Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi
Catalog link: https://jainqq.org/explore/005012/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો નમો નિમ્મલદંસાણસ્સ આગમ કથાનુયોગ સંકલન અને અનુવાદ કર્તા :મુનિ Jain Education Internationa Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: નમો નમો નિમ્મલદંસણક્સ પૂ. શ્રી આનંદ-લમા–લલિત–સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમ: આગમકથાનુયોગપ --- -- (ભાગ-૫–શ્રાવકકથા, શ્રાવિકાકથા) -: સંકલન અને અનુવાદકર્તા - મુનિ દીપારુલ્લીસા તા. ૨૩/૬/૦૪ બુધવાર ૨૦૬૦–અષાઢ સુદ-૫ આગમ કથાનુયોગ-સંપુટ મૂલ્ય રૂ. ૧૫૦૦/ શ્રી શ્રુત પ્રકાશન નિધિ (સંપર્ક સ્થળો આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી, વિભાગ-૧, ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ -: આગમ કથાનુયોગ ભાગ ૧ થી ૬ :- ' ૦ કયા ભાગમાં કઈ કથા મળશે ? ( ભાગ-૧ ) (૧) કુલકર કથા (૨) તીર્થકર કથા ભાગ-૨ ) (૧) ચક્રવર્તી કથા (૨) બલદેવ કથા (૩) વાસુદેવ કથા (૪) પ્રતિવાસુદેવ કથા (૫) ગણધર કથા (૬) પ્રત્યેકબુદ્ધ કથા (૭) નિલવ કથા (૮) ગોશાલકની કથા (ભાગ-૩) ૦ શ્રમણ કથા – (મૂળ આગમ આધારિત) (ભાગ-૪) (૧) શ્રમણ કથા (આગમ સટીકની) (૨) શ્રમણી કથા ( ભાગ-૫ ) (૧) શ્રાવક કથા (૨) શ્રાવિકા કથા (ભાગ-૬) (૧) દેવ કથા (૨) દેવી કથા (૩) પ્રાણી કથા (૪) અન્યતીર્થીક કથા (૫) દુઃખવિપાકી કથા . (૬) પ્રકીર્ણ કથા (૭) દષ્ટાંત–ઉપાય Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાયકો ભાગ–૧–ની સંપૂર્ણ દ્રવ્યસહાયના પ્રેરણાદાતા (૧) વાત્સલ્યવારિધિ, પરમ ગીતાર્થ, સંયમમૂર્તિ પૂજ્ય સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ના પટ્ટપ્રભાવક, ગુરુપાદચારી, ભગવતીજીમૂત્રદેશનાદલ, શ્રુતાનુરાગી પૂ.આચાર્યદેવ શ્રી નરદેવસાગર સૂરીશ્વરજી મ.સા. તથા તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય રત્નો પૂ. પ્રવચનપટુ, તપસ્વીરત્ન ગણિવર્ય શ્રી ચંદ્રકીર્તિસાગરજી મ.સા. તેમજ વૈયાવચ્ચ પરાયણ પૂજ્ય મુનિરાજ શ્રી પદ્યકીર્તિસાગરજી મ.ની પ્રેરણાથી શ્રી સંઘમાં થયેલ ઐતિહાસિક ચાતુર્માસ, અનેકવિધ– અભૂતપૂર્વ આરાધનાઓ, શ્રી ભગવતીસૂત્ર તથા શ્રી મલયસુંદરીચરિત્રના મનનીય અને તાત્વિક પ્રવચનો તેમજ શ્રી ઉપધાન તપની આરાધના નિમિત્તે – : (૧) શ્રી શાહપુરી જૈન શ્વે.મૂ.પૂ. સંઘ – કોલાપુર | (૨) શ્રી લક્ષ્મીપુરી જૈન શ્વે.મૂ.પૂ. સંઘ – કોલાપુર (૩) શ્રી રાજસ્થાની જૈન છે.મૂ.પૂ. સંઘ – સીકંદરાબાદ ܚܚܚܚܚܚܚ Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ 'ભાગ-૨ થી ૬ના અન્ય દ્રવ્યસહાયકો પ.પૂજ્ય ગચ્છાધિપતિ, આગમવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબની કુતઅનુરાગજન્ય પ્રેરણાથી (૧) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ઉપાશ્રય સંઘ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ, મુંબઈ-૮૬તરફથી – (૨) શ્રી સુભાનપુરા જૈન સંઘ, વડોદરા તરફથી – | ૩ | સંયમૈકલક્ષી પૂઆ.દેવ શ્રી વિજય ચકચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી– (૧) જૈન છે.મૂર્તિ સંઘ, મંગળ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (૨) શ્રી આદિનાથ જૈન શ્વે.મૂર્તિ. સંઘ ગિરિરાજ સોસાયટી, બોટાદ. ૪ | પ.પૂ. સચ્ચારિત્ર ચૂડામણી પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસાગર સૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન શાસનપ્રભાવક પૂ.પંન્યાસ શ્રી હર્ષસાગરજી મ.સા.ની પ્રેરણાથી – (૧) “આરાધક સુશ્રાવક ભાઈઓ તરફથી" મલાડ(૨) શ્રી ભાદરણનગર બ્લે.મૂ.પૂ.જૈન સંઘ, મલાડ, મુંબઈ. પ.પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રી મહાયશસાગર સૂરિજી મ.સા.ની પ્રેરણાથી “શ્રી ગોડીજી દેવસુર સંઘ” મુંબઈ પ.પૂ. શ્રુતવત્સલ આચાર્યદેવ શ્રી વિજય મુનિચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી – “ભરડવા જૈન સંઘ'ના જ્ઞાન ખાતામાંથી પ.પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરિશ્વરજી મ.સા.ના પરિવારવર્તી સરળહૃદયી – ભક્તિ પરાયણ પૂ.પં.શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી – “શ્રી હાલાર તીર્થ. આરાધના ધામ" વડાલીઆ, સિંહણના જ્ઞાન ખાતામાંથી. પ.પૂ. આગમ વિશારદ ગુરુદેવ પંન્યાસ શ્રી અભયસાગરજી મ.સા.ના પરિવારવર્તી તાત્વિક વ્યાખ્યાનદાતા પૂ.ગણિવર્ય શ્રી અક્ષયચંદ્રસાગરજી મ.સા.ની પ્રેરણાથી – “શ્રી કલ્યાણકારી સિદ્ધાર્થનગર જે.મૂ.પૂ.સંઘા” ગોરેગાંવ-વેસ્ટ, મુંબઈ. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાયકો - - - -- - -- - - - - - - ૧૧ ૧૨ પ.પૂ. તપસ્વીરત્ના, શ્રમણીવર્યા શ્રી શશીપ્રભાશ્રીજી મ.ની સમ્યકૃજ્ઞાનાનુરાગીણી પ્રેરણાથી– (૧) શ્રી સુંદરબાઈ જૈન પૌષધશાળા, શાંતિનગર કોલોની, ઇન્દૌર. (૨) શ્રી કોલોની નગર શ્રી જૈન સંઘ, ઇન્દૌર. પૂ માલવદેશદીપિકા સાધ્વીશ્રી મનોહરશ્રીજી – ઇન્દુશ્રીજી મ.ના શિષ્યરત્ના પૂ શ્રમણીવર્યા શ્રી હેમેન્દશ્રીજી તથા પૂ.સા. શ્રી વાસુદર્શાશ્રીજી મની પાવન પ્રેરણાથી – શ્રી જૈન શ્વેમ્પૂસંઘ, કન્લ તરફથી પૂ.ગુરુવર્યા, વૈયાવચ્ચપરાયણા શ્રી મલયાશ્રીજી મ.સા.ના શિષ્યા ગુણાનુરાગી સાધ્વી શ્રી હિતજ્ઞાશ્રીજી મ.ની પ્રેરણાથી – "જૈન આરાધના મંદિર, ખાનપુર"ના જ્ઞાનખાતામાંથી, અમદાવાદ તરફથી પૂ.વાત્સલ્યવારિધિ સાધ્વીશ્રી મલયાશ્રીજી મ.સા.ના શિષ્યા વિદુષી સાધ્વીજી પૂ.પ્રગુણાશ્રીજી મ. તથા પૂ.નરેન્દ્રશ્રીજી મ.ની સ્મૃતિઅર્થે સુવિશાલ પરિવાર પરિવૃત્તા પૂ.શ્રમણીવર્યા પ્રશમશીલાશ્રીજી મ.ની પ્રેરણાથી – “ગુરુકૃપા ટ્રસ્ટ" અમદાવાદ તરફથી. પપૂ. વૈયાવચ્ચરતા સાધ્વીશ્રી મલયાશ્રીજીના પ્રશિષ્યા પૂ.ગુરુવર્યા સા. શ્રી ભવ્યાનંદશ્રીજી મ.ના પટ્ટપ્રભાવિકા મૃદુભાષી સા.શ્રી પૂર્ણ પ્રજ્ઞાશ્રીજી મ.ના તપસ્વીરત્ના શિષ્યા સા.શ્રી પૂર્ણદર્શિતાશ્રીજીની પ્રેરણાથી– અનિતાબેન માંગીલાલજી રાંકા, હસ્તે–અક્ષત, યશ્વી, પ્રતીક્ષાટાવર, મુંબઈ તરફથી ૧૪| પ.પૂ.શતાવધાની શ્રમણીવર્યા શ્રી શુભોદયાશ્રીજી મ. તથા | સા.સુરકુમાશ્રીજીની પ્રેરણાથી– જૈન છે.મૂ.પૂ.સંઘ, દાહોદ તરફથી પપૂ. શતાવધાની શ્રમણીવર્યા શ્રી અમિતગુણાશ્રીજી મ. તથા પૂ. તપસ્વીરત્ના સાધ્વી શ્રી વિનીતજ્ઞાશ્રીજી મ.ની પુનિત પ્રેરણાથી– “શ્રી લુણાવાડા છે.મૂ.પૂ.જૈન સંઘ, જ્ઞાનખાતું, લુણાવાડા તરફથી. || ૧૬! પ.પૂ. સાધ્વીશ્રી ધર્મજ્ઞાશ્રીજી તથા પ.પૂ. સાધ્વીશ્રી પ્રતિજ્ઞા શ્રીજીની પ્રેરણાથી “શ્રી કાલાવાડ રોડ છે.મૂ.પૂ.જૈન તપગચ્છ સંઘ", રાજકોટ તરફથી તથા – ૫.પૂ. વૈયાવચ્ચપરાયણા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શ્રી નાથીશ્રી શ્રાવિકા ઉપાશ્રય, પતાસાપોળ, અમદાવાદ તરફથી. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૩ ૨૪ આગમ કથાનુયોગ–૫ ૫.પૂ. સાગરાનંદ સૂરિશ્વરજી મ.સા.ના સમુદાયના સ્વ. સાધ્વીશ્રી રત્નત્રયાશ્રીજી મ.સા.ની નવમી પુન્યતિથિ નિમિત્તે તેઓના પટ્ટપ્રભાવિકા શ્રમણીવર્યા શ્રી સૌમ્યગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી “શ્રી જોધપુર જ્ઞાનખાતું, અમદાવાદ તરફથી. સેટેલાઈટ શ્વે.મૂ.પૂ. સંઘ ૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરિશ્વરજી મ.ના આજ્ઞાનુવર્તી – પૂ.સમાધિમરણઆરાધિકા સ્વ. સાધ્વીશ્રી દેવેન્દ્રશ્રીજીની સ્મૃતિ નિમિત્તે પૂ.વૈયાવચ્ચી સાધ્વીશ્રી અનંતગુણાશ્રીજીની પ્રેરણાથી ‘સમ્યગ્ દર્શન આરાધના ટ્રસ્ટ'' અમદાવાદ તરફથી. પ.પૂ.આગમોદ્ધારકશ્રીના સમુદાયવર્તી સાધ્વીશ્રી શીલરેખાશ્રીજી મ.સા.ના શિષ્યા પઠન–પાઠનરતા સાધ્વીશ્રી મુક્તિરેખાશ્રીજી મ. તથા સા.શ્રી અસ્મિતાશ્રીજીના વર્ષિતપ નિમિત્તે – “શ્રુતપ્રેમી ભક્તો'' તરફથી ૫.પૂ. વર્ધમાન તપોનિધિ આ.દેવ શ્રીમદ્ વિજય ભક્તિ સૂરિશ્વરજીના સમુદાયના પૂ.ગચ્છાધિપતિ આ.દેવ શ્રી પ્રેમસૂરિશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી પુન્યવતી શ્રમણીવર્યા શ્રી લાવણ્યશ્રીજી મ.ના પરમ વિનેયા—શિષ્યા સા.શ્રી હિતજ્ઞાશ્રીજી મ.ની પ્રેરણાથી “શ્રી ધર્મ—ભક્તિ જૈન શ્વે.મૂ.પૂ.સંઘ, રાજગાર્ડન, અમદાવાદ તરફથી ૨૨ શેઠ શ્રી રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ – જ્ઞાનખાતુ, નાગજી ભુઘરની પોળ, માંડવીની પોળ, અમદાવાદ. - શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જૈન પાઠશાળા, જામનગર તરફથી સમ્યગ્ શ્રુતાનુરાગી શ્રાવિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ, ગૌતમનગર, વડોદરા – તરફથી. પ્રભાબેન શાંતિલાલ વોરા, જામનગર તફથી. ૨૫ - પ.પૂ. સંયમ અનુરાગી સા. શ્રી નિરુજાશ્રીજી મ.ના શિષ્યા જ્ઞાનરુચિવંતા સા.શ્રી વિદિતરત્નાશ્રીજીની પ્રેરણાથી – “શ્રી જૈન સંઘ, મઢી તરફથી. * - * - -: ટાઈપ સેટીંગ :“ફોરએવર ડિઝાઈન’' માધવપુરા માર્કેટ, અમદાવાદ. ફોન નં. ૨૫૬૩૧૦૮૦ - –ઃ મુદ્રક :“નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ” ઘીકાંટા રોડ, અમદાવાદ ફોન નં. ૨૫૫૦૮૬૩૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ૧૨૯ ૦૪૧ આગમ કથાનુયોગ – ભાગ-૧ થી ૬ અ–નુક્ર-મ-ણિ—કા -: આગમ કથાનુયોગ – ભાગ-૧ :ઉત્તમપુરુષ ચરિત્ર – ભૂમિકા ! ૦૩૩|૩. ભ.સંભવ કથા કુલકર વક્તવ્યતા ૦૩૬ [૪. ભ. અભિનંદન – કથા ૧૧૩ ભરતક્ષેત્રના વર્તમાન કુલકર ૦૩૭ ૫. ભ.સુમતિ કથા ૧૧૫ – સાત કુલકર પરંપરા ૦૩૭/૬. ભપદ્મપ્રભ કથા ૧૧૭ - પંદર કુલકર પરંપરા ૦૩૯ ૭. ભ.સુપાર્થ કથા ૧૧૯ ૧. સુમતિકુલકર ૦૪૦ ૮. ભ.ચંદ્રપ્રભ કથા ૧૨૧ ૨. પ્રતિકૃતિ કુલકર ૦૪૦ ૯. ભ.સુવિધિ કથા ૧૨ ૩ 3. સીમંકર કુલકર ૦૪૦/૧૦. ભ.શીતલ કથા ૧૨૫) ૪. સીમંધર કુલકર ૦૪૦ ૧૧. ભ. શ્રેયાંસ કથા ૧૨૭ ૫. ક્ષેમકર કુલકર ૦૪૦ ૧૨. ભ.વાસુપૂજ્ય કથા ૬. ક્ષેમંધર કુલકર [૧૩. ભવિમલ કથા ૧૩૧ ૭. વિમલવાહન કુલકર ૦૪૧૧૪. ભ.અનંત કથા ૧33 ૮. ચક્ષુષ્માન કુલકર ૦૪૧૧૫. ભ.ધર્મ કથા ૧૩૫ ૯. યશસ્વી કુલકર ૦૪૧|૧૬. ભ.શાંતિ કથા ૧૩૭ ૧૦. અભિચંદ કુલકર ૦૪ર |૧૭. ભાકુંથુ કથા ૧૪3 ૧૧. ચંદ્રાભ કુલકર ૧૮. ભ.અર કથા ૧૪૬ ૧૨. પ્રસેનજિત કુલકર ૦૪૨/૧૯. ભ.મલિ કથા ૧૪૯ ૧૩. મરુદેવ કુલકર ૦૪૨) ૨૦. ભ.મુનિસુવ્રત કથા ૧૮૪ ૧૪. નાભિ કુલકર ૦૪૨ | ૨૧. ભ.નમિ કથા ૧૮૬ ૧૫. ઋષભ કુલકર ૦૪૩|૨૨. ભ.અરિષ્ટનેમિ કથા કુલકરોની દંડનીતિ ૦૪૩] ૨૩. ભ.પાર્થ કથા ૧૯૮ કુલકર કાળે કલ્પવૃક્ષ ૨૪. ભ.મહાવીર કથા ૨૦૫ યુગલિક પુરુષ–સ્ત્રી વર્ણન ૦૪૭ભરતક્ષેત્રની આગામી ચોવીસી ૩૭૧ ભરતક્ષેત્રના પૂર્વ કુલકરો ૦૪૯ |ભ.મહાપદ્મ ચરિત્ર 3७४ ભરતક્ષેત્રના આગામી કુલકરો ૦૫૦ ! ઐરાવત ક્ષેત્રની ચોવીસીઓ 3८० ઐરાવત ક્ષેત્રના કુલકરો ૦૫૦ તીર્થકર–સામાન્ય ૩૮૧ અધ્યયન–૧–તીર્થકર ચરિત્ર ૦૫૧ તીર્થકરના ૩૪–અતિશયો ૩૮૧ ૧. ભ.5ષભ કથા ૦૫ર તીર્થકર વસ્ત્ર અને લિંગ 3૮૨ ૨. ભ.અજિત કથા ૧૦૯ વ્રત–ચાર કે પાંચ, રાજવીપણું ૩૮૨ SES THE SHARSE ૧૮૮ ૦૪૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–પ ES ૦ ૦૩૫ ૧૪૫ | આગમ કથાનુયોગ – ભાગ-૨ ખંડ–૧–ઉત્તમપુરુષ ચરિત્ર–ચાલુ ૦૩૩](૨) દ્વિપૃષ્ઠ વાસુદેવ ૧૪૧ અઢીદ્વીપમાં અરહંતાદિ વંશ ૦૩૩ (૩) સ્વયંભૂ વાસુદેવ ૧૪૨ અઢીકીપમાં અરહંતાદિ ઉત્પત્તિ | ૦૩૩ (૪) પુરષોત્તમ વાસુદેવ ૧૪૨ અઢીદ્વીપમાં ઉત્તમ પુરુષો ૦૩૪(૫) પુરુષસિંહ વાસુદેવ ૧૪૩ અધ્યયન–૨–ચક્રવર્તી ચરિત્ર (૬) પુરુષપુંડરીક વાસુદેવ ૧૪૪ ૦ ચક્રવર્તી સ્વરૂપ (૭) દત્ત વાસુદેવ ૧૪૪ ૦ ભરતક્ષેત્રના વર્તમાન ચક્રવર્તી ૦૩૫ |(૮) નારાયણ વાસુદેવ ૧૪૪ ૧. ભરતચક્રી કથા ૦૩૬(૯) કૃષ્ણ વાસુદેવ ૧૪૫ ૨. સગરચક્રી કથા ૦૮૭૦ બલદેવ સ્વરૂપ ૩. મધવચક્રી કથા ૦૯૦(૧) અચળ બળદેવ ૧૪૬ ૪. સનકુમારચક્રી કથા ૦૯૧(૨) વિજય બળદેવ ૧૪૬ ૫. શાંતિચક્રી કથા ૧૦૧(૩) ભદ્ર બળદેવ ૧૪૬ ૬. કુંથુચક્રી કથા ૧૦૨ /(૪) સુપ્રભ બળદેવ ૧૪૭ ૭. અરચક્રી કથા ૧૦૩[(૫) સુદર્શન બળદેવ ૧૪૮ ૮. સુભૂમચક્રી કથા ૧૦૩ /(૬) આનંદ બળદેવ ૧૪૮ ૯. મહાપદ્મચક્રી કથા ૧૦૬ (૭) નંદન બળદેવ ૧૪૮ ૧૦, હરિષણચક્રી કથા ૧૧૩/(૮) પદ્મ બળદેવ ૧૪૯ ૧૧. જયચક્રી કથા ૧૧૪T(૯) રામ બળદેવ ૧૪૯ ૧૨. બ્રહ્મદત્તચક્રી કથા ૧૧૫|૦ પ્રતિવાસુદેવ સ્વરૂપ ૧૫૦ – ચક્રવર્તી સામાન્ય ૧૩૫(૧) અશ્વગ્રીવ પ્રતિશત્રુ ૧૫૧ - અઢીદ્વીપમાં ચક્રવર્તી વિજય ૧૩૫(૨) તારક પ્રતિશત્રુ - આગામી કાળે થનાર ચક્રવર્તી | ૧૩૬ (૩) મેરક પ્રતિશત્રુ ૧૫૧ – ચક્રવર્તીની સંખ્યા ૧૩૬ (૪) મધુકૈટભ પ્રતિશત્રુ ૧૫૧ – ચક્રવર્તીની ઋદ્ધિ ૧૩૬ (૫) નિશુંભ પ્રતિશત્રુ ૧૫૧ - ચક્રવર્તીનો સર્વ વૈભવ ૧૩૭ (૬) બલિ પ્રતિશત્રુ ૧૫૧ અધ્યયન-૩ – (૭) પ્રહ્માદ પ્રતિશત્રુ ૧૫૧ બલદેવવાસુદેવ-પ્રતિશત્રુ ૧૩૯ |(૮) રાવણ પ્રતિશત્રુ ૧૫૧ ૦ ભૂમિકા – ત્રણે સાથે કેમ ? ૧૩૯(૯) જરાસંઘ પ્રતિશત્ર - દશાર/દશામંડલનો અર્થ ૧૩૯ કૃષ્ણ–રામ–જરાસંઘ કથા ૧૫ર ૦ વાસુદેવ સ્વરૂપ ૧૪૦ ભરતક્ષેત્રના ભાવિ–બલદેવાદિ ૧૭૨ વાસુદેવ પરીચયાત્મક કથા | ઐરાવત ક્ષેત્રના બલદેવ–આદિ (૧) ત્રિપૃષ્ઠ વાસુદેવ ૧૪૧ - અચલ અને વિભિષણ | ૧૭૩ - ૪ - ૪ - ૧૫૧ ESSES SEE ESS ૧૫ર ૧૭૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ૨૫૯ ' S 33 ૧૪૨ | ભાગ–૨–અંગર્તત ખંડ–૨–શ્રમણ કથાનક અધ્યયન–૧-ગણઘર કથા ૧૭૪) અધ્યયન-૩-ગોશાલક કથા ગણનો અર્થ ૧૭૪|ગોશાળાનો પૂર્વભવ, આભવ, ગણધરનો અર્થ ૧૭૪ - ભાવિભવોથી મોક્ષ સુધી | - ભ.મહાવીરના ગણગણધર ૧૭૫ – ૪ – ૪ – ૦ ગણધર કથાનક :– ૧૭પ અધ્યયન-૪-પ્રત્યેકબુદ્ધ કથા ૧. ઇન્દ્રભૂતિ ગૌતમ કથા ૧૭૫૦ પ્રત્યેકબુદ્ધનું સ્વરૂપ – ૩૧૪ ૨. અગ્નિભૂતિ ગણધર કથા ૧૮૮(૧) કરકંડુ પ્રત્યેકબુદ્ધ કથા ૩૧૬ 3. વાયુભૂતિ ગણધર કથા ૧૯૨](૨) હિમુખ પ્રત્યેકબુદ્ધ કથા ૩૨૦ ૪. વ્યક્ત ગણધર કથા ૧૯૪(૩) નમિ પ્રત્યેકબુદ્ધ કથા ૩૨૨ ૫. સુધર્મા ગણધર કથા ૧૯૬T(૪) નગ્નતિ પ્રત્યેકબુદ્ધ કથ ૩૩૧ ૬. મંડિતપુત્ર ગણધર કથા ૧૯/- કરકંડુ આદિ ચારેનો મોક્ષ ૭. મૌર્યપુત્ર ગણધર કથા ૨૦૨૦ ઋષિભાષિત પયજ્ઞા મુજબ ૮. અકંપિત ગણધર કથા ૨૦૫ પીસ્તાળીશ પ્રત્યેકબુદ્ધો ૯. અલભ્રાતા ગણધર કથા ૨૦૭ ૧. ભ.અરિષ્ટનેમિના શાસનના ૧૦. મેતાર્ય ગણધર કથા ૨૦૯ - વીશ પ્રત્યેકબુદ્ધો ૧૧. પ્રભાસ ગણધર કથા ૨૦૧૨. ભ.પાર્થના શાસનના ૦ ચોવીસ જિનના ગણધરો ૨૧૩ - પંદર પ્રત્યેકબુદ્ધો | | 3. ભ.મહાવીરના શાસનના અધ્યયન–૨–નિતવ કથા - દશ પ્રત્યેક બુદ્ધો ૩૪૨ ૦ નિતવનો અર્થ ૨૧૪(૫) ઇન્દ્રનાગ પ્રત્યેકબુદ્ધ કથા (૧) જમાલિ નિલવ કથા ૨૧૪ (૬) ધર્મરુચિ પ્રત્યેકબુદ્ધ કથા ૩૪૪ (૨) તિષ્યગુપ્ત નિલવ કથા ૨૩૧)(૭) રુદ્રક પ્રત્યેકબુદ્ધ કથા ૩૪૬ (૩) અષાઢ નિલવ કથા (૮) વલ્કલચિરિ પ્રત્યેકબુદ્ધ ૩૪૮ | (૪) અશ્વમિત્ર નિલવ કથા ૨૩૭(૯) વારત્રક પ્રત્યેકબુદ્ધ કથા | ૩૫૪ (૫) ગંગાચાર્ય નિલવ કથા ૨૪૦ (૧૦) નારદ પ્રત્યેકબુદ્ધ કથા | ૩૫૮ (૬) રોહગુપ્ત નિતવ કથા ૨૪૪)(૧૧) નાગદત્ત પ્રત્યેકબુદ્ધ કથા ૩૬૧ (૭) ગોષ્ઠામાહિલ નિલવ કથા | ૨૪૯ [(૧૨) બાહુક પ્રત્યેકબુદ્ધ કથા | ૩૬૬ | (૮) શિવભૂતિ નિલવ કથા ૨૫૪૫(૧૩) કૈપાયન પ્રત્યેકબુદ્ધ કથા ૩૬૭ | આગમ કથાનુયોગ ભાગ-૩ ખંડ-૨ – અંતર્ગત્ – અધ્યયન–પ–મૂળ આગમ આધારિત શ્રમણ કથાઓ ૦ શ્રમણ શબ્દ–અર્થ અને સ્વરૂપ ૦૩૩|૨. ઉદક પેઢાલ પુત્ર કથા | ૦૪૫ ૧. આર્દ્રકુમાર કથા | ૦૩૪૩. મહાબલ/સુદર્શન કથા | ૦૫૯ ૩૪3 ૨ ૩૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગપ ભાગ–૩ (ખંડ–૨) અધ્યયન—૫ મૂળ આગમની શ્રમણ કથા–(ચાલુ) ૪. કાર્તિક શ્રેષ્ઠી કથા ૩૧. ધન્ય સાર્થવાહ–૧ કથા ૩૨. ધન્ય સાર્થવાહ–૨ કથા ૫. ગંગદત્ત કથા ૧૦ ૬. ઋષભદત્ત કથા ૭. અતિમુક્ત કથા ૮. સ્કંદક કથા ૯. ગંગેય કથા ૧૦. પુદ્દગલ પરિવ્રાજક કથા ૧૧. કુરુદત્ત પુત્ર કથા ૧૨. તિષ્યક કથા ૧૩. કાલાસ્યવેષિપુત્ર કથા ૧૪. શિવરાજર્ષિ કથા ૧૫. ઉદાયન કથા ૧૬. રોહ કથા ૧૭. કાલોદાયી કથા ૧૮. આનંદ કથા ૧૯. સર્વાનુભૂતિ કથા ૨૦. સુનક્ષત્ર-૧ કથા ૨૧. સિંહ અણગાર કથા ૨૨. સુમંગલ કથા ૨૩. કાલિકપુત્ર કથા + મેહિલ સ્થવિર + આનંદરક્ષિત સ્થવિર + કાશ્યપ સ્થવિર ૨૪. થાવચ્ચાપુત્ર કથા + શેલકરાજર્ષિ + શુક્રપરિવ્રાજક + પંથકમુનિ ૨૫. જિતશત્રુ–સુબુદ્ધિ કથા ૨૬. ધર્મરુચિ—૧ કથા ૨૭. ધર્મરુચિ—૨ કથા ૨૮. ધર્મરુચિ—૩ કથા ૨૯. મેઘકુમાર કથા ૩૦. જિનપાલિત કથા ૦૭૨ °°° ૦૮૦ ૩૩. ચિલાતિપુત્ર કથા ૦૮૩ |+ ધન્ય સાર્થવાહ કથા ૦૮૬ ૩૪. પુંડરીક-કંડરીક કથા ૦૯૯ | ૩૫. પ્રતિબુદ્ધિ કથા ૦૯૯ | ૩૬. ચંદ્રચ્છાય કથા ૧૦૩|૩૭. શંખ કથા ૧૦૩ ૩૮. રુક્િમ કથા ૧૦૪ ૩૯. અદીનશત્રુ કથા ૧૦૬ ૪૦. જિતશત્રુ—૨ કથા ૧૧૩ ૪૧. પાંડવોની કથા ૧૨૬ ૪૨. તેતલિપુત્ર કથા ૧૨૭ ૪૩. ગૌતમમુનિ કથા ૧૩૧|૪૪. સમુદ્ર−૧ કથા ૧૩૧|૪૫. સાગર-૧ કથા ૧૩૧ ૪૬. ગંભીર કથા ૧૩૨૨૪૭. સ્તિમિત કથા ૧૩૨૨૪૮. અચલ ૧ કથા ૧૩૨ ૪૯. કાંપિલ્ય કથા ૧૩૨ ૫૦. અક્ષોભ—૧ કથા ૧૩૨ ૫૧. પ્રસેનજિત કથા ૧૩૨ ૫૨. વિષ્ણુકુમાર કથા ૧૩૩ ૫૩. અક્ષોભ-૨ કથા ૧૩૯|૫૪. સાગર—ર કથા ૧૪૦ | ૫૫. સમુદ્ર–ર કથા ૧૪૭ ૫૬. હૈમવંત કથા ૧૫૩ ૫૭. અચલ–ર કથા ૧૬૦ ૫૮. ધરણ કથા ૧૬૦ | ૫૯. પૂરણ કથા ૧૬૧ ૬૦. અભિચંદ્ર કથા ૧૬૨ ૬૧. અનીયસ કથા ૨૦૫ ૬૨. અનંતસેન કથા ૨૧૬ ૨૨૦ ૨૩૩ ૨૩૩ ૨૪૪ પર પર ૨૫૨ ૨૫૨ ૨૫૩ ૨૫૩ ૨૫૩ ૨૫૫ ૨૫૫ ૨૫૭ ૨૫૭ ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૫૯ ૨૫૯ ૨૫૯ ૨૬૦ ૨૬૦ ૨૬૦ ૨૬૦ ૨૬૧ ૨૬૧ ૨૬૧ ૨૬૧ ૨૬૨ ૨૬૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ-૩ (ખંડ–૨) અધ્યયન-૫ મૂળ આગમની શ્રમણ કથા (ચાલુ) - - ર ર જ ? ૨૯૮ ૨૯૯ ૨૯૯ ૨૯૯ ૨૯૯ ૩૦૦ ૩૦૦ ૬૩. અનિત કથા ૬૪. વિદ્વત્ કથા ૬૫. દેવયશ કથા ૬૬. શત્રુસેન કથા ૬૭. સારણ કથા ૬૮. ગજસુકુમાલ–૧ કથા ૬૯. ગજસુકુમાલ–૨ કથા ૭૦. સુમુખ કથા ૭૧. દુર્મુખ કથા ૭૨. કૂપદારક કથા ૭૩. દારુક કથા ૭૪. અનાષ્ટિ કથા ૭૫. જાલિ–૧ કથા ૭૬. મયાલિ–૧ કથા ૭૭. ઉવયાલિ–૧ કથા ૭૮. પુરુષસેન–૧ કથા ૭૯. વારિષણ–૧ કથા ૮૦. પ્રદ્યુમ્ન કથા ૮૧. શાંબ કથા ૮૨. અનિરુદ્ધ કથા ૮૩. સત્યનેમિ કથા ૮૪. દૃઢનેમિ કથા ૮૫. મંકાઈ કથા ૮૬. કિંકમ કથા ૮૭. અર્જુન માળી કથા ૮૮. કાશ્યપ કથા ૮૯. ક્ષેમક કથા ૯૦. ધૃતિધર કથા ૯૧. કૈલાશ કથા ૯૨. હરિચંદન કથા ૯૩. વારત કથા ૯૪. સુદર્શન કથા ૯૫. પૂર્ણભદ્ર-૧ કથા ૨૬૩૯૬. સુમનભદ્ર કથા ૨૬૩૯૭. સુપ્રતિષ્ઠ કથા ૨૬૩]૯૮. મેઘ કથા ૨૬૩૯૯. અલક્ષ્ય કથા ૨૬૩]૧૦૦. જાલિ–૨ કથા ૨૬૪) ૧૦૧. મયાલિ–૨ કથા ૨૮૩/૧૦૨. ઉવયાલિ–૨ કથા ૨૮૪૧૦૩. પુરુષસેન–ર કથા ૨૮૪૧૦૪. વારિષણ-૨ કથા ૨૮૪૧૦૫. દીર્ઘદંત કથા ૨૮૪|૧૦૬. લખદંત કથા ૨૮૫૧૦૭. વેહલ્લ–૧ કથા ૨૮૫૧૦૮. વેહાયસ કથા ૨૮૫] ૧૦૯. અભય કથા ૨૮૫) ૧૧૦. દીર્ધસેન કથા ૨૮૫ ૧૧૧. મહાસેન કથા ૨૮૫ ૧૧૨. ધન્ય અણગાર કથા ૨૮૫૧૧૩. સુનક્ષત્ર-ર કથા ૨૮૬ ૧૧૪. ઋષિદાસ કથા ૨૮૮૧૧૫. પેલક કથા ૨૮૯/૧૧૬. રામપુત્ર કથા ૨૮૯ [૧૧૭. ચંદ્રિમ કથા ૨૮૯/૧૧૮, પૃષ્ટિમાતૃક કથા ૨૮૯/૧૧૯. પેઢાલપુત્ર કથા ૨૯૦| ૧૨૦. પોટ્ટિલ કથા ૨૯૬ ૧૨૧. વેલ્સ–ર કથા ૨૯૬ ૧૨૨. સુબાહુ કથા ૨૯૬૧૨૩. ભદ્રનંદી–૧ કથા ૨૯૬૫૧૨૪. સુજાત કથા ૨૯૬૧૨૫. સુવાસવ કથા ૨૯૬/૧૨૬. જિનદાસ કથા ૨૯૬/૧૨૭, ધનપતિ કથા ૨૯૬ ૧૨૮. મહાબલ કથા ૩૦૦ ૩૦૦ ૩૧૪ ૩૧૪ ૩૧૪ ૩૨૩ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૯ ૩૩૦ ૩૩૦ ૨૩૦ ૩૩૧ ૩૩૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ ભાગ-૩ (ખંડ-૨) અધ્યયન–પ મૂળ આગમની શ્રમણ કથા (ચાલુ) | ૩૪૮ ૩૪૮ 3४८ ૩૪૮ ૩૪૮ ૩૩૫ 3૪૮ ૩૪૮ ૩૪૮ ૩૪૯ ૩૫૯ 363 ૩૬૪ ૩૭૨ ૩૭૫ ૩૭૭ ૩૭૭ ૧૨૯. ભદ્રનંદી–ર કથા ૩૩૧/૧૫૭. પગત (પ્રકૃત) કથા ૧૩૦. મહચંદ્ર કથા ૩૩૨ ૧૫૮. યુક્તિ (જુતિ) કથા ૧૩૧. વરદત્ત કથા ૩૩૨૧૫૯. દશરથ કથા ૧૩૨. દઢપ્રતિજ્ઞ–૧ કથા ૩૩૨૧૬૦. દેઢરથ કથા ૧૩૩. કેશી (કુમાર) કથા ૩૩૩ /૧૬૧. મહાધન કથા ૧૩૪. ઢપ્રતિજ્ઞ–કથા [૧૬૨. સપ્તધનુ કથા ૧૩૫. પદ્મ કથા ૩૩૬/૧૬૩. દશધ કથા ૧૩૬. મહાપદ્મ કથા ૩૩૭/૧૬૪. શતધનુ કથા ૧૩૭. ભદ્ર કથા ૩૩૭/૧૬૫. નાગીલ કથા ૧૩૮. સુભદ્ર કથા ૩૩૭/૧૬૬. વજ આચાર્ય કથા ૧૩૯. પદ્મભદ્ર કથા. ૩૩૮ ૧૬૭. શ્રીપ્રભ કથા ૧૪૦. પદ્મસેન કથા ૩૩૮૧૬૮. સાવદ્યાચાર્ય (કુવલયપ્રભ) ૧૪૧. પદ્મગુલ્મ કથા ૩૩૮/૧૬૯. નંદીષેણ–૧ કથા ૧૪૨. નલિનગુલ્મ કથા ૩૩૮ ૧૭૦. આસડ કથા ૧૪૩. આનંદ-૨ કથા ૩૩૯૧૭૧. અનામી (મુનિ) કથા ૧૪૪. નંદન કથા (૩૩૯૧૭૨. સુસઢ કથા ૧૪૫. અંગતિ કથા ૩૩૯ + ગોવિંદબ્રાહ્મણ, + કુમારવર ૧૪૬. સુપ્રતિષ્ઠ કથા ૩૪૧૧૭૩. ચિત્ર(મુનિ) કથા | ૧૪૭. પૂર્ણભદ્ર-ર કથા ૩૪૧) ૧૭૪. રથનેમિ કથા ૧૪૮. મણિભદ્ર કથા ૩૪૨૧૭૫. હરિકેશબલ કર્થે ૧૪૯. દત્ત કથા ૩૪૩૧૭૬. જયઘોષ + વિજયઘોષ ૧૫૦. શિવ કથા ૩૪૩૧૭૭. અનાથી (મુનિ) કથા | ૧૫૧. બલ કથા ૩૪૩૧૭૮. સમુદ્રપાલ કથા ૧પ૨. અનાધૃત કથા ૩૪૩,૧૭૯. મૃગાપુત્ર (બલશ્રી) કથા ૧૫૩. નિષધ + વીરંગદ કથા ૩૪૪|૧૮૦. ગર્દભાલિ કથા ૧૫૪. માયની કથા ૩૪૮+ સંજયરાજા + ક્ષત્રિયમુનિ ૧૫૫. વહ કથા ૩૪૮૧૮૧. ઇષકાર કથા ૧૫૬. વેડ (વેહલ) કથા ૩૪૮+ ભૂગુ પુરોહિત કથા | આગમ કથાનુયોગ ભાગ-૪ -: (ખંડ–૨ અધ્યયન–૫) આગમ સટીકની શ્રમણ કથા :૧૮૨. અતિમુક્ત મુનિ કથા ૦૩૩] ૧૮૪. અંબર્ષિ કથા | ૧૮૩. અંગર્ષિ કથા ૦૩૩૧૮૫. અચલ-૩ કથા ૩૭૮ ૩૯૮ ૩૯૮ ૪૦૧ ૪૦૭ ૪૧૦ ૪૧૪ ૪૧૬ ૪૨૨ ૪૨૨ ૪૨૫ ૪૨૫ ૦૩૪ ૦૩૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ૧૩ ભાગ-૪ (ખંડ-૨ અધ્ય.૫) આગમ સટીકની શ્રમણ કથા (ચાલુ) | ૦૮૯ ૦૯૨ ૯૬ ૦૯૭ ૦૯૯ ૧૦૦ ૧૮૬. અચલ-૪ કથા ૧૮૭. આર્યરક્ષિત કથા ૧૮૮. અર્જુન (પાંડવ) કથા ૧૮૯. અર્ણિકાપુત્ર કથા ૧૯૦. અપરાજિત કથા ૧૯૧. અભિચંદ્ર કથા ૧૯૨. અભિચીકુમાર કથા ૧૯૩. અમૃતઘોષ કથા ૧૯૪. અજાપાલક વાચક કથા ૧૫. અન્નક કથા ૧૯૬. અન્ મિત્ર કથા ૧૯૭. અવંતિસુકુમાલ કથા ૧૯૮. અશકટાતાત કથા ૧૯૯, અષાઢાભૂતિ કથા ૨૦૦. અષાઢાચાર્ય કથા ૨૦૧. અંગારમર્દક કથા ૨૦૨. ઇન્દ્રદત્ત (અંતર્ગતું) સાધુ ૨૦૩. ઇલાચિપુત્ર કથા ૨૦૪, ઋષભસેન ગણધર ૨૦૫. ઋષભસેન + સિંહસેન ૨૦૬. ઉત્સાર વાચક કથા ૨૦૭. એણેયક કથા ૨૦૮. કાષ્ઠ મુનિ કથા ૨૦૯. કઠિયારાની કથા ૨૧૦. કૃષ્ણ આચાર્ય કથા ૨૧૧. કૃતપુણ્ય કથા ૨૧૨. કાર્તિકાર્ય કથા ૨૧૩. કપિલમુનિ કથા ૨૧૪. કાલક–૧ કથા ૨૧૫. કાલક–૨ કથા ૨૧૬. કાલક-૩ કથા ૨૧૭. કાલક–જ કથા ૨૧૮. કાલવૈશિક કથા ૦૩૫ ૨૧૯. કાશીરાજ દૃષ્ટાંત ૦૮૮ ૦૩૬] ૨૨૦. કુણાલ કથા ૦૮૮ ૦૪૪૨૨૧. કુમારપુત્રિક કથા ૦૮૮ ૦૪૫૨૨૨. કુમાર મહર્ષિ કથા ૦૮૯ ૦૪૮/૨૨૩. કુરુદત્ત સુત કથા ૦૮૯ ૦૪૯) ૨૨૪. કૂલવાલક કથા ૦૪૯ ૨૨૫. કૌડિન્યાદિ તાપસ કથા ૦૫૦૨૨૬. ખપુટાચાર્ય કથા ૦૯૩ ૦૫૦ ૨૨૭. સ્કંદક–૨ કથા ૦૯૪ ૦૫૦ ૨૨૮.કંદિલાચાર્ય કથા ૦૫ર૨૨૯. સુલકકુમાર કથા ૦૫૩|૨૩૦. ગાર્ગીચાર્ય કથા ૦૫૪ ૨૩૧. ગાગલિ કથા ૦પ૬૨૩૨. ગુરંધર કથા ૧૦૧ ૦૫૯/૨૩૩. ગુણચંદ્ર-૧ + મુનિચંદ્ર ૧૦૧ ૦૬૩+ સાગરચંદ્ર + ચંદ્રાવતંસક ૦૬૪[૨૩૪. ગુણચંદ્ર- રસાગરચંદ્ર ૧૦૩ ૦૬૫ ૨૩૫. ગોવિંદ વાચક કથા ૧૦૫) ૦૬૭ ૨૩૬. બૃતપુષ્યમિત્ર કથા ૧૦૬ ૦૬૮) ૨૩૭. ચંડરુદ્રાચાર્ય + સાધુ ૧૦૭ ૦૬૮૨૩૮. ચાણક્ય કથા ૧૦૮ ૦૭૦ ૨૩૯. ચિલાત–ર કથા ૧૧૪ ૦૭૧ ૨૪૦. જમુનરાજર્ષિ + દંડમુનિ ૧૧૫ ૦૭૨ ૨૪૧. જંઘાપરિજિત કથા ૧૧૬ ૦૭૨) ૨૪૨. જંબૂસ્વામી કથા ૧૧૬ ૦૭૩|૨૪૩. જગાણંદ કથા ૧૧૮ ૦૭૭ ૨૪૪. જવ મુનિ કથા ૦૭૭૨૪૫. યશોભદ્ર (જસભ૬) ૦૮૧ ૨૪૬. જિનદેવ કથા ૧ર૦ ૦૮૩ ૨૪૭. યુધિષ્ઠિર (જુહિઠિલ) ૦૮૪ ૨૪૮. જ્વલન આદિ કથા ૦૮૬/+ દહનમુનિ + હુતાશનમુનિ ૦૮૭/૨૪૯. ઢઢણકુમાર કથા ૧૨૧ ૧૧૮ ૧ર, ૧૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧Y આગમ કથાનુયોગ-૫ ભાગ-૪ (ખંડ–૨ અધ્ય.–૫) આગમ સટીકની શ્રમણ કથા (ચાલુ) ૧૬૩ ૧૬૬ ૧૬૭ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૬૯ ૧૭૦ ૧૭૦ ૧૭૦ ૧૭૦ ૧૭૩ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૭ ૨૫૦. તોસલિપુત્ર કથા ૨૫૧. સ્થૂલભદ્ર + શ્રીયક કથા ૨પર. દૃઢપ્રહારી–૧ કથા ૨૫૩. સંગમસ્થવિર કથા + દત્તમુનિ કથા ૨૫૪. દધિવાહન કથા ૨૫૫. દમદંત કથા ૨૫૬. દશાર્ણભદ્ર કથા ૨૫૭. દત્ત + સેવાલાદિ કથા ૨૫૮, દુષ્પભ કથા ૨૫૯. દુર્બલિકા પુષ્યમિત્ર કથા ૨૬૦. દેવર્ધ્વિગણિ કથા ૨૬૧. દેવલાસુત કથા ૨૬૨. દેવશ્રમણક કથા ૨૬૩. ધનગિરિ કથા ૨૬૪. ધનમિત્ર + ધનશર્મ ૨૬૫. ધન્યની કથા ૨૬૯. ધર્મઘોષ–૧ કથા ૨૬૭. ધર્મઘોષ–૨ કથા ૨૬૮. ધર્મઘોષ-૩ કથા ૨૬૯. ધર્મઘોષ–૪ + સુજાત ૨૭૦. ધર્મસિંહ કથા ૨૭૧. નકુલ પાંડવ કથા ૨૭૨. નંદ (સુંદરીનંદ) ૨૭૩. નંદિષણ-૨ કથા ૨૭૪. નંદિષણ-૩ કથા ૨૭૫. નંદિષણ-૪ કથા ૨૭૬. નાગિલ–૨ કથા ૨૭૭. નાગાર્જુન કથા ૨૭૮. નાગદત્ત–૧ કથા ૨૭૯. નાગદત્ત–ર કથા ૨૮૦. પંથક કથા ૨૮૧. પ્રભવ (ચોર) કથા ૧૨૩|૨૮૨. પ્રસન્નચંદ્ર કથા ૧૨૩૨૮૩. પાદલિપ્તસૂરિ કથા ૧૩૩ ૨૮૪. પિઢર કથા ૧૩૪|૨૮૫. પુષ્પચૂલ કથા ૨૮૬. પુષ્યભૂતિ + પુષ્યમિત્ર ૨૮૭. “પુષ્યમિત્ર” કથા ૧૩૬ ૨૮૮. પોતપુષ્યમિત્ર કથા ૧૩૭) ૨૮૯. પિંગલક કથા ૧૪૪૨૯૦. ફલ્યુરક્ષિત કથા ૧૪૫૨૯૧. બલભાનું કથા ૧૪૫] ૨૯૨. બાહુબલિ કથા ૧૪૬ [૨૯૩. ભદ્ર-૧ કથા ૧૪૬૨૯૪. ભદ્ર-૨ (જિતશત્રુપુત્ર) ૧૪૭૩ ૨૫. ભદ્રગુપ્તાચાર્ય કથા ૧૪૮ ૨૯૬. ભદ્રબાહુસ્વામી કથા ૧૪૮] ૨૯૭. ભશકમુનિ કથા ૧૪૯ ૨૯૮. ભીમ (પાંડવ) કથા ૧૫૦ |૨૯. ધર્મઘોષ–૫ કથા ૧૫૦ + ધર્મયશ+અવંતિવર્ધન ૧૫૦૩૦૦, મનક કથા ૧૫૧૩૦૧. મહાગિરિ કથા ૧૫૩ | ૩૦૨, મહાશાલ + શાલ કથા ૧૫૩ ૩૦૩. મુનિચંદ્ર કથા ૧૫૪ | ૩૦૪. મેતાર્ય કથા ૧૫૫ | ૩૦૫. રંડાપુત્ર કથા ૧પપ | ૩૦૬. રોહિણિક કથા ૧૫૬ ૩૦૭. લોહાર્ય કથા ૧૫૮|૩૦૮, વજસ્વામી કથા ૧૫૯ [૩૦૯. વજભૂતિ કથા ૧૫૯ ૩૧૦. વજસેન આચાર્ય કથા ૧૬૧/૩૧૧. વસ્ત્રપુષ્યમિત્ર કથા ૧૬૨|૩૧૨. વિંધ્યમુનિ કથા ૩૧૩. વિષ્ણુકુમારમુનિ કથા ૧૭૮ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૩ ૧૮૭ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૮ ૧૯૯ ૧૯૯ ૧૯૯ ૧૬૨ ૨૦૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ-૪ (ખંડ૨, અધ્ય.-૫) આગમ સટીકની શ્રમણ કથા (ચાલુ) | ૨૧૧ ૨૧૨ ૩૧૪. સંભૂતિવિજય કથા ૩૧૫. (આર્ય) સમિત કથા ૩૧૬. શશક (મુનિ) કથા ૩૧૭. સહદેવ (પાંડવ) કથા ૩૧૮. શાલિભદ્ર કથા ૩૧૯. શીતલાચાર્ય કથા ૩૨૦. સિંહગિરિ કથા ૩૨૧. સુકોશલ કથા ૨૦૧ | 3૨૨. સુનંદ કથા ૨૦૧ ૩૨૩. સુમનભદ્ર કથા ૨૦૩ ૩૨૪. સુવ્રત કથા ૨૦૪ 3૨૫. સુહસ્તિ કથા ૨૦૪/૩૨૬. શäભવ કથા ૨૦૯૩૨૭. સોમદેવ–૧ કથા ૨૧૦૩૨૮. સોમદેવ–૨ કથા ૨૧૧ ૩૨૯. હસ્તિભૂતિ+હસ્તિમિત્ર ૨૧૫ ૨૧૮ ૨૧૮ ૨૧૯ - ભાગ-૪ – (ચાલુ) ખંડ–૩ શ્રમણી કથાનક મૂળ આગમની – શ્રમણી કથાઓ ૧. અનવદ્ય કથા ૨૨૦ ૨૨. ઇન્દ્રા કથા ૩૦૮ ૨. ચંદના કથા ૨૨૧ ૨૩. ધના કથા ૩૦૮ ૩. જયંતી કથા ૨૨૫-૨૪. વિદ્યુતા કથા ૩૦૮ ૪. દેવાનંદા કથા ૨૨૮] ૨૫. રૂપા કથા ૩૦૮ પ. પ્રભાવતી કથા ૨૩૧૨૬. સુરપા કથા ૩૦૯ ૬. મૃગાવતી કથા ૨૩૩|૨૭. રૂપાંશા કથા ૩૦૯ ૭. દ્રૌપદી કથા ૨૪૦ |૨૮. રૂપકાવતી કથા ૩૦૯ ૮. પોટ્ટિલા કથા ૨૮૬) ૨૯. રૂપકાંતા કથા ૩૦૯ ૯. કાલી–૧ કથા ૨૯૯/૩૦ રૂ૫પ્રભા કથા ૩૦૯ ૧૦. રાજી કથા ૩૦૫) ૩૧. કમલા કથા 3૦૯ ૧૧. રજની કથા ૩૦૬ [૩૨. કમલપ્રભા કથા ૩૦૯ ૧૨. વિદ્યુત્ કથા ૩૦૬ ૩૩. ઉત્પલા કથા ૨૦૯ ૧૩. મેધા કથા ૩૦૬ ૩૪. સુદર્શના કથા ૩૦૯ ૧૪. શુંભા કથા ૩૦૭, ૩૫. રૂપવતી કથા ૩૦૯, ૧૫. નિશુંભા કથા ૩૦૭ ૩૬. બહુરૂપી કથા ૩૦૯ ૧૬. રંભા કથા ૩૦૭ ૩૭. સુકૃપા કથા ૩૦૯ ૧૭. નિરંભા કથા ૩૦૭ ૩૮. સુભગા કથા ૩૦૯ ૧૮. મદના કથા ૩૦૭] ૩૯. પૂર્ણા કથા ૩૦૯ ૧૯. ઇલા કથા ૩૦૭/૪૦. બહુપુત્રિકા કથા ૩૦૯ ૨૦. સતેરા કથા ૩૦૮ [૪૧. ઉત્તમ કથા ૩૦૯ ૨૧. સૌદામિની કથા ૩૦૮ [૪૨. ભારિકા કથા ૩૦૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભાગ–૪ (ખંડ–૩) મૂળ આગમની શ્રમણી કથા (ચાલુ) ૩૦૯ ૭૬. નવમિકા–૨ કથા ૩૦૯ | ૭૭. અચલા કથા ૩૦૯૨૭૮. અપ્સરા કથા ૩૦૯ | ૭૯. કૃષ્ણા કથા ૩૦૯ ૮૦. કૃષ્ણરાજી કથા ૩૦૯|૮૧. રામા કથા ૩૦૯|૮૨. રામરક્ષિતા કથા ૪૩. પદ્મા કથા ૪૪. વસુમતી કથા ૪૫. કનકા કથા ૪૬. કનકપ્રભા કથા ૪૭. અવતંસા કથા ૪૮. કેતુમતી કથા ૪૯. વજ્રસેના કથા ૫૦. રતિપ્રિયા કથા ૫૧. રોહિણી કથા ૫૨. નવમિકા—૧ કથા ૫૩. હી કથા ૫૪. પુષ્પવતી કથા ૫૫. ભુજગા કથા ૫૬. ભુજગાવતી કથા ૫૭, મહાકચ્છા કથા ૫૮. અપરાજિતા કથા ૫૯. સુર્વાષા કથા ૬૦. વિમલા કથા ૬૧. સુસ્વરા કથા ૬૨. સરસ્વતી કથા ૬૩. સૂર્યપ્રભા કથા ૬૪. આતપા કથા ૬૫. અર્ચિમાલી—૧ કથા ૬૬. પ્રભંકરા—૧ કથા ૬૭. ચંદ્રપ્રભા કથા ૬૮. જ્યોત્સનાભા કથા ૬૯. અર્ચિમાલી—૨ કથા ૭૦. પ્રભંકરા–૨ કથા ૭૧. પદ્માવતી કથા ૭૨. શિવા કથા ૭૩. શિય કથા ૭૪. અંજૂ કથા ૭૫. રોહિણી કથા આગમ કથાનુયોગ–૫ ૩૦૯ | ૮૩. વસુ કથા ૩૦૯ ૮૪. વસુગુપ્તા કથા ૩૦૯ ૮૫. વસુમિત્રા કથા ૩૦૯ ૮૬. વસુંધરા કથા ૩૦૯ ૮૭. ગોપાલિકા કથા ૩૦૯ | ૮૮. પુષ્પચૂલા કથા ૩૦૯ ૮૯. સુવ્રતા—૧ કથા ૩૦૯ | ૯૦. સુવ્રતા—ર કથા ૩૦૯ ૯૧. પદ્માવતી કથા ૩૦૯|૯૨. ગૌરી કથા ૩૦૯|૯૩. ગાંધારી કથા ૩૦૯૨૯૪. લક્ષ્મણા કથા ૩૦૯ ૯૫. સુશીમા કથા ૩૧૦ ૯૬. જાંબવતી કથા ૩૧૧|૯૭. સત્યભામા કથા ૩૧૧ ૯૮. રુક્મિણી કથા ૩૧૧ ૯૯. મૂલશ્રી કથા ૩૧૧ | ૧૦૦. મૂલદત્તા કથા ૩૧૧ ૧૦૧. નંદા કથા ૩૧૧ ૧૦૨. નંદવતી કથા ૩૧૧ ૧૦૩. નંદોત્તરા કથા ૩૧૨ ૧૦૪. નંદશ્રેણિકા કથા ૩૧૨ ૧૦૫. મરુતા કથા ૩૧૨ ૧૦૬. સુમરુતા કથા ૩૧૨ ૧૦૭. મહામરુતા કથા ૩૧૨ ૧૦૮. મરૂદેવા કથા ૩૧૨ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૪ ૩૧૪ ૩૧૪ ૩૧૫ ૩૧૫ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૧ ૩૨૧ ૩૨૧ ૩૨૨ ૩રર ૩૨૨ ૩૨૨ ૩રર ૩૨૨ ૩રર Page #18 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ-૪ (ખંડ૩) મૂળ આગમની શ્રમણી કથા (ચાલુ) ૩૪૯ ૩૪૯ ૩૪૯ 386 3૪૯ ૦ ૧૦૯. ભદ્રા કથા ૩૨૨/૧૨૮. શ્રીદેવી (ભૂતા) કથા ૩૪૬ | ૧૧૦. સુભદ્રા કથા ૩૨૨/૧૨૯. શ્રીદેવી કથા ૩૪૯ ૧૧૧. સુજાતા કથા ૩૨૨૧૩૦. યુતિદેવી કથા ૩૪૯ ૧૧૨. સુમના કથા ૩૨૨૧૩૧. કીર્તિદેવી કથા ૧૧૩. ભૂતદત્તા કથા ૩૨૨૧૩૨. બુદ્ધિદેવી કથા ૩૪૯ ૧૧૪. કાલી–૨ કથા ૩૨૨૧૩૩. લક્ષ્મીદેવી કથા ૧૧૫. સુકાલી કથા (૩૨૫૧૩૪. ઇલાદેવી કથા ૧૧૬. મહાકાલી કથા ૩૨૬/૧૩૫. સુરાદેવી કથા ૧૧૭. કૃષ્ણા કથા ૩૨૭૧૩૬. રસદેવી કથા ૧૧૮. સુકૃષ્ણા કથા ૩૨૭/૧૩૭. ગંધદેવી કથા ૩૪૯ ૧૧૯. મહાકૃષ્ણા કથા ૩૨૯/૧૩૮. પાંડુઆર્યા કથા ૩૫૦ ૧૨૦. વીરફણા કથા ૩૩૦/૧૩૯. કમલામેલા કથા ૩૫૧ ૧૨૧. રામકૃષ્ણા કથા ૩૩૦ ૧૪૦. ભટ્ટિદારિકા (?) કથા ૩૫૩ ૧૨૨. પિતૃસેનકૃષ્ણા કથા ૩૩૧૧૪૧. મેઘમાલા કથા ૩૫૩ ૧૨૩. મહાસેનકૃષ્ણા કથા ૩૩૨૧૪૨. રજુઆટ્ય કથા ૩૫૪ ૧૨૪. યક્ષિણી કથા ૩૩૩/૧૪૩. લક્ષ્મણાઆર્યા કથા ૩૫૬ ૧૨૫. બ્રાહ્મી કથા ૩૩૩૧૪૪. વિષ્ણુશ્રી કથા ૩૬૨ ૧૨૬. સુંદરી કથા ૩૩૫૧૪૫. કમલાવતી કથા ૩૬૨ ૧૨૭, સુભદ્રા કથા ૩૩૭૧૪૬. જસા કથા ૩૬૩ + સોમા કથા ૧૪૭. રાજીમતી કથા ૩૬ 3 | ભાગ-૪ (ખંડ–૩) આગમ–સટીકની શ્રમણી કથા | ૧૪૮. અંગારવતી કથા ૩૬૪|૧૫૯. જયંતિ + સોમા કથા | | ૩૬૮ ૧૪૯. અર્ણસંકાશા કથા ૩૬૫ ૧૬૦. યશોભદ્રા કથા ૩૬૮ ૧૫૦. ઉત્તરા કથા ૩૬૬/૧૬૧. યશોમતી કથા ૩૬૯ ૧૫૧. કીર્તિમતિ કથા - ૩૬૬ | ૧૬૨. ધનશ્રી (સર્વાંગસુંદરી) ૩૬૯ ૧૫ર. યક્ષા કથા ૩૬૭, ૧૬૩. ધારિણી કથા ૩૭૨ ૧૫૩. યક્ષધિન્ના કથા ૩૬૭૧૬૪. પદ્માવતી કથા ૧૫૪. ભૂતા કથા ૩૬૭૧૬૫. પ્રગભા + વિજયા ૩૭૩ ૧૫૫. ભૂતદિન્ના કથા ૩૨૭૧૬૬. પુષ્પચૂલા + પુષ્પવતી ૧૫૬. સેણા કથા ૩૬૭] ૧૬૭. પુષ્પચૂલા-૨ કથા ૩૭૪ ૧૫૭, વેણા કથા ૩૬૭૧૬૮. પુરંદર શા કથા ૩૭૫ ૧૫૮. રેણા કથા ૩૬૭૧૬૯. ભદ્રા કથા -- ----- - 393 383 Jain Edulaton international Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમ કથાનુયોગ-૫ ભાગ-૪ (ખંડ૩) આગમ સટીકની શ્રમણી કથા (ચાલુ) ૧૭૦. મનોહરી કથા ૩૭૬ ૧૭૪. શિવા કથા ૧૭૧. વિગતભયા + વિનયવતી, ૩૭૬ ૧૭૫. સુકુમાલિકા–ર કથા ૧૭૨. નંદશ્રી/શ્રીદેવી કથા ૩૭૭૧૭૬. સુજ્યેષ્ઠા કથા ૧૭૩. શ્રીકા કથા ૩૭૭/૧૭૭. સુનંદા કથા ૩૭૮ ૩૭૯ ૩૮૦ ૩૮૩ આગમ કથાનુયોગ-૫ ખંડ-૪-શ્રાવક કથા ( ભાગ-૫ (ખંડ૪) મૂળ આગમની શ્રાવક કથા ૧૫ ૦૩૮ ૧૩૬ ૧૪૧ ૧૪૩ 083 ૦૪૭ ૧૪૪ o૫૧ ૧૪૫ ૧૪૫ o૫૩ ૧૪૬ ૦૫૭ ૧૪૬ ૧૪૬ ૧. લેપ કથા ૦૩૪ ૨૦. સદ્દાલપુત્ર કથા ૨. ઋષિભદ્રપુત્ર કથા o૩૫) ૨૧. મહાશતક કથા ૩. શંખ + પુષ્કલી કથા | ૨૨. નંદિનીપિતા કથા ૪. નાગપૌત્ર વરુણ + બાલમિત્ર | ૨૩. લેતિકા/સાલિહી પિતા ૫. સોમિલ કથા ૨૪. સુદર્શન-૨ કથા ૬. મક્ક કથા ૫. સુમુખ કથા છે. ઉદયન કથા ૨૬. વિજયકુમાર કથા ૮. અભીચિ કથા ૨૭. ઋષભદત્ત કથા ૯. તુંગીયાનગરીના શ્રાવકો | ૨૮. ધનપાલ કથા ૧૦. કનકદેવજ કથા ૦૬૧ | ૨૯. મેઘરથ કથા ૧૧. નંદમણિયાર કથા | ૩૦. નાગદેવ કથા ૧૨. સુદર્શન–૧ કથા ૦૬૯| ૩૧. ધર્મઘોષ કથા ૧૩. અહંન્નક કથા ૩૨. જિતશત્રુ કથા ૧૪. આનંદ કથા ૦૭૨|૩૩. વિમલવાહન કથા ૧૫. કામદેવ કથા | ૩૪. કોણિક કથા ૧૬. ચુલનીપિતા કથા ૧૦૧ ૩૫. અંબઇશ્રાવક-૭૦૦ શિષ્યો ૧૭. સુરાદેવ કથા ૧૦૮| ૩૬. પ્રદેશીરાજા કથા ૧૮. યુદ્ધશતક કથા ૧૧૫ | ૩૭. સોમિલ કથા ૧૯. કુંડફોલિક કથા ૧૨૦ ૩૮ શ્રેણિક કથા ભાગ-૫ (ખંડ-૪) આગમ સટીકંની શ્રાવક કથા ૬૨ ૧ /૪ ૧૪૬ ૦૭૧ ૧૪૬ ૦૮૮ ૧૪૭ ૧૮૨ ૧૮૮ ૨૫૪ to ૩૯. અંબડ કથા ૪૦. આનંદ-૨ કથા ૪૧. ઉદાઈ કથા ૨૭૯) ૪૨ક્ષેમશ્રાવક કથા ૨૮૦|૪૩. ગંધાર શ્રાવક કથા ૨૮૦) ૪૪. ચેટક કથા ૨૮૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા - - | ભાગ-૫ (ખંડ૪) આગમ સટીકની શ્રાવક કથા (ચાલુ) ૪૫. જનક કથા ૫૭. મિત્રશ્રી કથા ૪૬. જિનદાસ-૧ કથા | ૫૮. મુંડિક્રામક કથા ૪૭. જિનદાસ-૨ કથા ૨૮૪, ૫૯ મુડ કથા ૪૮. જિનદાસ-3 કથા ૬૦. વલ્ગર કથા ૪૯. જિનદેવ-૧ કથા ૨૮૬ ૬૧. વસુભૂતિ કથા ૫૦. જિનદેવ-૨ કથા ૬૨. સંપ્રતિરાજાની કથા પ૧. ટંક શ્રાવક કથા ૬૩. સાગરચંદ્ર કથા પર. ટટ્ટર કથા ૬૪. સુદર્શન કથા ૫૩. ધનંજય કથા ૨૮૭૬૫. સુનંદ કથા ૫૪. પારથ + વૈશ્વાનર કથા ૨૮૮૫૬૬. સુલસ કથા પપ. પ્રસેનજિત કથા ૨૮૮૬૭. શ્રેયાંસ કથા ૫૬. બલભદ્રકથા ૨૮૯૬૮. ભ.વીરને પારણું કરાવનાર ભાગ-૫ (ખંડપ) – શ્રાવિકા કથા ૧. સુભદ્રા–૧ કથા ૩૦૨ ૧૫. ફાગુની કથા ૨. સુલસા કથા ૩૦૪|૧૬. ફન્ગશ્રી કથા ૩. અગ્નિમિત્રા કથા ૩૦૬/ ૧૭. બહુલા કથા ૪. અનુધરી કથા 30૬ ૧૮. ભદ્રા-૧ કથા પ. અશ્વિની કથા ૩૦૭] ૧૯, ભદ્રા-૨ કથા ૬. ઉત્પલા કથા ૨૦. ભદ્રા-૩ કથા ૭. ઉપકોશા કથા ૩૦૭૫ ૨૧. મિત્રવતી કથા ૮. કોસાગણિકા કથા ૩૦૮ ૨૨. રેવતી કથા ૯. ચેલ્લા કથા ૨૩. રુસોમા કથા ૧૦. દેવકી કથા ૩૦૯ | ૨૪. સાધુદાસી કથા ૧૧. દેવદત્તા કથા ૩૧૦) ૨૫. શ્યામાં કથા ૧૨. ધન્યા કથા ૩૧૧| ૨૬. શિવાનંદા કથા ૧૩. નંદા કથા ૩૧૧] ૨૭. સુભદ્રા-૨ કથા ૧૪. પૂષા કથા ૩૧૨| ૨૮. સુભદ્રા-૩ કથા - - - - - - ૩૧૨ ૩૧૩ ૩૧૩ ૩૧૪ 300 ૩૧૪] ૩૧૪ ૩૧૫ ૩૦૮ ૩૧૬ ૩૧૭ ૩૧૭ ૩૧૮ ૩૧૯ આગમ કથાનુયોગ ભાગ-૧ ભાગ-૬ (ખંડ–૬) દેવ-દેવીની કથાઓ ૧. વિજયદેવ કથા ૦૩૪|૩. ઇશાનેન્દ્ર કથા | ૨. શક્રેન્દ્ર કથા ૦૪૪/૪. અમરેન્દ્ર કથા ૦૪૯ ૦૫૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ ભાગ-૬ ખંડ-૬ દેવ-દેવી કથાઓ (ચાલુ) ૦૭ર ૦૭ર ૦૭૫ ૦૭પ ૫. હરિભેગમેલી કથા ૦૬૫૨૨. બલ યક્ષ કથા ૦૭ર ૬. ત્રાયશ્ચિંશક દેવ કથા ૦૬૬/૨૩. સંગમ દેવ કથા ૦૭૨ ૭. ચંદ્ર દેવ કથા ૦૬૭/૨૪. વિદ્યુમ્માલી દેવ કથા ૮. સૂર્ય દેવ કથા ૦૬૭૨૫. નાગીલ દેવ કથા ૯. શુક્ર દેવ કથા ૨૬. પ્રભાવતી દેવ કથા ૦૭૩ ૧૦. પૂર્ણભદ્ર દેવ કથા ૨૭. હુંડીક દેવ કથા ૦૭૩. ૧૧. મણિભદ્ર દેવ કથા ૨૮. શૈલક યક્ષ કથા ૦૭૪ ૧૨. દત્ત આદિ દેવ કથા ૦૬૮) ૨૯. તિષ્યક દેવ કથા ૦૭૪ ૧૩. સૂર્યાભદેવ કથા ૦૬૯ ૩૦. વલન + દહન દેવ કથા | ૦૭૪ ૧૪. દર્દૂર દેવ કથા ૦૬૯ [૩૧. સાગરચંદ્ર દેવ કથા ૧૫. મહાશુક્ર દેવ કથા ૦૬૯/૩૨. મુદ્ગરપાણી યક્ષ કથા ૦૭૫ ૧૬. માગધ દેવ કથા ૦૭૦/૩૩. કમલદલ યક્ષ કથા ૦૭૫ ૧૭. વરદામ દેવ કથા ૦૭૧૩૪. પુષ્પવતી દેવ કથા ૧૮. પ્રભાસ દેવ કથા ૦૭૧ [૩૫. લલિતાંગ દેવ કથા ૦૭૬ ૧૯. કૃતમાલ દેવ કથા ૦૭૧, ૩૬. હિંદુક યક્ષ કથા ૨૦. મેઘમુખ દેવ કથા | ૦૭૧ ૦ દેવકથા વિશે કંઈક ૨૧. શૂલપાણી યક્ષ કથા ૦૭૧ ૦ ચોસઠ ઇન્દ્રોના નામ – ૪ – ૮ – – – ૮ – ૮ – ૧. ચમરેન્દ્રની અગ્રમહિષીઓ [ ૦૭૮] ૧૦. ચંદ્રની અગ્રમહિષીઓ ૦૮૨ ૨. બલીન્દ્રની અગ્રમડિષીઓ ૦૭૯ ૧૧. શક્રની અગમહિષીઓ ૦૮૨ ૩. ધરણેન્દ્રની અગમહિષીઓ ૦૭૯] ૧૨. ઇશાનેન્દ્રની અગ્રમડિષીઓ ૪. વેણુદેવ આદિની અગ્રમડિષી | ૦૭૯ [૧૩. બહુપુત્રિકા દેવી કથા ૫. ભૂતાનંદની અગ્ર મહિષીઓ | ૦૮૦/૧૪. શ્રી–હી આદિ દશ દેવીઓ ૬. વેણુદાલી આદિની અગમહિષીઓ. ૧૫. હાસા + પ્રહાસા દેવી ૦૮૩ ૭. પિશાચેન્દ્ર આદિ આઠ ૧૬. કટપુતના વ્યંતરી કથા ૦૮૪ – વ્યંતરેન્દ્રોની અગ્રમડિષીઓ ૧૭. શાલાર્યા વ્યંતરી કથા ૦૮૪ ૮. મહાકાલ આદિ આઠ ૧૮. સ્વયંપ્રભા દેવી કથા ૦૮૫ – વ્યંતરેન્દ્રોની અગમહિષીઓ ૦૮૧|૧૯. શ્રી દેવી કથા ૦૮૫ ૯. સૂર્યની અગમહિષીઓ ૦૮૧ ૨૦. સિંધુદેવી કથા ૦૮૫ ૦૭૬ ૦૭૬ ૦૮૨ 23 ભાગ-૬ (ખંડ–૭) પ્રાણી કથાઓ ૧. ઉદાયી હાથીની કથા ૦૮૬/૩. સેચનક હાથીની કથા | ૨. ભૂતાનંદ હાથીની કથા ૦૮૭૪. વાંદરાની કથા ૦૮૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ–૬ (ખંડ–૭) પ્રાણી કથાઓ (ચાલુ) ૦૯૦ ૧૦. બળદની કથા ૦૯૧ ૧૧. સર્પની કથા ૫. સુમેરુપ્રભ હાથીની કથા ૬. મેરુપ્રભ હાથીની કથા ૭. દેડકાની કથા ૮. કંબલ–સંબલ બળદોની કથા ૯. ચંડકૌશિકની કથા ભાગ–૬ (ખંડ–૮) અન્યતીર્થિક કથાઓ ૧. મરીચી કથા ૨. કાલોદાયી આદિ દશ ૩. દ્વૈપાયન ઋષિ કથા ૪. રામગુપ્ત આદિ મિથ્યામતિ ૫. તામલિ તાપસ કથા ૬. જમદગ્નિ કથા + પરસુરામ કથા ૭. સ્કંદક પરિવ્રાજક કથા ૮. પુદ્ગલ પરિવ્રાજક કથા ૯. મુદ્ગલ પરિવ્રાજક કથા ૧૦. નારદ/કલનારદ કથા ૧૧. વૈશ્યાયન બાલતપસ્વી કથા ખંડ–૯ અન્યકથા ૧૭. બુદ્ધ/શાક્ય કથા ૧૦૧ ૧૮. નૈરિક તાપસ કથા ૧૦૨ ૧૯. ધર્મરુચિ તાપસ કથા ૧૦૨ ૨૦. શિવ તાપસ કથા ૧૦૩ ૨૧. શુક્ર પરિવ્રાજક કથા ૧૦૪ ૨૨. કપિલની કથા ભાગ–૬ (ખંડ–૯) અન્ય કથાઓ અધ્યયન—૧ દુ:ખવિપાકી કથાઓ ૧૧૧ ૬. નંદિવર્ધન કથા ૧૧૮|૭. ઊંબરદત્ત કથા ૧૨૩ ૮. શૌર્યદત્ત કથા ૧૨૮ ૯. દેવદત્તા કથા ૧૩૧ ૧૦. અંજૂની કથા ૧. મૃગાપુત્રની કથા ૨. ઉજ્જિતકની કથા ૩. અભગ્રસેન કથા ૪. શકટની કથા ૫. બૃહસ્પતિદત્ત કથા ખંડ–૯ અન્યકથા ૧. કાલકુમાર કથા ૨. સુકાલકુમાર કથા 3. મહાકાલકુમાર કથા ૪. કૃષ્ણકુમાર કથા - ૦૯૧ ૧૨. હાથીની કથા ૦૯૨ ૧૩. પાડાની કથા ૦૯૩ ૧૪. બકરાની કથા - ૦૯૬૧૨. ઇન્દ્રનાગ કથા ૦૯૭ ૧૩. પૂરણ તાપસ કથા ૦૯૮ ૧૪. કૌડિન્ય, દત્ત અને ૦૯૯ શેવાલ આદિ તાપસોની કથા ૦૯૯ ૧૫. ગોવિંદ ભિક્ષુ કથા ૧૦૦ ૧૬. પોટ્ટશાલ કથા - અધ્યયન—૨ પકીર્ણ-કથાઓ ૧૪૮ ૫. સુકૃષ્ણકુમાર કથા ૧૫૦ ૬. મહાકૃષ્ણકુમાર કથા ૧૫૦ ૭. વીરકૃષ્ણકુમાર કથા ૧૫૦ | ૮. રામકૃષ્ણકુમાર કથા ૨૧ ૦૯૩ ૦૯૪ ૦૯૪ ૦૯૪ ૦૯૫ ૧૦૪ ૧૦૫ ૧૦૫ – ૧૦૬ ૧૦૬ ૧૦૭ ૧૦૭ ૧૦૮ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૩૩ ૧૩૫ ૧૩૮ ૧૪૧ ૧૪૬ ૧૫૦ ૧૫૦ ૧૫૦ ૧૫૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આગમ કથાનુયોગ-૫ ૧૬૬ ૧૭૧ SH ૧૭૧ --- - ૧૮૯ ભાગ-૬ (ખંડ–૯) અન્યકથા – અધ્ય-૨ – પ્રકિર્ણ કથા (ચાલુ) ૯. પિતૃસેનકૃષ્ણ કથા ૧૫૦ | ૧૯. અપ્રતિષ્ઠાન નરકે જનાર ૧૬૧ ૧૦. મહાસેનકૃષ્ણ કથા ૧૫૦ | ૨૦. કુરુવંદ કથા ૧૬૦ ૧૧. મહેશ્વર-ઉત્પત્તિ કથા ૧૫૧૨૧. પ્રદ્યોતની કથા ૧૬૨ ૧૨. એલાષાઢ કથા ૨૨. અસંયતિઓની પૂજા ૧૬૨ ૧૩. કંસ કથા | ૨૩. મંડિતયોરની કથા ૧૬૫ ૧૪. કલ્કી કથા | ૨૪. પાલક કથા ૧૬૪ ૧૫. કચ્છ, મહાક, | ૨૫. મૂલદેવ કથા ૧૬૭ - નમિ, વિનમિ કથા ૧૫૫ | ૨૬. મમ્મણ કથા ૧૬. કલ્પક કથા ૧૫૬ | ૨૭. સુમતિ કથા ૧૭. કોકાસ + જિતશત્ર કથા ૧૫૮ | ૨૮. સુજ્ઞશ્રી કથા ૧૮. કાલસૌરિય કથા ૧૫૯) ૨૯. સુલસા કથા ભાગ-૬ (ખંડ–૧૦) દષ્ટાંત–ઉપનય | ૦ દૃષ્ટાંત ઉપનય–ભૂમિકા ૧૭૩,૭. અશ્વ ૧૮૪ ૧. મયૂરી અંડ ૧૭૩ ૮. સંઘાટ ૧૮૯ ૨. કાચબો ૧૭૬ ૯. શૈલક 3. તુંબડુ ૧૭૮ | ૧૦. માકંદીપુત્ર ૧૮૯ ૪. અક્ષત–શાલી ૧૭૯ [૧૧. નંદીફળ ૫. ચંદ્રમા ૧૮૨ [૧૨. સુંસુમાં ૧૮૯ ૬. દાવદ્રવ ૧૮૩/૧૩. પુંડરીક ૧૯૦ ભાગ-૬ (ખંડ–૧૦) વિવિધ પિંડ–દોષના દૃષ્ટાંતો ૧૪. હાથી ૧૯૦૨૬. ગોવત્સ ૧૫. લાડુપ્રિયકુમાર ૧૯૦ | ૨૭. મણિભદ્ર યક્ષાયતન ૧૯૯ ૧૬. ચોર ૧૯૧૨૮. દેવશર્મા મંખ ૧૭. રાજપુત્ર ૧૯૨ ૨૯, ભગિની ૧૮. પલ્લી ૩૦. મોદકભોજન ૨૦૧ ૧૯. રાજદુષ્ટ | ૩૧. ભિક્ષુ ૨૦૨ ૨૦. શાલી–૧ ૩૨. મોદકદાન ૨૧. બિલાડાનું માંસ ૧૯૫] ૩૩. ગોવાળ ૨૦૪ ૨૨. શાલી–૨ | ૩૪. મોદક ૨૩. સંઘભોજન ૧૯૬] ૩૫. સ્વગ્રામદૂતિ ૨૪. ખીરભોજન ૧૯૬/૩૬. ગ્રામનાયક ૨૦૬ ૨૫. ઉદ્યાનગમના ૧૯૭] ૩૭. બ્રાહ્મણ પુત્ર ૨૦૭ ૧૮૯ ૧૯ '૧૯૯ ર ૧૯: ૧૯૩ ૧૯૪ ૨૦3 ૧૯૫) ૨૦૪ ૨૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ-૬ (ખંડ–૧૦) વિવિઘ પિંડદોષ દષ્ટાંત (ચાલુ) ૨૧૦ ૨૧૧ - - - - - ૨૧૨ ૨૧૨ 29 ) ૨૧૨ ૨૧૨. ૨૧૩ ૨૧૩ ૨૧૩ ૩૮. મૃત માસિક ભોજન ૨૦૭ ૪૦. સિંકેસરા લાડુ | ૩૯. સુલક સાધુ ૨૦૮ ૪૧. ભિલૂપાસક | ભાગ–૬ (ખંડ–૧૦) “ભક્તપરિજ્ઞા'માંના દષ્ટાંતો ૪૨. મૃગાવતી ૨૧૧ | ૨૧. વસુરાજા ૪૩. દત્ત ૨૧૧ પર. કીઢી ડોશી ૪૪. કૃષ્ણ + શ્રેણિક ૨૧૧ ૫૩. કામાસક્ત પુરુષો ૪૫. નંદ મણિયાર ૨૧૨ ૫૪. દેવરતિ ૪૬. કમલયક્ષ ૨૧૨ | ૫૫. નિયાણશલ્ય યુક્તો ૪૭. સુદર્શન ૨૧૨પ૬ઇન્દ્રિય રાગથી હાનિ ૪૮. યુવરાજર્ષિ ૨૧૨/૫૭. કષાય પરિણામ ૪૯. ચિલાતિપુત્ર ૨૧૨/૫૮. અવંતિસુકમાલ ૫૦. ચંડાલ ૨૧૨] ૫૯. સુકોશલ + ચાણક્ય ભાગ-૬ (ખંડ–૧૦) “સંસ્મારક પયત્રામાંના દષ્ટાંતો ૬૦. અર્ણિકાપુત્ર આચાર્ય ૨૧૩ ૬૮. અમૃતઘોષ ૬૧. સ્કંદકસૂરિ–પ૦૦ શિષ્યો ૨૧૩] ૧૯. લલિતઘટા પુરુષો ૬૨. દંડ + યુવરાજર્ષિ ૨૧૪/૭૦. સિંહસેન ઉપાધ્યાય ૬૩. સુકોશલ ઋષિ ૨૧૪| ૭૧. કુરુદત્ત શ્રેષ્ઠીપુત્ર ૬૪. અવંતિસુકુમાલ ૨૧૪૭૨. ચિલાતિપુત્ર ૬૫. કાર્તિકાર્ય ઋષિ ૨૧૪/૭૩. ગજસુકુમાલ ૬૬. ધર્મસિંહ ૨૧૪૭૪. સુનક્ષત્ર મુનિ ૬૭. ચાણક્ય ૨૧૪ + સર્વાનુભૂતિ મુનિ | ભાગ-૬ (ખંડ-૧૦) “મરણસમાધિ'માંના દષ્ટાંતો ૨૧૩ - --- -- -- - ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૬ ૭૫. જિનધર્મ શ્રાવક ૨૧૬૮૪. ધન્ય + શાલિભદ્ર ૭૬. મેતાર્ય મુનિ ૨૧૬૮૫. હાથી ૭૭. ચિલાતિ પુત્ર ૨૧૬,૮૬. પાંડવ ૭૮. ગજસુકુમાલ ૨૧૬/૮૭. દંડ અણગાર ૭૯. સાગરચંદ્ર ૮૮. સુકોશલ ૮૦. અવંતિસુકુમાલ ૨૧૭૮૯. ક્ષુલ્લક મુનિ ૮૧. ચંદ્રાવતંસક ૨૧૭|૯૦. વજસ્વામી ૮૨. દમદંત ઋષિ ૨૧૭/૯૧. અવંતિસેન ૮૩. કુંદકઋષિના – શિષ્યો | ૨૧૭૩૯૨. અત્રક ૨૧૭ ૨૧૭ ૨૧૭) ૨૧૭ ૨૧૭ ૨૧૮ ૨૧૮ ૨૧૮ ૨૧૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આગમ કથાનુયોગ-૫ ભાગ–૬ (ખંડ–૧૦) “મરણસમાધિમાંના દષ્ટાંતો (ચાલુ) ૯૩. ચાણક્ય ૨૧૮ ૯૮. મુનિચંદ્ર આદિ ૯૪. બત્રીશઘટા પુરુષો ૨૧૮ | ૯. ઉષ્ણાદિ પરીષહો ૯૫. ઇલાપુત્ર ૨૧૮|૧૦૦. સિંહચંદ્ર + સિંહસેન ૯૬. હસ્તિમિત્ર ૨૧૮૧૦૧. બે સર્પો ૯૭. ધનમિત્ર ૨૧૮૧૦૨. પુંડરીક-કંડરીક ભાગ-૬ (ખંડ-૧૦) “આગમ–સટીકના દષ્ટાંતો ૨૧૮ ૨૧૮ ૨૧૯ ૨૧૯ ૨૧૯ ૨૩૦ ૨૩૦ ૨૩૧ ૨૩૧ ૨૩૧ ૨૩૨ ૨૩૨ ૨૩૨ ૧૦૩. અગદ ૧૦૪. અગsદત્ત ૧૦૫. અગારી ૧૦૬. અચંકારિયભટ્ટા ૧૦૭. અજિતસેન ૧૦૮. અર્જુનચોર ૧૦૯. અર્તન ૧૧૦, અનંગ ૧૧૧. અસંઘ ૧૧૨. અદત્ત ૧૧૩. સ્ત્રીજનિત સંગ્રામો ૧૧૪. ઇન્દ્ર ૧૧૫. ઇન્દ્રદત્ત ૧૧૬. સુરેન્દ્રદત્ત ૧૧૭. ઉત્કર્ટ ૧૧૮. ઉદિતોદય ૧૧૯. કપિલ ૧૨૦. કપિલબટુક ૧૨૧. કપિલા ૧૨૨. કાલોદાયી ૧૨૩. કુવિકર્ણ ૧૨૪. કોંકણક-૧ ૧૨૫. કોંકણકદારક ૧૨૬. કુચિત ૧૨૭. કુલપુત્ર ૧૨૮. કેશી ૨૧૯/૧૨૯. કોંકણક–ર ૨૨૦ ૧૩૦. કોંકણક–૩ ૨૨૧૧૩૧. કોંકણક સાધુ ૨૨૧૧૩૨. કોંકણક–૪ ૨૨૨/૧૩૩. ભારવાહી પુરુષ ૨૨૩૧૩૪. કોડીસર ૨૨૩/૧૩૫. કોલગિની ૨૨૩/૧૩૬. ખંડકર્ણ ૨૨૪] ૧૩૭. ગંધપ્રિય ૨૨૪|૧૩૮, ચારુદત્ત ૨૨૪૧૩૯. જિનદાસ + દામન્નગ ૨૨૫૧૪૦. જિતશત્રુ-૧ ૨૨૫૧૪૧. ડોડિણી ૨૨૫૧૪૨. તેડિક ૨૨૬ /૧૪૩. તોસલિ ૨૨૬૧૪૪. તોસલિક ૨૨૭૧૪૫. દેવદત્તા ૨૨૭/૧૪૬. ધર્મઘોષ–૧ ૨૨૮/૧૪૭. ધનસાર્થવાહ ૨૨૮|૧૪૮, ધર્મઘોષ–૨ ૨૨૮/૧૪૯. ધર્મરુચિ ૨૨૮]૧૫૦. ધર્મિલ ૨૨૯ ૧૫૧. ધૂર્યાખ્યાન ૨૨૯/૧૫ર. નંદિની ૨૩૦/૧૫૩. નવકપુત્રી + ચેટી ૨૩૦ ૧૫૪. પદ્માવતી + વજભૂતિ ૨૩૩ ૨૩૩ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩૫ ૨૩૬ ૨૩૬ ૨૩૬. ૨૩૭ ૨૩૭ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૩૯ ૨૪૧ ૨૪૧ ૨૪૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ૨૫ ૨૫૧ ૨પર ભાગ-૬ (ખંડ–૧૦) “આગમ–સટીકંના દષ્ટાંતો (ચાલુ) | ૧૫૫. પુષ્પશાલ + ભદ્રા ૨૪૨/૧૭૩. સુકુમાલિકા ૨૫૦ ૧૫. પુષ્પશાલ સુત ૨૪૨૧૭૪. સોદાસ ૨૫૧ ૧૫૭. પૃથ્વી ૨૪૨૧૭૫. સોમિલ ૨૫૧ ૧૫૮. ભદ્રગમહિષી ૨૪૩૧૭૬. સૌમિલિક ૧૫૯. મતિ + સુમતિ ૨૪૩૧૭૭, ૫૦૦ સુભટ ૧૬૦. મંગુ આચાર્ય ૨૪૩૦ માનવભવની દુર્લભતા૧૬૧. મંડુક્કલિત ૨૪૪| દશ દષ્ટાંતો ૨૫૨ ૧૬૨. મગધશ્રી + મગધસુંદરી ૨૪૫ ૧૭૮. (૧) ચોલક ૨૫૨ ૧૬૩. મગધસેના ૨૪૫૧૭૯. (૨) પાસગ ૨૫૩ ૧૬૪. મયુરંક ૨૪૬ ૧૮૦. (૩) ઘાન્ય ૨૫૩ ૧૬૫. મુરુંડ ૨૪૬ / ૧૮૧. (૪) દ્યુત ૨૫૩ ૧૬૬. મૂક ૨૪૬ /૧૮૨. (૫) રત્ન ૨૫૪ ૧૬૭, રોગ ૨૪૭૧૮૩. (૬) સ્વપ્ન ૨૫૪ ૧૬૮. વિજયા ૧૮૪. (૭) ચક્ર/રાધાવેધ ૨૫૪ ૧૬૯. વિમલ ૨૪૯) ૧૮૫. (૮) કાચબો ૨૫૫ ૧૭૦. વીરક ૨૪૯/૧૮૬. (૯) યુગ ૨૫૫ ૧૭૧. વીરઘોષ ૨૪૯ ૧૮૭. (૧૦) સ્તંભ ૨૫૫ ૧૭૨. સરજસ્ક ૨૫૦/૧૮૮. કૂવાનો દેડકો પરિશિષ્ટ-૧ અકારાદિક્રમે કથાના નામો ૨૪૮ ૨૫૬ ભાગ-૧ થી ૨ > K આગમકથા રામકથાનુયોગ ભાગ . સંક્ષિપ્ત વિવરણ ભાગ કુલ પૃષ્ઠ ૩૮૪ ૨. ! ૩૬૮ 3. ! સમાવિષ્ટ કથાનકો કુલકર કથાઓ, તીર્થકર કથાઓ. ચક્રવર્તી, બલદેવ. વાસુદેવ, પ્રતિવાસુદેવ, - ગણધર, નિલવ, ગોશાલક, પ્રત્યેકબુદ્ધની કથાઓ. શ્રમણ કથાઓ – મૂળ આગમો આધારિત શ્રમણ કથાઓ – આગમ પંચાંગી આધારિત શ્રાવક કથાઓ, શ્રાવિકા કથાઓ. દેવ, દેવી, પ્રાણી, અન્યતીર્થિક, દુઃખવિપાકી અને પ્રકીર્ણ કથા વિવિધ દૃષ્ટાંતમાળા ૪૩૨ ૩૮૪ ૩૨૦ ૨૭૨ | | Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આગમ કથાનુયોગ-૫ - - નાયા. અંત ' ઓહ. પત્ર. પિંડ. ( સંક્ષેપ-સૂચિ આયા. આચારાંગ પુષ્ક. પુષ્કચૂલિયા સૂય. સૂયગડાંગ વહિ . વહિદસા ઠાણાંગ ભત્ત. ભરપરિણા સમવાયાંગ સંથા. સંથારગ ભગ. ભગવતી ગચ્છા. ગચ્છાયાર નાયાધમ્મકહા મરણ. મરણસમાધિ ઉવા. ઉવાસદસા નિસી નિશીથ અંતગડદસા બુ. બુહત્યપ્પ અનુત્ત. અનુત્તરોપપાતિક દસા વવ. વવહાર પહા. પાવાગરણ. દસા. દસાસુયબંધ વિવા. વિપાકસૂત્ર જીય. જીયકપ ઉવ. ઉવવાઈ મહાનિ મહાનિશીથ રાયuસેણિય આવ. આવશ્યક જીવા. જીવાજીવાભિગમ ઓનિક્સ્પત્તિ પન્નવણા પિંડનિજુત્તિ સૂરપન્નત્તિ સ. દસયાલિયા ચંદપન્નત્તિ ઉત્ત. ઉત્તરાધ્યયન જંબૂ. જબૂદીવપન્નત્તિ નંદી. નંદીસૂત્ર નિરયાવલિયા અનુઓ. અનુગધાર કપૂવડિંસિયા તિલ્યો. તિરથોદ્ગાલિય પુષ્કિ . | પુફિયા : ઋષિ. ઋષિભાષિત | ચૂ. – યૂર્ણિ ભા. – ભાષ્ય નિ. – નિર્યુક્તિ મૂ. – મૂલ સૂ. – સૂત્રાંક હ. – હારિભદ્રિય મિ. – મલયગિરિ અ. – અધ્યયન પૃ. – પૃષ્ઠક | ૧ – (આવ.ચૂ) ભાગ-૧ ૨ – (આવ.ચૂ) ભાગ-૨ . – સ્થવિરાવલિ ટી. – ટીપ્પણક | અવ. - અવચૂરી કમ્પ–વૃ-કલ્પસૂત્ર—વિનયવિજય–વૃત્તિ ઉત્ત.ભાવ-ઉત્તરાધ્યયનભાવવિજય–વૃત્તિ | સંદર્ભ સાહિત્ય (૧) અમે સંપાદન કરેલ કામસુત્તાણ – મૂર્તિ અને ગામડુત્તાન સર આ કથાસાહિત્યનો મૂળ સ્રોત છે. તેનાજ ક્રમાંકો આગમસંદર્ભમાં આપેલા છે. (૨) ચૂર્ણિમાં પૂજ્ય સાગરનંદસૂરીજી સંપાદિત–ચૂર્ણિના પૃષ્ઠાંક આપેલા છે. I(૩) જીતકલ્પ, ઋષિભાષિત પૂજ્ય પુન્યવિજયજી સંપાદિત છે. વૃ. – વૃત્તિ - - Page #28 -------------------------------------------------------------------------- ________________ આગમ સાહિત્ય પ્રકાશન અમારું પ્રકાશિત આગમ–સાહિત્ય 9-લાયમસુત્તાળિ–મૂળ આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગઅલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદ સૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. એક ઝલક અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ–અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫–આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આગમસદ્દીસો, આમનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/– દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. - * - * - * - * - ૨. આગમ—ગુજરાતી અનુવાદ આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઇત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ ‘આગમદીપ'' સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ સન–૨૦૦૩ને અંતે તેની માત્ર બે નકલો બચેલી છે. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. ૨૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આગમ કથાનુયોગ-૫ ३. आगमसुत्ताणि-सटीकं જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૫૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઇત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂ. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની માત્ર બે નકલો સન-૨૦૦૩ને અંતે સ્ટોકમાં રહી છે. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. - X - X X X ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫–આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથકુ–પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો–આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમ–સટીકંમાં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂ. ૪૦૦/–ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #30 -------------------------------------------------------------------------- ________________ આગમ સાહિત્ય પ્રકાશન ૨૯ ५. आगमसद्दकोसो આ શબ્દકોશ – એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ–ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ–અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ એપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – ૩ થી ૨ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે–તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ – જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું સુત્તાિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો તેમાં મૂળ આગમ કે આગમ–સટીકંમાં મળી જ જવાના. – ૮ – ૮ – ૪ – ૪ – ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમ સટીકંમાં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તે-તે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ–અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/–ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું કામસુત્તાિ સતી તો છે જ. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આગમ કથાનુયોગ-૫ ७. आगमसूत्र हिन्दी अनुवाद મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦ થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તો પણ આગમના ગુજરાતી અનુવાદની ગેરહાજરીમાં તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂ. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ કામસૂત્ર-હિન્દી અનુવા૯િ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને ગામ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. – – – ૮ – ૮ – ૮. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી ૪૫– આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. – – – ૮ – ૮ – જ અન્ય સાહિત્ય પ્રકાશન * આગમના ઉક્ત વિરાટ કાર્યોની ઉપરાંત વ્યાકરણ, વિધિ પૂજન, વ્યાખ્યાન, તત્વાર્થ, જિનભક્તિ, પાઠશાળા અભ્યાસ, આરાધના આદિ વિવિધ વિષયોને સ્પર્શતા અમારા ભિન્ન-ભિન્ન પ્રકાશનો અને પ્રસ્તુત આગમકથાનુયોગ ભાગ–૧ થી ૬ સહિત મુનિદીપરત્નસાગરની કલમે ૨૪૭ પ્રકાશનો પ્રગટ થઈ ચૂક્યા છે. જેમાંના ઘણાં બધાં પ્રકાશનો હાલ અપ્રાપ્ય બન્યા છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય સર્જન – હું – અને કથાનુયોગ ૩૧ .. આરંભે આટલું જરૂર વાંચો અભિનવ હેમ લઘુપ્રક્રિયાને સર્જનયાત્રાનું આરંભ બિંદુ ગણીએ તો મારી આ યાત્રા બાવીશ વરસની થઈ આટ આટલા વરસોથી લખું છું. છતાં ગ્રંથસ્થ કૃતિઓની સંખ્યાથી કોઈને આંજી શકું તેમ નથી. વરસો કે ગણિતનો મેળ બેસાડવા પ્રયત્ન પણ કર્યો નથી. મારાથી થાય એ રીતે શબ્દની સાધના કરી રહ્યો છું શબ્દની આંગળી ઝાલી જ્યાં–જ્યાં હું ગયો છું એ મુકામોનો હિસાબ હવે ૨૪૭ પ્રકાશનોએ પહોચે છે. આયુષ્ય કર્મ અને દેહનામ કર્મ આદિનો સથવારો રહે તો હજી શબ્દોના સંગાથે વધુને વધુ પંથ કાપવાની ભાવના ભાવું છું. જે કંઈ લખ્યું છે એ ફરી વાંચવાનો સમય ન મળે એવી તાણ વચ્ચે જીવવાનું થયું છે. શ્વાસ લઉ છું કે વિચરી છું ત્યારે નહીં પણ કંઈક લખી શકું છું ત્યારે જ જીવું છું. છતાંયે લખવામાં સમગ્ર જીવનનો વ્યાપ આવી જાય છે, એવા ભ્રમમાં પણ નથી. હા, આ સર્જન એ પ્રાણવાયુ સમ જરૂર બની રહે છે. આગમ સાધનામાં આઠેક વર્ષ પસાર થયા છે અને આગમ સંબંધી આ નવમું વિરાટ પ્રકાશન આપ સૌના કરકમલોનો સ્પર્શ પામી રહ્યું છે. આગમ શ્રતના ચાર મુખ્ય અનુયોગમાં આ કથાનુયોગ સંબંધી સર્જન છે જેમાં મૂળ આગમોની સાથે તેની નિયુક્તિ | ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવચૂરી એ તમામ અંગોનો સમાવેશ કરી કથાઓનું સંકલન, ગોઠવણી અને (પ્રાત તથા સંક્ત ભાષામાંથી) ગુજરાતી અનુવાદ કરેલ છે. જેને મુખ્ય દશ વિભાગો દ્વારા છ પુસ્તકોમાં ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં રજૂ કરું છું. વર્તમાન કાળે સ્વીકૃત પીસ્તાળીશ આગમો અને તેના નૃત્યાદિનો આધાર લઈને સંકલિત કરાયેલ આ આગમ કથાનુયોગમાં જો કથાને ધ્યાનથી વાંચવામાં આવે તો તેમાં દ્રવ્યાનુયોગ તથા ચરણકરણાનુયોગ પણ ગુંથાએલો નજરે પડે છે. જો કથાને મનન કરી તેના નિષ્કર્ષોને ચિંતવવામાં પુરુષાર્થ થાય તો અદ્ભુત સત્યો અને તત્ત્વોથી આત્મા વૈરાગ્ય વાસિત થતો રહે અને ચિત્તતંત્રને ચોંટ આપે તેવો સમર્થ છે. આગમસાહિત્યમાં જ – નાયાધમ્મકહા, ઉવાસગદસા, અંતગડદસા, અનુત્તરોપપાતિકદસા, વિપાકસૂત્ર, નિરયાવલિકા, કલ્પવતંસિકા, પુફિયા, પુચૂલિયા અને વહિદસા એટલા આગમસૂત્રો તો પ્રત્યક્ષતયા કથાનુયોગનું પ્રાધાન્ય ધરાવે જ છે. જ્યારે ઉવવાઈ અને રાયપૂસેણિય એ બંને આગમોમાં દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગની ગુંથણી હોવા છતાં પ્રધાનતા તો કથાનુયોગની જ છે. વળી વિશાળકાય રૂપ ધરાવતા ભગવતીજી અંગ સૂત્રોમાં અનેક કથાઓ વણી લેવામાં આવી છે. તો ઉત્તરાધ્યયન સૂત્ર પણ કથાથી સમૃદ્ધ બનેલ છે. સમવાય અંગસૂત્ર ઉત્તમપુરુષોના ચરિત્રોમાં અનેક પૂરક માહિતી પૂરી પાડે છે. તો આચારાંગને જોયા વિના ભગવંત મહાવીરના કથા અણસ્પર્શી જ રહે. દ્રવ્યાનુયોગ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ - આગમ કથાનુયોગ-૫ પ્રાધાન્ય છતાં આદ્રકુમાર આદિ માટે સૂયગડાંગ જોવું જ રહ્યું અને પદાર્થોની એકથી દશની ગણના છતાં ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં કથા તો મળે જ છે. ગણિતાનયોગ પ્રાધાન્ય છતાં જંબુદ્દીવપન્નત્તિ સૂત્ર વિના ભગવંત ઋષભનું ચરિત્ર અને ભરતચક્રવર્તી કથા અધૂરી જ રહી હોત. તો જીવ–અજીવ આદિ પદાર્થોની પ્રજ્ઞાપના કરતા જીવાજીવાભિગમની વૃત્તિ પણ ક્યાંક ક્યાંક કથાઓનું દર્શન કરાવવાનું ચૂક્યું નથી. ચાર મૂળસૂત્રોમાં આવશ્યક સૂત્રની પંચાંગી તો લખલૂંટ ખજાના જેવું છે. આગમોમાં સૌથી વિપુલ સાહિત્ય જો ક્યાંય પ્રાપ્ત થતું હોય તો તે છે આવશ્યક સૂત્રના ચૂર્ણિ–વૃત્તિ–ભાષ્ય અને નિર્યક્તિ તેની સાથે સાથે ઓઘ અને પિંડનિર્યુક્તિ પણ આચારની સમજ આપતી વેળા વિવિધ દોષોનો નિર્દેશ કરતા અનેક દૃષ્ટાંતો પૂરા પાડે જ છે. પણ જો દૃષ્ટાંતમાળાની ગુંથણી જ કરવી હોય તો નિશીથ, બૃહત્કલ્પ, વ્યવહાર અને જીતકલ્પ સૂત્રના ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ જેટલી વિપુલ માહિતી તો અંગસૂત્ર અને ઉપાંગસૂત્રો પણ પૂરી પાડતા નથી. મહાનિશીથ સૂત્ર તો સચોટ કથાના વૈભવરૂપ છે જ. તો સાસુયાબંધ છેદસૂત્ર એ શ્રેણિક_ચેaણા દ્વારા ભગવંત વંદનાર્થે જતા શ્રાવકોની ઋદ્ધિનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડેલ છે. નંદી આદિ ચૂલિકા સૂત્ર પણ કથાનકથી અણસ્પર્ધ્યા નથી જ તો પન્ના સૂત્ર પણ કથાનો અંગુલિ નિર્દેશ તો કરે જ છે. આટલા બધાં આગમોમાં કથાઓના વર્ણનથી આપણે સહેજે એવો વિચાર સૂરે કે, અધધ ! આટલું કથાસાહિત્ય છે આપણી પાસે ? તો તમને ભગવંતના શાસનકાળ વખતના એક માત્ર નાયાધમ્મકહા સૂત્ર સુધી અવશ્ય દોરી જવા પડશે. જ્યારે નાયાધમ્મકહા સૂત્રનું કદ ૫,૭૬,૦૦૦ શ્લોક પ્રમાણ હતું ત્યારે તેમાં નાની-મોટી થઈને સાડા ત્રણ કરોડ કથાઓ હતી. આ તો થઈ માત્ર એક જ અંગસૂત્રની વાત. બીજા સૂત્રોમાં આવતી કથાઓ તો અલગ. તેની સામે અમે વર્તમાનકાલીન આગમોમાં પીસ્તાળીસે આગમ, તેની પ્રાપ્ત નિર્યુક્તિ. ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ આદિ બધું જ સાહિત્ય એકઠું કરીને એક–એક પાત્રની માહિતીને એક જ સ્થાને સંગ્રહિત કરી તો પણ મળ્યા માત્ર ૮૫ર કથાનક અને ૧૮૭ દૃષ્ટાંતો ખેર ! છેદસૂત્રો અને આવશ્યક સૂત્રનું વિવેચન સાહિત્ય ફંફોસતા દૃષ્ટાંતોની સંખ્યા હજી વધી શકે છે. પણ ક્યાં સાડા ત્રણ કરોડનું કથા સાહિત્ય અને ક્યાં આજે મળતી | માંડ-માંડ હજાર–બારસો કથાઓ !!! તો પણ મને સંતોષ છે કે, પૂજ્યપાદુ આગમોદ્ધારક શ્રી આનંદસાગર સૂરિશ્વરજીના અધૂરા રહી ગયેલા સ્વપ્નોને પરિપૂર્ણ કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું અને અનેકાનેક પૂજ્ય શ્રી, શ્રમણીર્વાદ અને શ્રુતપ્રેમીઓના દ્રવ્યભાવયુક્ત સહકાર, પ્રેરણા, ભાવના, આશીર્વાદ અને પ્રાર્થનાઓના પ્રેરકબળોથી ગણધર કૃત્ શબ્દોને પુનઃ શબ્દદેહ અપ કિંચિત્ ચેતના પૂરી શક્યો છું. – મુનિ દીપરત્નસાગર Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૩૩. બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ નમો નમો નિમ્મલદંસણસ શ્રી આનંદ ક્ષમા લલિત સુશીલ સુધર્મસાગર ગુરૂભ્યો નમ: આઝા-કથાનુયોગ-પ્રા ખંડ-૪ શ્રાવક કથાનક આગમ કથાનુયોગનો આ ચોથો ખંડ શ્રાવક કથાનકોને સમાવે છે. શ્રાવકો માટે વપરાયેલ આગમિક શબ્દ “શ્રમણોપાસક" છે. અલબત્ત શ્રાવક શબ્દ પણ આગમમાં સ્વીકૃત છે જ. વ્યુત્પત્તિ દૃષ્ટિએ તો “શ્રમણની ઉપાસના કરે તે શ્રમણોપાસક" જેવી વ્યાખ્યા જોવા મળે છે. તેમજ શ્રાવક એટલે – “અણુવ્રત પ્રતિપત્ર” અથવા “ધર્મશાસ્ત્ર શ્રવણ કરે તે” જેવી વ્યાખ્યા મળે છે. પણ અહીં આપણે વ્યાખ્યા કે પરિભાષામાં ડોકીયું કરવાને બદલે સર્વ સ્વીકૃત શ્રમણોપાસક અર્થમાં જ શ્રાવક કથા લીધેલ છે. કથા રજુઆત પદ્ધતિ - ખંડ-૨ શ્રમણ કથા અને ખંડ–શ્રમણી કથામાં સ્વીકૃત પદ્ધતિ અનુસાર અહીં પણ એ જ પદ્ધતિએ કથાઓની રજૂઆત કરી છે– (૧) મૂળ આગમની કથા - આગમના ક્રમાનુસાર લખાયેલ છે. (૨) નિયુક્તિ કે ભાષ્ય કે ચૂર્ણ કે વૃત્તિમાંથી લેવાયેલ કથાઓને અ-કારાદિ ક્રમે નામો પ્રમાણે રજૂ કરેલ છે. એક તફાવત - શ્રેણિકનું કથાનક અનેક મૂળ-આગમો અને વૃતિ આદિમાં આવે છે. તેને મૂળ આગમ અનુસારની કથા પછી અને નિયુક્તિ આદિની કથાઓની પહેલાં, એ રીતે રજૂ કરેલ છે. Jain ... .chternational Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આગમ કથાનુયોગ-૫ ૦ લેપ શ્રાવકની કથા : - ધર્મોપદેખા તીર્થકર મહાવીરના તે કાળમાં તથા તે સમયમાં રાજગૃહ નામે નગર હતું. તે ઋદ્ધ, સ્તિમિત તથા સમૃદ્ધ હતું – યાવત્ – ઘણું જ સુંદર હતું. તે રાજગૃહ નગરની બહાર ઇશાન ખૂણામાં નાલંદા નામની બાહિરિકા-ઉપનગરી હતી, તે અનેક સેંકડો ભવનોથી સુશોભિત હતી – યાવત્ પ્રતિરૂપ હતી. તે નાલંદા ઉપનગરીમાં લેપ નામે એક ગાથાપતિ રહેતો હતો. તે ઘણો જ ધનાય, દીપ્ત અને પ્રસિદ્ધ હતો. તે વિસ્તીર્ણ વિપુલ ભવનો, શયન, આસન, યાન અને વાહનોથી પરિપૂર્ણ હતો. તેની પાસે પ્રચૂર ધનસંપત્તિ અને સોનું તથા ચાંદી હતા. તે ધનાર્જનના ઉપાયોનો જ્ઞાતા અને અનેક પ્રયોગોમાં કુશળ હતો. તેને ત્યાંથી ઘણું જ ભોજન અને પાન લોકોને આપવામાં આવતું હતું. તે ઘણાં જ દાસીઓ, દાસો, ગાયો, ભેંસો અને બકરીઓનો સ્વામી હતો. તથા અનેક લોકોથી પરાભવ ન પામતો એવો–અપરાભૂત હતો. તે લેપ ગાથાપતિ શ્રમણોપાસક પણ હતો. તે જીવ–અજીવનો જ્ઞાતા હતો. આશ્રવ, સંવર, વેદન, નિર્જરા, અધિકરણ, બંધ અને મોક્ષના તત્ત્વજ્ઞાનમાં કુશળ હતો. તે દેવગણોથી સહાયતા લેતો ન હતો, દેવગણ તેને વિચલિત કરવામાં સમર્થ પણ ન હતા. તે લેપ શ્રમણોપાસક અન્ય દર્શનોની આકાંક્ષા કે ધર્માચરણના ફળની આકાંક્ષાથી દૂર હતો. તેને ધર્માચરણના ફળમાં કોઈ સંદેહ ન હતો. વળી તે ગુણીજનોની નિંદાજગુપ્તાથી દૂર રહેતો હતો. તે લબ્ધાર્થ હતો. તે ગૃહિતાર્થ હતો, તે પૃષ્ટાર્થ હતો. તે વિનિશ્ચિતાર્થ હતો. તેમજ તે અભિગૃહિતાર્થ હતો. ધર્મ કે નિગ્રંથ પ્રવચનના અનુરાગથી તેની અસ્થિ અને મજ્જા રંગેલ હતા અર્થાત્ ધર્મ તેને અસ્થિમજ્જાવત્ પરિણમેલો હતો. તે દઢપણે માનતો હતો કે આ નિર્ચથપ્રવચન જ સત્ય છે, એ જ પરમાર્થ છે. તેના સિવાય શેષ સર્વે દર્શન અનર્થરૂપ છે. તે લેપ ગાથાપતિનો સ્ફટિક જેવો નિર્મળ યશ ચારે તરફ ફેલાયેલો હતો. તેના ઘરના મુખ્ય દ્વાર યાચકો માટે હંમેશાં ખુલ્લા રહેતા હતા. રાજાના અંતઃપુરમાં પણ તેનો પ્રવેશ નિષિદ્ધ ન હતો, તેટલો તે વિશ્વસ્ત હતો. તે ચૌદશ, આઠમ, અમાસ અને પૂર્ણિમાના દિવસે પ્રતિપૂર્ણ પૌષધનું સમ્યક પ્રકારે પાલન કરતો એવો શ્રાવકધર્મનું આચરણ કરતો હતો. તે શ્રમણોને તથાવિધ, શાસ્ત્રોક્ત, નિર્દોષ, એષણીય એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ચાર પ્રકારના દાન વડે પ્રતિલાભિત કરતો હતો. તે ઘણાં જ શીલગુણવ્રત તથા હિંસાદિથી વિરમવારૂપ અણુવ્રત, તપશ્ચરણ, ત્યાગ, નિયમ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિથી પોતાના આત્માને ભાવિત કરતો ધર્માચરણમાં રત રહેતો હતો. તે લેપ ગાથાપતિની ત્યાંજ શેષદ્રવ્યા નામની એક ઉદક શાળા હતી, જે રાજગૃહની ઉપનગરી નાલંદાની બહાર ઇશાનખૂણામાં રહેલી હતી. તે ઉદકશાળા અનેક પ્રકારના સેંકડો સ્તંભો પર રહેલી હતી. ઘણી મનોરમ તેમજ અતીવ સુંદર હતી. તે શેષદ્રવ્યા નામની ઉદકશાળાના ઈશાન ખૂણામાં હસ્તિયામ નામે એક વનખંડ હતું, તે વનખંડ કાળા વર્ણ સદશ લાગતું હતું. ઇત્યાદિ વર્ણન ઉજવાઈ સૂત્ર અનુસાર જાણવું. Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૩૫ કોઈ વખતે આ લેપ ગાથાપતિના વનખંડમાં (ત્યાંની વસતિ–સ્થાનમાં) ગૌતમ ગણધર પધાર્યા. – ૪ – ૮ – ૮ – ભ.પાર્શના શાસનના ઉદકપેઢાલપુત્ર પણ ત્યાં પધાર્યા. – ૪ – ૪ – ૪ – તેઓને શ્રમણોપાસક દ્વારા કરાતા પ્રત્યાખ્યાન સંબંધે, પ્રત્યાખ્યાનના સુપ્રત્યાખ્યાનપણા વિશે, તેના ભંગ વિશે, ત્રસ અને સ્થાવર પ્રાણી વિશે, પ્રાણાતિપાતના દેશ વિરમણ સંબંધે, ધર્મોપદેશ માટેની પાત્રતા વિષયે, અણુવ્રત. સ્વીકાર સંબંધે ઇત્યાદિ અનેક સંવાદ થયેલા. (જેનો ઉલ્લેખ ગૌતમ અને ઉદક પેઢાલપુત્રની કથામાં કરાયેલ છે.) ૦ આગમ સંદર્ભ :સૂય. ૭૯૪, ૭૯૫ + : સૂય યૂ. ૪૫૦, ૪૫૧; ૦ ઋષિભદ્રપુત્ર શ્રાવકની કથા : તે કાળે, તે સમયે આલભિકા નામની નગરી હતી. શંખવન ચૈત્ય હતું. તે આલભિકા નગરીમાં ઋષિભદ્રપુત્ર આદિ ઘા શ્રમણોપાસક રહેતા હતા. જે ધનાઢ્ય – યાવત્ – કોઈથી પરાભવને પ્રાપ્ત ન કરવા તથા જીવ–અજીવ તત્ત્વોના જ્ઞાતા હતા – યાવત્ – યથાવિધિ ગ્રહણ કરેલ પોકર્મથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ૦ દેવસ્થિતિ વિષયક ચર્ચા : ત્યારપછી કોઈ એક દિવસ એક સ્થાને એકત્રિત થયેલા અને સાથે મળીને બેઠેલા તે શ્રમણોપાસકોને આ પ્રકારની ખાવી ચર્ચા થઈ કે, હે આર્યો ! દેવલોકોમાં દેવોની કેટલી સ્થિતિ (આયુષ્ય) બતાવેલ છે ? ત્યારે દેવસ્થિતિ સંબંધી વિષયથી જ્ઞાત એવા તે ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, હે આર્યોદેવલોકમાં દેવોની જઘન્યસ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે અને ત્યારપછી એક સમય અધિક, બે સમય અધિક, ત્રણ સમય અધિક – થાવત્ – દશ સમય અધિક, સંખ્યાત સમય અધિક, અસંખ્યાત સમય અધિક કરતા– કરતા ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેવાઈ છે. તેનાથી અધિક સ્થિતિવાળા દેવ કે દેવલોક નથી. અર્થાત્ વિચ્છિન્ન થાય છે. ત્યારે તે શ્રમણોપાસકો ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક દ્વારા આ પ્રમાણે કહેવાયેલ – થાવત્ – પ્રરૂપિત કથનની શ્રદ્ધા કરતા નથી, પ્રતીતિ કરતા નથી અને રૂચિ કરતા નથી. પણ અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિ બતાવતા જે દિશાથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા. ૦ ભગવંત મહાવીરનું આગમન-શ્રાવકોનું ત્યાં જવું :- તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – પધાર્યા – યાવત્ – પર્ષદા પર્યપાસના કરવા લાગી. ત્યારપછી આ વૃત્તાંતને સાંભળીને તે શ્રમણોપાસકોએ હર્ષિત અને સંતુષ્ટ થઈને એકબીજાને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ - આલાભકા Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આગમ કથાનુયોગ-૫ : , હકીએ નગરમાં યથાપ્રતિરૂપ અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા ચરી રહ્યા છે. હે દેવાનુપ્રિય ! તથારૂપ અરિહંત ભગવંતોનું નામ અને ગોત્રને સાંભળવા માત્રથી જ્યારે મહાનું ફળ પ્રાપ્ત થાય છે, તો તે આયુષ્યમાન્ ! તેમની પાસે જવાથી, તેમને વંદનનમન કરવાથી, તેમને પ્રશ્ન પૂછવા અને તેમની પર્યપાસના કરવાના ફળ વિશે તો કહેવાનું જ શું હોય ? જયારે ધર્માચાર્ય ભગવંતોનું એક સુવચન સાંભળવાથી મંગળરૂપ ફળની પ્રાપ્તિ સંભવ છે, તો તેમના દ્વારા કહેવાયેલ વિપુલ અર્થોને ગ્રહણ કરવાના વિષયમાં તો કહેવાનું જ શું હોય ? -- તેથી હે દેવાનપિયો ! આપણે બધાં જઈએ અને શ્રમણ ભગવંત મહાવીરને વંદના-નમસ્કાર કરીએ. તેમનું સત્કાર-સમાન કરીએ અને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ તેમની પપાસના કરીએ. એ પ્રમાણે વંદન–મુસ્કાર કરવા પર ભવ અને આ ભવમાં હિતને માટે, સુખને માટે, શાંતિને માટે, જન્માંતર નિશ્રેયસ–પરમ કલ્યાણ પ્રાપ્તિને માટે કારણરૂપ થશે – આ પ્રમાણે વિચાર કરી પરસ્પર એકબીજાએ તે વાતનો સ્વીકાર કર્યો અને પોતપોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. ત્યારપછી ઘેર આવીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને મંગલરૂપ કૌતુક અને પ્રાયશ્ચિત્ત કરીને, શુદ્ધ-પ્રવેશોચિત, મંગલરૂપ, ઉત્તમ વસ્ત્રો પહેર્યા અને મહામૂલ્યવાનું એવા અલ્પ આભૂષણોથી શરીરને વિભૂષિત કરી પોતપોતાના ઘેરથી નીકળ્યા. નીકળીને એક સ્થાને એકઠા થયા, મળ્યા. મળીને પગે ચાલીને આલોભિકા નગરીની વચ્ચોવચ્ચથી નીકળ્યા. – નીકળીને શંખપન ચૈત્યમાં જ્યાં શ્રમણ ભગવંત મહeીર બિરાજી રહ્યા હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને – યાવત્ ત્રદા પ્રકારની પર્યપાસના દ્વારા તંગિકાનગરીના શ્રાવકોની માફક – યાવત્ – પર્યપાસના કરવા લાગ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે આ શ્રમણોપાસકોને અને આ મોટી પર્ષદાને ધર્મ કહ્યો – યાવત્ – ધર્મ પાલન કરી આજ્ઞાના આરાધક થયા. ૦ શ્રમણોપાસકનું ભ.મહાવીર દ્વારા સમાધાન : ત્યારપછી તે શ્રમણોપાસક શ્રમણ ભગવંત મવીર પાસેથી ધર્મશ્રવણ કરી અને અવધારિત કરીને હર્ષિત, સંતુષ્ટ થા-વતા પોતપોતાના સ્થાનેથી ઊભા થયા ઊભા થઈને શ્રમણ ભગવંત પીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા હે ભગવન્! ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકે અમને એ પ્રમાણે કહ્યું છે – યાવત - પ્રરૂપણા કરી છે કે, હે આર્યો! દેવલોકોમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે, ત્યારપછી એક સમય અધિક – યાવત્ – ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની કહી છે ત્યારપછી દેવલોક અને દેવ બુચ્છિન્ન થાય છે તો હે ભગવન્! આ પ્રમાણે કઈ રીતે હોઈ શકે ? Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા હે આર્યો ! આ પ્રમાણે સંબોધિત કરી શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, હે આર્યો ! ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકે જે તમને આ પ્રમાણે કહ્યું, યાવત્ – પ્રરૂપણા કરી છે કે, દેવલોકોમાં દેવોની જઘન્યસ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે અને તેથી આગળ એક સમયમાં અધિક – યાવત્ – ત્યારપછી દેવ અને દેવલોક વ્યચ્છિન્ન થઈ જાય છે. આ કથન સત્ય છે યથાર્થ છે. ૩૭ - હે આર્યો ! હું પણ આ પ્રમાણે કહું છું – યાવત્ – પ્રરૂપણા કરું છું કે, હે આર્યો ! દેવલોકોમાં દેવોની જઘન્યસ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે અને ત્યારપછી એક સમય અધિક, બે સમય અધિક, ત્રણ સમય અધિક યાવત્ – સંખ્યાત સમય અધિક, અસંખ્યાત સમય અધિક વધતા—વધતા ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ત્યારપછી દેવ અને દેવલોક વ્યચ્છિન્ન થઈ જાય છે આ કથન સત્ય છે. ત્યારપછી તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીરની આ વાત સાંભળીને અને અવધારિત કરી શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કરે છે, વંદન—નમસ્કાર કરીને ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકની પાસે આવ્યા, આવીને ઋષિભદ્રપુત્રને વંદનનમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરીને આ અર્થને માટે સમ્યક્ પ્રકારે વારંવાર ક્ષમા માંગે છે. ત્યારપછી તે શ્રમણોપાસકોએ પ્રશ્નો પૂછયા, પૂછીને અર્થ ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા. વંદનનમસ્કાર કરીને જે દિશાથી આવ્યા, તે તરફ પાછા ચાલ્યા ગયા. - - ૦ ઋષિભદ્રપુત્ર વિષયક ગૌતમસ્વામીના પ્રશ્ન : હે ભગવન્ ! આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન– નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્ ! ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક શું આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને અને ગૃહત્યાગ કરીને અણગાર પ્રવ્રજ્યા ધારણ કરવા સમર્થ છે ? ભગવંતે કહ્યું, હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પણ તે ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક ઘણાં જ શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પૌષધોપવાસો વડે અને યથાયોગ્ય વિધિથી સ્વીકારેલ તપોકર્મો દ્વારા આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને, માસિક સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરીને અનશન દ્વારા સાઈઠ ભક્તોનો ત્યાગ કરીને, આલોચના પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને, મરણ કાળે કાળ કરીને સૌધર્મકલ્પના અરુણાભ વિમાનમાં દેવરૂપમાં ઉત્પન્ન થશે. ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની હોય છે ત્યાં ઋષિભદ્રપુત્ર દેવની પણ સ્થિતિ ચાર પલ્યોપમની થશે. ગૌતમસ્વામીએ પુનઃ પ્રશ્ન પૂછ્યો, હે ભગવન્ ! આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી અનંતર તે ઋષિભદ્રપુત્ર દેવ તે દેવલોકથી ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને તે સિદ્ધ પદ પ્રાપ્ત કરશે – યાવત્ - સર્વ દુઃખોનો અંત કરશે. હે ભગવન્ ! તે એ પ્રમાણે જ છે હે ભગવન્ ! તે એ પ્રમાણે જ છે. એ પ્રમાણે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આગમ કથાનુયોગ-૫ કહીને ભગવાન ગૌતમ – યાવતુ – આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસ આલભિકા નગરીથી, શંખવન ચૈત્યથી નીકળીને બાહ્ય જનપદોમાં વિચરવા લાગ્યા. ૦ આગમ સંદર્ભ :ભગ. પર૫ થી પર, ૦ શંખ અને પુષ્કલી શ્રાવકની કથા : તે કાળે અને તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. નગરનું વર્ણન કરવું. કોષ્ઠક નામક ચૈત્ય હતું. તે શ્રાવતી નગરીમાં શંખ આદિ ઘણાં શ્રમણોપાસક નિવાસ કરતા હતા. જે ધનાઢય – યાવત્ - અનેક લોકો અથવા કોઈથી પણ પરાભવને પ્રાપ્ત ન થનારા, જીવ–અજીવ આદિ તત્ત્વોના જાણકાર – યાવતું – યથાવિધિ ગૃહીત તપોકર્મથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તે શંખ શ્રમણોપાસકની ઉત્પલા નામની પત્ની હતી. તે સુકુમાર હાથ–પગ વાળી – યાવત્ – સુરૂપ અને જીવાજીવ તત્ત્વોની જ્ઞાતા શ્રમણોપાસિકા હતી – યાવત્ – યથાપરિગૃહિત તપોવિધિથી આત્માને ભાવિત કરતી વિચરણ કરતી હતી. તે શ્રાવતી નગરીમાં પુષ્કલી નામનો પણ શ્રમણોપાસક રહેતો હતો. જે ધનાઢ્ય - યાવત્ – અપરિભૂત હતો. તથા જીવાજીવ તત્ત્વોનો જાણકાર – યાવત્ – યથારૂપે અંગીકાર કરેલા તપોકમથી આત્માને ભાવિત કરતો વિચરી રહ્યો હતો. ૦ ભગવંત મહાવીરનું આગમન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્ષદા નીકળી – યાવત્ – પર્યાપાસના કરવા લાગી. ત્યારે તે શ્રમણોપાસક આ સંવાદને સાંભળીને આલબિકા નગરીના શ્રાવકોની માફક – યાવત્ – પર્યાપાસના કરવા લાગ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકો અને મોટી પર્ષદાને ધર્મોપદેશ આપ્યો – યાવત્ – પર્ષદા પાછી ફરી. - ત્યારપછી તે શ્રમણોપાસકોએ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરી, હૃદયમાં અવધારિત કરી અને હર્ષિત–સંતુષ્ટ થયા. શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને પ્રશ્નો પૂછયા. પ્રશ્નો પૂછીને તેના અર્થને ગ્રહણ કર્યો. અર્થ ગ્રહણ કરીને પોતપોતાના સ્થાનેથી ઊભા થયા અને ઊભા થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી, કોષ્ટક ચૈત્યથી નીકળ્યા. નીકળીને જે તરફ શ્રાવસ્તી નગરી હતી, તે તરફ ચાલવા લાગ્યા. ૦ શંખની પૌષધની આરાધના : ત્યારપછી શંખ શ્રમણોપાસકે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! તમે લોકો પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર બનાવડાવો. ત્યારપછી આપણે બધાં તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારનું આસ્વાદન કરતા, વિશેષરૂપે સ્વાદ લેતા, પરસ્પર આપતા અને ખાતા, પછી પાક્ષિક પૌષધનું અનુપાલન કરતા Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૩૯ વિચરણ કરીશું. ત્યારપછી તે શ્રમણોપાસકોએ શંખ શ્રમણોપાસકની વાતનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ત્યારપછી તે શંખ શ્રમણોપાસકને આવા પ્રકારનો આ માનસિક વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – મારે તે વિપુલ અશન – યાવત – સ્વાદિમ આહારનું આસ્વાદન કરતા, વિસ્વાદન કરતા, આપતા અને ખાતા એવા પાક્ષિક પૌષધનું અનુપાલન કરતા વિચરણ કરવું ઉચિત નથી. પરંતુ પૌષધ શાળામાં બ્રહ્મચર્યપૂર્વક, સુવર્ણમણિ આદિનો ત્યાગ કરી, માળા, વર્ણક, વિલેપનને છોડીને અને મૂસલ આદિ શસ્ત્રોને એક તરફ રાખીને એકાકી રહીને, બીજા કોઈની સહાયતા ન લઈને, દર્ભ સંસ્કારક પર બેસીને પૌષધ વ્રતનો સ્વીકાર કરીને વિચરણ કરવું શ્રેયસ્કર છે. આ પ્રમાણેનો વિચાર કર્યો, વિચાર કરી શ્રાવતી નગરીમાં જ્યાં પોતાનું ઘર હતું અને જ્યાં ઉત્પલા શ્રમણોપાસિકા રહેતી હતી ત્યાં આવ્યો. આવીને ઉત્પલા શ્રમણોપાસિકાને પૂછયું, પૂછીને જ્યાં પૌષધશાળા હતી, ત્યાં આવ્યો, આવીને પૌષધશાળામાં પ્રવેશ કર્યો. કરીને પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને ઉચ્ચાર પ્રસ્ત્રવણ પરઠવાની જગ્યા જોઈ અને જોઈને પછી દર્ભ–સંસ્તારકને બિછાવ્યો. તેની પર બેઠો. બેસીને પૌષધશાળામાં પૌષધ ગ્રહણ કરી બ્રહ્મચર્યપૂર્વક – યાવત્ - પાક્ષિક પૌષધની અનુપાલના કરતા વિચરવા લાગ્યા. ૦ વિપુલ અશનાદિકરણ અને શંખને નિમંત્રણ : ત્યારપછી તે શ્રમણોપાસક શ્રાવસ્તી નગરીમાં પોતપોતાને ઘેર આવ્યા, આવીને તેઓએ વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર તૈયાર કરાવ્યો. કરાવીને પરસ્પર એકબીજાને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! વાત આ પ્રમાણે છે કે, આપણે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર તૈયાર કરાવેલ છે, પણ હજી સુધી શંખ શ્રમણોપાસક આવેલ નથી. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે શંખ શ્રમણોપાસકને બોલાવવો શ્રેયસ્કર છે. ત્યારપછી પુષ્કલી શ્રમણોપાસકે તે શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! આપ શાંતિપૂર્વક વિશ્રામ લો. હું શંખ શ્રમણોપાસકને બોલાવું છું. આ પ્રમાણે કહીને તે શ્રમણોપાસકો પાસેથી નીકળ્યો, નીકળીને શ્રાવસ્તીનગરીના મધ્યભાગમાંથી ચાલતા–ચાલતા જ્યાં શંખ શ્રમણોપાસકનું ઘર હતું, ત્યાં આવ્યો. આવીને શંખ શ્રાવકના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારે ઉત્પલા શ્રમણોપાસિકાએ પુષ્કલી શ્રમણોપાસકને આવતો જોયો, જોઈને હર્ષિત અને સંતુષ્ટ થઈ આસનેથી ઉઠી અને સાત-આઠ ડગલા તેની સન્મુખ આવી, સન્મુખ આવીને પુષ્કલી શ્રમણોપાસકને વંદન–નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરીને આસન ગ્રહણ કરવાને માટે આમંત્રિત કર્યા અને ત્યારપછી આ પ્રમાણે બોલી– હે દેવાનુપ્રિય ! આપના આગમનનું પ્રયોજન જણાવશો ? ત્યારે પુષ્કલી શ્રમણોપાસકે પોતાના આગમનનું પ્રયોજન જણાવ્યું ત્યારે ઉત્પલા. Page #41 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ શ્રમણોપાસિકાએ તેને આમ કહ્યું, હે દેવાનુપ્રિયા ! શંખ શ્રમણોપાસક પૌષધશાળામાં પૌષધ ગ્રહણ કરીને બ્રહ્મચારી થઈને – યાવત્ – વિચરણ કરી રહેલ છે. ત્યારપછી પુષ્કલી શ્રમણોપાસક પૌષધશાળામાં શંખ શ્રમણોપાસક પાસે આવ્યો, આવીને ગમનાગમન સંબંધી પ્રતિક્રમણ કરીને પછી શંખ શ્રમણોપાસકને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે, અમે વિપુલ પરિમાણમાં અશન – યાવતુ – સ્વાદિમ ભોજન બનાવડાવેલ છે. તેથી હે દેવાનુપ્રિય ! આવો, આપણે જઈએ અને તે વિપુલ અશન –ચાવત્ – સ્વાદિમ ભોજનનો આસ્વાદ લેતા – યાવત્ – પૌષધવતની અનુપાલના કરતા વિચારીએ. ૦ શંખે કરેલ નિષેધ અને અન્ય શ્રાવકો દ્વારા અશનાદિ ભોગ : ત્યારે શંખ શ્રમણોપાસકે પુષ્કલી શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય તે વિપુલ અશન – યાવત્ – સ્વાદિમ આહારનું આસ્વાદન કરતા – યાવત્ – પાલિક પૌષધની પ્રતિજાગરણા કરતા વિચરવું મને કલ્પતું નથી, પરંતુ મને તો પૌષધશાળામાં પૌષધવ્રતી થઈને – યાવત્ – પાક્ષિક પૌષધની અનુપાલના કરતા વિચરણ કરવું કહ્યું છે. તેથી હે દેવાનુપ્રિય ! તમે લોકો ઇચ્છાનુસાર તે વિપુલ અશન – યાવત્ – સ્વાદિમ ભોજનનું આસ્વાદન કરતા – યાવત્ – પાક્ષિક પૌષધનું પાલન કરતા વિચરણ કરો. ત્યારપછી તે પુષ્કલી શ્રમણોપાસક પૌષધશાળામાંથી અને શંખ શ્રમણોપાસક પાસેથી નીકળ્યો, નીકળીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચથી જતો એવો જ્યાં અન્ય શ્રમણોપાસકો હતા, ત્યાં આવ્યો અને આવીને તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! પૌષધશાળામાં તે શંખ શ્રમણોપાસક પૌષધ વ્રત ગ્રહણ કરીને – થાવત્ – વિચરે છે. તેથી હે દેવાનુપ્રિયો ! તમે યથેચ્છા વિપુલ અશન – યાવત્ – સ્વાદિમ ભોજનનું આસ્વાદન કરતા – યાવત્ – પાક્ષિક પૌષધ સંબંધી પ્રતિજાગરણા કરતા વિચરણ કરો, શંખ શ્રમણોપાસક તો જલ્દી આવી શકશે નહીં. ત્યારપછી તે શ્રમણોપાસક તે વિપુલ અશન – યાવત્ – સ્વાદિમ આહારનો આસ્વાદ લેતા – યાવત્ – વિચરતા હતા. ૦ શંખ દ્વારા ધર્મજાગરણા : ત્યારપછી મધ્યરાત્રિના સમયે ધર્મજાગરણા કરતા તે શંખ શ્રમણોપાસકને આવા પ્રકારનો આ – યાવત્ – આધ્યાત્મિક સંકલ્પ ઉત્પન્ન થયો. આગામી કાલ રાત્રિનું પ્રભાતરૂપમાં પરિવર્તિત થાય – યાવત્ – સૂર્યોદય પછી અનંતર સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજ સહિત પ્રકાશિત થયા પછી શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરીને – યાવત્ – પર્યપાસના કરીને ત્યાંથી પાછા આવીને પાક્ષિક પૌષધનું પારણું કરવું મારા માટે શ્રેયસ્કર છે – આવો વિચાર કર્યો. એ પ્રમાણે વિચારીને બીજે દિવસે રાત્રિનું પ્રભાતરૂપ થયું – યાવત્ – સૂર્યોદય પછી જાજ્વલ્યમાન તેજથી સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા પછી પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને શુદ્ધ, પ્રવેશયોગ્ય, મંગલરૂપ ઉત્તમ વસ્ત્રો પહેરીને પોતાના ઘેરથી Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૪૧ નીકળ્યો. નીકળીને પગે ચાલીને શ્રાવસ્તી નગરીના મધ્ય ભાગથી થઈને કોષ્ઠક ચૈત્યમાં બિરાજમાન શ્રમણ ભગવંત મહાવીરની પાસે આવ્યો. આવીને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને ત્રિવિધ પર્યાપાસના દ્વારા પર્યુપાસના કરવા લાગ્યો. ત્યારપછી તે શ્રમણોપાસકો બીજે દિવસે રાત્રિનું પ્રભાત રૂપ થયું – યાવત્ – સૂર્યોદય થયા પછી જાજ્વલ્યમાન તેજસહિત સહસ્રરહિમ દિનકરના પ્રકાશિત થયા પછી હાથા, બલિકર્મ કર્યું – યાવત્ – મૂલ્યવાનું પણ ઓછા આભુષણોથી શરીરને અલંકૃત કરીને પોતપોતાના ઘરોથી નીકળ્યા. નીકળીને એક સ્થાને એકત્રિત થયા, થઈને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈને કોષ્ઠક ચૈત્યમાં શ્રમણ ભગવંત મહાવીર જ્યાં બિરાજતા હતા. તે સ્થાને આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરની – યાવત્ – ત્રિવિધ પર્યપાસના વડે પર્યપાસના કરવા લાગ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને અને મોટી પાર્ષદાને ધર્મ કહ્યો – યાવત્ – તેઓ આજ્ઞાના આરાધક થયા. ૦ શ્રમણોપાસક દ્વારા કરાતા શંખનો તિરસ્કારનું ભગવંત દ્વારા નિવારણ : ત્યારપછી તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરીને અને અવધારીને હર્ષિત–સંતુષ્ટ થઈને આસનેથી ઊભા થયા, ઊભા થઈને તેઓએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને શંખ શ્રમણોપાસકની પાસે આવ્યા. આવીને શંખ શ્રાવકને આમ કહ્યું હે દેવાનુપ્રિય! તમે કાલે પોતે જ અમને આ પ્રમાણે કહેલું હતું કે, હે દેવાનુપ્રિયો! તમે વિપુલ અશન – યાવત્ – સ્વાદિમ ભોજન બનાવો – યાવત્ – ખાતા એવા પાલિક પૌષધની અનુપાલના કરતા વિચરણ કરીશું. પણ ત્યારપછી તમે પૌષધશાળામાં – યાવત્, – પાક્ષિક પૌષધની પ્રતિ જાગરણા કરતા વિચર્યા. તો હે દેવાનુપ્રિય ! તમે અમારી ઘણી જ હાંસી ઉડાવી છે. ત્યારે તે આર્યો ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને કહ્યું, હે આર્યો ! તમે શંખ શ્રમણોપાસકની હીલના, નિંદા, હિંસા, ગહ અને અવમાનના ન કરો. શંખ શ્રમણોપાસક ધર્મના વિષયમાં પ્રીતિવાળો અને દઢતાવાળો છે, તેણે સુદક્ષ જાગરણા કરી છે. ૦ જાગરિકાનું સ્પષ્ટીકરણ : હે ભગવન! આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવરને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! જાગરિકા કેટલા પ્રકારે કહી છે ? હે ગૌતમ જાગરિકા ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે – (૧) બુદ્ધ જાગરિકા, (૨) અબુદ્ધ જાગરિકા, (૩) સુદ જાગરિકા. ગૌતમસ્વામીએ ફરી પૂછયું કે, હે ભગવન્! કયા કારણે આપ આ પ્રમાણે કહો છો કે, જાગરિકા ત્રણ પ્રકારની કહી છે? જેમકે – (૧) બુદ્ધ જાગરિકા, (૨) અબુદ્ધ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આગમ કથાનુયોગ-૫ જાગરિકા અને (૩) સુદક્ષ જાગરિકા. હે ગૌતમ ! જો ઉત્પન્ન જ્ઞાન-દર્શનના ધારક અરિહંત, જિન, કેવલી, અતીત– અનાગત અને વર્તમાનના વિજ્ઞાતા, સર્વજ્ઞ–સર્વદર્શી અરહંત ભગવંત છે, તે બુદ્ધ છે તેઓ બુદ્ધ જાગરિકા જાગરણ કરે છે. હે ગૌતમ ! ઇર્યા આદિ સમિતીઓથી સમિત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી આદિ અણગાર ભગવંત છે, તેઓ અબુદ્ધ છે તે અબુદ્ધ જાગરિકા જાગરણ કરે છે. જીવાજીવ આદિ તત્ત્વોના જાણકાર – યાવત્ – યથાવિધિ ગ્રહણ કરેલ તપકર્મથી આત્માને ભાવિત કરનારા જે આ શ્રમણોપાસક છે, તે સુદક્ષ જાગરિકા જાગરણ કરે છે. તેથી હે ગૌતમ ! આ પ્રમાણે કહ્યું કે, જાગરિકા ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે છે – બુદ્ધ જાગરિકા, અબુદ્ધ જાગરિકા અને સુદક્ષ જાગરિકા. ૦ કષાય સ્વરૂપ જાણી શ્રમણોપાસકો દ્વારા શંખની ક્ષમાયાચના : ત્યારપછી શંખ શ્રમણોપાસકે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા અને વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! ક્રોધાભિભૂત જીવ શું બાંધે છે ? શું કરે છે ? શેનો ચય કરે છે ? શેનો ઉપચય કરે છે ? હે શંખ ! ક્રોધાભિભૂત જીવ આયુષ્ય સિવાયના શેષ સાત કર્મ પ્રકૃતિઓને જો તે શિથિલ બંધનવાળી હોય તો ગાઢ બંધનવાળી કરે છે, જઘન્ય સ્થિતિની પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિવાળી, મંદ અનુભાગને તીવ્ર અનુભાગવાળી અને અલ્પ પ્રદેશને બહુuદેશવાળી કરે છે. આયુષ્ય કર્મના બંધ કદાચિત્ કરે છે અને કદાચિત બંધ કરતો નથી. અસાતા વેદનીય કર્મનો પુનઃ પુનઃ ઉપચય કરે છે અને દીર્ધકાળ પર્યત અનાદિ અનંત ચતુર્ગતિરૂપ સંસાર કાંતારમાં પરિભ્રમણ કરે છે. હે ભગવન્! માનને વશવર્તી જીવ શું બાંધે છે ? શું કરે છે ? શેનો ચય કરે છે? શેનો ઉપચય કરે છે ? ક્રોધાભિભૂત જીવમાં કહ્યું તેમ – યાવત્ – સંસાર ભ્રમણ કરે છે. હે ભગવન્! માયાને વશવર્તી જીવ શું બાંધે છે ? શું કરે છે ? શેનો ચય કરે છે? શેનો ઉપચય કરે છે ? ક્રોધાભિભૂત જીવમાં કહ્યું તેમ – યાવત્ – સંસાર ભ્રમણ કરે છે. હે ભગવન્! લોભાભિભૂત જીવ શું બાંધે છે ? શું કરે છે ? શેનો ચય કરે છે? શેનો ઉપચય કરે છે ? ક્રોધાભિભૂત જીવમાં કહ્યું તેમ – થાવત્ – સંસાર ભ્રમણ કરે છે. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અર્થને સાંભળીને અને મનમાં અવધારીને ભયભીત, ત્રસ્ત, ત્રસિત, સંસાર ભયથી ઉદ્વિગ્ન થયેલા તે શ્રમણોપાસકોએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને શંખ શ્રમણોપાસક પાસે આવ્યા. આવીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ અર્થને માટે (શંખનો તિરસ્કાર કરવા બદલ) વિનયપૂર્વક વારંવાર ક્ષમા યાચના કરી. Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૪૩ ત્યારપછી તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીર સ્વામીને પ્રશ્નો પૂછીને, અર્થને ગ્રહણ કરીને, શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરે છે અને વંદન–નમસ્કાર કરીને જે દિશાથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા. ૦ શંખની દેવગતિ અને સિદ્ધિનું કથન : હે ભગવન્! આ પ્રમાણે કહીને ભગવનું ગૌતમે શ્રવણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું હે ભગવન્! શું શંખ શ્રમણોપાસક આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરવા માટે સમર્થ છે ? શેષ બધું વર્ણન ઋષિભદ્રપુત્રની સમાન જાણવું – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ જ પ્રમાણે છે. એમ કહી ગૌતમસ્વામી – યાવત્ – વિચરણ કરવા લાગ્યા. – ભગવંત મહાવીરના ૧,૫૯,૦૦૦ શ્રાવકોમાં શંખ (શતક પણ) મુખ્ય શ્રાવક થયો. તેણે ભગવંત મહાવીરના તીર્થમાં તીર્થકર નામ કર્મ બાંધ્યું. (જો કે અહીં એક મતભેદ છે – સ્થાનાંગ સૂત્ર ૮૭૦ની વૃત્તિ મુજબ - શંખનો જીવ આવતી ચોવીશીમાં ઉદય નામે સાતમાં તીર્થકર થશે. જ્યારે (ભગવતી સૂત્ર-પ૩૩ મુજબ આ શંખ શ્રાવક) મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે તેમ જણાવે છે. તત્ત્વ બહુશ્રુત જાણે. ૦ આગમ સંદર્ભ:ઠા. ૮૭૦ + વૃ; સમ. ૩૫૬, ૩૬૧; ભ. ૫૩૦ થી ૫33; ઉવા. ર૬ની વૃ; આવ.પૂ.૧–પૃ. ૧૫૯; આવ.મ.પ. ૨૦૯; – ૪ – ૪ - ૦ નાગપૌત્ર વરુણ તથા બાલમિત્ર શ્રાવકની કથા - હે ભગવન્! ઘણાં જ મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહે છે – યાવત્ - પ્રરૂપણા કરે છે કે, અનેક પ્રકારના નાના મોટા સંગ્રામોમાંથી કોઈપણ એક સંગ્રામમાં સામસામે યુદ્ધ કરતા ઘાયલ મનુષ્ય મરણ કાળમાં કાળ કરીને કોઈપણ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તો હે ભદંત ! શું આ પ્રમાણે હોય છે ? ૦ ભ.મહાવીર દ્વારા વરુણ કથા : હે ગૌતમ ! તે ઘણાં લોકો પરસ્પર જે આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, ઘણાં મનુષ્ય – યાવત્ – દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. પણ જેઓ આ પ્રમાણે કહે છે – તેઓએ મિથ્યા કથન કરેલ છે હે ગૌતમ હું તો આ પ્રમાણે કહું છું – થાવત્ – પ્રરૂપણા કરું છું કે હે ગૌતમ ! ખરેખર એ પ્રમાણે - તે કાળે અને તે સમયે વૈશાલી નામની નગરી હતી (નગરીનું વર્ણન કરવું) તે વૈશાલી નગરીમાં વરુણ નામક નાગપૌત્ર રહેતો હતો. જે ધનાઢ્ય – યાવત્ – અપરાભૂત હતો. તે શ્રમણોપાસક હતો, જીવ–અજીવ તત્ત્વોનો જ્ઞાતા હતો – યાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રાશુક, એષણીય, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, પીઠ, ફલક, શય્યા, સંસ્કારક, ઔષધિ, ભેષજ દ્વારા Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આગમ કથાનુયોગ-૫ પ્રતિલાભિત કરતા નિરંતર છઠ ભક્ત તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતો વિચરતો હતો. ૦ રથમૂસલ સંગ્રામમાં વરુણ : ત્યારપછી કોઈ એક સમયે જ્યારે તે નાગપૌત્ર વરુણને રાજાભિયોગથી (રાજાની આજ્ઞાથી), ગણાભિયોગથી, બલાભિયોગથી રથમૂશલ સંગ્રામમાં જવાની આજ્ઞા થઈ, ત્યારે તેણે ષષ્ઠભક્તને બદલે અઠમ ભક્ત કર્યો અને અઠમ ભક્ત કરીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! જલદીથી ચાતુર્વેટિક અક્ષરથ જોડીને લાવો. ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાને સુસજ્જિત કરો. સુસજ્જિત કરીને મારી આજ્ઞાનુસાર કાર્ય થયાની મને સૂચના આપો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષો – યાવત્ – આ આજ્ઞા સ્વીકારીને જલ્દીથી છત્રસહિત, ધ્વજાસહિત – યાવત્ – ચાર ઘંટાવાળા અશ્વરથને સુસજ્જિત કરીને લાવ્યા. લાવીને ઘોડા, હાથી, રથ અને પ્રવર યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાને સત્રઢ તૈયાર કરી, તૈયાર કરીને નાગપૌત્ર વરુણની પાસે આવે છે. આવીને – યાવત્ – આજ્ઞાનુસાર કાર્ય થવાની સૂચના આપે છે. ત્યારપછી તે નાગપૌત્ર વરુણ સ્નાનગૃહમાં આવ્યો, આવીને સ્નાનગૃહમાં પ્રવેશ કરી સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કર્યા, સર્વ અલંકારોથી વિભૂષિત થયો, કવચ પહેરી – બાંધીને સન્નદ્ધ થઈને કોરંટ પુષ્પની માળાઓથી યુક્ત છત્રને મસ્તક પર ધારણ કર્યું. અનેક ગણનાયક, દંડનાયક, રાજેશ્વર, તલવરો, માડંબિકો, કૌટુંબિકો, ઇભ્યો, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ, સાર્થવાહો, દૂતો અને સંધિપાલોથી પરિવેષ્ટિત થઈને સ્નાનગૃહની બહાર નીકળ્યો. – નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, જ્યાં ચાર ઘંટાવાળો અશ્વરથ હતો, ત્યાં આવ્યો, આવીને ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો, આરૂઢ થઈને ઘોડા, હાથી, રથ અને પ્રવર યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાથી સંપરિવૃત્ત અને મહાન સુભટોના સમૂહથી વેષ્ટિત થઈને રથમૂસલ સંગ્રામ ભૂમિમાં આવ્યો, તે સંગ્રામ ભૂમિમાં આવીને રથમૂસલ સંગ્રામ કરવા લાગ્યો. ૦ વરુણનો અભિગ્રહ અને વરુણે કરેલ સંલેખના : ત્યારે રથ–મૂશલ સંગ્રામમાં પ્રવૃત્ત થયા પછી તે નાગપૌત્ર વરુણે આ પ્રકારનો આવો અભિગ્રહ ધારણ કર્યો કે, રથમૂશલ સંગ્રામમાં સંગ્રામ કરતા-કરતા જે પહેલા મારી પર પ્રહાર કરશે, તેના પર પ્રહાર કરવો જ મને કલ્પ, પણ બીજા કોઈ પર પ્રહાર કરવો મને ન કલ્પ. આવો અભિગ્રહ ધારણ કરીને રથમૂશલ સંગ્રામ કરવા લાગ્યો. ત્યારપછી સમાન શરીર, (શક્તિ) ત્વચા, વય અને સમાન અસ્ત્ર-શસ્ત્રાદિ ઉપકરણોથી સુસજ્જિત એક પુરુષ રથમાં બેસીને જલદીથી રથમૂશલ સંગ્રામ કરનાર તે નાગપૌત્ર વરુણની સામે આવ્યો. પછી તે પુરુષે નાગપુત્ર વરુણને આ પ્રમાણે કહ્યું, ઓ નાગપુત્ર વરુણ ! પ્રહાર કર, પ્રહાર કર. Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૪૫ ત્યારે નાગપૌત્ર વરુણે તે પુરુષને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જ્યાં સુધી મારી પર પહેલા પ્રહાર ન કરવામાં આવે ત્યાં સુધી મારે પ્રહાર કરવો કલ્પતો નથી. તેથી પહેલા તું જ પ્રહાર કર. ત્યારે નાગ પૌત્ર વરુણની આ વાત સાંભળીને ક્રોધાભિભૂત, રોષાયમાન, કૂપિત અને ચંડિકાવત્ રૌદ્રરૂપ ધારણ કરી તે પુરુષે દાંતોને કચકચાવતા હાથમાં ધનુષ્ય લીધું, ધનુષ્ય લઈને તેના પર બાણ ચઢાવ્યું અને કાન સુધી ખેંચીને નાગપૌત્ર વરુણ પર સખત પ્રહાર કર્યો. ત્યારપછી તે પુરુષના પ્રહારથી ઘવાઈને નાગપૌત્ર વરુણે ક્રોધાભિભૂત, રોષાયમાન, કુપિત, ચંડિકાવત્ વિકરાળ રૂપ ધારણ કરીને, દાંતોને કચકચાવતા ધનુષને ઉપાડ્યું, ઉપાડીને તેના પર બાણ ચઢાવ્યું અને કાન સુધી ધનુષને ખેંચીને એક જ ચોંટથી પત્થરની સમાન તે પુરુષને છિન્નભિન્ન કરીને જીવનથી રહિત કરી દીધો – (હણી નાંખ્યો). ત્યારપછી તે પુરુષના પ્રબળ પ્રહારથી આહત થઈને અશક્ત, નિર્બળ, વીર્યરહિત, પુરુષાર્થ અને પરાક્રમરહિત થયેલ તે નાગપૌત્ર વરુણે હવે જીવતું રહેવું અસંભવ છે, એમ સમજીને ઘોડાનો રોકાવ્યા, રોકાવીને રથને પાછો વાળ્યો, પાછો વાળીને રથમૂશલ સંગ્રામથી બહાર નીકળ્યો. નીકળીને એકાંત સ્થાનમાં આવ્યો. આવીને ઘોડાને રોક્યા, રોકીને રથને ઊભો રાખ્યો, ઊભો રાખીને રથમાંથી નીચે ઉતર્યો. ઉતરીને ઘોડાને છોડ્યા, છોડીને ઘોડાને પાછા મોકલ્યા. પાછા મોકલીને દર્ભનો સથારો બિછાવ્યો. બિછાવીને દર્ભના સંથારા પર બેઠો અને પૂર્વાભિમુખ પર્યકાસને બેસીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું અરિહંત ભગવંતો – વાવ – સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરનારા ભગવંતોને મારા નમસ્કાર થાઓ. જે ધર્મના આદિકર છે – યાવતુ – સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા છે. જે મારા ધર્માચાર્ય અને ધર્મઉપદેશક છે, તે શ્રમણ ભગવંત મહાવીરને મારા નમસ્કાર થાઓ. ત્યાં બિરાજમાન ભગવંતને અહીં રહેલો હું વંદના કરું છું. ત્યાં રહેલા ભગવંત અહીં રહેલા એવા મને જુએ. આ પ્રમાણે કહીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – પહેલા પણ મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે જાવજીવને માટે સ્કૂલ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યા હતા. એ જ પ્રમાણે – યાવત્ - જીવનપર્યંતને માટે સ્કૂલ પરિગ્રહના પ્રત્યાખ્યાન કર્યા હતા. આ સમયે પણ હું શ્રમણ ભગવંત મહાવીરની પાસે જાવજીવને માટે પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું – થાવત્ – મિથ્યાદર્શન શલ્યનો પણ જાવજીવન માટે ત્યાગ કરું છું. – બધાં જ અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ચાર પ્રકારના આહારનું પણ માવજીવનને માટે પ્રત્યાખ્યાન કરું છું. જોકે મને આ શરીર ઇષ્ટ, કાંત અને પ્રિય છે – થાવત્ – એ સાવધાની રાખી છે કે વાતજ, પિતજ, કફજ અને સન્નિપાતજ વિવિધ પ્રકારના રોઃ પતંક તથા પરિષડુ, ઉપસર્ગ તેને સ્પર્શ ન કરો, તો પણ આ દેહને પણ છેલ્લા ; શ્વાસોચ્છવાસે ત્યાગ કરવાને ઇચ્છું છું. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આગમ કથાનુયોગ-૫ આ પ્રમાણે કહીને સન્નાહપટ્ટ-કવચને ઉતાર્યું, ઉતારીને શલ્યોનું ઉમૂલન કર્યું અને આલોચના પ્રતિક્રમણપૂર્વક સમાધિને પ્રાપ્ત કરીને અનુક્રમે કાળધર્મને પ્રાપ્ત થયો. ૦ બાલમિત્ર શ્રાવક કથા : (બાલમિત્ર એ વાસ્તવિકમાં કોઈનું નામ નથી, પણ તે નાગપૌત્ર વરુણનો બાળપણાનો મિત્ર હોવાથી બાલમિત્ર” નામે સંબોધેલ છે.) ત્યારપછી નાગપૌત્ર વરુણના એક બાલમિત્ર પણ રથમૂશલ સંગ્રામ કરતો હતો. તે પણ એક પુરુષના પ્રબળ પ્રહારથી ઘાયલ થયો. તેથી અશક્ત, અબળ – યાવત્ – પુરુષાર્થ પરાક્રમરહિત બનેલા તેણે વિચાર્યું કે હવે મારું નારીર ટકી શકશે નહીં. જ્યારે તેણે નાગપૌત્ર વરુણને રથમૂશલ સંગ્રામ સ્થળથી બહાર નીકળતો, જોયો, તો તેણે પણ પોતાના રથને પાછો ફેરવ્યો. ફેરવીને રથમૂશલ સંગ્રામમાંથી તે પણ બહાર નીકળ્યો, નીકળીને ઘોડાને રોક્યા, રોકીને વરુણની માફક – યાવતું – પાછા મોકલી દીધા અને પટ્ટ–સંસ્મારક પર પૂર્વાભિમુખ થઈને પર્યકાસને બેસીને, બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન ! મારા પ્રિય બાલમિત્ર નાગપૌત્ર વરુણના જે શીલવત, ગુણવ્રત, વિરમણવ્રત આદિ પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિ હોય, તે બધું મારે પણ થાઓ. એ પ્રમાણે કહીને સન્નાહપટ્ટ-કવચને ઉતાર્યું. શલ્યોનો ત્યાગ કરી અનુક્રમે કાળધર્મને પ્રાપ્ત થયો. ૦ વરુણ પર દેવકૃત્ વૃષ્ટિ અને તેની ભાવિગતિ : ત્યારપછી નાગપૌત્ર વરુણને કાળધર્મ પામેલો જાણીને આસપાસમાં રહેલા વાણવ્યંતર દેવોએ દિવ્ય સુરભિ ગંધોદકની વૃષ્ટિ કરી, પંચરંગી પુષ્પોની વૃષ્ટિ કરી અને દિવ્ય ગીત ગંધર્વ નિનાદ પણ કર્યો. ત્યારે તે નાગપૌત્ર વરણની તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ અને દિવ્ય દેવપ્રભાવને સાંભળીને અને જોઈને ઘણાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા – યાવત્ – પ્રરૂપણા કરવા લાગ્યા કે હે દેવાનુપ્રિય ! અનેક પ્રકારના નાના-મોટા સંગ્રામોમાંથી કોઈ પણ એકમાં સામ-સામે રહીને યુદ્ધ કરતા ઘાયલ થયા પછી મરણ કાળે મરણ પામીને કોઈ પણ દેવલોકમાં તે દેવરૂપે ઉત્પન્ન થાય છે. હે ભગવન્! મરણકાળે મૃત્યુ પામીને નાગપૌત્ર વરુણ ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! તે સૌધર્મકલ્પના અરુણાભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો છે. ત્યાં કેટલાંક દેવોની આયુ સ્થિતિ ચાર પલ્યોપમની કહી છે. ત્યાં વરુણદેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! તે વરુણદેવ તે દેવલોકથી આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિ ક્ષય થયા પછી ચ્યવીને અનંતર ક્યાં જશે ? ક્યા ઉત્પન્ન થશે ? હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત થઈને સર્વે દુઃખોનો અંત કરશે. Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૪૭ ૦ બાલમિત્રની ગતિ : હે ભગવન્! નાગપૌત્ર વરુણનો પ્રિય બાલમિત્ર મૃત્યુના અવસરે મૃત્યુ પામીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! તે સુકુલ – ઉચ્ચકુળમાં ઉત્પન્ન થયો છે. હે ભગવન્! ત્યાંથી મૃત્યુ પામીને અનંતર તે ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પ્રાપ્ત કરશે – યાવત્ – સર્વદુ:ખોનો અંત કરશે. હે ભગવન્! તે એ પ્રમાણે જ છે, હે ભગવન્! તે એ પ્રમાણે જ છે. એમ કહી ગૌતમસ્વામી પૂર્વવત્ વિચરણ કરવા લાગ્યા. ૦ આગમ સંદર્ભ :ભગ. ૩૭૫, ૩૭૬; આવ ચૂર–પૃ. ૨૭૭; આવ મૂ. ૬૩ની વૃક ૦ સોમિલ બ્રાહ્મણની કથા - તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામનું નગર હતું. ત્યાં દૂતિપલાશ નામે ચૈત્ય હતું. (નગર તથા ચૈત્યનું વર્ણન કરી લેવું.) તે વાણિજ્યગ્રામ નગરમાં સોમિલ નામનો બ્રાહ્મણ નિવાસ કરતો હતો. જે સંપત્તિ સંપન્ન – યાવત્ - અપરામૂળ હતો. ટ્વેદ – યાવત્ – બ્રાહ્મણ શાસ્ત્રોમાં પ્રવીણ હતો. તે ૫૦૦ શિષ્યો અને પોતાના કુટુંબનું આધિપત્ય, પૌરાહિત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ, આશૈશ્વર્યત્વ અને સેનાપતિત્વ કરતો, પાલન કરતો વિચરી રહ્યો હતો. શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – ત્યાં પધાર્યા – યાવત્ – પર્ષદા પર્યપાસના કરવા લાગી. ૦ સોમિલનું ભગવંત સમીપે ગમન : ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણને આ વૃત્તાંત જાણીને આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ સમુત્પન્ન થયો કે, શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા-ચાલતા, ગ્રામાનુગ્રામમાં ગમન કરતા, સુખપૂર્વક વિહાર કરતા અહીં આવ્યા છે, પ્રાપ્ત થયા છે, સમોસર્યા છે તેમજ આ જ વાણિજ્યગ્રામ નગરના પ્રતિપલાશ ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા એવા વિચારી રહ્યા છે. તેથી હું જાઉં અને શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર)ની સમક્ષ ઉપસ્થિત થાઉં. આ અને આવા પ્રકારના અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ અને વ્યાકરણ પૂછું, જો તેઓ મારા આ અને આવા પ્રકારના અર્થો – યાવત્ – વ્યાકરણનું વિવેચન કરી દેશે તો ત્યારપછી વંદન– નમસ્કાર કરીશ – યાવત્ – પર્થપાસના કરીશ અને જો તેઓ મારા અર્થો – યાવત્ – વ્યાકરણનું વિવેચન નહીં કરી શકે તો હું આ અર્થો – યાવત્ – વ્યાકરણથી તેમને નિરુત્તર કરી દઈશ. આ પ્રમાણે સોમિલે વિચાર કર્યો. વિચાર કરી સ્નાન કર્યું – યાવત્ – ઘણાં Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આગમ કથાનુયોગ-૫ મૂલ્યવાનું પણ અલ્પ એવા આભારણોથી શરીરને અલંકૃત્ કરીને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને પગે ચાલતા-ચાલતા ૧૦૦ શિષ્યોને સાથે લઈને વાણિજ્યગ્રામ નગરના મધ્યભાગથી નીકળ્યો, નીકળીને જ્યાં દૂતિપલાશ ચૈત્ય હતું, તેમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરની બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં તેવા સ્થાને ઊભો રહીને શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહ્યું૦ સોમિલના પ્રશ્નોના ભગવંત દ્વારા ઉત્તરો : છે (આ જ પ્રકારના પ્રશ્નોત્તર શ્રમણ કથામાં થાવસ્ત્રાપુત્ર અને શુક્રપરિવ્રાજકના સંવાદમાં પણ આવે છે) હે ભગવન્! આપને યાત્રા છે ? હે ભગવન્! આપને યાપનીય છે? હે ભગવન્! આપને અવ્યાબાધ છે ? હે ભગવન્! આપને પ્રાસુક વિહાર છે ? હે સોમિલ ! મારે યાત્રા પણ છે, યાપનીય પણ છે, અવ્યાબાધ પણ છે અને પ્રાસુક વિહાર પણ છે. હે ભગવન્! આપને યાત્રા કેવી છે ? હે સોમિલ ! મારા જે તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન અને આવશ્યક આદિ યોગોમાં પ્રવૃત્તિ છે, તે જ મારી યાત્રા છે. હે ભગવન્! આપનું યાપનીય શું છે ? હે સોમિલ ! યાપનીય બે પ્રકારનો કરેલ છે. તે આ પ્રમાણે – (૧) ઇન્દ્રિય યાપનીય અને (૨) નોઇન્દ્રિય યાપનીય. (હે ભગવન્!) ઇન્દ્રિય યાપનીય કોને કહે છે ? – ઇન્દ્રિય યાપનીય – જે મારી શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિયો નિરુપત છે, મારે વશ વર્તે છે. તે મારા ઇન્દ્રિય યાપનીય છે. (હે ભગવન્!) નોઇન્દ્રિય યાપનીય કોને કહે છે ? – જે મારા ક્રોધ, માન, માયા અને લોભ ત્રુચ્છિન્ન થઈ ગયા છે અને ઉદયમાં નથી. તે મારા નોઇન્દ્રિય યાપનીય છે – આ પ્રમાણે યાપનીય છે. હે ભગવન્! આપને અવ્યાબાધ શું છે ? હે સોમિલ ! મારા વાત, પિત્ત, કફ અને સંનિપાતજન્ય અનેક પ્રકારના શરીર સંબંધી દોષ અને રોગાતંક ઉપશાંત થઈ ગયા છે, ઉદયમાં આવેલ નથી, તે મારા અવ્યાબાધ છે. હે ભગવન્! આપને પ્રાસુકવિહાર શું છે ? 'હે સોમિલ ! સ્ત્રી, પશુ, પંડકરહિત આરામ, ઉદ્યાન, દેવકુલ, સભા, પ્રપા, આદિ વસતિમાં પ્રાસુક, એષણીય, પીઠ, ફલક, શય્યા, સંસ્મારક આદિ પ્રાપ્ત કરીને હું વિચરણ કરું છું. મારો આ પ્રાણુક વિહાર છે. હે ભગવન્! સરસવ ભલ્ય છે કે અભક્ષ્ય છે ? Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૪૯ હે સોમિલ ! સરસવ મારા માટે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. હે ભગવન્! આપ કયા કારણથી એમ કહો છો કે સરસવ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે ? હે સોમિલ ! બ્રાહ્મણ નો (શાસ્ત્રો)માં બે પ્રકારના સરસવ કહ્યા છે. મિત્ર સરસવ અને ધાન્ય સરસવ. તેમાં જે મિત્ર સરસવ છે. (સમાન વયસ્ક છે) તે ત્રણ પ્રકારના કહેવાયા છે ૧. સહજાત, ૨. સહવર્ધિત, ૩. સહપાંશુક્રીડિત. આ ત્રણે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. જે ધાન્ય સરસવ છે, તે બે પ્રકારના કહેવાયા છે. તે આ પ્રમાણે :- (૧) શસ્ત્ર પરિણત અને (૨) અશસ્ત્ર પરિણત. તેમાં જે અશસ્ત્ર પરિણત છે, તે શ્રમણનિગ્રંથોને અભક્ષ્ય છે અને જે શસ્ત્ર પરિણત છે, તે બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે :(૧) એષણીય અને (૨) અષણીય. તેમાં જે અનેષણીય છે, તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. જે એષણીય છે, તે બે પ્રકારે કહેલ છે – તે આ પ્રમાણે – યાચિત અને અયાચિત. જે અયાચિત (માંગ્યા વિનાનું) છે, તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે અને જે યાચિત છે (માંગીને મેળવેલ છે) તે બે પ્રકારે છે. તે આ પ્રમાણે લબ્ધ અને અલબ્ધ, તેમાં જે અલબ્ધ છે, તે શ્રમણનિગ્રંથોને માટે અભક્ષ્ય છે જે લબ્ધ છે, તે શ્રમણ નિગ્રંથોને માટે ભક્ષ્ય છે. તેથી હે સોમિલ ! એમ કહેવાયું છે કે, સરસવ મારે માટે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. હે ભગવન્! માસ (મહિનો અથવા ધાન્ય) ભક્ય છે કે અભક્ષ્ય ? હે સોમિલ ! માસ મારે માટે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. હે ભગવન્! આપ એવું કયા કારણથી કહો છો કે માસ તમારે માટે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. હે સોમિલ ! બ્રાહ્મણનયો (શાસ્ત્રો)માં માસ બે પ્રકારે કહેલ છે તે આ પ્રમાણે :(૧) દ્રવ્ય માસ અને (૨) કાલ માસ. તેમાં જે કાલમાસ છે તે શ્રાવણ આદિ આષાઢ પર્યત બાર કહ્યા છે તે આ પ્રમાણે છે – (૧) શ્રાવણ, (૨) ભાદ્રપદ, (૩) આસોજ, (૪) કાર્તિક, (૫) માર્ગશિર્ષ, (૬) પૌષ, (૭) માઘ, (૮) ફાગુન, (૯) ચૈત્ર, (૧૦) વૈશાખ, (૧૧) જેષ્ઠામૂલ અને (૧૨) આષાઢ. આ બારે માસ શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. જે દ્રવ્યમાન છે – તે બે પ્રકારના કહેલ છે તે આ પ્રમાણે – અર્થમાસ અને ધાન્યમાસ. જે અર્થ માસ છે તે બે પ્રકારે ડહેલ છે. તે આ પ્રમાણે – સુવર્ણમાસ અને રૂણમાસ. તે બંને શ્રમણનિગ્રંથોને માટે અભક્ષ્ય છે. જે ધાન્યમાસ છે, તે બે પ્રકારે કહેલ છે તે આ પ્રમાણે – શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. એ પ્રમાણે શેષ સર્વ કથન ધાન્ય સરસવની સમાન કહેવું જોઈએ – થાવત્ – આ કારણથી માસ ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. હે ભગવન્! આપને કુલત્થા ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે ? Jain Le hternational Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આગમ કથાનુયોગ-૫ હે સોમિલ ! મારે માટે કુલત્થા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. હે ભગવન્! એવું કેમ કહો છો કે કુલત્થા ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ. હે સોમિલ ! બ્રાહ્મણનયો (શાસ્ત્રો)માં કુલત્થા બે પ્રકારના કહેવાયેલ છે. તે આ પ્રમાણે સ્ત્રી કુલત્થા અને ધાન્ય કુલત્થા. જે સ્ત્રી કુલત્થા છે તે ત્રણ પ્રકારે કહેલ છે તે આ પ્રમાણે :- (૧) કુલવધુ, (૨) કુલમાતા અને (૩) કુલ પુત્રી. આ ત્રણે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. જે ધાન્ય કુલત્થા છે, તેના વિષયમાં ધાન્ય સરસવની સમાન સમજવું. તેથી કુલત્થા ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. હે ભગવન્! આપ એક છો ? આપ બે છો ? આપ અક્ષય છો ? આપ અવ્યય છો ? આપ અવસ્થિત છો? કે અનેક ભૂત, ભાવ, ભાવિ છો ? હે સોમિલ ! હું એક પણ છું – યાવત્ અનેક ભૂત, ભાવ, ભાવિ પણ છું. હે ભગવન્! આપ એવું કયા કારણથી કહો છો કે, હું એક પણ છું – યાવતું – અનેક ભૂત, ભાવ, ભાવિ પણ છું. હે સોમિલ ! હું દ્રવ્ય દૃષ્ટિએ એક પ્રકારે છું. જ્ઞાન અને દર્શનના ભેદથી બે પ્રકારે છું. પ્રદેશાર્થની દૃષ્ટિએ હું અક્ષય છું, અવ્યય છું, અવસ્થિત છું, ઉપયોગની અપેક્ષાએ અનેક ભૂત, ભાવ, ભાવિ છું. તે કારણથી હે સોમિલ – યાવત્ – મેં કહ્યું કે, અનેક ભૂત, ભાવ, ભાવિ પણ છું. ૦ સોમિલ દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર : ભગવંતે જ્યારે આ પ્રમાણે (ઉત્તરો આપ્યા) કહ્યું. ત્યારે સોમિલ બ્રાહ્મણ પ્રતિબુદ્ધ થયો અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, તે એ પ્રમાણે જ છે, જેમ આપે કહ્યું. ઇત્યાદિ સ્કંદકના વર્ણન સમાન જાણવું. આપે દેવાનુપ્રિયની પાસે ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ મુંડિત થઈને ગૃહવાસ છોડીને અણગાર પ્રવજ્યાથી પ્રવ્રજિત થયા છે. તે પ્રમાણે કરવા માટે તો હું સમર્થ નથી. તેથી આપ દેવાનુપ્રિયની પાસે બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કરીશ – યાવત્ – તેણે બાર પ્રકારના શ્રાવકધર્મને અંગીકાર કર્યો. અંગીકાર કરીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદનનમસ્કાર કરીને જે દિશાથી આવ્યો હતો, પાછો તે જ દિશામાં ચાલ્યો ગયો. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ શ્રમણોપાસક થઈ ગયો. જીવ–અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા થઈને – યાવત્ – યથાવિધિ ગ્રહણ કરેલ તપકર્મથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યો. ૦ સોમિલની ભાવિ ગતિ : હે ભગવન્! આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું હે ભગવન્! શું આ સોમિલ બ્રાહ્મણ આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૫૧ ગૃહવાસનો ત્યાગ કરીને આનારિક પ્રવજ્યા અંગીકાર કરવાને સમર્થ છે? (હે ગૌતમ !) આ અર્થ સમર્થ નથી. ઇત્યાદિ બધું જ વર્ણન શંખ શ્રાવક સમાન જાણવું – યાવત્ – તે સર્વ દુઃખોનો અંત કરશે. હે ભગવન્! તે આ પ્રમાણે જ છે, હે ભગવન્! તે આ પ્રમાણે જ છે. એ પ્રમાણે કહીને ગૌતમસ્વામી વિચરવા લાગ્યા. ૦ આગમ સંદર્ભ :ભગ ૭૫૬, ૭૫૭; – ૪ – ૪ – ૦ મક શ્રાવકની કથા : તે કાળે. તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ગુણશિલક ચૈત્ય હતું – યાવત્ - પૃથ્વીશિલાપટ્ટક પર્યત વર્ણન કરી લેવું. તે ગુણશિલક ચૈત્યની સમીપે ઘણાં અન્યતીર્થિક રહેતા હતા. તે આ પ્રમાણે :કાલોદાયી, શૈલોદાયી ઇત્યાદિ. (જે ભગવતીજીના શતક-સાતકામાં આવે છે તેમજ શ્રમણ કથા વિભાગમાં કાલોદાયી શ્રમણની કથામાં તે લખાઈ ગયું છે.) – યાવત્ – આ વાત કઈ રીતે માનવી? ત્યાં સુધીનું વર્ણન સમજી લેવું. ૦ ભગવંત મહાવીરનું રાજગૃહે આગમન : તે રાજગૃહનગરમાં ધનાઢ્ય – યાવત્ – અપરિભૂત મદ્રુક નામક શ્રમણોપાસક નિવાસ કરતો હતો. જે જીવ–અજીવ આદિ તત્ત્વોનો – યાવત્ – જ્ઞાતા હતો. ત્યારપછી કોઈ સમયે શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા ચાલતા - ચાવત્ – પધાર્યા. પર્ષદા નીકળી – યાવત્ – પર્યપાસના કરવા લાગી. ૦ મકનો અન્યતીર્થિકો સાથે વાર્તાલાપ : ત્યારે મક્ક શ્રમણોપાસક આ સમાચારને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – વિકસિત હૃદયવાળો થઈને – યાવત – અલંકૃત શરીર થઈને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને પગે ચાલતા-ચાલતા રાજગૃહ નગરથી – યાવત્ – નીકળ્યો. નીકળીને અન્યતીર્થિકો પાસેથી પસાર થયો. ત્યારે તે અન્યતીર્થિકોએ મક્ક શ્રમણોપાસકને પાસેથી જતો જોયો, જોઈને પરસ્પર એકબીજાને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આપણે આ વિષય અવિદિત છે અને આ મદ્રક શ્રમણોપાસક આપણી સમીપથી જઈ રહ્યો છે. તેથી આપણે માટે એ ઉચિત છે કે, હે દેવાનુપ્રિયો ! આપણે મદ્રક શ્રાવકને આ વિષય પૂછીએ. આ પ્રમાણે કહીને એકબીજાની આ વાતનો સ્વીકાર કર્યો. પરસ્પર એકબીજાની આ વાતને સ્વીકારીને જ્યાં મહૂક શ્રમણોપાસક હતો, ત્યાં આવ્યા. આવીને મદ્ધક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું હે મદ્રુક ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) પાંચ અસ્તિકાયોની પ્રરૂપણા કરે છે. ઇત્યાદિ (જે પ્રમાણે કાલોદાયી શ્રમણની કથામાં કાલોદાયી અને ગૌતમસ્વામીના સંવાદમાં આ વાત નોંધાઈ ગયેલ છે. જુઓ “કાલોદાયી શ્રમણ'ની કથા –તે Page #53 -------------------------------------------------------------------------- ________________ પર પ્રમાણે) હે મદ્રુક આ વાત કઈ રીતે માનવી ? ત્યારે તે મક્કુક શ્રમણોપાસકે તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું, કાર્ય કરવાથી તેનું અસ્તિત્વ જાણી કે જોઈ શકાય છે. કાર્ય કર્યાં વિના કારણો જાણી શકાતા નથી કે જોઈ પણ શકાતા નથી. ત્યારે તે અન્યતીર્થિકોએ મક્કુક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, તમે કેવા શ્રમણોપાસક છો ? હે મક્કુક ! જે તમે આ અર્થને (પંચ અસ્તિકાયને) જાણતા કે જોતા નથી, તો પણ તેને માનો છો ? આગમ કથાનુયોગ-૫ ત્યારે મદ્રુક શ્રમણોપાસકે અન્ય તીર્થિકોને આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમાન્ ! વાયુ વહે છે. તે વાત તમે માનો છો ? હા ! મક્કુક ! આ વાત બરોબર છે કે વાયુ વહે છે. હે આયુષ્યમાન ! શું વહેતા એવા વાયુના રૂપને શું તમે જુઓ છો ? આ અર્થ સમર્થ નથી. અર્થાત્ વાયુનું રૂપ દેખાતું નથી. હે આયુષ્યમાન્ ! શું ગંધ ગુણયુક્ત પુદ્ગલ છે ? અન્યતીર્થિક કહ્યું, છે. હે આયુષ્યમાન્ ! શું તમે તે ગંધ ગુણવાળા પુદ્દગલોના રૂપને જુઓ છો ? ત્યારે અન્યતીર્થિકોએ કહ્યું કે, ના, એ વાત બરોબર નથી. હે આયુષ્યમાન્ ! શું અરણિના કાષ્ઠમાં અગ્નિકાય છે ? અન્યતીર્થિક કહ્યું છે. હે આયુષ્યમાન્ ! શું તમે અરણિ કાષ્ઠગત અગ્નિકાયના રૂપને જુઓ છો ? ત્યારે અન્યતીર્થિકોએ કહ્યું, આ વાત બરોબર નથી. હે આયુષ્યમાન્ ! સમુદ્રની પે'લી તરફ રૂપ (પદાર્થ) છે ? અન્યતીર્થિક કહ્યું છે ? હે આયુષ્યમાન્ ! તમે સમુદ્રની પે'લી તરફના (પદાર્થો) રૂપોને જોઈ શકો છો ? ત્યારે અન્યતીર્થિકોએ કહ્યું, આ વાત બરોબર નથી. હે આયુષ્યમાન ! દેવલોકમાં રૂપ (પદાર્થ) છે ? અન્યતીર્થિએ કહ્યું, છે. હે આયુષ્યમાન ! શું તમે દેવલોકમાં રહેલા પદાર્થોને (રૂપોને) જોઈ શકો છો ? ત્યારે અન્યતીર્થિકોએ કહ્યું કે, આ વાત બરોબર નથી. હે આયુષ્યમાન્ ! આ જ પ્રમાણે હું, તમે કે કોઈપણ છદ્મસ્થ વ્યક્તિ જે પદાર્થોને જાણતા કે જોતા ન હોઈએ. તે–તે સર્વે વસ્તુનું અસ્તિત્વ ન માનીએ તો લોકમાં રહેલા તે ઘણાં જ પદાર્થોનો અભાવ થઈ જશે. એ પ્રમાણે કહીને મક્કુકે તે અન્યતીર્થિકોને નિરુત્તર કરી દીધા. આ પ્રમાણે અન્યતીર્થિકોને નિરુત્તરિત કરીને જ્યાં ગુણશિલક ઉદ્યાન હતું, ત્યાં આવ્યો. આવીને પાંચ પ્રકારના અભિગમપૂર્વક શ્રમણ ભગવંત મહાવીરની પાસે આવ્યો. આવીને પર્યાપાસના કરવા લાગ્યો. ૦ ભ.મહાવીર દ્વારા મદ્રુકની પ્રશંસા :– હે મદ્રુક ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે મનુક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે મદ્રુક ! તેં તે અન્યતીર્થિકોને યોગ્ય જવાબ આપ્યા છે. હે મદુક ! તેં તે અન્યતીર્થિકોને યથાર્થ ઉત્તરો આપ્યા છે. હે મક્કુક ! જો વ્યક્તિ જોયા Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૫૨ જાણ્યા કે સાંભળ્યા વિના કોઈ અદૃષ્ટ, અમૃત, અસંભવ, અવિજ્ઞાત અર્થ, હેતુ, પ્રશ્નોના ઉત્તર ઘણાં જ મનુષ્યોની વચ્ચે કહે છે, પ્રરૂપે છે – યાવત્ – દર્શાવે છે. તે અરિહંતોની આશાતના કરે છે, અરિહંતપ્રજ્ઞત ધર્મની, કેવલીની, કેવલીભાષિત ધર્મની આશાતના કરે છે. હે મક્ક ! તેં અન્યતીર્થિકોને યથાર્થ ઉત્તર આપ્યા છે. હે મક્ક તેં – યાવત્ તે અન્યતીર્થિકોને સારા ઉત્તરો આપ્યા છે. ત્યારે ભગવંત મહાવીરના આ કથનને સાંભળીને મહૂક શ્રમણોપાસક હર્ષિત–સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરે છે. વંદન-નમસ્કાર કરીને બહુ દૂર નહીં. તેમ બહુ નજીક નહીં તે રીતે – વાવ – પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે તે મદ્રક શ્રમણોપાસક અને તે પર્ષદાને ધર્મકથા કહી – યાવત્ – પર્ષદા પાછી ફરી. ત્યારે મક્ક શ્રમણોપાસકે શ્રમણ ભગવંત મહાવીર પાસેથી – યાવતું – ધર્મકથા ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈ પ્રશ્નો પૂછયા, પૂછીને તેના અર્થો જાણ્યા, જાણીને પોતાના આસનેથી ઉયા. ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને – યાવત્ – પાછો ફર્યો. ૦ મદુકની ગતિ : હે ભગવન્! એ પ્રમાણે કહીને ભગવદ્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું, હે ભગવન્! શું મક્ક શ્રમણોપાસક આપી દેવાનુપ્રિયની પાસે – યાવત્ – પ્રવ્રજિત થવામાં સમર્થ છે? ભગવંતે કહ્યું, આ અર્થ સમર્થ નથી. ઇત્યાદિ શંખ શ્રમણોપાસકની સમાન અરુણાભ વિમાને દેવરૂપે ઉત્પન્ન થશે – યાવત્ – સર્વે દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ભગ. ૭૪૪; – – ૪ – • ઉદયન શ્રાવકની કથા : તે કાળે, તે સમયે કૌશાંબી નામની નગરી હતી, જે ભવન આદિની અધિકતાવાળી, સ્વચક્ર અને પરચક્રના ભયથી મુક્ત અને સમૃદ્ધિથી સમૃદ્ધ હતી. તે નગરીની બહાર ચંદ્રાવતરણ નામે ઉદ્યાન હતું. તેમાં શ્વેતભદ્રયક્ષનું આયતન હતું. તે કૌશાંબી નગરીમાં શતાનીક રાજા હતો. જે હિમવંત પર્વત આદિની સમાન મહાનું અને પ્રતાપી હતો. તેને મૃગાદેવી નામે રાણી હતી. તે શતાનીક રાજા અને મૃગાદેવીનો આત્મજ એવો ઉદયન નામે કુમાર હતો. જે સર્વેન્દ્રિય સંપન્ન હતો, યુવરાજ પદથી અલંકૃત્ હતો. ૦ ઉદયનનું રાજા થવું: (ઉદયન રાજા કઈ રીતે થર્યા, તે વૃત્તાંત મૃગાવતી શ્રમણીની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ “મૃગાવતી' – શ્રમણી વિભાગમાં. અહીં તે કથાના સારરૂપ કેટલીક વિગતો માત્ર નોંધેલી જ્યારે શતાનીક રાજાએ ચિત્રશાળા તૈયાર કરાવવી શરૂ કરી. ત્યારે યક્ષનું વરદાન Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આગમ કથાનુયોગ-૫ પામેલો એક ચિત્રકાર હતો. તેણે મૃગાવતીના પગનો અંગુઠો માત્ર જોઈને મૃગાવતીનું ચિત્ર દોર્યું. વરદાનના પ્રભાવથી મૃગાવતીના સાથળના ભાગે તલનું ચિન્હ આપોઆપ થઈ ગયું. તે જોઈને વિકલ્પ ચિંતવતા રાજા શતાનીકે રોષથી તે ચિત્રકારના જમણા હાથનો અંગૂઠો કપાવી નાંખ્યો. રોષે ભરાયેલ ચિત્રકારે એક ચિત્રપટ્ટ ઉપર મૃગાવતીના અતિ સ્વરૂપવાનપણાનું આબેહુબ આલેખન કર્યું. તે ચિત્ર પ્રદ્યોત રાજાને દેખાડ્યું. ત્યારે પ્રદ્યોત રાજાએ કામાંધ થઈને મૃગાવતી રાણીની માંગણી કરી, શતાનીકે તે માંગણી મંજૂર ન કરતા પ્રદ્યોત પોતાની વિશાળ સેના સહિત કૌશાંબી નગરી પર ધસી આવ્યો. ત્યારે અલ્પ સૈન્યવાળો શતાનીક રાજા તે વિપુલ સેના આદિને જોતાં જ અતિસાર થવાથી મૃત્યુ પામ્યો. ત્યારે ઉદયનકુમારે ઘણાં જ રાજા, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ આદિની સાથે રોતા, આકંદન કરતા, વિલાપ કરતા શતાનીક રાજાનો રાજકીય સમૃદ્ધિની સાથે, સન્માનપૂર્વક નીહરણ કર્યું, મૃતકસંબંધી સંપૂર્ણ લૌકિક કૃત્યો કર્યા. તે વખતે મૃગાવતીએ વિચાર્યું કે, ઉદયન તો હજી ઘણો નાનો છે. પ્રદ્યોત ક્યાંક તેને પણ મારી નાંખશે. તેથી પ્રદ્યોત રાજાને કહેવડાવ્યું કે, અમારો યુવરાજ હજી નાનો છે. હું તો તમારી સાથે આવીશ, પણ પછી સામંત રાજાઓ આ બાળકનો પરાભવ કરશે. માટે થોડો સમયનો થોડો વિલંબ થવા દો. પછી પ્રદ્યોતને કહીને કૌશાંબીની ફરતો મજબૂત કિલ્લો બંધાવ્યો. ધાન્ય આદિથી નગરીને સજ્જ કરાવી. ઉદયનને નિર્ભય કરી દીધા પછી મૃગાવતીએ દીક્ષા લીધી. ઉદયનને થાપણરૂપે પ્રદ્યોતને સોંપ્યો. ત્યારપછી કાળક્રમે રાજા, ઈશ્વર – યાવતુ સાર્થવાહે મળીને ઘણાં મોટા સમારોહપૂર્વક ઉદયનકુમારનો રાજ્યાભિષેક કર્યો. ઉદયનકુમાર કૌશાંબીનગરીનો મામલયા પર્વત સમાન રાજા થઈ ગયો. તેની મુખ્ય રાણી પદ્માવતી નામે થઈ. કોઈ દિવસે બૃહસ્પતિદત્ત નામે કુમાર ઉદયન નરેનનો પુરોહિત થયો. – ૪ – ૪ – ૪ – તેનો પદ્માવતી દેવી સાથે અનુચિત સંબંધ સ્થપાયો. – ૪ – ૪ – ૪ – કોઈ સમયે ઉદયન રાજા નાનાદિથી નિવૃત્ત થઈને અને સમસ્ત અલંકારોથી અલંકૃત થઈને જ્યાં પદ્માવતીદેવી હતી, ત્યાં આવ્યો. ત્યારે તેણે બૃહસ્પતિદત્ત પુરોહિતને પદ્માવતીદેવી સાથે ભોગ ભોગવતો જોયો. જોતાં જ ક્રોધથી ધમધમી ઉઠ્યો. – ૮ – ૮ – બૃહસ્પતિ દત્તનો વધ કરાવ્યો. (આ સંપૂર્ણ કથા કર્મના વિપાક સંબંધે “બૃહસ્પતિ દત્તની કથામાં જોવી) ૦ ઉદયનના વાસવદત્તા સાથે લગ્ન : કોઈ સમયે પ્રદ્યોત રાજાના રત્ન સમાન એવો અનલગિરિ નામનો હાથી તેના બંધ સ્તંભને ભાંગીને ઉન્મત્ત બનીને દોડાદોડી કરવા લાગ્યો. તે પકડી શકાતો ન હતો. પ્રદ્યોત રાજાએ અભયને પૂછયું, ત્યારે અભયે ઉપાય જણાવ્યો કે, શતાનીક રાજાનો પુત્ર ઉદાયન ગંધર્વ કાળમાં કુશળ છે, તે આ હાથીને બાંધીને પાછો લાવી શકે છે. ત્યારપછી તેને લાવવા માટે અભયે સૂચવ્યું કે, ઉદયન રાજા હાથીને જુએ અને ગાતાં ગાતાં તેને વશ કરીને બંધ સ્થાને લાવે, પરંતુ તેમાં ખેંચાયેલા ઉદયનને ખ્યાલ ન Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા L૫૫ આવે કે તે ક્યાં પહોંચી ગયો છે તેમ તેને પકડી લાવવો. ત્યારે હાથી દેશના સીમાડે ફરતો હતો, તે વાત સાંભળીને ઉદયન સૈન્ય સહિત ત્યાં ગયો. સૈન્યને છોડીને પોતે મધુર શબ્દથી દિશાઓને પૂરવા લાગ્યો. હાથી સ્થિર થઈ ગયો. ઉદયન જેવો તેની નજીક આવ્યો ત્યારે પ્રદ્યોત પહેલાથી છૂપાવી રાખેલા પુરુષોએ તેને પકડી લીધો અને ઉર્જની નગરીએ લઈ ગયા. ત્યાં પ્રદ્યોત રાજાએ ઉદયન રાજાને કહ્યું કે, મારી એક પુત્રી કાણી છે, તેને સંગીત શીખવવું, પણ તેને નજરે જોવી નહીં. કારણ કે તેણી લજ્જા પામે. જ્યારે પ્રદ્યોતે પોતાની પુત્રી વાસવદત્તાને એમ કહ્યું કે, તને સંગીત શીખવવા આવનાર અધ્યાપક શરીરે કોઢ રોગવાળા છે માટે તારે તેને જોવો નહીં અને તેનો અનાદર પણ ન કરવો. પરંતુ આદરપૂર્વક સંગીતકળા શીખવી. પછી બંને વચ્ચે પડદો રાખી તેને શીખવવાનું શરૂ કર્યું. ઉદયના સુંદર સ્વર અને સંગીતથી વાસવદત્તા ઉદયન પ્રત્યે આકર્ષાઈ. તેણીએ વિચાર્યું કે આ કોઢિયો છે, તેથી તેને જોઈ શકાતો નથી. જોવાથી અમંગલ થાય. છતાં કુતૂહલ વશ તેણી ઉદયનને જોવા માટેના ઉપાયોને વિચારવા લાગી. તેને કારણે મૂઢ બનેલી વાસવદત્તા સંગીત–સ્વરને બરાબર પકડી શકતી ન હતી. ત્યારે રોષાયમાન થયેલા ઉદયને તેણીને કહ્યું કે, હે કાણી ! આમ ચંચળતા રાખીને કેમ ભણે છે ? ત્યારે તેણીએ પણ રોષપૂર્વક પ્રત્યુત્તર વાળ્યો કે, હે કોઢિયા ! તમે પોતાને તો જાણતા નથી. આ સાંભળીને આશ્ચર્યચકિત થયેલા ઉદયને વિચાર્યું કે, નક્કી હું જેવો કુષ્ઠી છું, તેવી આ કાણી હશે અર્થાત્ બંને પાસે પ્રદ્યોત ખોટું બોલ્યો લાગે છે. ત્યારે તેણે તુરંત જ પડદો ખસેડી નાંખ્યો. જોયું તો – નિષ્કલંક, ચંદ્રસમાન ઉજ્વલ, મનોરમ, સર્વાગ સુંદર કન્યાને જોઈ. વાસવદત્તાએ કામદેવ સરખા મનોહર રૂપવાળા ઉદયન રાજાને જોયો. પરસ્પર સ્નેહાધીન બનેલા એવા તેઓનું મિલન નિરંકુશપણે થયું. માત્ર કંચનમાલા નામની દાસી કે જે તેની ધાવમાતા હતી, તેણીને એકને આ હકીકતની ખબર પડી, પણ બીજા કોઈ જ આ વાત જાણતાં ન હતા. કોઈ વખતે હાથી બાંધવાના સ્તંભથી અનલગિરિ હાથી એકદમ મદોન્મત્ત બની છૂટી ગયો. ત્યારે રાજાએ અભયને પૂછયું કે શું કરવું? ત્યારે અભયે કહ્યું, ઉદયન રાજા જો વાસવદત્તા કન્યાની સાથે ભવતી હાથણી ઉપર બેસીને ગાયન સંભળાવે તો હાથી વશ થાય. તે પ્રમાણે તે બંનેને અનલગિરિ પાસે જઈ ગાયન કરવા કહ્યું,. ગાયન ગાયું. હાથી વશ થયો એટલે બાંધી લીધો. તે જ હાથણી પર બેઠેલા ઉદયન અને વાસવદત્તા પૂર્વ સંકેત મુજબ નીકળી ગયા. ઉદયને પ્રથમથી જ હાથણીના મૂત્રના ચાર ઘડાઓ સાથે રાખેલા જ હતા. પછી વાસવદત્તા સહિત ઉદયન પોતાના નગર તરફ પલાયન થઈ ગયો. પ્રદ્યોતે અનલગિરિ હાથીને તૈયાર કર્યો, તેટલામાં હાથણી પચ્ચીશ યોજન આગળ નીકળી ગઈ. અનલગિરિ હાથી તેની પાછળ વેગથી દોડતો ઘણો નજીક આવી પહોંચ્યો. એટલે હાથણીના મૂત્રથી ભરેલો એક ઘડો ત્યાં નાંખ્યો. હાથી તે મૂત્ર સુંઘવા લાગ્યો. એટલામાં હાથણી બીજા પચ્ચીશ યોજન આગળ ચાલી ગઈ. એ રીતે ઉદયને બીજા ત્રણ ઘડા પચ્ચીશ–પચ્ચીશ Page #57 -------------------------------------------------------------------------- ________________ પ૬ આગમ કથાનુયોગ–પ યોજનના અંતરે ફોડ્યા. હાથી તે દરેકને સુંઘવામાં સમય વીતાવતો હતો, એટલામાં હાથણી દોડી ગઈ. વાસવદત્તા અને ઉદયન કૌશાંબી પહોંચી ગયા. વાસવદત્તા ઉદયનની અગ્રમહિષી બની. ૦ ભ.મહાવીર પાસે ઘર્મ શ્રવણ અર્થે જવું : તે કાળે, તે સમયે કૌશાંબી નગરી હતી. ચંદ્રાવતરણ ઉદ્યાન હતું. તે કૌશાંબીનગરીમાં સહસ્ત્રાનીક રાજાનો પૌત્ર, શતાનીક રાજાનો પુત્ર, ચેટક રાજાનો દોહિત્ર, મૃગાવતીદેવીનો આત્મજ, જયંતી શ્રમણોપાસિકાનો ભત્રીજો એવો ઉદયન રાજા હતો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર કૌશાંબી પધાર્યા – યાવતુ – પર્ષદા. પર્યુપાસના કરવા લાગી. ત્યારે ઉદયન રાજા આ સમાચાર સાંભળીને ઘણો હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! કૌશાંબી નગરીને અંદરથી અને બહારથી જલદીથી સાફ કરાવો ઇત્યાદિ બધું વર્ણન કોણિક રાજાની સમાન કરવું – યાવત્ – પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારપછી ભગવંતે ઉદયન રાજા ઇત્યાદિ અને મોટી પર્ષદાને ધર્મ કહ્યો – યાવતું પર્ષદા પાછી ફરી, ઉદયન રાજા પણ પાછો ફર્યો. ૦ આગમ સંદર્ભ :ભગ. ૫૩૪, ૫૩૫; વિવા. ૨૭, ૨૮; આવ.નિ. ૧૦૪૮, ૧૨૮૪ + વૃક આવયૂ.૧–પૃ. ૬૧૫, ૨–પૃ. ૧૯૨; ઉત્ત. નિ. ૧૪૮ + ; ૦ અભીચિ કથા : તે કાળે, તે સમયે સિંધુ સૌવીર જનપદોમાં વીતિભય નગર હતું. તેની બહાર ઇશાન ખૂણામાં મૃગવન નામે ઉદ્યાન હતું. તે નગરમાં ઉદાયન નામે રાજા હતો. તે મહાનું હિમવાનું પર્વતની સમાન હતો. તે ઉદાયન રાજાને પ્રભાવતી નામે પટ્ટરાણી હતી. તે સુકુમાલ હતી – યાવતુ – વિચરણ કરતી હતી. તે ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતીદેવીનો આત્મજ અભીચિકુમાર હતો. તે સુકુમાલ હતો. તેનું શેષ વર્ણન શિવભદ્ર સમાન જાણવું – ચાવતું – તે રાજ્યનું નિરીક્ષણ કરતો એવો રહેતો હતો. (આ સમગ્ર કથા શ્રમણ વિભાગમાં ઉદાયન રાજર્ષિની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ “ઉદાયન'...રાજર્ષિ) ત્યારે ઉદાયન રાજાને આ પ્રકારનો અધ્યવસાય – યાવત્ – ઉત્પન્ન થયો કે, વાસ્તવમાં અભીચિકુમાર મારો એક જ પુત્ર છે. તે મને અત્યંત ઇષ્ટ અને પ્રિય છે – થાવત્ – તેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે. તો પછી તેનું દર્શન દુર્લભ હોય, તેમાં તો કહેવાનું જ શું હોય ? તેથી જો હું અભીચિકુમારને રાજ્ય સોંપીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને – યાવત્ – પ્રવ્રજિત થઈશ તો અભીચિકુમાર રાજ્ય અને રાષ્ટ્રમાં – ચાવતું – જનપદમાં અને મનુષ્યસંબંધી કામભોગોમાં મૂચ્છિત, ગૃદ્ધ, ગ્રથિત અને અત્યધિક તલ્લીન થઈને અનાદિ, અનંત, દીર્ધ માર્ગવાળા ચતુર્ગતિરૂ૫ સંસારમાં Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા × - x ઉદાયન રાજાએ પોતાના ભાણેજ પરિભ્રમણ કરશે. કેશીકુમારનો રાજ્યાભિષેક કર્યો. - ત્યારપછી કોઈ દિવસે રાત્રિના પાછલા પ્રહરમાં કુટુંબ જાગરણ કરતા અભીચિકુમારના મનમાં આવા પ્રકારનો વિચાર – યાવત્ - ઉત્પન્ન થયો. હું ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતીદેવીનો આત્મજ છું. તો પણ ઉદાયન રાજાએ મને છોડીને પોતાના ભાણેજ કેશીકુમારને રાજ્યસિંહાસન પર સ્થાપિત કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે. = x - ૪ - x આવા પ્રકારના મહાન્ અપ્રતીતિરૂપ મનો—માનસિક દુઃખથી અભિભૂત થયેલા અભીચિકુમાર પોતાના અંતઃપુર, પરિવારસહિત પોતાના ભાંડ, માત્ર ઉપકરણને લઈને વીતિભય નગરથી નીકળી ગયો. અનુક્રમથી ગમન કરતા અને ગ્રામાનુગ્રામ ચાલતો એવો ચંપાનગરીમાં કૂણિક રાજાની પાસે પહોંચ્યો. કૂણિક રાજાને મળીને તેનો આશ્રય ગ્રહણ કરીને રહેવા લાગ્યો. ત્યાં પણ તે વિપુલ ભોગ સામગ્રીથી સંપન્ન થઈ ગયો. ૫૭ તે સમયે અભીચિકુમાર શ્રમણોપાસક થયો. તે જીવ–અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા બનીને – યાવત્ – જીવનયાપન કરતો હતો. પણ તે ઉદાયનરાજા પ્રતિ વૈરના અનુબંધથી યુક્ત હતો. તે અભીચિકુમારે ઘણા વર્ષો સુધી શ્રાવક પર્યાયનું પાલન કર્યું અને તે સમયમાં અર્હમાસિક સંલેખના વડે ત્રીશ ભક્ત અનશનનું છેદન કરી, તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના મરણના સમયે કાળધર્મને પ્રાપ્ત થયો. મૃત્યુ પામીને આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોના નીકટવર્તી ચોસઠ લાખ આતાપ નામના અસુરકુમારાવાસોમાં કોઈ આતાપ નામના અસુરકુમાર—આવાસમાં આતાપરૂપ અસુરકુમાર દેવના રૂપમાં ઉત્પન્ન થયો. ત્યાં અભીચિદેવની સ્થિતિ એક પલ્યોપમની હતી. O હે ભગવન્ ! તે અભીચિ દેવ તે દેવલોકથી આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી ઉર્તન કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. x x = આગમ સંદર્ભ = ઠા. ૭૩૨ની વૃ; X તુંગિયા નગરીના શ્રાવકોની કથા ઃ તે કાળે, તે સમયે તુંગિકા નામની નગરી હતી (નગરીનું વર્ણન સમજી લેવું) તે તુંગિકા નગરીની બહાર ઇશાન ખૂણામાં પુષ્પવતી નામક ચૈત્ય હતું. (ચૈત્યનું વર્ણન કરવું) ૦ તુંગિયા નગરીના શ્રમણોપાસક :– * ભગ. ૧૮૭, ૫૮૮; તે તુંગિકા નગરીમાં ઘણાં જ શ્રમણોપાસકો નિવાસ કરતા હતા. જેઓ ધનાઢ્ય અને દૈદીપ્યમાન હતા. તેઓને રહેવાના ભવન વિશાળ અને ઘણાં ઊંચા હતા. તેમની પાસે ઘણી મોટી સંખ્યામાં શયન, આસન, યાન, વાહન આદિ હતા. તેમની પાસે ધન, સુવર્ણ Page #59 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૫ અને ચાંદી ઘણાંજ હતા. તેઓ આયોગ–પ્રયોગ કરવામાં ઘણાં જ કુશળ હતા. તેમને ત્યાં વિવિધ પ્રકારના ખાદિમ સ્વાદિમ આદિ પદાર્થ પુષ્કળ પ્રમાણમાં હતા. તેઓને ત્યાં અનેક દાસ, દાસી, ગાય, ભેંસ અને બકરી આદિ રહેતા હતા, તેઓ અપરાભૂત હતા. તેઓ જીવ અને અજીવ તત્ત્વોના સ્વરૂપના જાણકાર હતા. તેઓ પુણ્યપાપ કાર્યોનો વિવેક કરનારા હતા. તેઓ આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષ ઇત્યાદિ તત્ત્વજ્ઞાનમાં કુશળ હતા. તેઓ નિગ્રંથ પ્રવચનમાં એટલા શ્રદ્ધાશીલ હતા કે કોઈ પણ સમર્થ દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ, મહોરગ અદિ દેવ ગણ તેઓને નિગ્રંથ પ્રવચનથી વિચલિત કરી શકતા ન હતા. ૫૮ તેઓએ શાસ્ત્રોના અર્થોને ઉપલબ્ધ કર્યો હતો. શાસ્રાર્થને ગ્રહણ કર્યો હતો. શાસ્ત્રાર્થને પૂછીને નિશ્ચિત કર્યો હતો. શાસ્ત્રાર્થને અધિગત કર્યો હતો. શાસ્ત્રાર્થના રહસ્યને તેઓએ નિર્ણયપૂર્વક જાણેલ હતો. નિગ્રંથ પ્રવચન પ્રતિ અનુરાગથી તેમનું રોમ–રોમ વ્યાપ્ત હતું. જેનાથી તેઓ આ પ્રમાણે કહેતા હતા કે, આયુષ્યમાન્ ! આ નિગ્રંથ પ્રવચન જ અર્થ અને પરમાર્થરૂપ છે. બાકી બધું જ અનર્થરૂપ છે. તેઓની ઉદારતાને કારણે તેમના દ્વારોની અર્ગલા સદૈવ ખુલી રહેતી હતી. કોઈપણના ઘર કે અંતઃપુરમાં પ્રવેશ કરવાની તેમને છૂટ હતી. તેઓ બધાંના પ્રીતિપાત્ર હતા. તેઓ ચૌદશ, આઠમ, અમાસ અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ પૌષધની સમ્યક્ પ્રકારે અનુપાલના કરતા–કરતા, શ્રમણ નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, પીઠફલક, શય્યા સંસ્તારક, ઔષધ અને ભેષજથી પ્રતિલાભિત કરતા હતા. તેઓ શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ ને યથાવિધિ અંગીકાર કરેલ તપઃકર્મ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ૦ તુંગિકામાં પાર્શ્વપત્નીય સ્થવીરોનું આગમન : તે કાળે, તે સમયે જાતિસંપન્ન, કુલસંપન્ન, બલસંપન્ન, રૂપસંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન, ચારિત્રસંપન્ન, લજ્જાસંપન્ન, લાઘવસંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, પ્રતાપી, યશસ્વી, ક્રોધજ્યી, માનજયી, માયાજયી, લોભજયી, નિદ્રાજયી, ઇન્દ્રિયજયી, પરિષહજયી, જીવનની આશા અને મરણના ભયથી વિમુક્ત, તપઃપ્રધાન, ગુણપ્રધાન, કરણપ્રધાન, લાગવપ્રધાન, ક્ષમાપ્રધાન, મુક્તિપ્રધાન, વિદ્યાપ્રધાન, મંત્રપ્રધાન, વેદપ્રધાન, બ્રહ્મપ્રધાન, નવપ્રધાન, નિયમપ્રધાન, સત્યપ્રધાન, શૌયપ્રધાન, ઉત્તમપ્રજ્ઞાસંપન્ન (એવા−) (તેમજ) શોધી-અન્વેષણ કરનારા, નિદાનરહિત, સ્તુતિ–પ્રશંસામાં ઉદાસીન, બહિર્મુખીપણાથીરહિત, સુશ્રામણ્યમાં રત, અપ્રતિહતરૂપથી પ્રશ્નોનું સમાધાન કરનારા, પ્રતિપાદન કરનારા, કુત્રિકાપણરૂપ અર્થાત્ સર્વ પ્રકારે બોધને દેનારા, બહુશ્રુત, મોટા શિષ્ય પરિવારવાળા, ભ.પાર્શ્વનાથના શિષ્ય સ્થવિર ભગવંત પોતાના ૫૦૦ અણગારોની સાથે અનુક્રમે ચાલતા ચાલતા, ગ્રામાનુગ્રામમાં ગમન કરતા અને સુખપૂર્વક વિહાર કરતા એવા જ્યાં તુંગિકાનગરી હતી, જ્યાં પુષ્પવતી ચૈત્ય હતું. ત્યાં આવ્યા. આવીને યથાપ્રતિરૂપ અવગ્રહને ધારણ કરી) સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૦ શ્રમણોપાસકો દ્વારા સ્થવિર સમીપે ગમન :– ત્યારપછી શ્રમણ નિગ્રંથ તુંગિકા નગરીમાં આવેલ છે યાવત્ – એક દિશા તરફ ઊભા રહીને ધ્યાન કરી રહ્યા છે આ સંવાદ તુંગિકા નગરીના શ્રૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખો, રાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં સર્વત્ર ફેલાઈ ગઈ. - ત્યારે તે નગરીમાં રહેનારા શ્રમણોપાસકોએ આ વાતને જાણીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળા, પ્રસન્ન, સ્નેહયુક્ત મનવાળા, પરમસૌમનસ ભાવયુકત, હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા થઈને પરસ્પર એકબીજાને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જાતિસંપન્ન આદિ વિશોષણોથી યુક્ત, પાર્સ્થાપત્યીય સ્થવિર ભગવંત પધાર્યાં છે — યાવત્ – તથાપ્રતિરૂપ અવગ્રહને ધારણ કરીને સંયમ અને તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા એવા વિચરણ કરી રહ્યા છે. ૫૯ તો હે દેવાનુપ્રિય ! તથારૂપ સ્થવિર ભગવંતોના નામ અને ગોત્ર શ્રમણનું પણ જ્યારે મહાન્ ફળ મળે છે, તો પછી તેમની સન્મુખ જવું, તેમને વંદન—નમસ્કાર કરવા, કુશલ સમાચાર પૂછવા અને તેઓની પર્યુપાસના કરવાથી કલ્યાણ થવામાં તો કોઈ પ્રશ્ન જ નથી. અથવા વંદન—નમસ્કાર અને પર્યાપાસના કરવાના ફળ વિશે તો કહેવાનું જ શું હોય ? જ્યારે આર્યધર્મના એક જ સુવચનને સાંભળવું મંગલરૂપ છે, તો પછી વિપુલ અર્થને ગ્રહણ કરવાથી કલ્યાણ થશે જ. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે બધાં જઈએ અને તે સ્થવિર ભગવંતોને વંદન-નમસ્કાર કરીએ. તેઓના સત્કાર–સન્માન કરીએ અને કલ્યાણરૂપ, મંગરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ તેઓની સેવા કરીએ. તે આપણા માટે આ ભવમાં અને પર ભવમાં હિતરૂપ, સુખરૂપ, શાંતિરૂપ અને પરંપરાથી કલ્યાણરૂપ થશે. આ પ્રમાણે કહીને આ વાતને એકબીજાથી સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને પોતપોતાના ઘરે ગયા. ઘરે જઈને સ્નાન, બલિકર્મ, કૌતુક, મંગલરૂપ, પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ, શ્રેષ્ઠ અને મંગલરૂપ વસ્ત્રોને પહેરીને, અલ્પ પણ મહામૂલ્યવાન્ અલંકારોથી શરીરને અલંકૃત્ કરીને પોતપોતાના ઘેરથી નીકળ્યા. નીકળીને એક સ્થાને એકત્રિત થયા અને એકત્રિત થઈને પગે ચાલતા તુંગિકા નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યા. નીકળીને પુષ્પવતી ચૈત્યમાં આવ્યા. ચૈત્યમાં આવીને પાંચ પ્રકારના અભિગમોપૂર્વક સ્થવિર ભગવંતોની પાસે પહોંચ્યા. તે આ પ્રમાણે :– (૧) સચિત્ત દ્રવ્યોને એક તરફ રાખે છે, (૨) અચિત્ત દ્રવ્યોને પોતાની પાસે રાખે છે, (૩) એકશાટિક ઉત્તરાસંગ કરે છે, (૪) તેઓને જોતાની સાથે જ હાથ જોડે છે અને (૫) મનને એકાગ્ર કરે છે. આ પાંચ અભિગમોપૂર્વક ભગવંતોની પાસે જઈને ત્રણ પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને વંદન—નમસ્કાર કરે છે અને ત્રણ પ્રકારની પર્યુંપાસના દ્વારા તેમની પર્યુપાસના કરે છે. તે આ પ્રમાણે :– કાયિક, વાચિક અને માનસિક રીતે. ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે શ્રમણોપાસકને તથા તે મહતી પર્ષદાને કેશીકુમાર શ્રમણની માફક ચતુર્યામ ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને – યાવત્ – Page #61 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ તે શ્રમણોપાસકોએ પોતાની શ્રમણોપાસકતા દ્વારા તે સ્થવિર ભગવંતોની આજ્ઞાનું આરાધન કર્યું – યાવત્ – ધર્મકથા સમાપ્ત થઈ. ૦ શ્રમણોપાસકો દ્વારા સ્થવિર ભગવંતને પ્રશ્નો : ત્યારપછી તે સ્થવિર ભગવંતે પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને હૃદયંગમ કરીને તે શ્રમણોપાસકો ઘણાં જ હર્ષિત અને સંતુષ્ટ થયા – યાવત્ – તેઓનું હૃદય પ્રફૂલ્લિત થયું. તેઓએ સ્થવિર ભગવંતોને જમણી તરફથી ત્રણ વાર પ્રદક્ષિણા કરી – યાવત્ – તેમની પર્યાપાસના કરી અને પછી આ પ્રમાણે પૂછયું – હે ભગવન્! સંયમનું ફળ શું છે ? હે ભગવન્તપનું ફળ શું છે ? ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, હું આર્યો સંયમનું ફળ આશ્રવરહિતતા છે. તપનું ફળ વ્યવદાન (કર્મમળથી આત્માને શુદ્ધ કરવો) છે. શ્રમણોપાસકે તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે પૂછયું, હે ભગવન્! જો સંયમનું ફળ અનાશ્રવતા છે અને તપનું ફળ વ્યવદાન છે તો દેવો દેવલોકમાં કયા કારણથી ઉત્પન્ન થાય છે ? ત્યારે – કાલિકપુત્ર નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને એમ કહ્યું કે, હે આર્યો! પૂર્વના તપને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ' મેહિલ નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, હે આર્યો ! પૂર્વ સંયમને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. પછી તેઓમાંના આનંદરક્ષિત નામક સ્થવિરે તે શ્રમણોપાસકોને કહ્યું, હે આર્યો! કર્મશષ રહેવાને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેઓમાં કાશ્યપ નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને કહ્યું, હે આર્યો ! સંગિતા અર્થાત્ આસક્તિને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે તે આર્યો ! પૂર્વ (રાગભાવયુક્ત) તપ વડે, પૂર્વ (સરાગ) સંયમથી, કર્મોના રહેવાથી, તથા સંગિતા (કવ્યાસક્તિ)થી દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આ વાત સત્ય છે. તેથી કહી છે, અમે અમારો આત્મભાવ બતાવવાની દૃષ્ટિથી કહી નથી. ત્યારપછી તે શ્રમણોપાસક, સ્થવિર ભગવંતો દ્વારા કહેવાયેલ આ અને આવા ઉત્તરોને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા અને સ્થવિર ભગવંતોને વંદના–નમસ્કાર કરીને અન્ય પ્રશ્નો પણ પૂછે છે, પ્રશ્ન પૂછીને પછી સ્થવિર ભગવંતો દ્વારા અપાયેલા ઉત્તરોને ગ્રહણ કરે છે. ત્યારપછી તેઓ ત્યાંથી ઊભા થયા. પછી ત્રણ વખત પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા. આ તરફ તે સ્થવિર ભગવંતો પણ કોઈ એક દિવસે તુંગિકાનગરીના તે પુષ્પવતિક ચૈત્યથી નીકળ્યા અને બહારના જનપદોમાં વિચરવા લાગ્યા. - આગમ સંદર્ભ :ભગ ૧૩૦ થી ૧૩૪; Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૬૧ ૦ કનકદેવજ શ્રાવકની કથા - (કનકધ્વજની કથા પૂર્વે શ્રમણકથામાં તેતલિપુત્રની કથામાં આવી જ ગયેલ છે. કથા જુઓ તેતલિપુત્ર” તેમજ “પોટ્ટિલા” શ્રમણી વિભાગમાં) કનકધ્વજ શ્રાવક પરીચય કથન : તે કાળે, તે સમયે તેતલપુર નામે નગર હતું. તે તેટલીપુરની બહાર ઇશાન ખૂણામાં અમદવન નામક ઉદ્યાન હતું. તે તેટલીપુર નગરમાં કનકરથ નામનો રાજા હતો. તે કનકરથ રાજાને પદ્માવતી નામની રાણી હતી. – ૪ – ૪ – ૪ – ૪ – તેટલીપુત્રએ પદ્માવતી રાણી સાથે પોતપોતાના બાળકોનું પરિવર્તન કર્યું. કનકરથ–પદ્માવતીના પુત્રને ત્યાંનો તેટલીપુત્ર અમાત્ય પોતાને ત્યાં લઈ ગયો – ૪ – ૪ – ૪ – ત્યારપછી તેટલીપુત્ર અમાત્યએ બીજા દિવસે કૌટુંબિક પુરષોને બોલાવ્યા. બોલાવીને તેઓને કહ્યું – ૮ – ૮ – ૮ – આ બાળક કનકરથ રાજાના રાજ્યમાં ઉત્પન્ન થયો છે, માટે તેનું કનકધ્વજ નામ થાઓ. એમ કહીને તેનું કનકધ્વજ નામ રાખ્યું - થાવત્ – તે બાળક ભોગ ભોગવવાને માટે સમર્થ થઈ ગયો – ૪ – ૪ – ૪ – ત્યારપછી કોઈ સમયે કનકરથ રાજા મૃત્યુ પામ્યો. – ૮ – ૪ – ત્યારપછી તેટલીપુત્રએ કુમારના જન્મ અને સંવર્ધન આદિનો સર્વ વૃત્તાંત તેમને કહ્યો. ત્યારે તે રાઈસર, તલવર આદિએ કનકધ્વજ કુમારનો મહાન રાજ્યાભિષેક વડે અભિષેક કર્યો. ત્યારે તે કનકદેવજકુમાર રાજા થઈ ગયો. તે મહાહિમવંત, મલયપર્વત, મંદરપર્વત, શ્રેષ્ઠ ઇન્દ્રસમાન ઇત્યાદિ – યાવત્ – તે રાજ્યના પ્રશાસનને – પાલન કરતો વિચરવા લાગ્યો – ૮ – – ૮ – તેતલીપત્ર અણગારને શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાય અને વિશુદ્ધમાન લેશ્યાથી તદાવરણીય કર્મોનો ક્ષયોપશમથી કર્મરાજનો નાશ કરનારા અપૂર્વકરણમાં પ્રવેશ કરવાથી અર્થાત્ ક્ષપકશ્રેણી પર આરોહણ કરવાથી ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા – ૪ – ૪ – ત્યારપછી કનકધ્વજ રાજાએ આ વૃત્તાંત જાણીને – x – ૪ – ૪ – તેણે સ્નાન કર્યું. ચતુરંગિણી સેનાની સાથે તેમજ માતાને લઈને સર્વ ઋદ્ધિપૂર્વક નીકળ્યો. ત્યારપછી જ્યાં તેટલીપુત્ર અણગાર હતો, ત્યાં ગયા. જઈને તેટલીપુત્ર કેવળીને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને પોતાના દ્વારા કરાયેલ ભૂલને માટે વિનયપૂર્વક વારંવાર ક્ષમા માંગી. ક્ષમાયાચના કરીને કનકધ્વજ રાજા બહુ દૂર નહીં – બહુ નજીક નહીં તેવા યોગ્ય સ્થાને બેસી, પર્યપાસના કરવા લાગ્યો. ત્યારપછી તેટલીપુત્ર અણગારે કનકધ્વજ રાજા અને તે વિશાળ પર્ષદાને ધર્મોપદેશ આપ્યો. ત્યારે તે કનકધ્વજ રાજાએ તેટલીપુત્ર કેવલી પાસેથી ધર્મશ્રવણ કરી અને હૃદયમાં ધારણ કરી, પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કર્યો. કરીને તે જીવ–અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયો. ૦ આગમ સંદર્ભ :-- નાયા. ૧૪૯, ૧૫૩, ૧૫૪, ૧૫૬; આવ.પૂ.૧–પૃ. ૪૯૯; Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ આગમ કથાનુયોગ-૫ આવ.નિ. ૮૭૮ની વ. ૦ નંદ મણિયાર શ્રાવકની કથા : તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેની બહાર ઇશાન ખૂણામાં રાજગૃહ નામે નગર હતું. તે રાજગૃહનગરના ઇશાન ખૂણામાં ગુણશીલક નામે ચૈત્ય હતું. ત્યાં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્ષદા નીકળી.. ૦ રદેવની ભ.મહાવીર સન્મુખ નાટ્યવિધિ : તે કાળે, તે સમયે સૌધર્મકલ્પના દર્દરાવતંસક વિમાનમાં સુધર્માસભામાં શુક્ર નામના સિંહાસન પર બેસીને દર્દદેવ ૪૦૦૦ સામાનિક દેવો, ચાર અગ્રમહિષીઓ અને ત્રણ પર્ષદાની સાથે સૂર્યાભદેવ સમાન – યાવત્ - દિવ્ય ભોગોપભોગોને ભોગવતો વિચરતો હતો. તે સમયે તેણે પોતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા સંપૂર્ણ જંબૂલીપ નામના દ્વીપને જોતા-જોતા ગુણશીલક ચૈત્યમાં આવેલા શ્રમણ ભગવંત મહાવીરને જોયા – થાવત્ – સૂર્યાભદેવની સમાન નાટ્યવિધિઓને દેખાડીને પાછો ગયો. ૦ દર દેવના પૂર્વભવનું નામ કથન : હે ભગવન્! આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન– નમસ્કાર કર્યા અને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! આ દરદેવ મહાન્ દ્ધિમંત, મહાનું ઘુતિમત, મહાબળવાનું મહાયશસ્વી, મહાસુખવાનું અને મહાપ્રભાવશાળી છે. હે ભગવન્! તે દર્દુરદેવની તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવપ્રભાવ ક્યાં ચાલ્યો ગયો ? ક્યાં સમાઈ ગયો ? ત્યારે ભગવંત મહાવીરે કહ્યું કે, હે ગૌતમ ! તે દિવ્ય દેવઋદ્ધિ આદિ શરીરમાં ચાલી ગઈ, શરીરમાં સમાઈ ગઈ. તે માટે કૂટાગારશાલાનું દૃષ્ટાંત સમજી લેવું. હે ભગવન્! તે દર્દૂર દેવને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવવ્રુતિ, દિવ્ય દેવાભાવ કઈ રીતે લબ્ધ થયો ? કઈ રીતે પ્રાપ્ત થયો? કઈ રીતે અભિસમન્વગત થયો ? ત્યારે ભગવંતે કહ્યું કે, હે ગૌતમ ! આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં રાજગૃહ નામે નગર છે. ત્યાં ગુણશિલક ચૈત્ય છે અને ત્યાં શ્રેણિકરાજા રાજ્ય કરે છે. આ રાજગૃહ નગરમાં નંદ નામે એક મણિયાર શ્રેષ્ઠી રહેતો હતો. જે ધનાઢ્ય, તેજસ્વી – યાવત્ કોઈથી પરાભૂત થનારો ન હતો. ૦ નંદ મણિયારને ધર્મ પ્રાપ્તિ પછી મિથ્યાત્વનો ઉદય : હે ગૌતમ! તે કાળે, તે સમયે હું ગુણશીલક ચૈત્યમાં આવ્યો. પર્ષદા વંદન કરવાને નીકળી. શ્રેણિક રાજા પણ નીકળ્યો. ત્યારે તે નંદમણિકાર શ્રેષ્ઠી આ વૃત્તાંતને સાંભળીને પગે ચાલીને ત્યાં આવ્યો – યાવત્ – ઉપાસના કરવા લાગ્યો. ત્યારપછી તે નંદ ધર્મ સાંભળીને શ્રમણોપાસક થઈ ગયો. ત્યારપછી હું રાજગૃહ નગરથી નીકળીને બહાર જનપદોમાં વિચરણ કરવા લાગ્યો. