતી સાથે કરાવ્યું ત્યારબાદ લોક વ્યવહાર રહિત હોવાથી ગુણાકરનાં માતા પિતાએ પ્રેરણા કર્યા છતાં પણ સ્ત્રીને તેડવા જતો નથી એવી રીતે તેને અતિ મુગ્ધ જાણીને હુંશિયાર કરવા માટે પ્રીતિ સુંદરી નાની વેશ્યાને ઘેર મુકયો કારણકે : દેશાટન કરવું. ૧. પંડિતોની જોડે મિત્રાઈ કરવી. ૨ વેશ્યાનો સંગ કરવો. ૩. રાજ સભામાં પ્રવેશ કરવો. ૪. અનેક શાસ્ત્રો જોવાં. પ આ પાંચ ચતુરાઈ આવવાના કારણો છે.
કાળક્રમે ચતુરાઇ આવવાથી પિતાએ આજ્ઞા કરેલ એક સુ-બુદ્ધિ નામના મિત્રોની સાથે સ્ત્રીને તેડવા ગયો. સસરાદિકે બહુ સન્માન કર્યુંહવે ગુણાકરે વિચાર કર્યો કે આટલા દિવસ પોતાને ઘરે રહીને આ સ્ત્રીએ શીયળ પાળ્યું છે કે નહિ તેની હું તપાસ કરું એમ ચિંતવી કપટ નિદ્રાથી સુતો તે અવસરે વસ્ત્રાલંકારને પહેરીને રૂપવતી તેના વાસભવનમાં ગઈ ત્યાં પતિને સુતેલો દેખી હર્ષ પામી ત્યાંથી જલ્દી નીકળી ગઇ તેનો ધણી પણ તેની પાછળ તત્કાલ ચાલ્યો હવે તે સ્ત્રીએ દાસીના મુખથી પોતાના જાર પતિને શુળી ઉપર ચડાવેલ સાંભળી તેના પાસે ગઈ એવામાં કંઈક જીવતો તે ચોર બોલ્યો કે હે પ્રિય ? ઉંચું મુખ કર હું તારા ઓષ્ટનું ચુંબન કરું કે જેથી શાન્તિથી મારા પ્રાણ પરલોક જાય તે સ્ત્રી તેનું કહેલું કરવા તત્પર થઇ અને મુખ ઉંચું કરવાથી તે નીરના મુખમાં તેની નાસિકા આવી ગઇ બરાબર તે જ વખતે તે પ્રાણથી મુક્ત થવાથી તેના તીક્ષ્ણ દાંતથી તે જાર પુરૂષના મુખમાં તેની નાસિકા રહી ગઈ આવા પ્રકારના સ્વરૂપને દેખી તેનો સ્વામી પાછો આવી પોતાના આવાસમાં આવીને સુઈ ગયો તેકુલટા પણ રૂધિરવાળું પોતાનું મુખ ઢાંકીને ઘેર આવી પોતાનો દોષ
M૨૪૭
૨૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org