________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નીચેથઇને જતો હતો. તેને દેખીને કામ વિહવળ થયેલી તેણીએ બાહુપાશનાપેઠે તેનાં ઉપર પુષ્પની માલા નાખી તેથી તેના ભાવને જાણીને તેણે ઉદ્યાનથી રાજમહેલ સુધી પોતાના ગુપ્ત માણસો પાસે સુરંગ ખોદાવીત્યાં રાણી કામાતુર થઈ કેટલાયેક દિવસ સુધી સુખે કરી જા-આવ કરવા લાગી હવે ઉદ્યાનને વિષે ક્રીડા કરવા ગયેલા રાજાને એકદિવસ તેણીને ઉદ્યાનમાં દેખી અને તેણી પણ તે વાત જાણીને જલ્દી સુરંગમાં થઈ રાજાને આવવાની રાહ જોતી મહેલની ઝરૂખામાં જઇને બેઠી હવે રાજા જેવો આવે છે તેવામાં પોતાના સન્મુખ ચક્ષુને નાખેલી તેણીને દેખીને રાજા ઘણો હર્ષ પામ્યો અન્યદા સાયંકાળે રાજા પાસે ગાંધર્વો ગાનતાન સાથે નાચવા લાગ્યા, અને રાજા પણ સારી રીતે તેગાન,તાન નાચ વિગેરેનો રસ લેવા માંડયો તેને વિષે પોતાની તે રાણી જોઇને જેવો રાજા મહેલમાં પ્રવેશ કરે છે તેવામાં નેત્રોને મીંચેલી તથા બગાસાને ખાતી તેમજ શવ્યાને વિષે પડેલી તેણીને જોઇને રાજાએ પોતાની શંકાને દુર કરી હવે જેમ જેમ રાજાને શંકા થાય છે તેમ તેમ કુલટા પ્રપંચથી એવી રાજાની ભક્તિ કરે છેકેરાજા શંકા રહિત થઈ અસાર છતાં પણ તેણીને સારરૂપે માનવા લાગ્યો. અન્યદા વસંતઋતુને વિષે અંતપુરમાં તથા ગામના તમામ લોકો સહિત ઉદ્યાનને વિષે રાજા ક્રિીડા કરવા ગયો. ને બન્ને જણાં પુષ્પોને તોડી તોડીને રમવાથી થાકીને વેલડીયોના મંડપમાં સુઇ ગયાં.તે અવસરે વિકરાલ સર્પ રાણીને ડસવાથી ફુત્કાર કરીને જાગી ઉછળી. એવામાં રાજા મંગિઓને બોલાવે છે તેવામાં રાણી મૂછ પામી નીચે પડી ગારૂડિકોએ તથા મંત્રિકોએ વિષ ઉતારવા પણા પ્રયત્નો કર્યા. પરંતુ તે તમામ નિષ્ફળ ગયા, તેથી ધીરપણું ત્યાગ કરી રાજયને જીર્ણપણે સમાન માની રાજા વિલાપ કરવા લાગ્યો, અને મંત્રી
M૨૬૨
૨૬૨
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org