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૬૩ ત્યારપછી તે નંદમણિયાર શ્રેષ્ઠી અન્ય કોઈ સમયે અસાધુઓના દર્શનથી અને સુસાધુઓની ઉપાસના ન કરવાથી, તેમનો ઉપદેશ શ્રવણ ન કરવાથી, ધીમે ધીમે સમ્યકત્વના પર્યાયોના ક્રમશઃ ક્ષીણ થતા જવાથી તથા મિથ્યાત્વના પર્યાયોની ક્રમશઃ વૃદ્ધિ થતી જવાથી મિથ્યાત્વી થઈ ગયો. ત્યારપછી તે નંદમણિયાર શ્રેષ્ઠીએ અન્ય કોઈ દિવસે ગ્રીષ્મઋતુમાં જેઠ માસમાં અષ્ટમભક્ત અંગીકાર કર્યો અને અંગીકાર કરીને પૌષધશાળામાં બ્રહ્મચર્યપૂર્વક, મણિ અને સુવર્ણના આભૂષણોના ત્યાગ કરીને, માળા-વર્ણક વિલેપન– મૂશલ આદિ શસ્ત્રોના આરંભ સમારંભનો ત્યાગ કરીને એકાકી, અદ્વિતીય થઈને દર્ભના સંથારા પર બેસીને વિચરણ કરવા લાગ્યો. ૦ નંદ દ્વારા પુષ્કરિણી અને વનખંડ નિર્માણ : ત્યારપછી તે નંદમણિયાર શ્રેષ્ઠીનો અષ્ટમભક્ત પરિણત – પૂર્ણ થવા આવ્યો, ત્યારે ભૂખ અને તરસથી પીડિત થવાથી, તેના મનમાં આવા પ્રકારના અધ્યવસાય – થાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, તે ઈશ્વર પ્રકૃતિ સાર્થવાહ ધન્ય છે, તે ઈશ્વર પ્રભૂતિ પુણ્યશાળી છે, તે ઈશ્વર પ્રભૂતિ કૃતાર્થ છે, તે ઈશ્વર આદિ કૃતપુણ્ય છે, તે ઈશ્વર આદિ વૈભવશાળી છે, જેની આ રાજગૃહનગરની બહાર ઘણી જ વાવડીઓ, પુષ્કરિણીઓ, દીધિંકાઓ, ગુંજાલિકાઓ, સરોવર અને અનેક સરોવરની પંક્તિઓ છે. જેમાં ઘણા લોકો નાન કરે છે, પાણી પીએ છે અને જેમાંથી પાણી ભરીને લઈ જાય છે. તેથી મારા માટે એ ઉચિત રહેશે કે, હું પણ કાલ રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી – યાવત્ – સૂર્યોદય થાય અને સહસ્રરશ્મિ દિનકરનો જાજ્વલ્યમાન તેજ સહિત ઉદય થયા પછી શ્રેણિક રાજાની અનુમતિ લઈને રાજગૃહનગરની બહાર ઈશાન ખૂણામાં વૈભારગિરિ પર્વતની સમીપ વાસ્તુ (શાસ્ત્ર) પાઠકો દ્વારા પસંદ કરાયેલ ભૂમિભાગમાં નંદા પુષ્કરિણી ખોલવું – નંદ મણિયાર શ્રેષ્ઠીએ આવા પ્રકારનો વિચાર કર્યો. આવો વિચાર કરીને બીજે દિવસે રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી – યાવત્ – સૂર્યોદય થયો તથા જાજ્વલ્યમાન તેજથી સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશમાન થયા પછી પૌષધ પાર્યો. પૌષધ પારીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને ત્યારપછી મિત્રો, જ્ઞાતિબંધુઓ, પોતાના સ્વજન સંબંધી અને પરિજનોને સાથે લઈને મહાર્થક, મહામૂલ્યવાન મહાઈ ભેટ લીધી અને ભેંટ લઈને જ્યાં શ્રેણિક રાજા હતો, ત્યાં આવ્યો – યાવત્ – ભેંટ રાજાની સામે રાખી, ભેટ રાખીને આ પ્રમાણે કહ્યું – હે સ્વામી ! આપની આજ્ઞા અનુમતિ લઈને રાજગૃહનગરની બહાર ઇશાન દિશામાં વૈભાર પર્વતની સમીપે વાસ્તુપાઠકો દ્વારા પસંદ કરાયેલા ભૂમિ ભાગમાં નંદાપુષ્કરિણી ખોદાવવા ઇચ્છું છું. રાજાએ કહ્યું, જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારપછી તે નંદ મણિયાર શ્રેષ્ઠી શ્રેણિક રાજાની આજ્ઞા પ્રાપ્ત થવાથી હર્ષિત અને સંતુષ્ટ થતો એવો રાજગૃહનગરના મધ્ય ભાગથી નીકળ્યો અને નીકળીને વાસ્તુપાઠકો દ્વારા પસંદ કરાયેલ ભૂમિભાગમાં નંદાપુષ્કરિણી ખોદાવવામાં પ્રવૃત્ત થયો. તથા તેણે નંદાપુષ્કરિણી ખોદાવવાનો પ્રારંભ કર્યો. Page #65 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ ત્યારપછી નંદાપુષ્કરિણી ખોદાતા–ખોદાતા ચતુષ્કોણ અને સમાન કિનારાવાળી પુષ્કરિણી-(વાવ) થઈ ગઈ. ત્યારપછી અનુક્રમથી તેની ચારે તરફ ફરતા પરકોટા બનાવ્યા, તે પુષ્કરિણી શીતળ જળથી ભરેલી હતી અને જળ, પાંદડા, બિસતંતુ અને મૃણાલોથી આચ્છાદિત થઈ ગઈ. તે પુષ્કરિણી ઘણાં જ ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ– સુંદર સૌગંધિક કમલ, પુંડરીક, મહાપુંડરીક શતપત્ર, સહસ્ત્રપત્ર આદિ અનેક પ્રકારના કમળોના પરાગથી પરિવ્યાપ્ત થઈ. પરિપત્થ નામના જળ તંતુઓ, ભ્રમણ કરતા એવા મદોન્મત્ત ભ્રમર અને અનેક પ્રકારની પક્ષી યુગલોના કલરવ અને ઉન્મત્ત તેમજ મધુર સ્વરનાદથી ગુંજવા લાગી. જેનાથી તે પુષ્કરિણી પ્રાસાદીય – યાવત્ – પ્રતિરૂપ થઈ ગઈ. ત્યારપછી નંદ મણિયાર શ્રેષ્ઠીએ નંદાપુષ્કરિણીની ચારે દિશાઓમાં ચાર વનખંડ બનાવ્યા. વનખંડોની સારી રીતે દેખરેખ રાખવાથી, સંગોપન–સારસંભાળ કરવાથી, સંવર્ધન કરવાથી, તે વનખંડ કૃષ્ણ વર્ણવાળું – યાવત્ – મહામેળોની સમાન, સઘન, પત્રપુષ્પ અને ફળથી ભરેલું અને પોતાની સુંદરતાથી અતીવ-અતીવ શોભાયમાન થઈ ગયું. ૦ નંદ દ્વારા ચિત્રસભા, મહાનસશાલા આદિનું નિર્માણ : ત્યારપછી નંદમણિયાર શ્રેષ્ઠીએ પૂર્વદિશાના વનખંડમાં એક વિશાળ ચિત્રસભાનું નિર્માણ કરાવ્યું. જે અનેક સેંકડો સ્તંભોની બનેલી હતી. પ્રાસાદીય – યાવત્ – પ્રતિરૂપ હતી. તે ચિત્રસભામાં ઘણાં જ કૃષ્ણવર્ણવાળા – યાવત્ – શુક્લવર્ણવાળા કાષ્ઠકર્મ (પુતળી આદિ કોતરકામ) થયેલા હતા. એ જ રીતે પુસ્તકર્મ–કપડા પર બનેલ ચિત્ર આદિ હતા, ચિત્ર, લેપ્ય, ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ કલાકૃતિઓ હતી. જેને દર્શકો એકબીજાને દેખાડી–દેખાડીને પ્રસન્ન થતા હતા. ત્યાં ઘણાં જ આસન-શયન હંમેશાં માટે રખાયેલા હતા. ત્યાં ઘણાં જ નટ, નર્તક, સ્તુતિપાઠક, મલ્લ, મૌષ્ટિક, પંજા લડાવનારા, વિદૂષક, કથા કરનાર, તરનારા, ભાંડ, આખ્યાયિક, લેખ (વાંસ પર ક્રીડા કરનાર), પંખ (ચિત્રપટ દેખાડીને ભિક્ષા માંગનાર), તૂણ–તુંબવીણક વગાડનારા આદિ પુરષ જીવિકા અને વેતન આપીને રાખવામાં આવેલ હતા. તે તાલાચર કર્મ કરતા-કરતા ત્યાં રહેતા હતા. ફરવાને માટે નીકળેલા રાજગૃહ નગરના ઘણાં જ લોકો ત્યાં આવીને પહેલાથી જ રાખેલા આસનો અને શયનો પર બેસીને તેમજ સૂઈને કથા-વાર્તા સાંભળતા નાટક જોતાજોતા અને ત્યાંની શોભાનો આનંદ અનુભવ કરતા-કરતા સુખપૂર્વક વિચરણ કરતા હતા. ત્યારપછી નંદમણિયાર શ્રેષ્ઠીએ દક્ષિણ બાજુના વનખંડમાં અનેક સેંકડો સ્તંભોથી સન્નિવિષ્ટ – યાવત્ – પ્રતિરૂપ એક વિશાળ માનસશાળા (રસોઈગૃહ) બનાવડાવી. ત્યાં આજીવિકા અને ભોજન તેમજ વેતન આપીને રાખેલ ઘણાં જ વ્યક્તિ વિપુલ માત્રામાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર પકાવત હતા અને ઘણાં જ શ્રમણો, માહણો, અતિથિઓ, દરિદ્રો અને ભિખારીઓને ભોજન કરાવતા હતા અથવા આપતા હતા. ત્યારપછી નંદ મણિયાર શ્રેષ્ઠીએ પશ્ચિમ દિશાના વનખંડમાં એક વિશાળ ઔષધાલય (ચિકિત્સાલય) બનાવડાવ્યું. જે અનેક સેંકડો સ્તંભોથી યુક્ત – યાવત્ – Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્રતિરૂપ હતું, તેમાં ઘણાં જ વૈદ્ય અને વૈદ્યપુત્રો, જ્ઞાયક અને જ્ઞાયકપુત્રો, કુશળ અને કુશળપુત્રો આજીવિકા અને ભોજનસહિત વેતન દઈને રાખવામાં આવ્યા હતા. જે ઘણાં જ વ્યાધિપીડિતોની, ગ્લાનોની, રોગીઓની અને દુર્બલોની ચિકિત્સા કરતા રહેતા હતા. તે ઔષધાલય – ચિકિત્સાલયમાં બીજા પણ ઘણાં લોકો આજીવિકા, ભોજન અને વેતન આપીને રાખવામાં આવ્યા હતા. તેઓ વ્યાધિપીડિતોની, ગ્લાનોની, રોગીઓની અને દુર્બલોની ઔષધિ, ભેષજ, ભોજન અને પાણી દ્વારા સેવાશુશ્રુષા કરતા હતા. - ત્યારપછી નંદમણિયાર શ્રેષ્ઠીએ ઉત્તરદિશાના વનખંડમાં એક વિશાળ અલંકાર સભાનું નિર્માણ કરાવ્યું, જો અનેક સેંકડો સ્તંભોથી સંનિવિષ્ટ – યાવત્ – પ્રતિરૂપ હતી. તેમાં ઘણાં જ અલંકારિકપુરુષ જીવિકા, ભોજન અને વેતન દઈને રાખ્યા હતા. જે ઘણાં જ શ્રમણો, અનાર્યો, ગ્લાનો, રોગીઓ અને દુર્બલોના અલંકાર કર્મ કરતા હતા. ૦ પોતાની પ્રશંસા સાંભળી નંદનું હર્ષિત થવું : આ નંદાપુષ્કરિણીમાં ઘણાં જ સનાથ, અનાથ, પાંથિક, પથિક, ફરોટિક, તૃણહારક, પત્ર (પાંદડા) હારક, કાષ્ઠહારક વગેરે આવતા હતા. તેમાં કોઈ સ્નાન કરતા હતા, કોઈ પાણી પીતા હતા, કોઈ પાણી ભરીને લઈ જતા હતા, કોઈ પસીના, જલ, મલ, પરિશ્રમ, થકાવટ, નિદ્રા, ભૂખ, પ્યાસ આદિનું નિવારણ કરીને સુખપૂર્વક રહેતા હતા. રાજગૃહ નગરથી પણ ઘણાં જ લોકો આવીને તે નંદાપુષ્કરિણીમાં શું કરતા હતા ? તે જણાવે છે – તેઓ જળમાં રમણ કરતા હતા, વિવિધ પ્રકારથી સ્નાન કરતા હતા. કદલીગૃહો, લતાગૃહો, પુષ્પવાટિકાઓ અને અનેક પક્ષીઓના સમૂહોના કલરવોથી યુક્ત નંદા પુષ્કરિણીમાં ક્રીડા કરતા–કરતા સુખપૂર્વક વિચરવા લાગ્યા. ત્યારપછી તે નંદાપુષ્કરિણીમાં સ્નાન કરતા, પાણી પીતા, પાણી ભરીને લઈ જતા એવા ઘણાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેતા હતા, હે દેવાનુપ્રિય ! નંદમણિયાર શ્રેષ્ઠી ધન્ય છે, નંદમણિયાર શ્રેષ્ઠી કૃતાર્થ છે, નંદમણિયાર શ્રેષ્ઠી કૃતલક્ષણ છે. નંદમણિયાર શ્રેષ્ઠી કૃતપુણ્ય છે. તેણે પોતાનું જીવન સફળ કરેલ છે. નંદ મણિયાર શ્રેષ્ઠીએ આ મનુષ્ય જન્મ અને જીવનનું ફળ સારી રીતે પ્રાપ્ત કરેલ છે. જેણે આવા પ્રકારની ચાર ખૂણાવાળી · યાવત્ - પ્રતિરૂપ નંદાપુષ્કરિણીનું નિર્માણ કરાવેલ છે – યાવત્ - જ્યાં રાજગૃહ નગરથી આવીને ઘણાં લોકો આસનો અને શયનો પર બેસતા, આરામ કરતા, સૂતા અને નાટક આદિ જોતા, કથા—વાર્તા સાંભળતા, સુખપૂર્વક વિચરતા હતા. શ્રાવક કથા - તેથી હે દેવાનુપ્રિય ! નંદ મણિયાર શ્રેષ્ઠી ધન્ય છે, નંદ મણિયાર શ્રેષ્ઠી કૃતાર્થ છે, નંદ મણિયાર શ્રેષ્ઠી કૃતલક્ષણ છે, નંદ મણિયાર શ્રેષ્ઠી કૃતપુણ્ય છે, નંદ મણિયાર શ્રેષ્ઠીએ પોતાનો આ લોક સફળ કરેલ છે. તેનો મનુષ્ય જન્મ અને જીવન સુલબ્ધ છે. રાજગૃહમાં પણ શ્રૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખો, રાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં ઘણાં જ લોકો પરસ્પર એકબીજા સાથે આ પ્રકારે કહેવા લાગ્યા, બોલવા લાગ્યા, પ્રરૂપિત કરવા લાગ્યા, પ્રજ્ઞાપના કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિય ! નંદ મણિયાર શ્રેષ્ઠી ધન્ય છે ઇત્યાદિ પૂર્વવત્ કહેવું જોઈએ યાવત્ આવનારા લોકો ૫/૫ -- Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૬ આગમ કથાનુયોગ-૫ સુખપૂર્વક વિચરતા હતા. ત્યારે તે નંદમણિયાર શ્રેષ્ઠી ઘણાં જ લોકો પાસેથી પોતાની પ્રશંસારૂપ વાતોને સાંભળીને અને અવધારીને હર્ષિત–સંતુષ્ટ થઈને મેઘધારાથી સિંચાયેલા કદંબના વૃક્ષની સમાન વિકસિત રોમરાજી યુક્ત થઈને સાતાજનિત પરમ સુખનો અનુભવ કરતો વિચારવા લાગ્યો. ૦ નંદને રોગની ઉત્પત્તિ અને ચિકિત્સા : ત્યારપછી કોઈ એક સમયે તે નંદમણિયાર શ્રેષ્ઠીના શરીરમાં સોળ રોગાતંક ! ઉત્પન્ન થઈ ગયા. તે આ પ્રમાણે :- (૧) શ્વાસ, (૨) કાસ, (૩) જ્વર, (૪) દાહ, (૫) કુ શિશૂલ, (૬) ભગંદર, (૭) અર્શ, (૮) અજીર્ણ, (૯) નેત્રશૂળ, (૧૦) શિરોવેદના, (૧૧) અરુચિ, (૧૨) નેત્રવેદના, (૧૩) કર્ણવેદના, (૧૪) ખુજલી, (૧૫) જલોદર અને (૧૬) કુષ્ઠ. ત્યારપછી તે સોળ રોગાસંકોથી પીડિત થયા પછી તે નંદમણિયાર શ્રેષ્ઠીએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને રાજગૃહનગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગોમાં ઊંચા-ઊંચા અવાજથી ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે કહો કે હે દેવાનપ્રિયો ! નંદમણિયાર શ્રેષ્ઠીના શરીરમાં સોળ રોગાંતક ઉત્પન્ન થયા છે. યથા, શ્વાસ – યાવત્ – કોઢ. તેથી હે દેવાનુપ્રિયો ! જો કોઈ પણ વૈદ્ય કે વૈદ્યપુત્ર, જ્ઞાયક કે જ્ઞાયકપુત્ર, કુશળ કે કુશળપુત્ર, નંદમણિયારના તે સોળ રોગાસંકોમાંથી કોઈ એક પણ રોગાતકને ઉપશાંત કરી દેશે, તેને નંદમણિયાર શ્રેષ્ઠી વિપુલ ધન-સંપત્તિ આપશે. આ પ્રમાણે ઘોષણા કરીને પુનઃ આ પ્રમાણે બીજી અને ત્રીજી વખત ઘોષણા કરો. ઘોષણા કરીને મારી આ આજ્ઞાને પાછી આપો. તે કૌટુંબિક પુરુષોએ પણ તે જ પ્રમાણે ઘોષણા કરીને આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી રાજગૃહ નગરમાં આ પ્રકારની ઘોષણા સાંભળીને હૃદયમાં અવધારીને ઘણાં જ વૈદ્ય, વૈદ્યપુત્ર, જ્ઞાયક–જ્ઞાયકપુત્રો, કુશળ-કુશળપુત્રો હાથમાં શસ્ત્રકોશ લઈને, શિલિકા લઈને, ગોળીઓ લઈને, ઔષધભેષજ લઈને પોતપોતાના ઘરોથી નીકળ્યા, નીકળીને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યા. જ્યાં નંદમણિયાર શ્રેષ્ઠીનું ઘર હતું, ત્યાં આવ્યા – ત્યાં આવીને તેઓએ નંદમણિયાર શ્રેષ્ઠીના શરીરને જોયું. શરીરની પરીક્ષા કરી. પરીક્ષા કરીને નંદમણિયારને રોગાંતક ઉત્પન્ન થવાનું કારણ પૂછયું, પૂછીને ઘણાં જ ઉદ્વલન દ્વારા, ઉદ્વર્તન દ્વારા, સ્નેહપાન દ્વારા, વમન દ્વારા, વિરેચન, દ્વારા, સ્વેદન દ્વારા, અવદહન દ્વારા, અપસ્તાન દ્વારા, અનુવાસના દ્વારા, બસ્તિકર્મ દ્વારા, નિરુહ દ્વારા, શિરોવેધ દ્વારા, તક્ષણ દ્વારા, પ્રક્ષણ દ્વારા, શિરાવતિ દ્વારા, તર્પણ કારા, પુટપાક દ્વારા, છાલો દ્વારા, વેલો દ્વારા, જડો દ્વારા, કંદો દ્વારા, પત્તો દ્વારા, પુષ્પો દ્વારા, ફળો દ્વારા, બીજો દ્વારા, શિલિક દ્વારા, ગોળીઓ દ્વારા, ઔષધી દ્વારા, ભૈષજ દ્વારા, તે સોળ રોગાતકોને શાંત કરવામાં સમર્થ થઈ ન શક્યા. Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ત્યારપછી તે ઘણાં જ વૈદ્ય અને વૈદ્યપુત્ર, જ્ઞાયક અને જ્ઞાયકપુત્ર, કુશલ અને કુશલપત્ર જ્યારે તે સોળ રોગાસંકોમાંથી એક પણ રોગાતંકને શાંત કરવામાં સફળ ન થયા, ત્યારે શ્રાંત, કલાત, ખિન્ન, ઉદાસ થઈને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પોતપોતાના ઘેર પાછા ફર્યા. ૦ નંદ મણિયારનો દેડકાનો ભવ : ત્યારપછી તે સોળ રોગાતકોથી અભિભૂત તે નંદમણિયાર શ્રેષ્ઠીએ નંદા પુષ્કરિણીમાં મૂછિત, ગૃહ, આસક્ત થઈને તિર્યંચયોનિ સંબંધી આયુનો બંધ કર્યો. પ્રદેશોનો બંધ કર્યો અને આર્તધ્યાનને વશીભૂત થઈને મરણના સમયે મૃત્યુ પામીને નંદાપુષ્કરિણીમાં એક (દર્દરી) દેડકીની કૃષિમાં દેડકાના રૂપે ઉત્પન્ન થયો. ત્યારપછી તે નંદ(દેડકો) મંડૂક ગર્ભથી નીકળીને અને અનુક્રમથી બાલ્યાવસ્થાને પાર કરી વિજ્ઞાન પરિણત–સમજદાર થઈને અને યુવાવસ્થાને પ્રાપ્ત કરી નંદાપુષ્કરિણીમાં રમણ કરતો વિચરવા લાગ્યો. ત્યારે નંદા પુષ્કરિણીમાં ઘણાં જ લોકો સ્નાન કરતા, પાણી પીતા, પાણી ભરીને લઈ જતા પરસ્પર – એકબીજાને આ પ્રમાણે કહેતા હતા, બોલતા હતા, પ્રજ્ઞાપના કરતા હતા, પ્રરૂપણા કરતા હતા કે, હે દેવાનુપ્રિયો ! નંદમણિયાર ધન્ય છે, જેણે આ પ્રકારની આ ચતુષ્કોણવાળી – યાવત – પ્રતિરૂપ નંદા પુષ્કરિણી બનાવડાવી, જેના પૂર્વના વનખંડમાં અનેક સેંકડો સ્તંભોથી યુક્ત ચિત્રસભા છે. આજ પ્રમાણે ચારે સભાઓના વિષયમાં કહેવું જોઈએ – યાવત્ – આ પ્રકારના કાર્ય કરાવીને તેમનું જન્મ અને જીવન સફળ છે. ૦ દેડકાને થયેલ જાતિસ્મરણ જ્ઞાન અને શ્રાવક વ્રતીત્વ : ત્યારપછી તે દેડકાને વારંવાર ઘણાં જ લોકો પાસેથી આ વાત સાંભળીને અને મનમાં સમજીને આ પ્રકારનો માનસિક ચિંતન – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, લાગે છે કે આવા પ્રકારના શબ્દો મેં પહેલા પણ સાંભળેલા છે. આ પ્રકારનો વિચાર કરવાથી, શુભ પરિણામોથી, પ્રશસ્ત અધ્યવસાયોથી, વેશ્યાઓના વિશુદ્ધ થવાથી, તદાવરણીય કર્મોના સંયોપશમથી ઈડા, અપોહ, માર્ગણા, ગવેષણા કરતા તે દેડકાને સંજ્ઞીપર્યાયના ભવોને જાણનારું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તેને પોતાનો પૂર્વભવ સારી રીતે સ્મરણમાં આવી ગયો. ત્યારપછી તે દેડકાને આવા પ્રકારના ચિંતન – યાવત્ – મનોગત સંકલ્પ ઉત્પન્ન થયા – હું આ જ રાજગૃહનગરમાં ધનાઢ્ય – યાવત્ – બીજાથી પરાભવને પ્રાપ્ત ન કરનાર નંદ નામક મણિયાર હતો. તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા હતા. ત્યારે મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મ અંગીકાર કરેલ હતો. ત્યારપછી અસાધુદર્શન – થાવત્ – મિથ્યાત્વ ઉદયને કારણે કોઈ સમયે મિથ્યાત્વી થઈ ગયો. ત્યારપછી એક સમય ગ્રીષ્મઋતુમાં – યાવતું – અઠમ સહિત પૌષધ અંગીકાર કરીને વિચારી રહ્યા હતા. ત્યારે મને પુષ્કરિણી બનાવવાનો વિચાર ઉત્પન્ન થયો. શ્રેણિક Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આગમ કથાનુયોગ-૫ રાજાની આજ્ઞા લીધી. નંદાપુષ્કરિણી ખોદાવી. વનખંડ બનાવ્યા. ચાર સભાઓ બનાવડાવી. ઇત્યાદિ બધું વર્ણન પૂર્વવત્ જાણવું – યાવત્ – પુષ્કરિણી પ્રતિ આસક્તિ થવાને કારણે નંદાપુષ્કરિણીમાં દેડકારૂપે ઉત્પન્ન થયો. – તેથી હું અધન્ય છું, અપુણ્ય છું, મેં પુણ્ય કરેલ નથી, હું નિગ્રંથ પ્રવચનથી નષ્ટ થયેલ છું, ભ્રષ્ટ થયો છું, પરિભ્રષ્ટ થયો છું. તેથી મારે માટે એ શ્રેયસ્કર છે કે હું સ્વયં જ પહેલા અંગીકાર કરેલ પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવતોને પુનઃ અંગીકાર કરું. આ પ્રકારનો વિચાર કર્યો અને વિચાર કરીને પહેલા અંગીકાર કરેલા પાંચ અણુવ્રતોને પુનઃ અંગીકાર કર્યા. પાંચ અણુવ્રતોને અંગીકાર કરીને આ પ્રકારનો અભિગ્રહ ધારણ કર્યો કે, આજથી માવજજીવનને માટે મારે છઠ–છટ્ઠની તપસ્યા દ્વારા મારા આત્માને ભાવિત કરતા વિચરવાનું કલ્યું છે અને છઠ ભકતના પારણામાં પણ નંદાપુષ્કરિણીના પર્યત ભાગોમાં જે પ્રાસુક થયેલા સ્નાન કરાયેલા જળ વડે અને ઉન્મર્દન આદિ દ્વારા ઉતારેલ મનુષ્યોના મેલથી પોતાનો જીવનનિર્વાહ કરવો કલ્પે છે. - આ પ્રકારનો તેણે અભિગ્રહ ધારણ કર્યો અને અભિગ્રહ ધારણ કરીને જીવનપર્યત છઠ–છઠની તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ૦ ભગવંતનું સમવસરણ અને દેડકાનું ગમન : હે ગૌતમ ! હું તે કાળે અને તે સમયે ગુણશીલક ચૈત્યમાં આવ્યો. પર્ષદા નીકળી. તે સમયે તે નંદાપુષ્કરિણીમાં આવેલ ઘણાં લોકો સ્નાન કરતા, પાણી પીતા અને પાણી લઈ જતી વેળા પરસ્પર આ પ્રમાણે બોલતા હતા કે શ્રમણ ભગવંત મહાવીર સ્વામી અહીં ગુણશીલક ચૈત્યમાં પધાર્યા છે. - તેથી હે દેવાનુપ્રિયો ! આપણે જઈએ અને શ્રમણ ભગવંત મહાવીરને વંદના કરીએ – નમસ્કાર કરીએ, સંસ્કાર અને સન્માન કરીએ. કલ્યાણ, મંગલ, દેવ અને ચૈત્યરૂપ ભગવંતની પર્યપાસના કરીએ. તે આપણા માટે આ ભવમાં અને પરભવમાં હિતકર થશે – યાવત્ – અનુગામીરૂપ થશે. ત્યારપછી અનેક લોકો પાસે આ વૃત્તાંત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને તે દેડકાને આ અને આવા પ્રકારનો વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, અહીં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા છે. તેથી હું તે શ્રમણ ભગવંત મહાવીરની વંદના કરવાને માટે જઉં. આ પ્રકારનો વિચાર કર્યો. વિચાર કરીને ધીમે ધીમે નંદાપુષ્કરિણીથી તે બહાર નીકળ્યો અને બહાર નીકળીને જ્યાં રાજમાર્ગ હતો, ત્યાં આવ્યો, આવીને ઉત્કૃષ્ટ દેડકા ગતિથી અર્થાત્ મેંડક યોગ્ય તીવ્ર ગતિથી ચાલતો મારી પાસે આવવા તત્પર થયો. આ તરફ શ્રેણિક–બિંભિસાર રાજા એ સ્નાન કર્યું – યાવત્ – સર્વ અલંકારોથી વિભૂષિત થયો અને શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થઈને કોરંટ પુષ્પોની માળાવાળા છત્રને ધારણ કર્યું. શ્રેત ચામરોથી વિંઝાતો અને ઉત્તમ અશ્વ, હાથી, રથ અને સુભટોના સમૂહરૂપ ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને મારી ચરણવંદના કરવાને માટે શીઘ્રતાથી આવી રહેલ હતો. Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૦ દરનો મહાવ્રત ગ્રહણ સંકલ્પ : ત્યારે તે દેડકો શ્રેણિક રાજાના એક અશ્વકિશોરના ડાબા પગથી કચડાઈ ગયો. જેનાથી તેના આંતરડા બહાર નીકળી ગયા. ત્યારપછી ઘોડાના પગ વડે કચડાઈ ગયા પછી – તે દેડકો શક્તિહીન, બળહીન, વીર્યહીન, પુરુષાકાર પરાક્રમથી હીન થઈ ગયા. હવે આ જીવનનું બચવું શક્ય નથી. એ પ્રમાણે જાણીને એકાંતમાં ચાલ્યો ગયો અને ત્યાં બંને હાથ જોડીને મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને તે દેડકો આ પ્રમાણે બોલ્યો અરિહંત – કાવત્ – સિદ્ધાવસ્થાને પ્રાપ્ત આત્માઓને નમસ્કાર થાઓ. શ્રમણ ભગવંત મહાવીરને – યાવત્ – સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા આત્માઓ નમસ્કાર થાઓ. પહેલા પણ મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે સ્થૂલા પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરેલ હતું – યાવત્ – સ્થૂલ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરેલ હતું. તો આ સમયે પણ તેમની સમીપ સર્વથા જીવનપર્યતને માટે સર્વ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું – યાવત્ – સર્વ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું. જાવજીવને માટે સર્વ પ્રકારે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારનું હું પ્રત્યાખ્યાન કરું છું. - આ જે મારું ઇષ્ટ અને કાંત શરીર છે – યાવત્ – જેના વિષયમાં હું એમ ઇચ્છતો હતો કે આને વિવિધ પ્રકારના રોગ અને આતંક, પરિષહ અને ઉપસર્ગ સ્પર્શ ન કરે, તેને પણ અંતિમ શ્વાસોચ્છવાસ પર્યતે ત્યાગ કરું છું. આ પ્રકારે તેણે પૂર્ણ પ્રત્યાખ્યાન કરી લીધું. ૦ દેડકાની દેવપર્યાયમાં ઉત્પત્તિ : ત્યારપછી તે દેડકો મરણકાળ પ્રાપ્ત થયો ત્યારે મૃત્યુ પામીને – ચાવતું – સૌધર્મકલ્પમાં દરાવતંસક વિમાનની ઉપપાત સભામાં દરદેવરૂપે ઉત્પન્ન થયો. હે ગૌતમ ! આ પ્રમાણે તે દરદેવે તે દિવ્ય દેવઋદ્ધિ લબ્ધ કરી છે, પ્રાપ્ત કરી છે, પૂર્ણરૂપે અધિગત કરી છે. હે ભગવન્! તે દરદેવની તે દેવલોકમાં કેટલી સ્થિતિ કહી છે ? હે ગૌતમ ! દÉરદેવની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! તે દદેવ તે દેવલોકથી ચ્યવીને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! ત્યારપછી તે દદ્ધરદેવ આયુલય, ભવક્ષય, સ્થિતિશયથી શીધ્ર જ ચ્યવન કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વદુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૪૫ થી ૧૪૭; ભત્ત. ૭૫; - ૪ -- * ૦ સુદર્શન શ્રાવકની કથા – | (થાવગ્સાપુત્ર અણગારની કથામાં આ સુદર્શન શ્રાવકની કથા આ પૂર્વે સમાવિષ્ટ થઈ જ ગયેલી છે. જુઓ “થાવસ્ત્રાપુત્ર” કથા. શ્રમણ વિભાગમાં) Page #71 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ ૦ સુદર્શન શ્રાવક કથાસાર : તે કાળે, તે સમયે સૌગંધિકા નામની નગરી હતી, ત્યાં નીલશોકા નામે ઉદ્યાન હતું. તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નામે નગર શ્રેષ્ઠી નિવાસ કરતો હતો. જે સમૃદ્ધિશાળી હતો – યાવત્ – કોઈથી પરાભવ ન પામે તેવો હતો. તે કાળે, તે સમયે શુક્ર નામનો પરિવ્રાજક હતો – ૮ – ૮ – – પર્ષદા નીકળી, સુદર્શન પણ નીકળ્યો. ત્યારે તે શુક્ર પરિવ્રાજકે તે પર્ષદાને અને સુદર્શનને સાંખ્યમતનો ઉપદેશ આપ્યો. આ પ્રમાણે હે સુદર્શન ! અમે શૌચમૂલક ધર્મની પ્રરૂપણા કરીએ છીએ – X - X – ૪ – ત્યારે તે શુક્ર પરિવ્રાજકની પાસે ધર્મ સાંભળીને સુદર્શને હર્ષિત અને સંતુષ્ટ થઈને શુક્રપરિવ્રાજક પાસે શૌચમૂલક ધર્મને ગ્રહણ કર્યો – ૪ – ૪ – ૪ – ૮ – તે કાળે, તે સમયે થાવસ્ત્રાપુત્ર અણગાર પધાર્યા. પર્ષદા વંદનને માટે નીકળી. સુદર્શન પણ નીકળ્યો. થાવસ્ત્રાપુત્રને વંદન–નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો – આપના ધર્મનું મૂળ શું છે ? ત્યારે થાવગ્ગાપુત્રએ કહ્યું, હે સુદર્શન ધર્મ વિનયમૂલક કહેવાયો છે. તે આ પ્રમાણે – આચારવિનય (શ્રાવક ધર્મ) અને અણગાર વિનય (શ્રમણધર્મ) – ૮ – ૮ – ૮ – હે સુદર્શન ! તમારા ધર્મનું મૂળ શું છે ? હે દેવાનુપ્રિય ! અમારો ધર્મ શૌચમૂલક છે – યાવત્ – નિશ્ચયથી જીવ જલાભિષેકથી પવિત્ર થઈને વિના વિદને સ્વર્ગે જાય છે. હે સુદર્શન! જેમ કોઈપણ નામવાળો કોઈ પુરુષ લોહીથી લિપ્ત કોઈ વસ્ત્રને લોહી વડે જ ધુએ તો હે સુદર્શન ! શું તે લોહીથી લિપ્ત વસ્ત્રોની શુદ્ધિ થાય ? ના, એ વાત બરાબર નથી અર્થાત્ શુદ્ધિ ન થાય – ૮ – ૮ – (ઇત્યાદિ પ્રશ્નોત્તર થાવગ્ગાપુત્ર સાથે સુદર્શનને થયા, પછી-). – ૮ – ૮ – ૮ – ત્યારપછી સુદર્શન પ્રતિબોધ પામ્યો અને તેણે થાવસ્ત્રાપુત્રને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હું આપની પાસે ધર્મશ્રવણ કરીને જાણવા ઇચ્છું છું. ત્યારે થાવસ્ત્રાપુત્ર અણગારે તે વિશાળ પર્ષદાને અને સુદર્શનને ધર્મોપદેશ આપ્યો – યાવત્ – ત્યારે તે સુદર્શન શ્રમણોપાસક થઈ ગયો. જીવ–અજીવનો જ્ઞાતા થઈ ગયો – યાવતું – નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, ઉપકરણ, કંબલ, પાદપુચ્છણ ઔષધિ, ભેષજ આદિ દેવા યોગ્ય વસ્તુઓને અને પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંસ્કારક આદિથી પ્રતિલાલતો વિચારવા લાગ્યો. ત્યારપછી શુક્ર પરિવ્રાજકને આ વૃત્તાંતના સમાચાર મળ્યા – x – – તેઓ – ૪ – ૪ - સુદર્શનના ઘેર આવ્યા – ૮ – – સુદર્શને શુક્રનો આદર ન કર્યો. – ૪ – ૮ – ૮ – સુદર્શને કહ્યું કે, મેં વિનયમૂલક ધર્મ અંગીકાર કર્યો છે. ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :નાયા. ૬૭; – ૪ – » –– Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૦ અહંન્નક શ્રાવકની કથા – અહેવકની કથા ભગવંત મલિના કથાનકમાં આવી ગયેલ છે. જુઓ કથા – તીર્થંકર ભગવંત “મલિ” – ઉત્તમ પુરુષ કથા વિભાગમાં) ૦ અર્ડત્રક કથા સાર : તે કાળે, તે સમયે એકઠા થયેલા અત્રક આદિ પોતવણિકોને પરસ્પર વાત કરતા એવો વિચાર ઉત્પન્ન થયો કે, અમારા માટે એ શ્રેયસ્કર છે કે, અમે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય આદિ વસ્તુઓ લઈને પોતવાહનોથી લવણસમુદ્રનું અવગાહન કરીએ. – ૪ – ૮ – ૮ – ચંપાનગરીની બરાબર મધ્યમાંથી નીકળ્યા. નીકળીને જ્યાં ગંભીરક પોતપટ્ટન બંદર હતું ત્યાં આવ્યા. – ૪ – ૪ – પછી તે અન્નક આદિ પોતવણિક એક જ દિશામાં મુખ રાખીને નૌકાઓમાં આરૂઢ થયા. ત્યારપછી તે બંધનમુક્ત નૌકા વાયુના વેગથી પ્રેરાઈને જળ પ્રવાહના વેગથી વારંવાર અહીં-તહીં ઉછળતી હોય તેમ – ૪ – ૪ – ૪ – કેટલાંયે દિવસો સુધી ચાલતી–ચાલતી લવણ સમુદ્રમાં અનેક યોજનો સુધી પહોંચી – ૮ – – ૮ – સેંકડો યોજન અવગાહન કર્યા પછી ઘણાં બધાં સેંકડો ઉત્પાતો ઉત્પન્ન થવા લાગ્યા. જેમકે અકાળે મેઘગર્જના, અકાળે વીજળી થવી, અકાળે વાદળાઓનો ગડગડાટ, વારંવાર આકાશમાં દેવતાઓ નાચ ઇત્યાદિ થવા લાગ્યા – ૪ – ૮ – ૮ – ૮ – ત્યારપછી અન્નક શ્રમણોપાસકે તે દિવ્ય પિશાચરૂપને પોતાની તરફ આવતો જોયો જોઈને તે ડર્યો નહીં. ઉદ્વિગ્ન ન થયો. – ૮ – ૮ – ૮ – તેણે પોતવાહનના એક યોગ્ય સ્થાન પર વસ્ત્રના છેડા વડે ભૂમિનું પ્રમાર્જન કર્યું, કરીને ત્યાં બેઠો. બેસીને બંને હાથ જોડી, મસ્તકે અંજલિ કરી. નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો અરહંત ભગવંતોને મારા નમસ્કાર થાઓ – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરનારને નમસ્કાર થાઓ. હું આ ઉપસર્ગથી જ્યાં સુધી મુક્ત ન થાઉં, ત્યાં સુધી હું ભક્ત પ્રત્યાખ્યાન (અનશન) સ્વીકાર કરું છું. જો હું આ ઉપસર્ગથી મુક્ત થાઉં તો મને આ પચ્ચક્ખાણ પારવું કલ્પ અને જ્યાં સુધી મુક્ત ન થાઉં, ત્યાં સુધી મારે આ પચ્ચક્ખાણ થાઓ. એમ પ્રતિજ્ઞા કરી તેણે સાગારી ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. ત્યારે તે પિશાચરૂપ (દેવ) જ્યાં અત્રક શ્રમણોપાસક હતો ત્યાં આવ્યો. આવીને તેણે આ પ્રમાણે કહ્યું, ઓ અત્રક ! અપ્રાર્થિત (મોતીની પ્રાર્થના કરનારા ! તુરંતપંત લક્ષણવાળા ! તીનપુન ચૌદશીયા ! શ્રી હી ધૃતિ, કીર્તિ વગરના ! જો તું શીલવત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિથી ચલિત નહીં થા, સુભિત નહીં થા, તું તેનું ખંડન નહીં કરે, ભંગ નહીં કરે, તું તેને છોડીશ નહીં, પરિત્યાગ નહીં કરે, તો હું આ વહાણને – ૪ – ૪ – ૪ – ઊંડા પાણીમાં ડૂબાડી દઈશ. – ૮ – ૪ – ૪ – ત્યારે તે અત્રક શ્રમણોપાસકે પોતાના મનમાં જ તે દેવને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જીવ–અજીવ આદિ તત્ત્વોને જાણતો એવો હું અહંન્નક શ્રમણોપાસક છું. કોઈ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિંમર, લિંપુરુષ, મહોરગ કે ગંધર્વ મને નિગ્રંથ પ્રવચનથી ચલિત કરવા, સુભિત કરવા કે વિપરિત પરિણામવાળો કરવા સમર્થ નથી. તને ઠીક લાગે Page #73 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ તેમ કર. – ૪ – ૪ – ૪ – ત્યારપછી તે દિવ્ય પિશાચરૂપે અહંન્નક શ્રમણોપાસકને – ૮ – ૮ – ૮ – ધર્મધ્યાનમાં સ્થિર જોઈ અત્યંત ક્રોધિત થઈને તેણે પોતાની બે આંગળી વડે તે વહાણને પકડીને સાત-આઠ તાલ પ્રમાણ આકાશમાં ઉઠાવ્યું – ૮ – ૪ - x – ૪ – ત્યારપછી જ્યારે તે પિશાચરૂપ દેવ, તે અન્નકને નિગ્રંથ પ્રવચનથી ચલિત કરવામાં, યુભિત કરવામાં, વિપરિણામિત કરવામાં સમર્થ ન થયો ત્યારે તે ઉપશાંત, શાંત, પ્રશાંત અને મનોમન ખેદિત થઈ ગયો. વહાણને ધીમે ધીમે નીચે ઉતારી ફરી પાણી પર મૂકી દીધું. પોતાનું દૈવિક પિશાયરૂપ સંહરી લીધું. – ૪ – ૪ – ૪ – પછી કહ્યું, હે અર્ણત્રક ! હે દેવાનુપ્રિય ! તું ધન્ય છે. તું પુણ્યશાળી છે, તું કૃતાર્થ છે, કૃતલક્ષણ છે, તેં મનુષ્યભવનું ફળ સારી રીતે પ્રાપ્ત કરેલ છે. કેમકે તે નિગ્રંથ પ્રવચનમાં આવી પ્રતિપત્તિદઢ શ્રદ્ધા પ્રાપ્ત કરી છે, ઉપાર્જિત કરી છે, સંપૂર્ણરૂપે આરાધના કરી છે. હે દેવાનુપ્રિય! દેવેન્દ્ર દેવરાજ શક્રએ સૌધર્મ કલ્પે સૌધર્માવલંસક વિમાનમાં સુધર્મા સભામાં ઘણાં દેવોની મધ્યે ઉચ્ચ સ્વરમાં આ પ્રમાણે કહ્યું કે, – ૪ – ૪ – ૪ – અર્પત્રક શ્રમણોપાસક છે, તેને કોઈ દેવ કે દાનવ, યક્ષ, રાક્ષસ, કિનર, કિંજુષ, મહોરગ કે ગંધર્વ નિગ્રંથ પ્રવચનથી ચલિત કરવાને સમર્થ નથી. – ૪ – ૪ – હે દેવાનુપ્રિય ! દેવેન્દ્ર દેવરાજ શક્રની એ વાત પર મને શ્રદ્ધા ન થઈ, પ્રતીતિ ન થઈ, રુચિ ન થઈ – ૪ -- * – ૪ – પણ શક્રએ કહેલ સર્વ કથન સત્ય સિદ્ધ થયું છે – ૪ – ૪ – ૪ – હે દેવાનુપ્રિય ! હું આપની ક્ષમા યાચું છું આપ મને ક્ષમા કરો. – ૮ – ૮ – ૮ – પછી તે દેવ અહંન્નકને ભેટ સ્વરૂપે દિવ્યકુંડળની જોડી અર્પણ કરી જે દિશામાંથી આવ્યો હતો, ત્યાં પાછો ચાલ્યો ગયો. ૦ આગમ સંદર્ભ :ઠા. ૬૬૪ની વૃક નાયા. ૮૭, ૮૮; – ૪ – ૪ – ૦ આનંદ શ્રાવકની કથા : તે કાળે અને તે સમયે વાણિજ્યગ્રામ નામક નગર હતું. (વર્ણન કરવું) તે વાણિજ્યગ્રામ નગરની બહાર ઇશાન દિશામાં દૂતીપલાશ નામે ચૈત્ય હતું. તે વાણિજ્યગ્રામ નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. (રાજાનું વર્ણન કોણિક માફક કરવું). તે વાણિજ્યગ્રામ નગરમાં આનંદ નામે ગાથાપતિ રહેતો હતો. જે ધનાઢ્ય – યાવત્ – અપરિભૂત હતો. ૦ આનંદ ગાથાપતિની સંપત્તિ અને મહત્તા : તે આનંદ ગાથાપતિના ચાર સુવર્ણકોટિ નિધાન–કોષમાં સંચિત હતી. ચાર સુવર્ણ કોટિ વૃદ્ધિને માટે વ્યાપારમાં લગાવાયેલ હતી અને ચાર સુવર્ણ કોટિ પ્રવિસ્તરગૃહ સંબંધી સામાનમાં લાગેલી હતી. તેની પાસે દશ-દશ હજાર ગાયોનું એક ગોકુળ એવા ચાર ગોકુળ હતા. Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૭૩ ઘણાં જ રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, સેનાપતિ, શ્રેષ્ઠી, સાર્થવાહ તે આનંદ ગાથાપતિ પાસે પોતપોતાના કાર્યો, કારણો, કૌટુંબિક પ્રશ્નો, મંત્રણાઓ, ગુપ્ત વાતો, રહસ્યો, નિશ્ચયો અને લૌકિક વ્યવહારોના વિષયમાં પૂછતા હતા. વિચાર વિમર્શ કરતા હતા. પોતાના કુટુંબનો પણ તે પ્રમુખ, આધારભૂત, આલંબરૂપ, પથપ્રદર્શક, મેઢીભૂત સમાન હતો. તથા સર્વકાર્યોને સંપન્ન કરવાને માટે મેઢીભૂત, પ્રમાણભૂત, આધારભૂત, આલંબનભૂત અને નિર્દેશક પણ હતો. ૦ આનંદ ગાથાપતિની પત્ની શિવાનંદા : તે આનંદ ગાથાપતિની શિવાનંદા નામની પત્ની હતી. તે અહીન એવા અંગઉપાંગવાળી અને સર્વાગ સુંદર હતી. આનંદ ગાથાપતિને ઇષ્ટ પ્રિય હતી. આનંદ ગાથાપતિ પ્રતિ અનુરક્ત હતી. તેનાથી અવિરક્ત હતી અને ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ સંબંધી પાંચ પ્રકારના માનવીય કામભોગોને ભોગવતી એવી વિચરતી હતી. ૦ કોલ્લાગ સંનિવેશ : તે વાણિજ્યગ્રામ નગરી બહાર ઇશાન ખૂણામાં કોલ્લાગ નામે સન્નિવેશ હતું. જે ભવનાદિ વૈભવથી સંપન્ન, સ્વપર ચક્રના ભયથી રહિત, – યાવત્ – પ્રાસાદીય – યાવત્ - પ્રતિરૂપ હતું. તે કોલ્લાગ સંનિવેશમાં આનંદ ગાથાપતિના ઘણાં જ મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજન રહેતા હતા. તે બધાં જ ધનાઢ્ય હતા – યાવત્ – કોઈથી પણ પરાભવને પ્રાપ્ત ન કરનારા હતા. ૦ ભ.મહાવીરના સમોસરણમાં આનંદ દ્વારા ધર્મશ્રવણ : તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – જ્યાં વાણિજ્યગ્રામ નગર હતું. ત્યાં દૂતિપલાશ ચૈત્ય હતું. ત્યાં સમોસર્યા પધારીને યથાપ્રતિરૂપ અવગ્રહોને ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ત્યારે પર્ષદા નીકળી. કોણિક રાજાની માફક જિતશત્રુ રાજા પણ નીકળી – યાવતું – પર્યપાસના કરવા લાગ્યા. ત્યારપછી આનંદ ગાથાપતિ આ વૃત્તાંતને સાંભળીને કે, પૂર્વાનુપૂર્વી ક્રમથી ગમન કરતા, ગ્રામાનુગ્રામને સ્પર્શ કરતા શ્રમણ ભગવંત મહાવીર અહીં પધાર્યા છે, અહીં સમાગત થયા છે, અહીં આવ્યા છે અને આ જ વાણિજ્યગ્રામ નગરની બહાર દૂતીપલાશ ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહને સ્વીકાર કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા છે. તેથી હું જઈને તેમના દર્શનનું મહાફળ પ્રાપ્ત કરું – યાવત્ – તે દેવાનુપ્રિય શ્રમણ ભગવંત મહાવીરને વંદના કરું – યાવત્ – પર્યુપાસના કરું. આ પ્રમાણેનો વિચાર કર્યો – યાવત્ – સ્નાન કર્યું – યાવતું શુદ્ધ ઉચિત વેશ, મંગલરૂપ, ઉત્તમ વસ્ત્રોને પહેરીને અલ્પ પણ મૂલ્યવાનું આભુષણોથી શરીરને અલંકૃત્ કરીને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને કોરંટ પુષ્પોની માળાથી યુક્ત છત્રને મસ્તકે ધારણ કરી, મનુષ્યોના સમૂહની સાથે પગે ચાલતા વાણિજ્યગ્રામ નગરના મધ્ય ભાગથી નીકળ્યો, નીકળીને દૂતીપલાશ ચૈત્યમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરીને Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આગમ કથાનુયોગ-૫ વંદન—નમસ્કાર કર્યા – યાવત્ – પર્યુપાસના કરવા લાગ્યો. - ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે આનંદ ગાથાપતિ અને તે મોટી પર્ષદાને યાવત્ – ધર્મકથા કહી, પર્ષદા પાછી ફરી, રાજા પણ ચાલ્યો ગયો. ૦ આનંદે સ્વીકારેલ શ્રાવક ધર્મ : ત્યારપછી આનંદ ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ શ્રવણ કરીને અને હૃદયમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટ તેમજ આનંદિત મનવાળા થઈને – યાવત્ – આ પ્રમાણે કહ્યું– હે ભગવન્ ! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું – યાવત્ – તે એ પ્રમાણે જ છે, જે પ્રમાણે આપ કહો છો. આપ દેવાનુપ્રિયની પાસે જે પ્રકારે ઘણા રાઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇમ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ મંડિત થઈને ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવ્રજ્યાથી પ્રવ્રુજિત થયા છે, તે પ્રકારે તો હું મુંડિત થઈને ગૃહત્યાગ કરીને આનગારિક દીક્ષા ગ્રહણ કરવા માટે સમર્થ નથી. પણ હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકારવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ પ્રમાદ ન કરો. (૧) ત્યારપછી તે આનંદ ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસે સર્વપ્રથમ – સ્થૂળ પ્રાણાતિપાતનું બે કરણ અને ત્રણ યોગથી જાવજીવને માટે પ્રત્યાખ્યાન કર્યું કે, મન, વચન, કાયાથી હિંસા કરીશ નહીં, કરાવીશ નહીં. (૨) ત્યારપછી સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કર્યું કે, જાવજીવને માટે બે કરણ, ત્રણ યોગથી અર્થાત્ મન, વચન અને કાયાથી સ્થૂલ મૃષાવાદનું સેવન સ્વયં કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં. (૩) ત્યારપછી સ્થૂલ અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કર્યું કે, જાવજ્જીવને માટે બે કરણ અને ત્રણ યોગથી અર્થાત્ મન, વચન, કાયાથી સ્વયં સ્થૂળ અદત્ત (ચોરી) હું સ્વયં કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં. (૪) ત્યારપછી સ્વદારા સંતોષ વિષયક પરિમાણ કર્યું કે, એક શિવાનંદા પત્ની સિવાય બાકીના સર્વ (સાથે) મૈથુન સેવનનું પ્રત્યાખ્યાન કરું છું. (૫) ત્યારપછી ઇચ્છા પરિમાણ કરતા (તેણે આ પ્રમાણે નક્કી કર્યું). (૫–૧) હિરણ્ય-સુવર્ણ વિધિનું પરિમાણ કર્યું - કોષમાં નિક્ષિપ્ત ચાર સુવર્ણ કોટિ, ચાર કોટિ વ્યાપારમાં લાગેલી અને ચાર કોટિ ગૃહોપકરણસંબંધી સ્વર્ણ કોટિઓ સિવાય બાકી સર્વ હિરણ્ય–સુવર્ણના સંગ્રહનું હવે હું પ્રત્યાખ્યાન કરું છું. (ત્યાગ કરું છું.) (૫–૨) ત્યારપછી ચતુષ્પદ વિધિનું પરિમાણ કર્યું – દશ—દશ હજાર ગાયોવાળા પ્રત્યેક ચાર ગોકુળ સિવાય અન્ય સર્વે ચતુષ્પદ સંગ્રહ (પશુ સંગ્રહ)નું પ્રત્યાખ્યાન કરું છું. (ત્યાગ કરું છું) (૫-૩) ત્યારપછી ક્ષેત્ર–વાસ્તુ વિધિ પરિમાણ કર્યું – ૧૦૦ વિઘા ભૂમિનો એક હળ, એવા ૫૦૦ હળો સિવાયની અન્ય સર્વ ક્ષેત્રવાસ્તુ વિધિનું હું પ્રત્યાખ્યાન કરું છું Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૭૫ (ત્યાગ કરું છું). (૫–૪) ત્યારપછી શકટ–ગાડા, ગાડી આદિ વિધિનું પરિમાણ કર્યું – ૫૦૦ શકટ વિદેશયાત્રા કરવા માટેના અને ૫૦૦ શકટ અહીં હળ આદિને વહન કરવા માટેના - તે સિવાયના શેષ સર્વે શકટના સંગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું (ત્યાગ કરું છું). (૬) ત્યારપછી ઉપભોગ–પરિભોગ વિધિનું પ્રત્યાખ્યાન કરવા (૬–૧) આર્ટયણિકા (શરીર પરના જળને સાફ કરવાનો ગમછો–ટુવાલ) વિધિનું પરિમાણ કર્યું – એક ગંધ કષાય ગમછાથી વધુ અન્ય બધાં જ ગમછાનું હું પ્રત્યાખ્યાન કરું છું. (૬-૨) ત્યારપછી દંતધાવન વિધિનું પરિમાણ કર્યું – એક આÁલીલી મધુયષ્ટીના સિવાય સર્વે દંતવણ વિધિનું હું પ્રત્યાખ્યાન કરું છું. ' (૬-૩) ત્યારપછી ફળવિધિનું પરિમાણ કર્યું – એક સીરામલક–દુધિયા આંબળા સિવાય બાકી બધી ફળવિધિનું હું પ્રત્યાખ્યાન કરું છું. (૬-૪) ત્યારપછી અચંગન વિધિનું પરિમાણ કર્યું – શતપાક, સહસ્ત્રપાક તેલ સિવાયના બીજા બધાં અત્યંગન–તેલનું પ્રત્યાખ્યાન કરું છું. (૬-૫) ત્યારપછી ઉબટનવિધિનું પરિણામ કર્યું – એક સુગંધિત– ગંધાટક સિવાયની બીજી સર્વે ઉબટન વિધિનું પરિમાણ કરું છું. (૬-૬) ત્યારપછી મજ્જન-સ્નાનવિધિનું પરિમાણ કર્યું – આઠ ઓપ્ટિક ઘડા જેટલું પાણી ખાનને માટે – તેથી વધુ પાણીનું હું પ્રત્યાખ્યાન કરું છું. (૬-૭) ત્યારપછી વસ્ત્ર વિધિ – પહેરવાના વસ્ત્રોનું પરિમાણ કર્યું - અલસી કે કપાસના બનેલા વસ્ત્ર યુગલથી અતિરિક્ત અન્ય વસ્ત્રોને પહેરવાનું પ્રત્યાખ્યાન કરું છું. (૬-૮) ત્યારપછી વિલેપન વિધિનું પરિમાણ કર્યું - અગરુ, કુંકુમ, ચંદન આદિ સિવાય અન્ય સર્વે વિલેપન વસ્તુનું પ્રત્યાખ્યાન કરું છું. (૬-૯) ત્યારપછી પુષ્પવિધિનું પરિમાણ કર્યું – શુદ્ધ પડા, શ્વેત કમળ અને માલતી પુષ્પની માળાઓ સિવાય અન્ય સર્વે પુષ્પોને ધારણ કરવા, સુંઘવા આદિનું પ્રત્યાખ્યાન કરું છું. (૬-૧૦) ત્યારપછી આભરણ વિધિનું પરિમાણ કર્યું – સુવર્ણ કુંડલો તથા પોતાના નામવાળી વીંટી સિવાયના અન્ય સર્વે આભુષણોનું પ્રત્યાખ્યાન કરું છું. (૬-૧૧) ત્યારપછી ધૂપ-વિધિનું પરિમાણ કર્યું – અગર તુરષ્ક લોબાન અને ધૂપ આદિ સિવાય અન્ય બધી ધૂપનીય વસ્તુઓનું પ્રત્યાખ્યાન કરું છું. (૭) ત્યારપછી ભોજનવિધિનું પરિમાણ કરતા (૭–૧) પેય વસ્તુઓનું પરિમાણ કર્યું – કાષ્ઠપેય સિવાયના સર્વે પેયોપાનકોનું હું પ્રત્યાખ્યાન કરું છું. (૭–૨) ત્યારપછી ભસ્યવિધિનું પરિમાણ કર્યું કે, એક ઘેવર–વૃતપૂર્ણ અને ખાજા–ખંડખાદ્ય સિવાયના સર્વે ભક્ષ્ય-પકવાનોનું હું પ્રત્યાખ્યાન કરું છું. (૭–૩) ત્યારપછી ઓદન વિધિનું પરિમાણ કર્યું – કલમ જાતિના ચોખા સિવાય Page #77 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ સર્વે પ્રકારના ચોખાનું હું પ્રત્યાખ્યાન કરું છું. (૭–૪) ત્યારપછી સૂપ વિધિનું પરિમાણ કર્યું – વટાણા, મગ અને અડદની દાળ સિવાય અન્ય બધી દાળ–સૂપ વિધિનું હું પ્રત્યાખ્યાન કરું છું. (૭–૫) ત્યારપછી ધૃતવિધિ – ઘીનું પરિમાણ કર્યું – શરદઋતુના ગાયના ઘી સિવાયના અન્ય ઘીનું પ્રત્યાખ્યાન કરું છું. (૭–૬) ત્યારપછી શાકવિધિનું પરિમાણ કર્યું – વત્થશાક, તુબશાક, સૌવસ્તિક શાક અને મંડૂકિક શાક સિવાયના સર્વે શાકનું હું પ્રત્યાખ્યાન કરું છું. (૭–૭) ત્યારપછી માધુરક વિધિનું પરિમાણ કર્યું – એક પાલગા માધુર સિવાયના બાકીના બધા માધુરક - ગોળ, ખાંડ, સાકર આદિ માધુરકોનું પ્રત્યાખ્યાન કરું છું. (૭૮) ત્યારપછી જેમણ–નમકીન વિધિનું પરિમાણ કર્યું કે, સેંધામ્ય–કાંજીવડા અને દાલિકામ્ય–દાળના પકોડા આદિ સિવાયના સર્વે જેમણવિધિ – નમકીન પદાર્થોનું હું પ્રત્યાખ્યાન કરું છું. (૭–૯) ત્યારપછી પાનકવિધિનું પરિમાણ કર્યું – એક માત્ર વર્ષાના પાણીના સિવાયના સર્વે પાનીયવિધિ-પીવાના પાણીનું પ્રત્યાખ્યાન કરું છું. (૭–૧૦) ત્યારપછી મુખવાસ વિધિનું પરિમાણ કર્યું – પાંચ સુગંધિત પદાર્થો (એલચી, લવિંગ, કપૂર, જાયફળ, દાળીની)થી યુક્ત તાંબુલ–પાન સિવાયના મુખને સુગંધિત કરનારા અન્ય સર્વે પદાર્થોનું પ્રત્યાખ્યાન કરું છું. . (૮) ત્યારપછી ચાર પ્રકારના અનર્થદંડોનું પ્રત્યાખ્યાન કર્યું. તે આ પ્રમાણે :(૧) અપધ્યાનાચરિત–દુધ્ધન કરવું, (૨) પ્રમાદાચરિત – વિકથા આદિ કરવી, (૩) હિંન્નપ્રદાન – હિંસાકારી શસ્ત્રો દેવા, (૪) પાપકર્મોપદેશ – પાપકર્મ ઉપદેશ દેવો. ૦ સમ્યકત્વ અને વ્રતોના અતિચારો : હે આનંદ ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે આનંદ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું હે આનંદ ! જીવ અને અજીવ તત્ત્વોના જ્ઞાતા, પુણ્ય-પાપ કાર્યોના વિજ્ઞાતા, આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષનું સ્વરૂપ જાણવામાં કુશળ, આરંભ–સમારંભમાં ખેદખિન્ન થનારા, દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિંમર, કિંગુરુષ, ગરુડ, ગંધર્વ, મહોરગ આદિ દેવા દ્વારા કરાતા અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોથી નિગ્રંથ પ્રવચનોથી વિચલિત ન થનારા શ્રમણોપાસકને સમ્યકત્વના મુખ્ય પાંચ અતિચારોને અવશ્ય જાણવા જોઈએ. આ અતિચારો જાણવા યોગ્ય છે પણ આચરવા યોગ્ય નથી. તે આ પ્રમાણે :- ૧. શંકા, ૨. કાંક્ષા, ૩. વિચિકિત્સા, ૪. પરપાખંડ પ્રશંસા, ૫. પરપાખંડ સંસ્તવ. (૧) ત્યારપછી શ્રમણોપાસકોએ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ અતિચારો જાણવા જોઈએ પણ તેનું આચરણ ન કરવું જોઈએ તે આ પ્રમાણે – ૧. બંધ, ૨. વધ, ૩. છવિચ્છેદ, ૪. અતિભાર, ૫. ભોજનપાન વ્યવચ્છેદ. Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા (૨) ત્યારપછી શ્રમણોપાસકોએ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતના પાંચ અતિચારો જાણવા જોઈએ, તેનું આચરણ કરવું ન જોઈએ તે આ પ્રમાણે :- ૧. સહસા અભ્યાખ્યાન, ૨. રહસ્યાખ્યાખ્યાન, ૩. મંત્રભેદ, ૪. મૃષા ઉપદેશ, ૫. કૂટલેખકરણ. (૩) ત્યારપછી શ્રમણોપાસકોએ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ, પણ આચરવા ન જોઈએ તે આ પ્રમાણે :- ૧. તેનાહત–ચોર દ્વારા લાવેલી વસ્તુ ન લેવી, (૨) તસ્કર પ્રયોગ – ચોરનો ઉપયોગ, (૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ - રાજ્ય વિરુદ્ધ કાર્ય, (૪) કૂટતોલ, કૂટમાપ – ખોટા તોલમાપ કરવા, ૫. તત્પતિરૂપક વ્યવહાર–વસ્તુમાં ભેળસેળ કરવી. (૪) ત્યારપછી શ્રમણોપાસકોએ સ્વદારા સંતોષ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે :- ૧. ઇત્વર પરિગૃહિતા ગમન, ૨. અપરિગૃહિતા ગમન, 3. અનંગક્રીડા, ૪. પરવિવાકરણ અને ૫. કામભોગનો તીવ્ર અભિલાષ. (૫) ત્યારપછી શ્રમણોપાસકોએ ઇચ્છા પરિમાણ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ, પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે :- ૧. ક્ષેત્ર વાસ્તુ પ્રમાણ અતિક્રમ, ૨. હિરણ્ય–સુવર્ણ પ્રમાણાતિક્રમ, 3. ધનધાન્ય પ્રમાણાતિક્રમ, ૪. દ્વિપદ–ચતુષ્પદ પ્રમાણાતિક્રમ, ૫. કુખ્ય પ્રમાણાતિક્રમ. (૬) ત્યારપછી શ્રમણોપાસકોએ દિવ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે – ૧. ઉદધ્વદિત્ પ્રમાણતિક્રમ, ૨. અધોદિમ્ પ્રમાણાતિ ક્રમ, ૩. તિર્યદિન્ પ્રમાણાતિક્રમ, ૪. ક્ષેત્રવૃદ્ધિ અને પ. સ્મૃતિ અંતર્ધાને (દિશા મર્યાદાનું સ્મરણ ન થવું.) (૭) ત્યારપછી ઉપભોગ–પરિભોગ, જે બે પ્રકારનો છે તે આ પ્રમાણે – ૧. ભોજન સંબંધી અને ૨. કર્મસંબંધી. શ્રમણોપાસકોએ ભોજનસંબંધી પાંચ અતિચાર જાણવા જોઈએ, પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે :- ૧. સચિત્તાહાર, ૨. સચિત્ત પ્રતિબદ્ધ આહાર, ૩. અપક્વ ઔષધિ ભક્ષણ, ૪. દુષ્પક્વ ઔષધિ ભક્ષણ (કાચી અથવા પુરી ન પાકેલી ઔષધિ વાપરવી અને ૫. તુચ્છ ઔષધિ ભક્ષણ. શ્રમણોપાસકોએ કર્મસંબંધી પંદર કર્માદાન જાણવા જોઈએ, તે આચરવા જોઈએ નહીં. તે આ પ્રમાણે – ૧. ઇંગાલ કર્મ, ૨. વનકર્મ, ૩. શાકટિક કર્મ, ૪. ભાટિક કર્મ - વાહન ભાડે આપવા, ૫. સ્કોટિક કર્મ–ભૂમિ આદિ ખોદાવવી, ૬. દંત વાણિજ્ય, ૭. લાક્ષ વાણિજ્ય, ૮. રસ વાણિજ્ય, ૯. વિષ વાણિજ્ય, ૧૦. કેશ વાણિજ્ય – તથા – ૧૧. યંત્રપલણ કર્મ, ૧૨. નિછન કર્મ - બળદ આદિની ખસી કરવી, ૧૩. દાવાગ્નિ દાપન કર્મ – વનમાં આગ લગાડવી, ૧૪. સર, કહ, તળાવ પરિશોષણ, ૧૫. અસતિ પોષણ. (૮) ત્યારપછી શ્રમણોપાસકોએ અનર્થદંડ વિરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ, પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે – ૧. કંદર્પ–કામ ચેષ્ટા આદિ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આગમ કથાનુયોગ-૫ કરવા, ૨. કૌન્દુ-ભાંડ આદિ વત્ ચેષ્ટા, 3. મૌખર્ય–વ્યર્થ આલાપ, ૪. સંયુક્તાધિકરણ–હિંસક શસ્ત્રોનો ઉપયોગ, ૫. ઉપભોગ-પરિભોગનો અતિરેક–વધારે ઉપયોગ. | (૯) ત્યારપછી શ્રમણોપાસકોએ સામાયિક વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે :- ૧. મનદુષ્પણિધાન, ૨. વચન દુપ્રણિધાન, 3. કાય દુષ્પણિધાન, ૪. સામાયિકનું અમૃતિકરણ – સમય અવધિનો ખ્યાલ ન રહેવો, ૫. અસ્થિર ચિત્તે સામાયિક કરવું. (૧૦) ત્યારપછી શ્રમણોપાસકોએ દેશાવકાસિક વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે :- ૧. આનયન પ્રયોગ, ૨. પ્રેષ્ઠ પ્રયોગ, ૩. શબ્દાનુપાત, ૪. રૂપાનુપાત, ૫. બહિરપુગલ પ્રક્ષેપ. (૧૧) ત્યારપછી શ્રમણોપાસકોએ પૌષધોપવાસ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પણ આચરણ કરવું ન જોઈએ. તે આ પ્રમાણે – ૧. અપ્રતિલેખિત–દુષ્પતિલેખિત શય્યા સંસ્મારક, ૨. અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત શય્યા–સંસ્મારક, ૩. અપ્રતિલેખિતદુષ્પતિલેખિત ઉચ્ચાર–પ્રસ્ત્રવણ ભૂમિ, ૪. અપ્રમાર્જિત–દુષ્પમાર્જિત ઉચ્ચાર પ્રસ્ત્રવણ ભૂમિ, (૫) પૌષધોપવાસનું સમ્યક્ પ્રકારે પાલન ન કરવું. (૧૨) ત્યારપછી શ્રમણોપાસકોએ યથા (અતિથિ) સંવિભાગ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પણ આચરવા ન જોઈએ. તે આ પ્રમાણે :- ૧. સચિત્ત નિક્ષેપ, ૨. સચિત્ત પિધાન, ૩. કાલાતિક્રમ, ૪. પરવ્યપદેશ, ૫. માત્સર્ય. ત્યારપછી શ્રમણોપાસકોએ અપશ્ચિમ ભારણાંતિક સંલેખના, ઝૂસણા (આરાધના) મરણ સમયે શરીર અને કષાયોને નિર્બળ બનાવીને શરીર ત્યાગવાની વિધિ વિશેષ પ્રીતિપૂર્વક સેવન કરવા રૂપ પાંચ અતિચાર જાણવા જોઈએ, પણ તેનું આચરણ કરવું ન જોઈએ :- ૧. ઇહ લોકાશંસા પ્રયોગ – આ લોકસંબંધી સુખની આકાંક્ષા, ૨. પરલોકાશંસા પ્રયોગ – પરલોક સંબંધી સુખની આકાંક્ષા, 3. જીવિતાશંસા પ્રયોગ, ૪. મરણ આશંસાપ્રયોગ અને ૫. કામભોગાશંસા પ્રયોગ. ૦ આનંદે કરેલ અભિગ્રહ અને શિવાનંદાને પ્રેરણા : ત્યારપછી આનંદ ગાથાપતિએ ભગવાનું મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કરીને શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન્ ! આજથી મને નિગ્રંથસંઘ સિવાયના બીજા સંઘવાળાઓનો, અન્યતીર્થિક દેવોનો, અન્યતીર્થિક દ્વારા પરિગૃહિત ચૈત્યોને વંદન–નમસ્કાર કરવો કલ્પતો નથી. તે જ પ્રમાણે તેમના બોલાવ્યા સિવાય, જાતે જ વાત કરવી, આલાપ–સંલાપ કરવો, તેમને (ગરબુદ્ધિથી) અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ભોજન આપવું કે તેને માટે આગ્રહ કરવો ન કલ્પે. - પરંતુ જો રાજાજ્ઞાથી, બલાભિયોગથી, ગણાભિયોગથી, દેવાભિયોગથી, ગુરુજનના નિગ્રહથી, તથા વૃત્તિકાંતાર-આજીવિકાદિ કારણે તેમ કરવું પડે તો તેમ Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા 心の કરવાનો આગાર છે. મને નિગ્રંથ શ્રમણોને પ્રાસુક–એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એવા આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, પીઠ, ફલક, શય્યા, સંસ્તારક, ઔષધ, ભેષજ દ્વારા પ્રતિલાભિત કરતા વિચરવું કલ્પે છે. આ પ્રમાણે કહીને આ અને આવા પ્રકારનો અભિગ્રહ ધારણ કર્યો. ધારણ કરીને પ્રશ્નાદિ પૂછયા, પૂછીને અર્થને સમજ્યો, સમજીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરી, કરીને વંદનનમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી, દૂતિપલાશ ચૈત્યથી નીકળ્યો. નીકળીને વાણિજ્ય ગ્રામ નગરમાં જ્યાં પોતાનું ઘર હતું અને જ્યાં શિવાનંદા પત્ની હતી, ત્યાં આવ્યો, આવીને શિવાનંદા પત્નીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે ! આજે મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કર્યું. તે મને ઇષ્ટ, અતીવ ઇષ્ટ, રુચિકર લાગ્યું. તેથી હે દેવાનુપ્રિયે ! તું પણ જા અને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ શ્રમણ ભગવંત મહાવીરને વંદનાનમસ્કાર કર. કરીને સત્કાર સન્માન કર અને તેમની પર્યાપાસના કર તથા શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના ગૃહીધર્મ—શ્રાવકધર્મને અંગીકાર કર. ૦ શિવાનંદા દ્વારા ભગવંત પાસે જઈ—શ્રાવકધર્મ અંગીકાર કરવો :-- ત્યારે આનંદ શ્રમણોપાસકે આ પ્રમાણે કહ્યા પછી તે શિવાનંદા પત્નીએ હર્ષિત— સંતુષ્ટ, આનંદિત ચિત્ત – યાવત્ – વિકસિત હૃદયવાળી થઈને બંને હાથ જોડીને, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને કહ્યું, હે સ્વામી ! તે જ પ્રમાણે છે. આ પ્રમાણે કહીને આનંદ શ્રમણોપાસકના કથનને વિનયપૂર્વક અંગીકાર કર્યું. ત્યારપછી આનંદ શ્રમણોપાસકે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! જલ્દીથી સમાન ખુર અને પૂંછવાળા, એક સરખા ચિત્રિત સીંગડાના અગ્રભાગવાળા, સ્વર્ણમયી આભૂષણો, ચિતરામણોથી યુક્ત, ચાંદીની ઘંટડીવાળા, સ્વર્ણજડિત સૂતરની દોરીની નાથ વડે બાંધેલા નીલકમલની કલગીથી યુક્ત, શ્રેષ્ઠ યુવાન બળદોથી જોડાયેલ, વિવિધ પ્રકારના મણીઓ, રત્નો અને સુવર્ણોની ઘંટડીઓથી સુશોભિત, સુજાત, ઋજુ, સીધા લાકડાથી યુક્ત, પ્રશસ્ત, સુવિરચિત્ત, શ્રેષ્ઠ લક્ષણોવાળા, ચાલવામાં સરળ અને સારી રીતે જોડાયેલ ધાર્મિક યાન પ્રવરને જોડીને લાવો, લાવીને મારી આ આજ્ઞા મને પાછી સોંપો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષોએ આનંદ શ્રમણોપાસકના આ કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, અનુરાગી, પરમ સૌમનસ્ક, હર્ષના વશથી વિકસિત હૃદયવાળા થઈને, બંને હાથ જોડીને મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી – હે સ્વામી ! એ પ્રમાણે કહીને, આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. સ્વીકારીને, જલ્દીથી, ચાલવામાં સરળ અને સારી રીતે જોડેલા – યાવત્ – શ્રેષ્ઠ ધાર્મિક યાનને ઉપસ્થિત કરીને Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦ લાવીને આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી શિવાનંદા પત્નીએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ–વંદનાર્થે જવાને યોગ્ય–મંગલકારી શ્રેષ્ઠ વસ્રોને પહેર્યા, અલ્પ અને મૂલ્યવાન્ અલંકારોથી શરીરને અલંકૃત્ કર્યું, પછી દાસીઓને સાથે લઈને તે ધાર્મિક યાનપ્રવર પર બેઠી. બેસીને વાણિજ્યગ્રામ નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળી. નીકળીને જ્યાં દૂતિપલાશ ચૈત્ય હતું. ત્યાં આવી, આવીને ઉત્તમ ધાર્મિકયાન રથમાંથી નીચે ઉતરી, ઉતરીને દાસીઓને સાથે લઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવી. – ત્યાં આવીને આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન—નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને બહુ દૂર નહીં – બહુ નજીક નહીં, પરંતુ યથાયોગ્ય સ્થાને બેસીને શુશ્રુષા—સાંભળવાને માટે ઉત્સુક થઈને નમન કરતી એવી વિનયપૂર્વક અંજલિ કરીને પર્વપાસના કરવા લાગી. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે શિવાનંદાને અને તે મોટી ધર્મસભાને – યાવત્ – ધર્મ કહ્યો. આગમ કથાનુયોગ–૫ ત્યારપછી શિવાનંદ ભાર્યાએ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો ગૃહીધર્મ—શ્રાવિકાધર્મ અંગીકાર કર્યો. અંગીકાર કરીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન—નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને તે જ ધાર્મિક યાન પ્રવર પર બેઠી, બેસીને જે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ચાલી ગઈ. ૦ આનંદ સંબંધે ગૌતમના કુતૂહલનું ભગવંત દ્વારા નિવારણ : હે ભગવન્ ! એમ કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન— નમસ્કાર કર્યો અને વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું, હે ભગવન્ ! શું આનંદ શ્રમણોપાસક આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અનગાર પ્રવ્રજ્યા અંગીકાર કરવામાં સમર્થ છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (આ કથન ઉચિત નથી.) હે ગૌતમ ! આનંદ શ્રમણોપાસક ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસકનો પર્યાય પાલન કરશે અને પાલન કરીને – યાવત્ – સૌધર્મ કલ્પના અરુણાભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહેવાઈ છે. ત્યાં આનંદ શ્રમણોપાસકની પણ ચાર પલ્યોપમની સ્થિતિ—આયુષ્ય હશે. ત્યારપછી કોઈ એક દિવસે શ્રમણ ભગવંત મહાવીર વાણિજ્યગ્રામ નગરથી, દૂતિપલાશ ચૈત્તયથી નીકળ્યા, નીકળીને બહારના જનપદોમાં વિચરણ કરવા લાગ્યા. ૦ આનંદ અને શિવાનંદાની શ્રાવક ચર્યા : ત્યારપછી આનંદ જીવ–અજીવ તત્ત્વોનો જાણકાર શ્રમણોપાસક થઈ ગયો યાવત્ શ્રમણ નિગ્રંથોને પ્રાસુક, એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોછન, ઔષધ, ભૈષજ અને પ્રાતિહારિક, (પરત કરવા યોગ્ય) પીઠ, ફલક, શય્યા, સંસ્તારકથી પ્રતિલાભિત કરતો, દાન આપતો વિચરવા લાગ્યો. - Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ત્યારપછી શિવાનંદા ભાર્યા શ્રમણોપાસિકા થઈ ગઈ – ચાવતુ – શ્રમણ નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન – યાવત્ – શય્યા સંસ્મારક આપતી એવી ધાર્મિક જીવન જીવવા લાગી. ૦ આનંદની ઘર્મજાગરિકા અને ગૃહ વ્યાપાર ત્યાગ : ત્યારપછી અનેક પ્રકારના શીલવતો, વિરમણો, પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસો દ્વારા આત્માને ભાવિત કરતો એવા તે આનંદ શ્રમણોપાસકે ચૌદ વર્ષ વ્યતીત કર્યા. પંદરમાં વર્ષમાં કોઈ એક સમયે મધ્યરાત્રિમાં ધર્મ જાગરણ કરતા એવા તેના મનમાં આ પ્રકારનો આવો વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. હું આ વાણિજ્યગ્રામ નગરમાં અનેક રાજા, ઈશ્વર – યાવત્ – સ્વયં પોતાના કુટુંબનો – યાવતું – આધારભૂત, અવલંબનરૂપ અને સર્વ કાર્ય વ્યવહારનો નિર્દેશક– માર્ગદર્શક રૂપ છું. આ વિક્ષેપને કારણે હું શ્રમણ ભગવંત મહાવીર પાસેથી પ્રાપ્ત કરેલ ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને અથવા ધર્મપ્રજ્ઞપ્તિનું સારી રીતે પાલન કરીને મારો સમય વ્યતીત કરવામાં સમર્થ થઈ શકતો નથી. તેથી મારે માટે એ શ્રેયસ્કર થશે કે કાલે – યાવત્ – સૂર્યોદય થયા પછી અને સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશમાન થયા પછી પુષ્કળ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવીને પૂરણશેઠની સમાન – ચાવત્ – જ્યેષ્ઠપુત્રને કુટુંબમાં સ્થાપિત કરીને, તે મિત્રો – યાવત્ – જ્યેષ્ઠ પુત્રને પૂછીને કોલ્લાગ સન્નિવેશમાં જ્ઞાતકુળની પૌષધશાળાની પ્રતિલેખના કરી, શ્રમણ ભગવંત મહાવીર પાસેથી પ્રાપ્ત ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકાર કરીને વિચરણ કરું. આ પ્રમાણે વિચાર કર્યો. – વિચાર કરીને કાલે – યાવત્ – સૂર્ય પ્રકાશમાન થયા પછી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવડાવ્યું, બનાવડાવીને મિત્રો, જ્ઞાતિજનો, નિજક–સ્વજનો, સંબંધીઓ અને પરિજનોને આમંત્રિત કર્યા. આમંત્રિત કરીને પછી સ્નાન કર્યું – યાવત્ – અલ્પ અને બહુમૂલ્ય આભૂષણોથી શરીરને વિભૂષિત કર્યું અને ભોજન વેળાએ ભોજનશાળામાં સુખાસને બેસીને તે મિત્ર, જ્ઞાતિજન, સ્વજન, સંબંધી, પરિજનોની સાથે તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનનો સ્વાદ લેતા, વિશેષરૂપે સ્વાદ લેતા, આપતા-ખાતા વિચારવા લાગ્યા. ભોજન કર્યા પછી આચમન કરી સ્વચ્છ, શુચિભૂત થઈને તે મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધીઓ અને પરિચિતોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, આહાર, વસ્ત્ર, ગંધ, માળા, અલંકારથી સત્કાર અને સન્માન કર્યું, સત્કાર અને સન્માન કરીને તે મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધીઓ અને પરિચિતોની સામે જ્યેષ્ઠ પત્રને બોલાવ્યો અને બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું હે પુત્ર! હું વાણિજ્યગ્રામ નગરમાં ઘણાં – યાવતું – રાજા, ઈશ્વર દ્વારા પૂછાઉ છું, વારંવાર પૂછાઉ છું તથા સ્વયં પોતાના કુટુંબનો પણ આધાર સ્તંભ – કાવત્ - સર્વકાર્યોનો પ્રેરક છું. તેથી આ વિક્ષેપને કારણે શ્રમણ ભગવંત મહાવીર પાસેથી પ્રાપ્ત ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને સમય વ્યતીત કરવામાં સમર્થ થઈ શકતો નથી. ( ૫/૬ Jain nenternational Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ આગમ કથાનુયોગ-૫ તેથી મારા માટે એ ઉચિત છે કે, તને આપણા કુટુંબનો આધારસ્તંભ, આધાર, અવલંબન, માર્ગદર્શકના રૂપમાં સ્થાપિત કરી અને આ મિત્રો, જ્ઞાતિબંધુ, નિજક, સ્વજન, સંબંધીઓ અને પરિચિતો તેમજ તને પૂછીને કોલાગ સંનિવેશમાં જ્ઞાતકુળની પૌષધશાળામાં પ્રતિલેખના કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી પ્રાપ્ત ધર્મપ્રજ્ઞપ્તિને અંગીકાર કરીને વિચરું. ત્યારપછી જ્યેષ્ઠપુત્રએ આનંદ શ્રમણોપાસકના આ અભિપ્રાયને “જેવી આપની આજ્ઞા” એમ કહીને વિનયપૂર્વક સ્વીકારી. ત્યારપછી તે આનંદ શ્રમણોપાસકે તે મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજને સંબંધીઓ અને પરિજનોની સમાન જયેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપ્યો, સોંપીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! આજથી તમારામાંના કોઈ પણ ઘણાં જ – વિવિધ કાર્યોના સંબંધમાં, કારણોના વિષયમાં, વિચાર–પરામર્શ, કુટુંબ–પરિવાર, ગુપ્તવાત, નિર્ણય અથવા લોકવ્યવહારના સંબંધમાં મને પૂછવું નહીં કે મારી સાથે પરામર્શ કરવો નહીં. મારા માટે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન તૈયાર ન કરવું કે મારા માટે લાવવું નહીં. ત્યારપછી આનંદ શ્રમણોપાસકે જ્યેષ્ઠપુત્ર તથા મિત્રો, જ્ઞાતિજનો, નિજકસ્વજન, સંબંધીઓ અને પરિચિત્તજનોની અનુમતિ લીધી, અનુમતિ લઈને પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને વાણિજ્યગ્રામની વચ્ચોવચ થઈને જતાં જ્યાં કોલ્લાગ સંનિવેશ હતું, જ્યાં સાતકુળ હતું તથા જ્યાં તેની પૌષધશાળા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને ઉચ્ચાર-પ્રસ્ત્રવણ ભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને દર્ભનો સંથારો બિછાવ્યો. ત્યારપછી તે દર્ભના સંથારા પર બેઠો, બેસીને પૌષધશાળામાં પૌષધ વ્રત સ્વીકારીને મણિ–સુવર્ણ આદિના આભૂષણો, પુષ્પમાળાઓ, વિલેપન આદિ તથા મૂસલ આદિ શસ્ત્રોનો ત્યાગ કરીને, એકાકી, બ્રહ્મચર્યપૂર્વક દર્ભનો સંથારા પર બેસીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ગ્રહણ કરેલી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચરવા લાગ્યા. ૦ આનદ ગ્રહણ કરેલ ઉપાસક પ્રતિમા : ત્યારપછી તે આનંદ શ્રમણોપાસકે પહેલી ઉપાસક પ્રતિમાને સ્વીકાર કરીને વિચારવા લાગ્યો. પહેલી ઉપાસક પ્રતિમાની સૂત્રોનુસાર, કલ્પાનુસાર, માર્ગાનુસાર, યથાર્થ તત્ત્વાનુસાર, સમ્યક્ પ્રકારે કાયાની દ્વારા સ્વીકાર કર્યો, પાલન કર્યું, શોધન કર્યું, સારી રીતે પૂર્ણ કરી, કીર્તન કર્યું અને આરાધના કરી. ત્યારપછી તે આનંદ શ્રમણોપાસકે બીજી ઉપાસક પ્રતિમાને સ્વીકારી, એ જ રીતે ત્રીજી, ચોથી, પાંચમી, છઠી, સાતમી, આઠમી, નવમી, દશમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાને યથાસૂત્ર, યથાકલ્પ, યથાતત્ત્વ, સમ્યક્ પ્રકારે કાયા દ્વારા સ્વીકાર કર્યો, પાલન કર્યું, શોધન કર્યું, પૂર્ણ કરી, કીર્તન કર્યું અને આરાધના કરી. ત્યારપછી તે આનંદ શ્રમણોપાસક આ અને આવા પ્રકારના ઉદાર, વિપુલ પ્રયત્ન સાધ્ય તપોકર્મના ગ્રહણ કરવાથી શુષ્ક, ફૂલ, માંસરહિત, અસ્થિપિંજર માત્ર, કડકડાટ કરનારા શરીરરૂપ, કૃશ, નાડીઓ દેખાતી હોય તેવો થઈ ગયો. Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૦ આનંદ શ્રાવકે કરેલ અનશન – તેને અવધિજ્ઞાન ઉત્પત્તિ : ત્યારપછી કોઈ એક દિવસે મધ્યરાત્રિના સમયે ધર્મજાગરણા કરતા એવા તે આનંદ શ્રમણોપાસકના મનમાં આવો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, નિશ્ચયથી હું આ અને આવા પ્રકારના ઉદાર, વિપુલ, પ્રયત્ન સાધ્ય તપોકર્મને ગ્રહણ કરીને શુષ્ક, રુક્ષ, માંસરહિત, અસ્થિ અને ચર્માવૃત્ત, કડકડાટ કરનારા શરીરરૂપ, કૃશ અને ફક્ત નાડીઓ દેખાતી હોય તેવા શરીરવાળો થઈ ગયો છું. તો પણ હજી સુધી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ વિદ્યમાન છે. તેથી જ્યાં સુધી મારામાં ઉત્થાન, બેસવા માટેનું સામર્થ્ય, કર્મ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ, સંવેગ છે – યાવત્ – મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, જિન, સુસ્તી શ્રમણ ભગવાન્ મહાવીર વિચરણ કરી રહ્યા છે, ત્યાં સુધી મારા માટે શ્રેયસ્કર થશે કે કાલે રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી – યાવત્ – સૂર્યોદય તથા જાજ્વલ્યમાન તેજપૂર્વક સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા પછી અપશ્ચિમ – અંતિમ મારણાંતિક સંખનાને પ્રીતિપૂર્વક અંગીકાર કરીને આહાર–પાણીનું પ્રત્યાખ્યાન કરીને મૃત્યુકાળની આકાંક્ષા ન કરતા સમય વ્યતીત કરું, એવો વિચાર કર્યો. આ પ્રમાણે વિચાર કરીને કાલ રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી – યાવત્ – સૂર્યનો ઉદય થયા પછી અને સહસ્રરશ્મિ સૂર્યના જાજ્વલ્યમાન તેજસહિત પ્રકાશિત થયા પછી અંતિમ મારણાંતિક સંખનાને અંગીકાર કરીને, ભોજનપાનનું પ્રત્યાખ્યાન કરીને, મરણની આકાંક્ષા ન કરતો વિચારવા લાગ્યો. ત્યારપછી કોઈ એક સમયે શુદ્ધ અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ થતી એવી લેશ્યાઓ અને તદાવરણીય કર્મના ક્ષયોપશમથી તે આનંદ શ્રમણોપાસકને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેના કારણે તે પૂર્વ દિશામાં લવણસમુદ્ર પર્વતના ૫૦૦ યોજન પર્યંતના ક્ષેત્રને જોવા અને જાણવા લાગ્યો. દક્ષિણ દિશામાં પ૦૦ યોજન પર્વતના લવણ સમુદ્રના ક્ષેત્રને જોવા અને જાણવા લાગ્યો. પશ્ચિમ દિશામાં પણ લવણ સમુદ્રપર્યંતના ૫૦૦ યોજન પ્રમાણ ક્ષેત્રને જોવા અને જાણવા લાગ્યો. ઉત્તર દિશામાં લઘુ હિમવંત વર્ષધર પર્વત પર્વતના ક્ષેત્રને જોવા અને જાણવા લાગ્યો. ઉર્ધ્વદિશામાં સૌધર્મકલ્પ પર્વતના ક્ષેત્રને તથા અધોદિશામાં ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિવાળા લોલુયસ્મૃત નરક સુધી જોવા અને જાણવા લાગ્યા. ૦ ગૌતમસ્વામીનું આનંદને ત્યાં ગમન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર સમોસર્યા પર્ષદા નીકળી – યાવત્ – પાછી ફરી. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી-પ્રથમ શિષ્ય, સાત હાથ ઊંચા શરીરવાળા, સમચતુરસ્ત્ર સંસ્થાન અને વજઋષભનારાચ સંતનનવાળા, કસૌટી પર ઘસાયેલી સોનાની રેખા તથા પદ્મના સમાન ગૌર વર્ણવાળા, ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી, વિશેષ તપથી તપ્ત તપસ્વી, મહાતપસ્વી, ઉદાર, ઘોર, ઘોર ગુણવાળા આદિ મહાનું ગુણોથી સંપન્ન, ઘોર તપસ્વી, મહા બ્રહ્મચારી, શરીર મમત્વથી મુક્ત, અન્તર્નિહિત Page #85 -------------------------------------------------------------------------- ________________ ८४ આગમ કથાનુયોગ-૫ તેજલેશ્યાવાળા, ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ નામક અણગાર નિરંતર છઠ–છઠ ભક્ત તપોકર્મ અને સંયમ સાધના દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચારતા હતા. ત્યારપછી તે ગૌતમસ્વામી અણગારે છઠ ભક્ત તપના પારણાના દિવસે પહેલી પૌરૂષીમાં સ્વાધ્યાય કર્યો, બીજી પૌરૂષીએ ધ્યાન કર્યું, ત્રીજી પૌરૂષીમાં અત્વરિત, ચપળતારહિત, અસંભ્રાંત ભાવથી મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કર્યું અને પ્રતિલેખન કરીને પાત્ર આદિનું પ્રમાર્જન કર્યું. પાત્રાદિ પ્રમાર્જના કરીને તેને હાથમાં લીધા, હાથમાં લઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા. – ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! આપની આજ્ઞા–અનુમતિ પ્રાપ્ત કરીને છઠ તપના પારણાને માટે વાણિજ્ય ગ્રામનગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરવાને ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર દ્વારા આજ્ઞા પ્રાપ્ત કરીને ગૌતમસ્વામી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી નીકળ્યા, નીકળીને પછી ત્વરિતતા, ચપળતા, સંભાતતા રહિતપણે, યુગપ્રમાણ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માર્ગનું અવલોકન કરતા, જ્યાં વાણિજ્યગ્રામ નગર હતું, ત્યાં આવ્યા, ત્યાં આવીને વાણિજ્યગ્રામ નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહસામુદાનિક ભિક્ષાચર્યાથી પરિભ્રમણ કરવા લાગ્યા. ત્યારપછી ગૌતમસ્વામીએ વાણિજ્યગ્રામ નગરમાં ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહસામુદાનિક ભિક્ષાચર્યાથી ભ્રમણ કરતા પોતાના માટે પર્યાપ્ત આહાર-પાણી ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને વાણિજ્યગ્રામ નગરથી બહાર નીકળ્યા, નીકળીને કોલ્લાગ સન્નિવેશની બહુ દૂર નહીં – બહુ નજીક નહીં તેવા માર્ગે ગમન કરતા તેઓએ ઘણાં લોકોની વાતચીત સાંભળી, તે ઘણાં મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહી રહ્યા હતા, બોલી રહ્યા હતા, પ્રતિપાદન કરી રહ્યા હતા, પ્રરૂપણા કરી રહ્યા હતા કે હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી શ્રમણોપાસક આનંદ પૌષધશાળામાં અપશ્ચિમ મારણાંતિક સંલેખના-નૂસણાને અંગીકાર કરીને, ભોજન–પાનનો ત્યાગ કરીને અને જીવન-મરણની આકાંક્ષા ન કરતો વિચરણ કરી રહ્યો છે. ત્યારે તે ઘણાં લોકોની પાસેથી આ વાત સાંભળીને અને અવધારિત કરીને ગૌતમસ્વામીને આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, હું જાઉં અને આનંદ શ્રમણોપાસકને જોઉં. આવા પ્રકારનો વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં કોલ્લાગ સન્નિવેશ હતું, જ્યાં પૌષધશાળા હતી અને તેમાં જ્યાં આનંદ શ્રમણોપાસક હતો ત્યાં આવ્યા. ત્યારે આનંદ શ્રમણોપાસકે ભગવાન ગૌતમને પોતાની સમીપ આવતા જોયા. જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમના, પરમ સૌમનસ્ય, ભાવપૂર્વક હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા થઈને ગૌતમસ્વામીને વંદન–નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૮૫ હે ભદંત ! ખરેખર એ પ્રમાણે – આ ઉદાર, વિપુલ, પ્રયત્ન સાધ્ય તપોકર્મને અંગીકાર કરવાથી શુષ્ક, રુક્ષ, નિર્માસ, અસ્થિ ચર્માવૃત્ત, કડકડાટ ધ્વનિ કરવા રૂપ શરીરવાળો, કૃશ અને નસો બહાર દેખાતી હોય તેવો થઈ ગયો છું. જેથી આપ દેવાનુપ્રિયની સમીપે આવીને ત્રણ વખત મસ્તક નમાવી ચરણવંદના કરવા માટે સમર્થ નથી. તેથી હે દેવાનુપ્રિય ! આપ જ સ્વેચ્છાપૂર્વક, કોઈ દબાવરહિત અહીં પધારો. જેથી હું આપ દેવાનુપ્રિયને ત્રણ વખત મસ્તક નમાવી, ચરણવંદના અને નમસ્કાર કરી શકું. ત્યારે ગૌતમસ્વામી જ્યાં આનંદ શ્રમણોપાસક હતો ત્યાં આવ્યા. ૦ ગૌતમ અને આનંદનો અવધિ વિષયક સંવાદ : ત્યારપછી આનંદ શ્રમણોપાસકે ત્રણ વખત મસ્તક નમાવીને ગૌતમસ્વામીના ચરણોમાં વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! શું ઘરમાં રહેતા ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે ? હા (આનંદ !) થઈ શકે છે. હે ભદંત ! જો એમ હોય કે ઘરમાં રહેનારા ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકતું હોય તો હે ભદંત ! મને પણ ઘરમાં રહેતા અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલ છે. જેનાથી પૂર્વદિશામાં લવણસમુદ્ર પર્યત ૫૦૦ યોજન – યાવત્ – લોલપાશ્રુત નરક સુધી જોઉં છું અને જાણું છું. ત્યારે ગૌતમસ્વામીએ આનંદ શ્રમણોપાસકને કહ્યું, હે આનંદ ! એ વાત બરાબર છે કે, ગૃહસ્થને ઘરમાં રહેતા અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ આટલા વિસ્તૃત ક્ષેત્રને જાણવા અને જોવાનું શક્ય નથી. તેથી તે આનંદ ! તમે મૃષાવાદરૂપ આ સ્થાનની આલોચના કરો, પ્રતિક્રમણ કરો, ગહ કરો, નિંદા કરો, આ ધારણાનું પરિમાર્જન કરો. અયોગ્ય કાર્યનું શુદ્ધિકરણ કરો. યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરવાને માટે ઉદ્યત થઈ તપ:કર્મ સ્વીકાર કરો. ગૌતમસ્વામીના કથનને સાંભળીને આનંદ શ્રમણોપાસકે ગૌતમસ્વામીને આ પ્રમાણે પૂછ્યું, હે ભગવન્! શું જિનશાસનમાં સત્ય, તાત્વિક, તથ્ય, સદ્ભૂત ભાવોને માટે પણ આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગ, નિવૃત્તિ, અકરણતાની વિશુદ્ધિ, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તદનુરૂપ તપ કર્મ સ્વીકારવું પડે છે ? હે આનંદ ! આવું કરવું પડતું નથી. ત્યારે આનંદે કહ્યું કે, જો હે ભદંત ! એવું હોય કે જિનપ્રવચનમાં સત્ય, તાત્ત્વિક, તથ્ય અને સદ્ભૂત ભાવોને માટે આલોચના કરવી પડતી નથી – યાવત્ – તપોકર્મ સ્વીકાર કરતો નથી. તો હે ભદંત ! આપ જ આ વિષયમાં આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગષ્ઠ, નિવૃત્તિ, અકાર્યની વિશુદ્ધિ, યથોચિત પ્રાયશ્ચિત્ત અને તદનુરૂપ તપ કર્મ સ્વીકાર કરો. ૦ ગૌતમની શંકાનું ભગવંત દ્વારા નિરાકરણ : ત્યારપછી આનંદ શ્રમણોપાસકના આ પ્રમાણે કહ્યા પછી ગૌતમસ્વામી શંકા, કાંક્ષા અને વિચિકિત્સાયુક્ત થઈને આનંદ શ્રમણોપાસકની પાસેથી નીકળ્યા, નીકળીને જ્યાં દૂતિપલાશ ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા, Page #87 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ આવીને શ્રમણ ભગવંત મહાવીરથી બહુ દૂર નહીં તેમ બહુ નીકટ નહીં એવા યથોચિત સ્થાને સ્થિત થઈને ગમનાગમન સંબંધી પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરીને એષણીય– અનેષણીયની આલોચના કરી, આલોચના કરીને ભગવાન મહાવીરને આહાર-પાણી દેખાડ્યા અને આહાર પાણી દેખાડીને ભગવાન મહાવીરને વંદના—નમસ્કાર કર્યા. વંદના– નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કર્યું– ૮૬ હે ભગવન્ ! આપની આજ્ઞા લઈને વાણિજ્યગ્રામ નગરમાં ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતા યથાપર્યાપ્ત ભોજન પાણી ગ્રહણ કર્યા. કરીને વાણિજ્યગ્રામ નગરથી બહાર નીકળ્યો. નીકળીને કોલાગ સંનિવેશની સમીપથી પસાર થતા ઘણાં લોકોની વાતચીતને સાંભળી. તે ઘણાં મનુષ્યો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહી રહ્યા હતા, બોલી રહ્યા હતા, પ્રતિપાદન કરી રહ્યા અને પ્રરૂપણા કરી રહ્યા હતા કે– હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવંતના અંતેવાસી—અનુયાયી આનંદ નામક શ્રમણોપાસક પૌષધશાળામાં અંતિમ મારણાંતિક સંલેખના અંગીકાર કરીને ભોજન–પાનનો પરિત્યાગ કરીને મૃત્યુની આકાંક્ષા ન કરતા વિચરી રહ્યા છે. ત્યારપછી તે ઘણાં મનુષ્યોની આ વાત સાંભળીને અને હ્રદયમાં અવધારીને મને આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, હું જાઉં અને આનંદ શ્રમણોપાસકને જોઉં એવો વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં કોલ્લાગ સન્નિવેશ હતું, જ્યાં પૌષધશાળા હતી અને તેમાં પણ જ્યાં આનંદ શ્રમણોપાસક હતો, ત્યાં ગયો. ત્યારે તે આનંદ શ્રમણોપાસકે મને પોતાની તરફ આવતો જોયો, જોઈને હર્ષિત અને સંતુષ્ટ થયો. ચિત્તમાં આનંદિત થયો, મનમાં પ્રીતિવાળો થયો, પરમ સૌમનસ્ય ભાવવાળો થયો અને હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા થઈને તેણે મને વંદન—નમસ્કાર કર્યા, વંદન– નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું– હે ભદંત ! હું આ ઉદાર, વિપુલ, પ્રયત્ન સાધ્ય તપોકર્મને ગ્રહણ કરીને શુષ્ક, રૂક્ષ, માંસરહિત, અસ્થિચર્માવરણ માત્ર, કડકડાટ કરતો, કૃશ અને ઉભરી આવેલી નસોવાળો થઈ ગયો છું. જેથી આપ દેવાનુપ્રિયની સમીપ આવીને ત્રણ વખત મસ્તક નમાવીને ચરણવંદના કરવામાં સમર્થ નથી. તેથી હે ભદંત ! આપ સ્વયં જ પોતાની ઇચ્છાથી, કોઈ પ્રકારના દબાવ રહિતપણે અહીં પધારો, જેનાથી આપ દેવાનુપ્રિયને ત્રણ વખત મસ્તક નમાવીને ચરણોમાં વંદન—નમસ્કાર કરી લઉં. ત્યારે હું પોતે આનંદ શ્રમણોપાસકની સમીપે ગયો અને તે આનંદ શ્રમણોપાસકે ત્રણ વખત મસ્તક નમાવી મારા ચરણોમાં વંદન-નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરીને પછી તેણે આ પ્રમાણે કહ્યું, હે ભગવન્ ! શું ઘરમાં રહેતા એવા ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ખરું ? જ્યારે મેં જણાવ્યું કે, હાં, થઈ શકે છે. આ પ્રકારે તેણે ફરી કહ્યું કે, હે ભદંત ! જો ઘરમાં રહેતા ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે છે. તો હે ભદંત ! ઘરમાં રહેનારા મને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલ છે. જેનાથી પૂર્વ દિશામાં લવણસમુદ્ર પર્યંતના ૫૦૦ યોજન ક્ષેત્રને જોઉં છું અને જાણું છું. દક્ષિણ Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા દિશામાં પણ લવણ સમુદ્રપર્યંત ૫૦૦ યોજન પ્રમાણ ક્ષેત્રને જોઉં છું અને જાણું છું યાવત્ – અધોભાગમાં આ રત્નપ્રભા નામક પ્રથમ નારકપૃથ્વીના ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિવાળા લોલુપાચ્યુત નામના નરક સુધી જોઉં છું અને જાણું છું. ત્યારે મેં આનંદ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે આનંદ ! ઘરમાં રહેનારા ગૃહસ્થને અવધિજ્ઞાન અવશ્ય ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ આટલા વિશાળ ક્ષેત્રને જોવા અને જાણવા જેટલું અવધિજ્ઞાન ઉત્પન્ન ન થઈ શકે. તેથી હે આનંદ ! તું આ મૃષાવાદરૂપ સ્થાનની આલોચના કર યાવત્ – યથા યોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપઃકર્મ સ્વીકાર કર. ૮૭ ત્યારે આનંદ શ્રમણોપાસકે મને એમ કહ્યું કે, હે ભદંત ! શું જિનપ્રવચનમાં સત્ય, તત્ત્વ, તથ્ય અને સમીચીન ભાવોને માટે આલોચના – યાવત્ – યથોચિત પ્રાયશ્ચિત્ત અને તદ્નુરૂપ તપોકર્મ સ્વીકાર કરવું પડે છે ? ત્યારે મેં કહ્યું, આ અર્થ સમર્થ નથી. આ વાત સાંભળીને આનંદ શ્રમણોપાસકે કહ્યું કે, હે ભદંત ! જો જિનપ્રવચનમાં સત્ય, તત્ત્વ, તથ્ય અને સદ્ભૂત ભાવોને માટે આલોચના – યાવત્ – યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપઃક્રિયા સ્વીકાર કરવી ન પડતી હોય તો હે ભગવન્ ! આપ સ્વયં જ આ સ્થાનની આલોચના કરો – યાવત્ – યથાયોગ્ય અને તદ્નુરૂપ તપોકર્મ સ્વીકાર કરો. - ત્યારપછી આનંદ શ્રમણોપાસકની આ વાત સાંભળીને હું શંકા, કાંક્ષા, વિચિકિત્સા યુક્ત થઈને આનંદ શ્રમણોપાસકને ત્યાંથી નીકળ્યો, નીકળીને જલ્દીથી આપની પાસે આવ્યો છું. તો શું હે ભગવન્ ! ઉક્ત સ્થાનને માટે આનંદ શ્રમણોપાસકને આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગર્હા, નિવૃત્તિ, અકરણતાની વિશુદ્ધિ યથોચિત પ્રાયશ્ચિત્ત અને તદ્નુરૂપ તપોકર્મ સ્વીકાર કરવું જોઈએ કે મારે – યાવત્ – સ્વીકાર કરવું જોઈએ ? હે ગૌતમ ! આ પ્રમાણે સંબોધિત કરી શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને કહ્યું, હે ગૌતમ ! તમે જ તે સ્થાનને માટે આલોચના યાવત્ – યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપ:કર્મ સ્વીકાર કરો તથા આ સ્થાનને માટે શ્રમણોપાસક આનંદની ક્ષમાયાચના કરો. ત્યારપછી ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરના ઉક્ત આદેશને “તહત્તિ' એમ કહીને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તે સ્થાન માટે આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગર્હા, નિવૃત્તિ, અકરણતા વિશુદ્ધિ, યથોચિત પ્રાયશ્ચિત્ત અને તદનુરૂપ તપઃકર્મ સ્વીકાર કરી અને આ કાર્યને માટે આનંદ શ્રમણોપાસકની ક્ષમા માંગી. ત્યારપછી અન્ય કોઈ સમયે શ્રમણ ભગવંત મહાવીર બીજા જનપદમાં વિચરવા - લાગ્યા. ૦ આનંદનું સમાધિમરણ અને ભાવિ ગતિ : ત્યારે તે શ્રમણોપાસક આનંદ અનેક પ્રકારના શીલ અને ગુણવ્રત, વિરમણ વ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ દ્વારા આત્માને સંસ્કારિત કરીને, વીશ વર્ષ સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને, અગિયાર ઉપાસક પ્રતિમાઓનું સમ્યક્ પ્રકારે આરાધન કરીને, એક માસની સંલેખના દ્વારા પોતાની આત્માને શુદ્ધ કરીને, અનશન દ્વારા સાઇઠ ભક્તોનું છેદન કરીને, આલોચના, પ્રતિક્રમણ કરીને સમાધીમાં લીન રહેતા, મરણકાળ પ્રાપ્ત થયો ત્યારે મૃત્યુ પામ્યો. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આગમ કથાનુયોગ- મૃત્યુ પામ્યા બાદ આનંદ શ્રાવક સૌધર્મકલ્પના સૌધર્માવલંક મહાવિમાનમાં ઇશાન ખૂણામાં સ્થિત અરુણાભવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ હોય છે. તેથી ત્યાં આનંદ શ્રમણોપાસકની પણ ચાર પલ્યોપમની સ્થિતિ થઈ. હે ભગવન્! તે આનંદદેવ આયુભય, ભવક્ષય અને સ્થિતિશય થયા પછી અનંતર તે દેવલોકથી ઐવિત થઈને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મમુક્ત થશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઠ. ૩૪૫ની વૃ ઉવા. ૩, ૫ થી ૧૯, ૬૯; આવ નિ ૮૪૪ની વૃ, આવ.ચૂ–પૃ. ૪૫ર, ૪૫૩; ૦ કામદેવ શ્રાવકની કથા : તે કાળે અને તે સમયે ચંપાનામક નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું. જિતશત્રુ નામે રાજા ત્યાં રાજ્ય કરતો હતો. તે ચંપાનગરીમાં ધનાઢ્ય – યાવત્ – કોઈથી પરાભવ ન પામે તેવો કામદેવ નામે ગાથાપતિ રહેતો હતો. ૦ કામદેવની સંપત્તિ અને મહત્તા : તે કામદેવ ગાથાપતિની છ કોટિ સુવર્ણમુદ્રા કોષમાં રાખી હતી, છ કોટિ સુવર્ણ વ્યાપારમાં લગાવેલ હતું, છ કરોડ સુવર્ણમુદ્રા ગૃહસંબંધી સાધનોમાં નિયોજિત હતી. તથા તેને દશ-દશ હજાર ગાયોવાળું એક એવા છે ગોકુળ હતા. તે કામદેવ ગાથાપતિને ઘણાં જ રાજા – યાવત્ – વ્યાપારી પોતપોતાના કાર્યો આદિને માટે પૂછતા હતા. પરામર્શ કરતા હતા તથા તે પોતાના પરિવારનો પણ સ્તંભ – થાવત્ – સર્વે કાર્યોમાં પ્રેરક હતો. ૦ કામદેવની પત્ની ભદ્રા : તે કામદેવ ગાથાપતિની ભદ્રા નામની પત્ની હતી. જે શુભલક્ષણોથી સંપન્ન. પરિપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળી – યાવત્ – મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતી એવી પોતાનો સમય વ્યતીત કરતી હતી. ૦ ભગવંતનું સમોસરણ અને કામદેવ દ્વારા ધર્મશ્રવણ : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં પધાર્યા, પધારીને યથાપ્રતિરૂપ અવગ્રહને યાચીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરી વિચારવા લાગ્યા. પર્ષદા નીકળી, કોણિક રાજાની માફક જિતશત્રુ રાજા પણ નીકળ્યો – યાવત્ – પર્યપાસના કરવા લાગ્યો. ત્યારપછી તે કામદેવ ગાથાપતિ આ સંવાદને સાંભળીને કે, શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમથી ગમન કરતા, રામાનુગ્રામનો સ્પર્શ કરતા અહીં પધાર્યા છે, Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૮૯ બિરાજી રહ્યા છે, સમવસૃત થયા છે. અહીં ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહને યાચીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા છે. હે દેવાનુપ્રિયો ! જ્યારે તથારૂપ અરિહંત ભગવંતોના નામ અને ગોત્રને શ્રવણ કરવું પણ મહાફળદાયક છે, તો તે આયુષ્યમન્ ! પછી તેમની સન્મુખ જવું, તેમને વંદનનમસ્કાર કરવા, તેમને પ્રશ્ન પૂછવા અને તેમની પર્યુપાસના કરવાના ફળના વિષયમાં તો કહેવાનું જ શું હોય ? જ્યારે ધર્માચાર્યના એક સુવચનનું શ્રવણ કરવું પણ મહાનું ફળને દેનારું છે, તો પછી હે આયુષ્યમન્ વિપુલ અર્થના ગ્રહણ કરવાથી પ્રાપ્ત થનારા સુફલને માટે તો કહેવાનું જ શું હોય ? તેથી હે દેવાનુપ્રિયો ! હું જાઉં અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરું, તેઓનો સત્કાર-સન્માન કરું, તેમજ તેમના કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્ય સ્વરૂપની પર્યપાસના કરું. આ પ્રમાણેનો વિચાર કર્યો. વિચાર કરીને તેણે સ્નાન કર્યું બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યું અને યોગ્ય વેશભૂષા તથા મંગલકારી ઉત્તમ વસ્ત્રો પહેર્યા. અલ્પ પણ મૂલ્યવાનું આભૂષણોથી શરીરને વિભૂષિત કર્યું. ત્યારપછી તે કામદેવ ગાથાપતિ પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને કરંટ પુષ્પમાળાઓથી યુક્ત છત્રને મસ્તક પર ધારણ કર્યું. ધારણ કરીને જનસમૂહને સાથે લઈને પગે ચાલીને ચંપાનગરીની વચ્ચોવચ્ચેથી નીકળ્યો. નીકળીને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું અને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજી રહ્યા હતા, ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરને દક્ષિણાદિશાથી આરંભીને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને યથોચિત સ્થાને સન્મુખ રહીને શુશ્રુષા કરતા, કિંચિત્ મસ્તક નમાવીને પર્યુપાસના કરવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે કામદેવ ગાથાપતિ અને તે મોટી પર્ષદાને – થાવત્ – ધર્મોપદેશ આપ્યો. પર્ષદા પાછી ફરી, રાજા પણ ગયો. ૦ કામદેવ દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર : ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરી અને હૃદયમાં ધારણ કરી કામદેવ ગાથાપતિ હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમના, પરમ સૌમનસ ભાવવાળા અને હર્ષવશાત્ વિકસિત હૃદયવાળા થઈને પોતાના આસનેથી ઊભો થયો, ઊભો થઈને ત્રણવાર શ્રમણ ભગવંત મહાવીરની આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું, હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનની પ્રતીતિ કરું છું, હે ભગવન્! મને નિગ્રંથ પ્રવચનમાં રુચિ છે. હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન માટે અમ્યુત્થિત થયો છું હે ભગવન્! તે એ પ્રમાણે જ છે. હે ભગવન્! એ તથારૂપ છે. હે ભગવન્! આ યથાર્થ છે. હે ભગવન્! આ અસંદિગ્ધ છે. હે ભગવન્! આ અભિલાષા કરવા યોગ્ય છે. હે ભગવન્! આ ગ્રહણ કરવા યોગ્ય છે. હે ભગવન્! આ નિગ્રંથ પ્રવચન અભિલષણીય અને ગ્રહણીય છે. તે એ જ પ્રમાણે છે, જેવું આપે Page #91 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૫ પ્રતિપાદિત કર્યું છે. હે ભગવન્! જે રીતે આપ દેવાનુપ્રિયની પાસે અનેક રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, પ્રકૃતિ મુંડિત થઈને અને ગૃહત્યાગ કરીને અણગાર દીક્ષા અંગીકાર કરવાને માટે તો હું સમર્થ નથી. પરંતુ આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ ગ્રહણ કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ તને સુખ ઉપજે તેમ કર, વિલંબ ન કર. ત્યારે તે કામદેવ ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે કોઈ એક દિવસે ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યથી નીકળ્યા. નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરણ કરવા લાગ્યા. ૦ કામદેવ અને ભદ્રાની શ્રાવક ચર્યા : ત્યારપછી તે કામદેવ જીવ–અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયો - યાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, ઔષધિ, ભેષજ અને પ્રાતિહરિક (પાછા દેવા યોગ્ય) પીઠ, ફલક, શધ્યા, સંસ્મારકથી પ્રતિલાભિત કરતો વિચારવા લાગ્યો. ત્યારપછી ભદ્રાભાર્યા જીવ–અજીવાદિ તત્ત્વોની જ્ઞાતા શ્રમણોપાસિકા થઈ ગઈ – યાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર, વસ્ત્ર, પાત્રાદિ, કંબલ, પાદપ્રીંછન, ઔષધિ, ભેષજ અને પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્મારકથી પ્રતિલાભિત કરતા વિચારવા લાગી. ૦ કામદેવની ધર્મજાગરિકા અને ગૃહવ્યાપાર ત્યાગ : ત્યારે તે કામદેવ શ્રમણોપાસકને અનેક પ્રકારના શીલવતો, ગુણવ્રતો, વિરમણ વ્રતો, પોષધોપવાસો દ્વારા આત્માને ભાવિત કરતા ચૌદ વર્ષ વીત્યા, પંદરમાં વર્ષની મધ્યમાં વર્તતા, કોઈ દિવસે મધ્ય રાત્રિએ ધર્મ જાગરણામાં જાગરણ કરતા તેને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ સમુત્પન્ન થયો કે ચંપાનગરીના ઘણાં જ (રાઈસ-તલવર) આદિના દ્વારા પોતપોતાના કાર્યો માટે હું પૂછવા યોગ્ય છું. તેઓ મારી સાથે પરામર્શ કરે છે અને સ્વયં પોતાના કુટુંબને માટે આધાર સ્તંભ સમાન – યાવત્ – બધાં કાર્યો માટે પ્રેરકરૂપ છું. આ વિક્ષેપને કારણે હું શ્રમણ ભગવંત મહાવીર પાસેથી પ્રાપ્ત કરેલ ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચરવામાં સમર્થ થઈ શકતો નથી. ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસકે પોતાના જ્યેષ્ઠ પુત્ર, મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધીઓ અને પરિચિતોને પૂછયું, પૂછીને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને ચંપાનગરીના મધ્યભાગમાંથી થઈને જ્યાં પૌષધશાળા હતી, ત્યાં આવ્યો. આવીને પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરીને ઉચ્ચાર પ્રસ્ત્રવણ ભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને દર્ભનો સંથારો બિછાવ્યો, બિછાવીને તે દર્ભના સંથાર પર સ્થિત થયો. ત્યારપછી પૌષધશાળામાં પૌષધવ્રતી થઈને બ્રહ્મચર્યપૂર્વક, સુવર્ણમણિથી બનેલા Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૯૧ આભૂષણો, પુષ્પ માળાઓ, વર્ણકો, વિલેપનોનો ત્યાગ કરીને અને મૂસલાદિ શસ્ત્રોનો ત્યાગ કરીને એકાકી અદ્વિતીય થઈને દર્ભસંરતારક પર બેસીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે અંગીકાર કરેલી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને ઉપાસના રત થઈ ગયો. ૦ કામદેવે સહન કરેલ પિશાચ ઉપસર્ગ - ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસકની સમીપે મધ્યરાત્રિના સમયે એક માયાવી અને મિથ્યાષ્ટિ દેવ પ્રગટ થયો. તે દેવે એક વિશાળકાય પિશાચરૂપ બનાવેલ હતું, તે દેવના પિશાચરૂપનું આ આવા પ્રકારનું વિસ્તૃત વર્ણન કરાયેલું છે. તે પિશાચનું મસ્તક ગાયને ચારો નાખવાના ઉપયોગમાં આવનારી વાંસની ટોકરી જેવું હતું, તેના વાળ ધાન્ય મંજરીના તંતુઓ સમાન રુક્ષ અને મોટા હતા. તે વાળ ભૂરા રંગના અને ચમકતા હતા. તેનું લલાટ મોટા મટકાના ઉપરી ભાગ સમાન હતું. ભ્રમર ગરોળીની પૂંછની માફક વિખરાયેલી હતી. જે જોવામાં ઘણી જ વિકૃત અને બીભત્સ – ઘણોત્પાદક અથવા ભયોત્પાદક હતી. આંખો મટકીની સમાન મસ્તકમાંથી બહાર નીકળેલી હતી અને જોવામાં વિકૃત તથા બિભત્સ લાગતી હતી. તેના કાન ટુટેલા સૂપડા જેવા મોટા, ભદ્દા અને કુરૂપ દેખાતા હતા. નાક દેડકા જેવું ચપટું હતું. નાકના બંને છેદ ખાડાની સમાન અને જોડાયેલા બે ચુલ્લા જેવા હતા. ઘોડાની પૂંછ જેવી તેની મૂંછો હતી. જેનો રંગ ભૂરો હતો તેમજ તે ઘણી વિકૃત તથા બીભત્સ લાગતી હતી. તેના હોઠ ઊંટના હોઠ સમાન લાંબા હતા, દાંત હળની ફાલ સમાન તીણ અને તીખા હતા. જીભ છાજલીના ટુકડાની સમાન વિકૃત અને જોનારાને ભય ઉત્પન્ન કરનારી હતી. તેના હોઠની નીચેનો ભાગ હળના અગ્રભાગની સમાન બહાર ઉભરી આવેલો હતો. તેના ગાલ કડાઈની સમાન અંદર ધસી ગયેલા હતા. તે ફાટેલા હતા. વળી ભૂરા રંગના તથા વિકરાળ હતા. તેના ખંભા મૃદંગ સમાન હતા. તેનું વક્ષસ્થળ નગરના ફાટક સમાન પહોળું હતું. તેની બંને ભૂજા કોષ્ઠિકા સમાન હતી. તેની બંને હથેળી ચક્કીના પાટ સમાન મોટી હતી. તેના હાથોની આંગળી મસાલા આદિ પીસવાની લોઢી સમાન હતી. તેના નખ સુપડા સમાન હતા. તેની બને છાતી વાણંદના અસ્ત્રા રાખવાની થેલી જેવી લટકતી હતી. પેટ લોઢાના બનેલા ઢોલ સમાન ગોળ હતું. નાભિ રંગારા દ્વારા કપડામાં માંડ લગાવવાના વાસણ સમાન ઊંડી હતી. તેના બંને નેત્ર સિક્કાની સમાન લટકી રહ્યા હતા. તેના બંને અંડકોષ ફેલાયેલા બે થેલા જેવા હતા. તેની બંને જાંઘ સમાન આકારવાળી બે કોડીઓ સમાન હતી. તેના ઘૂંટણ અર્જુન ઘાસના ગુચ્છા સમાન વાંકાચૂકા, વિકૃત અને બીભત્સ હતા. તેની પીંડી કઠોર અને વાળથી ભરેલી હતી. બંને પગ દાળ વાટવાની શિલા જેવા હતા અને આંગળીઓ લોઢની આકૃતિ જેવા આકાર સદશ હતી. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૨ આગમ કથાનુયોગ-૫ આંગળીના નખ સુપડા જેવા હતા. તેના ઘૂંટણ મોટા-લાંબા અને ડગુમગુ થતા હતા. તેની ભ્રમર વિકૃત, ખડિત અને કુટિલ હતી. તેણે મોઢું ફાડી રાખેલ હતું, જીભ બહાર લબડતી હતી. તેણે મસ્તક પર ગિરગિટની માળા લપેટી રાખી હતી અને ગળામાં પહેરેલી ઉદરની માળા તેનું ઓળખ ચિન્હ હતું. કાનોમાં કુંડલોના સ્થાને નોળીયા લટકી રહ્યા હતા. સાંપોનો દુપટ્ટો બનાવીને રાખ્યો હતો. તે બંને ભુજાઓ પર હાથ ફટકારી રહ્યો હતો. ગરજી રહ્યો હતો. ભયંકર અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. વિવિધ પ્રકારના પંચવર્તી વાળથી તેનું શરીર વ્યાપ્ત હતું અને નીલકમલ, ભેંસના શીંગડા, અળસીના ફૂલ જેવી નીલી, તીક્ષ્ણ ધારવાળી તલવાર લઈને જ્યાં પૌષધશાળા હતી, ત્યાં આવ્યો. શ્રમણોપાસક કામદેવ પાસે તે પિશાચ આવ્યો. આવીને અત્યંત ક્રુદ્ધ, રુષ્ટ, કુપિત, ચંડિકાવત્ વિકરાળ થઈને, દાંતોને કચકચાવતો શ્રમણોપાસક આ પ્રમાણે બોલ્યો અરે ઓ કામદેવ શ્રમણોપાસક ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા, દુરંતપ્રાંત લક્ષણવાળા ! તીનપુણ્ય ! ચૌદશીયા ! શ્રી, હી, લજ્જા, ધી, કીર્તિવિહીન ! ધર્મની કામના કરનારા ! પુણ્યની કામના કરનારા ! સ્વર્ગની કામના કરનારા ! મોક્ષની કામના કરનારા ! ધર્મકાંક્ષી ! પુણ્યકાંક્ષી ! મોક્ષકાંક્ષી ! ધર્મપિપાસુ ! પુણ્યપિપાસુ ! સ્વર્ગપિપાસુ! મોક્ષપિપાસુ ! દેવાનુપ્રિય ! શીલ–વ્રત, વિરમણ વ્રત, પ્રત્યાખ્યાન તથા પૌષધોપવાસોથી વિચલિત થવાનું, સુભિત થવાનું, તેને ખંડિત કરવાનું, ભગ્ન કરવાનું, ત્યાગ કરવાનું, પરિત્યાગ કરવાનું તને કલ્પતું નથી. પણ જો આજ તું શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસોને નહીં છોડે, નહીં તોડે તો હું આજે આ નીલકમલ, ભેંસના શીંગડા, અળસીના ફૂલની સમાન ઊંડી, નીલી, તેજધારવાળી તલવારથી તારા ટુકડે ટુકડે કરી નાંખીશ. જેનાથી હે દેવાનુપ્રિય ! તું આર્તધ્યાનને વશીભૂત થઈને અતિવિકટ દુઃખ ભોગવતો અકાળે મોતને કારણે પ્રાણોથી તારા હાથ ધોઈ બેસીશ. ત્યારપછી તે પિશાચરૂપધારી દેવે આ પ્રમાણે કહ્યું તો પણ તે કામદેવ શ્રમણોપાસક ભીત ત્રસ્ત, ઉદ્વિગ્ન, યુભિત અને વિચલિત થયો નહીં ગભરાયો નહીં, પણ ચુપચાપ શાંતભાવે ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. પોતાના કથન પછી પણ જ્યારે તે પિશાચરૂપધારીદેવે શ્રમણોપાસક કામદેવને પૂર્વવત્ નિર્ભય, ત્રાસરહિત, ઉદ્વેગ અને ક્ષોભરહિત, અવિચળ, અનાકુલ, શાંત ભાવથી ધર્મધ્યાનમાં નિરત જોયો ત્યારે બીજી–ત્રીજી વખત પણ કહ્યું અરે ઓ કામદેવ શ્રમણોપાસક ! – યાવત્ – આજ જો તું શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસોને છોડીશ નહીં. ખંડિત નહીં કર, તો હું આજ સમયે આ નીલકમલ, ભેંસના શીંગડા અને અળસીના ફૂલ સમાન નીલી, તીક્ષ્ણ ધારવાળી, તલવારથી તારા શરીરના ટુકડે ટુકડા કરી દઈશ. જેનાથી હે દેવાનુપ્રિય ! તું આર્તધ્યાનને Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૯૩ વશ થઈને અતિ વિકટ દુ:ખ ભોગવતો અકાલ મરણ કરીને પ્રાણોથી તારા હાથ ધોઈ બેસીશ. તે પિશાચરૂપધારી દેવ દ્વારા બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહેવાયા છતાં પણ તે કામદેવ શ્રમણોપાસક નિર્ભય – યાવત્ – શાંતભાવથી ધર્મધ્યાનમાં નિરત જ રહ્યો. ત્યારપછી તે પિશાચદેવે કામદેવ શ્રમણોપાસકને નિર્ભય – યાવતુ – આરાધના રત જોયો, જોઈને અત્યંત ક્રુદ્ધ, પુષ્ટ, કુપિત, ચંડિકાવત્ વિકરાળ થઈને પતાના દાંતોને કચકચાવતો, કપાળમાં સળ ચઢાવી, ભૃકુટી ખેંચીને નીલકમલ, ભેંસના શીંગડા, અળસીના ફૂલ જેવી નીલી, તીક્ષ્ણ ધારવાળી તલવાર વડે શ્રમણોપાસક કામદેવના શરીરના ટુકડેટુકડા કર્યા. ત્યારે તે કામદેવ શ્રમણોપાસકે તે તીવ્ર, વિપુલ, અત્યધિક, કર્કશ, પ્રગાઢ, રૌદ્ર અને દુસ્સહ વેદના સમભાવપૂર્વક સહન કરી, ક્ષમા અને તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી. ૦ કામદેવે સહન કરેલ હાથીરૂપ દેવ ઉપસર્ગ - ત્યારપછી તે પિશાચરૂપધારી દેવે શ્રમણોપાસક કામદેવને ભય, ત્રાસ, ઉદ્વેગ અને ક્ષોભથી રહિત, અવિચળ, અનાકુળ, શાંતભાવથી ધર્મધ્યાનમાં સ્થિત જોયો, તેણે જોયું કે તે કામદેવ શ્રમણોપાસકને નિગ્રંથ પ્રવચનથી વિચલિત યુભિત, વિપરિણામિત કરી શક્યો નથી. ત્યારે તે શ્રાંત, કલાત, ખિન્ન થઈને ધીમે ધીમે પાછળ ખસ્યો, પાછો ખસીને પૌષધશાળાની બહાર નીકળ્યો. નીકળીને દેવમાયા જન્ય પિશાચરૂપનો ત્યાગ કર્યો. ત્યાગ કરીને એક વિશાળકાય વિકરાળ દેવમાયાજન્ય હાથીના રૂપની વિકુર્વણા કરી. તે હાથી આવો હતો તે હાથી સુપુષ્ટ સાત અંગો (ચાર પગ, સૂંઢ, જનનેન્દ્રિય અને પૂંછડું)થી યુક્ત હતો. તેનું શરીર સમ્યફ પ્રકારે સુગઠિત અને સુંદર હતું. તેનો અગ્રભાગ ઊંચો હતો, પૃષ્ઠ ભાગ સુવરની સમાન ઝૂકેલો હતો. તેની કુક્ષિ બકરીની કુક્ષિની સમાન ખેંચાયેલી, લાંબી અને નીચે લટકતી હતી. તેના મોઢામાંથી બહાર નીકળેલા દાંત મુફલિત, મલ્લિકા પુષ્પ જેવા નિર્મળ અને સફેદ હતા અને તે સુવર્ણના ખ્યાનમાં રાખ્યા હોય તેવા પ્રતીત થતા હતા. તેની સૂંઢનો અગ્રભાગ કંઈક ખેંચાયેલા ધનુષની માફક સુંદરરૂપે વળેલો હતો. તેના પગના તળીયા કાંચબાની સમાન સ્થળ અને ચપટા હતા. વીસ નખો હતા. તેનું પૂંછડું શરીરથી જોડાયેલ અને પ્રમાણોપેત લંબાઈ આદિ આકારવાનું હતું. તે હાથી મદોન્મત્ત હતો અને મેઘ સમાન ગર્જના કરી રહ્યો હતો. તેનો વેગ પવનના વેગથી પણ તીવ્ર હતો. આવા દેવમાયા જન્ય હાથીના રૂપને વિક્ર્વીને તે દેવ જ્યાં પૌષધશાળા હતી, જ્યાં કામદેવ શ્રમણોપાસક હતો, ત્યાં આવ્યો. આવીને કામદેવ શ્રમણોપાસકને તેણે આ પ્રમાણે કહ્યું– અરે ઓ શ્રમણોપાસક કામદેવ ! – યાવત્ – તું તારા વ્રતને છોડીશ નહીં, ખંડિત કરીશ નહીં તો હું તને સૂંઢ વડે પકડી લઈશ, પકડીને પૌષધશાળાથી બહાર લઈ જઈશ, Page #95 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૫ લઈ જઈને આકાશમાં ઉછાળીશ અને ઉછાળીને મારા તીક્ષ્ણ અને મૂશલ જેવા દાંતો પર ઝીલીશ, ઝીલીને ધરતી પર મારા પગ વડે ત્રણ વાર રગડીશ. તેનાથી હે દેવાનુપ્રિય ! તું આર્દ્રધ્યાન અને વિકટ દુઃખથી પીડિત થઈને કસમયે જ જીવનથી પૃથક્ થઈ જઈશ. હાથીરૂપ ધારણ કરેલા તે દેવ દ્વારા આ પ્રમાણે કહેવાયા પછી પણ તે કામદેવ શ્રમણોપાસક ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન, ક્ષુભિત કે વિચલિત ન થયો, ગભરાયો નહીં, પણ શાંતિપૂર્વક ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. ૯૪ ત્યારે તે હાથીરૂપધારીદેવે કામદેવ શ્રમણોપાસકને પૂર્વવત્ અભીત, અત્રસ્ત, અક્ષુભિત, અચલિત, અનાકુલ અને શાંતભાવથી ધર્મધ્યાનમાં સ્થિર જોઈ, ત્યારે તેણે ફરી પણ બીજી વખત, ત્રીજી વખત પણ કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું અરે ઓ કામદેવ શ્રમણોપાસક ! યાવત્ જો હજી પણ તું શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને નહીં છોડે, ખંડિત નહીં કરે, તો હું આ જ સમયે તને સૂંઢ વડે પકડી લઈશ,પકડીને પૌષધશાળાની બહાર લઈ જઈશ, લઈ જઈને ઉપર આકાશમાં ઉછાળીશ, ઉછાળીને તીક્ષ્ણ મૂશલ જેવા દાંતો પર ઝીલીશ, ઝીલીને નીચે જમીન પર ત્રણ વખત પગ વડે રગડીશ. તેનાથી હે દેવાનુપ્રિય ! આર્તધ્યાનને વશ થઈને વિકટ દુ:ખોથી દુઃખિત થઈ તું કસમયે જ જીવનરહિત થઈ જઈશ. ત્યારે પણ તે કામદેવ શ્રમણોપાસક તે હાથીરૂપ દેવના બીજી વખત, ત્રીજી વખત કહેવાયેલા શબ્દોને સાંભળીને પણ નિર્ભય – યાવત્ સ્થિર રહ્યો. ત્યારપછી તે હાથીરૂપધારી દેવે શ્રમણોપાસક કામદેવને નિર્ભય યાવત્ ધર્મધ્યાનમાં નિરત જોયો, જોઈને અત્યંત ક્રુદ્ધ, રુષ્ટ, કુપિત, ચંડિકાવતુ વિકરાળ થઈને દાંતોને કચકચાવતો કામદેવ શ્રમણોપાસકને સૂંઢથી પકડ્યો. પકડીને ઊંચે આકાશમાં ઉછાળ્યો. ઉછાળીને મૂશલ જેવા તીક્ષ્ણ દાંતો પર ઝીલ્યો. ઝીલીને નીચે ધરતી પર ત્રણ વખત પગ વડે રગડ્યો. ત્યારે તે કામદેવ શ્રમણોપાસકે તે તીવ્ર, અત્યધિક કર્કશ, પ્રગાઢ, રૌદ્ર, કષ્ટદાયક અને દુસ્સહ વેદનાને સમભાવપૂર્વક સહન કરી અને ક્ષમા તેમજ તિતિક્ષાપૂર્વક અધ્યાસિત (સહન) કરી. -d ૦ કામદેવે સહન કરેલ સર્પરૂપ દેવ ઉપસર્ગ : ત્યારપછી જ્યારે હાથીરૂપ દેવે કામદેવ શ્રમણોપાસકને પહેલાની માફક જ નિર્ભય, અત્રસ્ત, અનુદ્વિગ્ન, અક્ષુભિત, અચલિત, અનાકુલ, શાંતભાવપૂર્વક ધર્મધ્યાનમાં રત જોયો. પરંતુ વિચલિત ન કરી શક્યો. ત્યારે ધીમે ધીમે પાછળ ખસ્યો, પાચળ ખસીને પૌષધશાળાથી બહાર નીકળ્યો. નીકળીને દેવમાયા નિર્મિત હાથીના રૂપનો ત્યાગ કર્યો, ત્યાગ કરીને એક વિકરાળ સર્પરૂપની વિકુર્વણા કરી તે સર્પરૂપ આવા પ્રકારનું હતું. તે સર્પ ઉગ્ર વિષવાળો હતો. પ્રચંડ વિષવાળો હતો. ઘોર વિષવાળો હતો અને મહાકાય હતો. તે મસી અને મૂસ સમાન કાળો હતો. તેના નેત્ર વિષ અને રોષ વડે વ્યાસ હતા. તેના શરીરનો વર્ણ કાજળની ભરેલી ડબ્બી જેવો કાળો હતો. તે સર્પની આંખો લાલ લોહી જેવી હતી. તેની બંને જીભ બહાર લપલપાય થતી Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૯૫ હતી. અત્યંત કાળો હોવાથી પૃથ્વીની વેણી સમાન પ્રતીત લાગતી હતી. તે પોતાના ઉત્કૃષ્ટ, ઉગ્ર, સ્કૂટ, કુટિલ, જટિલ, કર્કશ, વિકટ ફેણ ફેલાવીને રહ્યો હતો. લુહારની ધમણની સમાન તે ફંફાડા મારી રહ્યો હતો. તેમજ દુદાંત, તીવ્ર રોષથી ભરેલો હતો. આવા દેવમાયાજન્ય સર્પરૂપની વિફર્વણા કરીને તે દેવ જ્યાં પૌષધશાળા હતી, તેમાં પણ જ્યાં શ્રમણોપાસક કામદેવ ધર્મધ્યાનમાં રત થઈને રહેલો હતો, ત્યાં આવ્યો, આવીને કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું અરે ઓ કામદેવ ! – યાવત્ – તું જ્યાં સુધી શીલ, વ્રત ઇત્યાદિનો ભંગ નહીં કરે તો હું હમણાં જ આ જ સમયે તારા શરીર પર સર-સર કરતો ચઢીશ, ચઢીને પાછળના ભાગથી – પૂંછડી વડે તારા ગળાને ત્રણ વખત લપેટી લઈશ. લપેટીને તીક્ષ્ણ અને વિષયુક્ત દાઢાઓ વડે તારી છાતી પર ડંખ મારીશ. તેનાથી હે દેવાનુપ્રિય ! તું આર્તધ્યાન અને વિકટ દુઃખથી દુઃખિત થઈને કસમયે જ જીવનથી રહિત થઈ જઈશ. | સર્પરૂપધારી તે દેવ દ્વારા આ પ્રમાણે કહેવાયા છતાં પણ તે શ્રમણોપાસક કામદેવ નિર્ભય – યાવત્ – સમભાવપૂર્વક ધ્યાનમાં સ્થિર રહ્યો. ત્યારપછી તે સર્પરૂપધારી દેવે કામદેવ શ્રમણોપાસકને પૂર્વવત્ નિર્ભય, ત્રાસ, ઉદ્વેગ અને ક્ષોભરહિત, અવિચલ, અનાકુલ અને શાંત ભાવે ધર્મધ્યાનમાં સ્થિર જોયો ત્યારે બીજી અને ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યું– અરે ઓ કામદેવ શ્રમણોપાસક ! હજી પણ તું જો શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસોને છોડીશ નહીં, ખંડિત કરીશ નહીં તો આ જ સમયે સરસર કરતો તારા શરીર પર ચઢી જઈશ, ચઢીને પૂંછડીના ભાગથી ત્રણ વખત તારા ગળે લપેટાઈ જઈશ, લપેટાઈને તીવ્ર, વિષયા દાંતો વડે તારી છાતીમાં ડસી લઈશ. તેનાથી હે દેવાનુપ્રિય ! તું આર્તધ્યાનપૂર્વક અતિ વિકટ દુઃખોને ભોગવતો અકાળ જ તારા પ્રાણને ગુમાવી દઈશ. ત્યારે તે શ્રમણોપાસક કામદેવ તે સર્પધારી દેવ દ્વારા બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહેવાયું ત્યારે તે નિર્ભય – યાવત્ – સ્થિર રહ્યો. ત્યારપછી તે સર્પ રૂપધારી દેવે શ્રમણોપાસક કામદેવને નિર્ભય – યાવત્ – સ્થિર જોયો, જોઈને અત્યંત શુદ્ધ, રુદ, કુપિત, ચંડિકાવત્ વિકરાળ થઈ અને દાંતોને કચકચાવતો સરસર કરતો કામદેવના શરીર પર ચડી ગયો. ચડીને પૂંછના ભાગથી કામદેવના ગળામાં ત્રણ લપેટ લગાવી દીધા અને લપેટીને પોતાના તીણ, ઝેરીલા દાંતોથી તેની છાતીમાં ડંખ માર્યા. ત્યારે તે કામદેવ શ્રમણોપાસકે તે તીવ્ર, વિપુલ, અત્યધિક કર્કશ, પ્રગાઢ, અતિ તીવ્ર, પ્રચંડ દુઃખદાયક અને દુસ્સહ વેદનાને શાંતિથી સહન કરી, ક્ષમા અને તિતિક્ષાપૂર્વક અધ્યાસિત (સહન) કરી. ૦ કામદેવની દેવે કરેલ પ્રશંસા : ત્યારપછી તે સર્પ–રૂપધારી દેવે કામદેવ શ્રમણોપાસકને નિર્ભય – યાવતું – ધર્મધ્યાનમાં સ્થિર જોઈને અને તેને નિગ્રંથ પ્રવચનથી વિચલિત, સુભિત અને વિપરિણામિત Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આગમ કથાનુયોગ-૫ કરવામાં સમર્થ ન થઈ શક્યો ત્યારે શ્રાંત, કલોત અને ખિન્ન થયો. પછી તે દેવ ધીમે ધીમે પાછળ ખસ્યો. પાછળ ખસીને પૌષધશાળામાંથી બહાર નીકળ્યો. નીકળીને તે દેવમાયાજન્ય સર્પરૂપનો ત્યાગ કર્યો. ત્યાગ કરીને તેણે એક ઉત્તમ દિવ્ય દેવરૂપ વિકુવ્યું. તે દેવનું વક્ષસ્થળ હારથી સુશોભિત થયેલ હતું, તેની ભુજાઓ કટક અને ભુજબંધોથી શોભાયમાન હતી. તેના કેશર, કસ્તુરી આદિથી બનેલા ચિતરામણોથી મંડિત કપોલો પર કુંડલ વડે તેના કર્ણો શોભી રહ્યા હતા. તેના હાથ વિશિષ્ટ પ્રકારના હસ્તાભરણોથી મંડિત હતા. તેના મસ્તક પર વિવિધ પ્રકારની માળાઓથી યુક્ત મુગટ હતો. તેણે માંગલિક અને ઉત્તમ પોષાક પરિધાન કરેલ હતો. માંગલિક, ઉત્તમ માળાઓ અને ચંદન–કેસર આદિ વિલેપનથી યુક્ત તેનું શરીર દેદીપ્યમાન હતું. સર્વ ઋતુઓથી બનેલી માળા તેના ગળાથી ઘૂંટણ સુધી લટકતી હતી. તે દિવ્ય વર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય રૂપ, દિવ્ય સ્પર્શ, દિવ્ય સંઘાત, દિવ્ય સંસ્થાન, દિવ્ય ઋદ્ધિ, દિવ્ય દૃતિ, દિવ્ય પ્રભા, દિવ્ય કાંતિ, દિવ્ય દીપ્તિ, દિવ્ય તેજ, દિવ્ય લેશ્યાથી દશે દિશાઓને ઉદ્યોતિત, પ્રભાસિત, પ્રાસાદીય, દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ એવા દિવ્ય દેવરૂપની વિકુવણા કરી શ્રમણોપાસક કામદેવની પૌષધશાળામાં પ્રવિષ્ટ થયો. પ્રવિષ્ટ થઈને આકાશમાં સ્થિત રહીને ઘૂંઘરુઓથી યુક્ત પંચવર્ણી ઉત્તમ વસ્ત્રોને ધારણ કરેલો તે દેવે કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું હે કામદેવ શ્રમણોપાસક ! આપ દેવાનુપ્રિય ધન્ય છો, હે દેવાનુપ્રિય ! કૃતલક્ષણ છો, હે દેવાનુપ્રિય ! આપે મનુષ્યભવનું સુફલ સમીચીન રૂપે પ્રાપ્ત કરેલ છે કે જેનાથી આપને નિગ્રંથ પ્રવચનમાં આ પ્રકારની પ્રતિપત્તિ સુલબ્ધ, સુપ્રાપ્ત અને અધિગત થઈ છે. હે દેવાનુપ્રિય ! ખરેખર એ પ્રમાણે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજપાણી, પુરંદર, શતક્રતું, સહસ્રાક્ષ, મઘવા, પાકશાસન, દક્ષિણાર્ધ લોકાધિપતિ, બત્રીસ લાખ વિમાનોના સ્વામી, ઐરાવત નામના હાથી પર સવારી કરનાર, સુરેન્દ્ર, આકાશ સમાન નિર્મલ વસ્ત્રોના ધારક, માલાઓથી યુક્ત મુગટ ધારણ કરનારા, ઉજ્વલ સુવર્ણથી સુંદર, ચિત્રિત, ચંચળ કુંડળોથી સુશોભિત કપોલવાલા, દેદીપ્યમાન શરીરધારી, પલંબમાન પુષ્પમાળા પહેરનારા ઇન્દ્રએ સૌધર્મકલ્પના સૌધર્માવલંસક વિમાનમાં, સુધર્માસભામાં ઇન્દ્રાસન પર સ્થિત થઈને ૮૪,૦૦૦ સામાનિક દેવો, ૩૩ ત્રાયન્ટિંક દેવો, ચાર લોકપાલો, પરિવાર સહિત આઠ અગ્રમડિષીઓ, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાધિપતિ, ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવો તથા બીજા પણ અનેક દેવદેવીઓની સન્મુખ આ પ્રકારે કહ્યું હતું, બોલ્યા હતા. પ્રતિપાદિત કરેલ, પ્રરૂપિત કરેલ કે હે દેવો ! જંબૂઢીપના ભરતવર્ષમાં સ્થિત ચંપાનગરીમાં કામદેવ શ્રમણોપાસક પૌષધશાળામાં પૌષધવતી થઈને, બ્રહ્મચારી થઈ, મણિસુવર્ણમાળા, વર્ણક, પુષ્પમાળા, વિલેપનનો ત્યાગ કરીને, મૂસલાદિ શસ્ત્રોને છોડીને એકાકી, અદ્વિતીય થઈને ઘાસના સંથારા પર સ્થિત થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી અંગીકૃત ધર્મપ્રજ્ઞપ્તિ અનુરૂપ રહેલ છે. તેને કોઈ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંગુરુષ, મહોરગ કે ગંધર્વ નિગ્રંથ પ્રવચનથી Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા વિચલિત, ક્ષુભિત કે વિપરિણામિત કરી શકતો નથી. ત્યારે હું દેવેન્દ્ર દેવરાજ શક્રના આ કથન પર અવિશ્વાસ, અપ્રતીતિ અને અરુચિ પ્રગટ કરતો જલ્દીથી અહીં આવ્યો. અહો દેવાનુપ્રિય ! આપે જે ઋદ્ધિ, દ્યુતિ, યશ, બળ, વીર્ય અને પુરુષકાર પરાક્રમ લબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વિત કરેલ છે, તે સર્વ લબ્ધ, પ્રાપ્ત, અભિસમન્વિત તથા દેવાનુપ્રિયની ઋદ્ધિ, દ્યુતિ, યશ, બલ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમને મેં જોયું છે. હે દેવાનુપ્રિય ! હું તમારી ક્ષમાયાચના કરું છું, હે દેવાનુપ્રિય ! મને ક્ષમા કરો. હે દેવાનુપ્રિય ! આપ ક્ષમા કરવાને માટે સમર્થ છો. હવે પછી આવું નહીં કરું. આ પ્રમાણે કહીને પગે પડી ગયો અને હાથ જોડીને આ વાતને માટે વારંવાર ક્ષમાયાચના કરવા લાગ્યો. ક્ષમાયાચના કરીને જે દિશાથી આવ્યો હતો, તે દિશામાં પાછો ચાલ્યો ગયો. ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસકે હવે ઉપસર્ગ રહ્યો નથી, એમ સમજીને પ્રતિમાનું પારણું કર્યું. ૦ કામદેવે કરેલ ભગવંતની પર્યાપાસના :– - તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં પધાર્યા, પધારીને યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસક આ વાત સાંભળીને કે, શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા, ગ્રામાનુગ્રામમાં ગમન કરતા અહીં આવ્યા છે, અહીં પ્રાપ્ત થયા છે, અહીં પધાર્યા છે, અને આ ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર ચૈત્યમાં યથોચિત અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે. ૯૭ તેથી મારા માટે એ ઉચિત છે કે, શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કરીને ત્યાંથી પાછો આવ્યા પછી પૌષધનું પારણું કરું. આ પ્રમાણે તેણે વિચાર કર્યો. વિચાર કરીને શુદ્ધ, પ્રાવેશ્ય, માંગલિક, ઉત્તમ વસ્ત્રો પહેર્યાં અને જનસમુદાયને સાથે લઈને પોતાના ઘેરથી નીકળીને ચંપાનગરીના મધ્યભાગથી નીકળ્યો. નીકળીને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું અને તેમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો, આવીને ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા. વંદનનમસ્કાર કરીને ત્રિવિધ પર્યુપાસનાથી પર્યુપાસના કરવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણોપાસક કામદેવ અને તે વિશાળ પર્ષદાને - યાવત્ - ધર્મોપદેશ આપ્યો. - ૦ ભગવંતે કરેલ કામદેવના ઉપસર્ગનું વર્ણન : હે કામદેવ ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે કામદેવ મધ્ય રાત્રિના સમયે એક દેવ તારી સન્મુખ પ્રગટ થયો હતો. ત્યારપછી તે દેવે એક વિશાળકાય, દેવમાયાજન્ય પિશાચના રૂપની વિકુર્વણા કરી ૫/૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આગમ કથાનુયોગ-૫ હતી. વિક્ર્વણા કરીને અત્યંત શુદ્ધ, પુષ્ટ, કુપિત, ચંડિકાવત્ વિકરાળરૂપ થઈને દાંત કચકચાવતા એક મોટી નીલકમલ, ભેંસના શીંગડા અને અલસીના ફૂલ સમાન નીલી તીણ ધારવાળી તલવાર લઈને તને આ પ્રમાણે કહ્યું અરે આ કામદેવ શ્રમણોપાસક ! જો તું આ જ સમયે શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસોને છોડીશ નહીં, ખંડિત નહીં કર, તો હું આ જ સમયે નીલકમલ, ભેંસના શીંગડા અને અલસીના ફૂલ જેવી પ્રભાવાળી, તીક્ષ્ણ ધારવાળી તલવાર વડે તારા શરીરના ટુકડે ટુકડા કરી દઈશ, જેનાથી હે દેવાનુપ્રિય ! તું આર્તધ્યાનને વશીભૂત થઈને અતિ વિકટ દુઃખ ભોગવતો અકાળે જ જીવનરહિત થઈ જઈશ. ત્યારે તે પિશાચરૂપધારી દેવના આ કથનને સાંભળીને પણ તે નિર્ભય – યાવત્ – ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. ત્યારપછી તે પિશાચરૂપધારી દેવે તને નિર્ભય – યાવતું – સ્થિર જોયો. ત્યારે બીજી વખત અને ત્રીજી વખત પણ તને એમ કહ્યું કે, અરે ઓ કામદેવ શ્રમણોપાસક ! - યાવત્ – જો તું આ જ સમયે શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને નહીં છોડે, ખંડિત નહીં કરે તો હું હમણાં જ આ નીલકમલ, ભેંસના શીંગડા અને અલસીના ફૂલ જેવી નીલપ્રભા અને તીક્ષ્ણ ધારવાળી તલવારથી તારા શરીરના ટુકડે ટુકડા કરીશ, જેનાથી હે દેવાનુપ્રિય ! તું આર્તધ્યાનને વશ થઈને અકાળે જ જીવનથી રહિત થઈ જઈશ. ત્યારે પણ તું તે પિશાચરૂપધારી દેવના બીજી અને ત્રીજી વાર કહેવાયેલ આ શબ્દોને સાંભળીને પણ નિર્ભય – યાવત્ – સ્થિર રહ્યો. ત્યારપછી તે પિશાચરૂપધારી દેવે તને નિર્ભય – યાવત્ – સ્થિર જોઈને અત્યંત કુદ્ધ, રુષ્ટ, કુપિત, વિકરાળ થઈને દાંત કચકચાવી, કપાળમાં ત્રણ સળ પાડી, ભૃકુટી ખેંચીને નીલકમલ, ભેંસના શીંગડા અને અલસીના ફૂલ જેવી પ્રભા વાળી અને તીક્ષ્ણ ધારવાળી તલવારથી તારા ટુકડે ટુકડા કર્યા. ત્યારે પણ તેં આ તીવ્ર – યાવત્ – વેદનાને સમભાવપૂર્વક સહન કરી, ખમ્યો અને તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી, ત્યારપછી તે પિશાચરૂપધારી દેવે તને નિર્ભય – યાવત્ – સ્થિર જોયો. જોઈને જ્યારે તને નિગ્રંથ પ્રવચનથી વિચલિત, સુભિત અને વિપરિણામિત કરવામાં સમર્થ ન થયોતો શ્રાંત, કલાત, ખિન્ન થઈને ધીમે ધીમે પાછળ ખસ્યો, ખસીને પૌષધશાળામાંથી બહાર નીકળ્યો, નીકળીને દેવમાયાજન્ય પિશાયરૂપનો ત્યાગ કર્યો. પછી એક વિશાળકાય, દેવમાયાજન્ય હાથીનું રૂપ વિકુવ્યું – યાવત્ - (બધું જ વર્ણન પૂર્વે કામદેવને દેવે કહેલા ઉપસર્ગ મુજબ જાણવું) તે હસ્તી રૂપધારીદેવે તને નિર્ભય – યાવત્ - સ્થિર જોયો. જોઈને અત્યંત, કૃદ્ધ, રણ, કુપિત તથા વિકરાળ થઈને, દાંતોને કચકચાવતો આવીને તને સુંઢ વડે પકઙયો, પકડીને ઊંચે આકાશમાં ઉછાળ્યો, ઉછાળીને તીર્ણ અને મૂશલ જેવા દાંતો પર ઝીલ્યો, ઝીલીને નીચે ધરતી પર ત્રણ વખત પગ વડે રગડ્યો. તેં એ તીવ્ર વેદનાને સમભાવપૂર્વક સહન કરી, ક્ષમા અને સહનશીલ બની Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા અધ્યાસિત કરી – ચાવતુ – એ જ પ્રમાણે (જેનું વર્ણન દેવકૃત ઉપસર્ગમાં આવી જ ગયેલ છે તેવા સર્પનું રૂપ તે દેવે વિકુવ્યું) સર્પ રૂપે આવેલ તે દેવે અત્યંત કુદ્ધ, રુખ, કુપિત, વિકરાળ થઈને દાંતોને કચકચાવતા સર-સર કરતા તારા શરીર પર ચઢીને પોતાના પાછલા ભાગને તારી ગર્દન પર લપેટ્યો. લપેટીને પોતાના તીણ અને વિષયુક્ત દાંતોથી વક્ષસ્થળ પર ડિંસ દીધા. ત્યારે પણ તે તીવ્ર – યાવત્ – વેદનાને સહન કરી, ખમી અને તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી. ત્યારપછી તે સર્પરૂપધારી દેવે તને પહેલાની જેમ જ નિર્ભય – યાવત્ – સ્થિર જોઈને અને તને નિગ્રંથ પ્રવચનથી વિચલિત, સુભિત અને વિપરિત પરિણામ વાળો ન કરી શકવાથી શ્રાંત, કલોત અને નિરાશ થઈને – યાવત્ – (જે વર્ણન પૂર્વે આવી ગયું છે તે પ્રમાણે) શ્રેષ્ઠ દિવ્ય દેવરૂપ બનાવ્યું. બનાવીને પૌષધશાળામાં પ્રવિષ્ટ થયો, પ્રવેશ કરીને – યાવતું - (વર્ણન પૂર્વવતુ જાણવું) તને આ પ્રમાણે કહ્યું હે કામદેવ શ્રમણોપાસક ! હે દેવાનુપ્રિય ! તમે ધન્ય છો, હે દેવાનુપ્રિય ! તમે પુણ્યશાળી છો, હે દેવાનુપ્રિય ! તમે કૃતકૃત્ય છો, હે દેવાનુપ્રિય! તમે મનુષ્ય જન્મનું અને જીવનનું સુફળ પ્રાપ્ત કરેલ છે કે, જેનાથી તમને નિગ્રંથપ્રવચનમાં આવા પ્રકારની પ્રતિપત્તિ, સુલબ્ધ, સુપ્રાસ અને અભિસમન્વાગત થયેલી છે – યાવત્ – (શક્રએ કરેલ પ્રશંસા આદિ, શક્રનું વર્ણન ઇત્યાદિ આ કથામાં જ પૂર્વે વર્ણવાયેલ છે, તે જાણી લેવું) તેણે તારી વારંવાર ક્ષમાયાચના કરી, ક્ષમાયાચના કર્યા પછી જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. તો હે કામદેવ ! આ કથન સત્ય છે ? – (તેમ ભગવંતે પૂછ્યું) કામદેવે કહ્યું, હાં, ભગવન્! તે એમ જ છે. ૦ ભગવંતે આપેલ ઉપદેશ અને કામદેવનું ગમન : હે આર્યો ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે તે ઘણાં જ નિગ્રંથ શ્રમણો અને શ્રમણીઓને આ પ્રમાણે કહ્યું– હે આર્યો ! જો શ્રમણોપાસક ગૃહસ્થ પણ ગૃહસ્થાવસ્થામાં રહેવા છતાં દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે છે, ખમે છે અને તિતિક્ષા સહિત અધ્યાસિત કહે છે. તો હે આર્યો ! દ્વાદશાંગ ગણિપિટકનું અધ્યયન કરનારા શ્રમણ નિગ્રંથોએ પણ દેવકૃતું, મનુષ્યકૃતુ, તિર્યચકૃત્ ઉપસર્ગોને સમ્યક્ પ્રકારે સહન કરવા, ખમવા અને તિતિક્ષાભાવથી અધ્યાસિત કરવા જોઈએ. તે અનેક શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓએ “તહત્તિ” – એ પ્રમાણે છે એમ કહીને શ્રમણ ભગવંત મહાવીરના કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસકે હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિ યુક્ત મનવાળા થઈને, પરમ સૌમનસ્ક અને હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા થઈને શ્રમણ ભગવંત મહાવીરને પ્રશ્નો પૂછયા, અર્થને ગ્રહણ કર્યા, પછી શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશા તરફ પાછો ચાલ્યો ગયો. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦. આગમ કથાનુયોગ-૫ ત્યારપછી કોઈ એક દિવસે શ્રમણ ભગવંત મહાવીર ચંપાનગરીથી નીકળ્યા અને નીકળીને બહારના જનપદમાં વિચારવા લાગ્યા. ૦ કામદેવ દ્વારા ઉપાસક પ્રતિમા ગ્રહણ અને અનશન : ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસક પહેલી ઉપાસક પ્રતિમાનો સ્વીકાર કરી વિચરવા લાગ્યા – તે કામદેવ શ્રમણોપાસકે પહેલી ઉપાસક પ્રતિમાનો સૂત્રોનુસાર, કલ્પ અનુસાર, માર્ગાનુસાર, યથાર્થ તત્ત્વાનુસાર, સમ્યક્ પ્રકારે શરીરથી સ્વીકાર કર્યો, પાલન કર્યું, નિરતિચાર શોધન કર્યું, પૂર્ણ કરી, કીર્તન કર્યું અને આરાધન કર્યું. ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસકે બીજી ઉપાસક પ્રતિમા તેમજ એ જ પ્રમાણે ત્રીજી, ચોથી, પાંચમી, છટ્ઠી, સાતમી, આઠમી, નવમી, દશમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાને યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ સમ્યક્ પ્રકારે કાયા દ્વારા ગ્રહણ, પાલન, શોધન, તીરણ, કીર્તન અને આરાધના કરી. ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસક આ અને આવા પ્રકારના ઉદાર, વિપુલ, પ્રયત્નસાધ્ય તપોકર્મ સ્વીકાર કરીને શુષ્ક, રુક્ષ, નિર્માસ, અસ્થિ, ચર્માવૃત, કડકડાટ, કરતા, કૃશ અને જેની નાડીઓ બહાર દેખાવા લાગી હોય તેવા શરીરવાળા થઈ ગયા. ત્યારપછી કોઈ સમયે મધ્યરાત્રિમાં ધર્મારાધનામાં જાગરણ કરતા એવા તે કામદેવ શ્રમણોપાસકને આ આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, હું આ અને આવા પ્રકારના ઉદાર વિપુલ, પ્રયત્નસાધ્ય તપોકર્મનો સ્વીકાર કરીને શુષ્ક, રુક્ષ, નિર્માસ, અસ્થિચર્યાવૃત્ત, કડકડાટ કરતા, કૃશ અને નાડીઓ બહાર દેખાતી હોય તેવા શરીરવાળા થઈ ગયો છું. તો પણ હજી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ ભાવ વિદ્યમાન છે. તેથી જ્યાં સુધી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ, સંવેગ છે – વાવ – મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, જિન, સુહસ્તી, શ્રમણ ભગવંત મહાવીર વિદ્યમાન છે, તો મારે એ શ્રેયસ્કર છે કે કાલે રાત્રિ પ્રભાતરૂપ થાય – યાવત્ – સૂર્યોદય તથા જાજ્વલ્યમાન તેજની સાથે સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા પછી મારણાંતિક સંલેખના અંગીકાર કરીને, આહાર–પાણીનો ત્યાગ કરીને, જીવન-મરણની આકાંક્ષા ન કરતા વિચરવું જોઈએ. આ પ્રમાણે તેણે વિચાર કર્યો. વિચાર કરીને કાલ રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી – થાવત્ – સૂર્યનો ઉદય થયા પછી અને સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજની સાથે પ્રકાશિત થયા બાદ અપશ્ચિમમારણાંતિક સંલેખના અંગીકાર કરીને, ભોજન–પાનનો ત્યાગ કરીને, જીવનમરણની વાંછા ન કરતા પોતાનો સમય વ્યતીત કરવા લાગ્યા. ૦ કામદેવનું સમાધિમરણ અને ગતિ : ત્યારે તે કામદેવ શ્રમણોપાસક અનેક શીલવત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કરીને વીસ વર્ષ સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને, અગિયાર ઉપાસક પ્રતિમાઓનું સમ્યક્ પ્રકારે પાલન કરીને, માસિક સંલેખના દ્વારા આત્માને પરિમાર્જિત કરીને, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરીને, આલોચના Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૦૧ પ્રતિક્રમણ કરીને મરણનો સમય આવ્યો ત્યારે સમાધિપૂર્વક મરણ પામ્યો. સમાધિમરણ પામ્યા બાદ તે સૌધર્માવલંસક મહા વિમાનના ઇશાન દિશાભાગમાં સ્થિત અરુણાભવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો – યાવત્ – ત્યાં કામદેવ દેવની ચાર પલ્યોપમની સ્થિતિ થઈ. ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને પૂછયું, હે ભગવન્! આયુલય, ભવક્ષય, સ્થિતિશય થયા પછી તે કામદેવ શ્રાવક તે દેવલોકથી ઐવિત થઈને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! તે કામદેવ દેવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સંપૂર્ણ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઉવા ૩, ૨૦, ૨૮; આવ.યૂ.૧–પૃ. ૪૫ર થી ૪૫૪; આવનિ ૮૪૪ની વૃ – ૮ – ૮ – ૦ યુલની પિતા શ્રાવકની કથા – તે કાળે તે સમયે વાણારસી નામની નગરી હતી, કોષ્ઠક નામે ચૈત્ય હતું. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તે વાણારસી નગરીમાં ચુલનીપિતા નામે ગાથાપતિ નિવાસ કરતો હતો. જે ધનાઢ્ય હતો – યાવત્ – કોઈથી પરાભવ પ્રાપ્ત ન કરે તેવો હતો. ૦ ચુલની પિતાની સંપત્તિ મહત્તા : - તે ચુલનીપિતા ગાથાપતિના કોષમાં આઠ કોટિ સુવર્ણ હતું. આઠ કોટિ સુવર્ણ વ્યાપારમાં રોકેલું હતું, આઠ કોટિ સુવર્ણ ઉપકરણ આદિમાં લાગેલું હતું. તેની પાસે દશદશ હજાર ગાયોનું એક એવા આઠ ગોકુળ હતા. : તે ચુલનીપિતા ગાથાપતિને ઘણાં રાજા વગેરે – યાવત્ – પોતપોતાના કાર્યોને માટે પૂછતા હતા, પરામર્શ કરતા હતા અને પોતાના કુટુંબ–પરિવારનો પણ તે આધાર સ્તંભ હતો – યાવત્ – સર્વ કાર્યોનો નિર્દેશક હતો. - તે ચુલનીપિતાની પત્નીનું નામ શ્યામા હતું. જે શુભ લક્ષણોવાળી, પરિપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળી હતી – યાવત્ – મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતી એવી સમય વ્યતીત કરતી હતી. ૦ ભગવંત મહાવીર પાસે ચુલની પિતા દ્વારા ઘર્મશ્રવણ : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – જ્યાં વાણારસી નગરી હતી, જ્યાં કોષ્ટક ચૈત્ય હતું. ત્યાં પધાર્યા. પધારીને યથાપ્રતિરૂપે અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. પર્ષદા નીકળી, કોણિક રાજાની માફક જિતશત્રુરાજા પણ નીકળ્યો – યાવતુ – પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારપછી તે ચુલનીપિતા ગાથાપતિએ આ મુજબ સમાચાર સાંભળ્યા કે, પૂર્વાનુપૂર્વીક્રમથી ચાલતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રમણ ભગવંત મહાવીર અહીં પધાર્યા છે, પ્રાપ્ત થયા છે, સમવસર્યા છે અને વારાણસી નગરીની બહાર કોષ્ટક ચૈત્યમાં યથોચિત Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આગમ કથાનુયોગ-૫ અવગ્રહ યાચીને સંયમ તથા તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા છે. હે દેવાનુપ્રિયો ! જ્યારે તથારૂપ અરિહંત ભગવંતોના નામ અને ગોત્રનું શ્રવણ માત્ર પણ મહાફળદાયક છે, તો પછી તે આયુષ્યમનું ! તેમની સન્મુખ જવું, તેમને વંદન નમસ્કાર કરવા, તેમને પ્રશ્નો પૂછવા અને તેમની પર્યુપાસના કરવાના સુફલ વિશે તો કહેવાનું જ શું હોય ? ધર્માચાર્યનું એક સુવચન સાંભળવું જ કલ્યાણપ્રદ છે, તો તેમની પાસેથી વિપુલ અર્થનું ગ્રહણ કરવાના ફળને માટે તો કહેવાનું જ શું હોય ? તેથી હું જાઉં અને તે દેવાનુપ્રિય શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરું, તેમનું સત્કાર-સન્માન કર્યું અને તે કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ ભગવંતની પર્યાપાસના કરું. આ પ્રમાણે તેણે વિચાર કર્યો, વિચાર કરીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા, શુદ્ધ, પ્રાવેશ્ય, માંગલિક ઉત્તમ વસ્ત્રો પહેર્યા, અલ્પ પણ બહુમૂલ્ય એવા આભુષણો વડે શરીરને અલંકૃત્ કરીને પોતાના ઘેરથી નીકળ્યો. ત્યારપછી ચુલનીપિતા જ્યાં કોષ્ઠક ચૈત્ય હતું, તેમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને યથાયોગ્ય સ્થાને રહીને શઋષા કરતો, કિંચિંતુ મસ્તક નમાવીને, પોતાના બંને હાથ જોડીને વિનયપૂર્વક પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ચુલનીપિતા ગાથાપતિ અને તે વિશાળ પર્ષદાને - યાવત્ – ધર્મકથા કહી. પર્ષદા પાછી ફરી. રાજા જિતશત્રુ પણ પાછો ફર્યો. ૦ ચુલની પિતા દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર : ત્યારપછી ચૂલનીપિતા ગાથાપતિ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મકથા શ્રવણ કરીને અને હૃદયમાં અવધારીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમના, પરમ સૌમનસ અને હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળો થઈને પોતાના આસનેથી ઊભો થયો. ઊભો થઈને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. હે ભગવન્! હું તેની પ્રતીતિ કરું છું. હે ભગવન્! મને નિગ્રંથ પ્રવચન પરત્વે રુચિ છે. હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન માટે અમ્યુત્થિત થયો છું. હે ભગવન્! તે એ પ્રમાણે જ છે, હે ભગવન્! તે તથ્યરૂપ છે, હે ભગવન્! તે યથાર્થ છે. હે ભગવન્! તે અસંદિગ્ધ છે. હે ભગવન્! તે અભિલષણીય છે, હે ભગવન્! તે અભીપ્સનીય છે. હે ભગવન્! તે અભિલષણીય અને અભીસનીય છે કે એ પ્રમાણે જ છે, જે પ્રમાણે આપે કહેલ છે. જે રીતે અનેક રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવજ્યાથી પ્રવ્રુજિત થયા છે, તે પ્રમાણે તો હું મુંડિત થઈને ગૃહત્યાગ કરીને આનગારિક દીક્ષા અંગીકાર કરવામાં સમર્થ નથી. પરંતુ આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત અને Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૦૩ સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કરવાને ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ત્યારપછી તે ચુલની પિતા ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ત્યારપછી કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર વારાણસી નગરી અને કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા. નીકળીને બહારના જનપદમાં વિચરવા લાગ્યા. ૦ ચુલની પિતા અને શ્યામાની શ્રાવકચર્યા : ત્યારપછી તે ચુલની પિતા જીવ–અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયો – યાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રાસુક, એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, ઔષધિ, ભૈષજ અને પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, આસન આદિથી પ્રતિલાભિત કરતા વિચારવા લાગ્યા. ત્યારપછી તે શ્યામા ભાર્યા જીવાજીવ તત્ત્વોની જ્ઞાતા શ્રમણોપાસિકા થઈ ગઈ – યાવતું – શ્રમણ નિગ્રંથોને પ્રાશુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર આદિ – કંબલ, પાદપ્રીંછન, ઔષધિ, ભૈષજ અને પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્મારકથી પ્રતિલાભિત કરતા વિચારવા લાગી. ૦ ચુલની પિતાની ધર્મ જાગરણા અને ગૃહી વ્યાપાર ત્યાગ : ત્યારપછી અનેક પ્રકારના શીલવતો, ગુણવતો, વિરમણો, પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસોની અનુપાલના દ્વારા આત્માને ભાવિત કરતા ચુલનીપિતાને ચૌદ વર્ષ વ્યતીત થયા અને પંદરમું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે કોઈ સમયે મધ્ય રાત્રિમાં જાગરણ કરતા– કરતા આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે વાણારસી નગરીમાં અનેક લોકો પોતપોતાના કાર્યોને માટે મને પૂછે છે, પરામર્શ કહે છે - યાવત્ – સ્વયં પોતાના કુટુંબ પરિવારનો આધારસ્તંભ – યાવત્ – સર્વે કાર્યોનું નિર્દેશક છું (ઇત્યાદિ સર્વે વર્ણન આ પૂર્વે આનંદ શ્રાવક અને કામદેવ શ્રાવકમાં આવી ગયેલ છે. તે પ્રમાણે જાણી લેવું) – યથાવત્ – તે યુલની પિતા શ્રમણોપાસક દર્ભના સંથાર પર સ્થિત થઈને શ્રમણ ભગવંતુ મહાવીરની પાસે ગ્રહણ કરેલી ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકાર કરીને વિચારવા લાગ્યો. ૦ ચુલની પિતાને દેવકૃત ઉપસર્ગ : ત્યારપછી મધ્યરાત્રિના સમયે તે ચુલનીપિતા શ્રમણોપાસકની સમક્ષ એક દેવ પ્રગટ થયો. ત્યારપછી તે દેવે એક મોટી, નીલકમલ – ભેંસના શીંગડા અને અલસીના ફૂલ જેવી નીલી પ્રભાવાળી તીક્ષ્ણ તલવાર હાથમાં લઈને ચુલનીપિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું અરે આ ચુલનીપિતા શ્રમણોપાસક ! અરે ઓ અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા ! – થાવત્ – જોતું તારા આ શીલ,વ્રત ઇત્યાદિનો ભંગ નહીં કરે તો હું હમણાં જ તારા મોટાપુત્રને ઘેરથી બહાર કાઢી લાવીશ, લાવીને તારી સામે જ તેને મારીશ, મારીને તેના માંસના ટુકડે ટુકડા કરીશ, ટુકડા કરીને તેલની ભરેલી કડાઈમાં તળીશ, પકાવીશ, પકાવીને તેનું માંસ અને લોહીથી તારા શરીરને સીંચીશ. જેનાથી તે આર્તધ્યાનને વશ થઈને, Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આગમ કથાનુયોગ-૫ દુઃખથી પીડિત થઈને અકાળે જ જીવનથી દૂર થઈ જઈશ. (મૃત્યુ પામીશ.) ત્યારે તે દેવ દ્વારા આ પ્રમાણે કહેવાયા છતાં પણતે શ્રમણોપાસક ચુલની પિતા નિર્ભય – યાવત્ – ધર્મધ્યાનમાં રત રહ્યો. તે દેવે ચુલનીપિતા શ્રમણોપાસક – યાવત્ – સ્થિર જોયો. જોઈને બીજી અને ત્રીજી વખત પણ ચુલનીપિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, ઓ ચુલનીપિતા શ્રમણઓપાસક ! જો તું હમણાં જ શીલ – યાવત્ – પૌષધોપવાસને નહીં છોડે તો જીવિતથી રહિત થઈ જઈશ. ત્યારે પણ તે ચુલનીપિતા શ્રમણોપાસક તે દેવ દ્વારા બીજી અને ત્રીજીવાર પણ કહેવાયેલા શબ્દોને સાંભળીને નિર્ભય – યાવતુ – સ્થિર રહ્યો. ત્યારે તે દેવે ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય – યાવત્ – સ્થિર જોયો. જોઈને અત્યંત ફ્રદ્ધ, પુષ્ટ, કુપિત, વિકરાળ થઈને દાંતોને કચકચાવતો ચુલની પિતાના મોટા પુત્રને ઘેરથી બહાર કાઢ્યો, કાઢીને તેની સામે માર્યો મારીને માંસના ટુકડેટુકડા કર્યા ટુકડા કરીને તેલથી ભરી કડાઈમાં પકાવ્યો. પકાવીને ચુલની પિતા શ્રમણોપાસકના શરીરનો માંસ અને લોહીતી સીંચ્યું. તે શ્રમણોપાસક ચુલની પિતાએ તે તીવ્ર, વિપુલ, કર્કશ, પ્રગાઢ, પ્રચંડ, કુસ્સહ વેદનાને સહન કરી, ખમી, તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી. ત્યારપછી તે દેવે ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય – યાવતું – સ્થિર જોયો, જોઈને ચુલની પિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું, અરે ઓ ચુલની પિતા શ્રમણોપાસક ! હજી પણ જો તું શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસને છોડીશ નહીં ખંડિત નહીં કરે તો હું હમણાં જ તારા વચલા પુત્રને ઘેરથી બહાર લાવીશ, લાવીને તારી સામે માડી, મારીને – યાવત્ – તું પણ જીવંતરહિત થઈ જઈશ. તે દેવના આ કથનને સાંભળીને પણ ચુલની પિતા શ્રમણોપાસક નિર્ભય – યાવત્ - સ્થિર રહ્યો. ત્યારપછી તે દેવે ચુલની પિતા શ્રમણોપાસકને નિર્ભય – યાવત્ – ધર્મધ્યાને રત જોયો, જોઈને બીજી અને ત્રીજી વખત પણ ચુલનીપિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, અરે ઓ ચુલની પિતા શ્રમણોપાસક ! – યાવત્ – (પૂર્વે જણાવ્યા પ્રમાણે) તું જીવિતથી રહિત થઈ જશે. તે દેવ દ્વારા બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહેવા છતાં પણ તે ચુલનીપિતા શ્રમણોપાસક નિર્ભય – યાવત્ – સ્થિર રહ્યો. ત્યારપછી તે દેવે ચુલની પિતા શ્રમણોપાસકને અભીત – યાવત્ – ધર્મધ્યાનમાં મગ્ન જોયો. જોઈને અત્યંત ક્રુદ્ધ, રુખ, કુપિત, વિકરાલ થઈને દાંતોને કચકછાવતો યુલની પિતા શ્રમણોપાસકના વચલા પુત્રને ઘેરથી લાવ્યો, લાવીને તેની સામે માર્યો. મારીને તેના માંસના ટુકડા કર્યા – યાવત્ – ચુલની પિતા શ્રમણોપાસકના શરીર પર માંસ ને લોહીથી સીંચ્યો. તે ચુલની પિતા શ્રમણોપાસકે તે તીવ્ર –ચાવત્ – વેદનાને સમ્યક્ પ્રકારે સહન કરી, ખમી, તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી. ત્યારે તે દેવે ચુલની પિતા શ્રમણોપાસકને અભીત – યાવત્ – ધર્મધ્યાનમાં મગ્ન Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૦૫ જોયો. જોઈને ચુલનીપિતા શ્રમણોપાસકને આ પ્રમાણેકહ્યું, ઓ ચુલનીપિતા શ્રમણોપાસક ! – યાવત – જો તું આજે શીલ, વ્રત – યાવત્ – ભંગ નહીં કરે તો હું હમણાં જ તારા નાનાપુત્રને ઘરમાંથી ઉઠાવી લાવીશ, લાવીને તારી સામે તેનો ઘાત કરીશ, કરીને તેના માંસના ટુકડે ટુકડા કરીશ – યાવત્ – તું આર્તધ્યાનથી પીડિત થઈને અકાળે જ જીવિતથી રહિત થઈ જઈશ. ત્યારે તે ચુલનીપિતા શ્રમણોપાસક તે દેવના કથનને સાંભળીને અભીત – યાવત્ – સ્થિર રહ્યો. ત્યારપછી તે દેવે ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય – યાવત – સ્થિર જોયો. જોઈને બીજી અને ત્રીજી વખત પણ ચુલનીપિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, અરે ઓ ચુલની પિતા શ્રમણોપાસક ! જો તું આજે શીલ, વ્રત – પાવત્ ભંગ નહીં કરીશ તો હું હમણાં જ તારા નાના પુત્રને ઘરમાંથી ઉઠાવી લાવીશ, લાવીને તારી સામે તેનો ઘાત કરીશ, કરીને તેના માંસના ટુકડે-કુકડા કરીશ – યાવતું – તું આર્તધ્યાનને વશ થઈને દુઃખથી પીડિત થઈને આકાળે જ જીવિતથી રહિત થઈ જઈશ. તે દેવે બીજી વખત, ત્રીજી વખત પણ આ પ્રમાણે કહેવા છતા ચુલનીપિતા શ્રમણોપાસક નિર્ભય – યાવત્ – સ્થિર રહ્યો. ત્યારપછી તે દેવે ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય-ચાવતુ - સ્થિર જોયો. જોઈને અત્યંત ક્રુદ્ધ, રુટ, કુપિત થઈને – યાવતુ – નાના પુત્રને ઘરમાંથી બહાર ખેંચી લાવ્યો. લાવીને ચુલનીપિતાની સામે જ તેનો ઘાતકર્યો. ઘાત કરીને માંસના ટુકડે ટુકડા કર્યા. ટુકડા કરીને તેલની ભરેલ કડાઈમાં તળ્યો. તળીને ચુલની પિતા શ્રમણોપાસકના શરીર પર માંસ અને રક્તને સીંચ્યું. ત્યારે પણ તે ચુલનીપિતા શ્રમણોપાસકે તે તીવ્ર – યાવત -- દૂસ્સહ વેદનાને સમ્યક્ પ્રકારે સહન કરી, ખમી, તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી. ૦ ચુલની પિતાની માતાની હત્યાનો ઉપસર્ગ અને ધ્યાનની ચિલતતા : - ત્યારપછી તે દેવે ચુલની પિતા શ્રમણોપાસકને નિર્ભય – યાવત્ સ્થિર જોઈને ચોથી વખત તેણે ચુલની પિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું અરે ઓ ! ચુલનીપિતા શ્રમણોપાસક ! જો તું – યાવત્ – પૌષધોપવાસને ખંડિત નહીં કરે તો હું હમણાં જ તારા માટે દેવરૂપ અને ગુરુ સદશ પૂજનીય, તારા લાલનપાલન આદિરૂપ દુષ્કર કાર્ય કરનારી માતા ભદ્રા સાર્થવાહીને ઘરમાંથી લાવીશ, લાવીને તમારી સામે મારીશ, મારીને તેના માંસના ટુકડા કરીશ,કરીને તેલની ભરેલી કડાઈમાં પકાવીશ, પકાવીને તારા શરીર પર માંસ ને લોહી છાંટીશ, જેનાથી તે આર્તધ્યાનને વશ થઈને દુસ્સહ વંદનાથી પીડિત થઈને કસમયે જ જીવિનતથી રહિત થઈ જઈશ. ત્યારપછી તે દેવે ચુલનીપિતા શ્રમણોપાસકને પૂર્વવત્ નિર્ભય – યાવત્ – સ્થિર જોયો. જોઈને ફરીથી બીજી અને ત્રીજીવાર પણ ચૂલનીપિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, અરે ઓ ! ચુલનીપિતા શ્રમણોપાસક ! – યાવત્ – જીવનથી રહિત થઈ જઈશ. ત્યારપછી તે દેવ દ્વારા બીજી અને ત્રીજી વખત આ પ્રમાણે કહેવાયું. ત્યારે તે Page #107 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ ચુલનીપિતા શ્રમણોપાસકને આ અને આવા પ્રકારનો અધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, અહો ! આ પુરુષ ઘણો અનાર્ય—અધમ અને અનાર્ય બુદ્ધિવાળો છે, નિકૃષ્ટ પાકર્મોને કરનારો છે– ૧૦૬ જેણે મારા મોટા પુત્રને ઘરમાંથી બહાર કાઢીને મારી સામે જ તેની હત્યા કરીને, તેના માંસના ટુકડા કર્યા, ટુકડા કરીને તેલની ભરેલી કડાઈમાં પકાવ્યો. પકાવીને તેના માંસ અને લોહીને મારા શરીર પર ચાંટયું. ત્યારપછી વચલા પુત્રને પણ ઘરમાથી બહાર લાવીને મારી સામે મારી નાંખ્યો – યાવત્ – તેના માંસ અને લોહીને મારા શરીર પર છાંટ્યું. ત્યારપછી મારા નાના પુત્રને પણ ઘરમાંથી બહાર લાવીને મારી સામે હત્યા કરીને યાવત્ તેના માંસ અને લોહીની મારા શરીર પર છાંટ્યું. - હવે તે દેવ અને ગુરુસમાન પૂજનીય, દુષ્કરથી પણ દુષ્કર ક્રિયાઓને કરનારી મારી માતા ભદ્રા સાર્થવાહીને પણ ઘરમાંથી લાવીને મારી સામે હત્યા કરવા ઇચ્છે છે – તેથી એ જ યોગ્ય છે કે, આ પુરુષને પકડી લઉં – આવો વિચાર કરી તે પકડવાને માટે દોડ્યો. પરંતુ તે દેવ આકાશમાં ઉડી ગયો અને ચુલનીપિતાના હાથમાં થાંભલો આવી ગયો અને તે ઉચ્ચ સ્વરમાં કોલાહલ કરવા લાગ્યો. ૦ ભદ્રા માતાને ચુલનીપિતાનો ઉત્તર ઃ ત્યારે તે ભદ્રા સાર્થવાહી તે કોલાહલ સાંભળીને અને સમજીને જ્યાં ચુલનીપિતા શ્રમણોપાસક હતો, ત્યાં આવી. આવીને ચુલનીપિતા શ્રાવકને કહ્યું, હે પુત્ર ! તેં મોટામોટા શબ્દોથી કોલાહલ કેમ કર્યો ? ત્યારે ચુલનીપિતા શ્રમણોપાસકે માતા ભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું, ખરેખર ! એ પ્રમાણે હે માતા ! હું જાણતો નથી કે તે પુરુષ કોણ હતો કે જેણે અત્યંત ક્રુદ્ધ, રુષ્ટ, કુપિત, વિકરાલ થઈને દાંતોને કચકચાવી, એક મોટી નીલકમલ, ભેંસના શીંગડા અને અલચીના ફૂલ જેવી નીલી પ્રભાવાળી તીક્ષ્ણ તલવાર લઈને મને કહ્યું - અરે ઓ ચુલનીપિતા શ્રમણોપાસક ! – યાવત્ – જો તું – યાવત્ – જીવનથી રહિત થઈ જઈશ.તે પુરુષ દ્વારા આમ કહેવાયા છતાં પણ હું નિર્ભય – યાવત્ – સ્થિર રહ્યો. ત્યારપછી તે પુરુષે મને નિર્ભય યાવત્ – સ્થિર જોયો, જોઈને બીજી અને ત્રીજી વખત પણ મને કહ્યું, આ ચુલનીપિતા શ્રમણોપાસક ! – યાવત્ – જીવિતથી રહિત થઈ જઈશ. ત્યારપછી હું તે પુરુષ દ્વારા બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું છતાં પણ હું નિર્ભય - યાવત્ – સ્થિર રહ્યો. ત્યારપછી તે પુરુષે મને અભીતયાવત્ – સ્થિર જોયો. જોઈને અત્યંત ક્રુદ્ધ, રુષ્ટ,કુપિત અને વિકરાળ થઈને દાંતોને કચકચાવતા મારા મોટા પુત્રને ઘરમાંથી લાવ્યો, લાવીને મારી સામે તેની હત્યા કરી, હત્યા કરીને તેના માંસના ટુકડે ટુકડા કર્યા, ટુકડા કરીને તેલ ભરેલી કડાઈમાં તળ્યો. તળીને મારા શરીર પર માંસ અને લોહીને છાંટ્યાં. થાવત્ વેદનાને સમભાવપૂર્વક સહન કરી, ખમી, ત્યારે મેં તે અત્યંત તીવ્ર -- - Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૦૭ તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી. આ જ પ્રમાણે તેણે મારા વચલા પુત્રને માર્યો – યાવત્ – આ જ પ્રમાણે તેણે મારા નાના પુત્રને પણ માર્યો – યાવત્ – મેં તે તીવ્ર વેદનાને સમ્યક્ પ્રકારે સહન કરી, ખમી અને તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી. આવું કર્યા પછી પણ જ્યારે તે પુરષે મને નિર્ભય – યાવતુ - સ્થિર જોયો ત્યારે ચોથી વાર મને આ પ્રમાણે કહ્યું, અરે ઓ ચુલની પિતા શ્રમણોપાસક ! – યાવત્ – હજી પણ જો તું તારા શીલ, વ્રત આદિને ખંડિ નહીં કરે તો હું હમણાં જ દેવ, ગુરુ એવા પૂજનીય તારી માતાને લાવીશ – યાવત્ – તું મૃત્યુ પામીશ. ત્યારપછી હું તે પુરુષના આ કથનને સાંભળીને પણ નિર્ભય – યાવત્ – સ્થિર રહ્યો, ત્યારે તે પુરુષે મને નિર્ભય – યાવત્ – સ્થિર જોયો. જોઈને બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું, ઓ ચુલની પિતા શ્રમણોપાસક ! –યાવત્ – તું જીવિતથી રહિત થઈ જઈશ. ત્યારપછી તે પુરષ દ્વારા બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહેવાયું ત્યારે મને આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. અરે ! આ અધમ પુરુષે – યાવત્ – પાપકર્મ કરેલ છે. પહેલા તેણે મારા મોટા પુત્રને – ચાવતું – માંસ અને લોહી છાંટ્યા અને હવે તેના પણ ઘરમાંથી લાવીને મારવા ઇચ્છે છે, તેથી મારે માટે એ ઉચિત છે કે હું તે પુરુષને પકડી લઉં. આવો વિચાર કરીને હું તેને પકડવા દોડ્યો. પરંતુ તે તો આકાશમાં ઉડી ગયો અને પકડવા માટે ફેલાવેલ હાથોમાં થાંભલો આવી ગયો. તેનાથી મેં કોલાહલ મચાવ્યો. ૦ ભદ્રામાતાની સમજાવટથી ચલની પિતા દ્વારા પ્રાયશ્ચિત્ત : ત્યારપછી ભદ્રા સાર્થાવાણીએ ચુલનીપિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, કોઈ પુરુષે તારા મોટા પુત્રને ઘરમાંથી બહાર કાઢ્યો નથી કે, તેને માર્યો નથી, કોઈએ તારા વચલા પુત્રને ઘરમાંથી ઉઠાવ્યો નથી કે તારી પાસે તેની હત્યા કરી નથી. તેમજ તારા નાના પુત્રને પણ ઘરમાંથી કોઈ લઈ ગયું નથી કે તેનો ઘાત કર્યો નથી. આ તો કોઈ પુરુષે તેને ઉપસર્ગ કર્યો છે. – આ તો તેં મિથ્યા–કલ્પિત ઘટના જોઈ છે. જેનાથી તારા વ્રત, નિયમ, પૌષધ ખંડિત થઈ ગયા. તેથી હે પુત્ર ! તું આ સ્થાનની – વ્રતભંગ કરની આલોચના કર, યથોચિત પ્રાયશ્ચિત્ત કરવાની તૈયારી કરી અને તેના માટે તપ કર્મ સ્વીકાર કર. ત્યારપછી ચૂલનીપિતા શ્રમણોપાસક “તહત્તિ" (તમેકહો છો તે યોગ્ય છે.) તેમ કહીને માતા ભદ્રા સાર્થવાહીની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારી, સ્વીકારીને તે સ્થાન (વ્રતખંડન)ની આલોચના, પ્રતિક્રમણ કર્યા, નિંદા કરી, ગ કરી, તેનાથી નિવૃત્ત થયો અને આ અકરણીય કાર્યની વિશુદ્ધિને માટે યથોચિત પ્રાયશ્ચિત્ત કરવાના હેતુથી તત્પર થઈને તપ કર્મ સ્વીકાર કર્યું. ૦ ચુલની પિતા દ્વારા ઉપાસકપ્રતિમા ગ્રહણ અને અનશન : ત્યારપછી ચુલનીપિતા શ્રમણોપાસકે પહેલી ઉપાસકપ્રતિમા અંગીકાર કરી તે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આગમ કથાનુયોગ-૫ પહેલી ઉપાસક પ્રતિમાની ચુલનીપિતા શ્રમણોપાસકે યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ યથાતત્ત્વ સમ્યક્ પ્રકારે કાયા દ્વારા સ્પર્શના કરી, પાલન કર્યું, શોધિત કરી, તીર્ણ કરી, કીર્તિત કરી અને આરાધના કરી. ત્યારપછી તે ચુલનીપિતા શ્રમણોપાસકે બીજી ઉપાસક પ્રતિમાને આરાધિત કરી, તે જ પ્રકારે ત્રીજી, ચોથી, પાંચમી, છટ્ઠી, સાતમી, આઠમી, નવમી, દશમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાને યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ સમ્યક્ પ્રકારે કાયા દ્વારા સ્પર્શતિ કરી, પાલિત કરી, શોધિત કરી, તીર્ણિત કરી, કીર્તિત કરી અને આરાધી. આ તપ કર્મથી તે ચુલનીપિતા શ્રમણોપાસક તે ઉદાર, વિપુલ, પ્રયત્નસાધ્ય, તપોકમને ગ્રહણ કરવાથી શુષ્ક, રુક્ષ, નિમસ, અસ્થિચર્યાવૃત, કડકડાટ કરતી, કૃશ અને જેની નાડીઓ દેખાવા લાગી છે તેવા શરીરવાળો થઈ ગયો. ત્યારપછી કોઈ દિવસે ઘર્મજાગરણાથી જાગરણ કરતા તે ચુલની પિતા શ્રમણોપાસકને આ આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે (ઇત્યાદિ સર્વ વર્ણન આનંદ, કામદેવ આદિ શ્રાવકમાં કર્યા મુજબ જાણવું) મારે અંતિમ મારણાંતિક સંલેખના, ઝૂસણાને અંગીકાર કરીને, ભોજન–પાણીનો ત્યાગ કરીને, જીવનમરણની આકાંક્ષા ન કરતા વિચરું. એ પ્રમાણે વિચાર કરીને – યાવત્ – તે વિચરવા લાગ્યો. ૦ ચુલની પિતાનું સમાધિમરણ અને ગતિ : ત્યારે તે ચુલનીપિતા શ્રમણોપાસક અનેકવિધ શીલ, વ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી આત્માને સંસ્કારિત કરી વીસ વર્ષનો શ્રમણોપાસક પર્યાય પાલન કરી, અગિયાર ઉપાસક પ્રતિમાનું આરાધન કરી, માસિક સંખના દ્વારા આત્માને શુદ્ધ કરી, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરી, આલોચના, પ્રતિક્રમણ કરીને સમાધિભાવપૂર્વક મરણ સમયે મૃત્યુ પામ્યો. સમાધિમરણ પામીને સૌધર્મકલ્પમાં સૌધર્માવલંસક મહાવિમાનના ઇશાન દિશિ ભાગમાં અરુણપ્રભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં તેની સ્થિતિ ચાર પલ્યોપમની થઈ. ત્યાંથી ચ્યવીને મહાવિદેક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સંપૂર્ણ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઉવા. ૩, ૨૯ થી ૩૧; ૦ સુરાદેવ શ્રાવકની કથા - તે કાળે, તે સમયે વાણારસી નામક નગરી હતી. ત્યાં કોક ચૈત્ય હતું. રાજા જિતશત્રુ હતો. એ જ વાણારસી નગરીમાં સુરાદેવ નામનો ગાથાપતિ નિવાસ કરતો હતો. જે ઋદ્ધિમાનું – યાવત્ – અપરાભૂત હતો. Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૦૯ ૦ સુરાદેવની સંપત્તિ – મહત્તા અને ઘન્યાભાર્યા : તે સુરાદેવ ગાથાપતિના કોષમાં છ કોટિ સુવર્ણ હતું, છ કોટિ સુવર્ણ વ્યાપારમાં લાગેલ હતું અને છ કોટિ સુવર્ણ ભવન તથા ગૃહોપકરણમાં પ્રયુક્ત હતું. તેને દશ-દશ હજારની ગાયોનું એક એવા છ ગોકુળ હતા. તે સુરાદેવ ગાથાપતિને ઘણાં જ રાજા–ઈશ્વર આદિ પોતપોતાના કાર્યો માટે પૂછતા હતા, પરામર્શ કરતા હતા અને પોતાના કુટુંબમાં પણ તે આધાર સ્તંભ હતો. - યાવતું – તે સર્વે કાર્યોમાં નિર્દેશક હતો. તે સુરાદેવ ગાથાપતિની ધન્યા નામે ભાર્યા હતી. જે શુભલક્ષણ અને પરિપૂર્ણ પંચેન્દ્રિયયુક્ત શરીરવાળી હતી – યાવત્ – મનુષ્યસંબંધી કામભોગોનો ઉપભોગ કરતી એવી વિચરણ કરી રહી હતી. ૦ ભગવંત મહાવીર પાસે સુરાદેવનું ઘર્મશ્રવણ : તે કાલે, તે સમયે શ્રમણ ભઘવંત મહાવીર – યાવત્ – જ્યાં વાણારસી નગરી હતી, જ્યાં કોષ્ઠક ચૈત્ય હતું, ત્યાં પધાર્યા. પધારીને યથોચિત અવગ્રહની યાચના કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. પર્ષદા નીકળી. કોણિક રાજાની માફક જિતશત્રુ રાજા પણ નીકળ્યો – યાવત્ – પર્યપાસના કરવા લાગ્યો. ત્યારપછી તે સુરાદેવે ગાથાપતિએ આ સંવાદ સાંભળ્યો કે, પૂર્વાનપૂવ ક્રમથી ગમન કરતા, ગ્રામાનુગ્રામ વિચરણ કરતા શ્રમણ ભગવંત મહાવીર અહીં આવ્યા છે, પ્રાપ્ત થયા છે, સમવસર્યા છે અને અહીં વાણારસી નગરીની બહાર કોષ્ટક ચૈત્યમાં યથોચિત અવગ્રહની યાચના કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા એવા બિરાજમાન છે. હે દેવાનુપ્રિયો ! જ્યારે તથારૂપ અરિહંત ભગવંતોનું નામ અને ગોત્રનું શ્રવણ પણ મહાફળદાયક છે તો પછી તેમની સન્મુખ જવું, તેમને વંદન–નમસ્કાર કરવો, તેમને પ્રશ્નો પૂછવા અને પર્યાપાસના કરવાના ફળ વિશે તો કહેવું જ શું ? જ્યારે આર્યધર્મનું એક સુવચન શ્રવણ પણ દુર્લભ છે, તો પછી વિપુલ અર્થ ગ્રહણ કરવા વિશે તો કહેવાનું જ શું હોય ? (ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન આનંદશ્રાવક અને કામદેવ શ્રાવકની કથામાં કહેવાયા પ્રમાણે સમજી લેવું) – યાવત્ – જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો, આવીને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન– નમસ્કાર કર્યા પછી યથાયોગ્ય સ્થાને રહીને શુશ્રષા કરતો એવો, કિંચિત્ મસ્તક નમાવીને, વિનયપૂર્વક અંજલિ કરતો પÚપાસના કરવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે સુરાદેવ ગાથાપતિ અને તે વિશાળ પર્ષદાને – વાવ – ધર્મ કહ્યો. પર્ષદા પાછી ફરી રાજા પણ ગયો. ૦ સુરાદેવની ગૃહી ધર્મ પ્રતિપત્તિ : ત્યારપછી તે સુરાદેવ ગાથાપતિ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ સાંભળીને અને હૃદયમાં અવધારીનિ હર્ષિત થયો, સંતુષ્ટ થયો, આનંદિત ચિત્ત થયો, પ્રીતિયુકત Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આગમ કથાનુયોગ-૫ મનવાળો થયો. હર્ષના વશથી તેનું હૃદય વિકસિત થયું, પોતાના આસનેથી ઊભો થયો, ઊભા થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું – યાવત્ – હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું. ("– યાવતું – "માં આવતું શેષ સર્વે વર્ણન આનંદ અને કામદેવ શ્રાવકમાં આવતા વર્ણન પ્રમાણે સમજી લેવું) હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી તે સુરાદેવ ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર કોઈ દિવસે વાણારસી નગરીના કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બહારના જનપદમાં વિચારવા લાગ્યા. ૦ સુરાદેવ અને ઘન્યાની શ્રાવકચર્યા : ત્યારપછી તે સુરાદેવ જીવ–અજીવાદિ તત્ત્વોનો જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયો. ત્યારપછી બન્યા પણ જીવ-અજીવાદિ તત્ત્વોની જ્ઞાતા શ્રમણોપાસિકા થઈ ગઈ – થાવત્ – તેઓ (સુરાદેવ તથા ધન્યા) શ્રમણ નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર, વસ્ત્ર, પાત્રાદિ, કંબલ, પાદપ્રોંછન, રજોહરણ, ઔષધિ, ભૈષજ તથા પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્કારક, આસન આદિથી પ્રતિલાભિત કરતા પોતાનો સમય વ્યતીત કરવા લાગ્યા.. ૦ સુરાદેવનું ધર્મજાગરણ : ત્યારપછી તે સુરાદેવ શ્રમણોપાસકને અનેક પ્રકારના શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કરતા ચૌદ વર્ષ વીતી ગયા અને પંદરમાં વર્ષમાં કોઈ દિવસે મધ્ય રાત્રિમાં ધર્મ જાગરિકામાં જાગરણ કરતા આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે – યાવત્ – (સર્વ વર્ણન આનંદ અને કામદેવ શ્રમણોપાસકની કથા અનુસાર જાણી લેવું) એકલા, અદ્વિતીય થઈને દર્ભનો સંથારે સ્થિત થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે ગ્રહણ કરેલ ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકારીને વિચરું – (મારો સમય વ્યતીત કરું.) ૦ સુરાદેવને દેવકૃત્ ઉપસર્ગ : ત્યારપછી (પૌષધશાળામાં પૌષધ ગ્રહણ કરીને રહેલા) સુરાદેવ સન્મુખ મધ્યરાત્રિમાં એક દેવ પ્રગટ થયો. તે દેવે નીલકમલ પ્રભાયુક્ત – યાવત્ તીક્ષ્ણ ધારવાળી એક મોટી તલવાર હાથમાં લઈને સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, અરે ઓ સુરાદેવ શ્રમણોપાસક ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા -- યાવત્ – જો તું શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી વિચલિત કે મુભિત નહીં થાય, તેને ખંડિત નહીં કરે, ભાંગશે નહીં, તેનો ત્યાગ નહીં કરે તો – ચાવતુ – હું તારા મોટા પુત્રને ઘરમાંથી બહાર ખેંચી લાવીને તારી સામે જ તેનો વધ કરીશ, વધ કરીને તેના માંસના ટુકડે ટુકડા કરી નાંખીશ. પછી તેલની કડાઈમાં પકાવીશ, પકાવીને તારા શરીરને તેના માંસ અને લોહી Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૧૧ વડે સીંચીશ. તેના લીધે તું આર્તધ્યાન અને દુઃખથી પીડિત થઈને જીવનથી રહિત થઈ જઈશ. ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસકે તે દેવની આ વાત સાંભળીને ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન, ભિત, વિચલિત ન થયો, ગભરાયો નહીં, શાંતભાવથી ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસકને તે દેવે અભીત, અત્રસ્ત, અનુદ્ધિગ્ર, અસુભિત, અસંભ્રાંત અને ધર્મધ્યાનમાં નિરત જોયો ત્યારે બીજી અને ત્રીજી વખત પણ સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું – અરે ઓ સુરાદેવ શ્રમણોપાસક ! – યાવત્ - જો તું આજ શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને છોડીશ નહીં. ભંગ નહીં કરે તો હું હમણાં જ તારા મોટા પુત્રને ઘરમાંથી બહાર ખેંચી લાવીશ, લાવીને તારી સામે જ તેની હત્યા કરીશ, હત્યા કરીને તેના માંસના પાંચ ટુકડા કરીશ, ટુકડા કરીને તેલની ભરેલી કડાઈમાં તળીશ, તળીને તારા શરીર પર માંસ અને લોહીને છાંટીશ, જેનાથી તે આર્તધ્યાનને વશ થઈને, દુર્નિવાર દુઃખથી પીડિત થતો અકાળે જ જીવિતથી રહિત થઈ જઈશ. ત્યારે તે દેવ દ્વારા બીજી અને ત્રીજી વખત પણ કહેવાયેલ આ વાતને સાંભળીને તે સુરાદેવ શ્રમણોપાસક નિર્ભય – ચાવત – ધર્મધ્યાનમાં રત રહ્યો. ત્યારપછી તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય – યાવત્ – સ્થિર જોયો, જોઈને અત્યંત કુદ્ધ, રુખ, કુપિત અને ચંડિકાવત્ વિકરાળ થઈને દાંતોને કચકચાવતો તે સુરાદેવ શ્રમણોપાસકના મોટા પુત્રને ઘરમાંથી લાવ્યો, લાવીને તેની સામે જ વધ કર્યો. વધ કરીને માંસના પાંચ ટૂકડા કર્યા. ટૂકડા કરીને તેલથી ભરેલી કડાઈમાં પકાવ્યા, પકાવીને સુરાદેવ શ્રમણોપાસકના શરીરને લોહી અને માંસ વડે સીચિત કર્યું. ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસકે તે અતીવ દુર્ધર્ષ, વિપુલ, કઠોર, પ્રગાઢ, પ્રચંડ, દુસ્સહ વેદનાને સમા–તિતિક્ષા અને સમભાવપૂર્વક સહન કરી. ત્યારપછી તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય – યાવતુ – સ્થિર જોયો. જોઈને સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, અરે ઓ સુરાદેવ શ્રમણોપાસક ! – યાવત્ – જો તું આજે શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને છોડીશ નહીં તો તારા વચલા પુત્રને લાવીશ, લાવીને તારી સામે તેની હત્યા કરીશ, હત્યા કરીને તેના માંસના પાંચ ટુકડા કરીશ, ટુકડા કરીને તેલની ભરેલી કડાઈમાં પકાવીશ, પકાવીને તારા શરીર પર તેનું માંસ અને લોહી છાંટીશ. જેના લીધે તું આર્તધ્યાન અને દસડ વેદનાથી પીડિત થઈને કસમયે જ જીવિતથી રહિત થઈ જઈશ. ત્યારપછી તે દેવે આ વાત સાંભળીને પણ સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય – વાવ - સ્થિર જોયો. ત્યારે (પછીનું સર્વ કથન પૂર્વવતું – મોટાપુત્રમાં જેમ કહ્યું તેમ સમજી લેવું) – યાવત્ – વચલાપુત્રને લાવીને સુરાદેવની સામે જ તેની હત્યા કરી – યાવત્ – તે વચલા પુત્રના માંસ અને લોહીથી સુરાદેવ શ્રાવકના શરીરને સિંચિત કર્યું. ત્યારે સુરાદેવ શ્રમણોપાસકે તે તીવ્ર – યાવત્ – વેદનાને સમભાવે, ક્ષમાપૂર્વક અને તિતિલાસણ અધ્યાસિત કરી. એ રીતે વચલાપુત્રને માર્યા પછી પણ તે દેવે સુરાદેવ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આગમ કથાનુયોગ-૫ શ્રમણોપાસકને નિર્ભય – યાવતુ – સ્થિર જોયો. જોઈને તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, અરે ઓ સુરાદેવ શ્રમણોપાસક ! – યાવત્ – હજી પણ જો તું તારા શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને છોડીશ નહીં, ખંડિત નહીં કરે તો હું હમણાં જ તારા નાના પુત્રને ઘરમાંથી લાવીશ, લાવને તારી સામે મારીશ, મારીને તેના માંસ પિંડના પાંચ ટુકડા કરીશ. ટુકડા કરીને તેલથી ભરેલી કડાઈમાં પકાવી, પકાવીને તારા શરીર પર માંસ અને લોહી છાંટીશ, જેનાથી તે આર્તધ્યાન અને દુઃખથી પીડિત થઈને અકાળે જ જીવનરહિત થઈશ. ત્યારે તે દેવની આ વાત સાંભલીને સુરાદેવ શ્રમણોપાસક નિર્ભય – યાવત્ - સ્થિર રહ્યો. આ પ્રમાણે કહ્યા છતાં જ્યારે તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય – થાવત્ – ધર્મધ્યાનમાં રત જોયો. (બાકીનું સર્વે વર્ણન મોટા પુત્રમાં કરેલ છે તે પ્રમાણે જ અહીં પણ સમજી લેવું) – યાવત્ – સુરદેવ શ્રમણોપાસકના નાના પુત્રને ઘરમાંથી લાવ્યો. લાવીને તેની સામે હત્યા કરી હત્યા કરીને તેના માંસપિંડના પાંચ ટુકડા કર્યા, ટુકડા કરીને તેલથી ભરેલી કડાઈમાં પકાવ્યા, પકાવીને સુરાદેવશ્રાવકના શરીર પર માંસ અને લોહી છાંડ્યું. ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસકે વિકટ – યાવત્ – વેદનાને સમભાવ, ક્ષમા અને તિતિક્ષાપૂર્વક સમ્યક્ પ્રકારે સહન કરી. ૦ ઉપસર્ગથી સુરાદેવનું ચલિત થવું – ત્યારપછી જ્યારે તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય – યાવત્ – ધર્મધ્યાનમાં રત જોયો ત્યારે ચોથી વખત સુરાદેવ શ્રમણોપાસકને તે દેવે આ પ્રમાણે કહ્યું, અરે ઓ સુરાદેવ શ્રમણોપાસક ! – યાવત્ – જો તું આજે શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને છોડીશ નહીં, ખંડિત નહીં કરે તો હમણાં જ તારા શરીરમાં એક સાથે સોળ ભયાનક રોગ ઉત્પન્ન કરીશ – તે આ પ્રમાણે (૧) શ્વાસ-દમ, (૨) કાસ–ખાંસી, (૩) વર-તાવ, (૪) દાહ, (૫) ઉદરશૂળ, (૬) ભગંદર, (૭) અર્શ, (૮) અજીર્ણ, (૯) દૃષ્ટિ શૂળ, (૧૦) મસ્તક શૂળ, (૧૧) ભોજન અરુચિ, (૧૨) નેત્ર વેદના, (૧૩) કર્ણવેદના, (૧૪) ખૂજલી, (૧૫) જલોદર, (૧૬) કોઢ. આ સોળ રોગથી તું આર્તધ્યાન અને દુસ્સહ વેદનાથી પીડિત થઈને કસમયે જીવનથી રહિત થઈ જઈશ. તે દેવે આ પ્રમાણે કહ્યું તો પ્રણ સુરાદેવ શ્રમણોપાસક પૂર્વવત્ નિર્ભય – યાવતું - ધર્મધ્યાને સ્થિર રહ્યો. જ્યારે સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય – યાવત્ – સ્થિર જોયો. ત્યારે તે દેવે બીજી વખત અને ત્રીજી વખત પણ સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, અરે ઓ સુરાદેવ શ્રમણોપાસક ! – યાવત્ – હજી પણ તું જો શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસને છોડીશ નહીં, તેને ખંડિત નહીં કરે તો હું આ જ સમયે તારા શરીરમાં એક સાથે સોળ ભયંકર રોગોને ઉત્પન્ન કરી દઈશ – યાવત્ – જેનાથી તું આર્તધ્યાન પૂર્વક દુસ્સહ દુઃખથી પીડિત થઈને કસમયે જ જીવિતથી રહિત થઈ જઈશ. Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૧૩ ત્યારપછી તે દેવે બીજી વખત – ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું ત્યારે સુરાદેવ શ્રમણોપાસકને આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, અહો ! આ પુરુષ અધમ છે, અધમ બુદ્ધિવાળો છે અને નિકૃષ્ટ પાપકર્મોને કરનારો છે. જેથી પહેલા તેણે મારા મોટા પુત્રને ઘેરથી ઉઠાવ્યો. ઉઠાવીને મારી સામે મારીને તેના માંસપિંડના પાંચ ટુકડા કર્યા, ટુકડા કરીને તેલની ભરેલી કડાઈમાં પકાવ્યા, પકાવીને મારા શરીર પર માંસ અને લોહી છાંટ્યું, એ જ રીતે ત્યારપછી મારા વચલા પુત્રનો – યાવત્ – મારા નાના પુત્રનો ઘાત કર્યો – યાવત્ – (અહીં સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું) હવે તે સોળ ભયંકર રોગને મારા શરીરમાં ઉત્પન્ન કરવા માંગે છે. તેથી મારે આ પુરુષને પકડી લેવો જોઈએ. આવો વિચાર કરીને તેને પકડી લેવા ઉઠ્યો. પરંતુ તે પુરુષ આકાશમાં ઉડી ગયો અને સુરાદેવના હાથમાં થાંભલો આવી ગયો. ત્યારે તે જોરજોરથી કોલાહલ કરવા લાગ્યો. ૦ ઘન્યાને સુરાદેવનો ઉત્તર : ત્યારપછી ધન્યા ભાર્યા કોલાહલ સાંભળીને અને સમજીને જ્યાં શ્રમણોપાસક સુરાદેવ હતો, ત્યાં આવી અને આવીને બોલી, હે દેવાનુપ્રિય ! આપ જોર-જોરથી કેમ કોલાહલ કરતા હતા ? ત્યારે સુરાદેવ શ્રમણોપાસકે તે ધન્યાભાર્યાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! ખરેખર ! એ પ્રમાણે હું જાણતો નથી કે તે પુરુષ કોણ હતો, જેણે ક્રુદ્ધ, રુઝ, કુપિત, વિકરાળ થઈને, દાંતોને કચકચાવતા નીલકમલ, ભેંસના શીંગડા અને અલસીના ફૂલની પ્રભા જેવી, તીક્ષ્ણ ધારવાળી એક મોટી તલવાર લઈને મને આ પ્રમાણે કહ, હે સુરાદેવ શ્રમણોપાસક ! – યાવત્ – આજ જો તું શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને છોડીશ નહીં, ખંડિત નહીં કરે તો હમણાં જ હું તારા મોટા પુત્રને ઘરમાંથી લાવીને – યાવત્ – મારી નાંખીશ, તેનાથી તું અકાળે જ જીવિતથી રહિત થઈ જઈશ. (સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું) – પરંતુ હું તે પુરુષની તે વાત સાંભળીને પણ નિર્ભય – ચાવતુ – ધર્મધ્યાને સ્થિર રહ્યો. ત્યારે – યાવત્ – (સર્વ વર્ણન પૂર્વે મોટા પુત્ર, વચલા પુત્ર, નાના પુત્રના સંદર્ભમાં કરાયું છે તે સર્વ વર્ણન અહીં પણ સમજી લેવું) મને નિર્ભય – યાવત્ – સાધના રત જોયો. ત્યારે ચોથી વખત તે દેવે મને કહ્યું કે, ઓ શ્રમણોપાસક સુરાદેવ ! – યાવત્ – જો તું આજે શીલ – યાવતું – પૌષધોપવાસને છોડીશ નહીં, તેને ખંડિત નહીં કરે તો હમણાં જ તારા શરીરમાં એક સાથે સોળ ભયંકર રોગોને ઉત્પન્ન કરી દઈશ – યાવતુ - જેનાથી તે આર્તધ્યાન અને દુસ્સહ દુઃખથી પીડિત થઈને કસમયે જ જીવિતથી રહિત થઈ જઈશ. તે પુરુષની આ વાત સાંભળીને હું નિર્ભય – યાવત્ – ધર્મસાધનામાં સ્થિર રહ્યો. ત્યારપછી તે પુરુષે મને નિર્ભય – યાવત્ – સ્થિર જોયો, જોઈને બીજી અને ત્રીજી વખત આ પ્રમાણે કહ્યું – યાવત્ – (સર્વે વર્ણન પૂર્વે કહ્યા મુજબ અહીં પણ સમજી લેવું). મારે માટે ઉચિત થશે કે હું આ પુરુષને પકડી લઉં, આવો વિચાર કરીને હું મારા આસનેથી ઉઠ્યો Jain ---- international Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આગમ કથાનુયોગ-૫ અને પકડવાને માટે દોડ્યો, પરંતુ મારા હાથમાં થાંભલો આવી ગયો અને તે પુરુષ આકાશમાં ઉડી ગયો. જેથી હું જોર-જોરથી બુમો પાડતો કોલાહલ કરવા લાગ્યો. ૦ ધન્યા શ્રાવિકાની સમજાવટથી સુરાવ દ્વારા પ્રાયશ્ચિત્ત : ત્યારપછી ધન્યા ભાર્યાએ સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, કોઈ પુરુષે તમારા મોટા પુત્રને ઘેરથી ઉઠાવેલ નથી, તેને તમારી આગળ માર્યો નથી. તમારા વચલા પુત્રને પણ કોઈએ ઘરમાંથી બહાર કાઢેલ નથી કે તેની હત્યા પણ નથી કરી, તમારા નાના પુત્રને પણ કોઈ ઘરમાંથી લઈ ગયું નથી કે તેનો ઘાત કરેલ નથી. હે દેવાનુપ્રિય ! કોઈ પુરુષે તમારા શરીરમાં કાસ આદિ સોળ રોગને ઉત્પન્ન કર્યા નથી. પરંતુ કોઈ પુરુષે તમને ઉપસર્ગ કરેલ છે તમે ફક્ત મિથ્યા – ભયાનક સ્વપ્ન માત્ર જોયેલ છે. જેનાથી તમે આ સમયે ખંડિત વ્રત, ખંડિત નિયમ અને ખંડિત પૌષધવાળા થઈ ગયા છો. તેથી હે દેવાનુપ્રિય ! તમે આ સ્થાનની આલોચના કરો, પ્રતિક્રમણ કરો, નિંદા કરો. ગર્તા કરો, નિવૃત્તિ કરો, અકાર્યની વિશુદ્ધિ કરો અને તદનુરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરીને તપ કર્મ કરી (શુદ્ધ થાઓ.) ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસક “તહત્તિ” “તું ઠીક કહે છે' એમ કહીને ધન્યાભાર્યાના કથનને વિનયપૂર્વક સ્વીકાર્યું. સ્વીકારીને તે સ્થાનની – દોષની આલોચના કરી, પ્રતિક્રમણ કર્યું, નિંદા કરી, ગહ કરી, નિવૃત્તિ કરી તેની વિશુદ્ધિ કરી અને તે અકાર્યને માટે પ્રાયશ્ચિત્ત કરવા માટે ઉદ્યત્ થઈને તદનુરૂપ તપ:ક્રિયાનો સ્વીકાર કર્યો. ૦ સુરાદેવે આરાધેલ પ્રતિમા અને અનશન સ્વીકાર : ત્યારપછી તે સુરાદેવ શ્રમણોપાસકે પહેલી ઉપાસક પ્રતિમા અંગીકાર કરી અને તે પહેલી ઉપાસક પ્રતિમાને સુરાદેવ શ્રમણોપાસકે સૂત્રોનુસાર, માર્ગાનુસાર, કલ્પ અનુસાર, તત્ત્વ અનુસાર સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી, પાલન કરી, શોધિત કરી, પૂર્ણ કરી, કીર્તિત કરી અને આરાધિત કરી. ત્યારપછી તે સુરાદેવ શ્રમણોપાસકે બીજી ઉપાસક પ્રતિમાને ગ્રહણ કરી, ત્યારબાદ ત્રીજી, ચોથી, પાંચમી, છઠી, સાતમી, આઠમી, નવમી, દશમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાને સૂત્ર, કલ્પ, વિધિ અને સિદ્ધાંત અનુસાર ગ્રહણ કરી, પાલન કરી, શોભિત કરી, પૂર્ણ કરી, કીર્તિત કરી, આરાધિત કરી. ત્યારપછી તે શ્રમણોપાસક તે ઉદાર, વિપુલ, પ્રયત્ન સાધ્ય તપ કર્મને સ્વીકાર કરવાથી શુષ્ક, રુક્ષ, નિર્માસ, અસ્થિ ચર્માવૃત્ત, કડકડાહટ કરતી, કૃશ અને જેની નાડી ઉભરી આવેલ છે તેવા શરીરવાળો થઈ ગયો. ત્યારપછી કોઈ એક મધ્યરાત્રિએ ધર્મ જાગરિકાથી જાગરણ કરતા કરતા તે સુરાદેવ શ્રમણોપાસકને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે (આ સર્વે વર્ણન પૂર્વે આનંદ અને કામદેવ શ્રમણોપાસકની કથામાં આવી ગયેલ છે, ત્યાંથી જાણી લેવું) – યાવત્ - અંતિમ મારણાંતિક સંખના ઝૂમણાનો સ્વીકાર કરીને, ભોજન–પાણીનો ત્યાગ કરીને, જીવન-મરણની આકાંક્ષા ન કરતા મારો સમય વ્યતીત કરું. Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૧૫ આ પ્રમાણે વિચાર કરીને – વાવ – સુરાદેવે અપશ્ચિમ મારણાંતિક સંલેખના – ઝૂસણાનો સ્વીકાર કરીને, ભોજન-પાનનો ત્યાગ કરીને મરણની આકાંક્ષા ન કરતા વિચારવા લાગ્યો. ૦ સુરાદેવનું સમાધિમરણ અને ગતિ : ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસક અનેક શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કરતા, વીસ વર્ષ શ્રમણોપાસક પર્યાયનું પાલન કરી, અગિયાર ઉપાસક પ્રતિમાઓનું સમ્યક્ પ્રકારે આરાધના કરીને એક માસની સંખના દ્વારા આત્માને શુદ્ધ કરી, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરી, આલોચના–પ્રતિક્રમણ કરીને સમાધિપૂર્વક મરણકાળે મરણ પામ્યો. સમાધિમરણ પામીને તે સુરાદેવ શ્રમણોપાસક સૌધર્મકલ્પના અરુણકાંત વિમાનમાં ઉત્પન્ન થયો. ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ થઈ. ત્યારપછી ત્યાંથી ઐવિત થઈને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, સર્વદુ:ખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઉવા. ૩, ૩ર, ૩૩; – ૮ – » –– ૦ ચુક્ષશતક શ્રાવકની કથા : તે કાળે, તે સમયે આલભિકા નામની નગરી હતી, ત્યાં શંખવન નામે ઉદ્યાન હતું, ત્યાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે આલભિકા નગરીમાં ધન-ધાન્યથી સંપન્ન – યાવત્ – અપરાભૂત એવો ચુલ્લશતક નામનો ગાથાપતિ નિવાસ કરતો હતો. ૦ યુદ્ધશતકની સંપત્તિ, મહત્તા અને બહલાભાર્યા : તે ચુલશતક ગાથાપતિનું છ કોટિ સુવર્ણ કોષમાં સંચિત હતું, છ કોટિ સુવર્ણ વ્યાપારમાં નિયોજિત હતું, છ કોટિ સુવર્ણ ગૃહસ્થી ઉપકરણાદિમાં પ્રયુક્ત હતું. તેને દશદશ હજાર ગાયોવાળું એક એવા છે ગોકુળ (વજ) હતા. તે ચુલ્લશતક ગાથાપતિ પાસે ઘણાં જ રાજા – ઈશ્વર – યાવત્ – સાર્થવાહ પોતપોતાના કાર્યોને માટે પૂછતા હતા. પરામર્શ કરતા હતા અને પોતાના કુટુંબને માટે પણ તે આધાર સ્તંભ – યાવત્ – સમસ્ત કાર્યોનો પ્રેરક હતો. તે ચુલશતક ગાથાપતિની શુભલક્ષણો અને પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયો યુકત શરીરવાળી બહુલા નામે ભાર્યા હતી – યાવત્ – મનુષ્યોચિત કામભોગોને ભોગવતી વિચરણ કરતી હતી. ૦ ભગવંત મહાવીર પાસે ચુલ્લશતક દ્વારા ઘર્મશ્રવણ : તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – જ્યાં આલભિકા નગરી હતી, જ્યાં શંખવન ઉદ્યાન હતું. ત્યાં પધાર્યા, પધારીને યથાયોગ્ય અવગ્રહ લઈને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. વંદનાર્થે પર્ષદા નીકળી. રાજા Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આગમ કથાનુયોગ-૫ જિતશત્રુ પણ કોણિક રાજાની માફક ઋદ્ધિપૂર્વક નીકળ્યો – યાવત્ – પર્થપાસના કરવા લાગ્યો. ત્યારપછી તે યુદ્ધશતક ગાથાપતિએ આ વૃત્તાંત જાણ્યો કે, પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરણ કરતા શ્રમણ ભગવંત મહાવીર અહીં પધાર્યા છે, પ્રાપ્ત થયા છે, સમવસર્યા છે અને આલભિકા નગરીની બહાર શંખવન નામના ઉદ્યાનમાં યથોચિત અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા છે. હે દેવાનુપ્રિયો ! જ્યારે તથારૂપ અરિહંત ભગવંતોના નામ અને ગોત્ર શ્રવણ કરવાનું મહાફળ છે તો તેમની સન્મુખ જવું, તેમને વંદન–નમસ્કાર કરવા, તેમને પ્રશ્નો પૂછવા અને તેમની પર્યાપાસના કરવાના સુફલ વિશે તો કહેવાનું જ શું હોય ? ધર્માચાર્યના એક સુવચનનું શ્રવણ જ મંગલરૂપ છે તો પછી તેમની પાસેથી વિપુલ અર્થને ગ્રહણ કરવાના ફળને વિશે તો કહેવાનું જ શું હોય ? તેથી હે દેવાનુપ્રિય હું જાઉં – યાવતું – (આ સર્વે વર્ણન પૂર્વે આનંદ અને કામદેવ શ્રમણોપાસકની કથામાં આવી ગયેલ છે, તે પ્રમાણે જાણી લેવું) ત્યાં જઈને યોગ્ય સ્થાને સ્થિત થઈને શુશ્રુષા કરતા, કિંચિત્ મસ્તક નમાવીને, વિનયપૂર્વક, અંજલિ કરીને પર્યપાસના કરવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ચુલ્લશતક ગાથાપતિને અને તે મોટી પર્ષદાને ધર્મોપદેશ કહ્યો. પર્ષદા પાછી ફરી, રાજા પણ પાછો ગયો. ૦ ચુલશતક દ્વારા શ્રાવકધર્મ અંગીકરણ : ત્યારપછી સુલતશતક ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરીને અને અવધારીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો. આનંદિત ચિત્ત થયો, પ્રીતિયુક્ત મનવાળો થયો, પરમ સૌમનસ થયો અને હર્ષના અતિરેકથી વિકસિત હૃદયવાળો થઈને પોતાના આસનેથી ઉઠયો, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું – યાવત્ – (આ સર્વે વર્ણન પૂર્વે આનંદ અને કામદેવ શ્રાવકની કથામાં આવી ગયેલ છે, તે પ્રમાણે જાણી લેવું) હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મ અંગીકાર કરવાને ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી ચુલ્લશતક ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. - ત્યારપછી કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર શંખવન ઉદ્યાનથી નીકળ્યા, નીકળીને બહારના જનપદોમાં વિચરવા લાગ્યા. ૦ યુદ્ધશતક અને બહુલાની શ્રાવકચર્યા : ત્યારપછી તે યુદ્ધશતક શ્રમણોપાસક થઈ ગયો – યાવત્ – જીવ-અજીવ તત્ત્વનો જ્ઞાતા થઈ ગયો. ત્યારપછી બહુલાભાર્યા પણ જીવ–અજીવ તત્ત્વોની જ્ઞાતા એવી Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૧૭ શ્રમણોપાસિકા થઈ ગઈ. ત્યારપછી તે બંને (ચુલશતક અને બહુલા) – યાવત્ – પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, આહાર, વસ્ત્ર, પાત્રાદિ, કંબલ, પાદપ્રીંછન, ઔષધિ, ભૈષજ અને પ્રાતિહારિક એવા પીઠ, ફલ, શય્યા, સંસ્મારક વડે શ્રમણ નિગ્રંથોને પ્રતિલાભિત કરતા વિચારવા લાગ્યા. ૦ ચુલશતકની ઘર્મ જાગરિકા : ત્યારપછી અનેક પ્રકારના શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસોથી આત્માને ભાવિત કરતા તે ચુલશતક શ્રમણોપાસકના ચૌદ વર્ષ વ્યતીત થયા. જ્યારે પંદરમું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે કોઈ એક સમયે મધ્યરાત્રિમાં ધર્મજાગરણાથી જાગરણ કરતા તેના આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ થયો કે – યાવત્ – (આ સર્વ વર્ણન પૂર્વે આનંદ અને કામદેવ શ્રમણોપાસકની કથામાં આવી ગયેલ છે ત્યાંથી જાણી લેવું) તે એકાકી, અદ્વિતીય થઈને દર્ભના સંથારા, પર બેસીને શ્રમણ ભગવંત મહાવીર પાસે ગ્રહણ કરેલ ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકારીને વિચારવા લાગ્યા. ૦ ચુલશતકને થયેલ ઉપસર્ગથી ચલિત થવું : ત્યારપછી મધ્યાત્રિએ તે ચુલશતક શ્રમણોપાસક સમક્ષ એક દેવ પ્રગટ થયો તે દેવ એક નીલકમલ, ભેંસના શીંગડા અને અલસીના ફૂલની પ્રભા જેવી તથા તીણ ધારવાળી મોટી તલવાર હાથમાં લઈને બોલ્યો – અરે ઓ ચુલ્લશતક શ્રમણોપાસક ! જો કે તને શીલ – યાવત્ – પૌષધોપવાસથી ચલિત થવાનું – યાવત્ – પરિત્યાગ કરવાનું કલ્પતું નથી, તો પણ જો તું આજે શીલ – યાવત્ – પૌષધોપવાસોને ખંડિત નહીં કરે તો હું હમણાં જ તારા મોટા પુત્રને ઘરમાંથી બહાર લાવીને તારી જ સામે તેની હત્યા કરીશ, હત્યા કરીને તેના માંસપિંડના સાત ટુકડા કરી કરીને તેને તેલથી ભરેલી કડાઈમાં પકાવી, પકાવીને તારા શરીર પર માંસ અને લોહી છાંટીશ. જેનાથી તે આર્તધ્યાન વશ થઈ, દુસ્સહ દુઃખથી પીડિત થઈને અકાળે જ જીવિતથી રહિત થઈશ. તે ચુલશતક શ્રમણોપાસક તે દેવના આ કથનને સાંભળીને નિર્ભય – યાવત્ – ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. ત્યારપછી તે દેવે ચુલ્લશતક શ્રમણોપાસકને નિર્ભય – યાવત્ – ધર્મધ્યાનમાં સ્થિર જોયો – યાવત્ – (મોટા, વચલા, નાના પુત્રને મારવા વિષયક વર્ણન આ પૂર્વે ચુલની પિતા શ્રાવકની કથામાં વિસ્તારથી આવેલ જ છે તે જ પ્રમાણે સર્વ કથાનક અહીં પણ સમજી લેવું) તેણે મોટા પુત્રને લાવીને તેની સામે વધ કરી, તેના માસપિંડના સાત ટુકડા કર્યા. ટુકડા કરીને તેલ ભરેલી કડાઈમાં પકાવ્યા, પકાવીને માંસ અને લોહી વડે ચુલશતક શ્રમણોપાસકને શરીરને સીંચ્યું. ત્યારે તે યુદ્ધશતક શ્રમણોપાસકે તે તીવ્ર, વિકટ, કર્કશ, પ્રગાઢ, પ્રચંડ, દુઃખદ, કસ્સહ વેદનાને ક્ષમા તિતિક્ષા અને સમભાવપૂર્વક સહન કરી. આ જ રીતે વચલા પુત્રની હત્યા કરી નાના પુત્રની પણ હત્યા કરી અને ચુલશતકે તે વેદના સહન કરી (ઇત્યાદિ વર્ણન ચુલનીપિતા મુજબ જાણવું.) ત્યારપછી તે દેવે ચુલશતક શ્રમણોપાસકને નિર્ભય – યાવતું – ધર્મ ધ્યાનમાં રત Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આગમ કથાનુયોગ-૫ જોયો, જોઈને ચોથીવાર ચુલ્લશતકને આ પ્રમાણે કહ્યું અરે ઓ ચુલ્લશતક શ્રમણોપાસક ! – યાવત્ – જો તું આજે શીલવત – યાવત્ - છોડીશ નહીં તો હું હમણાં જે તેં જ છ કોટિ સુવર્ણકોષમાં રાખેલ છે, છ કોટિ સુવર્ણ જે વ્યાપારમાં નિયોજેલ છે, છ કોટિ સુવર્ણ જે ગૃહોપકરણમાં પ્રયુક્ત છે તેને ઘરમાંથી લાવીશ, લાવીને આલભિકા નગરીના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો, રાજમાર્ગો, સામાન્ય માર્ગો આદિમાં ચારે તરફ વિખેરી દઈશ. જેનાથી તે આર્તધ્યાન વશ થઈ, વિકટ દુઃખોથી પીડિત થઈ કસમયે જ જીવનથી હાથ ધોઈ બેસીશ. તે દેવ દ્વારા આ પ્રમાણે કહેવાયા છતાં તે ચુલશતક શ્રમણોપાસક નિર્ભય – થાવત્ – ધર્મધ્યાને સ્થિર રહ્યો. ત્યારે તે દેવે યુદ્ધશતક શ્રમણોપાસકને નિર્ભય – યથાવત્ – સ્થિર જોયો. જોઈને તેણે બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું, અરે ઓ શ્રમણોપાસક ચુલશતક ! – યાવત્ – હજી પણ તું આજે શીલવતને – યાવત્ – ખંડિત નહીં કરે તો હું હમણાં જ તારા આ છ કોટિ સુવર્ણ જે કોષમાં રાખેલ છે – યાવત્ ગૃહોપકરણમાં પ્રયુક્ત છે તેને તારા ઘરમાંથી લાવીને શૃંગાટકો – યાવત્ – સામાન્ય માર્ગો પર ચારે તરફ વિખેરી નાંખીશ. જેના લીધે તું આર્તધ્યાન અને દુસ્સહ દુઃખથી પીડિત થઈને જીવનથી રહિત થઈ જઈશ. ત્યારે તે યુદ્ધશતક શ્રમણોપાસકને તે દેવે બીજી–ત્રીજી વખત આ પ્રમાણે કહ્યું ત્યારે આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. (ઇત્યાદિ બધું જ વર્ણન યુલન પિતાદિ શ્રાવકની કથા પ્રમાણે સમજી લેવું.) – યાવત્ – મારે આ પુરુષને પકડી લેવો એ ઉચિત છે. આ પ્રમાણે વિચાર કર્યો અને પકડવા માટે દોડ્યો. પરંતુ તે દેવ આકાશમાં ઉડી ગયો અને ચુલ્લશતકના હાથમાં થાંભલો આવી ગયો. ત્યારે તે જોરજોરથી ચીસો પાડવા લાગ્યો. ૦ બહુલાભાર્યાનો પ્રશ્ન – યુદ્ધશતકનો ઉત્તર : ત્યારપછી બહુલાભાર્યા તે કોલાહલ શબ્દને સાંભળીને અને અવધારીને જ્યાં ચુલ્લશતક શ્રમણોપાસક હતો ત્યાં આવી, આવીને શ્રમણોપાસક ચુલશતકને પૂછયું, હે દેવાનુપ્રિય ! આપ મોટે મોટેથી કોલાહલ કેમ કર્યો ? બહુલાભાર્યાનો પ્રશ્ન સાંભળીને ચુલશતક શ્રમણોપાસકે કહ્યું કે, ખરેખર ! એ પ્રમાણે હું જાણતો નથી કે તે પુરુષ કોણ હતો, જેણે અત્યંત કુદ્ધ, રણ, કુપિત, વિકરાળ થઈને દાંતોને કચકચાવતા નીલકમલ, ભેંસના શીંગડા, અલસીના ફૂલ જેવી નીલપ્રભા અને તીક્ષ્ણ ધારવાળી એક મોટી તલવાર હાથમાં લઈને મને એમ કહ્યું કે, અરે ઓ ચુલશતક શ્રમણોપાસક ! – યાવત્ – જો તું આજે શીલવ્રતનો – યાવત્ – ભંગ નહીં કરે તો હું આજ સમયે તારા મોટા પુત્રને ઘરમાંથી ઉઠાવી લાવીશ – થાવત્ – તું જીવનથી રહિત થઈ જઈશ. ત્યારે હું તે પુરુષે આમ કહ્યા છતા પણ નિર્ભય – યાવત્ – ધર્મધ્યાને સ્થિર રહ્યો - યાવત્ – (મોટા પુત્ર, વચલા પુત્ર અને નાના પુત્રના સાત-સાત ટુકડા કર્યા. તેના માંસને તેલથી ભરેલી Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૧૯ કડાઈમાં પકાવ્યું, પકાવીને તેના માંસ અને લોહી વડે મારા શરીરને લિપ્ત કર્યું ઇત્યાદિ સર્વે વર્ણન ઉપસર્ગમાં કર્યા મુજબ અહીં પણ સમજી લેવું) તે પુરુષે જ્યારે મને નિર્ભય અને સ્થિર જોયો ત્યારે ચોથી વખત પણ આ પ્રમાણે કહ્યું ઓ ચુલ્લશતક શ્રમણોપાસક ! – યાવતુ – જો તું હમણાં જ પોતાના શીલવતનો - યાવત્ – ભંગ નહીં કરે તો હું અત્યારે જ તેં કોષમાં રાખેલ છ કોટિ સુવર્ણ વ્યાપારમાં નિયોજિત છ કોટિ સુવર્ણ અને ગૃહોપકરણમાં પ્રયુક્ત છ કોટિ સુવર્ણને તારા ઘરમાંથી ઉઠાવી લઈશ અને લાવીને આલભિકા નગરીના શૃંગાટકો – યાવત્ – સામાન્ય માર્ગો પર ઢોળી દઈશ – યાવત્ – ત્યારે મને થયું કે, હું આ પુરુષને પકડી લઉં, એમ વિચારીને હું દોડ્યો, ત્યાં તો તે પુરુષ આકાશમાં ઊંચે ઉડી ગયો. મારા હાથમાં થાંભલો આવ્યો અને હું ચીસો પાડવા લાગ્યો. ત્યારે બહુલાભાર્યાએ ચુલશતક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, કોઈ પુરુષે તમારા મોટા પુત્ર કે વચલા પુત્ર કે નાના પુત્રને માર્યા નથી. (ઇત્યાદિ સર્વ કથન પૂર્વવતુ જાણવું) આ તો કોઈ પુરુષે તમને ઉપસર્ગ કરેલ છે. તમે કોઈ મિથ્યા – ભયંકર દૃશ્ય જોયેલ છે. હવે તમારા વત, નિયમ, પૌષધ ખંડિત થઈ ગયાં છે. તેથી હે દેવાનુપ્રિય ! આ સ્થાનની આલોચના કરો – યાવત્ – યથોચિત પ્રાયશ્ચિત્ત કરીને તપ કર્મને સ્વીકારો. ૦ યુદ્ધશતકે કરેલ પ્રાયશ્ચિત્ત અને ઉપાસક પ્રતિમા સ્વીકાર : ત્યારે ચુલશતક શ્રમણોપાસકે બહુલા ભાર્યાના કથનને “તહત્તિ” કહીને વિનયપૂર્વક સ્વીકાર્યું. સ્વીકારીને તે સ્થાનની (પોતાના અનાચરણની) આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગ, નિવૃત્તિ, અકરણવિશુદ્ધિ કરી અને યથોચિત પ્રાયશ્ચિત્ત સ્વીકારી તપ કર્મ અંગીકાર કર્યું. ત્યારપછી ચુલ્લશતક શ્રમણોપાસકે પહેલી ઉપાસક પ્રતિમાને સ્વીકારી. ત્યારપછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠી, સાતમી, આઠમી, નવમી, દશમી, અગિયારમી ઉપાસક પ્રતિમા અંગીકાર કરી. અગિયારે શ્રાવકપ્રતિમાની યથાસૂત્ર, યથાકલ્પ, યથાવિધિ, યથાતત્ત્વ સમ્યક્ પ્રકારે સ્પર્શના કરી, પાલન કર્યું, શોધિત કરી, પૂર્ણ કરી, કીર્તિત કરી અને આરાધિત કરી. ત્યારપછી તે ચુલ્લશતક શ્રમણોપાસક તે ઉદાર, વિપુલ, પ્રયત્નસાધ્ય, તપોકર્મને ગ્રહણ કરીને શુષ્ક, રુક્ષ, નિર્માસ, અસ્થિવૃત્ત, કડકડાટ કરતી, કૃશ અને ઉભરી આવેલી નાડીયુક્ત શરીરવાળો થઈ ગયો. ૦ ચુલશતકનું અનશન–સમાધિમરણ અને ગતિ : ત્યારપછી કોઈ એક મધ્યરાત્રિએ ધર્મજાગરણા કરતા ચુલ્લશતકને આવો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે – (ઇત્યાદિ સર્વ વર્ણન આનંદ અને કામદેવ શ્રમણોપાસકના કથાનક મુજબ અહીં પણ સમજી લેવું) હું અંતિમ મારણાંતિક સંલેખના ઝૂમણાનો સ્વીકાર કરીને, ભોજન–પાણીનો ત્યાગ કરીને જીવન-મરણની આકાંક્ષા ન કરતા પોતાનો સમય વ્યતીત કરું – યાવત્ – તેણે અપશ્ચિમ ભારણાંતિક સંખના-ઝૂમણાનો સ્વીકાર કર્યો. ભક્ત પાનનો ત્યાગ કર્યો – યાવત્ – વિચારવા લાગ્યો. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આગમ કથાનુયોગ-૫ ત્યારે તે યુદ્ધશતક શ્રમણોપાસકે ઘણાં જ શીલવત – યાવતુ – પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કરતા વીસ વર્ષ પર્યત શ્રમણોપાસક ધર્મનું પાલન કર્યું. અગિયાર ઉપાસક પ્રતિમાનું પાલન કર્યું, એક માસની સંખના દ્વારા આત્માને શુદ્ધ કર્યો. અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કર્યું, આલોચના–પ્રતિક્રમણ કર્યું, મરણ કાળે મૃત્યુ પામીને સમાધિપૂર્વક દેહત્યાગ કરી સૌધર્મકલ્પ અરૂણસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં ચુલશતક દેવની ચાર પલ્યોપમની સ્થિતિ હતી – યાવત્ – ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઉવા. ૩, ૩૪ થી ૩૬ ૦ કુંડકોલિક શ્રાવકની કથા : તે કાળે, તે સમયે કાંપિલ્યપુર નગર હતું. ત્યાં સહસ્ત્રાપ્રવન નામક ઉદ્યાન હતું. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તે કાંડિલ્યપુર નગરમાં ઋદ્ધિમાનું – યાવત્ – અપરિભૂત એવો કુંડકોલિક નામે એક ગાથાપતિ નિવાસ કરતો હતો. ૦ કુંડકોલિકની સંપત્તિ – મહત્તા અને પૂષાભાર્યા : તે કુંડકોલિક ગાથાપતિના કોષમાં છ કોટિ સુવર્ણ સુરક્ષિત હતું, છ કોટિ સુવર્ણ વ્યાપારમાં લગાવેલ હતું, છ કોટિ સુવર્ણ ગૃહોપકરણમાં નિયોજિત હતું. તેમજ દશ-દશ હજાર ગાયોનું એક એવા છે ગોકુળ હતા. તે કુંડકોલિક ગાથાપતિ પાસે અનેક રાજા, ઈશ્વર – યાવત્ – પૂછતા હતા, પરામર્શ કરતા હતા તેમજ તે પોતે પોતાના કુટુંબ પરિવારનો પણ આધાર સ્તંભ હતો – થાવત્ – સમસ્ત કાર્યોનો પ્રેરક હતો. તે કુંડકોલિક ગાથાપતિને શુભ લક્ષણો અને પરિપૂર્ણ–પંચેન્દ્રિય શરીર તથા અંગોપાંગયુક્ત એવી પૂષા નામની ભાર્યા હતી – યાવત્ – મનુષ્યસંબંધી કામભોગોને ભોગવતી વિચરતી હતી. ૦ ભગવંત મહાવીર પાસે કુંડકોલિકનું ઘર્મશ્રવણ : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – કાંડિલ્યપુર નગર હતું, જ્યાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા અને પધારીને યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. પર્ષદા વંદનાર્થે નીકળી. જિતશત્રુ રાજા પણ કોણિક રાજાની માફક નીકળ્યો – યાવત્ – પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારે કુંડકોલિક ગાથાપતિને આ સમાચાર સાંભળવામાં આવ્યા કે પૂર્વાનપૂર્વી ક્રમથી ચાલતા, ગ્રામાનુગ્રામ વિયરતા શ્રમણ ભગવંત મહાવીર અહીં આવ્યા છે, અહીં સંપ્રાપ્ત થયા છે, અહીં સમોસર્યા છે અને અહીં જ કાંપિલ્યપુર નગરની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં યથોચિત અવગ્રહ લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરી Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૨૧ રહ્યા છે – યાવત્ – (સર્વે વર્ણન પૂર્વે આનંદ, કામદેવ ઇત્યાદિના કથાનકમાં આવેલ છે, તે પ્રમાણે સમજી લેવું) જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં તે આવ્યો. – આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને યથોચિત સ્થાને સ્થિત થઈને શુશ્રુષા કરતા, નમસ્કાર કરતા, સામે વિનયપૂર્વક બંને હાથ જોડીને પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે કુંડકોલિક ગાથાપતિ અને વિશાળ પર્ષદાને – થાવત્ – ધર્મકથા કહી. પર્ષદા પાછી ગઈ રાજા પણ પાછો ગયો. ૦ કુંડકોલિક અને પૂષાએ સ્વીકારેલ શ્રાવકધર્મ : ત્યારપછી કુંડકોલિક ગાથાપતિ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને હૃદયમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થયો, આનંદિત ચિત્ત, પ્રીતિયુક્ત મન, પરમ પ્રસન્ન અને હર્ષાતિરેકથી વિકસિત હૃદયી થઈને પોતાના સ્થાનેથી ઊભો થયો. ઊભો થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી – યાવત્ – (સર્વ કથન આનંદ, કામદેવ આદિ શ્રમણોપાસકની કથામાં કર્યા મુજબ અહીં પણ સમજી લેવું) હે દેવાનુપ્રિય ! હું આપની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કરીશ – યાવત્ – કુંડકોલિકે શ્રમણ ભગવંત મહાવીરની પાસે શ્રાવકધર્મ સ્વીકાર કર્યો. (ઇત્યાદિ) ત્યારપછી તે કુંડકોલિક શ્રમણોપાસક થઈ ગયો અને તેની પત્ની પૂષા શ્રમણોપાસિકા થઈ ગઈ. તેઓ બંને જીવ–અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા થઈ ગયા – થાવત્ – તેઓ પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદછન, ઔષધિ, ભૈષજ તેમજ પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્કારક, આસન આદિથી શ્રમણ-શ્રમણીને પ્રતિલાભિત કરતા વિચારવા લાગ્યા. ૦ કુંડકોલિક અને દેવની નિયતિવાદ સંબંધે ચર્ચા - ત્યારપછી તે કુંડકોલિક શ્રમણોપાસક કોઈ દિવસે બપોરે જ્યાં અશોકવાટિકા હતી, જ્યાં પૃથ્વીશિલાપટ્ટક હતો ત્યાં આવ્યો. આવીને પોતાના નામની મુદ્રિકા અને ઉતરીય વસ્ત્ર પૃથ્વી શિલાપટ્ટક પર રાખ્યું. રાખીને શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી પ્રાપ્ત ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી વિચારવા લાગ્યો. ત્યારે તે કંડકોલિક શ્રાવક પાસે એક દેવ પ્રગટ થયો. ત્યારપછી તે દેવે કુંડકોલિકની નામાંકિત મુદ્રિકા અને ઉત્તરીય વસ્ત્રને પૃથ્વીશિલાપટ્ટક પરથી ઉઠાવ્યું. ઉઠાવીને ઘૂંઘરું સહિત, પંચરંગી શ્રેષ્ઠ વસ્ત્રો પહેરીને ઝનઝનાટ કરતો આકાશમાં સ્થિત થઈને કુંડકોલિક શ્રમણોપાસકને આ પ્રમાણે કહેવા લાગ્યો અરે ઓ કુંડકૌલિક શ્રમણોપાસક ! દેવાનુપ્રિય! મખલિપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે કે, તેમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમનું કોઈ સ્થાન નથી, પરંતુ સર્વ ભાવ નિયત છે અને શ્રમણ ભગવંત મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ અસુંદર છે કે તેમાં ઉત્થાન, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આગમ કથાનુયોગ-૫ કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ આદિનું અસ્તિત્વ છે, સર્વભાવો અનિયત છે. તે દેવના કથનને સાંભળીને પછી કુંડકૌલિક શ્રમણોપાસકે તે દેવને કહ્યું, હે દેવાનુપ્રિય ! જો પંખલિપુત્ર ગોશાલકની આ ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે કે તેમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમનું કોઈ અસ્તિત્વ નથી, પરંતુ સર્વે ભાવો નિયત છે અને શ્રમણ ભગવંત મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ અસુંદર છે કે તેમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અસ્તિત્વ છે, સર્વે ભાવ અનિયત છે, તો હે દેવાનુપ્રિય ! – તને આ આવા પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ કઈ રીતે મળેલ છે? કઈ રીતે પ્રાપ્ત થયેલ છે ? કઈ રીતે અધિગત થઈ છે ? શું આ બધું ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમથી મળેલ છે ? અથવા અનુત્થાન, અકર્મ, અબળ, અવીર્ય, અપૌરુષ અને અપરાક્રમથી પ્રાપ્ત થયેલ છે ? ત્યારે તે દેવે કુંડકૌલિક શ્રમણોપાસકને કહ્યું, હે દેવાનુપ્રિય ! મને તો આ આવા પ્રકારની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ અને દિવ્ય દેવાનુભાવ અનુત્થાન, અકર્મ, અબળ, અવીર્ય, અપૌરુષ, અપરાક્રમથી જ મળેલ છે. પ્રાપ્ત થયેલ છે, અભિસમન્વિત થયેલ છે. તે દેવનું કથન સાંભળીને પછી કંડકૌલિક શ્રમણોપાસકે તે દેવને કહ્યું, હે દેવાનુપ્રિય! જો તને આ આવા પ્રકારની દિવ્ય દેવદ્ધિ દિવ્ય દેવકાંતિ, દિવ્ય દેવાનુભાવ અનુત્થાન, અબળ, અવીર્ય, અપુરુષાર્થ અને અપરાક્રમથી મળેલ છે. પ્રાપ્ત થયેલ છે, અધિગત થયેલ છે તો જે જીવોમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ નથી તે દેવ કેમ ન થયા ? અને જો તેં આ આવા પ્રકારની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પૌરષ, પરાક્રમથી લબ્ધ કરેલ છે. પ્રાપ્ત કરેલ છે, અભિગત કરેલ છે, તો તું જે એમ કહે છે કે મખલિપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે. કેમકે - તેમાં ઉત્થાન નથી, કર્મ નથી, બળ નથી, વીર્ય નથી, પૌરુષ નથી, પરાક્રમ નથી, સર્વે ભાવ નિયત છે અને શ્રમણ ભગવંત મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ અસુંદર છે. કેમકે તેમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પૌરુષ અને પરાક્રમ છે અને સર્વે ભાવ અનિયત છે, તો તારું આ કથન મિથ્યા છે. ત્યારે તે દેવ કુંડકૌલિક શ્રમણોપાસકની આ વાત સાંભળીને શંકિત, કાંક્ષિત, સંશયયુક્ત અને હતપ્રભ થઈને, કુંડકોલિક શ્રમણોપાસકને કંઈ પણ ઉત્તર ન આપી શક્યો અને તેના નામની મુદ્રિકા તથા ઉત્તરીય વસ્ત્રને પાછું પૃથ્વીશીલાપટ્ટક પર રાખી દીધું, રાખીને જે દિશામાંથી આવ્યો હતો, પાછો તે જ દિશામાં ચાલ્યો ગયો. ૦ ભગવંત મહાવીર દ્વારા કંડકૌલિક વૃત્તાંત કથન : તે કાળે, તે સમયે ભગવંત મહાવીર સમોસર્યા. ત્યારે તે શ્રમણોપાસક કુંડકૌલિક આ સંવાદને સાંભળીને કે – શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમથી ગમન કરતા, ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં અહીં પધાર્યા છે, અહીં પ્રાપ્ત થયા છે, અહીં સમોસર્યા છે અને આ જ કાંપિલ્યપુર નગરની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહની યાચના કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૨૩ તેથી પહેલા શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરું પછી ત્યાંથી પાછો ફરીને પૌષધનું પારણું કરવું મારે માટે ઉચિત છે, આ પ્રકારે વિચાર કર્યો, વિચાર કરીને પૌષધશાળાથી નીકળ્યો, શુદ્ધ, પ્રાવેશ્ય, માંગલિક ઉત્તમ વસ્ત્રો પહેરીને જનસમૂહને સાથે લઈને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને કાંપિલ્યપુર નગરના મધ્ય ભાગમાંથી થઈને જ્યાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો, આવીને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યો, વંદન–નમસ્કાર કરીને ત્રિવિધ પર્યાપાસના દ્વારા પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે કુંડકૌલિક શ્રમણોપાસક અને તે મોટી પર્ષદાને – યાવત્ – ધર્મોપદેશ આપ્યો. હે કંડકૌલિક ! આ પ્રમાણે સંબોધિત કરી શ્રમણ ભગવંત મહાવીરે કુંડકૌલિક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે કુંડકૌલિક ! કાલે બપોરે અશોક વાટિકામાં એક દેવ તારી સામે પ્રગટ થયો. તે દેવે તારા નામની મુદ્રિકા અને ઉત્તરીય પૃથ્વીશિલાપટ્ટક પરથી ઉઠાવ્યું, ઉઠાવીને ઘુંઘરુંઓ યુક્ત પંચરંગી શ્રેષ્ઠ વસ્ત્રોને પહેરીને ઝનઝનાટ કરતો આકાશમાં અવસ્થિત થઈને તને આ પ્રમાણે કહ્યું અરે ! કુંડકૌલિક શ્રમણોપાસક ! દેવાનુપ્રિય! ગૌશાલક મંખલિપુત્રની ધર્મપ્રજ્ઞપ્તિમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પૌરુષ, પરાક્રમ નથી, સર્વ ભાવ નિયત છે – યાવત્ – (તે સર્વ વૃત્તાંત ભગવંતે કહ્યો જે સંવાદ કુંડકૌલિક અને તે દેવ વચ્ચે થયો હતો.) તે દેવ – યાવત્ – તારા નામની મુદ્રા અને ઉત્તરિય વસ્ત્ર પાછું પૃથ્વીશિલાપટ્ટક પર રાખીને જે દિશામાંથી આવ્યો હતો, એ જ દિશામાં પાછો ચાલ્યો ગયો. ' હે દેવાનુપ્રિય ! કંડકૌલિક ! શું આ કથન સત્ય છે ? હાં, ભગવન્! તે એ પ્રમાણે જ છે. ૦ ભગવંત મહાવીરનો ઉપદેશ અને કંડકૌલિકનું ધર્મ જાગરણ : હે આર્યો ! આ પ્રમાણે ઉપસ્થિત શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓને સંબોધિત કરી શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું, હે આર્યો ! જો ઘરમાં રહેનાર ગૃહસ્થ પણ અન્યતીર્થિકોના અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ, યુક્તિ અને વ્યાખ્યા દ્વારા નિરુત્તર કરી દે છે, તો હે આર્યો ! દ્વાદશાંગ રૂ૫ ગણિપિટકનું અધ્યયન કરનારા શ્રમણ નિગ્રંથ તો અન્ય મતાવલંબીઓને અર્થ, હેતુ, પ્રશ્ન, યુક્તિ અને વિશ્લેષણ દ્વારા નિરુત્તર કરવામાં સમર્થ હોય જ ને ! હે ભગવન્! એમ જ છે. કહીને તે સાધુ-સાધ્વીઓએ શ્રમણ ભગવંત મહાવીરના આ કથનને વિનયપૂર્વક સ્વીકાર્યું. ત્યારપછી તે કુંડકૌલિક શ્રમણોપાસકે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને પ્રશ્નો પૂછ્યા, પૂછીને સમાધાન પ્રાપ્ત કર્યા અને ત્યારપછી જે દિશાથી આવ્યો હતો તે દિશામાં પાછો ફર્યો. ભગવાન્ મહાવીર પણ અન્ય જનપદમાં વિહરવા લાગ્યા. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આગમ કથાનુયોગ-૫ ત્યારે તે કુંડકૌલિક શ્રમણોપાસકના અનેક પ્રકારના શીલવતો, ગુણવતો, વિરમણો, પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસો દ્વારા આત્માને ભાવિત કરતા ચૌદ વર્ષ વ્યતીત થયા અને જ્યારે પંદરમું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે કોઈ એક સમયે મધ્યરાત્રિમાં ધર્મજાગરિકાથી જાગરણ કરતા આ આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે – યાવત્ – (આ સર્વે વર્ણન પૂર્વે આનંદ અને કામદેવ શ્રાવકની કથામાં આવી ગયું છે. તે પ્રમાણે સમજી લેવું) એકાકી અને અદ્વિતીય થઈને દર્ભના સંથારા પર આરૂઢ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી પ્રજ્ઞપ્ત થયેલી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચરવા લાગ્યા. ૦ કુંડકૌલિક દ્વારા ઉપાસક પ્રતિમા ને અનશન સ્વીકાર : - ત્યારપછી કંડકૌલિક શ્રમણોપાસક પહેલી ઉપાસક પ્રતિમાનો સ્વીકાર કરીને વિહરવા લાગ્યા – યાવત્ – તેણે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠી, સાતમી, આઠમી, નવમી, દશમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાની આરાધના કરી. આ સર્વે ઉપાસક પ્રતિમાને તેણે યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ, સમ્યક્ પ્રકારે કાયા દ્વારા સ્પર્શના કરી, પાલન કર્યું, શોધન કર્યું, તીર્ણ કરી, કીર્તન કર્યું અને આરાધના કરી. ત્યારપછી તે કુંડકૌલિક શ્રમણોપાસક આ અને આવા પ્રકારના ઉદાર, વિપુલ, પ્રયત્નસાધ્ય તપોકર્મને ગ્રહણ કરીને શુષ્ક, રુક્ષ – યાવત્ – શરીર વાળો થઈ ગયો. ત્યારપછી તે કુંડકૌલિક શ્રમણોપાસકને કોઈ સમયે મધ્યરાત્રિએ ધર્મ જાગરણ કરતા આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – યાવત્ – (આ સર્વ કથન આનંદ અને કામદેવ શ્રમણોપાસકની કથામાં આવી ગયેલ છે, તે પ્રમાણે સમજી લેવું) અંતિમ મારણાંતિક સંલેખના-ઝૂસણા અંગીકાર કરીને ભક્ત–પાનનો ત્યાગ કરીને મરણની આકાંક્ષા ન કરતો કુંડકૌલિક શ્રમણોપાસક વિચારવા લાગ્યો. ૦ કંડકૌલિકનું સમાધિમરણ અને ગતિ : ત્યારે તે કુંડકૌલિક શ્રમણોપાસક અનેક પ્રકારના શીલવતો, ગુણવતો, વિરમણો, પ્રત્યાખ્યાનો, પૌષધોપવાસોથી આત્માને શુદ્ધ કરતા વીશ વર્ષનો શ્રમણોપાસક પર્યાયનું પાલન કરી, અગિયાર ઉપાસક પ્રતિમાઓનું સમ્યક્ પ્રકારે પાલન કરી, એક માસની સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરી, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરી, આલોચના - પ્રતિક્રમણ પૂર્વક સમાધિ મૃત્યુ પામ્યો. સમાધિમરણ પામીને તે કુંડકૌલિક શ્રમણોપાસક સૌધર્મકલ્પમાં સૌધર્મ અવતંસક મહાવિમાનના ઇશાન દિશિભાગમાં સ્થિત અરુણધ્વજ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો – યાવત્ – ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ હતી – યાવત્ – ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઉવા ૩, ૩૭ થી ૪૦; – ૮ – ૮ – Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૨૫ ૦ સદ્દાલપુત્ર શ્રાવકની કથા ઃ તે કાળે અને તે સમયે પોલાસપુર નામે નગર હતું. ત્યાં સહસ્રાપ્રવન નામક ઉદ્યાન હતું, ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. . સદ્દાલપુત્રનું આજીવિક ઉપાસકપણું અને સંપત્તિ : તે પોલાસપુર નગરમાં આજીવિક ગોશાલક મતનો અનુયાયી સદ્દાલપુત્ર નામક એક કુંભાર રહેતો હતો. તે આજીવિક મતમાં લબ્ધાર્થ હતો, ગૃહિતાર્થ હતો, પૃષ્ઠાર્થ હતો, વિનિશ્ચિતાર્થ હતો, અભિગતાર્થ હતો. આજીવિક મત પ્રત્યે તેનો અનુરાગ અસ્થિમજ્જા પર્યંત વ્યાપિત હતો. તે નિશ્ચિતપણે માનતો હતો કે, હે આયુષ્યમન્ ! આ આજીવિક મત જ અર્થરૂપ છે, પરમાર્થરૂપ છે અને તેના સિવાયના બધાં સિદ્ધાંતો અનર્થરૂપ છે. આ વિશ્વાસપૂર્વક તે આજીવિક મતાનુસાર આત્માને ભાવિત કરતો વિચરતો હતો. તે આજીવિકોપાસક સદ્દાલપુત્રના કોષમાં એક કરોડ સુવર્ણ સંચિત હતું, એક કરોડ સ્વર્ણ વ્યાપારમાં નિયોજિત હતું, એક કરોડ સુવર્ણગૃહસ્થી ઉપકરણોમાં પ્રયુક્ત હતું. તથા દશ હજાર ગાયોનું એક ગોકુળ હતું. તે આજીવિક સદ્દાલપુત્રની પત્નીનું નામ અગ્નિમિત્રા હતું. તે સદ્દાલપુત્ર આજીવિકોપાસકની પોલાસપુર નગરની બહાર ૫૦૦ વાસણની દુકાન અથવા કર્મશાળા હતી. તેમાં અનેક પુરુષો દૈનિક વેતન, ભોજન અને વેતન લઈને પ્રતિદિન પ્રભાત થતાં જ ઘણાં જ કરક, વારક, પરાત, કુંડિકા, ઘડા, નાંદ, નાના ઘડા, કળશ, અલિંજર, જંબૂલક, ઉષ્ટ્રિકા બનાવતા હતા. તેમજ બીજા પણ ઘણાં લોકો દૈનિક મજુરી, ભોજન અને વેતન લઈને સવાર થતાં જ ઘણાં જ કરક, વારક, પિઠર, ઘડા, ઘડી, કળશ, આલિંજર, જંબૂલક, ઉષ્ટ્રિકા આદિ લઈને રાજમાર્ગો પર બેસીને તેનું વેચાણ કરવા લાગી જતા હતા. ૦ દેવે સદ્દાલપુત્ર પાસે કરેલ ભ.મહાવીરની પ્રશંસા : ત્યારપછી તે આજીવિકોપાસક સદ્દાલપુત્ર કોઈ એક સમયે બપોરના સમયે જ્યાં અશોકવાટિકા હતી, ત્યાં આવ્યો અને આવીને ગોશાલ મંખલિપુત્ર પાસેથી ગ્રહણ કરેલી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી વિચરવા લાગ્યો. ત્યારપછી તે આજીવિકોપાસક સદ્દાલપુત્રની પાસે એક દેવ આવ્યો. ત્યારપછી ઘુંઘરુઓથી યુક્ત પંચવર્ણી ઉત્તમ વસ્ત્રોને પહેરીને આકાશમાં અવસ્થિત તે દેવે સદ્દાલપુત્ર આજીવિકોપાસકને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય !– કાલે પ્રાતઃકાળે અહીં મહામાહણ, અહિંસક, અપ્રતિહત જ્ઞાનદર્શનના ધારક, અતીત, વર્તમાન, ભવિષ્ય ત્રણે કાળના જ્ઞાતા, અર્હત, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રૈલોકય વહિત, મહિત, પૂજિત, દેવ, મનુષ્ય, અસુરોના અર્ચનીય, પૂજનીય, વંદનીય, નમસ્કારણીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ, જ્ઞાનસ્વરૂપ, પર્યાપાસનીય, તથ્ય કર્મ સંપદા સંપ્રયુક્ત સત્કર્મ રૂપ સંપત્તિથી યુક્ત ભગવાન્ મહાવીર પધારશે. તેથી તું તેને વંદન કરજે, નમસ્કાર કરજે, તેમનું સત્કાર–સન્માન કરજે અને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ આગમ કથાનુયોગ-૫ કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યરૂપ તેમની પર્યાપાસના કરજે તથા પ્રાતિહારિક પીઠ, ફલક, શચ્યા, સંસ્તારક આદિ હેતુ તેમને આમંત્રિત કરજે. બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું અને કહીને પછી જે દિશામાંથી પ્રાદુર્ભત થયો હતો, પાછો તે જ દિશામાં ચાલ્યો ગયો. ૦ સદાલપુત્રનો ગોશાલક વંદન સંકલ્પ : ત્યારપછી તે દેવની આ વાત સાંભળીને આજીવિકોપાસક સદ્દાલપુત્રને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતીત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, મહામાયણ, અપ્રતિહત જ્ઞાનદર્શનના ધારક અતીત–વર્તમાન, અનાગત કાળના જ્ઞાતા, અહંત, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રણે લોક અત્યંત હર્ષપૂર્વક જેના દર્શનને માટે ઉત્સુક રહે છે, જેની સેવાની વાંછા રાખે છે, પૂજા કરે છે તેવા – (તથા) – દેવ, મનુષ્ય અને અસુરો દ્વારા અર્ચનીય, પૂજનીય, વંદનીય, નમસ્કરણીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યસ્વરૂપ, પર્યાપાસનીય, સત્કર્મ સંપત્તિયુક્ત ગોશાલ સંખલિપુત્ર કાલે અહીં પધારશે. ત્યારે હું તેને વંદન–નમસ્કાર કરીશ, તેમનું સત્કાર-સન્માન કરીશ, કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યરૂપ તેમની પર્યપાસના કરીશ, અને પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્કારક હેતુ આમંત્રિત કરીશ. ૦ ભગવાન મહાવીર પાસે સદાલપુત્રનું ઘર્મશ્રવણ : ત્યારપછી કાલરાત્રિ વીતી ગયા પછી પ્રભાત થયું ત્યારે નીલા અને અન્ય પ્રકારના કમળના શોભાવાળા રૂપથી ખિલ્યા પછી, ઉજ્વલ પ્રભા અને લાલ અશોક, કિંશુક, પોપટની ચાંચ, ચણોઠીના અર્ધ ભાગના રંગની સંદેશ લાલિમાયુક્ત કમલવન સમૂહને વિકસિત કરનારા, દિવસને કરનારા સહસ્રરશ્મિયુક્ત સૂર્યનો ઉદય થયા પછી પોતાના તેજસહિત ઉદિત થયા પછી શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – જ્યાં પોલાસપુર નગર હતું, જ્યાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું, ત્યાં આવ્યા. આવીને યથાયોગ્ય અવગ્રહ લઈને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. પર્ષદા વંદનાર્થે નીકળી. જિતશત્રુરાજા પણ કોણિક રાજાની માફક નીકળ્યો – થાવત્ – પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારપછી આજીવિકોપાસક સદાલપુત્રએ આ વૃત્તાંતને સાંભળ્યો કે, શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા, રામાનુગ્રામ વિચરતા અહીં આવ્યા છે, અહીં પ્રાપ્ત થયા છે, અહીં સમોસર્યા છે અને આ પોલાસપુર નગરની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ ને તપથી આત્માને ભાવિત કરતા રહ્યા છે. તો હું જઉં અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરું, તેમના સત્કાર-સન્માન કરું, કલ્યાણ, મંગલ, દેવ, દૈત્ય સ્વરૂપ તેમની પર્કપાસના કરું. આ પ્રમાણે તેણે વિચાર કર્યો. આવો વિચાર કરીને સદાલપુત્રએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક-મંગલ અને પ્રાયશ્ચિત્ત કર્યા. શુદ્ધ, પ્રાવેશ્ય, માંગલિક, ઉત્તમ વસ્ત્રોને પહેર્યા. અલ્પ પણ બહુમૂલ્ય આભુષણોથી શરીરને અલંકૃતુ કર્યું. મનુષ્ય સમૂહને સાથે લઈ પોતાના ઘેરથી નીકળ્યો. Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા નીકળીને પોલાસપુર નગરના મધ્ય ભાગથી નીકળ્યો. નીકળીને જ્યાં સહસ્રામવન ઉદ્યાન હતું, તેમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા. ત્યાં આવ્યો. આવીને ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન—નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને યથોચિત સ્થાને સ્થિત થઈને શુશ્રુષા કરતા, નમન કરતા, વિનયપૂર્વક, સામે બે હાથ જોડીને પર્વપાસના કરવા લાગ્યો. પર્ષદાને ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે સદ્દાલપુત્ર આજીવિકોપાસક અને તે વિશાળ યાવત્ – ધર્મદેશના આપી. ૦ ભગવંત મહાવીર પાસે સદ્દાલપુત્રનું નિવેદન :– હે સદ્દાલપુત્ર ! આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે આજીવિકોપાસક સદ્દાલપુત્રને સંબોધિત કરીને એમ કહ્યું કે, હે સદ્દાલપુત્ર ! કાલે બપોરે જ્યારે તું અશોકવાટિકામાં આવીને ગોશાલ મંખલિપુત્ર પાસેથી ગ્રહણ કરેલી ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકાર કરીને વિચરી રહ્યો હતો ત્યારે એક દેવ તારી સામે પ્રગટ થયો. ત્યારપછી તે દેવે યાવત્ તને આ પ્રમાણે કહ્યું કે, હે સદ્દાલપુત્ર ! કાલે અહીં મહામાહણ – યાવત્ - પધારશે (ઇત્યાદિ સર્વે વર્ણન પૂર્વે દેવે જે પ્રમાણે સદ્દાલપુત્રને કહ્યું હતું તે પ્રમાણે અહીં પણ જાણવું.) તો હે સદ્દાલપુત્ર ! મારું આ કથન સત્ય છે ? સદ્દાલપુત્રએ કહ્યું, હાં ! ભગવન્ ! યથાર્થ છે. ત્યારે ભગવંતે કહ્યું કે, હે સદ્દાલપુત્ર ! તે દેવે આ વાત મંખલિપુત્ર ગોશાલને લક્ષ્યમાં રાખીને કહી ન હતી. - ૧૨૭ - ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહ્યું, ત્યારે તે આજીવિકોપાસક સદ્દાલપુત્રને આવો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે આ શ્રમણ ભગવંત મહાવીર મહામાહણ, અપ્રતિહત જ્ઞાનદર્શનના ધારક, અતીત, વર્તમાન, અનાગત સમયના જ્ઞાતા, અરહા, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રૈલોક્ય વહિત, મહિત, પૂજિત, દેવ, મનુષ્ય, અસુર તથા સંપૂર્ણ લોકને અર્ચનીય, પૂજનીય, વંદનીય, નમસ્કરણીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યરૂપ, પર્યાપાસનીય – યાવત્ – સત્કર્મ સંપત્તિ સંપ્રયુક્ત છે. તેથી મારે માટે એ ઉચિત છે કે શ્રમણ ભગવંત મહાવીરને વંદન—નમસ્કાર કરીને પ્રાતિહરિક પીઠ, ફલક, શય્યા, સંસ્તારક હેતુ આમંત્રિત કરું. આ પ્રમાણે વિચાર કર્યો અને વિચાર કરીને પોતાના સ્થાનેથી ઉઠ્યો, ઉઠીને ઊભો થયો. ઊભો થઈને શ્રમણ ભગવાન્ મહાવીરને વંદન—નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! પોલાસપુર નગરની બહાર મારી ૫૦૦ કુંભકાર કર્મશાળા છે. આપ ત્યાં પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંસ્તારક ગ્રહણ કરી બિરાજો. ૦ ભ.મહાવીરનું સદ્દાલપુત્રને સંબોધન :– ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે આજીવિકોપાસક સદ્દાલપુત્રનું આ નિવેદન સ્વીકાર્યું અને સ્વીકારીને સદ્દાલપુત્ર આજીવિકોપાસકની ૫૦૦ કુંભકાર કર્મશાળામાં પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંસ્તારક ગ્રહણ કરીને ત્યાં બિરાજમાન થયા. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આગમ કથાનુયોગ-૫ ત્યારપછી કોઈ દિવસે સદાલપુત્ર આજીવિકોપાસકે હવાથી કંઈક સૂકા થયેલા માટીના વાસણોને અંદરના કોઠામાંથી બહાર લાવીને સૂકવવા માટે ધૂપમાં રાખ્યા. ત્યારે આ જોઈને શ્રમણ ભગવંત મહાવીરે સદ્દાલપુત્ર આજીવિકોપાસકને પૂછ્યું, હે સદ્દાલપત્ર ! આ માટીના વાસણ કઈ રીતે બન્યા ? ત્યારે સાલપુત્ર આજીવિકોપાસકે શ્રમણ ભગવંત મહાવીરને જણાવ્યું કે, હે ભગવન્! સર્વ પ્રથમ માટી લાવ્યો, ત્યારપછી તેને પાણીમાં ભિંજાવી, પછી રાખ અને છાણ સાથે તેને ભેળવી, ભેળવીને ચાક પર રાખી ત્યારે આ અનેક કરક, વારક, ગડુક, પરાત, ઘડા, ઘડી, કળશ, અલિંજરક, જંબૂલક અને ઉષ્ટ્રિકા આદિ બનાવ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે આજીવિકોપાસક સદાલપુત્રને એ પૂછયું કે, હે સદ્દાલપુત્ર ! આ બધાં માટીના વાસણો શું ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ વડે બનાવો છો કે ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ અને પરાક્રમ વિના બને છે ? ત્યારે સદાલપુત્ર આજીવિકોપાસકે શ્રમણ ભગવંત મહાવીરને કહ્યું, હે ભગવન્! આ બધાં વાસણો ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પૌરુષ પરાક્રમ વગર જ બને છે. ઉત્થાન, બળ, કર્મ, વીર્ય, પૌરુષ, પરાક્રમનું કોઈ અસ્તિત્વ જ નથી. બધાં ભાવો (થનારા કાર્યો) નિયત જ છે. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે આજીવિકોપાસક સદ્દાલપુત્રને કહ્યું, હે સદ્દાલપુત્ર! જો કોઈ પુરુષ હવા લાગેલા અથવા ધૂપમાં સૂકાવેલા કે પકાવાયેલા માટીના વાસણોને ચોરી લે, વિખેરી નાંખે, ફોડી નાંખે, છીનવી લે અથવા ફેંકી દે અથવા તારી અગ્રિમિત્રા ભાર્યાની સાથે વિપુલ ભોગપભોગોને ભોગવે તો શું તું તે પુરુષને દંડ આપીશ ? હે ભગવન્! હું તે પુરુષને ઉપાલંભ આપીશ, મારીશ, પીટીશ, બાંધીશ, કચળી દઈશ, તર્જના કરીશ, ચેતવણી આપીશ, તાડન કરીશ, નિર્ભર્સના કરીશ અથવા અકાળે જ મારી નાંખીશ. ત્યારે ભગવાન્ મહાવીરે કહ્યું, હે સદ્દાલપુત્ર ! જ્યારે ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પૌરુષ, પરાક્રમ નથી. સર્વે ભાવ નિયત છે. તો તારી આ માન્યતા પ્રમાણે તો કોઈ પુરુષ તારી હવા લાગેલા કે પકાવાયેલ માટીના વાસણોને ચોરતો નથી, વિખેરતો નથી, ફોડતો નથી, છીનવતો નથી, ફેંકતો નથી કે અગ્નિમિત્રા ભાર્યાની સાથે વિપુલ કામભોગોને ભોગવતો નથી. તેમજ તું તે પુરુષને ફટકારતો નથી, પીટતો નથી, બાંધતો નથી, રોંદતો નથી, તર્જના કરતો નથી, થપ્પડ વગેરે મારતો નથી. જોર-જબરજસ્તી કરતો નથી. તેની નિર્ભર્સના કરતો નથી કે કસમયે તેના પ્રાણ પણ લેતો નથી. (કેમકે સર્વે ભાવ નિયત છે.) તેનાથી વિપરીત જો કોઈ પુરુષ હવા લાગેલા, પકાવાયેલા માટીના વાસણને ચોરે છે, વિખેરી નાંખે છે, ફોડે છે, છીનવે છે, ફેંકે છે અથવા તારી અગ્નિમિત્રા પત્ની સાથે વિપુલ કામભોગ ભોગવે છે અને ત્યારે તું તે પુરુષને મારે છે, પીટે છે, બાંધે છે, રોદે છે, તર્જના કરે છે, થપ્પડ આદિ મારે છે, જોરજબરજસ્તી કરે છે, નિર્ભર્લ્સના કરે છે અને કસમયે તેને જીવિતથી રહિત કરી દે છે. તો પછી જે તું એમ કહે છે કે ઉત્થાન, બળ, Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૨૯ વીર્ય, પૌરષ પરાક્રમ નથી અને સર્વે ભાવ નિયત છે, તે કથન મિથ્યા છે. આ વાત સાંભળીને સદ્દાલપુત્ર આજીવિકોપાસક સંબુદ્ધ થયો. ૦ સદાલપુત્ર દ્વારા શ્રાવક ધર્મ સ્વીકાર : ત્યારપછી સફાલપુત્ર આજીવિકોપાસકે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! હું આપની પાસે ધર્મ શ્રવણ કરવા ઇચ્છું છું. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે આજીવિકોપાસક સાલપુત્રને તથા તે વિશાળ પર્ષદાને – ચાવત્ – ધર્મ કહ્યો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરીને અને અવધારીને તે આજીવિકોપાસક સદ્દાલપુત્ર હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રતિમાના, પરમ પ્રસન્ન, હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળો થઈને પોતાના સ્થાનેથી ઊભો થયો, ઊભો થઈને શ્રમણ. ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા અને વંદન–નમસ્કાર કરીને પછી આ પ્રમાણે કહ્યું હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું – યાવત્ – (આ સર્વકથન આનંદ અને કામદેવ શ્રાવકની કથામાં કહેવાઈ ગયેલ છે, તે પ્રમાણે જાણવું) હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકાર કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ત્યારપછી તે સદાલપુત્ર આજીવિકોપાસકે શ્રમણ ભગવંત મહાવીર પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકાર કર્યો, સ્વીકારીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને જ્યાં પોલાસપુર નગર હતું અને તેમાં જ્યાં પોતાનું ઘર હતું, તે ઘરમાં જ્યાં તેની અગ્રિમિત્રા ભાર્યા હતી ત્યાં આવ્યો, આવીને અગ્રિમિત્રા ભાર્યાને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે ! મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઇષ્ટ, અતીવ ઇષ્ટ અને રુચિકર લાગ્યો છે. તેથી તું પણ જા અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર, તેમનું સત્કાર-સન્માન કર અને કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યરૂપ તેમની પર્યુપાસના કર તથા શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાવ્રત રૂ૫ બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કર. ત્યારે તે અગ્નિમિત્રાભાર્યાએ “તહત્તિ” એમ કહીને સદ્દાલપુત્ર શ્રમણોપાસકના એ કથનને વિનયપૂર્વક સ્વીકાર કર્યું. ૦ ભ.મહાવીર પાસે અગ્નિમિત્રા દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર : ત્યારપછી સદ્દાલપુત્ર શ્રમણોપાસકે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલદીથી – યાવત્ (યાનવિષયક આ સમગ્ર વર્ણન આનંદ શ્રાવકની કથામાં તેની પત્ની શિવાનંદા જ્યારે ભગવંત મહાવીરને વંદના ગયા ત્યારે આવેલ છે, તે પ્રમાણે જ જાણવું) ધાર્મિક યાનપ્રવર સજ્જિત કરો. ત્યારે કૌટુંબિક પુરુષોએ સદ્દાલપુત્ર શ્રમણોપાસકની આ આજ્ઞા સાંભળી, સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદ ચિત્ત, પ્રીતિમના, પરમપ્રસન્ન અને હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા | ૫/૮, Jain Education international Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આગમ કથાનુયોગ-૫ - . . . . . થઈને – યાવત્ – ધાર્મિક વાનપ્રવર ઉપસ્થિત કર્યો. ત્યારપછી અગ્નિમિત્રા ભાર્યાએ સ્નાન કર્યું. બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત, કર્યા – યાવત્ – (શિવાનંદાભાર્યાની માફક) જ્યાં શ્રમણ ભગવંત વીર બિરાજમાન હતા, ત્યાં આવી, આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને યથોચિત સ્થાને સ્થિત થઈને શ્રવણને માટે ઉત્કંઠિત થઈ, નમન કરતી, વિનયપૂર્વક, અંજલિ કરીને સ્થિત થઈ પપાસના કરવા લાગી. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે અગ્રિમિત્રા અને તે વિશાલ પર્ષદાને – યાવતુ - ધર્મોપદેશ આપ્યો. ત્યારપછી અગ્નિમિત્રા ભાર્યા શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરી, હૃદયમાં અવધારીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિના, પરમપ્રસન્ન, હર્ષના વશથી વિકસિત હૃદયવાળી થઈને પોતાના આસનેથી ઉઠી, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી કરીને વંદન–નમસ્કાર કર્યા, નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી, હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું – યાવત્ – તે એ પ્રમાણે જ છે, જે પ્રમાણે આપ કહો છો. આપ દેવાનુપ્રિયની પાસે જે પ્રમાણે અનેક ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ, ભટ્ટ, યોદ્ધા, પ્રશાસ્તા, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ મુંડિત થઈને ગૃહત્યાગ કરી અનગાર ધર્મમાં પ્રવ્રજિત થયા છે, તે પ્રકારે હું આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અનગાર ધર્મમાં દીક્ષિત થવા માટે તો સમર્થ નથી. પરંતુ હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવત રૂપ બાર પ્રકારનો ગૃહીંધર્મ સ્વીકાર કરવાને ઇચ્છું છું. હે દેવાનુપ્રિયા ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી અગ્નિમિત્રા ભાર્યાએ શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવત રૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કરીને શ્રમણ ભગવાન્ મહાવીરને વિંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને ઉત્તમ ધાર્મિક રથ પર આરૂઢ થઈને જે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ગઈ. ત્યારપછી કોઈ એક દિવસે શ્રમણ ભગવંત મહાવીર પણ પોલાસપુરનગર સહસ્રામવન ઉદ્યાનથી પ્રસ્થાન કર્યું, પ્રસ્થાન કરીને બહારના જનપદોમાં વિચરવા લાગ્યા. ૦ સદાલપુત્ર અને અગ્નિમિત્રાની શ્રાવકચર્યા : ત્યારપછી તે સદ્દાલપુત્ર શ્રમણોપાસક થઈ ગયો. અગ્નિમિત્રા ભાર્યા પણ શ્રમણોપાસિકા થઈ ગઈ. તેઓ બંને જીવ–અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા થઈ ગયા – થાવત્ – તેઓ બંને શ્રમણ નિગ્રંથોને પ્રાશુક અને એષણીય એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ (આહાર), વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, ઔષધિ, ભૈષજ અને પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્કારક આદિથી પ્રતિલાભિત કરતા એવા વિચરવા લાગ્યા. ૦ ગોશાલક દ્વારા- ભ.મહાવીરનું ગુણકિર્તન : ત્યારપછી ગોશાલક મંખલિપુત્રે આ સમાચાર સાંભળ્યા કે સાલપુત્ર આજીવિક Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા સિદ્ધાંતનો ત્યાગ કરીને શ્રમણ નિગ્રંથોના સિદ્ધાંતોનો અનુયાયી થઈ ગયેલ છે ત્યારે તેણે વિચાર કર્યો કે, હું જાઉં અને સદ્દાલપુત્ર આજીવિકોપાસકની શ્રમણ નિગ્રંથોની માન્યતા છોડાવીને ફરી આજીવિક સિદ્ધાંત અંગીકાર કરાવું. આવો વિચાર કરી આજીવિક સંઘને સાથે લઈને જ્યાં પોલાસપુર નગર હતું, તેમાં જ્યાં આજીવિકા સભા હતી, ત્યાં આવ્યો. આવીને પાત્ર—ઉપકરણ આદિ રાખ્યા. પછી કેટલાંક આજીવિકોને સાથે લઈને જ્યાં સદ્દાલપુત્ર શ્રમણોપાસક હતો ત્યાં ગયો. ત્યારે સદ્દાલપુત્ર શ્રમણોપાસકે ગોશાલક મંખલિપુત્રને આવતો જોયો. જોઈને તેમનો આદર ન કર્યો, તેમના તરફ ધ્યાન ન આપ્યું, તેમનો આદર ન કર્યો, અપરિચિત માફક ઉપેક્ષા ભાવ રાખતો ચુપચાપ મૌન બેસી રહ્યો. ત્યારપછી ગોશાલ મંખલિપુત્રે સદ્દાલપુત્ર શ્રમણોપાસક દ્વારા આ પ્રકારે અનાદર અને ઉપેક્ષા કરાતી જોઈને પીઠ, ફલક, શય્યા, સંસ્તારક આદિ પ્રાપ્ત કરવા માટે શ્રમણ ભગવાન મહાવીરનું ગુણકીર્તન કરતા કહ્યું, હે દેવાનુપ્રિય ! શું અહીં મહામાહણ પધાર્યા હતા ? ૧૩૧ ત્યારે સદ્દાલપુત્ર શ્રમણોપાસકે ગોશાલ મંખલિપુત્રને પૂછયું, હે દેવાનુપ્રિય ! તે મહામાહણ કોણ છે ? ત્યારે ગોશાલ મંખલિપુત્રએ સદ્દાલપુત્ર શ્રમણોપાસકને ઉત્તર આપ્યો કે શ્રમણ ભગવંત મહાવીર મહામાહણ છે. હે દેવાનુપ્રિય ! ક્યા અભિપ્રાયથી આપ આમ કહો છો કે, શ્રમણ ભગવંત મહાવીર મહામાહણ છે ? હે સદ્દાલપુત્ર ! શ્રમણ ભગવંત મહાવીર મહામાહણ છે. કેમકે તે અપ્રતિહત જ્ઞાનદર્શનને ધારણ કરનારા અતીત, વર્તમાન, અનાગત ત્રિકાલવર્તી પર્યાયોને જાણનારા, અર્હત્, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રણે લોક દ્વારા સેવિત, પ્રતિષ્ઠિત, પૂજિત અને દેવ, મનુષ્ય, અસુરલોક દ્વારા અર્ચનીય, પૂજનીય, વંદનીય, નમસ્કરણીય, સત્કારણીય, સન્માનનીય તથા કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યરૂપ હોવાથી પર્યુંપાસનીય છે, સત્કર્મ સંપત્તિયુક્ત છે. તેથી હે દેવાનુપ્રિય ! હું એમ કહું છું કે શ્રમણ ભગવંત મહાવીર મહામાહણ છે. (ગોશાળાએ ફરી પૂછ્યું) હે દેવાનુપ્રિય ! અહીં મહાગોપ આવેલા ? (સદ્દાલપુત્રએ કહ્યું) – હે દેવાનુપ્રિય ! મહાગોપ કોણ છે ? (ગોશાલ –) શ્રમણ ભગવંત મહાવીર મહાગોપ છે. (સદ્દાલપુત્ર) હે દેવાનુપ્રિય ! આપ ક્યા કારણથી કહો છો કે શ્રમણ ભગવંત મહાવીર મહાગોપ છે ? (ગોશાલ–) હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવંત મહાવીર મહાગોપ છે, કેમકે આ સંસારરૂપી ભયાનક વનમાં અનેક જીવ નષ્ટ થઈ રહ્યા છે, વિનષ્ટ થઈ રહ્યા છે, ખવાઈ રહ્યા છે, છેદન કરાઈ રહ્યા છે, ભેદન કરાઈ રહ્યા છે, લુપ્ત (ઘાયલ) કરાઈ રહ્યા છે, વિલુપ્ત (વિકલાંગ) કરાઈ રહ્યા છે (આવા સર્વે જીવોની) ધર્મરૂપી દંડ દ્વારા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આગમ કથાનુયોગ-૫ રક્ષા કરી રહ્યા છે, સંગોપન કરી રહ્યા છે, તેમને મોક્ષરૂપી મહાસુખકારી ક્ષેત્રને સંપ્રાપ્ત કરાવી રહ્યા છે. તેથી હે સદાલપુત્ર ! હું શ્રમણ ભગવંત મહાવીરને મહાગોપ કહી રહ્યો છું. (ગોશાલ–) હે દેવાનુપ્રિય! શું અહીં મહાસાર્થવાહ પધારેલા ? (સદ્દાલપુત્ર–) હે દેવાનુપ્રિય! મહાસાર્થવાહ કોણ ? (ગોશાલ) હે સદાલપુત્ર ! શ્રમણ ભગવંત મહાવીર મહાસાર્થવાહ છે. – આપ ક્યા કારણથી શ્રમણ ભગવંત મહાવીરને મહાસાર્થવાહ કહો છો. – હે દેવાનુપ્રિય ! સદ્દાલપુત્ર ! ખરેખર એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીર સંસારરૂપી મહાઇટવીમાં અનેક જીવો જે નષ્ટ થઈ રહ્યા છે, વિનષ્ટ થઈ રહ્યા છે, ખવાઈ રહ્યા છે, છેદાઈ રહ્યા છે, ભેદાઈ રહ્યા છે, લુપ્ત થઈ રહ્યા છે, વિલુપ્ત થઈ રહ્યા છે, ઉન્માર્ગને પામ્યા છે, તેમને ધર્મરૂપી માર્ગ દ્વારા તેઓ રક્ષા કરી રહ્યા છે, મોક્ષરૂપી મહાનગરની તરફ સહારો આપી પહોંચાડી રહ્યા છે, તેથી હું એ પ્રમાણે કહું છું કે શ્રમણ ભગવંત મહાવીર મહાસાર્થવાહ છે. (ગોશાલ–) હે દેવાનુપ્રિય ! શું અહીં મહાધર્મકથી પધારેલા ? (સાલપુત્ર–) હે દેવાનુપ્રિય ! મહાધર્મકથી કોણ ? (ગોશાલ-) શ્રમણ ભગવંત મહાવીર મહાધર્મકથી છે. (સદાલપુત્ર–) હે દેવાનુપ્રિય ! આપ કૂયા અભિપ્રાયથી કહો છો કે શ્રમણ ભગવંત મહાવીર મહાધર્મકથી છે. (ગોશાલ–) હે દેવાનુપ્રિય ! ખરેખર, એ પ્રમાણે શ્રમણ ભગવાન્ મહાવીર આ વિશાળ સંસારમાં નશ્યમાન, વિનશ્યમાન, ખાદ્યમાન, છિદ્રમાન, બિદ્યમાન, લુપ્યમાન, વિલણમાન, ઉન્માર્ગગામી, સત્પથથી ભ્રષ્ટ, મિથ્યાત્વથી ગ્રસ્ત, આઠ પ્રકારના કર્મરૂપી, અંધકાર પટલના પટ્ટથી ઢંકાયેલ, ઘણાં પ્રાણીઓને અનેક પ્રકારની યુક્તિઓ, પ્રશ્નો, કારણો, વ્યાખ્યાઓ દ્વારા નિરુત્તર કરી દે છે અને ચતુર્ગતિવાળી સંસારરૂપી ભયંકર અટવીને સહારો આપીને (બહાર કાઢે છે) વિસ્તાર કરે છે. આ અભિપ્રાયથી હે દેવાનુપ્રિય! હું કહું છું કે શ્રમણ ભગવંત મહાવીર મહાધર્મકથી છે. (ગોશાલ-) હે દેવાનુપ્રિય ! શું અહીં મહાનિર્ધામક આવ્યા હતા ? (સદ્દાલપુત્ર–) હે દેવાનુપ્રિય ! મહાનિર્ધામક કોણ છે? (ગોશાલ–) શ્રમણ ભગવંત મહાવીર મહાનિર્ધામક છે. (સદ્દાલપુત્ર–) હે દેવાનુપ્રિય ! કૂયા અભિપ્રાયથી આપ કહો છો કે શ્રમણ ભગવંત મહાવીર મહાનિર્ધામક છે? (ગોશાલ–) હે દેવાનુપ્રિય ! ખરેખર, એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીર સંસારરૂપી મહાસમુદ્રમાં નષ્ટ થતાં, વિનષ્ટ થતાં, ખવાતા, છેદાતા, ભેદાતા, લુપ્ત થતા, વિલુપ્ત થતા, વડુમાણ, નિવડુમાણ અનેક પ્રાણીઓને ધર્મરૂપી નૌકા દ્વારા સહારો આપીને મોક્ષરૂપી કિનારે લઈ જાય છે. તેથી હે દેવાનુપ્રિય ! કહું છું કે શ્રમણ ભગવંત મહાવીર મહાનિર્યામક (કર્મધાર) છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૩ ૩. ૦ ભગવંત મહાવીર સાથે વાદ કરવામાં ગોશાળાનું અસામર્થ્ય : ત્યારપછી સાલપુત્ર શ્રમણોપાસકે ગોશાલ મખલિપુત્રને કહ્યું, હે દેવાનુપ્રિય ! આપ આવા છેક (ચતુર), આવા દક્ષ, આવા પ્રષ્ઠ, આવા નિપુણ, આવા નયવાદી (નિતિજ્ઞ) આવા ઉપદેશલબ્ધ, આવા વિજ્ઞાન પ્રાપ્ત છો, તો શું આપ મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીર સાથે વિવાદ–(ધર્મચર્ચા કરવામાં સમર્થ છો ? (ગોશાલે કહ્ય) ના, એ અર્થ સમર્થ નથી. (શક્ય નથી) હે દેવાનુપ્રિય ! આપ આ ક્યા કારણથી કહો છો કે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરની સાથે વિવાદ કરવામાં સમર્થ નથી ? હે સદ્દાલપુત્ર ! જેમ કોઈ તરુણ પુરુષ આત્મિક અને શારીરિક શક્તિસંપન્ન બળવાન, નિરોગી, પરિપુષ્ટ હાથ-પગવાળો, પીઠ, પાંસળી, જંઘા આદિ સુગઠિત અંગવાળો, અત્યંત સઘન, ગોળાકાર સ્કંધવાળો, લંઘન, પ્લવન, વલ્સન, વેગપૂર્વક શીઘ્રતાથી કરાનારા વ્યાયામોમાં સક્ષમ, ઈટ પત્થરના ટુકડોથી ભરેલ ચામડાની થેલી, મુદ્ગર પૌષ્ટિક, સશક્ત બનેલ શરીરવાળો, આંતરિક ઉત્સાહ અને શક્તિયુક્ત, સહોત્પન્ન તાડના બે વૃક્ષોની માફક સુદઢ અને દીર્ઘ ભૂજાવાળા, છેક, દક્ષ, નિષ્ણાત, નિપુણ, શિલ્પોપગત પુરષ એક મોટા બકરા, ઘેટા, સુવર, મુરઘો, તીતર, બટેર, લાવા, કબૂતર, કાગડો, ચીલ, બાજના હાથ, પગ, ખુર, પૂંછ, પીઠ, સીંગ, વિષાણ, વાળ આદિને ગમે ત્યાંથી પકડી લે છે, તો તેને ત્યાંજ નિશ્ચલ, નિષ્પદ કરી દે છે. આ જ પ્રકારે શ્રમણ ભગવંત મહાવીર પણ મને ઘણાં જ અર્થો, હેતુઓ, પ્રશ્રો, કારણો અને વ્યાખ્યાઓ દ્વારા જ્યાં ક્યાયથી પણ પકડી લેશે તો ત્યાંને ત્યાં જ નિરુત્તર કરી દેશે. તેથી હે સદાલપુત્ર ! હું આ પ્રમાણે કહું છું કે, તારા ધર્માચાર્ય, ધર્મઉપદેશક શ્રમણ ભગવંત મહાવીરની સાથે વિવાદ કરવામાં હું સમર્થ નથી. ત્યારે તે સદ્દાલપુત્ર શ્રમણોપાસકે ગોશાલ સંખલિપુત્રને કહ્યું, હે દેવાનુપ્રિય ! આપ મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરના સત્ય, યથાર્થ, સબૂત ભાવો દ્વારા ગુણકીર્તન કરી રહ્યા છો, તેથી હું આપને પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યાસંસ્તારકને માટે આમંત્રિત કરું છું, પણ ધર્મ કે તપ માનીને નહીં. આપ મારી કુંભારશાળામાં પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંસ્કારક ગ્રહણ કરી વિચરો. ત્યારપછી ગોશાલ મખલિપુત્રે સાલપુત્ર શ્રમણોપાસકના આ કથનને સાંભળ્યું અને સાંભળીને પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંસ્કારક લઈ વિચરવા લાગ્યા. ત્યારપછી ગોશાલ મખલિપુત્ર સદ્દાલપુત્ર શ્રમણોપાસકને અનેક પ્રકારની – આખ્યાપનાઓ, પ્રજ્ઞાપનાઓ, વિવિધ પ્રરૂપણાઓ, સંજ્ઞાપનાઓ અને વિજ્ઞાપનાઓ દ્વારા નિગ્રંથ પ્રવચનોથી વિચલિત, મુભિત અને વિપરિણામિત ન કરી શક્યો ત્યારે શ્રાંત, ફલાંત, ખિન્ન અને અત્યંત દુઃખી થઈને પોલાસપુર નગરથી નીકળ્યો અને નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરવા લાગ્યો. ૦ સદાલપુત્રની ઘર્મ જાગરિકા અને ઉપસર્ગ : ત્યારે અનેક શીલ, વ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસો દ્વારા Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આગમ કથાનુયોગ-૫ આત્માને ભાવિત કરતા તે સદ્દાલપુત્ર શ્રમણોપાસકને ચૌદ વર્ષ વ્યતીત થઈ ગયા અને પંદરમું વર્ષ પસાર થઈ રહ્યું હતું. ત્યારે કોઈ સમયે મધ્યરાત્રિએ ધર્મજાગરણા કરતા તેને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – યાવત્ – (સર્વે વર્ણન આનંદ અને કામદેવ શ્રાવકની કથા મુજબ જાણવું) તે એકાકી, અદ્વિતીય થઈને દર્ભના સંથારા પર સ્થિત થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ગ્રહણ કરેલી ધર્મપ્રજ્ઞતિનો સ્વીકાર કરી વિચરવા લાગ્યો. ત્યારપછી મધ્યરાત્રિએ તે સદાલપુત્ર શ્રમણોપાસક સન્મુખ એક દેવ પ્રગટ થયો. તે દેવે નીલકમલ, ભેંસના શીંગડા, અલસીના પુષ્પ જેવી એક મોટી તલવાર હાથમાં લઈને સદ્દાલપુત્ર શ્રમણોપાસકને કહ્યું, અરે ઓ સદ્દાલપુત્ર શ્રમણોપાસક ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા ! તુરંત, પંત, લક્ષણવાળા, હીનપુન્ય ચૌદશીયા! શ્રી, હી ધૃતિ, કીર્તિથી રહિત! ધર્મકાંક્ષી !, પૂણ્યકાંક્ષી !, મોક્ષકાંક્ષી ! ધર્મપિપાસુ !, પૂણ્યપિપાસુ ! સ્વર્ગપિપાસુ! મોક્ષપિપાસુ ! દેવાનુપ્રિય! જો કે તને શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી વિચલિત, સુમિત થવું, તેને ખંડિત કરવું, ભગ્ન કરવું, ઉક્ઝિત કરવું, તેનો ત્યાગ કરવો, પરિત્યાગ કરવો કલ્પતો નથી – પણ આજ જો તું શીલ – યાવત્ – પૌષધોપવાસને છોડીશ નહીં, ભગ્ન કરીશ. નહીં તો હું આ જ સમયે તારા જ્યેષ્ઠપુત્રને ઘેરથી લાવીશ, લાવીને તારી સામે તેને મારી નાંખીશ, મારીને તેના માંસના નવ ટુકડા કરીશ, ટુકડા કરીને તેલથી ભરેલી કડાઈમાં તળીશ, તળીને માંસ અને લોહીથી તારા શરીરને લિપ્ત કરી દઈશ. જેથી તું વિકટ આર્તધ્યાન અને દુઃખથી પીડિત થઈને કસમયે જ જીવનરહિત થઈ જઈશ. તે દેવની આ વાતને સાંભળીને પણ સદ્દાલપુત્ર શ્રમણોપાસક ભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ર, સુભિત, વિચલિત ન થયો, ગભરાયો નહીં, પણ શાંત ભાવથી ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. ત્યારપછી તે દેવે સદ્દાલપુત્ર શ્રમણોપાસકને અભીત, અત્રસ્ત, અનુહિંગ, અણુભિત, અસંભ્રાન્ત અને શાંતિથી (મૌનપૂર્વક) ધર્મધ્યાન રત બનીને વિહરતો જોયો, તે જોઈને – થાવત્ – (સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું. જુઓ કથા ચુલની પિતા શ્રાવક) સદ્દાલપુત્રના જ્યેષ્ઠપુત્રને ઘરમાંથી લાવી, તેની હત્યા કરી, તેના માંસના નવ ટુકડા કર્યા, ટુકડા કરીને તેલની ભરેલી કડાઈમાં તન્યા, તળીને સદ્દાલપુત્ર શ્રમણોપાસકના શરીરને માંસ અને લોહીથી લીપ્યું. ત્યારે તે સદ્દાલપુત્ર શ્રમણોપાસકે તે તીવ્ર, વિકટ, કઠોર, પ્રગાઢ, પ્રચંડ, દુખદ અસહનીય વેદનાને સમ્યક્ પ્રકારે સહી, ખમી, તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી. એ જ પ્રમાણે (ચુલની પિતા શ્રાવકની કથામાં જણાવ્યા પ્રમાણે) તે દેવે સદાલપુત્રના વચલાપુત્ર અને નાના પુત્રની પણ હત્યા કરી – યાવત્ – સદાલપુત્રે તે વેદના સહિષ્ણુતા, ક્ષમા, તિતિક્ષાપૂર્વક સમ્યક્ પ્રકારે સહન કરી. ત્યારપછી તે દેવે સદ્દાલપુત્ર શ્રમણોપાસકને – યાવત્ – કહ્યું કે, જો તું આજે શીલ આદિ – યાવતુ – પૌષધોપવાસોને છોડીશ નહીં, ભંગ નહીં કરે, તો હું હમણાં જ તારી ધર્મસહાયિકા, ધર્મવૈદ્યા, ધર્માનુરાગરક્તા, સમસુખદુઃખ સહાયિકા તારી અગ્નિમિત્રા Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૩૫ પત્નીને ઘરમાંથી લાવીશ, લાવીને તારી સામે જ તેણીને જીવિતથી રહિત કરી દઈશ. ત્યારે તે સદાલપુત્ર શ્રમણોપાસકને તે દેવે એ પ્રમાણે કહેવા છતાં તે અભીત – થાવત્ – ધર્મસાધનામાં રત રહ્યો. ત્યારે તે દેવે સદાલપુત્ર શ્રમણોપાસકને અભીત – યાવત્ – સાધનારત જોઈને બીજી, ત્રીજીવાર પણ પુનઃ સદ્દાલપુત્ર શ્રમણોપાસકને ફરીથી એ જ વાત કરી (ધમકી આપી) કે – યાવત્ – અગ્નિમિત્રાને હું જીવિતથી રહિત કરી દઈશ. ત્યારે તે સદાલપુત્ર શ્રમણોપાસકને આવો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, અહો ! આ પુરુષ અધમ, નીચવિચાર અને ક્રૂર પાપકર્મ કરનાર છે. જેણે પહેલા મારા મોટા પુત્રનો, પછી વચલા પુત્રનો, પછી નાના પુત્રનો ઘાત કર્યો – યાવતુ – હવે અગ્નિમિત્રા ભાર્યાને પણ મારી સામે મારવા ઇચ્છે છે. તેથી મારે માટે એ ઉચિત છે કે મારે આ પુરુષને પકડી લેવો. એવો વિચાર કરીને પકડવાને માટે પોતાના આસનેથી ઉઠ્યો, પરંતુ તે દેવ તો આકાશમાં ઉડી ગયો. સાલપુત્ર શ્રમણોપાસકના હાથમાં થાંભલો આવી ગયો. તેથી તે મોટા-મોટા અવાજે કોલાહલ કરવા લાગ્યો. ૦ અગ્નિમિત્રાને સદાલપુત્રનો ઉત્તર : ત્યારપછી અગ્રિમિત્રા ભાર્યા તે કોલાહલને સાંભળીને અને સમજીને ત્યાં આવી, આવીને સદાલપુત્ર શ્રમણોપાસકને પૂછ્યું, હે દેવાનુપ્રિય ! આપે જોર-જોરથી આટલો કોલાહલ કેમ કર્યો? ત્યારે સાલપુત્ર શ્રમણોપાસકે અગ્નિમિત્રા ભાર્યાને ઉત્તર આપ્યો, હે દેવાનુપ્રિય ! ખરેખર એ પ્રમાણે હું જાણતો નથી કે કોઈ એક પુરુષે કુદ્ધ, રુઝ, કુપિત અને ચંડિકાવત્ થઈને – યાવત્ – (સાલપુત્રે પોતાને થયેલ ઉપસર્ગનું સમગ્ર વર્ણન કર્યું. મારા હાથમાં થાંભલો આવી ગયો અને હું જોર-જોરથી કોલાહલ શબ્દો કરવા લાગ્યો. ૦ સાલપુત્રે કરેલ પ્રાયશ્ચિત્ત – ઉપાસક પ્રતિમા–અનશન સ્વીકાર : ત્યારે અગ્નિમિત્રા ભાર્યાએ સદ્દાલપુત્ર શ્રમણોપાસકને કહ્યું, કોઈ પુરુષે તમારા મોટા – યાવત્ – નાના પુત્રનો ઘાત કર્યો નથી. આ તો કોઈ પુરુષે ઉપસર્ગ કરેલ છે – વાવત્ - તેથી આ સમયે ખંડિત વ્રત, નિયમ, પૌષધવાળા થઈ ગયા છો. તેથી આ સ્થાનની આલોચના કરો, પ્રતિક્રમણ કરો, નિંદા કરો, ગહ કરો, તેનાથી નિવૃત્ત થાઓ, તેની શુદ્ધિ કરો અને આ અયોગ્ય કાર્યનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરવાને માટે તપોકર્મ સ્વીકાર કરો – થાવત્ – (ચુલનીપિતા શ્રાવકની માફક) સદ્દાલપુત્રએ યથોચિત પ્રાયશ્ચિત્ત અને તપોકર્મ ગ્રહણ કર્યા. ત્યારપછી તે સદ્દાલપુત્ર શ્રમણોપાસકે પહેલી ઉપાસક પ્રતિમા અંગીકાર કરી – થાવત્ – (આનંદ આદિ શ્રાવકોની માફક) અગિયારે ઉપાસક પ્રતિમાની યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ સમ્યક્ પ્રકારે – ચાવતું – આરાધી, તેનાથી તે સદાલપુત્ર શ્રમણોપાસક – યાવત્ – શુષ્ક, રુક્ષ, નિર્માસ – યાવતું – શરીરવાળો થઈ ગયો. ત્યારપછી તે સદાલપુત્ર શ્રમણોપાસકને કોઈ સમયે મધ્યરાત્રિએ ધર્મજાગરિકાથી જાગરણ કરતા આવો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ થયો – યાવત્ – (આ સર્વે વર્ણન Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આગમ કથાનુયોગ-૫ આનંદ અને કામદેવ શ્રાવકની કથા પ્રમાણે જાણવું) અપશ્ચિમ ભારણાંતિક સંલેખના ઝૂસણાને સ્વીકાર કરી આહાર–પાણીનો ત્યાગ કરી, જીવનમરણની આકાંક્ષા ન કરતા વિચરવા લાગ્યો. ૦ સાલપુત્રનું સમાધિમરણ અને ગતિ : ત્યારે તે સદાલપુત્ર શ્રમણોપાસક ઘણાં જ શીલવત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કરતા વીસ વર્ષ શ્રાવકપર્યાયનું પાલન કરી – યાવત્ – મૃત્યુ પામીને સૌધર્મકલ્પમાં અરુણાભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો, ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ થઈ. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ સમસ્ત દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઉવા ૩, ૪૧ થી ૪૭, આવ.પૂ.૧-. ૨૧3; – ૪ – ૪ – ૦ મહાશતક શ્રાવક કથા : તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. ત્યાં ગુણશિલક નામે ચૈત્ય હતું. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તે રાજગૃહ નગરમાં મહાશતક નામક ગૃહસ્થ રહેતો હતો. જે ઋદ્ધિમાનું – યાવત્ – અનેક લોકોથી અપરિભૂત હતો. ૦ મહાશતકની સંપત્તિ આદિ : તે મહાશતક ગાથાપતિની આઠ કોટિ કાંસ્ય પરિમિત સુવર્ણ કોષમાં સુરક્ષિત હતા, આઠ કોટિ કાંસ્ય પરિમિત સુવર્ણ વ્યાપારમાં વિનિયોજિત હતી અને આઠ કોટિ કાંસ્યા પરિમિત સુવર્ણ ગૃહોપકરણમાં પ્રયુક્ત હતા. તેને દશ-દશ હજાર ગાયોનું એક એવા આઠ ગોકુળ હતા. તે મહાશતક ગાથાપતિ અનેક રાજા – યાવત્ – કૌટુંબિક પુરુષોમાં સલાહ દેવામાં યોગ્ય, વિચાર વિમર્શમાં સમર્થ હતો. તથા પોતાના કુટુંબમાં પણ મેઢીભૂત – યાવત્ – સર્વ કાર્યોમાં નિર્દેશક હતો. તે મહાશતકને રેવતી વગેરે તેર પત્નીઓ હતી તે બધી શુભલક્ષણોથી યુક્ત, પરિપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળી હતી – યાવત્ – મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતી સમય વ્યતીત કરતી હતી. તે મહાશતકની રેવતી ભાર્યાની પાસે પિયરથી મળેલ આઠ કોટિ સુવર્ણ તથા દશ– દશ હજાર ગાયોનું એક એવા આઠ ગોકુળ વ્યક્તિગત સંપત્તિના રૂપમાં હતા તથા બાકી બાર પત્નીઓની પાસે તેના–તેના પિયરથી પ્રાપ્ત એક–એક કોટિ સુવર્ણ અને દશ-દશ હજાર ગાયોવાળું એક એક ગોકુળ હતું. ૦ ભગવંત મહાવીર પાસે મહાશતકની ગૃહી–ઘર્મ પ્રતિપત્તિ : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહનગરમાં પધાર્યા. પર્ષદા નીકળી. કોણિક રાજાના વર્ણન સદશ શ્રેણિક રાજા પણ નીકળ્યો – યાવત્ – તે Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૩૭ પર્યુપાસના કરવા લાગ્યો. ત્યારપછી મહાશતક ગાથાપતિએ આ વૃત્તાંત જાણ્યો કે, શ્રમણ ભગવંત મહાવીર - યાવત્ – રાજગૃહ નગરીના ગુણશિલક ચૈત્યમાં – યાવત્ - બિરાજમાન છે. (શેષ સર્વ વર્ણન આનંદ આદિ શ્રાવકોની કથા પ્રમાણે જ જાણવું) – યાવત્ – શ્રમણ ભગવંત મહાવીરે મહાશતક ગાથાપતિ અને તે વિશાળ પર્ષદાને – યાવત્ - ધર્મ કહ્યો. પર્ષદા પાછી ફરી, રાજા પણ પાછો ગયો. ત્યારપછી મહાશતક ગાથાપતિ શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરી, હૃદયમાં અવધારી હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમના, પરમ પ્રસન્ન અને હર્ષના વશથી વિકાસમાન હદયવાળા થઈને પોતાના આસનેથી ઉદ્દયો, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી - યાવત્ – (આનંદ આદિ શ્રાવકની કથામાં જણાવ્યા પ્રમાણે) મહાશતક ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસે શ્રાવક ધર્મ ગ્રહણ કર્યો. વિશેષ ફક્ત એટલું કે તેણે આઠ કોટિ કાંસ્ય પરિમિત સુવર્ણ આદિ કોષમાં રાખ્યા અને આઠ ગોકુળ રાખવાની મર્યાદા કરેલી. રેવતી આદિ તેર પત્નીઓ સિવાય શેષ મૈથુનસેવનનો પરિત્યાગ કર્યો. આ અને આ પ્રકારે વિશેષ અભિગ્રહ કર્યો કે પ્રતિદિન લેણદેણમાં બે દ્રોણ પરિમાણ કાંસ્ય પરિમિત સુવર્ણની મર્યાદા રાખીશ. ત્યારપછી તે મહાશતક જીવ–અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયો – યાવત્ – પ્રાશક અને એષણીય અશન-પાન આદિથી શ્રમણ નિગ્રંથોને પ્રતિલાભિત કરતો વિચારવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્ય બાહ્ય જનપદોમાં વિચરવા લાગ્યા. ૦ ભોગાભિલાષિણી રેવતીના અનુચિત વર્તનો : ત્યારપછી તે રેવતી ગાથાપત્નીને કોઈ એક સમયે મધ્યરાત્રિએ કૌટુંબિક કાર્યોના સંબંધમાં વિચાર કરતા આ આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે હું આ મારી બાર શૌક્યના વિદનને કારણે મહાશતક શ્રમણોપાસકની સાથે વિશિષ્ટ પ્રકારના મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવી શકતી નથી. – તેથી મારે માટે એ સારું થશે કે હું આ બારે શૌજ્યપત્નીને અપ્રિયોગ, શસ્ત્રપ્રયોગ કે વિષપ્રયોગ દ્વારા મારીને તેઓની એક-એક કરોડ સુવર્ણમુદ્રા અને એક-એક ગોકુળને પ્રાપ્ત કરું અને મહાશતક શ્રમણોપાસકની સાથે મનુષ્ય સંબંધી અલૌકિક કામભોગોને ભોગવું આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો અને આવો વિચાર કરીને તે બારે શૌક્યપત્નીના ગુપ્ત છિદ્રો અને વિવરોને શોધવા લાગી. ત્યારપછી તે રેવતી ગાથાપત્નીને કોઈ દિવસે તે બારે સપત્નીઓના ગુણભેદોને જાણીને છ સપત્નીઓને શસ્ત્રપ્રયોગ વડે મારી નાંખી અને છ સપત્નીઓને વિષપ્રયોગથી મારી નાંખી. મારીને તે બારે સપત્નીઓના પીયરથી મળેલી એક–એક સ્વર્ણકોટિ અને દશ-દશ હજાર ગાયોવાળા એક એક ગોકુળને પોતાના કબ્બામાં લઈને મહાશતક શ્રમણોપાસકની સાથે ઇચ્છા પૂર્વકના મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવવા લાગી. Page #139 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૫ ત્યારપછી તે રેવતી ગાથાપત્ની માંસ લોલુપ, માંસ મૂર્છિત, માંસાનુંરાગી, માંસમૃદ્ધ, માંસ આસક્ત થઈને અનેક પ્રકારના માંસોમાં, માંસના ફૂલકોમાં, તળેલા માંસ આદિમાં, પકાવેલા માંસમાં અને સુરા, મધુક, મેરગ, મદ્ય, સીધુ, સુગંધિત શરાબ આદિનું આસ્વાદન કરતી, ખાતી–પીતી, પીવડાવતી, ભોગવતી વિચારવા લાગી. ૧૩૮ ત્યારપછી કોઈ દિવસે રાજગૃહનગરમાં અમારી ઘોષણા થઈ. ત્યારે તે માંસલોલુપ – યાવત્ – માંસાસક્ત રેવતી ગાથાપત્નીએ પોતાના પીયરના નોકરને બોલાવ્યો અને બોલાવીને તેને આ આજ્ઞા કરી કે, હે દેવાનુપ્રિય ! મારા પીયરના ગોકુળમાંથી રોજેરોજ બે–બે વાછડાને મારી અને મને પહોંચાડો. ત્યારપછી તે પિતૃગૃહના નોકરે રેવતી ગાથાપત્નીની આજ્ઞાને ‘તત્તિ' કહીને વિનયપૂર્વક સ્વીકારી, સ્વીકારીને રેવતી ગાથાપત્નીના પીયરના ગોકુળમાંથી પ્રતિદિન બે— બે વાછડ઼ાને મારીને રેવતી ગાથાપત્નીને તે પહોંચાડવા લાગ્યો. ત્યારે તે રેવતી ગાથાપત્ની તે વાછડાના માંસને, લોઢાના શલાકો પર સેકીને, ઘી આદિમાં તળીને અને અગ્નિ પર સેકીને તે ટુકડાને સુરા, મધુ, મેરક, મદ્ય, સીંધુ અને પ્રસન્ન નામક મદિરાઓનું આસ્વાદન કરતી, વિસ્વાદન કરતી, લોલુપતાપૂર્વક તેનું સેવન કરવા લાગી. ૦ મહાશતકની ધર્મજાગરિકા અને રેવતી દ્વારા ઉપસર્ગ : ત્યારે તે મહાશતક શ્રમણોપાસકને વિવિધ પ્રકારના શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કરતા ચૌદ વર્ષ પસાર થયા અને પંદરમું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે કોઈ દિવસે મધ્યરાત્રિએ ધર્મ—જાગરણ કરતા તેને આ પ્રકારનો આધ્યાત્મિક યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો (ઇત્યાદિ સર્વ વર્ણન આનંદ શ્રાવકની કથા મુજબ જાણવું) ત્યારપછી તે દર્ભના સંથારા પર સ્થિર થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે અંગીકાર કરેલી ધર્મપ્રજ્ઞપ્તિને અંગીકાર કરી વિચરવા લાગ્યો. - ત્યારપછી કોઈ દિવસે તે રેવતી ગાથાપત્ની મદિરાથી ઉન્મત્ત બની, વિખરેલા વાળ સાથે, પોતાના ઉત્તરીય વસ્રને વારંવાર ફેંકતી, જ્યાં પૌષધશાળા હતી, જ્યાં મહાશતક શ્રમણોપાસક હતો ત્યાં આવી, આવીને મોહ અને ઉન્માદજનક કામોદ્દીપક કટાક્ષ અને સ્ત્રી ભાવોનું વારંવાર પ્રદર્શન કરતી મહાશતક શ્રમણોપાસકને આ પ્રમાણે કહેવા લાગી. ઓ મહાશતક શ્રમણોપાસક ! ધર્મકાંક્ષી ! પુણ્યકાંક્ષી ! સ્વર્ગકાંક્ષી ! મોક્ષકાંક્ષી ! ધર્મ, પુણ્ય, સ્વર્ગ અને મોક્ષની કામના કરનારા ! ધર્મપિપાસુ !, પુણ્યપિપાસુ !, સ્વર્ગપિપાસુ ! મોક્ષપિપાસુ ! તું તે ધર્મ, પુણ્ય, સ્વર્ગ અને મોક્ષથી શું પ્રાપ્ત કરીશ ? હે દેવાનુપ્રિય ! જ્યારે તું મારી સાથે ઉદાર એવા મનુષ્યસંબંધી ભોગોને ભોગવતો વિહરતો નથી ? ત્યારે તે મહાશતક શ્રમણોપાસકે રેવતી ગાથાપત્નીના આ કથનનો આદર ન કર્યો, તેના પર ધ્યાન ન આપ્યું, પણ ઉપેક્ષા અને ઉદાસીન ભાવથી મૌનપૂર્વક ધર્મારાધનામાં નિરત રહ્યો. Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક થા એ જોઈને તે ગાથાપત્ની રેવતીએ મહાશતક શ્રમણોપાસકને બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું (સર્વ વર્ણન પૂર્વવત્ જ જાણવું.) મહાશતક શ્રાવકે રેવતી ગાથાપત્નીની આ વાતનો આદર ન કર્યો – યાવત્ ધર્મસાધનામાં રત રહ્યો. ૧૩૯ ત્યારે તે રેવતી ગાથાપત્ની મહાશતક શ્રમણોપાસક દ્વારા તિરસ્કૃત અને ઉપેક્ષિત થઈને જે તરફથી આવી હતી, તે તરફ પાછી ચાલી ગઈ. ૦ મહાશતક દ્વારા ઉપાસક પ્રતિમા અને અનશન સ્વીકાર :– ત્યારપછી તે મહાશતક શ્રમણોપાસક પ્રથમ ઉપાસક પ્રતિમા સ્વીકાર કરીને વિચરવા લાગ્યો. એ જ પ્રમાણે – યાવત્ – તેણે અગિયારે ઉપાસક પ્રતિમાની યથાશ્રુત, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ સમ્યક્ પ્રકારે સ્પર્શના કરી, પાલન કર્યું, શોધિત કરી, તીર્ણ કરી, કીર્તિત કરી, આરાધિત કરી. ત્યારપછી તે મહાશતક શ્રમણોપાસક તે ઉત્કૃષ્ટ, વિપુલ, પ્રયત્નસાધ્ય, ગ્રહણ કરેલ તપશ્ચરણથી શુષ્ક, રુક્ષ થઈ ગયો યાવત્ – તેની નાડીઓ દેખાવા લાગી યાવત્ – (આનંદ અને કામદેવ શ્રાવકની કથામાં જણાવ્યા પ્રમાણે) તેણે અપશ્ચિમ મારણાંતિક સંલેખના—ઝૂસણાનો સ્વીકાર કરી, ભક્ત–પાનનો પરિત્યાગ કરી મૃત્યુની આકાંક્ષા ન કરતો તે વિચરવા લાગ્યો. - ૦ મહાશતકને અવધિજ્ઞાનોત્પત્તિ રેવતીને નરકગમન કથન ઃ— ત્યારપછી મહાશતક શ્રમણોપાસકને શુભ અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ થતી એવી લેશ્યાઓથી તદાવરક કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે પૂર્વમાં—દક્ષિણમાં અને પશ્ચિમમાં એકએક હજાર યોજન પર્યંત લવણસમુદ્રમાં જોવા અને જાણવા લાગ્યો. ઉત્તરમાં હિમવંત પર્વત પર્યંત જોવા, જાણવા લાગ્યો. ઉદિશામાં સૌધર્મકલ્પ પર્યંત અને અધોદિશામાં પ્રથમ નરકભૂમિ રયણપ્રભામાં ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિવાળા લોલુપાચ્યુત નરક પર્યંત જોવા અને જાણવા લાગ્યો. ત્યારપછી કોઈ દિવસે તે રેવતી ગાથાપત્ની મદિરાના નશામાં ઉન્મત્ત થઈ, લડખડાતી, વિખરાયેલા વાળ સાથે, પોતાના ઉત્તરીયને વારંવાર કાઢીને સ્તનાદિ ભાગને પ્રદર્શિત કરતી પૌષધશાળામાં મહાશતક શ્રાવક પાસે આવી, તે બોલી – ઓ શ્રમણોપાસક મહાશતક ! - યાવત્ – તું મારી સાથે ભોગોપભોગ ભોગવતો કેમ વિચરતો નથી. ત્યારે મહાશતકે રેવતી ગાથાપત્નીની આ વાતનો આદર ન કર્યો – યાવત્ – મૌન રહ્યો. ત્યારપછી મહાશતક શ્રમણોપાસકને રેવતી ગાથાપત્નીએ બીજી અને ત્રીજી વખત આ પ્રમાણે કહ્યું ત્યારે ક્રોધિત, રુષ્ટ, કુપિત અને ચંડિકાવત્ રૌદ્રરૂપ ધારણ કરીને દાંતોને કચકચાવતો એવા તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. ઉપયોગ કરીને તેણે રેવતી શ્રાવિકાને આ પ્રમાણે કહ્યું– ઓ અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર ! દુરંત-પંત લક્ષણા ! હીનપુણ્યચાતુર્દશી ! શ્રી, હી, ધૃતિ, કીર્તિ વિહીન રેવતી ! તું સાત રાત્રિમાં અલસક નામના રોગથી આક્રાંત થઈને આર્ત્ત, દુ:ખિત, વ્યથિત અને વિવશ થઈને અશાંતિપૂર્વક મરણ સમયે મૃત્યુ પામી અધોલોકમાં આ રત્નપ્રભા પૃથ્વીના લોલુપાચ્યુત નામના નરકમાં ૮૪,૦૦૦ વર્ષની - -- Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આયુવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈશ. ત્યારે તે રેવતી ગાથાપત્ની શ્રમણોપાસક મહાશતકની આ વાત સાંભળીને મનોમન કહેવા લાગી. મહાશતક શ્રાવક મારાથી રીસાયો છે, મહાશતક શ્રાવકને મારા પ્રત્યે દુર્ભાવ થયો છે, ન જાણે હું ક્યા કુમોતથી મારી નંખાઈશ. આ પ્રમાણે વિચારી ભયભીત, ત્રસ્ત, વ્યથિત, ઉદ્વિગ્ર અને ભયગ્રસ્ત થઈને ધીમે ધીમે પાછી ત્યાંથી નીકળી અને નીકળીને પોતાના ઘેર આવી. આવીને ઉદાસીન અને ભગ્ર મનોરથ થઈને, ચિંતા અને શોક સાગરમાં ડૂબીને હથેલી પર મુખ રાખીને આર્ત્તધ્યાનમાં ડૂબી, ભૂમિ પર દૃષ્ટિ સ્થિર કરી વિચારમાં પડી ગઈ. - ત્યારપછી તે રેવતી ગાથાપત્ની સાત રાત્રિમાં અલસક રોગથી પીડિત થઈ વ્યથિત, દુઃખિત અને વિવશ થતી એવી મરણ સમયે મૃત્યુ પામીને રત્નપ્રભાપૃથ્વીના લોલુપાચ્યુત નામના નરકમાં ૮૪,૦૦૦ વર્ષની આયુવાળા નારકરૂપે ઉત્પન્ન થઈ. ૦ ભ.મહાવીર દ્વારા ગૌતમને મહાશતક પાસે મોકલવા : આગમ કથાનુયોગ-૫ તે કાળે, તે સમયે ભગવાન્ મહાવીર પધાર્યા - યાવત્ – પર્ષદા પાછી ફરી. હે ગૌતમ ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને કહ્યું, આ રાજગૃહનગરમાં મારો અનુયાયી મહાશતક નામે શ્રમણોપાસક પૌષધશાળામાં અપશ્ચિમ મારણાંતિક સંલેખનાની આરાધનામાં તત્પર થઈને ભોજન અને પાણીનો ત્યાગ કરીને મરણની કામના ન કરતો વિચરી રહ્યો છે – યાવત્ – (રેવતી દ્વારા કરાયેલા સમગ્ર અનુકૂલ ઉપસર્ગનું વર્ણન કર્યું અને મહાશતકે તેણીના નરકગમનનું કથન કરેલું તે પણ જણાવ્યું) હે ગૌતમ ! અંતિમ મારણાંતિક સંલેખનાની આરાધનામાં તત્પર, ભોજન—પાણીનો ત્યાગ કરેલ, શ્રમણોપાસકને બીજાને માટે સત્ય, સત્વરૂપ, તથ્યાત્મક, સદ્ભૂત એવા અનિષ્ટ, અકાંત, અનુચિત, અસુંદર, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ, વચનો બોલવા કલ્પતા નથી. તેથી હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને શ્રમણોપાસક મહાશતકને આ પ્રમાણે કહો - અંતિમ મારણાંતિક સંલેખનાની આરાધનમાં ઉદ્યત યાવત્ આવા વચનો બોલવા ન કલ્પે. - પરંતુ હે દેવાનુપ્રિય ! તેં રેવતી ગાથાપત્નીને સત્ય, સત્વરૂપ, તથ્યપૂર્ણ સદ્ભૂત હોવા છતાં અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમણામ વચનો કહ્યા છે. તેથી તમે આ સ્થાનની આલોચના કરો, પ્રતિક્રમણ કરો,નિંદા કરો, ગર્હા કરો. તેનાથી નિવૃત્ત થાઓ, વિશુદ્ધિ કરો, તે અકાર્યને માટે યથાયોગ્ય પ્રાયશ્ચિત્તને માટે ઉદ્યત થાઓ અને તપોકર્મને અંગીકાર કરો. ૦ ગૌતમના કહેવાથી ભગવંતની આજ્ઞાનુસાર મહાશતકનું પ્રાયશ્ચિત્ત : ત્યારપછી ગૌતમસ્વામીએ વિનયપૂર્વક શ્રમણ ભગવંત મહાવીરના આ કથનને “તહત્તિ” કહી સ્વીકાર કર્યો, સ્વીકારીને ત્યાંથી નીકળ્યા, નીકળીને રાજગૃહ નગરના મધ્યભાગમાંથી ચાલતા જ્યાં મહાશતક શ્રમણોપાસકનું ઘર હતું. જ્યાં મહાશતક શ્રમણોપાસક હતો ત્યાં પહોંચ્યા. ત્યારપછી મહાશતક શ્રમણોપાસકે ગૌતમસ્વામીને પોતાની તરફ આવતા જોયા Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૪૧ ત્યારે જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમના, પરમપ્રસન્ન અને હર્ષના અતિરેકથી વિકસિત હૃદયવાળા થઈને ગૌતમસ્વામીને વંદન–નમસ્કાર કર્યા - ત્યારપછી ગૌતમસ્વામીએ મહાશતક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે આખ્યાત, ભાષિત, પ્રજ્ઞપ્ત, પ્રરૂપિત. કરેલ છે કે અપશ્ચિમ ભારણાંતિક સંલેખનાની આરાધનામાં રત શ્રમણોપાસકે – વાવત્ – અમણામ વચન બોલવા કલ્પતા નથી. પરંતુ હે દેવાનુપ્રિય ! તમે રેવતી ગાથાપત્નીને સત્ય, તત્ત્વ – યથાવત્ – અમણામ વચન કહ્યા છે. હે દેવાનુપ્રિય ! તમે આ સ્થાનની આલોચના, પ્રતિક્રમણ – યાવત – યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરવા માટે ઉદ્યત થઈને તપ કર્મ સ્વીકાર કરો. ત્યારે તે મહાશતક શ્રમણોપાસકે ગૌતમસ્વામીના આ કથનને “તહત્તિ" કહી વિનયપૂર્વક સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તે સ્થાનની આલોચના કરી, પ્રતિક્રમણ કર્યું – થાવત્ – યથોચિત પ્રાયશ્ચિત્ત કરવા તત્પર થઈ તપ કર્મ અંગીકાર કર્યું. ૦ ગૌતમનું પાછા જવું અને મહાશતકનું મરણ તથા ગતિ: ત્યારપછી ગૌતમસ્વામીએ મહાશતક શ્રમણોપાસકની પાસેથી પાછા ફર્યા અને રાજગૃહનગરની મધ્યમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજતા હતા, ત્યાં આવ્યા અને આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન– નમસ્કાર કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરી વિચરવા લાગ્યા. ત્યારપછી કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીરે રાજગૃહથી પ્રસ્થાન કર્યું અને અન્ય બાહા જનપદોમાંથી વિચારવા લાગ્યા. ત્યારે તે મહાશતક શ્રમણોપાસક અનેક પ્રકારના શીલવત, ગુણવ્રત, વિરમણ પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસથી આત્માને ભાવિત કરતા વીશ વર્ષપર્યંત શ્રમણોપાસક પર્યાયનું પાલન કર્યું, અગિયાર ઉપાસક પ્રતિમાઓનું સમ્યક્ પ્રકારે પાલન કરી, માસિક સંખના દ્વારા આત્માને શોધિત કરી, અનશન દ્વારા સાઈઠ ભક્ત–પાનનું છેદન કરીને, આલોચના-પ્રતિક્રમણ કરી, મરણકાલે સમાધિપૂર્વક મૃત્યુ પામીને સૌધર્મકલ્પના અરુણાવયંસક વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો, ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ છે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વદુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઉવા ૩, ૪૮ થી પ૬; – ૪ – ૪ – ૦ નંદિનીપિતા શ્રાવકની કથા - તે કાળે, તે સમયે શ્રાવતી નામની નગરી હતી, ત્યાં કોષ્ઠક નામે ચૈત્ય હતું, ત્યાંના રાજાનું નામ જિતશત્રુ હતું. તે શ્રાવસ્તી નગરીમાં ધનાઢ્ય – યાવત્ - અનેક લોકો દ્વારા અપરાભૂત એવો નંદિનીપિતા નામે ગાથાપતિ નિવાસ કરતો હતો. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આગમ કથાનુયોગ-૫ ૦ નંદિનીપિતાની સંપત્તિ, મહત્તા, અશ્વિની ભાર્યા : તે નંદિનીપિતા ગાથાપતિનું ચાર કોટિ સુવર્ણ કોષમાં સુરક્ષિત હતું, ચાર કોટિ સુવર્ણ વ્યાપારમાં વિનિયોજિત હતું, ચાર કોટિ સુવર્ણ ગૃહોપકરણમાં પ્રયુક્ત હતું. દશદશ હજાર ગાયોનું એક એવા ચાર ગોકુળ તેની પાસે હતા. તે નંદિનીપિતા ગાથાપતિને અનેક રાજા – યાવત્ – સાર્થવાહ પોતપોતાના કાર્યોના વિષયમાં પૂછતા હતા, પરામર્શ કરતા હતા તથા પોતાના કુટુંબનો મેઢીભૂત – યાવતું – સર્વે કાર્યોનો નિર્દેશક હતો. તે નંદિનીપિતા ગાથાપતિની અશ્વિની નામે ભાર્યા હતી. જે અહીન અને પંચેન્દ્રિયપૂર્ણ શરીરયુક્ત હતી – યાવત્ – મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતી વિચરતી હતી. ૦ ભગવંત મહાવીર પાસે નંદિનીપિતા દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર શ્રાવસ્તીમાં પધાર્યા. પર્ષદા નીકળી. રાજા જિતશત્રુ પણ કોણિક રાજાની માફક નીકળ્યો – યાવત્ – પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારપછી તે નંદિનીપિતા ગાથાપતિએ આ વૃત્તાંત જાણ્યો કે, શ્રમણ ભગવંત મહાવીર અનુક્રમથી વિહાર કરતા – યાવત્ – અહીં શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે – યાવતું – (આનંદ અને કામદેવ શ્રાવકની માફક નંદિનીપિતા ગાથાપતિ પણ) જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યો. આવીને – યાવત્ – તે પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે નંદિનીપિતા ગાથાપતિને અને વિશાળ પર્ષદાને - યાવત્ – ધર્મોપદેશ આપ્યો – યાવત્ – (આનંદ અને કામદેવ શ્રાવકની કથામાં જણાવ્યા પ્રમાણે) તે નંદિનીપિતાએ શ્રમણ ભગવંત મહાવીર પાસે શ્રાવકધર્મ સ્વીકાર્યો. ત્યારપછી કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર શ્રાવસ્તી નગરી અને કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા અને નીકળીને બહારના જનપદમાં વિહાર કરવા લાગ્યા. ૦ નંદિની પિતા અને અશ્વિનીભાર્યાની શ્રાવકચર્યા : ત્યારપછી તે નંદિનીપિતા શ્રમણોપાસક થઈ ગયો. તે અશ્વિનીભાર્યા પણ શ્રમણોપાસિકા થઈ ગઈ. તે બંને જીવ–અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા થઈ ગયા – થાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રાણુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ આહાર, વસ્ત્ર, પાત્રાદિ, કંબલ, પાદપ્રોંછન, ઔષધિ, ભૈષજ તથા પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્મારકથી પ્રતિલાભિત કરતા વિચારવા લાગ્યા. ૦ નંદિની પિતાની ધર્મજાગરિકા, ઉપાસક પ્રતિમા, અનશન સ્વીકારા : ત્યારે તે નંદિનીપિતા શ્રમણોપાસકને અનેક શીલવતો, ગુણવતો, વિરમણો, પ્રત્યાખ્યાનો, પૌષધોપવાસો દ્વારા આત્માને ભાવિત કરતા ચૌદ વર્ષ પસાર થયા અને પંદરમું વર્ષ પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ દિવસે મધ્યરાત્રિએ ધર્મારાધનામાં જાગરણ કરતા આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ થયો – યાવત્ – (આનંદ શ્રાવકની Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૪૩ કથા મુજબ સર્વ કથન જાણવું) પૌષધવત ધારણ કરીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે સ્વીકારેલ ધર્મપ્રજ્ઞપ્તિ અંગીકાર કરી વિચારવા લાગ્યો. ત્યારપછી નંદિનીપિતા શ્રમણોપાસકે (આનંદ શ્રાવકની કથામાં જણાવ્યા પ્રમાણે) શ્રાવકની-ઉપાસકની અગિયારે પ્રતિમાની આરાધના કરી – યાવત્ – તેનું શરીર કૃશ થઈ ગયું, તેની નસો દેખાવા લાગી – યાવત્ – (આનંદશ્રાવકની માફક) અંતિમ મારણાંતિક સંખના તો સ્વીકાર કરી, ભક્તપાનનો ત્યાગ કરી, મરણની કામના ન કરતો ધર્મારાધનામાં લીન થઈ ગયો. ૦ નંદિનીપિતાનું સમાધિમરણ અને ગતિ : ત્યારે તે નંદિનીપિતા શ્રમણોપાસક અનેકવિધ શીલવત, ગુણવત વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કરી, વીસ વર્ષ પર્યત શ્રમણોપાસક ધર્મનું પાલન કરી – યાવત્ – આલોચના, પ્રતિક્રમણ કરીને સમાધિપૂર્વક મરણકાળે મૃત્યુ પામીને સમાધિમરણ પ્રાપ્ત કરીને સૌધર્મકલ્પના અરુણગવ નામના વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો – યાવત્ – ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ થઈ – યાવત્ – તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, સર્વદુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઉવા ૩, ૫૭; – – – ૦ લેતિકાપિતા અથવા સાલિદીપિતા શ્રાવકની કથા – તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામક નગરી હતી, ત્યાં કોષ્ટક નામે ચૈત્ય હતું, ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તે શ્રાવતી નગરીમાં લેતિકાપિતા નામે એક ગાથાપતિ રહેતો હતો. (તેનું નૃત્યાદિમાં નામ સાલિહીપિતા જ છે. જે ધનાય – ચાવત્ - અનેક લોકો દ્વારા અપરાભૂત હતો. તે લેતિકાપિતા ગાથાપતિના કોશમાં ચાર કોટિ સુવર્ણ સુરક્ષિત હતું, ચાર કોટિ સુવર્ણ વ્યાપારમાં સુનિયોજિત હતું ચોર કોટિ સુવર્ણ ગૃહોપફરણ આદિમાં પ્રયુક્ત હતું. દશ-દશ હજાર ગાયોનું એક એવા ચાર ગોકુળ હતા. - તે લેતિકાપિતા ગાથાપતિને અનેક રાજા – યાવત્ – સાર્થવાહ પોતપોતાના કાર્યો માટે પૂછતા હતા, પરામર્શ કરતા હતા. તેમજ તે પોતાના કુટુંબનો આધારભૂત હતો – થાવત્ – સર્વે કાર્યોની દેખરેખ રાખતો હતો. તે લેતિકાપિતા ગાથાપતિને ફાગુની નામે પત્ની હતી. જે અહીન–પ્રતિપૂર્ણ પાંચ ઇન્દ્રિયયુક્ત શરીરવાળી હતી – યાવત્ – મનુષ્યસંબંધી કામભોગ ભોગવતી વિચરતી હતી. ભગવંત મહાવીરનું પધારવું – ૮ – ૮ – લેતિકાપિતાનું ધર્મશ્રવણ અર્થે જવું – ૪ – ૪ – શ્રમણ ભગવંત મહાવીર પાસે લેતિકાપિતા દ્વારા શ્રાવકધર્મ અંગીકાર કરવો - x – ૪ – ત્યારપછી લેતિકાપિતા અને ફાગુનીભાર્યાનું શ્રમણોપાસક શ્રમણોપાસિકા થવું – ૪ – ૪ – દર્ભના સંથારા પર આરૂઢ થઈ ભગવંત મહાવીરની Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આગમ કથાનુયોગ-૫ પાસે અંગીકાર કરેલ ધર્મપ્રજ્ઞપ્તિ અંગીકાર કરીને લેતિકાપિતા દ્વારા વિચરવું – ૪ – ૪ -- લેતિકાપિતાએ અગિયાર ઉપાસક પ્રતિમાને અંગીકાર કરવી – ૪ – ૪ – તેનું શરીર ક્ષીણ થવાથી અપશ્ચિમ ભારણાંતિક સંખના-ઝૂલણા સ્વીકાર કરીને, ભોજન–પાણીનો ત્યાગ કરીને મરણની આકાંક્ષા ન કરતા વિચરવું ઇત્યાદિ સર્વે વર્ણન આનંદશ્રાવક અને કામદેવ શ્રાવકની કથામાં નોંધ્યા પ્રમાણે જાણવું. ત્યારે તે લેતિકાપિતા શ્રમણોપાસક અનેક શીલવ્રતો, ગુણવ્રતો, વિરમણો, પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસોથી આત્માને પરિમાર્જિત કરી વીસ વર્ષ પર્યત શ્રમણોપાસક પર્યાયનું પાલન કરી, એક માસની સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરી, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરી, આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિપૂર્વક મરણ સમયે મૃત્યુ પામીને સૌધર્મકલ્પ અરૂણકીલ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં તેમની સ્થિતિ ચાર પલ્યોપમની થઈ – યાવત્ – તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, સંપૂર્ણ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઉવા. ૩, ૫૮; ૦ સુદર્શન શ્રાવકની કથા - (આ કથા શ્રમણ વિભાગમાં અર્જુન માળીની કથામાં આવી ગયેલ છે.) ૦ સુદર્શન શ્રાવક કથાસાર : તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગરી હતી. તેમાં સુદર્શન નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે ધનધાન્ય સંપન્ન હતો – યાવત્ – અપરાભૂત હતો. તે સુદર્શન જીવાજીવાદિ તત્ત્વોનો જ્ઞાતા એવો શ્રમણોપાસક હતો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – ૮ – – રાજગૃહનગરના ગુણશિલક ચૈત્યમાં પધાર્યા – ૮ – ૮ – ત્યારે ઘણાં લોકો પાસેથી સુદર્શને આ વૃત્તાંત જાણ્યો – ૪ – ૪ – તેણે વિચાર કર્યો કે હું શ્રમણ ભગવંત મહાવીરના વંદનાર્થે જઉં. આવો વિચાર કરીને તેણે માતાપિતાને વિનંતી કરી કે, હું શ્રમણ ભગવંત મહાવીરને વંદનાર્થે જઉ. – – ૮ – ત્યારે માતાપિતાએ સુદર્શન શ્રેષ્ઠીને કહ્યું, હે પુત્ર ! મુદુગરપાણી યક્ષથી વશીભૂત થયેલો અર્જુનમાળી રાજગૃહની બહાર રોજ છ પુરુષો અને એક સ્ત્રીની હત્યા કરે છે. તેથી હે પુત્ર ! તું જઈશ નહીં. અન્યથા તારા શરીરને હાનિ પહોંચશે. – ૮ – ૮ – ૮ – એ રીતે માતાપિતાએ અનેક રીતે તેને સમજાવ્યો પણ જ્યારે તેઓ સમર્થ ન થયા ત્યારે કહ્યું કે, હે દેવાનુપ્રિય ! તને જેમ સુખ ઉપજે તેમ કર. – – – સુદર્શન, શ્રમણ ભગવંત મહાવીરના વંદનાર્થે જવા ઉદ્યત થયો ત્યારે મુગર પાણી યક્ષે સુદર્શન શ્રમણોપાસકને જતા જોયો, જોઈને ક્રોધથી અભિભૂત થયો – ૪ – ૪ – ત્યારે સુદર્શને મુગરપાણિ યક્ષને આવતો જોયો, જોઈને નિર્ભય તથા ત્રાસ, ઉદ્વેગ, ક્ષોભરહિત થઈને ચંચળતારહિત, સંભ્રાંતારહિત થઈ વસ્ત્ર વડે ભૂમિનું પ્રમાર્જન કરી, બંને Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૪૫ હાથ જોડી, નતમસ્તક થઈ, મસ્તકે આવર્ત કરી, અંજલિ જોડીને આ પ્રમાણે કહ્યું અરિહંતોને નમસ્કાર થાઓ – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરનારા સિદ્ધોને નમસ્કાર થાઓ – યાવત્ – પહેલા પણ મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે સ્થૂલ પ્રાણિતિપાન – યાવત્ – ઇચ્છા પરિમાણ વ્રતને સ્વીકારેલ છે. તો પણ હું ચાવજીવને માટે સર્વથા પ્રાણિતિપાતનું – યાવત્ સર્વથા પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું – ૮ – ૮ – ચારે આહારનો ત્યાગ કરું છું. જો હું આ પ્રત્યાખ્યાનથી મુક્ત થાઉં તો મને આ પ્રત્યાખ્યાન પારવું કહ્યું – ૪ – ૪ – મુદૂગરપાણિ યક્ષ તેને કોઈ રીતે વિચલિત ન કરી શક્યો – ૪ – – – – યાવત્ – તે યક્ષ અર્જુન માળીનું શરીર છોડીને ચાલ્યો ગયો. ત્યારે સુદર્શન શ્રમણોપાસકે પોતાને નિરુપસર્ગ જાણીને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી – ૮ – – સુદર્શને અર્જુન માળીને આ પ્રમાણે કહ્યું, હું જીવ-અજીવ આદિનો જ્ઞાતા સુદર્શન નામે શ્રમણોપાસક છું. ગુણશીલ ચૈત્યમાં શ્રમણ ભગવંત મહાવીરના વંદનાર્થે જઈ રહ્યો છું – – ૮ – શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં અર્જુનમાળીની સાથે પહોંચ્યો, ભગવંતને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા, પર્થપાસના કરવા લાગ્યો. ૦ આગમ સંદર્ભઃઅંત. ૨૭; ઉત્ત.નિ. ૧૧૦ + : ૦ સુમુખ ગાથાપતિ આદિની કથા : આ પૂર્વે શ્રમણ વિભાગમાં સુબાહુકુમાર આદિ દશ શ્રમણોની કથા આવી ગયેલ છે. આ દશે શ્રમણો પૂર્વભવમાં ગાથાપતિ હતા, સાધુદાનના પ્રભાવે તેઓએ મનુષ્ય-આયુનામ કર્મ બાંધ્યું, પછી સુબાહુ આદિ કુમાર થઈ દીક્ષા લીધી, દેવલોકમાં ગયા – ત્યાં દર્શના પૂર્વભવોની કથા નોંધેલી જ છે. અહીં ફક્ત તેમના પૂર્વભવના શ્રાવકપણાનો ઉલ્લેખ માત્ર કરેલ છે.) ૦ સુમુખકુમાર ગાથાપતિ કથા : સુમુખકુમાર નામે એક ગાથાપતિ જેબૂદ્વીપ અંતર્ગતુ ભારતવર્ષમાં હસ્તિનાપુર નામના નગરમાં રહેતો હતો. તેણે શુદ્ધ દ્રવ્યથી તથા ત્રિવિધ અને ત્રિકરણ શુદ્ધિથી સ્વાભાવિક, ઉદારતા સરળતા અને નિર્દોષતાથી સુદત્ત અણગારને પ્રતિલાભિત કર્યા, પોતાના સંસારને પરિમિત કર્યો. મનુષ્ય આયુનો બંધ કર્યો – યાવત્ – મૃત્યુ પામીને સુબાહુકુમાર થયો. (આ કથા વિસ્તારથી જોવા માટે જુઓ કથા – સુબાહુકુમાર – શ્રમણવિભાગમાં) – ૮ – – ૦ વિજયકુમાર કથા : મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નામે નગરી હતી, ત્યાં વિજય નામે કુમાર હતો, તેણે યુગબાહુ તીર્થકરને પ્રતિલાભિત કર્યા – યાવત્ – મનુષ્પાયુનો બંધ કર્યો. મૃત્યુ v/ Jain ducation International Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આગમ કથાનુયોગ-પ - - - - પામીને ભદ્રનંદી થયો. કથા જુઓ ભદ્રનંદી શ્રમણ. – ૪ ––– ૪ – ૦ ઋષભદત્ત ગાથાપતિ કથા : ઇષકાર નામે નગર હતું, ત્યાં ઋષભદત્ત નામે એક ગાથાપતિ રહેતો હતો. તેણે પુષ્પદત્ત સાગર અણગારને નિર્દોષ આહાર દાન આપ્યું, શુભ એવા મનુષ્યાનો બંધ કર્યો. મૃત્યુ પામીને સુજાતકુમાર થયો. કથા જુઓ “સુજાતકુમાર શ્રમણ". ૦ ધનપાલ રાજા કથા : - કૌશાંબી નામે નગરી હતી. ત્યાં ધનપાલ નામે એક રાજા હતો. તેણે વૈશ્રમણભદ્ર નામક અણગારને નિર્દોષ આહારનું દાન કર્યું. તેના પ્રભાવથી મનુષ્યના આયુષ્યનો બંધ કર્યો. મૃત્યુ પામીને સુવાસવકુમાર થયા. કથા જુઓ “સુવાસવ કુમારશ્રમણ'. – ૪ – ૪ – ૦ મેઘરથ રાજા કથા : માધ્યમિકા નામે એક નગરી હતી. ત્યાં મેઘરથ નામે રાજા હતો. તેણે સુધર્મા અણગારને ભાવપૂર્વક નિર્દોષ આહારનું દાન કર્યું. મનુષ્યાયુનો બંધ કર્યો મૃત્યુ પામીને જિનદાસકુમાર થયા. કથા જુઓ “જિનદાસ શ્રમણ”. ૦ મિત્ર રાજા કથા : મણિચયિકા નામે નગરી હતી. ત્યાં મિત્ર નામે રાજા હતો. તેણે સંભૂતિવિજય નામના અણગારને શુદ્ધ આહાર વડે પ્રતિલાભિત કર્યા. મૃત્યુ પામીને તે ધનપતિકુમાર થયો. કથા જુઓ “ધનપતિ શ્રમણ”. ૦ નાગદેવ ગાથાપતિ કથા – મણિપુર નામે નગર હતું. ત્યાં નાગદેવ નામે ગાથાપતિ હતો. તેણે ઇન્દ્રદત્ત અણગારને નિર્દોષ આહાર દાનથી પ્રતિલાભિત કર્યા. તેના પ્રભાવે મનુષ્ય આયુનો બંધ કરીને મૃત્યુ પામીને મહાબલકુમાર થયા. કથા જુઓ મહાબલ શ્રમણ. – – – ૦ ધર્મઘોષ ગાથાપતિ કથા : મહાઘોષ નામે નગર હતું, ત્યાં ધર્મઘોષ ગાથાપતિ હતો. તેણે ધર્મસિંહ નામના મુનિને નિર્દોષ આહારથી પ્રતિલાભિત કર્યા. મનુષ્યાયનો બંધ કર્યો. મૃત્યુ પામીને ભદ્રનંદીકુમાર થયા. કથા જુઓ “ભદ્રનંદી શ્રમણ”. ૦ જિતશત્રુ રાજા કથા : ચિકિત્સાનામક નગરી હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તેણે ધર્મવીર્ય Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૪૭ અણગારને નિર્દોષ આહાર પાણીથી પ્રતિલાભિત કરીને મનુષ્યાયનો બંધ કર્યો. મૃત્યુ પામીને મહાચંદ્રકુમાર થયા. કથા જુઓ “મહાચંદ્ર શ્રમણ". – ૪ – ૪ – ૦ વિમલવાહન રાજા કથા : શતકાર નામે નગર હતું, ત્યાં વિમલવાહન રાજા હતો. કોઈ વખતે ધર્મરુચિ અણગારને આવતા જોઈને ઉત્કટ ભક્તિભાવપૂર્વક નિર્દોષ આહારનું દાન કરીને પ્રતિલાભિત કર્યા. શુભ મનુષ્યાયનો બંધ કર્યો. મૃત્યુ પામીને તે વરદત્તકુમાર થયા. કથા જુઓ વરદત્ત શ્રમણ', – ૪ – ૪ – ૦ સુમુખથી વિમલવાહન પર્વતના દશે શ્રાવકની કથાના–આગમ સંદર્ભો આગમ સંદર્ભ :વિવા. ૩૭ થી ૪૬; ૦ કોણિક શ્રાવક કથા : (શ્રાવકોની કથા મૂળ આગમના ક્રમાનુસાર ચાલી રહી છે. કોણિક રાજાનું વર્ણન “ઉવવાઈ” સૂત્રમાં વિસ્તારથી છે. અનેક સ્થાને સંદર્ભરૂપે “નહીં જૂનિ" કરીને તેનો ઉલ્લેખ પણ થાય છે. તે પણ “ઉવવાઈ” – સૂત્રાનુસાર જ થાય છે. તેથી અમે આ કથા આગમ ક્રમાનુસાર અહીં લીધેલી છે.) (જો કે રાજા કૂણિકની કથા ફક્ત “ઉવવાઈમાં જ નથી, અન્ય આગમોમાં પણ તેની કથા અને ઉલ્લેખો આવે જ છે. આ આગમ સંદર્ભો આ પ્રમાણે છે–). ૦ કોણિકની કથાના આગમ સંદર્ભો :ઠા. ૮૭૦ + , ભગ. ૩૭ર થી ૩૭૪, ૫૮૮; નાયાં. ૩, ૫, અંત. ૪૮, ૫૦; પપ્પા ૧; ઉવ ૧ થી ૧૩, ૨૮ થી ૩૪, ૪૨, ૪૩; નિર. ૫, ૧૩ થી ૨૦; કપૂ. ૧, ૨; વવ.ભા. ૪૩૬૦, ૪૩૬૧ + : દસા૫૪; જીય.ભા. ૪૮૦; આવ નિ ૯૫૧, ૧૨૮૪ની , આવ રૃ.૧–. ૪૫૫, પ૬૭; ર–પૃ ૧૬૬ થી ૧૭૭; દસ ચૂ૫ ૫૧; –– ૪ – ૪ – ૦ કોણિકનો પૂર્વભવ : એક પ્રત્યંત નગર હતું, ત્યાં જિતશત્રુ રાજાનો પુત્ર સુમંગલ હતો અને અમાત્યનો પુત્ર શ્રેણિક હતો (આવશ્યક નિર્યુક્તિ ૧૨૮૪ની વૃત્તિમાં સેણક નામ હતું તેમ જણાવેલ છે.) તે શ્રેણિકનું પેટ મોટું હતું. તેની મશ્કરી થતી, કોઈ તેને હાથ વડે મારતાં પણ ખરા. સુમંગલ તેને ઘણો દુઃખી કરતો હતો. તેનાથી કંટાળીને શ્રેણિકે બાલતપસ્વીપણે તાપસ દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી સુમંગલ પણ રાજા થયો. કોઈ વખતે અવકાશ મળતા તે ફરવા નીકળેલો ત્યારે તેણે બાલતપસ્વી શ્રેણિકને જોયો. રાજા સુમંગલે તેને પૂછ્યું કે, તમે આ Page #149 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ શું કરી રહ્યા છો ? લોકોએ કહ્યું કે, તે શ્રેણિક બાલતપસ્વી આવા પ્રકારનો તપ કરી રહેલ છે. સુમંગલ રાજાને અનુકંપા જન્મી, દુઃખિત થયો. ત્યારપછી તેણે તે તાપસને નિમંત્રણા કરી કે, મારે ત્યાં પારણાર્થે પધારજો. તે બાલતપસ્વીનું માસક્ષમણ પૂરું થયું. રાજાને ત્યાં પારણાર્થે ગયો. ત્યારે રાજા ગ્લાન હોવાથી તે બાલતપસ્વીને કંઈ આપ્યું નહીં (પારણું ન થયું) દ્વારપાલે દ્વારેથી જ તેને વિદાય કર્યો. ફરીથી તપ આરંભ્યો. સુમંગલ રાજાને યાદ આવ્યું એટલે ફરીથી તે તપસ્વીને પારણા માટે નિમંત્રણ આપવા ગયો. ફરી પણ કોઈ કારણે રાજા પ્રતિજ્ઞાભંગ થયો. બાલતપસ્વીને પારણું ન થયું. ફરી તેણે તપ આદર્યો. ફરીથી સુમંગલ રાજાએ ક્ષમા માંગીને તેમને ત્રીજી વખત પારણા માટે નિમંત્રણા કરી. ૧૪૮ ત્રીજી વખત જ્યારે તે તપસ્વી પારણા માટે આવ્યો, ત્યારે દ્વારપાલે તેને માર્યો. પીટાઈ કરતાં કહ્યું કે, તું જેટલી વાર આવે છે, તેટલી વાર રાજા પ્રતિભગ્ન થાય છે. ત્યારે તે બાલતપસ્વી ત્યાંથી નીકળી ગયો. આ વખતે તે ઘણો જ વ્યથિત થઈને નીકળી ગયો. તેને થયું કે આ રાજા મને ઇરાદાપૂર્વક પરેશાન કરી રહ્યો છે. ત્યારે તે શ્રેણિક બાલતપસ્વીએ નિયાણું કર્યું કે, હું આ સુમંગલ રાજાનો ભાવિમાં વધ કરવાને માટે જન્મ પામું. આવું નિયાણું કર્યા પછી તે મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને તે શ્રેણિક (સેનક) અલ્પઋદ્ધિવાળો વ્યંતર થયો. તે સુમંગલ રાજા પણ તાપસભક્ત થયો. તાપસ રૂપે પ્રવ્રજ્યા અંગીકાર કરી. તે પણ મૃત્યુ પામીને વ્યંતરરૂપે ઉત્પન્ન થયો. ત્યારપછી સુમંગલ રાજાનો જીવ વ્યંતરકાયમાંથી આવીને રાજા શ્રેણિક થયો અને કુંડીશ્રમણ બાળતપસ્વી શ્રેણિક (સણક) રાજા શ્રેણિકનો પુત્ર કોણિક થયો. ૦ ચેન્નણાના ઉદરમાં કોણિકનું ચ્યવન, ચેઘણાને દોહદ : - તે રાજા શ્રેણિક (ભિભિસાર)ને અનેક પત્નીઓમાં ચેન્નણા નામે પણ એક રાણી હતી. તે સુકુમાલ હાથ–પગવાળી હતી – યાવત્ – સુખપૂર્વક વિચરણ કરતી હતી. કોઈ સમયે શયનગૃહમાં ચિંતા આદિથી મુક્ત અને સુખશય્યા પર સુતેલી તે ચેન્નણાદેવીએ પ્રભાવતીદેવની માફક સ્વપ્નમાં સિંહને જોઈને જાગી – યાવત્ – સ્વપ્ન પાઠકોને આમંત્રિત કરીને શ્રેણિક રાજાએ તેનું ફળ પૂછયું. સ્વપ્ન પાઠકોએ સ્વપ્નનું ફળ બતાવ્યું. સ્વપ્ન પાઠકોને વિદાય કર્યા – યાવત્ –ચેલણાદેવી તે સ્વપ્નપાઠકોના વચનને સહર્ષ સ્વીકાર કરીને પોતાના શય્યાભવનમાં ગઈ. ત્યારપછી પરિપૂર્ણ ત્રણ માસ વીત્યા પછી ચેક્ષણા દેવીને આવા પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો કે, તે માતાઓ ધન્ય છે – યાવત્ - પુણ્યશાલિની છે. તેઓએ પૂર્વભવમાં પુણ્ય ઉપાર્જિત કરેલ છે, તેમનો વૈભવ સફળ છે, માનવજન્મ અને જીવનનું સુફળ પ્રાપ્ત કરેલ છે. (ચેલણાને થયું કે, હું પણ–) શ્રેણિકરાજાની ઉદરાવલિનું માંસ ખાઉં, તે માંસ સેક્યું હોય, તળેલ હોય, પકાવેલ હોય તથા સુરા – યાવત્ – મધુ, મેરક, મદ્ય, સીધુ અને પ્રસન્ના નામની મદિરાનું આસ્વાદન યાવત્ — વિસ્વાદન તથા ઉપભોગ કરતી એવી મારી સહેલીઓ સાથે આપસમાં વિતરણ કરતી એવી મારા દોહદને પૂર્ણ કરું. Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૪૯ પરંતુ આ અયોગ્ય અને અનિષ્ટ દોહદ પૂર્ણ ન થવાથી તે ચેલણાદેવી શુષ્ક, પીડિત, માંસરહિત, જીર્ણ ને જીર્ણ શરીરવાળી થઈ ગઈ, નિસ્તેજ, દીન, વિમનસ્ક જેવી થઈ ગઈ, વિવર્ણમુખી, નેત્ર અને મુખકમળને નમાવીને યથોચિત પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોનો ઉપભોગ કરતી ન હતી, તેણી મુરઝાયેલી, આહત મનોરથા – યાવત્ – ચિંતા શોકસાગરમાં નિમગ્ન થઈ ગઈ. હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં ડૂબી ગઈ. ત્યારે ચેલણાદેવીની અંગપરિચારિકાઓએ ચેલણા દેવીને સૂકાઈ ગયેલી, ભૂખથી ગ્રસ્ત – યાવત્ – ચિંતિત જોઈ. ત્યારે તે પરિચારિકાઓએ શ્રેણિક રાજાની પાસે પહોંચી. તેમણે બંને હાથ જોડી, મસ્તકે અંજલિ કરીને શ્રેણિક રાજાને કહ્યું, હે સ્વામી ! ખબર પડતી નથી કે કયા કારણથી ચેલણાદેવી શુષ્ક, બુભૂતિ જેવી થઈને – યાવત્ – આર્તધ્યાનમાં ડૂબી ગયેલી છે. શ્રેણિક રાજા તે અંગપરિચારિકાઓની આ વાતને સાંભળીને અને સમજીને આકુળ–વ્યાકુળ થતો ચેલણાદેવીની પાસે આવ્યો. ચેલણાદેવીને સૂકાયેલી, ભૂખથી પીડિત જેવી – યાવત્ – આર્તધ્યાન કરતી જોઈને બોલ્યો, હે દેવાનુપ્રિયે ! તું કેમ સૂકાયેલા શરીરવાળી, ભૂખી જેવી – યાવતુ – ચિંતાગ્રસ્ત થયેલી છો? પણ ચેલણાદેવીએ શ્રેણિક રાજાના આ પ્રશ્નનો આદર કર્યો નહીં. તે ચુપચાપ બેઠી રહી. ત્યારે શ્રેણિક રાજાએ ફરી બીજી વખત અને ત્રીજી વખત પણ આ જ પ્રશ્ન ચલ્લણાદેવીને પૂછયો અને કહ્યું, હે દેવાનુપ્રિયે ! શું હું આ વાત સાંભળવાને યોગ્ય નથી. જેથી તું મારાથી છુપાવી રહી છો ? ચેલ્લાદેવીએ શ્રેણિકરાજાને કહ્યું, હે સ્વામી! વાત એમ છે કે, તે ઉદાર – યાવત્ – મહાસ્વપ્નને જોયા પછી ત્રણ માસ પૂર્ણ થયા પછી મને આવા પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો કે, તે માતાઓ ધન્ય છે, જે આપની ઉદરાવલિના શૂલ પર સેકાયેલ – યાવત્ – માંસ દ્વારા તથા મદિરા દ્વારા પોતાનો દોહદને પૂર્ણ કરે છે. પરંતુ હે સ્વામી ! તે દોહદને પૂર્ણ ન કરી શકવાને કારણે હું શુષ્ક શરીરી, ભૂખી જેવી – યાવતું – ચિતિત થઈ છું. ૦ ચેલણાના દોહદને પૂર્ણ કરવામાં અભયકુમારની બુદ્ધિ :-- ત્યારે શ્રેણિક રાજાએ ચેaણાદેવીની તે વાતને સાંભળીને તેણીને આશ્વાસન આપતા કહ્યું કે, હે દેવાનુપ્રિયે ! તું હતોત્સાહ અને ચિંતિત ન થા. હું કોઈ એવો ઉપાય કરીશ જેનાથી તારા દોહદની પૂર્તી થઈ શકશે. આ પ્રમાણે કહીને ચેલણાદેવીને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, પ્રભાવક, કલ્યાણપ્રદ, શિવ, ધન્ય, મંગલરૂપ મૃદુ વાણીથી આશ્વસ્ત કરી. તે ચેલણાદેવીની પાસેથી નીકળીને બાહ્ય સભાભવનમાં ઉત્તમ સિંહાસનની પાસે આવ્યો આવીને પૂર્વાભિમુખ થઈને બેઠો તે દોહદની સંપૂર્તિને માટે આયથી, ઉપાયથી, ઔત્પાતિકી, વૈનાયિકી, કાર્મિકી, પારિણામિકી બુદ્ધિઓથી વારંવાર વિચાર કરતો પણ તેના આય–ઉપાય, સ્થિતિ અને નિષ્પતિને સમજી ન શકવાથી ઉત્સાહહીન – યાવત્ – ચિંતાગ્રસ્ત થઈ ગયો. આ તરફ અભયકુમાર સ્નાન કરીને – યાવતું – પોતાના શરીરને અલંકૃત્ કરીને Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આગમ કથાનુયોગ-૫ પોતાના આવાસગ્રહથી બહાર નીકળ્યો. જ્યાં શ્રેણિક રાજા હતો, ત્યાં આવ્યો. તેણે શ્રેણિક રાજાને નિરુત્સાહિત જેવા જોયા. તે જોઈને અભય બોલ્યો, હે તાત ! પહેલા જ્યારે પણ તમે મને આવતો જોતા તો હર્ષિત – યાવત્ – સંતુષ્ટ હૃદય થતા હતા, પરંતુ આજ એવી શું વાત છે કે આપ ઉદાસ – યાવત્ – ચિંતામાં ડૂબેલા છો ? હે તાત! જો હું આ વૃત્તાંતને સાંભળવા યોગ્ય હોઉં તો આપ સત્ય અને કોઈ પણ સંકોચ વિના મને કહો, જેથી હું તેનો હલ કરવાનો ઉપાય કરું. અભયકુમારે આ રીતે કહ્યું, ઘણો આગ્રહ કર્યો, શપથ આદિ આપ્યા ત્યારે શ્રેણિકે અભયકુમારને કહ્યું કે, હે પુત્ર ! તારી અપરમાતા ચેલણાદેવીને તે ઉદાર – યાવત્ – મહાસ્વપ્ન જોયાના ત્રણ માસ વીત્યા પછી – યાવત્ – આવો દોહદ ઉત્પન્ન થયો છે કે તે મારી ઉદરાવલિના શુલિત આદિ માંસ વડે પોતાનો દોહદ પૂર્ણ કરવા ઇચ્છે છે. ઇત્યાદિ. પરંતુ ચેaણાદેવી તે દોહદના પૂર્ણ ન થઈ શકવાને કારણે શુષ્ક – યાવત્ – ચિંતિત થયેલી છે. તેથી હે પુત્ર ! તે દોહદની પૂર્તિ માટે આયો – યાવત્ – સ્થિતિને ન સમજી શકવાથી હું ભગ્રમનોરથ – યાવત્ - ચિંતિત થયેલો છું. શ્રેણિક રાજાના આ મનોગત ભાવને સાંભળ્યા પછી અભયકુમારે રાજા શ્રેણિકને કહ્યું, હે તાતઆપ ભગ્ર મનોરથ – યાવત્ – ચિંતિત ન થાઓ, હું એવો કોઈ ઉપાય કરીશ કે જેથી મારી નાની માતા ચેલણા દેવીના દોહદની પૂર્તિ થઈ શકશે. શ્રેણિક રાજાને આશ્વસ્ત કર્યા પછી અભયકુમાર જ્યાં પોતાનું ભવન હતું ત્યાં આવ્યો. આવીને ગુપ્ત રહસ્યોના જાણકાર આંતરિક વિશ્વસ્ત પુરુષોને બોલાવીને તેમને કહ્યું, તમે જાઓ અને શૂન્યાગારમાં જઈને તાજુ માંસ, લોહી અને વસ્તિપુટક લાવો. તે રહસ્યજ્ઞાતા પુરુષ અભયકુમારની આ વાતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા - યાવત્ – અભયકુમારની પાસેથી નીકળ્યા. તાજુ માંસ, લોહી અને વસ્તિપુટકને લીધા. જ્યાં અભયકુમાર હતા, ત્યાં આવીને બંને હાથ જોડીને – યાવત્ – તે માંસ, લોહી અને વસ્તિપુટક રાખ્યા. ત્યારે અભયકુમારે તે લોહી અને માંસમાંથી થોડો ભાગ કાતરથી કાપ્યો. પછી જ્યાં શ્રેણિક રાજા હતા, ત્યાં આવ્યો. ત્યાં આવીને શ્રેણિક રાજાને એકાંતમાં સુવડાવ્યા. શ્રેણિક રાજાની ઉદરાવલિ પર તે આÁ રક્ત–માંસને ફેલાવી દીધું અને પછી વસ્તિપુટકને લપેટી દીધું છે એવું પ્રતિત થવા લાગ્યું કે જાણે લોહીની ધારા વહી રહી હોય. પછી ઉપરના માળે ચેલણાદેવીને અવલોકન કરવા માટે બેસાડી, બેસાડીને ચેલણાદેવીની સામે શ્રેણિક રાજાને શય્યા પર ચત્તા સુવડાવી દીધા. કતરણીથી શ્રેણિક રાજાની ઉદરાવલીનું માંસ કાપ્યું. કાપીને વાસણમાં રાખ્યું. તે વખતે શ્રેણિક રાજાએ ખોટેખોટું મૂર્શિત થવાનો દેખાવ કર્યો અને તેના કેટલાંક સમય પછી પરસ્પર વાતચીત કરવામાં લીન થઈ ગયા. ત્યારપછી અભયકુમારે શ્રેણિક રાજાની ઉદરાવલીના માંસ ખંડોને લીધા. લઈને જ્યાં ચલણાદેવી હતી, ત્યાં આવ્યો અને આવીને ચેલણાદેવી સામે રાખ્યું ત્યારે ચેaણાદેવીએ શ્રેણિક રાજાની તે ઉદરાવલીના માંસથી – યાવત્ – પોતાનો દોહદ પૂર્ણ કર્યો. દોહદ પૂર્ણ થયા પછી ચેલણાદેવીના દોહદ Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૫૧ સંપન્ન, સન્માનિત અને નિવૃત્ત થઈ ગયા. ત્યારપછી તે ગર્ભને સુખપૂર્વક વહન કરવા લાગી. જો કે જ્યારે ચેલણા શ્રેણિકને જોતી હતી ત્યારે તેણીને ઘણો જ ખેદ થતો હતો, પણ જ્યારે ગર્ભ વિશે વિચારણા કરતી હતી ત્યારે તેણીને એમ થતું હતું કે હું આ બધું જ માંસ કેમ ન ખાઈ જઉં ? અને એ રીતે તેણીનો દોહદ પૂર્ણ થયો. ૦ ગર્ભ વિનાશ સંબંધે ચેલણાનો પ્રયત્ન, પુત્રનો જન્મતા જ ત્યાગ : કેટલોક સમય વ્યતીત થયા બાદ એક વખત ચેલણાદેવીને મધ્યરાત્રિમાં જાગતાજાગતા આ પ્રકારનો આ – યાવતું – વિચાર ઉત્પન્ન થયો કે, હું રાજા સાથે આંખ મિલાવી શકતી નથી. તે કદાચ આ ગર્ભનો જ દોષ છે. આ બાળકે ગર્ભમાં આવતા જ પિતાની ઉદરાવલિનું માંસ ખાધું છે. તેથી આ ગર્ભને નષ્ટ કરી દેવો, પાડી દેવો, ગાળી દેવો અને વિધ્વસ્ત કરી દેવો જ મારે માટે શ્રેયસ્કર થશે. તેણીએ આવો નિશ્ચય કરીને અનેક ગર્ભની નાશક – યાવત્ – વિધ્વસ્ત કરનારી ઔષધીઓથી તે ગર્ભને નષ્ટ – યાવત – વિધ્વસ્ત કરવાનો પ્રયત્ન કર્યો પણ તે ગર્ભ નષ્ટ ન થયો. ન પડ્યો, ન ગળ્યો, ન વિધ્વસ્ત થયો. ત્યારપછી જ્યારે ચેલ્લાદેવી તે ગર્ભને – યાવત્ – વિધ્વસ્ત કરવામાં સમર્થ ન થઈ, ત્યારે શ્રાંત, કુલાંત, ખિન્ન અને ઉદાસ થઈને અનિચ્છતાપૂર્વક વિવશતાથી દુસ્સહ આર્તધ્યાનથી ગ્રસ્ત થઈને તે ગર્ભનું પરિપાલન કરવા લાગી. ત્યારપછી નવ માસ પૂર્ણ થયા પછી ચેલણાદેવીએ એક સુકુમાર અને સ્વરૂપવાનું બાળકને જન્મ આપ્યો. પછી ચેલણાદેવીને વિચાર આવ્યો કે, જો આ બાળકે ગર્ભમાં રહીને જ પિતાની ઉદરાવલિનું માંસ ખાધું છે, તો શક્ય છે કે આ બાળક મોટો થયા પછી ક્યાંક અમારા કુળનો પણ અંત કરનારો થાય ! તેથી આ બાળકને એકાંત ઉકરડામાં ફેંકી દેવો જ ઉચિત રહેશે. આ પ્રકારનો સંકલ્પ કરીને પોતાની દાસચેટીને બોલાવી, તેમને કહ્યું કે, તું જા અને આ બાળકને એકાંતમાં ઉકરડામાં ફેંકી આવ. ત્યારપછી તે દાસચેટીએ ચલ્લણાદેવીની આ આજ્ઞાને સાંભળીને બંને હાથ જોડી – યાવત્ – ચેaણાદેવીની આ આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારી. તે અશોકવાટિકામાં ગઈ અને તે બાળકને એકાંત ઉકરડામાં ફેંકી દીધો. તે બાળકને એકાંતમાં ઉકરડામાં ફેંક્યા પછી તે અશોકવાટિકા પ્રકાશ વડે વ્યાપ્ત થઈ ગઈ. આ સમાચાર સાંભળીને રાજા શ્રેણિક અશોકવાટિકામાં પહોંચ્યો. ત્યાં તે બાળકને જોઈને ક્રોધિત થઈ ગયો – થાવત્ – રોષાયમાન થઈ, કુપિત અને ચંડિકાવતું રૌદ્ર થઈને દાંતોને કચકચાવતા તેણે એ બાળકને હથેળીઓમાં લીધો અને જ્યાં ચલણાદેવી હતી, ત્યાં આવ્યો. ચલણાદેવીની નિર્ભર્સના કરી, કઠોર વચનો કહીને અપમાનિત કરી, ધમકાવી. પછી કહ્યું કે, તે મારા પુત્રને એકાંત ઉકરડામાં કેમ ફેંકાવી દીધો ? ચેલણાદેવીને સોગંદો આપીને કહ્યું કે, હે દેવાનુપ્રિયે ! આ બાળકની દેખરેખ કર, તેનું પાલન-પોષણ અને સંવર્ધન કર. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર આગમ કથાનુયોગ-૫ ત્યારે ચેલ્લાદેવી શ્રેણિક રાજાના આ આદેશને સાંભળીને લજ્જિત, પ્રતાડિત અને અપરાધિની જેવી થઈને, બંને હાથ જોડીને શ્રેણિક રાજાની આજ્ઞા વિનયપૂર્વક સ્વીકારી અને અનુક્રમે તે બાળકની દેખરેખ, લાલન-પાલન કરતી તેને મોટો કરવા લાગી. ૦ બાળકનું નામકરણ : –૦- અશોકચંદ્ર – (આવશ્યક નિર્યુક્તિ-૧૨૮૪ની વૃત્તિ + આવ યૂ.) રાજાને પુત્ર જન્મનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી શ્રેણિકરાજા સંતુષ્ટ થયો. પણ દાસીએ તે પુત્રને અશોકવાટિકામાં ત્યજી દીધો. રાજાને તે વાત કોઈએ જણાવી, ત્યારે તે ત્યાં આવ્યો. ચેલણાને કહ્યું કે, તે તારા પ્રથમ પુત્રનો ત્યાગ કેમ કર્યો ? પછી તે અશોકવાટિકામાં ગયો. ત્યાં તે બાળક જીવતો હતો. ત્યારે અશોકવાટિકામાં થયેલા પ્રકાશને લીધે તેનું અશોકચંદ્ર એવું નામ રાખ્યું. – – કૂણિક – (નિયાવાલિકા સૂત્ર-૧૩, આવશ્યક પૂર્ણિ–ર–પૃ. ૧૬૭) એકાંત ઉકરડામાં ફેંકી દેવાયો હોવાને કારણે તે બાળકની આંગળીના આગળનો ભાગ મુરઘાએ ચાંચ વડે કરડી ખાધેલ હતો, તેના કારણે તે આંગળીમાંથી વારંવાર ખૂન અને પરુ વહેતું રહેતું હતું. તેની વેદનાને કારણે તે બાળક મોટેમોટેથી રડતો હતો. તે બાળકનું રૂદન સાંભળીને અને સમજીને શ્રેણિક રાજા બાળકની પાસે આવતો અને તેને ખોળામાં લેતો હતો. લઈને તેની આંગળીને મોઢામાં લેતો અને તે લોહી તથા પરુને મોઢામાં લઈને ચૂસી લેતો હતો, તેમ કરવાથી તે બાળકને શાંતિનો અનુભવ થતો અને તે શાંત થઈ જતો હતો. આ પ્રમાણે જ્યારે જ્યારે પણ તે બાળક વેદનાને કારણે જોરજોરથી રડવા લાગતો હતો, ત્યારે ત્યારે શ્રેણિક રાજા એ જ પ્રમાણે ચૂસતો – યાવત્ – તેની વેદના શાંત થઈ જવાથી તે ચૂપ થઈ જતો હતો. ત્યારપછી તે બાળકના માતાપિતાએ ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્ય દર્શનનું સંસ્કરણ કર્યું – યાવત્ – અગિયારમાં દિવસ પછી બારમા દિવસે આ પ્રમાણે તેનું ગુણ નિષ્પન્ન નામકરણ કર્યું કે આ બાળકનું નામ “ફૂણિક” થાઓ. (આવશ્યક નિર્યુક્તિ-૧૨૮૪ની વૃત્તિ મુજબ-) કુકડાના પિછાના ખૂણાથી (છો વડે) તે બાળકની આંગળી વિદ્ધ થયેલી હતી. તે આંગળી સુકુમાલ હોવાથી વિકાસ પામી ન હતી, પણ થોડી વક્ર થઈ ગયેલી. તે કારણે તે બાળકનું નામ કૂણિક એવું રાખવામાં આવ્યું. –૦- કોણિક – (વ્યવહાર પ્રસિદ્ધ નામ-) વ્યવહારમાં શ્રેણિક રાજાના પુત્ર કે જેનું અશોકચંદ્ર/અશોકચંદ્રક કૂણિક નામ છે તે કોણિકરૂપે પ્રસિદ્ધ થયેલ છે. એટલું જ નહીં આ કોણિક નામનો ઉલ્લેખ કોણિકરૂપે જ ભગવતી સૂત્ર–૩૭૨ થી ૩૭૪માં, નાયાધમકામાં સૂત્ર–૩માં ઇત્યાદિ આગમોમાં પણ વિવિધ સ્થાને જોવા મળે છે. –૦- વિદેહપુત્ર – (ભગવતી સૂત્ર–૨૨) કોણિકને માટે વિદેહપુત્ર એવો ઉલ્લેખ પણ મહાશિલાકંટક સંગ્રામમાં ભગવતીજીમાં Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૫૩ થયેલ છે કેમકે તે વિદેહવાસી ચેલણાનો પુત્ર હતો. આ રીતે તેનું ‘વિદેહપુત્ર નામ પણ જોવા મળે છે. –૦- ભિંભિસારપુત્ર – (ઉવવાઈ સૂત્ર ૧૧, ૧૨..) રાજા શ્રેણિકને ભિંભિસાર નામે પણ ઓળખવામાં આવે છે તેથી ઉવવાઈ સૂત્રમાં રાજાના વર્ણનમાં કોણિકનો ભિંભિસારપુત્ર નામે પણ ઉલ્લેખેલ છે. તે બાળકનું નામકરણ કર્યા પછી તેનો જન્મોત્સવ આદિ મનાવવામાં આવ્યો – થાવત્ – મેઘકુમારની સમાન રાજપ્રસાદમાં આમોદ-પ્રમોદપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યો. ત્યારપછી ચેલણાને બીજા પણ બે પુત્રો થયા જેના નામ હલ અને વિલ પાડવામાં આવેલા હતા. ૦ કોણિકના લગ્ન અને પત્ની વિષયક ઉલ્લેખ : અન્ય કોઈ દિવસે કોણિકના આઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયા – યાવત્ ઉપરના ભાગમાં રહેલ પ્રાસાદોમાં તે વિચરવા લાગ્યો. આ નામોમાં ત્રણ મુખ્ય નામો જોવા મળે છે. ધારિણી, સુભદ્રા અને પદ્માવતી. (તેમાં કેટલાંક વર્ણનો જોતા એમ લાગે છે કે ઘારિણી અને સુભદ્રા બંને એક જ હોવા જોઈએ. પણ પદ્માવતી તો સ્પષ્ટતયા અલગ રાણી જ છે કેમકે તેણીએ સેચનક હાથી માટે જીદ કરતાં મહાયુદ્ધ ખેલાયું હતું, જે વાત આ કથામાં આગળ આપેલી જ છે.) ૦ શ્રેણિકને કારાગૃહમાં નાંખી ફૂણિકનું રાજા થઈ જવું : શ્રેણિક રાજાને કોણિક સિવાય પણ અન્ય–અન્ય રાણીઓથી થયેલા અનેક પુત્રો હતા. કોઈ વખતે જ્યારે ઉદ્યાનિકામાં છાવણી નંખાતી ત્યારે ચેલણા કોણિકને ગોળના બનાવેલા લાડવા મોકલતી, તેના જ સગાભાઈ એવા હલ્લ–વિખુલ્લ બંને પુત્રોને ખાંડના બનાવેલા ખાજા મોકલતી. તેનાથી વૈર થવાને કારણે (તેમજ પૂર્વભવકૃત વૈરાનુબંધથી) કોણિક વિચારવા લાગ્યો કે આ (મારા પિતા) શ્રેણિક જ મને ઠેષપૂર્વક આવા લાડવા મોકલાવે છે. કોઈ વખતે અભયકુમારે ભગવંત મહાવીરને પૂછયું કે, છેલ્લા રાજર્ષિ કોણ ? ભગવંતે કહ્યું કે, ઉદાયન છેલ્લા રાજર્ષિ થયા, હવે કોઈ મુગટબદ્ધ રાજા દીક્ષા નહીં લે. ત્યારે અભયે પોતાને પિતા તરફથી રાજ્ય ગ્રહણ કરવાનું ઉચિત ન લાગ્યું. ત્યારે તે શ્રેણિકે વિચાર્યું કે, મારે કોણિકને રાજ્ય આપવું. આ પ્રમાણે વિચારીને તેણે કોણિકના સગાભાઈ એવા હલને સેચનક હાથી આપ્યો, હલના જોડિયા ભાઈ એવા પોતાના બીજા ભાઈ વિહલ્લને અઢારસરો હાર આપ્યો. અભયે કાળક્રમે દીક્ષા લીધી ત્યારે તેની માતા નંદા (સુનંદા)એ હલને ‘દેવી ભૌમ (વસ્ત્ર) યુગલ અને વિહલ્લને કુંડલ યુગલ આપ્યા. પછી સુનંદાએ પણ અભયની સાથે દીક્ષા અંગીકાર કરી. ત્યારપછી તે કુમાર કોણિકને કોઈ સમયે મધ્યરાત્રિએ – યાવત્ - આવો વિચાર આવ્યો કે શ્રેણિક રાજાના વિદનને કારણે હું સ્વયં રાજ્યશાસન અને રાજ્યવૈભવનો ઉપભોગ કરી શકતો નથી. તેથી હું શ્રેણિક રાજાને બંધનમાં નાંખીને મહાન્ એવા રાજ્યાભિષેકથી મારો અભિષેક કરાવી લઉ તે મારે માટે શ્રેયસ્કર થશે. તેણે આવા પ્રકારનો સંકલ્પ કર્યો અને શ્રેણિક રાજાના અંતર, છિદ્ર, વિવરની તલાશ કરતો સમય Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આગમ કથાનુયોગ-૫ વિતાવવા લાગ્યો. ત્યારપછી શ્રેણિક રાજાના અવસરો – યાવત્ – મર્મોને જાણી ન શકવાને લીધે કૂણિકકુમારે એક દિવસ કાલ–સુકાલ આદિ દશકુમારો (શ્રેણિકની કાલિ–સુકાલિ આદિ રાણીના પુત્રો)ને પોતાના ઘેર નિમંત્રિત કર્યા. તેઓની સાથે મંત્રણા કરી કે શ્રેણિક રાજાને કારણે આપણે સ્વયં રાજશ્રીનો ઉપભોગ અને રાજ્યનું પાલન કરી શકતા નથી. તેથી હું દેવાનુપ્રિયો ! આપણે માટે એ શ્રેયસ્કર થશે કે શ્રેણિક રાજાને બંધનમાં નાંખીને આપણે લોકો સ્વયં રાજ્યશ્રીનો ઉપભોગ કરીએ, રાજ્યનું પાલન કરીએ. કૂણિકે જ્યારે તે દશેકુમારોને આ વાત કરી કહ્યું કે, આપણે શ્રેણિક (પિતા)ના રાજ્યના અગિયાર ભાગ કરીશું. તમને બધાને તમારો એક–એક ભાગ આપી દઈશ ત્યારે કોણિકના આ કથન સાથે સંમત થઈ કાલ–સુકાલ આદિ દશેકુમારોએ તેના આ વિચારને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. પછી કોઈ સમયે કૂણિકકુમારે શ્રેણિક રાજાના ખાનગી રહસ્યને જાણીને શ્રેણિક રાજાને બંધનમાં નાંખી દીધા. પછી મહાનું રાજ્યાભિષેક વડે પોતાનો અભિષેક કરાવ્યો. પોતે રાજા બની ગયો. કાલ–સુકાલ આદિ દશે રાજકુમારોને પણ રાજ્યભાગ આપી દીધો. શ્રેણિકને રોજ કોરડાથી ૧૦૦ ફટકા મારવા લાગ્યો. પોતાની માતા ચેલણાને પણ પિતા પાસે જવા દેતો ન હતો. ભોજન–પાણી પણ આપતો ન હતો. ચેલણા ગમે તે રીતે જઈને અળદ બાફીને આપી આવતી ઇત્યાદિ. ૦ ચેaણાની ઉદાસિનતા અને કોણિકનો પુત્રપ્રેમ : સ્થાનાંગ સૂત્ર–૮૭૦માં તથા તેની વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે તેમના શાસનમાં નવ જીવોએ તીર્થકર નામકર્મ બાંધ્યું. તેમાં ત્રીજું નામ ઉદાયિનું આવે છે.) આ ઉદાયિ રાજકોણિકનો પુત્ર હતો. કોઈ દિવસે તે કોણિક રાજા સ્નાન કરીને, બલિકર્મ કરીને, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરીને પછી અવસરને યોગ્ય શુદ્ધ અને માંગલિક વસ્ત્રો પહેરીને, સર્વ અલંકારોથી અલંકૃત્ થઈને ચેલણાદેવીના ચરણની વંદનાર્થે પહોંચ્યો. તે સમયે કૂણિક રાજાએ ચેલણાદેવીને ચિંતાગ્રસ્ત જોયા. ચેલણાદેવીને પૂછયું કે, એવી શું વાત છે કે, તમારા ચિત્તમાં સંતોષ, ઉત્સાહ, હર્ષ અને આનંદ નથી કે હું પોતે રાજ્યશ્રીનો ઉપભોગ કરતા – યાવતુ – સમય વિતાવી રહી છું ? ત્યારે ચેaણાદેવીએ કૂણિક રાજાને કહ્યું કે, હે પુત્ર ! મને સંતોષ, ઉત્સાહ, હર્ષ અથવા આનંદ કઈ રીતે થઈ શકે, જયારે તે તારા દેવતા સ્વરૂપ, ગુરુજન જેવા, અત્યંત નેહાનુરાગ યુક્ત પિતા શ્રેણિક રાજાને બંધનમાં નાંખીને તારો પોતાનો રાજ્ય અભિષેકથી અભિષેક કરાવ્યો છે. ત્યારે કૃણિક રાજાએ ચેલણાદેવીને કહ્યું કે, હે માતા ! શ્રેણિક રાજા તો મારો ઘાત કરવાને ઇચ્છુક હતા. હે માતા શ્રેણિક રાજા તો મને મારી નાંખવા માંગતા હતા, બંધનમાં નાંખવા ઇચ્છતા હતા અને નિર્વાસિત કરવા માંગતા હતા, તો પછી હે માતા ! એમ કેમ માનવું કે શ્રેણિકરાજાને મારા પ્રત્યે અતીવ સ્નેહાનુરાગ હતો ? તેવામાં અન્ય કોઈ દિવસે કોણિક રાજા અને પદ્માવતીદેવીનો નાનો પુત્ર (ઉક્ત) Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૫૫ ઉદાયિકુમાર હતો, કોણિક રાજા જમવા માટે બેઠો ત્યારે તે ઉદાયિને ખોળામાં બેસાડેલ હતો. તે વખતે તે બાળઉદાયિકુમારે ભોજનની થાળીમાં મૂત્ર (પેશાબ) કર્યો ત્યારે કોણિકે સહેજ પણ ચલિત થયા વિના કે પુત્રનો દોષ વિચાર્યા વિના જેટલામાં તે બાળકનું મૂત્ર પડેલ તેટલા ભાત તે એક તરફ કરીને કોણિક ભોજન કરવા લાગ્યો. ત્યારે કોણિકે માતાને પૂછયું કે, હે માતા ! શું જગતમાં એવો કોઈ બીજો પુરુષ હશે કે જેને મારા જેટલો આવો પુત્ર પ્રેમ હોઈ શકે ? ૦ ચેલણા દ્વારા શ્રેણિકના પુત્ર પ્રેમનું નિરૂપણ : (ઉપરોક્ત મુદ્દામાં બે અલગ આગમોની બે અલગ વિચારધારા નિરપિત કરી – (૧) ચેલણા અને કોણિકના સંવાદમાં કોણિકનો પ્રશ્ર – કે મારા પિતાને મારા પરત્વે અનુરાગ કઈ રીતે હોઈ શકે ?- “નિરયાવલિકા સૂત્ર–૧૫" (૨) કોણિકનો ઉદાયિપુત્રનો પરત્વેનો પ્રેમ અને ચેલણાને પ્રશ્ન કે – મારે છે તેવો પુત્ર પ્રેમ જગતમાં બીજા કોઈને હોઈ શકે ? – “આવ.નિ. ૧૨૮૪ની વૃત્તિ". કોણિકની આ વાત સાંભળીને ચેલ્લાદેવીએ પ્રત્યુત્તર આપતા કહ્યું કે, હે પુત્ર ! (સાંભળ, પુત્ર પ્રેમ કેવો હોય !) – જ્યારે તું મારા ગર્ભમાં આવ્યો, તેને ત્રણ માસ પુરા થયા. ત્યારે મને એવો દોહદ ઉત્પન્ન થયો કે, તે માતા ધન્ય છે – યાવત્ – તારા પિતાનું માંસ ખાધુ – કાવત્ – જન્મતાં જ તને મેં ઉકરડામાં ફેંકાવી દીધો ઇત્યાદિ પૂર્વવત્ જાણવું. - તારી આંગળીમાંથી ત્યારે લોહી, પર, કૃમિ નીકળતા, તું વેદનાથી પીડિત થઈને જોર-જોરથી રડતો. ત્યારે તારા પિતા શ્રેણિક રાજા તારી તે આંગળીને પોતાના મુખમાં લઈને ફર્યા કરતા, તારા લોહી અને પરુને ચુસી લેતા હતા. ત્યારે તું શાંત થતો, વેદનારહિત થતો. જો તેણે તેમ ન કર્યું હોત તો તું રડી–રડીને મરી ગયો હોત. ઇત્યાદિ સર્વ વૃત્તાંત કહ્યો. પછી ચેલ્લણાએ કહ્યું કે, તે કારણથી મેં તને કહ્યું કે, શ્રેણિક રાજા તારા પ્રત્યે અતીવ સ્નેહાનુરાગ યુક્ત હતા. ત્યારે કોણિક રાજા મૃદુચિત્તવાળો થયો. (કુણો પડ્યો) પછી ચેલણા માતાને પૂછયું, તો પછી મને ગોળના લાડવા કેમ મોકલતા હતા? ચેલણાએ કહ્યું, તે મારું કૃત્ય હતું (તારા પિતાનું નહીં). કેમ કે તું સદા પિતાનો વૈરી હતો. પછી તેણીએ ગર્ભમાં કોણિક આવ્યો ત્યારથી આરંભને સર્વ વૃત્તાંત પૂર્વવત્ જણાવ્યું. તો પણ તારા પિતા તારાથી કદાપી વિરક્ત થયા ન હતા. એવા પિતાને તે કષ્ટમાં પાડેલા છે. માટે જ હું વ્યથિત – થાવત્ – ઉદાસીન રહું છું. આ વાત સાંભળીને કોણિકને અરતિ થઈ. વ્યથિત થયો. ૦ કોણિકનો પશ્ચાત્તાપ અને શ્રેણિકની આત્મહત્યા : કોણિક રાજાએ ચેલણા રાણીના આ કથનને સાંભળીને અને સમજીને ઘણી જ વ્યથા જન્મી. તેણે ચેલણા માતાને કહ્યું કે, હે માતા ! મેં ઘણું જ ખોટું કર્યું, અકાર્ય કર્યું Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આગમ કથાનુયોગ-૫ કે, દેવતા સ્વરૂપ અને ગુરુજન જેવા અત્યંત સ્નેહાનુરાગથી અનુરક્ત મારા જ પિતા શ્રેણિક રાજાને બંધનમાં બાંધ્યા. હવે હું જાઉં અને સ્વયં જ શ્રેણિક રાજાની બેડીઓ કાપીને બંધનમુક્ત કરું. આ પ્રમાણે કહીને તે હાથમાં કુહાડી લઈને જ્યાં કારાગૃહ હતું તે તરફ જવાને માટે ઉદ્યત્ થયો. (આ અભિપ્રાય નિરયાવલિકા આગમનો છે, આવશ્યક આગમ પ્રમાણે તે લોઢાનો દંડ લઈને નીકળ્યો) - શ્રેણિક રાજાએ કોણિકને હાથમાં કુહાડી (લોહદંડ) લઈને પોતાની તરફ આવતો જોયો. ત્યારે રક્ષપાલકો સ્નેહથી (કરણાથી) બોલ્યા કે આ પાપી (કોણિક) લોહદંડ લઈને આવી રહ્યો છે. શ્રેણિક રાજાએ પણ મનોમન વિચાર્યું કે, આ મારું ખરાબ ઇચ્છનારો – યાવત્ – કુલક્ષણ, અભાગીયો, કાળી ચૌદશની પેદાશ, લોકલાજ રહિત નિર્લજ્જ કોણિકકુમાર હાથમાં કુહાડી લઈને આવી રહ્યો છે. ખબર નહીં હવે તે મને કેવા કુમોતથી મારશે ! આવા વિચારથી શ્રેણિક રાજા ભયભીત, ત્રસ્ય, ભય–સંભ્રાંત, ઉદ્વિગ્ન અને ભય વડે આક્રાંત થઈ ગયો. તેણે તાલપુટ વિષને મુખમાં નાખી દીધું. ત્યારપછી તાલપુટ વિષે મુખમાં નાખવાના કારણે મુહર્તાન્તર પછી – થોડી જ વારમાં તે વિષ તેના શરીરમાં વ્યાપી ગયું, જેનાથી તે શ્રેણિક રાજા નિપ્રાણ, નિર્જીવ અને નિશેષ્ટ થઈ ગયો – યાવત્ – તે મૃત્યુ પામ્યો. ૦ શ્રેણિકનું નીરણ – કોણિકનું ચંપાનગરી ગમન : ત્યારપછી તે કોણિક રાજા જ્યારે કારાવાસમાં પહોંચ્યો, ત્યારે તેણે શ્રેણિક રાજાને નિષ્માણ, નિચેષ્ટ, નિર્જીવ – યાવત્ – મૃત જોયા. ત્યારે તે દુસ્સહ, દુર્હર્ષ પિતૃશોકથી વિલાપ કરતો, કુહાડી વડે કપાયેલા ચંપકવૃક્ષની માફક પછાડ ખાઈને પૃથ્વી પર પડી ગયો. કેટલીક ક્ષણો બાદ કૂણિક રાજા આશ્વસ્ત થયો. પછી રડતો-આઝંદન કરતો, શોક અને વિલાપ કરતો કહેવા લાગ્યો કે, મેં અધન્ય, પુણ્યહીન, પાપી અને અભાગીઆએ આ અકાર્ય કર્યું, મારા દેવતારૂપ, અત્યંત સ્નેહાનુરાગયુક્ત એવા પિતા શ્રેણિકને કારાગૃહમાં, બંધનમાં નાંખ્યા, મારા કારણે જ મારા પિતા મૃત્યુ પામ્યા. તે ઘણો જ ખેદ પામ્યો. ત્યારપછી ઐશ્વર્યશાળી પુરષો, તલવરો, માડંબિકો, કૌટુંબિકો, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિઓ, મંત્રી, ગણક, દ્વારપાળ, અમાત્ય, ચેટ, પીઠમર્દક, નાગરીક, વ્યવસાયી, દૂત, સંધિપાલ સાથે અભ્યદય – ઋદ્ધિપૂર્વક રાજા શ્રેણિકનું નીરણ કાર્ય કર્યું, અગ્નિ સંસ્કાર કર્યો. મૃતક સંબંધી લૌકિક કૃત્યો કર્યા. ઘેર પાછો ફર્યો ત્યારપછી તે કૂણિક રાજા આ મહા મનોગત માનસિક દુઃખથી અતીવ દુઃખી થઈને અમાત્ય સાથે વિચારવા લાગ્યો કે, હવે આ રાજ્ય નાશ પામશે – આ પ્રમાણે તાંબાના પતરે લખીને અસરોને જીર્ણ કર્યા. પછી પિતૃકાર્ય કર્યું, પિંડદાનાદિ કર્યા, વિસ્તાર કર્યો. ત્યારપછી પિંડનિવેદના માટે પ્રવૃત્ત થયો. એ પ્રમાણે કાળ વ્યતીત થતા શોકરહિત થયો. તેને થયું કે હું ફરી–ફરી પિતાના સ્વજન અને પરિભોગ જોઈશ તો સતત વ્યથિત થતો રહીશ. તેથી મારે અહીંથી નીકળી જઈને ચંપાનગરીને મારી રાજધાની બનાવવી જોઈએ. Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૫૭ આ પ્રમાણે વિચાર-વિમર્શ કરીને કોઈ સમયે અંતઃપુર અને પરિવારને લઈને, ધનસંપત્તિ આદિ ગૃહસ્થ સંબંધી ઉપકરણો લઈને તે રાજગૃહથી નીકળ્યો. નીકળીને જ્યાં ચંપાનગરી હતી ત્યાં આવ્યો. ત્યાં પરંપરાગત ભોગોને ભોગવતો કેટલાંક સમય બાદ શોક–સંતાપરહિત થયો. ચંપાને જ પોતાની રાજધાની બનાવી. ત્યારપછી તે કૂણિક રાજાએ કોઈ દિવસે કાલ–સુકાલ આદિ દશ રાજકુમારોને બોલાવ્યા અને રાજ્ય, રાષ્ટ્ર, બળ (સેના), વાહન–રથ આદિ, કોશ, ધનસંપત્તિ, ધાન્ય, અંતઃપુર, જનના અગિયાર ભાગ કર્યા. ભાગ કરીને તે બધાં સ્વયં પોતપોતાની રાજ્યશ્રીનો ભોગ કરતા, પ્રજાનું પાલન કરતા વિચારવા લાગ્યા. ૦ હલ્લ–વિઘ–ચેટક રાજા સાથે યુદ્ધ : તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાના પુત્ર, ચેલાણા દેવીના આત્મજ અને કૂણિક રાજાનો નાનો ભાઈ વેહલ રાજકુમાર હતો. (આવશ્યક સૂત્ર મુજબ હલ અને વિહલ બંને રાજકુમારો હતા) તે સુકુમાર – યાવત્ – રૂપ-સૌંદર્યશાળી હતા. પૂર્વે જણાવ્યા મુજબ શ્રેણિક રાજાએ વેહલકુમારને સેચનક નામે ગંધહસ્તી અને અઢારસરો હાર આપેલા હતા. (આ અભિપ્રાય નિરયાવલિકાનો છે, આવશ્યક સૂત્ર મુજબ હલને હાથી અને વિહલ્લને અઢારસરો હાર આપેલા હતા.) તે વેહલકુમાર (હલ અને વિહa) અંતઃપુર પરિવારની સાથે સેચનક ગંધહસ્તી પર આરૂઢ થઈને ચંપાનગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળતા અને સ્નાન કરવાને માટે વારંવાર ગંગાનદીમાં ઉતરતા હતા. પોતાના ભવનોમાં, ઉદ્યાનોમાં અને પુષ્કરિણીઓમાં ક્રીડા કરતા હતા. તે હાથી પણ અંતઃપુરની સ્ત્રીઓ સાથે ક્રીડા કરતો. તે સેચનક હાથી રાણીઓને સૂંઢ વડે પકડતો, પકડીને કોઈને પીઠ પર બેસાડતો, કોઈને સ્કંધ પર બેસાડતો, કોઈને ગંડ સ્થળ પર બેસાડતો, કોઈને મસ્તક પર તો કોઈને દાંત–મૂશલ પર બેસાડતો. કોઈને મૂંઢમાં લઈ ઝૂલાવતો, કોઈને દાંતોની વચ્ચે લેતો, કોઈને ફૂવારાથી નવડાવતો. કોઈ—કોઈને અનેક પ્રકારની ક્રીડા કરાવતો હતો. ત્યારે ચંપાનગરીના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, મહાપથો અને સામાન્ય પથો પર ઘણાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેતા હતા, બોલતા હતા, પ્રજ્ઞાપના કરતા હતા, પ્રરૂપિત કરતા હતા કે, હે દેવાનુપ્રિયો ! અંતઃપુર પરિવારની સાથે વેહલકુમાર (સેચનક ગંધહસ્તી દ્વારા અનેક પ્રકારની ક્રીડાઓ કરતા હતા. વાસ્તવમાં વેહલકુમાર જ (હલ અને વિપુલ જ) રાજલક્ષ્મીના સુંદર ફળને અનુભવી રહ્યા છે. તે પદ્માવતી રાણી તેમને જોતી, નગરના મધ્યભાગથી તે હુલ્લ–વિહલ્લ હાર અને કુંડલસહિત, દેવદૂષ્યથી વિભૂષિત થઈને ઉત્તમ હસ્તિના સ્કંધ પર જોઈને પદ્માવતીને ઘણો જ ખેદ થયો. ત્યારે પદ્માવતીદેવી તે જોઈને અને પ્રજાજનોના કથનને સાંભળીને આવો સંકલ્પ – થાવત્ – વિચાર ઉત્પન્ન થયો કે નિશ્ચયથી વેહલકુમાર (હલ અને વિહલકુમાર) સેચનક ગંધતિ દ્વારા – યાવતું – અનેક પ્રકારની ક્રીડાઓ કરી રહ્યા છે. તેથી ખરેખર તેઓ રાજ્યશ્રીના ફળને ભોગવી રહ્યા છે. કૂણિક રાજા નથી ભોગવતા તો અમારું આ રાજ્ય Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આગમ કથાનુયોગ-૫ - યાવત્ – જનપદ શું કામનું, જો અમારી પાસે સેચનક હસ્તિ ન હોય ? આ પ્રમાણે પદ્માવતી રાણીને વિચાર આવ્યો. ત્યારપછી તે કૂણિક રાજા પાસે આવીને બંને હાથ જોડીને મસ્તકે અંજલિ કરીને પદ્માવતીએ જય-વિજય વડે વધાવ્યા અને નિવેદન કર્યું કે, હે સ્વામી ! – યાવત્ – આપણું આ રાજ્ય શા કામનું? જો આપણી પાસે સેચનક ગંધહસ્તી ન હોય ? કૂણિકે પદ્માવતીના આ કથનનો આદર ન કર્યો. તેના પર ધ્યાન ન આપ્યું અને મૌન રહ્યો. કેમકે પિતાએ પોતે તે આપેલ હોવાથી કોણિક તેને પાછા લેવા ઇચ્છતો ન હતો. પદ્માવતીએ વારંવાર આ પ્રમાણે કહી-કહીને કોણિકના ચિત્તને વ્યગ્રાહિત કર્યું ત્યારે કૂણિક રાજાએ વેહલકુમારને (હલ–વિહલને) બોલાવ્યા અને સેચનક ગંધહસ્તી તથા અઢાર સરોહાર માંગ્યો. ત્યારે વેહલ્લકુમારે (હલ્લ–વિલે) કૂણિક રાજાને ઉત્તર આપ્યો કે, હે સ્વામી ! શ્રેણિક રાજાએ પોતાના જીવનકાળ દરમ્યાન જ મને (અમને) આ સેચનક હાથી અને અઢારસરો હાર આપેલ છે. જો આપ મને રાજ્ય – યાવત્ – જનપદનો અડધો ભાગ આપતા હો તો હું (અમે) સેચનક હાથી અને હાર આપીએ. કૂણિક રાજાએ તેના આ ઉત્તરને સ્વીકાર્યો નહીં. તેના પર ધ્યાન ન આપ્યું અને વારંવાર હાથી તથા હાર આપવા આગ્રહ કરવા લાગ્યો. ત્યારે વેહલકુમારને (હલ્લ અને વિહલ્લને) વિચાર આવ્યો કે, આ કોણિક હાથીને અને હારને ઝડપવા માંગે છે, લેવા માંગે છે, છીનવવા માંગે છે. તેથી સેચનક હાથી અને અઢાર સરોહાર લઈને અંતઃપુર પરિવાર અને ગૃહસ્થી સાધનસામગ્રી લઈને ચંપાનગરીથી નીકળી – વૈશાલીનગરીમાં માતામહ ચેટકનો આશ્રય લઈને રહું. તેણે આવો વિચાર કર્યો, ફૂણિક રાજાની અસાવધાની, તક, રહસ્યોની જાણકારીની પ્રતિક્ષા કરતો વિચારવા લાગ્યા. કોઈ દિવસે વેહલકુમાર (હલ્લ અને વિહલકુમાર) કૂણિક રાજાની અનુપસ્થિતિ જાણીને અને સેચનક ગંધહસ્તી, અઢાર–સરોહાર તથા અંતઃપુર પરિવારસહિત ગૃહસ્થીના ઉપકરણો લઈને ચંપાનગરીથી ભાગી નીકળ્યા. વૈશાલીનગરી આવ્યા અને પોતાના માતામહ (નાના) ચેટકનો આશ્રય લઈને વૈશાલી નગરીમાં નિવાસ કરવા લાગ્યા. ત્યારપછી કૂણિક રાજાએ આ સમાચાર જાણ્યા કે, તે બંને કુમારો (વેહલ કુમાર) નાસી ગયેલ છે. ત્યારે તેણે વિચારીને ચટક રાજા પાસે દૂતને મોકલ્યો. વૈશાલી જવાનું કહ્યું. ત્યાં તમે આર્યન ચેટકરાજાને બંને હાથ જોડીને – યાવત્ – જય-વિજય શબ્દોથી વધાવી નિવેદન કરો, હે સ્વામી! કોણિક રાજા વિનંતી કરે છે કે, વેહલકુમાર (હલ અને વિલ) કૂણિક રાજાને કહ્યા વિના હાથી અને હાર લઈને અહીં આવી ગયા છે. તેથી આપ કૃપા કરીને, કૂણિક રાજા પર અનુગ્રહિત થઈને આ બધાંને પાછા સોંપી દો. કોણિક રાજાની આજ્ઞાનુસાર – યાવત્ – તે દૂત ચિત્ત સારથીની સમાન – યાવત્ - વચ્ચે વચ્ચે અંતરાવાસ કરતો વૈશાલીનગરી આવ્યો. ત્યાં જ્યાં ચેટક રાજાના આવાસગૃહ અને તેની બાહોં ઉપસ્થાનશાળા હતી, ત્યાં પહોંચ્યો. ઘોડાને રોક્યા, રાથની નીચે ઉતર્યો, ત્યારપછી બહુમૂલ્ય અને મહાઈ ઉપહાર લઈને જ્યાં અત્યંતર સભાભવન Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૫૯ હતું, તેમાં જ્યાં ચેટક રાજા હતા, ત્યાં પહોંચી બંને હાથ જોડી – યાવત્ – જય-વિજય શબ્દોથી વધાવી કોણિક રાજાએ કહેલ સર્વ કથન કહી સંભળાવ્યું. દૂતનું નિવેદન સાંભળીને પછી ચેટક રાજાએ કહ્યું, જેમ કોણિક રાજા શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલણા દેવીનો આત્મજ તથા મારો દોહિત્ર છે એ જ રીતે વેહલકુમાર (હલ અને વિલ) મારા દોહિત્ર છે. મારા શરણે આવેલાને હું કઈ રીતે આપી શકું ? તેથી હું તેમને સોંપીશ નહીં, તેમ છતાં કોણિક જો રાજ્ય અને જનપદનો અડધો ભાગ આપી દે તો હું સેચનક ગંધહસ્તી અને અઢારસરો હાર સહિત વેહલકુમારને (હલ્લ–વિહલ્લો) સોંપી દઉં. ત્યારપછી ચેટક રાજા દ્વારા વિદાય કરાયેલો તે દૂત ચાર ઘંટાવાળા અશ્વરથને પર આરૂઢ થઈને નીકળ્યો, વૈશાલીની વચ્ચોવચ્ચેથી નીકળીને વચ્ચે-વચ્ચે વિશ્રામ લેતા–લેતા – યાવત્ – કોણિક રાજાની સમક્ષ ઉપસ્થિત થયો અને કહ્યું, હે સ્વામી ! ચેટક રાજાએ આ પ્રમાણે ઉત્તર આપેલ છે. કૂણિક રાજાએ બીજી વખત પણ દૂતને કહ્યું કે, તું પુનઃ વૈશાલીનગરી જા. ત્યાં મારા નાના (માતામહ) ચેટકરાજાને – યાવત્ – આ પ્રમાણે નિવેદન કર – હે સ્વામી ! કૂણિક રાજા આ પ્રાર્થના કરે છે કે, જે કોઈ રત્ન પ્રાપ્ત થાય છે તે સર્વે રાજકુલાનુગામી હોય છે. શ્રેણિક રાજાએ રાજ્યશાસન અને પ્રજાપાલન કરતા બે રત્ન પ્રાપ્ત કર્યા. તેથી રાજકુળ પરંપરાગત સ્થિતિ મર્યાદાનો ભંગ ન કરતા તે સેચનક હાથી અને અઢારસરો હાર પાછો કોણિક રાજાને આપી દો. તેમજ વેહલકુમારને (હલ અને વિહલકુમારને) પાછા મોકલી દો. ત્યારપછી તે દૂતે કોણિક રાજાની આજ્ઞાને સાંભળી, તે વૈશાલી ગયો અને કોણિક રાજાની વિજ્ઞતિનું નિવેદન કર્યું, ત્યારે ચટક રાજાએ તે દૂતને પહેલા આપ્યો હતો તે જ ઉત્તર આપ્યો. ત્યારે દૂતે ચંપાનગરી જઈને કોણિક રાજાને અભિનંદન કરીને ચટક રાજાએ આપેલો ઉત્તર કહી સંભળાવ્યો. ત્યારે કૂણિક રાજા તે દૂત દ્વારા ચેટકરાજાએ આપેલ ઉત્તર સાંભળીને અને સમજીને ક્રોધાભિભૂત થઈને – યાવત્ – દાંતોને કચકચાવી પુનઃ ત્રીજી વાર દૂતને બોલાવ્યો – તું વૈશાલી જા, ત્યાં ડાબા પગે પાદપીઠને ઠોકર મારીને ચેટકરાજાને ભાલાની ધાર પર રાખીને આ પત્ર આપજે. પત્ર દઈને ક્રોધિત – યાવત્ – કચકચાવીને, ભૃકુટી તાણીને, કપાળમાં ત્રણ સળ પાળીને ચટક રાજાને કહેજે ઓ! અપ્રાર્થિતને પ્રાર્થિત કરનારા ! નિર્ભાગી – યાવતું – નિર્લજ્જ ચેટક રાજા! કોણિક રાજા આ આદેશ આપે છે કે કૂણિક રાજાને સેચનક હસ્તિ, અઢારસરો હાર પાછો આપો અને વેહલકુમાર (હલ અને વિહલકુમાર)ને મોકલો અથવા યુદ્ધને માટે સજ્જ થઈ જાઓ. કોણિક રાજા બળ–વાહન અને સૈન્યની સાથે યુદ્ધ સજ્જિત થઈને જલ્દી આવી રહ્યો છે. ત્યારે તે દૂત પૂર્વોક્ત પ્રકારે કોણિક રાજાની આજ્ઞા સ્વીકારીને વૈશાલીનગરી પહોંચ્યો. તેણે બંને હાથ જોડી, વધાઈ આપીને કહ્યું કે, આ તો મારા વિનયપ્રતિપતિ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૫ પણ કોણિક રાજાની આજ્ઞા એમ છે કે, ડાબા પગેથી ચેટક રાજાની પાદપીઠને ઠોકર મારવી – યાવત્ – તે સેનાસહિત અહીં શીઘ્ર આવી રહ્યો છે. ત્યારે ચેટક રાજા તે દૂતની ધમકી સાંભળીને અને સમજીને ક્રોધાભિભૂત – યાવત્ – કપાળ ઊંચુ કરીને ઉત્તર આપ્યો કે, કોણિક રાજાને સેચનક ગંધહસ્તી અને અઢારસરો હાર – યાવત્ – પાછો નહીં આપું, પરંતુ યુદ્ધને માટે તૈયાર છું. – ત્યારપછી તે દૂત પાસેથી કોણિકે આ વૃત્તાંત સાંભળ્યો. સાંભળીને ક્રોધિત થઈને કાલ આદિ દશકુમારોને બોલાવ્યા અને કહ્યું કે, વાત એમ છે કે મને કહ્યા વિના વેહલ્લકુમાર (હલ અને વિહલકુમાર) સેચનક ગંધહસ્તી અને અઢારસરો હાર લઈને પોતાના અંતઃપુર, પરિવારસહિત ગૃહોપકરણ લઈને ચંપાથી ભાગી ગયેલ છે. વૈશાલીમાં આર્યક ચેટકનો આશ્રય લઈને રહ્યા છે. મેં – યાવત્ – દૂતને મોકલ્યા પણ ચેટક રાજાએ મારા ત્રીજા દૂતને અસત્કારિત અપમાનિત કરીને પાછલા દ્વારેથી કાઢી મૂક્યો. તેથી આપણે ચેટક રાજાનો નિગ્રહ કરવો જોઈએ, તેમને દંડિત કરવા જોઈએ. તે કાલ આદિ દશકુમારોએ કૂણિક રાજાની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યારપછી તે કોણિક રાજાએ તે કાલ, સુકાલ આદિ દશકુમારોને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો પોતપોતાના રાજ્યમાં જાઓ અને પ્રત્યેક સ્નાન યાવત્ - પ્રાયશ્ચિત્ત આદિ કરીને શ્રેષ્ઠ હાથી પર આરૂઢ થઈને પ્રત્યેક અલગ-અલગ ૩,૦૦૦ હાથીઓ, ૩,૦૦૦ રથો, ૩,૦૦૦ ઘોડાઓ અને ત્રણ કરોડ મનુષ્યોને સાથે લઈને તેમજ કોણિક પણ પોતાનું આ બધું લઈને એ રીતે બધું જ ૩૩,૦૦૦ ૩૩,૦૦૦ જાણવું. એ રીતે સમસ્ત ઋદ્ધિ–વૈભવ – યાવત્ – સર્વ પ્રકારના સૈન્ય, સમુદાય અને આદરપૂર્વક સર્વ પ્રકારની વેશભૂષાથી સજ્જ થઈને, સર્વ વિભૂતિ, સર્વ સંભ્રમ, સર્વ પ્રકારે સુગંધિત પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર, સર્વ દિવ્ય વાદ્યસમૂહોની ધ્વનિ, પ્રતિધ્વનિ, મહાન્ ઋદ્ધિ, મહાદ્યુતિ, મહાબલ, શંખ, ઢોલ, પટહ, ભેરી, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, દુંદુભિના ઘોષના ધ્વનિની સાથે પોતપોતાના નગરમાં પ્રસ્થાન કરો, પ્રસ્થાન કરીને મારી પાસે એકત્રિત થાઓ. - ૧૬૦ - - -- ત્યારે તે કાલ, સુકાલ આદિ દશે કુમારો, કોણિક રાજાના આ કથનને સાંભળી પોતપોતાના રાજ્યમાં ગયા. પ્રત્યેકે સ્નાન કર્યું – યાવત્ - જ્યાં કોણિક રાજા હતો ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડીને કોણિકને વધાવ્યો. ત્યારપછી કોણિક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને આ આજ્ઞા આપી કે હે દેવાનુપ્રિયો ! જલ્દી આભિષય હસ્તીરત્નને સજ્જિત કરો. ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી સુગઠિત ચતુરંગિણી સેનાને સુસન્નદ્ધ કરો – યાવત્ – તેમણે કાર્ય પૂર્ણ કરવાની સૂચના આપી. — ત્યારપછી કૂણિક રાજા જ્યાં સ્નાનગૃહ હતું, ત્યાં આવ્યો. મોતીઓના સમૂહથી યુક્ત હોવાથી મનોહર, ચિત્ર-વિચિત્ર મણિરત્નોથી ખચિત ભૂમિતલવાળા, રમણીય, સ્નાનમંડપમાં વિવિધ મણિરત્નોના ચિત્રોથી ચિત્રિત સ્નાનપીઠ પર સુખપૂર્વક બેસીને તેણે શુભ, પુષ્પોદકથી, સુગંધિત અને શુદ્ધ જળથી કલ્યાણકારી ઉત્તમ સ્નાનવિધિથી સ્નાન કર્યું. Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૬૧ અનેક પ્રકારના સેંકડો કૌતુક કર્યા તથા કલ્યાણપ્રદ પ્રવર સ્નાન કર્યું. પછી સુંવાટીવાળા કાષાયિક મુલાયમ વસ્ત્રથી શરીર પોંછયું. મહામૂલ્યવાનું દૂષ્યરત્નને ધારણ કર્યું. સરસ, સુગંધિત, ગોશીષ ચંદનથી અંગોનું લેપન કર્યું. પવિત્રમાળા ધારણ કરી, કેશર આદિનું વિલેપન કર્યું. મણિઓ અને સુવર્ણથી નિર્મિત આભૂષણ ધારણ કર્યા. હાર, અર્ધપાર, ત્રિસરોહાર અને લટકતા કટિસૂત્રથી પોતાને સુશોભિત કર્યું. ગળામાં રૈવેયક આદિ આભૂષણ ધારણ કર્યા. આંગળીઓમાં વીંટી પહેરી. મણિમય કંકણો, ત્રુટિતો અને ભુજાબંધોથી ભુજાઓ ખંભિત થઈ ગઈ. કુંડલોથી તેમનું મુખ ચમકી ગયા. મુગટથી મસ્તક દેદીપ્યમાન થઈ ગયું. (તદુપરાંત–) – હારોથી આચ્છાદિત તેનું વક્ષસ્થળ સુંદર પ્રતીત થઈ રહ્યું હતું. લટકતા વસ્ત્રને ઉત્તરીય રૂપે ધારણ કરેલું. મુદ્રિકાઓથી આંગળીઓ પીતવર્ણની દેખાતી હતી. સુયોગ્ય શિલ્પીઓ દ્વારા નિર્મિત, સ્વર્ણ અને મણિઓના સુયોગથી સુરચિત, વિમલ, મહાર્ણ, સુશ્લિષ્ટ, ઉત્કૃષ્ટ, પ્રશસ્ત આકારયુક્ત, વીરવલય ધારણ કર્યા. કલ્પવૃક્ષ સમાન અલંકૃત્. અને વિભૂષિત નરેન્દ્ર કોરંટ પુષ્પની માળાઓથી યુક્ત છત્રને ધારણ કરી, બંને પડખે ચાર ચામરોથી વિંઝાતો, લોકો દ્વારા મંગલમય જય-જયકાર કરાતો, અનેક ગણનાયકો, દંડનાયકો, રાજા, ઈશ્વર – યાવતું – સંધિપાલ આદિથી ઘેરાયેલો તે ખાનગૃહથી બહાર નીકળ્યો – યાવત્ – અંજનગિરિના શિખર સમાન વિશાળ ઊંચા ગજપતિ પર તે નરપતિ આરૂઢ થયો. ત્યારપછી કોણિક રાજા ૩૦૦૦ હાથીઓ – યાવત્ - વાદ્યઘોષપૂર્વક ચંપાનગરીના મધ્ય ભાગથી નીકળ્યો. ત્યારે ૩૩,૦૦૦ હાથીઓ, ૩૩,૦૦૦ ઘોડાઓ, ૩૩,૦૦૦ રથો, ૩૩ કોટિ મનુષ્યોથી ઘેરાયેલ, સર્વ ઋદ્ધિ – યાવત્ – કોલાહલપૂર્વક, સુવિધાજનક પડાવ કરતા, અતિ વિકટ અંતરાવાસ ન કરતા, વિશ્રામ કરતા, અંગજનપદના મધ્ય ભાગમાંથી થઈને જ્યાં વિદેહ જનપદ હતું, વૈશાલી નગરી હતી, તે તરફ જવા માટે ઉદ્યત થયો. રાજા કોણિકના યુદ્ધને માટે પ્રસ્થાનના સમાચાર જાણીને ચેટક રાજાએ કાશી કોશલ દેશોના નવ લિચ્છવી અને નવ મલકીએ અઢાર ગણ રાજાઓને પરામર્શ કરવાના હેતુ આમંત્રિત કરીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! વાત એમ છે કે કોણિક રાજાએ સેચનક હાથી અને અઢારસરો હાર પાછો લેવા માટે ત્રણ દૂતો મોકલ્યા. પણ રાજા શ્રેણિકે પોતાના જીવતા જ આ બંને વસ્તુ તેમને પ્રદાન કરેલી છે. તો પણ જો હાર-હાથી જોઈતા હોય તો તેને અડધું રાજ્ય આપી દે ઇત્યાદિ પૂર્વવત્ વૃત્તાંત જણાવ્યો. હવે કોણિક રાજા યુદ્ધ માટે સજ્જ થઈને અહીં આવી રહ્યો છે, તો શું સેચનક હાથી અને અઢારસરો હાર કોણિક રાજાને પાછો આપવો કે વેહલકુમાર (લલ્લ અને વિહલકુમાર) તેમને પાછા સોંપવા કે પછી યુદ્ધ કરવું? ત્યારે તે કાશી-કોશલના નવ મલકી અને નવ લિચ્છવી એ અઢાર ગણ રાજાઓએ ચેટક રાજાને કહ્યું, હે સ્વામી ! આ ઉચિત નથી, યોગ્ય પણ નથી અને અનુરૂપ પણ નથી કે સેચનક હાથી અને હાર કોણિકને રાજાને આપવા, કે શરણાગતકુમારને પાછો સોંપવો. Jain Station.hternational Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આગમ કથાનુયોગ-૫ તેથી જ્યારે કૃણિક રાજા ચતુરંગિણી સેનાને લઈને યુદ્ધ સજ્જિત થઈને અહીં આવી રહ્યો છે તો આપણે પણ કોણિક રાજા સાથે યુદ્ધ કરીએ. ત્યારે ચેટક રાજાએ કહ્યું કે, જો આપ દેવાનુપ્રિય ! કોણિક રાજા સાથે યુદ્ધ કરવાને માટે તૈયાર છો, તો હે દેવાનુપ્રિયો ! પોતપોતાના રાજ્યોમાં જાઓ અને સ્નાનાદિ કરી કાલ આદિ કુમારોની સમાન – યાવત્ – ચતુરંગિણી સેનાની સાથે અહીં આવો. તે સાંભળીને અઢારે રાજા પોતપોતાના રાજ્યોમાં ગયા અને યુદ્ધને માટે સુસજ્જિત થઈને આવ્યા અને તેમણએ ચેટક રાજાને જય-વિજય શબ્દોથી વધાવ્યા. ત્યારપછી ચેટકરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આજ્ઞા કરી કે, આભિષેજ્ય હસ્તિરત્નને સજાવો - યાવત્ – ચેટક રાજા પણ કોણિક રાજાની માફક હાથી પર આરૂઢ થયો. તે અઢાર ગણ રાજાઓ આવ્યા બાદ, ચેટકરાજા સહિત ઓગણીસ રાજાઓ કોણિક રાજાની માફક નીકળ્યા. ચેટક રાજા ૩૦૦૦ હાથીઓ આદિ સાથે વૈશાલી નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યો. ત્યારે ચેટકરાજા સહિતના તે ઓગણીસ રાજાઓ પ૭,૦૦૦ હાથી, પ૭,૦૦૦ ઘોડા, ૫૭,૦૦૦ રાજાઓ અને ૫૭ કોટિ મનુષ્યોની સાથે સર્વદ્ધિ – યાવત્ – વાદ્યઘોષપૂર્વક સુખદ વાસ, નીકટ-નીકટ વિશ્રામ કરતા વિદેજનપદની વચ્ચોવચ્ચથી ચાલતા જ્યાં સીમાંત પ્રદેશ હતો ત્યાં આવીને છાવણી નાંખી. તથા કોણિક રાજાની પ્રતીક્ષા કરતા યુદ્ધને માટે તત્પર થઈને ત્યાં રહ્યા. ત્યારપછી કોણિક રાજા સમરત ઋદ્ધિ – યાવત્ – કોલાહલની સાથે જ્યાં સીમાંત પ્રદેશ હતો, ત્યાં આવ્યો. ચેટક રાજાથી એક યોજન દૂર તેણે છાવણી નાંખી. ત્યારપછી બંને રાજાઓએ રણભૂમિને સજ્જિત કરી, સજ્જિત કરીને રણભૂમિમાં પોતપોતાના જય-વિજયને માટે અર્ચના કરી. ત્યારપછી કોણિક રાજાએ ૩૩,૦૦૦ હાથી – યાવત્ – ૩૩ કોટિ પાયદળ સાથે ગરુડ વૂડની રચના કરી. ગરુડબ્ડ દ્વારા તેણે રથમૂસલ સંગ્રામ પ્રારંભ કર્યો. આ તરફ ચેટક રાજાએ પ૭,૦૦૦ હાથી – યાવત્ – ૫૭ કોટિ પદાતીઓ સાથે શકટ યૂહ રચ્યો. (આવશ્યક સૂત્રમાં “સાગરબ્યુહ રચ્યો” તેમ જણાવેલ છે.) રચીને તેઓ રથમૂસલ સંગ્રામમાં પ્રવૃત્ત થયા. કોણિકે દંડનાયક રૂપે પહેલે દિવસે “કાલકુમાર''ની નિમણૂંક કરેલી. ત્યારે બંને રાજાની સેનાઓ યુદ્ધને માટે તત્પર થઈ – યાવત્ – આયુધો અને પ્રહરણો લઈને, હાથોમાં ઢાલ બાંધીને, તલવારો ખ્યાનમાંથી બહાર કાઢી, ખંભા પર લટકતા તૂણીરોથી, પ્રત્યંચાયુક્ત ધનુષ્યમાંથી છોડેલ બાણોથી, ફટકારતા એવા ડાબા હાથોથી, જોરજોરથી વાગતી એવી જાંઘોમાં બાંધેલી ઘંટિકાઓથી, વાગતી એવી તુરતીઓથી અને પ્રચંડ હુંકારોથી મહાનું કોલાહલથી સમુદ્રગર્જના જેવો અવાજ કરતા સર્વઋદ્ધિ – યાવત્ – વાદ્યઘોષોથી, પરસ્પર અશ્વારોહીઓ અશ્વારોહી સાથે, ગજાસૂઢો ગજાસૂઢોથી, રથારોહી રથારોહીથી અને પદાતીઓ પદાતીઓની સાથે યુદ્ધમાં ભીડાઈ ગયા. બંને રાજાઓની સેનાઓ પોતપોતાના સ્વામીના શાસન–અનુરાગથી પૂર્ણ હતી. તેથી મહાન્ જનસંહાર, જનવધ, જનમર્દન, જનભય અને નાચતા એવા મુંડોથી ભયંકર લોહીનું કીચડ કરતી એવી બંને સેના એકબીજા સાથે યુદ્ધમાં ભીડાઈ ગઈ – ચેટક Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૬ ૩ રાજાના એક જ બાણથી કાલકુમાર હત–મથિત થઈ ગયો. એ જ રીતે સુકાલકુમાર આદિ દશે કુમારો ચેટક રાજાના બાણથી હત–મથિત થઈને મૃત્યુ પામ્યા. એ રીતે દશ દિવસ સંગ્રામમાં દશ વીર–કુમારોનું મૃત્યુ થતા કોણિક રાજાએ અઠમ ભક્ત ગ્રહણ કર્યો. શક્ર અને ચમરેન્દ્ર આવ્યા. ત્યાં બે મહાસંગ્રામ થયા – એક મહાશિલાકંટક અને બીજો રથમૂશલ મહાસંગ્રામ. આ બંને મહાસંગ્રામનું વર્ણન ભગવતીજી સૂત્ર–૩૭૨ થી આ પ્રમાણે છે – ૦ મહાશિલાકંટક સંગ્રામ : તે સમયે મહાશિલાકંટક સંગ્રામ ઉપસ્થિત થયેલો જાણી કોણિક રાજાએ પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. તેઓને કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ઉદાયી નામના હસ્તિરાજને તૈયાર કરો અને ચતુરંગિણી સેના સન્ન કરો. ત્યારે કૂણિક રાજાની આજ્ઞાનુસાર – યાવત્ – ભીમસંગ્રામને યોગ્ય ઉદાર ઉદાયી નામક હસ્તીરાજનું સુસજ્જિત કર્યો. તે સાથે ચતુરંગિણી સેના પણ સુસજ્જિત કરી. જ્યાં કોણિક રાજા હતો, ત્યાં આવ્યા – યાવત્ – પૂર્વે જણાવ્યા મુજબ કોણિક રાજા સ્નાન કરીને – યાવત્ - સજ્જ થઈને ઉદાયી નામક હાથી પર આરૂઢ થયો. ત્યારપછી ચતુરંગિણી સેનાથી સજ્જ થઈને – યાવત્ – જ્યાં મહાશિલાકંટક સંગ્રામ હતો ત્યાં આવ્યો. તે મહાશિલાકંટક સંગ્રામમાં ઉતર્યો. તેની આગળ દેવરાજ દેવેન્દ્ર શક્ર વજપ્રતિરૂપક અભેદ્ય એક મહાનું કવચની વિકૃર્વણા કરી ઊભો રહ્યો. આ પ્રમાણે બે ઇન્દ્ર સંગ્રામ કરવા લાગ્યા. એક દેવેન્દ્ર અને બીજો મનુજેન્દ્ર (કોણિક રાજા). કોણિક રાજા કેવળ એક હાથીથી પણ પરાજિત કરવામાં સમર્થ થઈ ગયો. ત્યારપછી તે કોણિક રાજાએ મહાશિલાકંટક સંગ્રામ કરતા નવ મલકી અને નવ લેચ્છકી જે કાશી અને કોશલ દેશના અઢાર ગણરાજા હતા, તેઓના પ્રવર યોદ્ધાઓને નષ્ટ કર્યા, ઘાયલ કર્યા, મારી નાંખ્યા. તેમની ચિહ્નાકિંત ધ્વજા-પતાકાઓ પાડી દીધી. તે વીરોના પ્રાણ સંકટમાં પડી ગયા. તેથી તેઓને યુદ્ધ સ્થળથી દશે દિશાઓમાં ભગાડી દીધા. હે ભગવન્! આ મહાશિલાકંટક સંગ્રામને મહાશિલાકંટક સંગ્રામ કેમ કહેવામાં આવે છે ? જ્યારે મહાશિલાકંટક સંગ્રામ થઈ રહ્યો હતો, ત્યારે તે સંગ્રામમાં જે પણ ઘોડા, હાથી, યોદ્ધા કે સારથી આદિ હતા તેઓ તૃણથી, કાષ્ઠથી, પાંદડાથી, કાંકરા આદિથી જ્યારે આહત થતા હતા, ત્યારે તે બધાં એવો અનુભવ કરતા હતા કે અમે મહાશિલાના પ્રહારથી આહત થઈ રહ્યા છીએ. હે ગૌતમ ! આ કારણથી આ સંગ્રામને મહાશિલાકંટક સંગ્રામ કહે છે. હે ભગવન્! જ્યારે મહાશિલાકંટક સંગ્રામ થયો ત્યારે તેમાં કેટલા લાખ મનુષ્યો માર્યા ગયા ? હે ગૌતમ ! તે મહાશિલાકંટક સંગ્રામમાં ૮૪ લાખ મનુષ્યો મર્યા. હે ભગવન્! શીલરહિત – યાવતુ – પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસરહિત, રોષથી ભરેલા, પરિકુપિત, યુદ્ધમાં ઘાયલ થયેલા અને અનુપશાંત તે મનુષ્યો મરીને કયાં ગયા? ક્યાં ઉત્પન્ન થયા ? Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આગમ કથાનુયોગ-૫ હે ગૌતમ ! પ્રાયઃ નરક અને તિર્યંચ યોનિકોમાં ઉત્પન્ન થયા. ૦ રથમૂસલ સંગ્રામ : હે ભગવન્! આ રથમૂશલ સંગ્રામ જ્યારે થઈ રહ્યો હતો ત્યારે કોણ હાર્યું અને કોણ જીત્યું ? હે ગૌતમ ! ઇન્દ્ર અને વિદેહપુત્ર (કોણિક) તથા અસુરેન્દ્ર અસુરરાજ ચમર (મહાશિલાકંટક યુદ્ધની માફક) જીત્યા અને નવ મલકી તથા નવલિચ્છવી રાજા હારી ગયા. ત્યારે રથમૂસલ સંગ્રામ ઉપસ્થિત થયો જાણીને કોણિક રાજાએ પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. ત્યારપછીનું સર્વ વર્ણન મહાશિલાકંટક માફક જાણવું વિશેષ એટલું કે અહીં ભૂતાનંદ નામનો હસ્તિરાજ હતો – યાવત્ – તે કોણિક રથમૂસલ સંગ્રામમાં ઉતર્યો. આગળ દેવેન્દ્ર દેવરાજ શક્ર હતો – યાવત્ – સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. તેની પાછળ અસુરેન્દ્ર અસુરરાજ ચમર લોઢાના બનેલા એક મહાનું કઠિન જેવું કવચ વિક્ર્વીને ઊભો હતો. આ પ્રમાણે ત્રણ ઇન્દ્રો સંગ્રામ કરવાને માટે પ્રવૃત્ત થયા. તે આ પ્રમાણે – દેવેન્દ્ર, મનુજેન્દ્ર અને અસુરેન્દ્ર. હવે કોણિક કેવળ એક હાથીથી આખી શત્રુસેનાને પરાજિત કરવામાં સમર્થ હર્તા – યાવત્ – પહેલા કહેલા તે શત્રુ રાજાઓને દશે દિશાઓમાં ભગાડી દીધા. હે ભગવન્! આ રથમૂસલ સંગ્રામને રથમૂસલ સંગ્રામ કેમ કહેવાય છે ? હે ગૌતમ ! જે સમયે રથમૂસલ સંગ્રામ થઈ રહ્યો હતો, તે સમયે અશ્વરહિત, સારથિ રહિત અને યોદ્ધાઓથી રહિત કેવળ એક રથમૂસલ સહિત અત્યંત જનસંહાર, જનવધ, જનપ્રમર્દન અને જળપ્રલયની સમાન લોહીનું કીચડ કરતા ચારે તરફ દોડતા હતા. આ કારણે તે સંગ્રામને રથમૂલ સંગ્રામ – યાવત્ – કહેવાયો છે. હે ભગવન્! જ્યારે રથમૂસલસંગ્રામમાં કેટલા મનુષ્યો મર્યા? હે ગૌતમ ! રથમૂસલ સંગ્રામમાં છન્નુ લાખ મનુષ્યો મર્યા. હે ભગવન્! નિઃશીલ – યાવત્ – તે મનુષ્યો મૃત્યુ સમયે મરીને ક્યાં ગયા? ક્યા ઉત્પન્ન થયા ? હે ગૌતમ ! તેમાંથી ૧૦,૦૦૦ મનુષ્યો તો એક માછલીના ઉદરમાં ઉત્પન્ન થયા. એક મનુષ્ય દેવલોકમાં ઉત્પન્ન થયો. એક મનુષ્ય ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયો અને શેષ લોકો પ્રાયઃ નરક અને તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થયા. હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર અને અસુરેન્દ્ર અસુરરાજ ચમર, આ બંનેએ કોણિક રાજાને કયા કારણે સહાયતા આપી ? હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર તો કોણિક રાજાનો પૂર્વ સંગતિક હતો અને અસુરેન્દ્ર અસુરકુમાર રાજા ચમર કોણિક રાજાનો પર્યાય સંગતિક મિત્ર હતો. તેથી તે ગૌતમ ! તેણે કોણિક રાજાને સહાયતા આપી. ૦ કૂલવાલકની મદદથી વૈશાલીનગરીને ભગ્ન કરવી : કોણિકને મદદ કરવા શક્ર અને ચમર આવેલા. પણ શક્રએ કહ્યું કે, ચેટકરાજા શ્રાવક છે, તેથી હું તેના પર પ્રહાર કરીશ નહીં. માત્ર સંરક્ષણ કરીશ. જ્યારે ગણરાજાઓ Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૬૫ નષ્ટ થઈને પોતાના નગરે ગયા. ત્યારે ચેટક રાજા પણ વૈશાલી ગયો. કોણિકરાજા તેના નગરને ઘેરીને રહ્યો. એ પ્રમાણે બાર વર્ષ પસાર થયા. આ તરફ હલ્લ–વિલ સેચનક હાથી પર નીકળીને રોજેરોજ કોણિકના સૈન્યનો નાશ કરવા લાગ્યા. કોણિક પણ તે હાથીને કારણે ઘણો ખેદ પામ્યો. ત્યારપછી કોણિક વિચારવા લાગ્યો કે ક્યા ઉપાયથી આમને મારવા ? ત્યારે અમાત્યએ કહ્યું, હાથીને મારવો જોઈએ. કોણિક ઇર્ષ્યાથી બોલ્યો, મારી નાંખો ત્યારે અંગારાની ખીણ બનાવી. સેચનકે અવધિજ્ઞાન વડે જોઈ. તેથી તે ખાઈનું ઉલ્લંઘન કરતો ન હતો. કુમારોએ કહ્યું કે, તારા નિમિત્તે આ આપત્તિ પ્રાપ્ત થઈ છે, તો પણ તું ચાલતો નથી. ત્યારે સેચનક હાથીએ પોતાની ઉપરથી બંને કુમારોને ઉતારી દીધાં. તે ખાઈમાં પડીને મૃત્યુ પામ્યો. તો પણ તે વૈશાલીનગરીને કોણિક ભગ્ન ન કરી શક્યો. ત્યારે કોણિકને ચિંતા થઈ કે હવે નગરીને ભગ્ન કઈ રીતે કરવી ? ત્યારે કૂલવાલકમુનિથી રદ થયેલ દેવે આકાશવાણી કરી કે, જો કુલવાલક શ્રમણ માગધિકા વેશ્યામાં આસક્ત થાય તો અશોકચંદ્ર (કોણિક) રાજા વૈશાલી નગરીને ગ્રહણ કરી શકે – યાવત્ – કૂલવાલકની મદદથી વૈશાલીનગરીને ભગ્ન કરી. (આ આખું કથાનક ફૂલવાલક શ્રમણની કથામાં આવી ગયેલ છે. જુઓ કથા – “ફૂલવાલક શ્રમણ”. ૦ રાજા કોણિકની ચંપાનગરી : (અહીં નગરીનું વિસ્તારથી વર્ણન છે. આગમમાં અનેક સ્થાને નગરીનું નામ આપીને ‘વારે" અથવા “નહીં વિવારૂU” લખીને સંદર્ભ આપે છે તે બધે સ્થાને આ વર્ણન સમજવાનું છે.) તે કાળે, તે સમયે ચંપા નામની નગરી હતી. તે વૈભવશાળી, સુરક્ષિત અને સમૃદ્ધ હતી. ત્યાંના નાગરિક અને જનપદના અનેક વ્યક્તિ ત્યાં પ્રમુદિત રહેતા હતા. લોકોની ત્યાં ઘણી જ આબાદી હતી. સેંકડો-હજારો હળોથી જોતરાતી તેની સમીપવર્તી ભૂમિ સુંદર માર્ગ જેવી લાગતી હતી. ત્યાં મુરઘા અને યુવા સાંઢોના ઘણાં જ સમૂહ હતા. તેની આસપાસની ભૂમિ શેરડી, જવ અને ધાન્યના વૃક્ષોથી લહેરાતી હતી. ગાય, ભેંસ, ભેડબકરીની ત્યાં પ્રચુરતા હતી. ચંપાનગરીમાં સુંદર, શિલ્પકલાયુક્ત ચૈત્ય અને યુવતિઓના વિવિધ સન્નિવેશોનું બાહુલ્ય હતું. આ નગરી લાંચીયા, ખીસાકાતરું, લુંટારા, ચોર ઇત્યાદિથી રહિત, સુખશાંતિમય અને ઉપદ્રવશૂન્ય હતી. ત્યાં ભિક્ષા સુખપૂર્વક પ્રાપ્ત થતી હતી, ત્યાં નિવાસ કરવામાં બધાં સુખ માનતા હતા. અનેક શ્રેણીના કૌટુંબિકની અહીં ગીચ વસ્તી હોવા છતાં પણ તે શાંતિમય હતી. નટ, નર્તક, જલ, મલ્લ, મૌષ્ટિક, વિદૂષક, કથક, પ્લવક, લાસક, મંખ, આખ્યાયક, લખ, તૂલિ, તુંબવીણક, તાલાચર આદિ અનેક લોકોથી સેવિત હતી. આરામ, ઉદ્યાન, કૂવા, તળાવ, વાવ, જળના બંધો, તેનાથી યુક્ત હતી. તે નગરી નંદનવન જેવી લાગતી હતી. તે ઊંચી, વિસ્તીર્ણ અને ઊંડી ખાઈથી યુક્ત હતી. ચક્ર, ગદા, ભુસુંડી, ગોફણ, અવરોધ, પ્રાકાર, મહાશિલા જેમના પર ફેંકવામાં આવે ત્યારે સેંકડો વ્યક્તિ દબાઈ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ આગમ કથાનુયોગ-૫ કચડાઈને મરી જાય અને વારના છિદ્રરહિત કપાયુગલ (દરવાજા)ને કારણે જ્યાં પ્રવેશ કરવો દુષ્કર હતો. ધનુષ્ય જેવા વક્ર પરકોટાથી આ નગરી ઘેરાયેલી હતી. તે પરકોટા પર ગોળ આકારના બનેલા કપિશીર્ષકોથી સુશોભિત હતી. તેના રાજમાર્ગ, અટ્ટાલક, ઘૂમટીઓ, ચરિકા, વારીઓ, ગોપુરો, તોરણોથી સુશોભિત અને સુવિભક્ત હતી તેની અર્ગલા અને ઇન્દ્રકીલ–નિપુણ શિલ્પીઓ દ્વારા નિર્મિત હતી. હાટ–માર્ગ, વ્યાપાર ક્ષેત્ર, બજાર આદિના કારણે તથા અનેક શિલ્પીઓ, કારીગરોના આવાસિત હોવાને કારણે તે સુખ-સુવિધાપૂર્ણ હતી. આ ચંપાનગરીના શૃંગાટકો, ત્રિકો, ચતુર્મુખો, ચત્રો એવા સ્થાનમાં વાસણ આદિની દુકાનો તથા અનેક પ્રકારની વસ્તુઓથી તે પરિમંડિત અને રમણીય હતી. રાજાની સવારી નીકળતી રહેવાને કારણે તેના રાજમાર્ગો પર ભીડ લાગેલી રહેતી હતી. ત્યાં અનેક ઉત્તમ ઘોડા, મદોન્મત્ત હાથી, રથસમૂહ, શિબિકા, સ્વન્દમાનિકા, યાન તથા યુગ્ય આદિનો ઝમેલો લાગેલો રહેતો હતો. ત્યાં ખીલેલા કમળોથી શોભિત જળાશય હતા. સફેદી કરાયેલા ઉત્તમ ભવનોથી તે સુશોભિત, અત્યધિક સુંદરતાને કારણે નિર્નિમેષ નેત્રોથી પ્રેક્ષણીય, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી. ૦ ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યનું વર્ણન : (આગમોમાં અનેક સ્થાને જુદા જુદા મૈત્યોના નામ આવે છે. ત્યાં તેના વર્ણનને બદલે ‘વાગ' કે “નહીં વિવરૂપમાં લખ્યું છે. ત્યાં ત્યાં આ વર્ણન જાણવું) તે ચંપાનગરીની બહાર ઇશાન ખૂણામાં પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું તે ચિરકાળથી ચાલ્યું આવતું હતું. પૂર્વ પુરુષો તેની પ્રાચીનતાની ચર્ચા કરતા રહેતા હતા. તે સુપ્રસિદ્ધ હતું, તે ચડાવો કે ભેટ આદિના રૂપમાં પ્રાપ્ત સંપત્તિથી યુક્ત હતું. તે ચૈત્ય કીર્તિત હતું. છત્ર, ધ્વજા, ગંટા, પતાકાથી યુક્ત હતું. નાની અને મોટી ઝંડીઓથી સજાવેલું હતું. સફાઈને માટે ત્યાં રુંવાટાવાળી પીંછીઓ રખાયેલી હતી. વેદિકાઓ બનેલી હતી. આ પૂર્ણભદ્ર ચૈત્યની ભૂમિ છાણ વડે લેંપાયેલી હતી. તેની દીવાલો ખડી, ચુના આદિથી પોતેલી હતી. તેની દીવાલો પર ગોરોચન તથા આર્દ્ર–લાલ ચંદનની પાંચો આંગળીઓના અને હથેલીસહિત, હાથના છાપા લાગેલા હતા. ત્યાં ચંદનના કળશો રાખેલા હતા. તેના પ્રત્યેક વાર ભાગ ચંદનકળશો અને તોરણોથી સજાવાયેલા હતા. જમીનથી ઉપર સુધીના ભાગોને સ્પર્શતી એવી મોટી–મોટી ગોળ તથા લાંબી અનેક પુષ્પમાળાઓ લટકતી હતી. પંચરંગી ફૂલોના ઢેરના ઢેર ત્યાં ચઢાવાતા હતા. જેથી તે ઘણું જ સુંદર લાગતું હતું. કાળો અગરુ, ઉત્તમ કુદરુક, લોબાન તથા ધૂપની મધમધતી મહેકથી ત્યાંનું વાતાવરણ ઘણું મનોજ્ઞ હતું, ઉત્કૃષ્ટ સૌરભમય હતું. સુગંધિત ધુમની પ્રચુરતાથી ત્યાં ગોળ-ગોળ ઘૂમમય ગોટા બની રહ્યા હતા. આ પૂર્ણભદ્ર ચૈત્ય નટ, નર્તક, જલ, મલ, મૌષ્ટિક, વિદૂષક, પ્લવક, કથક, લાસક, લેખ, મંખ, તૃણાલ, તુંબવીણિક, ભોજક તથા ભાટ આદિ યશોગાયકોથી યુક્ત હતું. અનેકાનેક નાગરિકો તથા જનપદવાસીઓમાં તેની કીર્તિ ફેલાયેલી હતી. ઘણાં જ દાનશીલ, Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૬૭ ઉદારપુરુષોને માટે તે ચૈત્ય આહણીય, પ્રાહ્મણીય, અર્ચનીય, વંદનીય, નમસ્કરણીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણમય, મંગલમય, દિવ્ય, પર્યપાસનીય હતું. આ પૂર્ણભદ્ર ચૈત્ય દિવ્ય, સત્ય અને સત્યોપાય હતું. તે અતિશય અને અતીન્દ્રિય પ્રભાવયુક્ત હતું. હજારો પ્રકારોની પૂજા તેને પ્રાપ્ત હતી. ઘણાં લોકો ત્યાં આવતા અને તે પૂર્ણભદ્ર ચૈત્યની અર્ચના કરતા હતા. ૦ કોણિકની ચંપાનગરીનું વનખંડ : તે પૂર્ણભદ્ર ચૈત્ય ચારે તરફથી એક વિશાળ વનખંડથી ઘેરાયેલ હતું, સઘનતાને કારણે તે વનખંડ કાળુ, કાળી આભાવાળું, નીલી, નીલી આભાવાળું તથા હરું અને ફરી આભાવાળું હતું. લતાઓ, રોપાઓ અને વૃક્ષોની પ્રચુરતાને કારણે તે સ્પર્શમાં શીતલ, શીતલ આભામય, સ્નિગ્ધ-સ્નિગ્ધ આભામય સુંદર વર્ણ આદિ ઉત્કૃષ્ટ ગુણયુક્ત તથા તીવ્ર આભામય હતું. આ રીતે આ વનખંડ કાળાપણું, કાળી છાયા, નીલાપણું, નીલી છાયા, હરાપણું, હરીછાયા, શીતળતા, શીતળ છાયા, સ્નિગ્ધતા, નિષ્પ છાયા, તીવ્રતા, તીવ્રછાયાથી યુક્ત હતું. વૃક્ષોની શાખાઓની પરસ્પર ગુંથાઈ જવાને કારણે તે ગહેરી, સઘન છાયાથી યુક્ત હતું. તેનું દશ્ય એવું રમણીય હતું. જાણે મોટા મોટા વાદળોની ઘટાઓથી ઘેરાયેલું હોય. તે વનખંડના વૃક્ષ ઉત્તમ – મૂળ, કંદ, સ્કંધ, છાલ, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ તથા બીજથી સંપન્ન હતું. તે ક્રમશઃ આનુપાતિક રૂપમાં સુંદર તથા ગોળાકાર વિકસિત હતા. તેને એક–એક ડાળી તથા અનેક શાખાઓ હતી. તેના મધ્યભાગમાં અનેક શાખા અને પ્રશાખાઓ વિસ્તારથી ફેલાયેલ હતી. તેના સઘન, વિસ્તૃત તથા સુઘડ થળ અને ડાળીઓ અનેક મનુષ્યો દ્વારા ફેલાયેલી ભુજાઓથી પણ ગ્રહણ કરી શકાય તેમ ન હતું. તેના પાંદડા છેદરહિત, અવિરત, અઘોમુખ તથા ઉપદ્રવરહિત હતા. તેના જૂના, પીળા પાંદડા ખરી ગયા હતા. નવા લીલા ચમકતા પાંદડાઓની સઘનતાથી ત્યાં અંધારુ અને ગાંભીર્ય જણાઈ રહ્યું હતું. નવીન, પરિપુષ્ટ પાંદડા, કોમળ ઉજ્વળ તથા ફરકતી એવી કુંપણો–પ્રવાલોથી તેના ઉચ્ચ શિખરો સુશોભિત હતા. તે વનખંડમાં કેટલાંયે વૃક્ષો એવા હતા, જે સર્વ ઋતુઓના ફૂલો, મંજરીઓ, પાંદડા, ફૂલોના ગુચ્છો, ગુલ્મો તથા પાંદડાઓના ગુચ્છોથી યુક્ત રહેતું હતું. કેટલાંએ એવા હતા, જે સદા સમશ્રેણિક રૂપમાં સ્થિત હતા. કેટલાંએ હંમેશાં યુગલ રૂપમાં કેટલાંક પુષ્પ–ફળ આદિના ભારથી નિત્ય વિનમિત, પ્રણમિત નમેલા હતા. આ રીતે વિવિધ પ્રકારની પોતપોતાની વિશેષતાઓ વાળા હતા. તે વનખંડના વૃક્ષ પોતાની સુંદર લુંબીઓ તથા મંજરીઓના રૂપમાં માનો કે શિરોભૂષણ ધારણ કરીને રહેલા હતા. ત્યાં પોપટ, મોર, મેના, કોયલ, કોગિક, ભંગારક, કૉડલક, ચકોર, નંદિમુખ, તીતર, બટેર, બતક, ચક્રવાક, કલહંસ, સારસ પ્રભૂતિ પક્ષીઓ દ્વારા કરતા અવાજોના ઉન્નત અને મધુર સ્વરાલાપથી તે વૃક્ષો ગુંજિત હતા, સુરખ્ય લાગતા હતા. તે વનખંડમાં સ્થિત મદમાતા ભ્રમર તથા ભ્રમરીઓ અને મધમાખીઓના સમૂહ અને મકરંદથી અન્યાન્ય સ્થાનોથી આવેલા વિવિધ જાતિના ભ્રમર મસ્તીથી ગણગણી રહ્યા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આગમ કથાનુયોગ-૫ હતા. જેનાથી તે સ્થાન ગુંજાયમાન થઈ રહ્યું હતું. તે વૃક્ષો અંદરથી ફૂલો અને ફળોથી આપૂર્ણ હતા. બહારથી પાંદડા વડે ઢાંકેલા હતા. તે પાંદડા અને ફૂલોથી સર્વદા લદાયેલા રહેતા હતા. તેના ફળ સ્વાદિષ્ટ, નીરોગ તથા નિષ્કટક હતા. તે વિવિધ પ્રકારના ફૂલો તથા ગુચ્છો, લતા તથા કુંજો તથા મંડપો દ્વારા રમણીય પ્રતીત થતા હતા. શોભિત હતા. ત્યાં ભિન્નભિન્ન પ્રકારની ધ્વજાઓ ફરકતી હતી. આ વનખંડમાં ચોરસ, ગોળ તથા લાંબી વાવડીઓમાં જાળી, ઝરોખાથી યુક્ત સુંદર ભવન બનેલા હતા. દૂર દૂર સુધી જનારી સુગંધના સંચિત પરમાણુઓના કારણે તે વૃક્ષો પોતાની સુંદર મહેકથી મનને હરી લેતા હતા. અત્યંત તૃપ્તિકારક વિપુલ સુગંધને છોડતા હતા. ત્યાં વિવિધ, અનેકાનેક પુષ્પગુચ્છ, લતાકુંજ, મંડપ, વિશ્રામસ્થળ, સુંદર માર્ગ હતા, ઝંડા લાગેલા હતા. તે વનખંડ અનેક રથો, વાહનો, ડોળીઓ તથા પાલખીઓને રાખવા માટે ઉપયુક્ત અને વિસ્તીર્ણ ભૂમિયુક્ત હતું. આ પ્રકારે તે વનખંડ રમણીય, મનોરમ, દર્શનીય, અભિરૂપ તથા પ્રતિરૂપ હતું. ૦ કોણિકની ચંપાનગરીમાં વનખંડમાં અશોકવૃક્ષ : (આગમોમાં અનેક સ્થાને નગરી, ચૈત્ય, વનખંડની માફક અશોકવૃક્ષ (વૃક્ષ) માટે પણ નહી વેવાઈ” જેવો સંદર્ભ અપાય છે. તે અત્રે વર્ણવાએલ અશોકવૃક્ષ અનુસાર જાણવું). ચંપાનગરીના વનખંડની ઠીક મધ્યભાગમાં એક વિશાળ અને સુંદર અશોક વૃક્ષ હતા. તેના મૂળીયા ડાભ અને બીજા પ્રકારના તૃણોથી વિશુદ્ધ હતા. તે વૃક્ષ ઉત્તમ મૂળ – થાવત્ – રમણીય, દર્શનીય, અભિરૂપ તથા પ્રતિરૂપ હતું. તે ઉત્તમ અશોકવૃક્ષ તિલક, લકુચ, ક્ષત્રોપ, શિરીષ, સપ્તપર્ણ, દધિપર્ણ, લોધ્ર, ધવ, ચંદન, અર્જુન, નીપ, કટુજ, કદંબ, સવ્ય, પનસ, દાડમ, શાલ, તાલ, તમાલ, પ્રિયક, પ્રિયંગુ, પરોપગ, રાજવૃક્ષ, નંદિવૃક્ષ આદિ અનેક અન્ય વૃક્ષોથી ચારે તરફથી ઘેરાયેલું હતું. તે તિલક, લકુચ – ચાવતું – નંદિવૃક્ષ આ સર્વે વૃક્ષોના મૂળ ડાભ તથા બીજા પ્રકારના તૃણોથી વિશુદ્ધ હતી. તેના મૂળ, કંદ આદિ દશે અંગ ઉત્તમ પ્રકારના હતા. આ રીતે તે વૃક્ષ રમણીય, મનોરમ, દર્શનીય, અભિરૂપ તથા પ્રતિરૂપ હતું. તે તિલક, નંદિવૃક્ષ આદિ વૃક્ષો અન્ય ઘણી જ પઘલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, સહકારલતા, પીલુકલતા, વાસંતીલતા તથા અતિમુક્તલતાઓથી ચારે તરફથી ઘેરાયેલા હતા. તે લતાઓ સર્વ ઋતુઓમાં ફળતી હતી – યાવત્ – તે રમણીય, મનોરમ, દર્શનીય, અભિરૂપ તથા પ્રતિરૂપ હતી. ૦ પૃથ્વીશિલાપટ્ટક વર્ણન : તે અશોકવૃક્ષની નીચે, તેના તળીયાની કંઈક નજીક એક મોટો પૃથ્વીશિલાપટ્ટક હતો, તેની લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ સમુચિત પ્રમાણમાં હતી. તે કાળો હતો. તે અંજન, બાદલ, કૃપાણ, નીલકમલ, બલરામનું વસ્ત્ર, આકાશ, વાળ, કાજલની કોટડી, ખંજન પક્ષી, ભેંસના શીંગ, રિઝક રત્ન, જાંબુના ફળ, બીજક, સનના ફૂલના ડંઠલ, Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૬૯ નીલકમળના પાંદડાનો ઢગલો તથા અળસીના ફૂલ સદશ પ્રભાવાળો હતો. નીલમણી, કસૌટી, કમર પર બાંધવાનો ચામડાનો પટ્ટો, આંખોની કીકી – એ સર્વેના પુંજ સમાન તે પૃથ્વીશિલાપટ્ટકનો વર્ણ હતો. તે અત્યંત નિગ્ધ હતો. તેના આઠ ખૂણા હતા. દર્પણના તલ સમાન તે સુરખ્ય હતો. રીંછ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પલી, સાપ, કિન્નર, રર, અષ્ટાપદ, ચમર, હાથી, વનલતા અને પઘલતાના ચિત્રો તેના પર બનેલા હતા. તેનો સ્પર્શ મૃગછાલ, કપાસ, બૂર, માખણ તથા આકના ૨ સમાન કોમળ હતો. તે આકારમાં સિંહાસન જેવો હતો. આ પ્રમાણે તે શિલાપટ્ટક મનોરમ, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતો. ૦ રાજા કોણિકનું વર્ણન : ચંપાનગરીમાં કોણિક નામનો રાજા હતો, જે ત્યાં નિવાસ કરતો હતો. તે મહાડિમવાન, પર્વત સમાન મહત્તા તથા મલય, મેરુ અને મહેન્દ્રની સદશ પ્રધાનતા કે વિશિષ્ટતા યુક્ત હતો. તે અત્યંત વિશુદ્ધ અને ચીરકાલીન હતો. તેના અંગો પૂર્ણતઃ રાજચિત લક્ષણોથી સુશોભિત હતો. તે ઘણાં લોકો દ્વારા અતિ સન્માનિત અને પૂજિત હતો. સર્વગુણ સમૃદ્ધ, ક્ષત્રિય, મુદિક, મૂદ્ધભિષિક્ત, ઉત્તમ માતા–પિતાથી ઉત્પન્ન, કરુણાશીલ, મર્યાદાઓની સ્થાપના કરનારો તથા પાલન કરનારો, ક્ષેમકર, મંધર, મનુષ્યોમાં ઇન્દ્રસમાન, પોતાના રાષ્ટ્રને માટે પિતૃતુલ્ય, પ્રતિપાલક, હિતકારક, કલ્યાણકારક, પથદર્શક, ઉપસ્થાપક, નરપ્રવર, પુરુષવર પરાક્રમથી સિંહતુલ્ય, રૌદ્રતામાં વાઘ સદશ, સામર્થ્યમાં સર્પતુલ્ય, પુરુષોમાં ઉત્તમ પુંડરીક સમાન અને પુરુષોમાં ગંધહસ્તી સમાન હતો. તે સમૃદ્ધ, દૈત તથા વિત્ત હતો. તેને ત્યાં મોટા-મોટા વિશાળ ભવન, સૂવાબેસવાના આસન તથા રથ, ઘોડા આદિ સવારી, વાહન ઘણાં પ્રમાણમાં હતા. તેની પાસે વિપુલ સંપત્તિ તથા સોના-ચાંદી હતા. અર્થલાભના ઉપાયોનો તે પ્રયોક્તા હતો. તેને ત્યાં ભોજન કરાયા પછી પણ ઘણી ખાદ્યસામગ્રી બચતી હતી. તેને ત્યાં અનેક દાસ-દાસી, ગાય-ભેંસ તથા બકરીઓ હતી. તેને ત્યાં યંત્ર, કોષ, કોષ્ઠાગાર તથા શસ્ત્રાગાર પ્રતિપૂર્ણ હતું. તેની પાસે ઘણી મોટી સેના હતી. પોતાના રાજ્યના સીમાવર્તી રાજાઓ કે પડોસી રાજાઓને તેણે શક્તિહીન બનાવી દીધા હતા. પોતાના સગોત્ર પ્રતિસ્પર્ધીઓને વિનષ્ટ કરી દીધા હતા, તેઓનું ધન છીનવી લીધું હતું, તેઓને માનભંગ કરી દીધા હતા, તેમને દેશથી નિકાલ કરી દીધેલા. તે જ પ્રકારે પોતાના શત્રુઓનો વિનષ્ટ કરી દીધેલા, તેમની સંપત્તિ છીનવી લીધેલી અને માનભંગ કરી દીધેલા, દેશનિકાલ કરી દીધેલા. પોતાના પ્રભાવાતિશયથી તેણે તેઓને જીતી લીધા હતા, પરાજિત કરી લીધેલા. આ પ્રમાણે તે કોણિક રાજા નિરુપદ્રવ, લેમમય, કલ્યાણમય, સુભિક્ષયુક્ત અને શત્રુકૃત્ વિનરહિત રાજ્યનું શાસન કરતો હતો. ૦ રાજા કોણિકની રાણી ઘારિણી : (અહીં રાણી ઘારિણીનું વર્ણન છે. કથામાં આગળ જતા સુભદ્રા નામથી વર્ણન ચાલુ થાય છે. કદાચ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ આગમ કથાનુયોગ-૫ ધારિણી જ સુભદ્રા હોઈ શકે). તે રાજા કોણિકને ધારિણી નામે રાણી હતી. તેના હાથ–પગ સુકોમળ હતા. શરીરની પાંચ ઇન્દ્રિયો અહીન અને પ્રતિપૂર્ણ હતી. સંપૂર્ણ હતી. ઉત્તમ લક્ષણ વ્યંજન તથા ગુણોથી યુક્ત હતી. તે પરિપૂર્ણ, શ્રેષ્ઠ તથા સર્વાગ સુંદર હતી. તેનું સ્વરૂપ ચંદ્રમા સમાન સૌમ્ય અને દર્શન કમનીય હતું. તે પરમ સ્વરૂપવાન્ હતી. તેના દેહનો મધ્યભાગ મુઠીમાં આવી જાય તેવો પાતળો હતો. તેની કમરમાં ઉત્તમ ત્રણ કરચલી પડતી હતી. કપોલની રેખા કંડલોથી ઉદ્દીપ્ત હતી. આ ધારિણીનું મુખ શરદપૂર્ણિમાના ચંદ્ર સદશ નિર્મળ, પરિપૂર્ણ તથા સૌમ્ય હતું. સુંદર વેશભૂષા એવી હતી કે માનો તેણી શૃંગારરસસનું આવાસ સ્થાન હોય. તેણીની ચાલ, હાસ્ય, વાણી, કૃતિ અને દેહિક ચેષ્ટાઓ સંગત હતી લાલિત્યપૂર્ણ આલાપસંલાપમાં તે ચતુર હતી. સમુચિત લોકવ્યવહારમાં કુશળ હતી. તેણી મનોરમ, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી. રાજા કોણિકને ત્યાં પર્યાપ્ત વેતન પર ભગવંત મહાવીરના કાર્યકલાપને સૂચિત કરનારા એક વાર્તા–નિવેદક પુરુષ નિયુક્ત હતો. જે ભગવંતના પ્રતિદિનના વિહારક્રમ આદિ પ્રવૃત્તિઓના સંબંધમાં રાજાને નિવેદન કરતો હતો. તેણે અનેક વ્યક્તિઓને ભોજન તથા વેતન પર નિયુક્ત કરી રાખેલ હતા. જે ભગવંતની રોજની પ્રવૃત્તિ – (આવાગમન)ના સંબંધમાં તેને સૂચના આપતા રહેતા હતા. ૦ ભગવંત મહાવીરનું સમવસરણ : કોઈ દિવસની વાત છે, ભભસારપુત્ર કોણિક અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દ્વારપાળ, અમાત્ય, સેવક, પીઠમર્દક, નાગરિક, વ્યાપારી, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂર, સંધિપાલ, આદિ વિશિષ્ટજનોથી સંપરિવૃત્ત થઈને બાહ્ય રાજ્યસભામાં અવસ્થિત હતો. તે સમયે શ્રમણ ભગવંત મહાવીર આદિકર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ – થાવત્ – ગ્રામાનુગ્રામ વિચરતા સુખપૂર્વક વિહાર કરતા ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. (આ સમગ્ર વર્ણન ઘણું જ વિસ્તારથી વાફસૂત્ર – ૧૦માં આવે છે જે આ પૂર્વે તીર્થંકર ચરિત્રમાં ભગવંત મહાવીરની કથામાંથી જોઈ લેવું.) પ્રવૃત્તિ નિવેદકને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે પોતાના મનમાં આનંદ તથા પ્રીતિનો અનુભવ કર્યો. સૌમ્ય મનોભાવ અને હર્ષાતિરેકથી તેનું હૃદય વિકસિત થઈ ઉડ્યું. તેણે સ્નાન કર્યું, નિત્યનૈમિતિક કૃત્ય કર્યું. કૌતુક, તિલક, પ્રાયશ્ચિત્ત, મંગલ વિધાન કર્યું. શુદ્ધ, પ્રાવેશ્ય, ઉત્તમ વસ્ત્ર સારી રીતે પહેર્યા. અલ્પ પણ બહુમૂલ્ય આભૂષણોથી તેણે શરીરને અલંકતું કર્યું. આ રીતે તે પોતાના ઘરથી નીકળીને તે ચંપાનગરીની મધ્યે જ્યાં કોણિક રાજાનો મહેલ હતો, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ભંભસારપુત્ર કોણિક રાજા હતો, ત્યાં આવી, તેણે હાથ જોડીને, અંજલિ કરી – આપનો જય થાઓ, વિજય થાઓ એ શબ્દોથી વધાવ્યા. ત્યારપછી બોલ્યો, હે દેવાનુપ્રિય ! જેના દર્શનની આપ કાંક્ષા, સ્પૃહા, પ્રાર્થના, Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૭૧ અભિલાષા કરો છો -- જેના નામ તથા ગોત્રના શ્રવણમાત્રથી હર્ષિત અને પરિતુષ્ટ થાઓ છો, હર્ષાતિરેકથી હૃદય વિકસિત થાય છે. તે શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમથી વિહાર કરતા, ગ્રામાનુગ્રામ વિચરણ કરતા ચંપાનગરીના સન્નિવેશમાં પધાર્યા છે. હવે પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારશે. હે દેવાનુપ્રિય ! આપની પ્રીતિ અર્થે નિવેદિત કરું છું. તે આપને પ્રિય જાઓ. ભંભસારપુત્ર રાજા કોણિક વાર્તાનિવેદક પાસેથી આ સાંભળીને, તેને હૃદયંગમ કરીને હર્ષિત અને સંતુષ્ટ થયો. ઉત્તમ કમલ સમાન તેનું મુખ અને નેત્ર ખીલી ઉઠ્ઠયા, હર્ષાતિરેકજનિત સંસ્કૃર્તિવશ રાજાના હાથના ઉત્તમ કડા, બાહુરક્ષિકા, કેયુર, મુગટ, કુંડલ તથા વક્ષ:સ્થળ પર શોભિત હાર સહસાકંપી ઉઠયા. રાજાના ગળામાં લાંબી માળા લટકી રહી હતી. આભૂષણ ઝૂલી રહ્યા હતા. રાજા આદરપૂર્વક જલ્દીથી સિંહાસન પરથી ઊભો થયો. પાદપીઠ પર પગ રાખીને નીચે ઉતર્યો. પાદુકા ઉતારી, પછી ખગ, છત્ર, મુગટ, વાહન, ચામર – એ પાંચ રાજચિન્હોને અલગ કર્યા. જલથી આચમન કર્યું સ્વચ્છ, પરમ શુચિભૂત, અતિ સ્વચ્છ અને શુદ્ધ થયો. કમળના ડોડાની માફક તેણે હાથોનું સંપુટ બનાવ્યું. ત્યારપછી જે તરફ તીર્થકર ભગવંત મહાવીર બિરાજિત હતા. તે તરફ તે સાતઆઠ કદમ સામે ગયો. એમ કરીને પોતાના ડાબા ઘૂંટણને આકુંચિત કર્યો – જમણા ઘૂંટણને ભૂમિ પર રાખ્યો. ત્રણ વખત પોતાનું મસ્તક જમીન પર લગાડ્યું. ત્યારપછી તે કિંચિત્ ઊભો થયો (ઊંચો ઉદ્દયો) કંકણ તથા બાહુ રક્ષિકાર્થે સુસ્થિર ભુજાઓને ઉઠાવી, બંને હાથ જોડ્યા. અંજલિ કરીને (કોણિક રાજા) બોલ્યો અતુ, ભગવંત, તીર્થકર, આદિકર, ધર્મતીર્થ, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસીંહ, પુરુષવર પુંડરીક – યાવત્ – અપુનરાવર્તન એવી સિદ્ધિગતિ – સિદ્ધોને મારા નમસ્કાર થાઓ. આદિકર, તીર્થકર, સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાના ઇચ્છુક મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરને મારા નમસ્કાર થાઓ. અહીં રહેલ એવો હું ત્યાં રહેલા એવા ભગવંતને વંદના કરું છું, ત્યાં સ્થિત ભગવંત પણ મને જુએ. એમ કહીને રાજા કોણિકે ભગવંતને વંદન–નમસ્કાર કર્યા. - ત્યારપછી તે પૂર્વ તરફ મુખ રાખીને પોતાના ઉત્તમ સિંહાસન પર બેઠો. એક લાખ આઠ હજાર રજતમુદ્રાઓ વાર્તાનિવેદકને પ્રીતિદાન રૂપમાં આપી. તથા ઉત્તમ વસ્ત્ર આદિ દ્વારા સત્કાર કર્યો, આદરપૂર્ણ વચનોથી સન્માન કર્યું. એ રીતે સત્કાર તથા સન્માન કરીને તેને કહ્યું, હે દેવાનુપ્રિય ! જ્યારે શ્રમણ ભગવંત મહાવીર અહીં પધારે, આ ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર ચૈત્યમાં યથાપ્રતિરૂપ આવાસ–સ્થાન ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા બિરાજે ત્યારે મને આ સમાચાર નિવેદિત કરજે. એમ કહીને રાજાએ વાર્તાનિવેદકને વિદાય કર્યો. ત્યારપછી બીજે દિવસે – રાત્રિ વીતી ગયા બાદ, પ્રભાત થયા પછી, નીલ અને અન્ય કમલોનું શોભામણું રૂપ ખીલ્યું ત્યારે, ઉવળ પ્રભાયુક્ત અને લાલ અશોક, પલાશ, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધભાગ સંદેશ લાલિમાયુક્ત થઈને કમલવનને Page #173 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ વિકસિત કરવામાં સહસ્રકિરણયુક્ત, દિવસના પ્રાદુર્ભાવક સૂર્યનો ઉદય થયા પછી, પોતાના તેજથી ઉદ્દીપ્ત થયા પછી શ્રમણ ભગવંત મહાવીર જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં પધાર્યા. યથાપ્રતિરૂપ આવાસ ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ૧૭૨ ત્યારે શ્રમણ ભગવંત મહાવીરના અનેક અંતેવાસી ઘણાં જ શ્રમણો સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. (આ શ્રમણો કેવા હતા ? તેમના તપ અને ગુણ આદિનું વર્ણન ભગવંત મહાવીરના કથાનકમાં “ભ.મહાવીરના શ્રમણો શીર્ષક હેઠળ લખાયેલું છે. ત્યાં જોવું - ''ઉવવાઈ સૂત્ર–૧૪ થી ૧૭, ૨૧) તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પાસે અનેક અસુરકુમારદેવ આદિ ભવનવાસી દેવો, - × - X - X પિશાચ આદિ વ્યંતરદેવ - x - x – x ચંદ્ર આદિ જ્યોતિષ્ક દેવો સૌધર્મ આદિ વૈમાનિક દેવો – × – x - X X − x અપ્સરા સમૂહ પ્રગટ થયો – યાવત્ – ભગવંત મહાવીરની પર્યાપાસના કરવા લાગ્યો. (આ સર્વે દેવોનું વિસ્તારપૂર્વક સમગ્ર વર્ણન જે ઉવવાઈ ઉપાંગ સૂત્રમાં સૂત્ર-૨૧ થી ૨૬માં છે, તે ભગવંત મહાવીરના કથાનકમાંથી જોઈ લેવું.) - તે સમયે ચંપાનગરીના શ્રૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખ, રાજમાર્ગો, સામાન્ય માર્ગોમાં મનુષ્યોનો ઘણો જ કોલાહલ સંભળાઈ રહ્યો હતો. ઘણાં લોકો બોલી રહ્યા હતા, પરસ્પર કહી રહ્યા હતા X - X - X હે દેવાનુપ્રિયો ! આદિકર, તીર્થંકર, સ્વયંબુદ્ધ, પુરુષોત્તમ, સિદ્ધિગતિરૂપ સ્થાનની પ્રાપ્તિને માટે સમુદ્યત ભગવાન્ મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમે વિહાર કરતા, ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં અહીં આવ્યા છે, સમવસર્યા છે. અહીં ચંપાનગરીની બહાર યથોચિત સ્થાન ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે - યાવત્ - તે સર્વે ભગવંત મહાવીરની સન્મુખ પર્યુપાસના કરવા લાગ્યા. - - 1 પ્રવૃત્તિ નિવેદકને જ્યારે આ વાત માલૂમ પડી ત્યારે હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે સ્નાન કર્યું – યાવત્ – રાજા કોણિકને તે વાતનું નિવેદન કર્યું, રાજાએ સાડા બાર લાખ રજત મુદ્રા વાર્તા નિવેદકને પ્રીતિદાનરૂપે પ્રદાન કરી. ૦ રાજા કોણિકનું ભગવંત મહાવીરના વંદનાર્થે જવું : ત્યારે ભંભસારપુત્ર રાજા કોણિકે બલવ્યામૃતને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિય ! આભિષેક્ય, પ્રધાનપદે અધિષ્ઠિત હસ્તિરત્નને સુસજ્જ કરાવો. ઘોડા, હાથી, રથ તથા શ્રેષ્ઠ યોદ્ધાઓથી પરિગઠિત ચતુરંગિણી સેનાને તૈયાર કરો. સુભદ્રા આદિ દેવીઓને માટે, તેમના પ્રત્યેકને માટે યાત્રાભિમુખ, જોતરેલા યાનો બાહ્ય સભાભવનની નજીક ઉપસ્થિત કરો. ચંપાનગરીને બહારથી અને અંદરથી, તેના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગની સફાઈ કરાવો. ત્યાં પાની છંટકાવો, છાણ વગેરેથી લિંપણ કરાવો. નગરની ગલીઓના મધ્ય ભાગો તથા બજારના રસ્તાની પણ સફાઈ કરાવી, પાણી છંટકાવો. તેને સ્વચ્છ અને શોભામણા કરાવો. પંચાતિમંચ તૈયાર Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૭૩ કરાવો. વિવિધ રંગોની, ઊંચી, સિંહ, ચક્ર આદિ ચિન્હોથી યુક્ત ધ્વજા, પતાકા, નાની પતાકા આદિથી સજ્જ કરો. નગરી દીવાલો લીંપાવો, ચૂનો કરાવો – યાવતુ – જેમાંથી સુગંધિત ધૂમની પ્રચુરતાથી ગોળ–ગોળ ઘૂમમય ગોટા બનતા દેખાય તેવું કરો. આ બધાં કાર્યો તમે જાતે કરો – બીજા પાસે કરાવો. એ રીતે કરીને, કરાવીને મને સૂચિત કરો કે, આજ્ઞાનું પાલન થઈ ગયેલ છે. રાજા કોણિક દ્વારા આ પ્રમાણે કહેવાયું ત્યારે તે સેનાનાયક હર્ષિત અને સંતુષ્ટ થયો. બે હાથ જોડ્યા, મસ્તકે અંજલિ કરી, વિનયપૂર્વક રાજાની આજ્ઞાનો સ્વીકાર કરતા કહ્યું, “જેવી આપની આજ્ઞા". એ પ્રમાણે સેનાનાયકે રાજાજ્ઞાને સ્વીકારી હસ્તિસેનાનાયકને બોલાવ્યો, તેને કહ્યું, હે દેવાનુપ્રિય ! ભભસારપુત્ર મહારાજા કોણિકને માટે પ્રધાન, ઉત્તમ હાથી સજાવીને શીઘ તૈયાર કરો. ચતુરંગિણી સેના તૈયાર કરાવો. પછી મને આજ્ઞા પાલન થયાની સૂચના આપો. હસ્તિ મહાવતે સેનાનાયકના કથનને સાંભળ્યું. વિનયપૂર્વક સ્વીકાર કર્યો. તે મહાવત કલાચાર્ય પાસેથી શિક્ષા પ્રાપ્ત કરીને જેની બુદ્ધિ વિવિધ કલ્પનાઓ તથા સર્જનમાં અતિ નિપુણ હતી, તેણે તે ઉત્તમ હાથીને ઉજ્વલ, નેપથ્ય, વેશભૂષા આદિ દ્વારા શીઘ સજ્જ કર્યો. તે સુસજ્જ હાથીનો ધાર્મિક ઉત્સવ અનુરૂપ શ્રૃંગાર કર્યો, કવચ લગાવ્યું, કક્ષાને વક્ષ:સ્થળ સાથે બાંધી, ગળામાં હાર તથા ઉત્તમ આભૂષણ પહેરાવ્યા, સુશોભિત કર્યો. તે હાથી ઘણો તેજોમય દેખાવા લાગ્યો. સુલલિત કર્ણપૂરો તેને સુસજ્જિત કર્યો. લટકતા એવા લાંબા ઝૂલો તથા મદની ગંધથી એકત્ર થયેલ ભ્રમરાને કારણે ત્યાં અંધકાર જેવું પ્રતીત થતું હતું. ફૂલ પર વેલ અને બૂટા ભરેલ પ્રચ્છેદ વસ્ત્ર નાંખ્યું. શસ્ત્ર તથા કવચયુક્ત તે હાથી યુદ્ધાર્થ સજ્જિત જેવો પ્રતીત થતો હતો. તેના છત્ર, ધ્વજા, ઘંટા તથા પતકા – એ બધું યથાસ્થાને યોજિત કરાયું. તેના મસ્તકને પાંચ કલગીઓ વડે વિભૂષિત કરીને સુંદર બનાવવામાં આવ્યું. તેની બંને બાજુ ઘંટિકાઓ લટકાવી. તે હાથી વીજળી સહિત કાળા બાદલ જેવો દેખાતો હતો. તે પોતાના મોટા હલનચલનને કારણે એવો લાગતો હતો, જાણે અકસ્માત કોઈ ફરતો-ચાલતો પર્વત ઉત્પન્ન થયો હોય. તે હાથી મદોન્મત્ત હતો. મોટા મેઘની જેમ તે ગુલગુલ શબ્દ દ્વારા પોતાના સ્વરમાં માનોને ગરજતો હતો. તેની ગતિ મન તથા વાયુના વેગને પણ પરાભૂત કરનારી હતી. વિશાળ દેહ તથા પ્રચંડ શક્તિને કારણે તે ભીમકાય પ્રતીત થતો હતો. તે સંગ્રામ યોગ્ય આભિષેક્ય હસ્તિરત્નને મહાવતે સન્નદ્ધ કર્યો, પછી ઘોડા, હાથી, રથ, પ્રવરયોદ્ધાથી પરિગઠિત સેના તૈયાર કરાવી. પછી આજ્ઞાપાલન થયાની સૂચના આપી. ત્યારપછી સેનાનાયકે યાનશાલિકને બોલાવ્યો. તેને કહ્યું, સુભદ્રા આદિ રાણીઓને માટે, તે દરેકે દરેક માટે યાત્રાભિમુખ, બળદ જોડેલા યાનને બાહ્ય સભાભવનની નજીક ઉપસ્થિત કરો. યાનશાલકે સેનાનાયકની આજ્ઞા વિનયપૂર્વક સ્વીકારી. તે જ્યાં યાનશાળા હતી, ત્યાં આવ્યો. ચાનોનું નિરીક્ષણ કર્યું, તેનું પ્રમાર્જન Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આગમ કથાનુયોગ-૫ કર્યું. તેને ત્યાંથી બહાર કાઢ્યા. તેના પર લગાવેલી ખોરો દૂર કરી. યાનોને સજાવ્યા. ઉત્તમ આભૂષણોથી વિભૂષિત કર્યા. - ત્યારપછી તે જ્યાં વાહનશાળા હતી ત્યાં આવ્યો. વાહનશાળામાં પ્રવિષ્ટ થયો. વાહનોનું નિરીક્ષણ કર્યું. તેને સંપ્રમાર્જિત કર્યા. વાહનશાળાથી વાહનો બહાર કાઢ્યા. તેના પર આચ્છાદિત વસ્ત્રો હટાવ્યા. વાહનોને સજાવ્યા. ઉત્તમ આભરણોથી વિભૂષિત કર્યા. તેને યાન સાથે જોડ્યા. પ્રતોત્રયષ્ટિકા તથા પ્રમોત્રધરને પ્રસ્થાપિત કર્યા. તેમને યષ્ટિકાઓ આપીને યાન ચાલનનું કાર્ય સોંપ્યું. ચાનોને રાજમાર્ગે ચડાવ્યા. પછી જ્યાં સેનાનાયક હતો, ત્યાં આવીને આજ્ઞાપાલન થયાની સૂચના આપી. ત્યારપછી સેનાનાયકે નગરરક્ષકને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિય ! ચંપાનગરીને બહારથી અને અંદરથી તેમજ તેના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ આદિની સફાઈ કરાવો. ત્યાં પાણીનો છંટકાવ કરાવો. છાણ વગેરે આદિથી લીંપણ કરાવો - યાવતુ – નગરીને સૌરભમય કરાવી દો. આ બધું કરાવીને મને મારી આજ્ઞા પાછી આપો. નગરરક્ષકે સેનાનાયકની આજ્ઞા વિનયપૂર્વક સ્વીકારી. ચંપાનગરીને બહારથી અંદરથી સફાઈ કરી, પાણી છંટકાવી – યાવત્ – સેનાનાયકને આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી સેનાનાયકે ભભસારપુત્ર રાજા કોણિકના પ્રધાન હાથીને સજ્જિત થયેલો જોયો. ચતુરંગિણી સેના સન્નદ્ધ જોઈ સુભદ્રા આદિરાણીના માટે ઉપસ્થિત યાન જોયા. ચંપાનગરીની બહાર અને અંદરની સફાઈ જોઈ – તે સુગંધથી મહેકી રહી હતી. આ બધું જોઈને તે મનમાં હર્ષિત અને સંતુષ્ટ, આનંદિત તથા પ્રસન્ન મનવાળો થયો. ત્યારપછી તે જ્યાં ભંભસાર પુત્ર કોણિક હતો ત્યાં આવ્યો. આવીને બંને હાથ જોડીને રાજાને નિવેદન કર્યું, હે દેવાનુપ્રિય ! આભિષેક્ય હસ્તિરત્ન તૈયાર છે, ચતુરંગિણી સેના સન્નદ્ધ છે. સુભદ્રા આદિ રાણીઓના માટે અલગ-અલગ યાન બાહ્ય સભાખંડને નીકટ ઉપસ્થાપિત છે. ચંપાનગરીની બહાર–અંદરથી સફાઈ થઈ ગઈ છે. પાણીનો છંટકાવ કરાવી દીધો છે. તે સુગંધથી મહેકી રહી છે. હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન્ મહાવીરના અભિવંદન હેતુ આપ પધારો. ભંભસાર પુત્ર રાજા કોણિકે સેનાનાયક પાસે આ સાંભળ્યું. તે પ્રસન્ન અને સંતુષ્ટ થયો. પછી જ્યાં વ્યાયામશાળા હતી, ત્યાં આવ્યો. વ્યાયામશાળામાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારનો વ્યાયામ કર્યો. અંગોને ખેંચવા, ઉછળવું, અંગોને વાળવા, કુશ્તી લડવી, વ્યાયામના ઉપકરણ આદિ ફેરવવા ઇત્યાદિ દ્વારા પોતાને શ્રાંત, પરિશ્રાંત કર્યો. પછી પ્રીણનીય રસ–રક્ત આદિ ધાતુમાં સમતા–નિષ્પાદક, દર્પણીય, મર્દનીય, બૃહણીય, આલ્હાદજનક એવા શતપાક, સહસ્ત્રપાક સુગંધિત તેલો, અવૃંગો આદિ દ્વારા શરીરનો માલિશ કરાવ્યો. ત્યારપછી તૈલચર્મ પર તેલમાલિશ કરેલ પુરષોને જેના પર બેસાડીને સંવાહન કરાય છે. દેહચંપી કરાય છે. સ્થિત થઈને આવા પુરુષો દ્વારા, જેના હાથ અને પગોના તળીયા અત્યંત સુકુમાર તથા કોમળ હતા. જેઓ છેક, કલાવિદ્દ, દક્ષ, પ્રાતાર્થ, કુશળ, મેઘાવી, સંવાહન કળામાં નિપુણ, અત્યંગન, ઉબટન આદિના મર્દન, પરિમર્દન, ઉકલન, Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા હાડકાઓને માટે સુખપ્રદ, માંસને માટે સુખપ્રદ, ત્વચાને માટે સુખપ્રદ તથા રોમોર્ને માટે સુખપ્રદ એવી ચાર પ્રકારની માલીશ અને દેહચંપી કરાવી અને શરીરને દબાવડાવ્યું. આ પ્રકારે થાક, વ્યાયામજનિત પરિશ્રાંતિ દૂર કરીને વ્યાયામશાળાથી રાજા બહાર નીકળ્યો. જ્યાં સ્નાનગૃહ હતું, ત્યાં આવ્યો. સ્નાનઘરમાં પ્રવેશ્યો તે ગૃહ મોતીઓની બનેલી જાળીઓ દ્વારા સુંદર લાગતું હતું. તેનું પ્રાંગણ વિવિધ પ્રકારના મણિ અને રત્નોથી ખચિત હતું. તેમાં રમણીય સ્નાનમંડપ હતો, તેની ભીંતો પર અનેક પ્રકારના મણિઓ તથા રત્નોને ચિત્રાત્મકરૂપે જડેલ હતા. આવા સ્નાનગૃહમાં પ્રવિષ્ટ થઈને રાજા ત્યાં સ્નાનહેતુ માટે સ્થાપિત ચોકી પર સુખપૂર્વક બેઠો. ૧૭૫ ત્યારપછી શુદ્ધ ચંદન આદિ સુગંધિત પદાર્થોના રસથી મિશ્રિત, પુષ્પરસ મિશ્રિત, સુખપ્રદ, બહુ ઉષ્ણ કે શીતલ નહીં એવા જળ વડે આનંદપ્રદ, અતીવ ઉત્તમ સ્નાનવિધિ દ્વારા પુનઃપુનઃ સ્નાન કર્યું. સ્નાન કરીને રાજાએ અનેક સેંકડો વિધિ–વિધાન સંપાદિત કર્યા (કૌતુક–મંગલ કર્યા) ત્યારપછી રુંવાટીવાળા, સુકોમળ, કાષાયિત વસ્ત્રથી શરીરને પોંછ્યુ. સરસ, સુગંધિત ગોરોચન તથા ચંદનનો દેહ પર લેપ કર્યો. ત્યારપછી અદૂષિત અને અખંડ, નિર્મળ દૂષ્યરત્નને કોણિકે સારી રીતે પહેર્યું. પવિત્ર માળા ધારણ કરી, કેશર આદિનું વિલેપન કર્યું. મણિ વડે જડેલા સોનાના આભુષણ પહેર્યા. હાર, અર્ધહાર, ત્રિસરો હાર અને લાંબા, લટકતા કટિસૂત્ર વડે પોતાને સુશોભિત કર્યો. ગળાના ઘરેણાં ધારણ કર્યા, આંગળીઓમાં વીંટી પહેરી. આ પ્રમાણે પોતાના અંગોને સુંદર આભુષણોને વિભૂષિત કર્યું. ઉત્તમ કંકણો તથા ત્રુટિતો દ્વારા ભૂજાઓને સ્તંભિત કરી. એ રીતે રાજા અતિ શોભાયમાન લાગતો હતો. વીંટીઓને કારણે તેની આંગળીઓ પીળી લાગતી હતી. કુંડળોથી મુખ ઉદ્યોતિત હતુ અને મસ્તક મુગટ વડે દીપ્ત હતું. હારો વડે ઢાંકેલ રાજા કોણિકનું વક્ષસ્થળ સુંદર લાગતું હતું. રાજાએ એક લાંબુ— લટકતું વસ્ત્ર ઉત્તરીયના રૂપમાં ધારણ કરેલું. સુયોગ્ય શિલ્પી દ્વારા મણિ, સ્વર્ણ, રત્નથી સુરચિત વિમલ, મહાર્ણ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, પ્રશસ્ત વીરવલય ધારણ કર્યા. વિશેષ તે રાજા વિશે શું કહીએ ? આ પ્રમાણે અલંકૃત્, વિભૂષિત, વિશિષ્ટ સજ્જાયુક્ત રાજા એવો લાગતો હતો, માને કે તે કલ્પવૃક્ષ હોય, પોતાના ઉપર કોરંટ પુષ્પોની માળાઓથી યુક્ત છત્ર અને બંને તરફ વિંઝાતા ચાર ચામર હતા, લોકો તેને જોતાની સાથે જ મંગલમય જયજય શબ્દ કરતા હતા, તેવો રાજા કોણિક સ્નાનગૃહથી બહાર નીકળ્યો. ત્યારે અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇમ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલ એ સર્વેથી પરિવૃત્ત થયેલો તે રાજા મહામેઘ, વિશાળ વાદળાથી નીકળેલ નક્ષત્રો, આકાશને દેદીપ્યમાન કરતા તારોના મધ્યવર્તી ચંદ્રની સશ જોવામાં ઘણો પ્રિય લાગતો હતો. તે જ્યાં બાહ્ય સભાભવન હતું, જ્યાં પ્રધાન હાથી હતો, ત્યાં આવ્યો. ત્યાં આવીને અંજનગિરિના શિખરની સમાન વિશાળ, ઉંચા ગજપતિ પર તે નરપતિ આરૂઢ થયો. ત્યારે ભંભસારપુત્ર રાજા કોણિકના પ્રધાન હાથી પર સવાર થયા પછી સૌથી Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આગમ કથાનુયોગ-૫ પહેલા સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય તથા દર્પણ આ આઠ મંગળ ક્રમશઃ ચાલ્યા. ત્યારપછી જળથી પરિપૂર્ણ કળશ, ઝારી, દિવ્ય છત્ર, પતાકા, ચામર તથા વિજયવૈજયંતી વિજય ધ્વજા લઈને રાજપુરુષો ચાલ્યા. આ વૈજયંતી ધ્વજા દર્શનીય, રચિત, અવસ્થિત, હવામાં ફરકતી, ઉચ્છિત, આકાશને સ્પર્શતી હોય તેવી ઊંચી હતી. ત્યારપછી વૈડૂર્યથી દેદીપ્યમાન, ઉત્પલ દંડયુક્ત, લટકતી એવી કોરંટ પુષ્પની માળા વડે સુશોભિત, ચંદ્રમંડલ સશ આભામય, સમુચ્છિત, આતપત્ર, છત્ર, અતિ ઉત્તમ સિંહાસન, શ્રેષ્ઠ મણિરત્નોથી વિભૂષિત, જેના પર રાજાની પાદુકાઓની જોડી રાખેલ હતી. તે પાદપીઠ, ચૌકી, જે કિંકર, વિભિન્ન કાર્યોમાં નિયુક્ત નોકરો તથા પદાતિથી ઘેરાયેલા હતી તે ક્રમશઃ આગળ ચાલી. અનેક લષ્ટિગ્રાહ, કુંતગ્રાહ, ચાપગ્રાહ, ચમરગાહ, પાશગ્રાહ, પુસ્તકગ્રાહ, ફલકગ્રાહ, પીઠગ્રાહ, વીણાગ્રાહુ, કૂધ્વગ્રાહ, હડપ્પગ્રાહ યથાક્રમથી આગળ ચાલ્યા. તેની પછી અનેક દંડી, મુંડી, શિખંડી, જરી, પિચ્છી, હાસ્યકાર, વિદૂષક, ડમરકર, ચાટુકર, વાદકર, કંદર્પકર, દવકર, કૌસ્કુચિક, ક્રીડાકર તેમાંના કેટલાંક વગાડતા, કેટલાક ગાતા, હંસતા, નાચતા, બોલતા, સાંભળતા, રક્ષા કરતા, અવલોકન કરતા તથા જય-જય શબ્દનો પ્રયોગ કરતા યથાક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી જાતિવંત એવા ૧૦૮ ઘોડા યથાક્રમથી રવાના થયા. તે ઘોડા વેગવાનું, શક્તિવાનું, સ્કૂર્તિમય અને વયમાં સ્થિત હતા. હરિમેલા નામક વૃક્ષની કળી તથા મલિકા જેવી તેની આંખો હતી. પોપટની ચાંચ સદશ વક્ર પગો ઉઠાવીને તે શાનથી ચાલી રહ્યો હતા. તેઓ ચપળ અને ચંચળ ચાલવાળા હતા. ખાડા વગેરે ઓળંગવા, ઊંચુ કૂદવું, જલ્દીથી સીધુ દોડવું, ચતુરાઈથી દોડવું, ભૂમિ પર ત્રણ પગ ટેકવવા, જયિની સંજ્ઞક સર્વાતિશાયિની તેજગતિથી દોડવું ઇત્યાદિ વિશિષ્ટ ગતિક્રમ તેઓ શીખેલા હતા. તેમના ગળામાં પહેરેલ શ્રેષ્ઠ આભૂષણ લટકતા હતા. મુખના આભૂષણ અવમૂલક, દર્પણની આકૃતિયુક્ત વિશેષ અલંકાર ઘણાં સુંદર દેખાઈ રહ્યા હતા. તે ઘોડાના કટિભાગ ચામરદંડથી સુશોભિત હતા. સુંદર-તરુણ સેવકો તેમને રોકી રહ્યા હતા. - ત્યારપછી યથાક્રમે ૧૦૮ હાથી રવાના થયા. તેઓ કંઈક મત્ત અને ઉન્નત્ત હતા. તેમના દાંત કંઈ કંઈ બહાર નીકળેલા હતા. દાંતોના પાછલા ભાગ કંઈક વિશાળ અને શ્વેત હતા. તેના પર સોનાના ખોલ ચઢેલા હતા. તે હાથી સ્વર્ણ, મણિ તથા રત્નોથી શોભિત હતા. ઉત્તમ, સુયોગ્ય મહાવત તેને ચલાવી રહ્યા હતા. ત્યારપછી ૧૦૮ રથ યથાક્રમે રવાના થયા. તે રથો છત્ર, ધ્વજ, પતાકા, ઘંટા, તોરણ, નંદિઘોષ યુક્ત હતા. નાની-નાની ઘંટડીથી યુક્ત જાલ તેના પર ફેલાવાયેલ હતા. આ રથો હિમાલય પર્વત પર ઉત્પન્ન તિનિશના કાષ્ઠ, જે સ્વર્ણ ખચિત હતા, તે રથોમાં લાગેલા હતા. રથોના પૈડાના ઘેરાવા પર લોઢાના પટ્ટા ચઢાવેલા હતા. પૈડાની ધુરાઓ ગોળ હતી, સુંદર-સુદઢ બનેલી હતી. તેમાં છાંટીને પસંદ કરેલ ઉત્તમ શ્રેણીના ઘોડા જોડેલ હતા. સુયોગ્ય, સુશિક્ષિત, સારથીઓએ તેની બાગડોર સંભાળેલ હતી. તેઓ Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૭૭ બત્રીશ તરકશોથી સુશોભિત હતા. કવચ, શિરસ્ત્રાણ, ધનુષ બાણ તથા અન્ય–અન્ય શસ્ત્રો રાખ્યા હતા. આ પ્રકારે તેઓ યુદ્ધ સામગ્રીથી સુસજ્જિત હતા. ત્યારપછી હાથોમાં તલવાર, શક્તિ, કુંત, તોમર, શૂલ, લાઠી, હિંદીમાલ, તથા ધનુષ ધારણ કરેલા સૈનિકો ક્રમશઃ રવાના થયા. ત્યારે– નરસિંહ, નરપતિ, પરિપાલક, નરેન્દ્ર, પરમઐશ્વર્યશાળી, અધિપતિ, નરવૃષભ, મનુજરાજ વૃષભ, ઉત્તર ભારતના અર્ધભાગને સાધવામાં સંપ્રવૃત્ત ભંભસારપુત્ર રાજા કોણિકે જ્યાં પૂર્ણભદ્ર સૈન્ય હતું, ત્યાં જવાને માટે પ્રસ્થાન કર્યું. અશ્વ, હસ્તિ, રથ અને પાયદળ આ પ્રકારની ચતુરંગિણી સેના તેની પાછળ–પાછળ ચાલી રહી હતી. કોણિક રાજાનું વક્ષસ્થળ હારોથી વ્યાપ્ત સુશોભિત, પ્રીતિકર હતું, તેનું મુખ કુંડલોથી ઉદ્યોતિત હતું. મસ્તક મુગટથી દેદીપ્યમાન હતું. તે રાજચિત તેજસ્વિતારૂપલક્ષ્મીથી અત્યંત દીતિમય હતો. તે ઉત્તમ હાથી પર આરૂઢ થયો. કોરટપુષ્પોની માળાઓથી યુક્ત છત્ર તેના પર રાખેલું હતું. શ્રેષ્ઠ–શ્વેત ચામર વિંઝાઈ રહ્યા હતા. વૈશ્રમણ, નરપતિ, અમરપતિ તુલ્ય તેની સમૃદ્ધિ સુપ્રશસ્ત હતી. જેનાથી તેની કીર્તિ વિદ્યુત હતી. ભંભસારપુત્ર રાજા કોણિકની આગળ મોટા-મોટા ઘોડા અને ઘોડેસ્વાર હતા. બંને તરફ હાથી તથા હાથીઓ પર સવાર પુરુષો હતા. પાછળ રથનો સમુદાય હતો. ત્યારપછી ભંભસારપુત્ર રાજા કોણિક ચંપાનગરીની વચ્ચોવચ્ચ થઈને આગળ વધ્યો. તેની આગળઆગળ જળની ભરેલી ઝારીઓ લઈને પુરુષો ચાલી રહ્યા હતા. સેવકો બંને તરફ પંખા નાંખી રહ્યા હતા. ઉપર સફેદ છત્ર હતું ચામર ઢોળાઈ રહ્યા હતા. તે સર્વ પ્રકારની સમૃદ્ધિ, સર્વ પ્રકારની ઘુતિસર્વ પ્રકારના સૈન્ય, સર્વ પરિજન, સમાદર પૂર્ણ પ્રયત્ન, સર્વ વિભૂતિ, સર્વ વિભૂષા, સર્વસંભ્રમ, સર્વ પુષ્પગંધ માલ્યાલંકાર, સર્વ તૂર્ય શબ્દ સન્નિપાત, મહાદ્ધિ, મહાતિ, મહાબલ, પોતાના વિશિષ્ટ પારિવારિક જન સમુદાયથી સુશોભિત હતો તથા શંખ, પણવ, પટણ, નાના ઢોલ, ભેરી, ઝાલર, ખરમડી, હક્ક, મુરજ, મૃદંગ તથા દંભી એક સાથ વિશેષરૂપથી વગાડાઈ રહ્યા હતા. - જ્યારે રાજા કોણિક ચંપાનગરીના મધ્યમાંથી પસાર થઈ રહ્યો હતો, અનેક અભ્યર્થી, કામાર્થી, ભોગાથ, લાભાર્થી કિલ્બિષિક, કાપાલિક, કરબાધિત, શાંખિક, આક્રિક, લાંગલિક, મુખમાંગલિક, વર્ધમાન, પૂષ્યમાનવ, ખંડિકગણ, ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, મનોભિરામ, હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનારી વાણીથી અને જય-વિજય આદિ સેંકડો માંગલિક શબ્દોથી રાજાને અનવરત અભિનંદન કરતા, અભિસ્તવન કરતા આ પ્રમાણે બોલ્યા જન-જનને આનંદ દેનારા રાજન્ ! આપનો જય થાઓ, આપનો જય થાઓ. જન-જનને માટે કલ્યાણ સ્વરૂપ રાજન્ ! આપ સદા જયશીલ થાઓ, આપનું કલ્યાણ થાઓ, જેને જીતેલ નથી તેના પર આપ વિજય પ્રાપ્ત કરો, જેને જીતેલ છે તેનું પાલન કરો. તેની વચ્ચે નિવાસ કરો. દેવોમાં ઇન્દ્રસમાન, અસુરોમાં ચમરેન્દ્ર સમાન, નાગોમાં ૫/૧૨ ! Jain bucation International Page #179 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ ધરણેન્દ્ર સમાન, તારોમાં ચંદ્રમા સમાન, મનુષ્યોમાં ચક્રવર્તી ભરતની માફક આપ અનેક વર્ષો પર્યંત, અનેકશતવર્ષો સુધી, અનેકસહસ્રવર્ષો સુધી, અનેકલાખવર્ષો સુધી, અનઘ સર્વથા સંપન્ન હર્ષિત—સંતુષ્ટ રહો અને ઉત્કૃષ્ટ આયુ પ્રાપ્ત કરો. ૧૭૮ હે રાજન્ ! આપ આપના પ્રિયજન સહિત ચંપાનગરીના તથા અન્ય ઘણાં જ ગ્રામ, આકર, નગર, ખેટ, કર્બેટ, દ્રોણમુખ, મડંબ, પત્તન, આશ્રમ, નિગમ, સંબાહ, સંનિવેશ આ સર્વેનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરત્વ, આજ્ઞેશ્વરત્વસેનાપતિત્વ આ સર્વેનું સર્વાધિકૃત રૂપમાં પાલન કરતા નિબંધ, અવિચ્છિન્નરૂપમાં નૃત્ય, ગીત, વાદ્ય, વીણા, કરતાલ, સૂર્ય અને ધનમૃદંગના નિપુણતાપૂર્વક પ્રયોગ દ્વારા નીકળતા સુંદર ધ્વનીઓથી આનંદિત થતા, વિપુલ અત્યધિક ભોગ ભોગવતા સુખી રહો, એમ કહીને તેમણે જયઘોષ કર્યાં. ભંભસાર પુત્ર રાજા કોણિકના હજારો નર–નારી પોતાના નેત્રોથી વારંવાર દર્શન કરી રહ્યા હતા. હૃદયથી તેનું વારંવાર અભિનંદન કરી રહ્યા હતા. પોતાના શુભ મનોરથ સાથે હતા. તેમનું વારંવાર અભિસ્તવન કરતા હતા. રાજા કોણિકની કાંતિ, ઉત્તમ સૌભાગ્ય આદિ ગુણોના કારણે આ સ્વામી અમને સદા પ્રાપ્ત થાય તેવી વારંવાર અભિલાષા કરતા હતા. નર–નારીઓ દ્વારા પોતાના હજારો હાથોથી ઉપસ્થાપિત અંજલિમાલાને પોતાનો જમણો હાથ ઊંચો ઉઠાવીને વારંવાર સ્વીકાર કરતો, અત્યંત કોમળ વાણીથી તેમનું કુશળ પૂછતો, ઘરોની હજારો પંક્તિઓને ઓળંગતો તે કોણિક રાજા ચંપાનગરીની વચ્ચેથી નીકળ્યો. જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં આવ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરથી અધિક દૂર નહીં, અધિક નજીક નહીં તેવા સ્થાને રહ્યો. તીર્થંકરોના છત્ર આદિ અતિશયોને જોયા. જોઈને પોતાની સવારીના પ્રમુખ ઉત્તમ હાથીને રોક્યો. હાથી પરથી નીચે ઉતર્યો. તલવાર, છત્ર, મુગટ, ચામર એ રાજ ચિન્હોને અલગ કર્યા, જૂતા ઉતાર્યા. જ્યાં ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યો. આવીને સચિત્તનો ત્યાગ, અચિત્તનો અત્યાગ, અખંડ વસ્ત્રનું ઉત્તરાસંગ, દૃષ્ટિ પડતાં જ હાથ જોડવા, મનને એકાગ્ર કરવું આ પાંચ અભિગમોના અનુપાલન સહ રાજા કોણિક ભગવંત મહાવીરની સન્મુખ ગયો. ત્યારપછી ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, વંદના— નમસ્કાર કર્યા. કાયિક, વાચિક, માનસિકરૂપે પર્વપાસના કરી. કાયિક પર્યાપાસના રૂપે હાથ અને પગને સંકુચિત કર્યા. શુશ્રુષા કરતા, નમન કરતા, ભગવંત સન્મુખ રહીને, વિનયપૂર્વક હાથ જોડીને સ્થિત રહ્યો. વાચિક પર્યુપાસનાના રૂપમાં – જે જે ભગવંત બોલતા હતા, તેને માટે ‘આ એ પ્રમાણે જ છે' હે ભગવન્ ! આ જ તથ્ય છે, હે ભગવન્ ! આ જ સત્ય છે, હે પ્રભો ! આ સંદેહરહિત છે. હે સ્વામી ! આ જ ઇચ્છિત છે, હે ભંતે ! આ જ પ્રતીચ્છિત છે. હે ભગવન્ ! આ જ ઇચ્છિત–પ્રતિચ્છિત છે. હે ભગવન્ ! જે પ્રમાણે આપ કહો છો તે યોગ્ય છે. આ પ્રમાણે અનુકૂળ વચન બોલતો, માનસિક પર્યુંપાસનાના રૂપે પોતાનામાં અત્યંત સંવેગ ઉત્પન્ન કરતો તીવ્ર ધર્માનુરાગથી અનુરક્ત રહ્યો. Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૭૯ ૦ રાણી સુભદ્રાનું ભગવંત વંદનાર્થે જવું: ત્યારે સુભદ્રા આદિ રાણીઓએ અંતઃપુરમાં સ્નાન કર્યું, નિત્ય કાર્ય કર્યા. કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા, સર્વે અલંકારોથી વિભૂષિત થઈ. પછી ઘણાં જ દેશ-વિદેશની દાસીઓ, જેમાં અનેક કુબડી હતી, અનેક કિરાત દેશની હતી, અનેક બૌની હતી, અનેક એવી હતી જેની કમર ઝુકેલી હતી, અનેક બર્બર દેશની, બકુશ દેશની, યૂનાન દેશની, પદ્વવ દેશની, ઇસિન દેશની, ચારુકિનીક દેશની, લાસક દેશની, લકુશ દેશની, સિંહલ દેશની, દ્રવિડ દેશની, અરબ દેશની, પુલિંદ દેશની, પક્વણ દેશની, બહલ દેશની, મુકુંડ દેશની, શબર દેશની, પારસ દેશની, એ પ્રમાણે વિભિન્ન દેશોની હતી જે સ્વદેશી વેશભૂષાથી સજ્જિત હતી. આ દાસીઓ ચિંતિત અને અભિલષિત ભાવને, સંકેતને કે ચેષ્ટામાત્રથી સમજી લેવામાં વિજ્ઞ હતી. પોતપોતાના દેશના રીત-રિવાજને અનુરૂપ જેણે વસ્ત્ર આદિ ધારણ કરી રાખ્યા હતા. આવી દાસીઓ વડે ઘેરાયેલી, વર્ષધરો, કંચુકીઓ તથા અંતઃપુરના પ્રામાણિક રક્ષાધિકારીઓથી ઘેરાઈને બહાર નીકળી. અંતઃપુરથી નીકળીને સુભદ્રા આદિ રાણીઓ, જ્યાં તેઓને માટે અલગ-અલગ રથ ઊભા રખાયા હતા ત્યાં આવી. પોતાના અલગ-અલગ અવસ્થિત, યાત્રાભિમુખ, અશ્વબળદ આદિથી જોડાયેલા રથો પર સવાર થઈ. પોતાના પરિજન વર્ગ આદિથી ઘેરાયેલી, ચંપાનગરીની મધ્યમાંથી નીકળી. જ્યાં પૂર્ણભદ્રચૈત્ય હતું, ત્યાં આવી. શ્રમણ ભગવંતથી બહુ દૂર નહીં, બહુ નીકટ નહીં તે રીતે રોકાઈ. ત્યારપછી તીર્થકરના છત્ર આદિ અતિશયોને જોયા, જોઈને પોતપોતાના રથોનો રોકાવ્યા. રથોમાંથી નીચે ઉતરી. પોતાની અનેક કુન્જા આદિ પૂર્વોક્ત દાસીઓથી ઘેરાયેલી તે બહાર નીકળી. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવી. ભગવંતની નીકટ જવા માટે પાંચ પ્રકારના અભિગમ – જેવા કે સચિત પદાર્થોનો ત્યાગ, અચિત પદાર્થોનો અત્યાગ, વિનયપૂર્વક નમન, દૃષ્ટિ પડતાં જ બે હાથ જોડવા તથા મનને એકાગ્ર કરવું. પછી સુભદ્રા આદિ રાણીઓએ ભગવંતની ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા આપી. આપીને વંદન-નમસ્કાર કર્યા. કરીને તેઓ પોતાના પતિ મહારાજા કૃણિકને આગળ કરીને પોતાના પરિજનો સહિત ભગવંતની સામે વિનયપૂર્વક હાથ જોડીને પર્યપાસના કરવા લાગી. ૦ શ્રમણ ભગવંત મહાવીરે આપેલી ઘર્મદેશના : ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ભભસારપુત્ર રાજા કોણિકને, સુભદ્રા આદિ રાણીઓને તથા મોટી પર્ષદાને ધર્મોપદેશ આપ્યો. ભગવંત મહાવીરની ધર્મદશના શ્રવણ કરવાને ઉપસ્થિત પરિષદમાં અતિશયજ્ઞાની સાધુ, મુનિ, યતિ, દેવગણ તથા અનેક સેંકડો શ્રોતાઓનો સમૂહ ઉપસ્થિત હતો. ઓઘબલી, અતિઅલી, મહાબલી, અપરિમિત બલ, તેજ મહત્તા તથા કાંતિયુક્ત શરદૂકાળના નૂતન મેઘના ગર્જન, ક્રૌંચ પક્ષીના નિર્દોષ તથા નગારાના ધ્વનિ સમાન મધુર ગંભીર સ્વરયુક્ત ભગવંત મહાવીરના હૃદયમાં વિસ્તૃત થતી એવી, કંઠમાં અવસ્થિત થતી એવી તથા મૂર્ધામાં પરિવ્યાપ્ત થતી, સુવિભક્ત અક્ષરોવાળી, Page #181 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૫ અસ્પષ્ટ ઉચ્ચારણ વર્જિત, સુવ્યવસ્થિત વર્ણો વડે વ્યવસ્થિત શ્રૃંખલાયુક્ત, પૂર્ણતા તથા સ્વરમાધુર્યયુક્ત, શ્રોતાઓની સર્વ ભાષામાં પરિણત થનારી, એક યોજન સુધી પહોંચે તેવા સ્વરમાં, અર્હમાગધી ભાષામાં ધર્મનું પરિકથન કર્યું. ત્યાં ઉપસ્થિત સર્વે આર્ય–અનાર્યજનોને અગ્લાન ભાવથી ધર્મનું આખ્યાન કર્યું. ભગવંત દ્વારા ઉગીર્ણ અર્હ માગધી ભાષા તે સર્વે આર્યો અને અનાર્યોની ભાષામાં પરિણત થઈ ગઈ – એ રીતે ભગવંતે ધર્મદેશના આપી. ત્યારે તે વિશાળ મનુષ્ય પરિષદ્ શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ શ્રવણ કરી, હ્રદયમાં અવધારણ કરી હર્ષિત, સંતુષ્ટ થઈ, ચિત્તમાં આનંદિત થઈ, પ્રીતિમના થઈ – યાવત્ – જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ. ૧૮૦ ૦ રાજા કોણિક તથા સુભદ્રા આદિનું પાછા ફરવું : ત્યારપછી ભંભસારનો પુત્ર રાજા કોણિક શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મનું શ્રવણ કરી હર્ષિત—સંતુષ્ટ થઈ, મનમાં આનંદિત થયો. પોતાના સ્થાનેથી ઉઠ્યો. શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી વંદન—નમસ્કાર કર્યા. પછી કહ્યું કે, હે ભગવન્ ! આપના દ્વારા સુઆખ્યાત, સુપ્રજ્ઞપ્ત, સુભાષિત, સુવિનિત, સુભાવિત નિગ્રંથ પ્રવચન અનુત્તર છે. તેનાથી શ્રેષ્ઠ ધર્મ ઉપદેશની વાત જ કઈ હોય ? એમ કહીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ફર્યો. સુભદ્રા આદિ રાણીઓ પણ શ્રમણ ભગવાન્ મહાવીર પાસેથી ધર્મનું શ્રવણ કરી હર્ષિત, સંતુષ્ટ, આનંદિત થતી એવી પોતાના સ્થાનેથી ઉઠી. ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી. તેમ કરીને ભગવંતને વંદન-નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને તેઓ બોલી – નિગ્રંથ પ્રવચન સુઆખ્યાત છે.... ઇત્યાદિ પૂર્વવત્. આ પ્રમાણે કહીને તેઓજે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ફરી. ૦ કોણિકે ભગવંતને કરેલ ચક્રવર્તી વિષયક પ્રશ્ન : જ્યારે ભગવંત ચંપાનગરીમાં સમોસર્યા, ત્યારે કોણિકને વિચાર આવ્યો કે, મારા ઘણા હાથીઓ ચક્રવર્તીના હાથી જેવા છે. તેમજ અશ્વો અને રથો પણ તેવા જ છે, તો હું ભગવંત મહાવીર પાસે જઈને પૂછું કે, હે સ્વામી ! હું ચક્રવર્તી થઈશ કે નહીં ? આ પ્રમાણે વિચારીને તે સર્વસૈન્ય સમુદાયસહિત નીકળ્યો. પછી ભગવંત મહાવીરને વંદન કરીને પૂછ્યું કે, હે ભગવન્ ! ચક્રવર્તીઓ કેટલા થયા ? ભગવંતે કહ્યું, બધાં ચક્રવર્તીઓ થઈ ગયા. (હવે કોઈ ચક્રવર્તી નહીં થાય). ત્યારે કોણિકે ફરી પૂછ્યું કે, મારી શી ગતિ થશે ? ભગવંતે કહ્યું કે, તું છટ્ઠી પૃથ્વીમાં ઉત્પન્ન થઈશ. તેને એ વાતની શ્રદ્ધા ન થઈ. ત્યાંથી પાછો ફર્યો. ૦ ગણધર સુધર્માસ્વામીને કોણિકનું વંદનાર્થે જવું : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આર્યસુધમાં નામે સ્થવિર હતા. તે જાતિસંપન્ન, બલસંપન્ન – યાવત્ – ચૌદ પૂર્વોના જ્ઞાતા અને ચાર જ્ઞાનના ધારક યાવત્ – તેઓ ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. હતા ત્યારપછી ચંપાનગરીથી પર્ષદા નીકળી. કોણિક રાજા પણ નીકળ્યો. ધર્મોપદેશ Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા - xxx આપ્યો. પછી પર્ષદા પાછી ફરી. તે વખતે આર્ય સુધર્મા અણગારના જ્યેષ્ઠ શિષ્ય આર્ય જંબૂ નામે અણગાર હતા. જે કાશ્યપ ગોત્રીય, સાત હાથ ઊંચા શરીરવાળા યાવત્ - આર્યસુધર્મા સન્મુખ યથોચિત સ્થાને યાવત્ – પર્યાપાસના કરતા વિચરતા હતા. જંબુસ્વામીનું તેજ, દીપ્તિ, લાવણ્ય, મુખ સૌંદર્ય જોઈને કોણિકે પૂછેલ કે હે ભદંત! આમને આવું તેજ, લાવણ્ય, દીપ્તિ આદિ કઈ રીતે પ્રાપ્ત થયા ? ઇત્યાદિ પૂર્વે કથાઓમાં કહેવાઈ ગયા પ્રમાણે જાણવું. ૦ કોણિક સાથે સંકડાયેલા કેટલાંક પાત્રોલ્લેખ :– - (પ્રશ્નવ્યાકરણ સૂત્ર–૧–) તે કાળે, તે સમયે ચંપાનગરી હતી. રાજા કોણિક અને તેની પટ્ટરાણી ધારિણી હતી. તે કાળે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી સ્થવિર આર્ય સુધર્મા હતા – યાવત્ – તે ચંપાનગરી પધાર્યા. (નિરયાવલિકા સૂત્ર-૫-થી....) તે કાળે, તે સમયે આ જંબુદ્વીપના ભરતવર્ષમાં ઋદ્ધિ આદિથી સંપન્ન ચંપાનગરી હતી. ત્યાં શ્રેણિક રાજાનો પુત્ર અને ચેઘણા દેવીનો આત્મજ એવો કોણિક નામે મહિમાશાળી રાજા હતો. તે કૂણિક રાજાને પદ્માવતી નામે રાણી હતી. ઇત્યાદિ— ૧૮૧ - (કલ્પવતંસિકા સૂત્ર–૧–) તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. ત્યાં કોણિક રાજા હતો, પદ્માવતી તેની પટ્ટરાણી હતી ઇત્યાદિ– (ભગવતી સૂત્ર–૫૮૮–) જ્યારે ઉદાયન રાજર્ષિએ દીક્ષા લીધી અને તેનું રાજ્ય પોતાના પુત્ર અભિચીકુમારને બદલે ભાણેજ કેશીકુમારને આપ્યું ત્યારે તેનાથી અતીવ દુ:ખી–વ્યથિત થઈને અભીચિકુમાર પોતાના અંતઃપુરસહિત વીતિભયનગરથી નીકળીને અનુક્રમે ગમન કરતા ચંપાનગરી ગયો. કોણિક રાજા પાસે પહોંચીને તેમનો આશ્રય લઈ વિચરવા લાગ્યો. ત્યારપછી તેના પુત્ર ઉદાયિને રાજાપણે સ્થાપ્યો. ૦ આગમ સંદર્ભ : (કોણિકની કથાના આગમ સંદર્ભ શરૂઆતમાં જ આપી દીધેલ છે.) ૦ કોણિકનું મૃત્યુ અને નરક ગતિ :— જ્યારે ભગવંત મહાવીરે કોણિકને કહેલું કે, તું છટ્ઠી નરકમાં ઉત્પન્ન થઈશ ત્યારે તે વાતની શ્રદ્ધા ન કરતા એવા કોણિકે (ચક્રવર્તી સાતમી નરકે જ જાય, તો પછી હું ચક્રવર્તી કેમ ન બનું ? એમ વિચારીને) તેણે સર્વે એકેન્દ્રિય રત્નોને લોહમય એવા રચ્યા—બનાવડાવ્યા. આ રીતે લોહમય એવા એકેન્દ્રિય રત્નોની રચના કરીને કોણિક રાજા પોતાના સર્વ સૈન્યસહિત તમિસ્ર ગુફાના દ્વાર પાસે આવ્યો. ત્યાં તેણે અટ્ઠમ ભકત તપ કર્યો. ત્યારે કૃતમાલ દેવ પ્રગટ થયો. તેણે કહ્યું કે, પૂર્વે બાર ચક્રવર્તીઓ થઈ ગયા છે. મને પણ જવા દે. કૃતમાલ દેવે તેની વાત ન સ્વીકારી. ત્યારે હાથી પર આરૂઢ કોણિકે હાથીના મસ્તક પર મણિ રાખ્યો. દંડ વડે દ્વાર પર આહત કરી. ત્યારે કૃતમાલદેવે ક્રોધિત થઈને તેને મારી નાંખ્યો. મરીને કોણિક છઠ્ઠી નરકે ગયો. - Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આગમ કથાનુયોગ-૫ ૦ અંબડ (પરિવ્રાજક) શ્રાવક તેના ૭૦૦ શિષ્યોની કથા - અનેક પ્રકારના પરિવ્રાજકો કહ્યા છે. તેમાં આઠ પ્રકારના બ્રાહ્મણ પરિવ્રાજકોની વાત આવે છે જેવા કે, અંબર, પારાશર, દ્વૈપાયન, નારદ ઇત્યાદિ૦ અંબઇનું સાતસો શિષ્યો સાથે ગમન અને ઉદક ક્ષય : તે કાળે, તે સમયે ગ્રીષ્મઋતુના સમયમાં જ્યેષ્ઠ મહિનામાં અંબઇ પરિવ્રાજકના ૭૦૦ અંતેવાસી ગંગા મહાનદીના બંને કિનારાથી કાંડિલ્યપુર નામના નગરથી પુરિમતાલ નગર જવાને માટે ઉદ્યત થયા. ત્યારે તે પરિવ્રાજકો એવી અટવીમાં પહોંચ્યા કે જ્યાં કોઈ ગામ ન હતું, જ્યાં આવાગમન પણ ન હતું અને માર્ગ વિકટ હતો. આવી અટવીનો કેટલોક ભાગ પાર કર્યો કે ચાલતા-ચાલતા પોતાની સાથે જે પાણી લીધેલ હતું. તે પાણી પીતાપીતા ક્રમશ: પૂર્ણ થઈ ગયું. ત્યારે તે પરિવ્રાજકો પાણી ખલાસ થઈ જવાથી તરસથી વ્યાકુળ થઈ ગયા અને કોઈ પાણી આપનાર તેમને દેખાયો નહીં ત્યારે તેઓએ પરસ્પર એકબીજાને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! જ્યાં કોઈ ગામ નથી – યાવત્ – આ જંગલનો કેટલોક ભાગ જ પાર કરી શક્યા છીએ કે સાથે લાવેલ પાણી – યાવત્ – ક્રમશઃ સમાપ્ત થઈ ગયેલ છે. તેથી હે દેવાનુપ્રિય! આપણા માટે શ્રેયસ્કર છે કે ગ્રામવિહીન – યાવત્ – અટવીમાં કોઈ પાણી આપનારાની બધી દિશાઓમાં ચારે તરફ માર્ગણા–ગવેષણા કરવી ઉચિત રહેશે. આ પ્રમાણે કહીને એકબીજાના વિચારને પરસ્પર સ્વીકાર કર્યો. એ પ્રમાણે સ્વીકાર કરીને તે ગ્રામવિહીન -- યાવત્ - અટવીમાં ચારે તરફ કોઈ પાણી આપનારની માર્ગણા–ગવેષણા કરી, ગવેષણા કરવા છતાં કોઈ પાણી આપનાર દાતા મળ્યો નહીં. ફરીથી બીજી વખત પરસ્પર એકબીજાને બોલાવીને તેઓએ આ પ્રમાણે કહ્યું – ૦ “અદત્ત” ન લેવાના વ્રતપાલક પરિવ્રાજકોની સંલેખના : હે દેવાનુપ્રિયો ! અહીં કોઈ પાણી આપનાર દાતા નથી અને આપણે “અદત્ત”— નહીં અપાયેલ વસ્તુનું ગ્રહણ કરવાનું કલ્પતું નથી. (પાઠાંતરથી – અદત્ત સેવન કરવાનું કલ્પતું નથી.) તેથી આપણે આ સમયે આપત્તિકાળમાં પણ અદત્ત ગ્રહણ ન કરીએ, સેવન ન કરીએ. જેથી આપણા તપનો ભંગ ન થાય. તેથી આપણા માટે એ શ્રેયસ્કર છે કે, હે દેવાનુપ્રિયો ! આપણે ત્રિદંડો, કુંડિકાઓ, કાંચનિકાઓ, કરોટિકાઓ, વૃષિકાઓ, છિનાલિકાઓ, અંકુશો, કેશરિકાઓ, પવિત્રિકાઓ, ગણોત્રિકાઓ, છત્રો–પાદુકાઓ, ખડાઉઓ,ધાતુરન્તો-ભગવા રંગના વસ્ત્રો, એકાંતમાં છોડીને ગંગા મહાનદીમાં જઈને રેતીનો સંથારો બિછાવી સંલેખના કરીએ. એ રીતે સંખનાની આરાધના કરી, ભોજન-પાનનો ત્યાગ કરી પાદોપગમરૂપે શરીરને સ્થિત કરીને, નિશ્ચષ્ટ અવસ્થાને સ્વીકાર કરી મરણની આકાંક્ષા ન કરતા સ્થિત થઈએ. આ પ્રમાણે કહીને પરસ્પર એકબીજાના વિચારનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૮૩ ત્રિદંડ આદિ ઉપકરણોને એકાંતમાં ફેંકી દીધા (રાખી દીધા). રાખીને ગંગા મહાનદીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને રેતીનો સંથારો બિછાવ્યો. બિછાવીને તે રેતીના સંથારા પર આસીન થયા અને આસીન થઈને પદ્માસને બેઠા, બેસીને બંને હાથ જોડ્યા – યાવત્ – આ પ્રમાણે બોલ્યા અર્હત્ – યાવત – સિદ્ધાવસ્થાને પ્રાપ્ત સિદ્ધોને મારા નમસ્કાર થાઓ. સિદ્ધાવસ્થાની પ્રાપ્તિને માટે સમુદ્યત શ્રમણ ભગવંત મહાવીરને અમારા નમસ્કાર થાઓ. અમારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક અંબઇ પરિવ્રાજકને નમસ્કાર થાઓ. પહેલા પણ આપણે અંબડ પરિવ્રાજકની પાસે સ્થૂલ પ્રાણાતિપાતનું જીવનપર્યતને માટે પ્રત્યાખ્યાન કરેલ. સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન અને સ્થળ પરિગ્રહનું પણ જાવજીવન માટે પ્રત્યાખ્યાન કરેલ હતું. હવે આ સમયે શ્રમણ ભગવંત મહાવીરની સાક્ષીએ આપણે સર્વ પ્રકારની હિંસા – થાવત્ – સર્વ પ્રકારના પરિગ્રહના જીવનપર્યતને માટે પ્રત્યાખ્યાન કરીએ છીએ. સર્વ પ્રકારના ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ, અરતિ, રતિ, માયામૃષા, મિથ્યાત્વશલ્ય અને અકરણીય યોગનું જાવજીવને માટે પ્રત્યાખ્યાન કરીએ છીએ. તથા જીવનપર્યતને માટે સર્વ પ્રકારના અશન, પાન, ખાદિમ– સ્વાદિમ રૂ૫ ચાર પ્રકારના આહારના પણ પ્રત્યાખ્યાન અર્થાત્ ત્યાગ કરીએ છીએ. જો કે આપણને આ શરીર ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોમ, પ્રેય, ધૈર્યમય, વૈશ્નાસિક, સંમત, બહુમત, અનુમત અને આભુષણોની મંજૂષાની સમાન પ્રીતકર છે. તેને ઠંડી–ગરમી લાગી ન જાય, તે ભૂખ્યું કે તરસ્યું ન રહે, આ શરીરને સાંપ ડસી ન જાય, ચોરોના ઉપદ્રવથી ગ્રસ્ત ન થઈ જાય, ડાંસ કે મચ્છર ખાય નહીં, વાત, પિત્ત, કફ, સન્નિપાતથી જનિત વિવિધ રોગો કે આતંકો, પરિષહો કે ઉપસર્ગો તેને સ્પર્શ ન કરે તે સર્વે વાતનું ધ્યાન રાખેલ છે. પરંતુ આપણે આ શરીરનો પણ ચરમ ઉચ્છવાસ–નિઃશ્વાસે ત્યાગ – વ્યુત્સર્જન કરીએ છીએ. તેના મમત્વનો ત્યાગ કરીએ છીએ. આ પ્રમાણેનો વિચાર કર્યો. કરીને સંલેખના દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા, આહાર–પાણીનો ત્યાગ કરીને, શરીરને પાદપ–વૃક્ષ સમાન સ્થિત કરીને, મરણની આકાંક્ષા ન કરતા વિચારવા લાગ્યા. આ પ્રકારે તે પરિવ્રાજકોએ અનેક ભક્ત–ભોજનને અનશન દ્વારા છેદન કર્યું. છેદન કરીને આલોચના–પ્રતિક્રમણ કર્યું અને સમાધિ મૃત્યુ પ્રાપ્ત કરીને મૃત્યુ સમય આવ્યો ત્યારે દેહનો ત્યાગ કરી બ્રહ્મલોક નામક પાંચમાં કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેમની ગતિને અનુરૂપ દશ સાગરોપમની સ્થિતિ કહી છે. તેઓ પરલોકના આરાધક થયા. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. ૦ અંબઇની આહારવિધિ અને શતગૃહવાસ : હે ભગવન્! અનેક લોકો એકબીજાને આ પ્રમાણે કહે છે, બોલે છે, પ્રરૂપિત કરે છે કે, અંબઇ પરિવ્રાજક કાંપિલ્યપુરનગરમાં સો ઘરોમાં આહાર કરે છે, સો ઘરોમાં નિવાસ કરે છે તો હે ભગવન્! આ વાત કઈ રીતે માનવી ? . Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આગમ કથાનુયોગ-૫ હે ગૌતમ ! અનેક લોકો પરસ્પર એકબીજાને જે આ પ્રમાણે કહી રહ્યા છે. – થાવત્ – આ પ્રમાણે પ્રરૂપણા કરી રહ્યા છે કે અંબઇ પરિવ્રાજક કાંપિલ્યપુર નગરના સો ઘરોમાં આહાર કરે છે – યાવત્ – સો ઘરોમાં વાસ કરે છે, તે વાત સત્ય છે. હે ગૌતમ! હું પણ આ પ્રમાણે કહું છું – યાવત્ – પ્રરૂપણા કરું છું કે અંબS પરિવ્રાજક – યાવત્ – સો ઘરોમાં એક સાથે નિવાસ કરે છે. હે ભગવન્! અંબડ પરિવ્રાજક કાંડિલ્યપુર નગરના સો ઘરોમાં આહાર કરે છે, સો ઘરોમાં નિવાસ કરે છે, એમ આપ કુયા અભિપ્રાયથી કહો છો ? હે ગૌતમ ! અંબS પરિવ્રાજક પ્રકૃતિથી ભદ્ર – યાવત્ – વિનયશીલ છે. તથા નિરંતર છઠને પારણે છઠનો તપ કરી રહેલ છે. તે તપ દરમ્યાન પોતાના બે હાથ ઊંચા ઉઠાવી સૂર્યની સામે મુખ રાખી આતાપના ભૂમિમાં આતાપના લેત શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસાયો, વિશુદ્ધ થતી એવી પ્રશસ્ત લેશ્યાઓથી અને તદાવરણીય કર્મોના સંયોપશમ થવાથી ઈડા, ઉહા, માર્ગણા, ગવેષણા કરતા એવા તેને વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ, અવધિજ્ઞાનલબ્ધિ ઉત્પન્ન થયેલ છે. આ કારણથી લોકોને વિસ્મિત કરવાના હેતુથી આ લબ્ધિઓ દ્વારા કાંડિલ્યપુર નગરમાં એક જ સમયે સો ઘરોમાં આહાર કરે છે અને સો ઘરોમાં નિવાસ કરે છે. આ પરિસ્થિતિને કારણે હે ગૌતમ ! એવું કહેવાય છે કે અંબઇ પરિવ્રાજક કાંપિલ્યપુર નગરના સો ઘરોમાં – યાવતું – નિવાસ કરે છે. ૦ અંબઇનું શ્રમણોપાસકત્વ : હે ભગવન્! આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહવાસ છોડીને અંબડ પરિવ્રાજક અનગારત્વ અંગીકાર કરવામાં સમર્થ છે ? હે ગૌતમ ! એ પ્રમાણે સંભવ નથી. પણ અંબડ પરિવ્રાજક જીવાજીવ આદિ તત્વોનો જ્ઞાતા શ્રમણોપાસક થઈને – યાવત્ – આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે. પરંતુ જેના ઘરના કમાડોને આગળીયો લાગતો નથી, જેના ઘરનાં દ્વાર ક્યારેય બંધ રહેતા નથી, જેનો અંતઃપુર અને ઘરમાં પ્રવેશ કોઈને અપ્રિય લાગતો નથી. (આવો તે શ્રાવક જાણવો.) અંબઇ પરિવ્રાજકે જાવજીવને માટે સ્થૂળ પ્રાણાતિપાત – યાવત્ - સ્થળ પરિગ્રહનું જાવજીવને માટે પ્રત્યાખ્યાન કરેલ છે. વિશેષ એટલે કે તેને મૈથુન સેવનનું પ્રત્યાખ્યાન (સ્થૂળથી નહીં પણ) સર્વથા જાવજીવન માટે કરેલ છે. તે અંબડ પરિવ્રાજકને માર્ગ ગમનથી અતિરિક્ત ગાડીની પુરી પ્રમાણ જળમાં ઉતરવાનું કલ્પતુ નથી. અંબઇ પરિવ્રાજકને ગાડી આદિ પર સવાર થવું કલ્પતું નથી. અહીંથી લઈને ગંગાની માટીના લેપ પર્યતનું વર્ણન પૂર્વવત્ જાણવું. અંબઇ પરિવ્રાજકનો આધાર્મિક, ઔદેશિક, મિશ્રજાત, અધ્યવપૂર, સાધુના નિમિત્તે અધિક માત્રામાં ભોજન તૈયાર કરવું, પૂતિકર્મ, ક્રીતકર્મ, પ્રામિય–ઉધાર લીધેલું, અવિસૃષ્ટ, અભ્યાહત, સ્થાપિત, રચિત, કાંતારભક્ત, દુર્ભિશભક્ત, ગ્લાનભક્ત, વાઈલિકાભક્ત, દુર્દિનમાં દરિદ્રોને આપવાને માટે બનાવાયેલ ભોજન, પ્રાથૂર્ણ ભક્ત, એવું Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૮૫ ભોજન (આહાર–પાણી) કલ્પતું નથી. આ જ પ્રકારે અંબઇ પરિવ્રાજકને મૂલ ભોજન – યાવતું – બીજમય ભોજન ખાવા-પીવાનું કલ્પતું નથી. અંબઇ પરિવ્રાજકને માવજીવનને માટે ચાર પ્રકારના અનર્થદંડનું પ્રત્યાખ્યાન છે, તે અનર્થદંડ આ પ્રમાણે છે – અપધ્યાનાચરિત, પ્રમાદાચરિત, હિંઢપ્રદાન અને પાપકર્મોપદેશ. અંબરને માગધમાનની અનુસાર અર્ધ આઢક જળ લેવાનું કહ્યું છે. તે પણ વહેતું હોય તેવું, પણ ન વહેતું હોય તેવું નહીં – યાવત્ – તે પણ પરિપૂત વસ્ત્રથી ગાળેલું હોય તો કહ્યું છે પણ ગાયા વગરનું પાણી કલ્પતું નથી. આ પાણી પણ સાવદ્ય છે તેમ માનીને પણ નિરવદ્ય છે તેમ માનીને લેવું ન કલ્પ. આ સાવદ્ય પાણી પણ સજીવ માનીને લેતો હતો, અજીવ સમજીને લેતો ન હતો. તેમજ આવું પાણી પણ કોઈએ આપેલું હોય તો કહ્યું, પણ અદત્ત અર્થાત્ ન આપેલું હોય તો કલ્પતું ન હતું. વળી આ પાણી પણ ફક્ત હાથ અને પગને યુદ્ધ પ્રમાણ લઈને પ્રક્ષાલન કરવા માટે કલ્પ, પણ પીવા માટે કલ્પતું નથી કે સ્નાન કરવાને માટે પણ કલ્પતું નથી. અંબડને માગધિકમાન (પ્રમાણ) આઢક પ્રમાણ જળ ગ્રહણ કરવાનું કલ્પ છે અને તે પણ વહેતું એવું – યાવત્ – નહીં દીધેલું કલ્પતું નથી. તે પણ સ્નાન કરવાને માટે કહ્યું, પણ હાથ–પગ માટે ચુસ્તુ પ્રમાણ જ ધોવાને માટે પણ પીવાના કામ માટે કલ્પતું નથી. અંબડને અન્યતીર્થિક, અન્યતીર્થિક દેવ અને અન્યતીર્થિકો દ્વારા પરિગૃહિત ચૈત્યને વંદન-નમસ્કાર – યાવત્ – પÚપાસના કરવાનું કલ્પતું ન હતું. પરંતુ અરિહંત, અરિહંત ચૈત્યને વંદન–નમસ્કાર આદિ કરવા, તેની પર્યપાસના કરવી તે કલ્પતું હતું. ૦ અબડનો દેવભવ : હે ભગવન્! અંબઇ પરિવ્રાજક કાલ માસમાં કાળ કરીને (મૃત્યુ પામીને) ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! અંબઇ પરિવ્રાજક અનેક પ્રકારના સામાન્ય, વિશેષ, શીલવ્રત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિથી આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરશે. પાલન કરીને માસિક સંલેખના દ્વારા આત્માનું શોધન કરી, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરીને આલોચના, પ્રતિક્રમણપૂર્વક સમાધિ પ્રાપ્ત કરી મરણકાળમાં મરણ કરીને બ્રહ્મલોક નામક પાંચમાં કલ્પ દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાંક–કેટલાંક દેવોની દશ સાગરોપમની સ્થિતિ કહી છે, ત્યાં અંબડ દેવની પણ આય સ્થિતિ દશ સાગરોપમ પ્રમાણ થશે. ૦ અંબાનો દઢપ્રતિજ્ઞ નામે ભવ : હે ભગવન્! તે અંબડ દેવ દેવભવનો આયુક્ષયભવક્ષય અને સ્થિતિશય થયા પછી તે દેવલોકથી ચ્યવીને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં એવા કુળ છે – તે આ પ્રમાણે – ધનાઢ્ય, દીપ્ત, Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આગમ કથાનુયોગ–પ સંપન્ન, ભવન, શયન, આસન, યાન, વાહન આદિ વિપુલ સાધનસામગ્રી તથા સોના, ચાંદી આદિ ધનના સ્વામી છે. આયોગ–પ્રયોગ, સંપ્રવૃત્ત, વ્યાપાર, વ્યવસાયમાં સંલગ્ન છે. જેમને ત્યાં ભોજન કર્યા પછી પણ ખાવાપીવાના ઘણાં પદાર્થો બચે છે તથા ઘણાં જ નોકર નોકરાણીઓ, ગાય, ભેંસ, બળદ, બકરી આદિ હોય છે. ઘણાં લોકો દ્વારા પણ જેનો તિરસ્કાર કરાવો સંભવ નથી, આવા પ્રકારનો કુળોમાં તે અંબડ દેવ મનુષ્યરૂપે ઉત્પન્ન થશે. ત્યારે તે અંબાદેવ બાળકરૂપે ગર્ભમાં આવ્યો ત્યારે માતાપિતાની ધર્મમાં દૃઢપ્રતિજ્ઞા–આસ્થા થશે. ત્યારપછી નવ માસ અને સાડાસાત રાત્રિદિન અતિક્રાન્ત થયા પછી બાળકને જન્મ થશે. તેના હાથ–પગ સુકોમળ હશે – યાવત્ – ચંદ્રમાની સમાન સૌમ્ય, કાંતિમાન, જોવામાં પ્રિય અને સુરપ થશે. ત્યારે તે બાળકના માતાપિતા પ્રથમ દિવસે સ્થિતિપતિતા કરશે. બીજે દિવસે ચંદ્ર-સૂર્યનું દર્શન કરાવશે. છઠે દિવસે રાત્રિ જાગરણા કરશે. અગિયાર દિવસ વીતી ગયા બાદ જન્મસંબંધી અશુચિની નિવૃત્તિ કર્યા પછી આ પ્રકારનું ગુણનિષ્પન્ન એવું નામકરણ કરશે – જ્યારથી આ બાળક માતાની કુક્ષિમાં ગર્ભરૂપે આવ્યો ત્યારથી અમારી ધર્મમાં દઢ પ્રતિજ્ઞા – શ્રદ્ધા થઈ છે. તેથી અમારા આ બાળકનું નામ દઢપ્રતિજ્ઞ થાઓ. આ પ્રમાણે આ બાળકના માતાપિતાએ બારમાં દિવસે દેઢપ્રતિજ્ઞ એવું નામકરણ કરશે. ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞ બાળક પાંચ ધાત્રીઓથી પરિવરેલા છે. તે આ પ્રમાણે – ક્ષીરપાત્રી, મજ્જનધાત્રી, મંડનધાત્રી, અંકધાત્રી અને ક્રીડાપનધાત્રી તથા ઘણી જ ઇંગિત, ચિંતિત, પ્રાર્થિતને જાણનારી નિપુણ, કુશળ, પ્રશિક્ષિત પોતપોતાના દેશના વેષને ધારણ કરનારી એવી કુલ્કા, ચિલામિકી આદિ દેશ-વિદેશની તરુણ દાસીઓના સમૂહથી ઘેરાયેલો, વર્ષધરો, કંચુકીઓ, મહત્તરકોના સમુદાયથી પરિરક્ષિત, એક હાથમાંથી બીજા હાથમાં લેવાતો, એક ખોળામાંથી બીજા ખોળામાં લેવાતો, હલરાવાતો, સહેલાવાતો, લાલન-પાલન કરાતો, લાડ કરાતો, હાલરડાં સંભળાવાતો અને મણિજડિત રમણીય પ્રાંગણમાં ચલાવાતો, વ્યાઘાતરહિત ગિરિગુફામાં સ્થિત શ્રેષ્ઠ ચંપકના વૃક્ષની સમાન સુખપૂર્વક રોજેરોજ પરિવર્ધિત થશે – (ઉછેરાશે). ૦ દઢપ્રતિજ્ઞ દ્વારા કળા ગ્રહણ : તે દઢપ્રતિજ્ઞ બાળકના માતાપિતાએ તે બાળક કંઈક અધિક આઠ વર્ષનો થયો ત્યારે શુભકરણ, તિથિ, દિવસ, નક્ષત્ર અને મુહર્તમાં શિક્ષણ હેતુ કલાચાર્યની પાસે લઈ જશે. ત્યારે કલાચાર્ય તે દઢપ્રતિજ્ઞ બાળકને લેખ અને ગણિતથી લઈને શકુનિરત પર્વતની બોંતેર કળાઓ સૂત્રથી, અર્થથી અને કરણ–પ્રયોગથી શીખવાડશે. તે બોંતેર કળા આ પ્રમાણે છે ૧. લેખન, ૨. ગણિત, ૩, રૂપ, ૪. નાટ્ય, ૫. ગીત, ૬. વાદ્ય, ૭. સ્વર જ્ઞાન, ૮. વાદ્યવાદન, ૯. સમતાલ, ૧૦. ધૂત, ૧૧. જનવાદ, ૧૨. પાશક, ૧૩. અષ્ટાપદ, Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૮૭ ૧૪. પૌરસ્કૃત્ય (શીર્ઘકાવ્ય રચના કળા), ૧૫. ઉદકમૃતિકા. ૧૬. અન્નવિધિ, ૧૭. પાનવિધિ, ૧૮. શસ્ત્રવિધિ, ૧૯. વિલેપનવિધિ, ૨૦. શયનવિધિ, ૨૧. આર્યા–આદિ છંદ રચવાની વિધિ, ૨૨. પ્રહેલિકા, ૨૩. માગધિકા, ૨૪. ગાથા-છંદ રચના, ૨૫. ગીતિકા, ૨૬. શ્લોક–રચના, ૨૭. હિરણ્યયુક્તિ, ૨૮. સુવર્ણયુક્તિ, ૨૯. ગંધયુક્તિ. ૩૦. ચૂર્ણયુક્તિ, ૩૧. આભરણયુક્તિ, ૩૨. તરુણી પ્રતિકર્મ, ૩૩. સ્ત્રીલક્ષણ, ૩૪. પુરુષલક્ષણ, ૩૫. હયલક્ષણ, ૩૬. ગયલક્ષણ, ૩૭. ગોલક્ષણ, ૩૮. કુકું ટલસણ, ૩૯. ચક્ર લક્ષણ, ૪૦. છત્રલક્ષણ, ૪૧. ચર્મલક્ષણ, ૪૨. દંડલક્ષણ, ૪૩. અસિલક્ષણ, ૪૪. મણિલક્ષણ, ૪૫. કાકણીલક્ષણ, ૪૬. વાસ્તુવિદ્યા, ૪૭. સ્કંધાવારમાન, ૪૮. નગરનિમણ, ૪૯. વાસ્તુનિવેશ, ૫૦. ચૂ–પ્રતિબૃહ, પ૧. ચાર–પ્રતિચાર, પર. ચક્રબૂક, ૫૩. ગરૂડબૂહ, ૫૪. શકટટ્યૂહ, પપ. યુદ્ધ, પ૬. નિયુદ્ધ, ૫૭. યુદ્ધાતિયુદ્ધ, ૫૮. મુષ્ટિયુદ્ધ, પ૯. બાહુયુદ્ધ, ૬૦. લતાયુદ્ધ, ૬૧. ઇષશાસ્ત્ર–સુરપ્રવાહ, ૬૨. ધનુર્વેદ, ૬૩. હિરણ્યપાક, ૬૪. સુવર્ણપાક, ૬૫. વૃક્ષખેલ, ૬૬. સૂત્રખેલ, ૬૭. નાલિકાખેલ, ૬૮. પત્રચ્છેદ, ૬૯. કચ્છદ, ૭૦. સજીવ, ૭૧. નિર્જીવ અને ૭ર. શકુનરુત આ બોંતેર કળાઓને શીખવીને, તેનું શિક્ષણ આપીને અભ્યાસ કરાવીને તે કલાચાર્ય બાળકને માતાને સોંપી દેશે. ત્યારે તે દૃઢપ્રતિજ્ઞ બાળકના માતાપિતા કળાચાર્યનું વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર વડે સત્કાર કરશે, સન્માન કરશે, સત્કાર અને સન્માન કરીને પ્રચુર જીવિકોચિત પ્રીતિદાન કરશે અને પ્રીતિદાન આપીને વિદાય કરશે. ૦ દઢ પ્રતિજ્ઞને વૈરાગ્ય : ત્યારપછી બોંતેર કળાઓમાં પંડિત, મર્મજ્ઞ, પ્રતિબદ્ધ સુપ્ત નવાંગથી યુક્ત, અઢારે દેશી ભાષા વિશારદ, ગીત–રસિક, ગંધર્વ અને નાટ્યકુશળ, અશ્વયોદ્ધા, ગજયોદ્ધા, રથયોદ્ધા, બાયો, બાહુપ્રમાપી, વિકાલચારી, સાહસિક તે દૃઢપ્રતિજ્ઞ બાળક ભોગ ભોગવવામાં સમર્થ થઈ જશે. ત્યારે માતા–પિતા દૃઢપ્રતિજ્ઞ બાળકને બોંતેર કળા વિશારદ – યાવત્ – ભોગ ભોગવવામાં સમર્થ જાણીને વિપુલ અન્નભોગ, પાનભોગ, લયનભોગ, વસ્ત્રભોગ, શયનભોગ અને કામભોગને ભોગવવા માટે આમંત્રિત કરશે. પરંતુ તે દૃઢપ્રતિજ્ઞ બાળક તે વિપુલ અન્નભોગો – યાવત્ – શયનભોગો પ્રતિ આકૃષ્ટ નહીં થાય, તેમાં અનુરક્ત, વૃદ્ધ, મૂર્શિત નહીં થાય તથા તે તરફ ધ્યાન નહીં આપે. જે રીતે ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પોંડરીક, મહાપૌંડરીક, શતપત્ર, સહસ્ત્રપત્ર, શતસહસ્ત્રપત્ર આદિ વિવિધ પ્રકારના કમળ કીચડમાં ઉત્પન્ન થાય છે, જળમાં સંવર્ધિત થાય છે પરંતુ શંકરજ, જલરજથી લિપ્ત થતું નથી. એ જ પ્રકારે દૃઢપ્રતિજ્ઞ બાળક પણ કામમય જગતમાં ઉત્પન્ન થશે. ભોગોની વચ્ચે સંવર્ધિત થશે. પણ કામરજથી લિસ થશે નહીં, ભોગરજથી લિપ્ત થશે નહીં અને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આગમ કથાનુયોગ-૫ સંબંધી પરિચિતજનોમાં આસક્ત થશે નહીં. ૦ દઢપ્રતિજ્ઞની પ્રવજ્યા અને સિદ્ધિગમન–નિરુપણ : તે તથારૂપ સ્થવિરોની પાસે કેવળબોધિને પ્રાપ્ત કરશે. સમ્યકત્વ પ્રાપ્ત કરશે, બોધિને પ્રાપ્ત કરીને ગૃહવાસનો ત્યાગ કરીને અનગરત્વમાં પ્રવ્રજિત થશે. તે અણગાર ભગવંત ઇર્યાસમિતિથી સમિત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થશે. તે ભગવંત દૃઢપ્રતિજ્ઞને આ પ્રકારની વિહારચર્યાથી પ્રવર્તમાન થઈને અનંત, અનુત્તર, નિર્ચાઘાત, નિરાવરણ, સંપૂર્ણ, પરિપૂર્ણ ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થશે. ત્યારે તે ભગવંત અર્હત્ જિન, કેવલી થશે. દેવ, મનુષ્ય, અસુરયુક્ત લોકના પર્યાયોને જાણશે, જોશે. તે આ પ્રમાણે – તેની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તર્ક, પશ્ચાતુકૃત ક્રિયા, પૂર્વકૃત્ ક્રિયા, મનોભાવ, માનસિક વૃત્તિ, ક્ષમિત, ભુક્ત, પ્રતિસેવિત, પ્રગટ કર્ય, ગુપ્ત કર્મ આદિને જાણી શકશે. આ પ્રમાણે તે અત, સર્વજ્ઞ, દૃઢ પ્રતિજ્ઞ તે કાળના મન, વચન, કાયયોગમાં પ્રવર્તમાન સમસ્ત લોક અને સમસ્ત જીવોના સર્વ ભાવોને જાણતા અને જોતા વિચરણ કરશે. ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞા કેવળી ઘણાં વર્ષો સુધી કેવલી પર્યાયનું પાલન કરશે, પાલન કરીને એક માસની સંલેખના દ્વારા આત્માની શુદ્ધિ કરીને અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરીને જે લક્ષ્યને માટે નગ્નભાવ, મુંsભાવ, અસ્નાન, અદંતવન, કેશલોચ, કાષ્ઠશય્યા, પરઘર પ્રવેશ, લાભાલાભમાં સમભાવ, બ્રહ્મચર્યવાસ, અછત્રક, પાદુકા ત્યાગ, ભૂમિ થય્યા, માન-અપમાન સહન કરવા, બીજા દ્વારા કરાયેલ ભર્લ્સના પૂર્ણ અવહેલના, ખિસણા, નિંદા, ગર્ણી, તાડના, તર્જના, પરિભવના, પરિવ્યથના, વિવિધ પ્રકારે ઇન્દ્રિયોને માટે કકર સ્થિતિઓ, બાવીશ પરીષહ અને ઉપસર્ગ સ્વીકાર કે સહન કર્યા – તે લક્ષ્યની આરાધના કરીને છેલ્લા ઉચ્છવાસ નિઃશ્વાસમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવૃત્ત થશે, સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ભગ. ૬૨૬, ૬૨૭; ઉવ. ૪૫, ૪૯, ૫૦; ૦ પ્રદેશી શ્રાવકની કથા – (પ્રદેશી રાજાની કથામાં પૂર્વભવ, વર્તમાન ભવ, આગામી ભવ એમ ત્રણ તબક્કો છે.) તે કાળે, તે સમયે આમલકલ્પા નામે નગરી હતી, જે ધનધાન્ય આદિથી પરિપૂર્ણ સ્વિમિત, સ્વચક્ર પરચક્ર આદિના ભયથી રહિત, સમૃદ્ધિ વડે પરિપૂર્ણ – યાવતું – પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી. તે આમલકલ્પા નગરીની બહાર ઇશાન દિશામાં અંબસાલવન નામે ચૈત્ય હતું, જે ઘણું જ પ્રાચીન – યાવત્ – પ્રતિરૂપ હતું. ત્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે એક વિશાળ પૃથ્વીશિલાપટ્ટક હતો. (આ સર્વેનું વર્ણન રાજા કોણિકની કથામાં કરાયેલ વર્ણનો અનુસાર સમજી લેવું.) Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૮૯ આ નગરીમાં સેય (શ્રેત) નામે એક રાજા હતો તેને ધારિણી નામે પત્ની (રાણી) હતી. ભગવંત મહાવીર પધાર્યા. વંદના કરવા અને ધર્મ શ્રવણાર્થે પર્ષદા નીકળી – યાવતુ – રાજા પણ નીકળ્યો – યાવત્ – પર્યુપાસના કરવા લાગ્યા. ૦ સૂર્યાભદેવ દ્વારા ભગવંત વંદન હેતથી અભિયોગિક દેવને બોલાવવા : તે કાળે, તે સમયે સૌધર્મકલ્પના સૂર્યાભવિમાનની સુધર્મા નામક સભામાં સૂર્યાભ સિંહાસન પર બેઠેલા સૂર્યાભદેવ ૪૦૦૦ સામાનિક દેવો, પોતપોતાના પરિવાર સહિત ચાર અગમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત સેનાઓ, સાત સેનાપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો અને બીજા પણ સૂર્યાભ વિમાનવાસી દેવો તથા દેવીઓથી પરિવેષ્ટિત થઈને જોરજોરથી દક્ષપુરુષો દ્વારા બનાવાઈ રહેલા, કરાઈ રહેલા, નાટ્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ધનમૃદંગના સ્વરોને સાંભળતો, દિવ્ય ભોગોને ભોગવતો વિચરી રહ્યો હતો. ત્યારે એ કેવકલ્પ જંબૂલીપ નામક દ્વીપને વિપુલ અવધિજ્ઞાનથી જોતો હતો. ત્યારે તેણે જંબૂલીપ ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરીની બહાર અંબાલવન ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહને ગ્રહણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા એવા શ્રમણ ભગવંત મહાવીરને જોયા, જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમના, પરમ સૌમનસ, હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા, વિકસિત શ્રેષ્ઠ કમળ જેવા નેત્રવાળા, આનંદના વેગથી ચલાયમાન ઉત્તમ કટક, ત્રુટિત, કેયુર, મુકુટ, કુંડલ અને સુંદર હાર વડે સુશોભિત વક્ષસ્થળ વાળો, નીચે લટકતા પ્રલંબસૂત્ર અને કંપાયમાન થતા બીજા–બીજા આભુષણોને ધારણ કરનારો એવો તે શ્રેષ્ઠ દેવ સંભ્રમ સહિત, ત્વરા અને ચપળતા સાથે સિંહાસનથી ઊભો થયો, ઊભો થઈને પાદપીઠથી નીચે ઉતર્યો. ઉતરીને પાદુકા ઉતારી, ઉતારીને એક શાટિક ઉત્તરાસંગ કર્યું. - ત્યારપછી તીર્થકરની અભિમુખ સાત-આઠ કદમ અનુગમન કર્યું, કરીને ડાબો ઘૂંટણ ઊંચો કર્યો. જમણો ઘૂંટણ ભૂમિ પર ટેકાવ્યો. પછી ત્રણ વખત મસ્તકને ભૂમિતલ પર નમાવ્યું, નમાવીને પછી મસ્તકને કંઈક ઊંચુ કર્યું. ઊંચું કરીને કટક, ત્રુટિતથી ખંભિત ભૂજાઓને મિલાવી, મિલાવીને બંને હાથ જોડીને, દશે નખોને પરસ્પર સ્પર્શિત કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને આ પ્રમાણે બોલ્યો અરિહંતોને – યાવત્ – સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલાને મારા નમસ્કાર થાઓ. શ્રમણ ભગવંત મહાવીરને – યાવત્ – સિદ્ધિ સ્થાને પ્રાપ્ત કરવાની કામનાવાળાને મારા નમસ્કાર થાઓ. ત્યાં બિરાજિત ભગવંતને અહીં રહેલો એવો હું વંદના કરું છું. ત્યાં બિરાજિત ભગવંત અહીં રહેલા એવા મને જુઓ. આ પ્રમાણે કહીને તે વંદના–નમસ્કાર કરે છે, વંદના–નમસ્કાર કરીને પૂર્વાભિમુખ થઈને શ્રેષ્ઠ સિંહાસન પર તે બેઠો. ત્યારપછી તે સૂર્યાભદેવને આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે– એ પ્રમાણે ખરેખર, યોગ્ય અવગ્રહ લઈને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવંત મહાવીર જંબૂલીપ નામના હીપના ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરીની બહાર અંબશાલ નામના ચૈત્યમાં વિચરી રહ્યા છે. તથારૂપ ભગવંતોનું નામ અને ગોત્રનું Page #191 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ શ્રવણ કરવું પણ મહાફળરૂપ છે, તો પછી તેમની સન્મુખ જવું, વંદન—નમ કરવું, પ્રશ્નોના સમાધાન કરવા અને તેમની પર્યાપાસના કરવાના વિષયમાં તો કહેવાનું જ શું હોય ? આર્ય પુરુષ પાસે માત્ર એક ધાર્મિક સુવચન સાંભળવું પણ ઉત્તમ છે, તો પછી તેમની પાસેથી વિપુલ અર્થ પ્રાપ્ત કરવા વિશે તો કહેવાનું જ શું હોય ? તેથી હું જાઉં અને શ્રમણ ભગવંત મહાવીરને વંદના કરું – યાવત્ – પર્યાપાસના કરું. તે મારા માટે પ્રત્ય આલોક પરલોકમાં હિતકર થાવત્ – અનુગામીરૂપ આ પ્રમાણે તેણે વિચાર કર્યો. વિચારીને આભિયોગિક દેવોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! ખરેખર, એ પ્રમાણે યથાપ્રતિરૂપ અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવંત મહાવીર ાવત્ અંબસાલવન ચૈત્યમાં વિચરણ કરી રહ્યા છે. તેથી હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને જંબુદ્વીપના ભરતક્ષેત્રની આમલકલ્પા નગરીના અંબશાલવન ચૈત્યમાં બિરાજમાન શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કરી, વંદન—નમસ્કાર કરો. ૧૯૦ ત્યારપછી પોતપોતાના નામ અને ગોત્ર તેમને કહી સંભળાવો, સંભળાવી શ્રમણ ભગવંત મહાવીરની આસપાસના એક યોજન પ્રમાણ ક્ષેત્રમાં જે કંઈ તૃણ કે પત્ર કે કાષ્ઠ કે કચરો આદિ પદાર્થ પડેલા હોય, તે બધાંને ઉઠાવીને એકાંતમાં લઈ જઈને ફેંકી દો, ફેંકીને પાણીનો છંટકાવ કરી ભૂમિને સ્વચ્છ કરો, તેના પર સુગંધિત જલનું સિંચન કરો અને ધૂળને શાંત કરી દો. સિંચીને જેની ધૂળ નષ્ટ થઈ છે – નિહિત થઈ છે – ઉપશાંત થઈ છે પ્રશાંત થઈ છે એવી કરી દો. - — એ પ્રમાણે કરીને જલજ અને સ્થલજ પંચવર્ણી સુગંધિત પુષ્પોની વર્ષા કરો. આ પુષ્પવર્ષા કરતા તે ફૂલ સીધા પડે, તેના ડીંટા નીચે રહે અને જાનુપ્રમાણ થાય તે રીતે વ્યાપ્ત કરો. કરીને તે જમીનને કાળો અગરુ, ઉત્તમ કુંરૂપ અને તુરુષ્કની સુગંધિત ધૂપથી મહેકતી કરો. જે સુગંધ મહેકતી – મધમધાયમાન અને ગંધવર્તિકા સમાન હોય. તે ભૂમિને સર્વ પ્રકારે દિવ્ય કરો કે જેથી તે ઉત્તમ દેવાના આગમન યોગ્ય બને. આ પ્રમાણે તમે કરો - કરાવો, મારી આજ્ઞા પાછી સોંપો. -- ૦ આભિયોગિક દેવો દ્વારા ભ.મહાવીરને વંદના આદિ :– ત્યારે તે આભિયોગિક દેવોએ સૂર્યાભદેવના આ કથનને સાંભળીને, હર્ષિત, સંતુષ્ટ યાવત્ –વિકસિત હૃદય થઈને બંને હાથ જોડ્યા, પરસ્પર દશે નખો ભેગા કર્યા, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી તેમની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારી, સ્વીકારીને ઇશાન દિગુભાગમાં જઈને વૈક્રિય સમુદ્ઘાત કર્યો. કરીને સંખ્યાત યોજન લાંબો દંડ નીકળ્યો. તે દંડ આવા પ્રકારનોહતો રત્ન, વજ્ર, વૈર્ય, લોહિતાક્ષ, મસારગલ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિરસ, અંજન, અંજનપુલક, રજન, જાત્યરૂપ, અંક, સ્ફૂટિક અને રિષ્ટ રત્નો. યથાબાદર પુદ્ગલોને દૂર કર્યા, દૂર કરીને સૂક્ષ્મ પુદ્દગલોને ગ્રહણ કર્યા. કરીને ફરીથી બીજી વખત વૈક્રિય સમુદ્દાત કર્યો. પછી ઉત્તર વૈક્રિયરૂપની વિકુર્વણા કરી, કરીને - Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૯૧ તે આભિયોગિક દેવો ઉત્કૃષ્ટ – યાવત્ – દિવ્ય દેવગતિથી તિછ અસંખ્યાતા દ્વીપ સમુદ્રોની વચ્ચેથી ચાલતા જ્યાં જંબૂદ્વીપ હતો, ભરતક્ષેત્ર હતું, આમલ કલ્પાનગરી હતી, અંબાલવન ચૈત્ય હતું અને તેમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન– નમસ્કાર કર્યા કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન્! અમે સૂર્યાભદેવના આભિયોગિક દેવો આપ દેવાનુપ્રિયને વંદના કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, સત્કાર અને સન્માન કરીએ છીએ અને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ એવા આપની પર્યપાસના કરીએ છીએ. હે દેવો ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે તે દેવોને આ પ્રમાણે કહ્યું, હે દેવો! આ પુરાતન છે, હે દેવો ! આ જીત – આચાર છે, હે દેવો ! આ કૃત્યરૂપ છે, હે દેવો! આ કરણીય છે, હે દેવો આ આસીર્ણ છે, હે દેવો ! આ સંમત છે કે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો અરિહંત ભગવંતોને વંદન કરે છે, નમસ્કાર કરે છે, કરીને પોતાના નામ અને ગોત્ર કહે છે. આ પ્રાચીન પરંપરાર છે – યાવત્ – સંમતપ્રથા છે. ૦ આભિયોગિક દેવોએ કરેલ સમવસરણ ભૂમિ પ્રમાર્જનાદિ : ત્યારપછી તે આભિયોગિક દેવોએ શ્રમણ ભગવંત મહાવીરના કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – પ્રફૂલ્લિત હૃદય થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, કરીને ઇશાન ખૂણામાં ગયા. ત્યાં જઈને વૈક્રિય સમુદ્રઘાત કર્યો. કરીને સંખ્યાત યોજન વિસ્તારવાળો દંડ કાવ્યો – યાવત્ – યથા બાદર પુદ્ગલોને દૂર કર્યા. કરીને સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કર્યા. ફરી બીજી વખત પણ વૈક્રિય સમુદ્ઘાત કર્યો. ત્યારપછી સંવર્તક વાયુની વિકુર્વણા કરી, જે રીતે કોઈ તરુણ, બળવાનું, યુગવાનું, શારીરિક પીડારહિત યુવાન, નિરોગ, મજબૂત અસ્થિપિંજરવાળો, નિશ્ચલ, સુદઢ બાહુ, અત્યંત સઘન ગોળ વલય જેવા સ્કંધવાળો, વારંવાર મુષ્ઠિપ્રહારોથી નિચિત્ શરીરવાળો, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ સંપન્ન સહોત્પન્ન તાલવૃક્ષની સમાન લાંબી પુષ્ટ ભુજાવાળો, લાંબા લાંબા ડગ ભરનારો, ચપળ, સામર્થ્યયુક્ત, છેક, દક્ષ, ચતુર, કુશળ, મેદાવી શ્રમિક સારી રીતે બનાવાયેલ વાંસના ઝાડૂને હાથમાં લઈને રાજપ્રાંગણને, રાજાના અંતઃપુરનો દેવાલય, સભા, પરબ, બાગ, ઉદ્યાનને ત્વરારહિત, આકુળતા કે ગભરાટરહિત સારી રીતે સર્વ દિશાઓમાં ચારે તરફ પૂરી રીતે સાફ કરી દે, તે જ રીતે તે સૂર્યાભદેવના આભિયોગિક દેવોએ સંવર્તક વાયુની વિફર્વણા કરીને શ્રમણ ભગવંત મહાવીરની આસપાસ એક યોજન પરિમંડલને કંઈપણ ખૂણ, કાષ્ઠ, પત્ર આદિ રહિત કરી દીધી. તે ભૂમંડલને સ્વચ્છ અને શાંત કરી દીધું, ઉપશમિત કરીને પુનઃ વૈક્રિય સમુદ્દાત દ્વારા જળબહુલ વાદળો વિકુર્ચા. જે પ્રમાણે કોઈ તરણ – યાવતુ – કાર્યકુશળ શ્રમિક એક મોટા પાણીના ભરેલ સામાન્ય ઘડાને કે જલકુંભ કે થાળ કે જળકળશને હાથમાં લઈને બગીચાને – યાવત્ - પરબને ત્વરારહિત – યાવત્ – ચાતુર્યથી ચારે દિશામાં છંટકાવ કરે છે, તે જ પ્રકારે WW Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આગમ કથાનુયોગ-૫ સૂર્યાભદેવના આભિયોગિક દેવોએ જલબહુલ વાદળોની રચના કરીને ચારે તરફ ફેલાવ્યું. વીજળી ચમકાવી અને શ્રમણ ભગવંત મહાવીરની ચારે તરફ એક યોજન વિસ્તારવાળી ભૂમિમાં મેઘની વૃષ્ટિ કરી. જેનાથી કીચડ ન થાય પણ ધૂળ શાંત થઈ જાય. પછી દિવ્યગંધોદકની વર્ષા કરી, ભૂમંડલને નિહિત રજ, નષ્ટ, રજ, ભૃષ્ટ રજ, ઉપશાંત રજ, પ્રશાંતરજ કર્યું. પછી જલદીથી મેઘવૃષ્ટિને સમેટી લીધી. મેઘવર્ષાને સમેટીને ત્રીજી વખત પુનઃ વૈક્રિય સમુદઘાત કર્યો. પુષ્પ બાદલ અને પુષ્પ પટલની વિદુર્વણા કરી. જે રીતે કોઈ તરુણ – કાવત્ – કુશળ માળી ફૂલોની ભરેલી છાબડી કે પુષ્પ પટલને, પુષ્પ ચંગેરીને હાથમાં લઈને રાજ્ય પ્રાંગણને – ચાવત્ – ચારે દિશાઓમાં કામિનીના કેશપાશની માફક કરતલથી મુક્ત પંચરંગી પુષ્પોથી પરિવ્યાપ્ત કરી દે, તે જ પ્રમાણે તે સૂર્યાભદેવના આભિયોગિક દેવોએ પુષ્પમેઘની વિદુર્વણા કરી, પુષ્પવૃષ્ટિ કરી – યાવત્ – એક યોજન પ્રમાણ ભૂમંડલને દીપ્તિમાન જલજ સ્થલજ – નમિત ડીંટાવાળા પંચરંગી પુષ્પો વડે જમીનથી ઉપર એક હાથ પ્રમાણ ખચોખચ ભરી દીધા. ત્યારપછી કાલો અગરુ, ઉત્તમ કુંદરુષ્ક, તુરષ્કની સુગંધિત ધૂપ જલાવીને મહેકતું કર્યું. જેથી મનમોહક, ઉત્તમ સુગંધથી ગંધાયમાન થઈ ગયું. તે ભૂમિમંડલ ગંધવર્તિકા સમાન પ્રતીત થઈ ગયું. દેવોના આગમનને યોગ્ય થયું. આ પ્રમાણે કરીને – કરાવીને તેમણે તુરંત તે મેઘને ઉપશમિત કર્યું. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર જ્યાં બિરાજમાન હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા. કરીને શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી, અંબાલવન ચૈત્યથી નીકળ્યા. નીકળીને – થાવત્ – તેજગતિથી ચાલતા જ્યાં સૌધર્મકલ્પ હતો, સૂર્યાભ વિમાન હતું, સુધર્માસભા હતી, સૂર્યાભદેવ હતો, ત્યાં આવ્યા. આવીને સૂર્યાભદેવને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજય શબ્દો વડે વધાવી આજ્ઞા પાછી સોંપી. ૦ સૂર્યાભદેવની આજ્ઞાથી દેવ-દેવીઓનું આગમન : ત્યારપછી તે સૂર્યાભદેવ તે આભિયોગિક દેવો પાસેથી આ વૃત્તાંત સાંભળીને. અવધારીને હર્ષિત–સંતુષ્ટ – યાવત્ – વિકસિત હૃદયવાળો થઈને પદાતિ–અનિકાધિપતિ દેવને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! જલ્દીથી સૂર્યાભવિમાનની સુધર્માસભામાં રહેલ, મેઘગર્જના જેવી ગંભીર–મધુર અને એક યોજન વિસ્તારવાળી સુસ્વર ઘંટાને ત્રણ વખત વગાડીને ઉચ્ચ સ્વરે ઉદૂઘોષણા કરતા આ પ્રમાણે કહો – હે દેવો ! સૂર્યાભદેવ આજ્ઞા કરે છે કે, હું દેવો! સૂર્યાભદેવ જંબૂઢીપના ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરીના અંબશાલવન ચૈત્યમાં બિરાજમાન શ્રમણ ભગવંત મહાવીરને વંદનાર્થે જઈ રહેલ છે. તેથી હે દેવાનુપ્રિયો ! તમે પણ સર્વદ્ધિ – યાવતું – વાદ્ય ધ્વનિપૂર્વક પોતપોતાના પરિવાર સાથે પોતપોતાના વિમાનમાં બેસીને જલ્દીથી સૂર્યાભદેવ સન્મુક ઉપસ્થિત થાઓ. ત્યારે તે પદાતિ અનિકાધિપતિ દેવ સૂર્યાભદેવની આજ્ઞા સાંબળીને હર્ષિત, સંતુષ્ટ Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૯૩ - યાવત્ – વિકસિત હૃદય થઈને તે આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારી. પછી સૂર્યાભ વિમાનમાં જ્યાં સુધર્મા સભા હતી – યાવત્ – જ્યાં સુસ્વરા ઘંટા હતી, ત્યાં આવ્યો. આવીને તેણે તે મેઘગર્જના સશ ગંભીર મધુર શબ્દ ધ્વનિ અને એક યોજન પરિમંડલયુક્ત સુસ્વરા ઘંટા ત્રણ વખત વગાડી. ત્યારપછી તે મેઘગર્જના સમાન ગંભીર મધુર ધ્વનિયુક્ત અને એક યોજન પરિમંડલવાળી સુસ્વરા ઘંટા ત્રણ વખત વગાડાઈ ત્યારે સૂર્યાભવિમાનના પ્રાસાદ વિમાનોના ખૂણે ખૂણે તે ઘંટધ્વનિ હજારો પ્રતિધ્વનીથી પરિવ્યાપ્ત થઈ ગયો. ત્યારપછી આ ઘોષ સાંભળીને એકાંત રતિક્રીડામાં લીન, મદોન્મત્ત અને વિષયસુખથી મૂર્ણિત તે સૂર્યાભવિમાનવાસી અનેક દેવો અને દેવીઓ તત્કાળ પ્રતિબુદ્ધ થઈને કુતૂહલપૂર્વક કાન દઈને, મનને કેન્દ્રિત કરી, દત્તચિત્ત થઈને તે પદાતિ અનિકાધિપતિ દેવનો તે ઘંટાસ્વર શાંત થયો ત્યારે ઉચ્ચ સ્વરે થતી ઉદૂઘોષણા સાંભળી દેવાનુપ્રિયો ! ઓ સૂર્યાભ વિમાનવાસી દેવો અને દેવીઓ ! આપને સૂર્યાભવિમાનના અધિપતિ સૂર્યાભદેવના હિતપ્રદ અને સુખકર આજ્ઞાવચનો સાંભળો. સૂર્યાભદેવ જંબુદ્વીપના ભરતક્ષેત્રની આમલકલ્પા નગરીના અંબાલવન ચૈત્યમાં બિરાજમાન શ્રમણ ભગવંત મહાવીરને વંદનાર્થે જઈ રહેલ છે, તેથી આપ પણ સર્વ ઋદ્ધિ સહિત જલ્દીથી સૂર્યાભદેવ સમક્ષ ઉપસ્થિત થાઓ. ત્યારે તે સૂર્યાભવિમાનવાસી અનેક દેવ-દેવીઓ પદાતિ અનિકાધિપતિ દેવના આ કથનને સાંભળીને અને અવધારીને હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – વિકસિત હૃદય થયા. તેમાંના કેટલાંક દેવ-દેવી વંદનની ભાવનાથી, કેટલાંક મન માટે, કેટલાક સત્કાર અને સન્માનના વિચારથી, કેટલાંક કુતૂહલ વૃત્તિથી, કેટલાંક અશ્રુતપૂર્વ શ્રવણેચ્છાથી, કેટલાંક પૂર્વશ્રુતના અર્થનો નિર્ણય કરવાના હેતુથી, પ્રશ્ર, કારણ, વિવેચન જાણવાના વિચારથી, કોઈ સૂર્યાભદેવની આજ્ઞાને અનુસરવા માટે, કેટલાંક પરસ્પર અનુકરણથી, કેટલાંક જિનભક્તિના અનુરાગથી, કેટલાંક ધર્મકર્તવ્ય સમજીને, તો કોઈ પરંપરાગત આચાર માનીને સર્વદ્ધિ સહિત – યાવત્ – શીઘ્રતાથી સૂર્યાભદેવ સમક્ષ ઉપસ્થિત થયા. ૦ સૂર્યાભદેવની આજ્ઞાનુસાર દિવ્ય વિમાન નિર્માણ : ત્યારપછી તે સૂર્યાભદેવે યથાસમય અવિલંબ ઉપસ્થિત થયેલ દેવ અને દેવીઓને જોયા. જોઈને હર્ષિત–સંતુષ્ટ – યાવત્ – વિકસિત હૃદય થઈને આભિયોગિક દેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી એક લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળું એક વિશાળ યાન–વિમાન તૈયાર કરો, જે સેંકડો સ્તંભોથી સત્રિવિષ્ટ હોય, તેમાં જ્યાં ત્યાં હાવભાવ; વિલાસલીલા કરતી કઠપુતળીઓ બનેલી હોય અને ઇહા, મૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પલી, સર્પ, કિન્નર, સરભ, ચમરી, ગાય, હાથી, વનલતા, પદ્મલતા આદિના ચિત્રો બનેલા હોય, વજ, વૈડૂર્ય મણિ આદિથી બનેલ સ્તંભોની સુંદર વેદિકા હોય, યંત્ર ચલિતા જેવા વિદ્યાધર યુગલ તેમાં બનેલા હોય (તદુપરાંત–) પોતાના હજારો કિરણોથી સૂર્ય International Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ - આગમ કથાનુયોગ-૫ સમાન ચમકતા હજારો રૂપકોથી યુક્ત હોય, જે દીપ્યમાન, દેદીપ્યમાન, નેત્રાકર્ષક, સુખદ સ્પર્શવાળા, અશ્રીક, ચંચલ ઘંટાવલીથી મધુર મનહર સ્વર સંપન્ન, શુભ કાંત દર્શનીય પ્રમાણોપેત કે નિપુણતાથી બનાવાયેલ, ચમકતા મણિરત્નોની માળાઓથી પરિવેષ્ઠિત, દિવ્યગતિથી સંપન્ન અને વેગવાળી ગતિથી યુક્ત હોય એવા યાનવિમાનની રચના કરીને જલદીથી મારી આજ્ઞા મને પાછી સોંપો. ત્યારપછી તે આભિયોગિક દેવોએ સૂર્યાભદેવની આ આજ્ઞાને સાંભળીને હર્ષિત. સંતુષ્ટ – યાવત્ – વિકસિત હૃદય થઈને બંને હાથ જોડીને – યાવત્ – સ્વીકારી. પછી ઇશાન દિશામાં જઈને વૈક્રિય સમુદૂઘાત કર્યો. કરીને સંખ્યાત યોજન વિસ્તારવાળો દંડ કહ્યો – યાવત્ – સ્થળ બાદર પુગલોને કાઢ્યા. કાઢીને યથાસૂક્ષ્મ પુગલોને ગ્રહણ કર્યા. કરીને ફરી બીજી વખત પણ વૈક્રિય સમુઠ્ઠાત કરીને તે સેંકડો સ્તંભોથી સન્નિવિષ્ટ – યાવત – દિવ્ય વિમાનની રચના કરવા ઉદ્યત થયા. ત્યારપછી તે આભિયોગિક દેવોએ તે દિવ્ય વિમાનની ત્રણે બાજુ ત્રણ સુંદર સોપાનો આ પ્રમાણે છે – જેનો પાયો વજોનો બનેલ હતો, તેના પગથિયા રિષ્ટ રત્નોના બનેલા હતા, સ્તંભો વૈડૂર્ય રત્નોના, સોપાનોના ફલક સુવર્ણ ચાંદીના, કટક લોહિતાક્ષ રત્નોના, સંધિસ્થાન વજોના, અવલંબન બાહા અનેક પ્રકારના મણિઓથી રચેલી હતી અને તે પ્રાસાદીય – યાવત્ – પ્રતિરૂપ હતા. તે ત્રણે સુંદર સોપાનોમાંથી પ્રત્યેકની આગળ તોરણ બાંધેલા. તે તોરણોનું વર્ણન આ પ્રમાણે છે – તે તોરણો અનેક પ્રકારના મણિઓથી બનેલા હતા, વિવિધ પ્રકારના મણિમયી સ્તંભો પર હલે–ચલે નહીં તે રીતે બાંધેલા હતા. નિશ્ચલ હતા. વિવિધ પ્રકારના મોતીઓથી સારી રીતે વેલ અને બૂટા બનાવેલા, વિવિધ પ્રકારના તારરૂપોથી ઉપચિત – યાવત્ – પ્રતિરૂપ હતા. તે તોરણો ઉપર અષ્ટમંગલ સ્થાપિત કરેલા હતા. તે આ પ્રમાણે – સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ, જે સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ હતા. તે તોરણો ઉપર અનેક કૃષ્ણ ચામર – યાવત્ – શ્વેત ચામર આદિ અનેક રંગબેરંગી ધ્વજાઓ લટકાવેલી હતી. જે સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ હતી. તે તોરણોની ઉપર અનેક છત્રાતિછત્ર, પતાકાતિપતાકા, ઘંટાયુગલ, ઉત્પલ, કુમુદ, નલિન, સુંદર, સૌગંધિક, પુંડરિક, મહાપુંડરિક, સહસ્ત્રપત્ર કમળોના ઝૂમખા લટકાવેલા. જે સર્વાત્મના રત્નોથી બનેલા સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ હતા. ત્યારપછી તે આભિયોગિક દેવોએ તે દિવ્યયાન – વિમાનની અંદરના ભૂમિ ભાગની ઘણી જ રમણીય વિફર્વણા કરી. જેમકે તે મુરજ કે મૃદંગનો ઉપરી ભાગ હોય અથવા સરોવરનો ઉપરી ભાગ હોય, હાથની હથેલી કે ચંદ્રમંડલનો ઉપરી ભાગ હોય અથવા સૂર્યમંડલ કે દર્પણનો ઉપરી ભાગ હોય. અથવા મોટા–મોટા ખીલા ઠોકીને ચારે તરફ ખેંચી–ખેંચીને સમ બનાવાએલ બકરીના, બળદના, સુવરના, સિંહના, વાઘના, Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૯૫ બકરાના, ચિતાના ચામડાનો ઉપરી ભાગ હોય. આ પ્રકારે તે વિમાનનો અંદરનો ભૂમિભાગ સમ બનાવેલો. - તે ભૂમિભાગમાં કાળા, નીલા, લાલ, પીળા અને શ્વેત વર્ણના જે મણિ જડેલ હતા. તેમાંની કેટલીક આવર્તવાળી, પ્રત્યાવર્તવાળી અને શ્રેણી–પ્રશ્રેણી વાળી હતી તથા કેટલીક મણિ સ્વસ્તિક જેવી, સૌવસ્તિક જેવી, પુષ્પમાણક, વર્તમાનક, માછલીના ઇંડા–મગરના ઇંડા જેવી આકૃતિ લાગતી હતી. કેટલીક મણિઓમાં ફૂલવેલ, કમલપત્ર, સમુદ્રતરંગ, વાસંતીલતા, પઘલતા આદિના ચિત્રોની બનેલી દેખાતી હતી. આવા પ્રકારનો ભૂમિભાગમાં જડેલી તે પંચરંગી મણિ પોતાની નિર્મળતા, પ્રભા, ચમકાટ, ઉદ્યોત અને તેજથી શોભાયમાન હતી. તેમાં જે કાળા રંગના મણિ હતા, તેનો રંગ આવા પ્રકારનો હતો, જેમકે મેઘઘટા, અંજન, ખંજન, કાજળ, ભેંસના શીંગડા હોય, ભેંસના શીંગડામાંથી બનાવેલી ગોળી હોય, ભ્રમર, ભ્રમરપતિ, ભ્રમરપંખનો સારભાગ, જાંબુકૂળ, કાગડાના બચ્ચા, કોયલ, હાથી, હાથીનું બચ્ચું, કાળો સાંપ, કાળુ બકુલ વૃક્ષ, શારદીય મેઘ, કાળું અશોકવૃક્ષ, કાળી કણેર, કાળો બંધુજીવક હોય, આવા પ્રકારે તે કાળા મણિઓનો રંગ હતો. શું તે કાળા મણિ યથાર્થમાં આવો વર્ણ હતો ? આ અર્થ તેનું વર્ણન કરવા માટે સમર્થ નથી. હે આયુષ્યમાન્ શ્રમણો ! આ તો માત્ર ઉપમા છે તે મણિ તો આનાથી પણ અધિક ઇષ્ટતર, કાંતતર, મનોજ્ઞતર અને મરામતર કૃષ્ણવાળા હતા. આ મણિઓમાં જે નીલવર્ણના મણિ હતા તેનો વર્ણ આ પ્રકારનો હતો – જેમકે ભંગ, ભૃગપખ, પોપટ, પોપટની પાંખ, ચાષપલી, ચાષપક્ષીની પૂંછ, નીલ, નીલનો ભીતરી ભાગ, નીલગુટિકા, સાબા, ચિંતક, વનરાજિકા બળદેવનું વસ્ત્ર, મોરની ગર્દન, અળસીના ફૂલ, બાણના ફૂલ, અંજનકેશીતા ફૂલ, નીલકમલ, નીલ અશોકવૃક્ષ, નીલ બંધુજીવક, નીલી કણેરનો હોય તેવો વર્ણ હતો. શું તે નીલ મણિનો વર્ણ ઉક્ત પ્રકારે હતો? ના, તે નીલમણિ આ સર્વ પદાર્થોથી પણ અધિક ઇષ્ટતર – યાવતું – વર્ણવાળો હતો. આ મણિઓમાં જે લાલવર્ણના મણિ હતા તે લાલ વર્ણ આવા પ્રકારનો હતો – ઘેટાનું લોહી, શશલાનું લોહી, મનુષ્યનું લોહી, સુવરનું લોહી, ભેંસનું લોહી, બાલ ઇન્દ્રગોપ, ઉદયકાલીન સૂર્ય, સંધ્યાનો વર્ણ, ચણોઠીનો અર્ધભાગ, જપાપુષ્પ, પલાશપુષ્પ, પારિજાતપુષ્પ, જાતિમાન શ્રેષ્ઠ હિંગલોક, શિલાપ્રવાલ, પ્રવાલ અંકુર, લોહિતાક્ષ મણિ, લાક્ષારસ, કરમજી રંગે રંગાએલ કામળ, ચીણ ધાન્યના લોટનો ઢગલો, રક્તકમલ, લાલ અશોકવૃક્ષ, લાલકણેર, બંધુજીવનક, ઇત્યાદિના લાલ વર્ણ જેવો આ મણિનો લાલ રંગ હતો. શું તે લાલમણિ પૂર્વોક્ત પદાર્થો જેવો લાલ હતો ? આ અર્થ સમર્થ નથી. તે મણિઓની લાલિમા આ બધાં કરતા પણ ઇષ્ટતર – યાવત્ – વિશેષ લાલવર્ણ હતો. આ મણિઓમાં જે પીળા મણિ હતા. તેનો વર્ણ આવા પ્રકારનો હતો – ચંપો, ચંપાની છાલ, ચંપાના વૃક્ષનો અંદરનો ભાગ, હળદર, હળદરનો અંદરનો ભાગ, હળદરની ગોળી, હરતાલ, હરતાલનો અંદરનો ભાગ, હરતાલની ગુટિકા, ચિકુર, ચિકુરનો અંદરનો Page #197 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૫ ભાગ, ઉત્તમ શુદ્ધ સુવર્ણ, ઉત્તમ સુવર્ણની રેખા, વાસુદેવનું વસ્ત્ર, અલકી પુષ્પ, ચંપાપુષ્પ, કધુનું ફૂલ, આંબળાનું ફૂલ, ઘોષાતિકીનું પુષ્પ, સુવર્ણજૂહીનું ફૂલ, પીળું અશોક વૃક્ષ, પીળી કણેર, પીળું બંધુજીવક. આ સર્વે પદાર્થ જેવા તે પીળા મણિ હતા. શું તે મણિનો વર્ણ આવો પીળો હતો ? આ અર્થ સમર્થ નથી. તે મણિનો પીત વર્ણ આના કરતાં પણ ઇષ્ટતર · યાવત્ – વિશેષ પીત હતો. - - આ મણિઓમાં જે શ્વેત વર્ણના મણિ હતા, તે મણિનો વર્ણ આવા પ્રકારનો હતો - જેવો કે અંકરત્ન, શંખ, ચંદ્ર, કમળ પરનું જળ, શુદ્ધ જળબિંદુ, દહીં, કપૂર, ગાયનું દૂધ, ક્રૌંચ પંક્તિ, મુક્તાહાર પંક્તિ, હંસપંક્તિ, બકપંક્તિ, ચંદ્રપંક્તિ, શરદઋતુનો મેઘ, સ્વચ્છ ચાંદીના પતરા, ચોખાના લોટનો ઢગલો, કુંદપુષ્પરાશિ, કુમુદરાશિ, વાલની સૂકી ફલી, મયૂરપિચ્છની અંદરની ડાંડી, મૃણાલ તંતુ, મૃણાલ, હાથીના દાંત, લવંગના ફૂલનો ગુચ્છ, પુંડરીક કમળ, શ્વેત અશોકવૃક્ષ, શ્વેત કણેર અને શ્વેતબંધુજીવક એ બધાં પદાર્થોના વર્ણ જેવા તે મણિ શ્વેત હતા. ૧૯૬ શું તે શ્વેત મણિઓનો વર્ણ પૂર્વોક્ત પદાર્થોના વર્ણ જેવો શ્વેત હતો ? ના, આ અર્થ સમર્થ નથી. આ મણિઓનો વર્ણ આ પદાર્થોના વર્ણ કરતા પણ ઇષ્ટતર યાવત્ વિશેષ શ્વેત હતો. તે મણિઓની ગંધ આવા પ્રકારની હતી. જેમકે - કોષ્ઠ, તગર, એલચી, ચોય, ચંપા, દમણા, કુંકુમ,. ચંદન, ખસ, મરવો, જૂઈપુષ્પ, જઈપુષ્પ, મલ્લિકા, સ્નાનમલ્લિકા, કેતલી, પાટલ, નવમલ્લિકા, અગર, લવંગ, વાસકપૂર, કપુરપુટકની અનુકૂળ વહેતી વાયુની દિશામાં ખોલવા, કૂટવા, તોડવા, ઉત્કીર્ણ કરવા, વિખેરવું, ઉપભોગ કરવો, વિતરિત કરવું, પાત્રમાંથી બીજા પાત્રમાં રાખવાથી જેવી ઉદાર, આકર્ષક, મનોજ્ઞ, મનોહર, ઘ્રાણ અને મનને તૃપ્તિદાયક ગંધ સર્વે દિશાઓમાં ફેલાતી હતી. શું તે ગંધ આવા પ્રકારની હતી ? ના, આ અર્થ સમર્થ નથી, આ તો માત્ર ઉપમા છે. તે મણિઓ તો આનાથી પણ ઇષ્ટતર સુરભિગંધવાળા હતા. તે મણિઓનો સ્પર્શ આવા પ્રકારનો હતો – જેમકે – મૃગછાલ, રૂ, બૂર, હંસગર્ભ, શિરીષ પુષ્પોનો સમૂહ, નવોત્પન્ન કુમુદપત્ર રાશિ જેવો સ્પર્શ હતો. શું તે મણિનો સ્પર્શ આવો હતો ? ના, આ અર્થ સમર્થ નથી. તે મણિ તો આનાથી પણ અધિક ઇષ્ટતર, પ્રિય – યાવત્ – કોમળ હતો. ત્યારપછી તે આભિયોગિક દેવોએ તે દિવ્ય યાન—વિમાનના અતીવ મધ્યભાગમાં એક વિશાળ પ્રેક્ષાગૃહમંડપની રચના કરી. તે પ્રેક્ષાગૃહ મંડપ અનેક સેંકડો સ્તંભો પર સત્રિવિષ્ટ બનેલ હતું. તેમાં ઊંચી અને સુઘડત, નિષ્પાદિત વેદિકાઓ, તોરણ અને સુંદર પુતળીઓ હતી. તે સુંદર, વિશિષ્ટ, રમણીય આકારવાળી હતી, પ્રશસ્ત અને વિસલ વૈડૂર્ય મણિઓથી નિર્મિત સ્તંભોથી સુશોભિત તથા તેનો ભૂમિભાગ વિવિધ પ્રકારના ઉજ્જ્વલ મણિઓથી ખચિત, સુવિભક્ત અને અત્યંત સમ હતું. તેમાં ઇહામૃગ, વૃષભ, અશ્વ, નર, મગર, પક્ષી, કિન્નર, કસ્તુરી મૃગ, અષ્ટાપદ, ચમરી ગાય, હાથી, વનલતા, પદ્મલતા આદિના ચિત્રો હતા. સ્તંભોના ઉપરના ભાગમાં Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૯૭ બનેલી વજરત્નોની વેદિકાઓથી મનોહર જણાતો હતો. યંત્રચાલિત જેવા વિદ્યાધર યુગલોથી ઉપશોભિત હતો, સૂર્ય સદશ હજારો કિરણોથી દેદીપ્યમાન હતો. હજારો સુંદર રૂપકોથી યુક્ત હતો. દીપ્તમાન, અતીવ દીપ્તમાન, નેત્રોને આકૃષ્ટ કરનાર, સુખપ્રદ સ્પર્શવાળો અને શ્રી સંપન્ન હતો. તેના પર સુવર્ણ, મણિ અને રત્નમથી સ્કૂપિકાઓ બનેલી હતી. શિખરનો શિરોભાગ વિવિધ પ્રકારની ઘંટિકાઓ અને પંચરંગી પતાકાઓથી પરિમંડિત હતો. પોતાના ચમકાટ અને ચારે દિશાઓમાં ફેલાતી કિરણોથી ચંચળ દેખાતો હતો. તેનું આંગણ અને દિવાલ, છાણ અને સફેદ માટીથી લીંપેલી હતી, સ્થાને સ્થાને સરસ ગોશીષ રક્તચંદનના થાપા લાગેલા હતા. ચંદનના કળશ રાખેલા હતા. પ્રત્યેક વાર ચંદનના કળશો અને તોરણોથી શોભિત હતા. દીવાલો પર ઉપરથી નીચે સુધી લાંબી-લાંબી સુગંધિત ગોળ માળાઓ લટકતી હતી. તેમાં સ્થાને સ્થાને સરસ સુગંધિત પંચરંગી પુષ્પોના મંડપ હતા. ઉત્તમ કૃણ અગરુ, સુંદરુષ્ક, તરુષ્ક અને ધૂપની મનમોહક સુગંધથી મહેકતું હતું. તે સુરભિગંધથી ગંધવાટિકા જેવું પ્રતીત થઈ રહ્યું હતું, અપ્સરાઓના સમુદાયથી વ્યાપ્ત હતું. દિવ્ય વાઘનિનાદોથી ગુંજી રહેલ હતું તેમજ સ્વચ્છ – યાવત્ – અતીવ મનોહર હતું. તે પ્રેક્ષાગૃહ મંડપની અંદર અત્યંત સમરમણીય ભૂમિભાગની વિકુર્વણા કરી – થાવત્ – મણિઓના સ્પર્શ પર્યંત તે ભૂમિભાગનું સમસ્ત વર્ણન પૂર્વવત્ અહીં સમજી લેવું. તે સમ અને રમણીય પ્રેક્ષાગૃહ મંડપના ઉપરી ભાગમાં પલતા આદિના ચિત્રોથી ચિત્રિત, દર્શનીય – યાવત્ - અસાધારણ સુંદર ચંદરવો બાંધેલ હતો. તે પ્રેક્ષાગૃહ મંડપના અત્યંત સમ રમણીય ભૂમિભાગના મધ્યભાગમાં વજરત્નોનો બનેલ એક વિશાળ અક્ષપાટ (ક્રીડામંચ)ની રચના કરી. તે અક્ષપાટના મધ્યભાગમાં આઠ યોજન લાંબી-પહોળી અને ચાર યોજન ઊંચી, મણિઓની બનેલી એક વિશાળ મણિપીઠિકા વિક્ર્વી, તે સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ હતી. તે મણિપીઠિકાની ઉપર એક વિશાળ સિંહાસન બનાવ્યું. તે સિંહાસન આવા પ્રકારનું હતું – તે સિંહાસનના પાયા તપનીય સુવર્ણ વિશેષના હતા, સિંહાકૃતિવાળા હાથા રત્નોના, પાયા સોનાના, પાદશીર્ષક વિવિધ પ્રકારના મણિના, વચ્ચેના ગાત્ર જંબુનદ સુવર્ણના હતા, તેના સાંધા વજરત્નોથી ભરેલ હતા. તેના મધ્યભાગમાં વણાયેલ નિવાર વિવિધ પ્રકારના મણિઓના બનેલા હતા. તે સિંહાસન પર ઈહામૃ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, કુંજર, વનલતા, પાલતા, આદિના ચિત્રો બનેલા હતા. સિંહાસનની સામે રાખેલ પાદપીઠ સર્વશ્રેષ્ઠ મૂલ્યવાનું મણિઓ અને રત્નોનું બનેલું હતું, તે પાદપીઠ પર નવતૃણ, કુશાગ્ર અને કેસર તંતુઓ સદશ અત્યંત સુકોમળ સુંદર મસૂરક બિછાવેલ હતું. બેઠકનું સ્થાન મૃગચર્મ, રૂ, બૂર, માખણ, આકનું રૂ જેવા સુકોમલ સ્પર્શવાળા રસ્ત્રાણથી આચ્છાદિત હતું અને તે રજસ્ત્રાણ પણ રૂથી બનેલ અત્યંત રમણીય બીજા રક્તાશક વસ્ત્રથી ઢાંકેલ હતું. જેનાથી તે અત્યંત રમણીય, પ્રાસાદીય – યાવતુ – પ્રતિરૂપ દેખાતું હતું. Page #199 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૫ તે સિંહાસનના ઉપરના ભાગમાં શંખ, અંકરત્ન, કુંદપુષ્પ, ઓસકણ, મથન કરેલ દહીંના ફીણના પુંજ સટશ પ્રભાવાળા સર્વાત્મના રત્નમય, સ્વચ્છ, સ્નિગ્ધ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ એક વિજયદૂષ્યની વિકુર્વણા કરી. તે સિંહાસનના ઉપરના ભાગમાં લાગેલ વિજયદૃષ્યની વચ્ચોવચ્ચ એક મહાન્ વજ્રરત્નમયી અંકુશની રચના કરી. તે વજ્રરત્નમયી અંકુશમાં કુંભ પ્રમાણ આકાર જેવા મુક્તાદામને લટકાવ્યું. તે મુક્તાદામ પણ અન્ય ચાર અર્ધકુંભ પ્રમાણવાળા મુક્તાદામોથી પરિવેષ્ટિત હતું. તે બધાં મુક્તાદામો સોનાના લંબૂશકો અને સુવર્ણપત્રોથી પરિમંડિત હતા. વિવિધ પ્રકારના મણિઓ અને રત્નો, હારો અને અર્ધહારોના સમુદાયથી શોભિત થઈ રહ્યા હતા. પરસ્પરમાં કિંચિત્ માત્ર સ્પર્શ થતો હોય તે રીતે લટકતા હતા. જ્યારે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરની હવાના ઝોંકાથી મંદમંદ હાલતા-ચાલતા ત્યારે એકબીજા સાથે અથડાઈને વાગવાથી પોતાના વિશિષ્ટ મનોજ્ઞ, મનોહર, કાન અને મનને આહ્લાદ દાયક શબ્દ ધ્વનિથી નીકટના સમસ્ત પ્રદેશને વ્યાસ કરતા પોતાની શ્રીશોભાથી અતીવ અતીવ ઉપશોભિત લાગતા હતા. ૧૯૮૦ ત્યારપછી તે આભિયોગિક દેવાએ સિંહાસનનો પશ્ચિમોત્તર, ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાં સૂર્યાભદેના ૪૦૦૦ સામાનિક દેવોને માટે ૪૦૦૦ ભદ્રાસનોની વિકુર્વણા કરી. તે સિંહાસનની પૂર્વદિશામાં સૂર્યાભદેવની સપરિવાર ચાર અગ્રમહિષીઓ માટે ૪૦૦૦ ભદ્રાસનોની રચના કરી. તે સિંહાસનની દક્ષિણપૂર્વ દિશામાં સૂર્યાભદેવની અત્યંતર પર્ષદાના ૮૦૦૦ દેવોને માટે ૮૦૦૦ ભદ્રાસનોની વિકુર્વણા કરી. દક્ષિણ–પશ્ચિમ દિશાની બાહ્ય પર્ષદાના ૧૨,૦૦૦ દેવા માટે ૧૨,૦૦૦ ભદ્રાસનોની વિકુર્વણા કરી. પશ્ચિમ દિશામાં સાત અનીકાધિપતિઓના સાતભદ્રાસનો રાખ્યા. તે સિંહાસનની ચારે દિશાઓમાં સૂર્યાભદેવના ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવોને માટે ૧૬,૦૦૦ ભદ્રાસનોની વિકુર્વણા કરી તે આ પ્રમાણે – પૂર્વમાં ૪૦૦૦, દક્ષિણમાં ૪૦૦૦, પશ્ચિમમાં ૪૦૦૦ અને ઉત્તરમાં ૪૦૦૦, તે દિવ્યયાન વિમાનનું સૌંદર્ય આ પ્રકારે હતું – જેમકે – તેનો વર્ણ તત્કાળ ઉગેલા હેમંતઋતુના બાળ સૂર્ય સમાન કે રાત્રિમાં સળગતા ખેરના અંગારા સમાન કે પૂર્ણ વિકસિત જયા પુષ્પવન કે પલાશવન કે પારિજાતવન સમાન લાલ હતો. તો શું તે યાન વિમાનનું સૌંદર્ય આવું હતું ? ના, આ અર્થ સમર્થ નથી. તે દિવ્ય વિમાનનો વર્ણ આના કરતાં પણ ઇષ્ટતર – યાવત – રમણીય હતો. આ જ પ્રકારે તેના ગંધ અને સ્પર્શનું વર્ણન પૂર્વોક્ત મણિના વર્ણન અનુસાર જાણવું. આવા દિવ્ય યાનવિમાનની વિકુર્વણા કરીને પછી તે આભિયોગિક દેવ જ્ય સૂર્યાભદેવ હતો, ત્યાં આવ્યા અને આવીને સૂર્યાભદેવને બંને હાથ જોડીને – યાવત્ - આજ્ઞા પાછી સોંપી. Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૧૯૯ ૦ સૂર્યાભદેવનું ભગવંત સમીપે આગમન, વિમાન આરોહણ : - ત્યારપછી તે આભિયોગિક દેવો પાસેથી તે દિવ્ય યાન–વિમાનના નિર્માણના સમાચાર સાંભળીને અને હૃદયમાં અવધારીને તે સૂર્યાભદેવ હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – વિકસિત હૃદય થઈને જિનેન્દ્ર સન્મુખ જવા યોગ્ય દિવ્ય ઉત્તર વૈક્રિયરૂપ વિકલ્. વિકર્વીન સપરિવાર ચાર અગ્રમહિષીઓ અને ગંધર્વોનીક તથા નાટ્યાનીક એ બે સેનાઓથી પરિવેષ્ટિત થઈને તે વિમાનની અનુપ્રદક્ષિણા કરતા પૂર્વ દિશાવર્તી વિસોપાન પંક્તિથી તેના પર આરૂઢ થયો, થઈને જ્યાં સિંહાસન હતું ત્યાં આવીને તે શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠો. ત્યારપછી સૂર્યાભદેવના ૪૦૦૦ સામાનિક દેવ તે દિવ્યવિમાનની અનુપ્રદક્ષિણા કરતા ઉત્તર દિશાની ત્રિસોપાન પંક્તિથી આરૂઢ થયા, થઈને પ્રત્યેક પૂર્વનિર્ધારિત ભદ્રાસનો પર આસીન થયા. બાકીના દેવ-દેવીઓ તે દિવ્ય વિમાનની – યાવત્ – દક્ષિણ દિશાવતી ટિસોપાન પંક્તિથી તેના પર આરૂઢ થયા. પ્રત્યેક પોતાને માટે પૂર્વ નિર્ધારિત ભદ્રાસનો પર બેઠા. ત્યારે તે દિવ્યવિમાન પર તે સૂર્યાભદેવના આરૂઢ થયા પછી તેની આગળ યથાનપૂર્વીક્રમથી આઠ મંગળ ચાલ્યા. તે આ પ્રમાણે – સ્વસ્તિક – યાવત્ – દર્પણ. ત્યારપછી પૂર્ણ કળશ, ભંગાર, દિવ્ય છત્ર-પતાકા, ચામર સહિત જોતાં જ પ્રીતિ ઉત્પન્ન કરનાર, આલોક દર્શનીય અને વાયુથી ફરકતી એવી એક ઘણી જ ઊંચી આકાશતળને સ્પર્શતી વિજય-વૈજયંતી નામક પતાકા અનુક્રમે આગળ ચાલી. ત્યારપછી વૈર્ય રત્નોથી નિર્મિત, દીપ્યમાન, નિર્મળ દાંડીવાળા, લટકતી કોરંટ પુષ્પ માળાઓથી શોભિત, ચંદ્રમંડળની સમાન શ્વેત, નિર્મળ ઊંચા છત્રથી યુક્ત મણિ. રત્નોથી બનેલ વેલ અને લૂંટાથી ઉપશોભિત, પાદુકાઢયયુક્ત, પાદપીઠ સહિત અને અનેક કિંકર દેવો દ્વારા વહન કરાતું એવું એક સિંહાસન અનુક્રમે આગળ ચાલ્યું. ત્યારપછી વજરત્નોથી નિર્મિત, દીપમાન, નિગ્ધ, કમનીય, મનોજ્ઞ, વર્તુળાકાર દંડવાળા, શેષ ધ્વજાની અપેક્ષાએ વિશિષ્ટ અને અન્યાન્ય હજારો નાની–મોટી અનેક પ્રકારની મનોરમ રંગબેરંગી ધ્વજાઓથી પરિમંડિત, સુંદર, વાયુવેગથી ફરકતી એવી વિજય–વૈજયંતી પતાકા છત્રાતિછત્રથી યુક્ત આકાશમંડળનો સ્પર્શ કરતા હજારો યોજન ઊંચો એક ઘણો જ વિશાળ ઇન્દ્રધ્વજ અનુક્રમે આગળ ચાલ્યો. ત્યારપછી સુંદર વેશભૂષાથી સુસજ્જિત, આભરણ અલંકારોથી વિભૂષિત અને અત્યંત પ્રભાવશાળી સુભટોના સમુદાયની સાથે પાંચ અનીકાધિપતિ અનુક્રમથી આગળ ચાલ્યા. ત્યારપછી પોતપોતાની યોગ્ય વિશિષ્ટ વેશભૂષાઓ અને પોતપોતાની વિશેષતાદર્શક ચિન્હોથી સુસજ્જિત થઈને, પોતપોતાના પરિવાર, કાર્યોપયોગી સાધનોને સાથે લઈને અનેક આભિયોગિક દેવ અને દેવીઓ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી તે સૂર્યાભ વિમાનમાં રહેનારા ઘણાં વૈમાનિક દેવ-દેવીઓ પોતપોતાની સર્વ પ્રકારની ઋદ્ધિ – યાવતું – વાદ્ય નિનાદો સહિત તે સૂર્યાભદેવની આગળ-પાછળ, Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આગમ કથાનુયોગ-૫ આજુ-બાજુ અને સાથે સાથે ચાલ્યા. ત્યારપછી પાંચ અનીકાધિપતિઓ દ્વારા પરિવેષ્ટિત વજરત્નમયી ગોળ, મનોજ્ઞ સંસ્થાનવાળો – યાવતુ – ૧૦૦૦ યોજન ઊંચો અતિ વિશાળ મહેન્દ્રધ્વજને આગળ કરીને તે સૂર્યાભદેવ ૪૦૦૦ સામાનિક દેવો – યાવત્ – ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો અને બીજા પણ સૂર્યાભ વિમાનવાસી દેવો તથા દેવીઓને સાથે લઈને સમસ્ત ઋદ્ધિ – યાવત્ – નિનાદ સહિત દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવનો અનુભવ, પ્રદર્શન, અવલોકન કરતા જ્યાં સૌધર્મકલ્પનો ઉત્તર દિશાવર્તી નિર્વાણ માર્ગ હતો ત્યાં આવ્યા. ત્યારપછી એક લાખ યોજન પ્રમાણ વેગવાળી ગતિથી નીચે ઉતરીને અને તેવી જ ઉત્કૃષ્ટ ગતિથી ગમન કરતા તિછરૂપમાં સ્થિત અસંખ્યાત દ્વીપ સમુદ્રોના મધ્યાતિમધ્ય ભાગમાંથી ગમન કરતા જ્યાં નંદીશ્વરદ્વીપ હતો, જ્યાં તેનો અગ્નિ ખૂણો હતો, ત્યાં સ્થિત રતિકર પર્વત હતો, ત્યાં આવ્યા, આવીને તે દિવ્ય દેવઋદ્ધિ – યાવત્ – દિવ્ય દેવાનુભાવનું પ્રતિસંહરણ કરીને જ્યાં જંબૂલીપ નામના દ્વીપમાં ભરતવર્ષ ક્ષેત્ર હતું, આમલકલ્પા નગરી હતી, આમ્રશાલવન ચૈત્ય હતું અને ચૈત્યમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા. - ત્યાં આવીને તે દિવ્ય વિમાન વડે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને શ્રમણ ભગવંત મહાવીરથી ઇશાન ખૂણામાં તે દિવ્ય વિમાનને જમીનથી ચાર આંગળ ઊંચે ઊભુ રાખ્યું. પછી સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ગંધર્વોનીક અને નાટ્યાનીક એ બે અનીકો સાથે લઈને પૂર્વ દિશાવર્તી ત્રિસોપાન પંક્તિ દ્વારા નીચે ઉતર્યા. ત્યારપછી સૂર્યાભદેવના ૪૦૦૦ સામાનિક દેવ ઉત્તર દિશાવર્તી ત્રિસોપાન પંક્તિ દ્વારા તે દિવ્યવિમાનથી નીચે ઉતર્યા. ત્યારપછી બાકી રહેલા દેવદેવીઓ દક્ષિણ દિશાવર્તી ત્રિસોપાન પંક્તિ દ્વારા તે દિવ્યવિમાનથી નીચે ઉતર્યા. ત્યારપછી તે સૂર્યાભદેવ ચાર અગ્રમહિષીઓ – વાવ – ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો તથા અન્ય ઘણાં જ સૂર્યાભવિમાનવાસી દેવ-દેવીઓથી પરિવેષ્ટિત થઈને સર્વ ઋદ્ધિ – યાવત્ – વાદ્યનિનાદોપૂર્વક જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન્! હું સૂર્યાભદેવ આપ દેવાનુપ્રિયને વંદન-નમસ્કાર કરું છું – યાવત્ – આપની પર્યાપાસના કરું છું. હે સૂર્યાલ ! એ પ્રમાણે સૂર્યાભદેવને સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહ્યું, હે સૂર્યાભ ! આ પુરાતન પરંપરા છે, હે સૂર્યાભ ! આ જીત આચાર છે. હે સૂર્યાભ ! આ કરણીય છે. હે સૂર્યાભ! આ પરંપરાથી આચરિત છે, હે સૂર્યાભ ! આ અભ્યનુજ્ઞાત છે કે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો અતુ ભગવંતને વંદન–નમસ્કાર કરે છે. પછી પોતપોતાના નામગોત્ર કહે છે. તેથી હે સૂર્યાભ! તારી આ Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૦૧ સર્વ પ્રવૃત્તિ પુરાતન છે – યાવત્ - અભ્યનુજ્ઞાત છે. ત્યારે તે સૂર્યાભદેવ શ્રમણ ભગવંત મહાવીરના આ કથનને સાંભળીને હર્ષિત – થાવત્ – વિકસિત હૃદય થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરીને યથોચિત સ્થાને સ્થિત થઈને શુશ્રુષા કરતા, નમન કરતા, સન્મુખ રહીને વિનયપૂર્વક બંને હાથ જોડીને પર્યુપાસના કરવા લાગ્યો. ૦ સૂર્યાભદેવ દ્વારા નૃત્યવિધિ પ્રદર્શન :– ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે તે સૂર્યાભદેવને અને તે અતિ વિશાળ પર્ષદાને ધર્મદેશના આપી – ચાવતું –- શ્રમણ કરીને પર્ષદા પાછી ફરી, ત્યારપછી તે સૂર્યાભદેવ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરીને અને હૃદયમાં ધારણ કરી હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – હર્ષથી વિકસિત હૃદય થઈને પોતાના આસનેથી ઉઠીને તેણે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન્! હું સૂર્યાભદેવ ભવસિદ્ધિક છું કે અભવ્યસિદ્ધિક છું? સમ્યગુ દૃષ્ટિ છું કે મિથ્યાષ્ટિ છું ? પરિત સંસારી છું કે અનંત સંસારી છું ? સુલભ બોધિ છું કે દુર્લભબોધિ છું? આરાધક છું કે વિરાધક છું? ચરમ શરીરી છું કે અચરમ શરીરી છું? હે સૂર્યાભ ! આ પ્રમાણે સંબોધિત કરી શ્રમણ ભગવંત મહાવીરે તે સૂર્યાભ દેવને આ પ્રમાણે કહ્યું, હે સૂર્યાભ! તું ભવસિદ્ધિક છો, અભવસિદ્ધિક નથી. – યાવતું – ચરિમ છો, અચરમ નથી. (એકાવતારી છો.) ત્યારે તે સૂર્યાભદેવ શ્રમણ ભગવંત મહાવીરના આ કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પરમ સૌમનસ્ક થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા અને વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કર્યું હે ભગવન્! આપ બધું જાણો છો, બધું જુઓ છો, આપ સર્વત્ર જાણો છો, સર્વત્ર જૂઓ છો. આપ સર્વકાળને જાણો છો અને સર્વકાળને જુઓ છો. તેથી હે દેવાનુપ્રિય ! આપ મારા પૂર્વના અને પછીના ભવને તથા મને લબ્ધ, પ્રાપ્ત, અધિગત આ આવા પ્રકારની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવને પણ જાણો છો. તેથી આપ દેવાનુપ્રિયની ભક્તિપૂર્વક હું ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથોની સમક્ષ આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ તથા બત્રીશ પ્રકારની નાટ્યવિધિ દેખાડવા માંગુ છું. ત્યારે સૂર્યાભદેવના આ કથનને સાંભળીને શ્રમણ ભગવંત મહાવીરે તેના આ નિવેદનનો આદર ન કર્યો. તેના પર ધ્યાન ન આપ્યું. પણ મૌન રહ્યા. ત્યારપછી સૂર્યાભદેવે પુનઃ શ્રમણ ભગવંત મહાવીરને બીજી અને ત્રીજી વખત પણ આ જ પ્રમાણે નિવેદન કર્યું. હે ભગવન્! આપ બધું જ જાણો છો – યાવતુ – નાટ્યવિધિ પ્રદર્શિત કરવા ઇચ્છું છું, એમ કહીને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કર્યા. પછી પૂર્વ દિશામાં ગયો. ત્યાં જઈને વૈક્રિય સમુદઘાત કર્યો. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આગમ કથાનુયોગ-૫ કરીને સંખ્યાત યોજનનો દંડ કાઢ્યો, કાઢીને યથાબાદર પુલો બહાર કાઢ્યા. યથાસૂક્ષ્મ પુદગલોનો સંચય કર્યો. ફરીથી બીજી વખત પણ વૈક્રિય સમુદૃઘાત કર્યો – ચાવતું – અત્યંત સમ અને રમણીય ભૂમિભાગ વિક્ર્ચો. - તે ભૂમિભાગ પૂર્વવર્ણિત ભૂમિભાગવતું આલિંગ પુષ્કર આદિની સમાન સર્વ પ્રકારે સમતલ હતું – યાવત્ – રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા મણિઓથી સુશોભિત હતું. તે અતિસમ અને રમણીય ભૂમિભાગની વચ્ચોવચ્ચ એક પ્રેક્ષાગૃહ મંડપની રચના કરી. જે અનેક સેંકડો સ્તંભો પર સન્નિવિષ્ટ હતો ઇત્યાદિ મંડપનું વર્ણન કરવું. તે પ્રેક્ષાગૃહ મંડપની અંદર અત્યંત સમરમણીય ભૂમિભાગ – ચંદરવો – અક્ષપાટ અને મણિપીઠિકાની વિકુવણા કરી. તે મણિપીઠિકાની ઉપર પાદપીઠ, છત્ર આદિ સહિત એક સિંહાસનની રચના કરી – યાવત્ – તેનો ઉપરી ભાગ મુક્તાદામોથી સુશોભિત હતો. ત્યારપછી તે સૂર્યાભદેવે શ્રમણ ભગવંત મહાવીરની સન્મુખ જોઈને પ્રણામ કર્યા, પ્રણામ કરીને હે ભગવન્! મને આજ્ઞા આપો. કહીને તીર્થંકર પ્રતિ મુખ કરીને તે શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો. ત્યારપછી સૌથી પહેલા તે સૂર્યાભદેવે નિપુણ શિલ્પીઓ દ્વારા બનાવેલ વિવિધ પ્રકારના નિર્મળ મણિઓ અને સુવર્ણ રત્નોવાળા, ભાગ્યશાળીઓને યોગ્ય દેદીપ્યમાન કડા, ત્રુટિત, આદિ શ્રેષ્ઠ આભૂષણોથી વિભૂષિત, ઉત્પલ પુષ્ટ દીર્ધજમણી ભૂજાને પ્રસારી. ત્યારે તે ભુજાથી સમાન શરીર, સમાન રંગ, સમાન વય, સમાન લાવણ્ય, રૂપ, યૌવન, ગુણોવાળા એક જેવા આભરણ, વસ્ત્રો અને નાદ્યોપકરણોથી સુસજ્જિત, સ્કંધની બંને તરફ લટકતા એવા ઉત્તરીયથી યુક્ત, તિલક અને આમલકને બાંધેલા, ગળામાં રૈવેયક પહેરેલા, કંચુકવસ્ત્રને પહેરેલા, હવાના સામાન્ય ઝોંકાથી ચિત્ર-વિચિત્ર પટ્ટાવાળી ફેનપેજ જેવી પ્રતીત થનારી ઝાલરથી યુક્ત, ચિત્ર-વિચિત્ર, દેદીપ્યમાન, લાંબા અધોવસ્ત્રોને ધારણ કરેલ. એકાવલી આદિ આભુષણોથી શોભાયમાન કંઠ અને વક્ષસ્થળવાળા નૃત્ય કરવાને માટે તત્પર ૧૦૮ દેવકુમારો નીકળ્યા. ત્યારપછી અનેક પ્રકારના મણિઓ આદિ આભૂષણોથી શોભિત – યાવત્ – પુષ્ટ, લાંબી ડાબી ભૂજાને પ્રસારી. ત્યારે તેમાંથી સમાન શરીર, સમાન વર્ણ, સમાન વય, સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણોવાળી, એક જેવા આભૂષણો, વસ્ત્રો અને પોતપોતાના વાદ્યનાટ્યોપકરણોથી સુસજ્જિત, બંને તરફ લટકતા છેડાવાળા ઉત્તરીયને સ્કંધ પર લટકાવેલી, મસ્તકે તિલક અને આમેલક બાંધેલી, રૈવેયક અને કંચુક વસ્ત્રો પહેરેલી, અનેક પ્રકારના મણિઓ અને રત્નોના આભુષણોથી શોભાયમાન અંગોપાંગવાળી, ચંદ્ર સમાન લલાટવાળી, ચંદ્રથી અધિક સૌમ્ય દર્શનવાળી, ઉલ્કા સમાન ચમકતી. શૃંગારગૃહ તુલ્ય સુંદર વેશવાળી, હાસ્ય, વાણી, ચેષ્ટા, વિલાસ, લીલા આદિને ઓળખવામાં નિપુણ, ઉચિત વ્યવહારમાં કુશળ, પોતપોતાના વાદ્યોને લઈને નૃત્ય કરવા માટે ઉદ્યત ૧૦૮ દેવકુમારીઓ વિતુર્વી. Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૦૨ ત્યારપછી તે સૂર્યાભદેવે ૧૦૮ શંખો, ૧૦૮ શંખવાદકો, ૧૦૮ શૃંગો. ૧૦૮ શૃંગવાદકો, ૧૦૮ શંખિકા, ૧૦૮ શંખવાદિકા, ૧૦૮ ખરમુખી, ૧૦૮ ખરમુખીવાદકો, ૧૦૮ પેય (નગરાઓ), ૧૦૮ પેયવાદકો, ૧૦૮ પિરિપિરિકાઓ અને ૧૦૮ પિરિપિરિ વાદકોની વિદુર્વણા કરી. ત્યારપછી તેણે દેવકુમાર અને દેવકુમારીઓને બોલાવ્યા. ત્યારે તે સર્વે દેવકુમાર અને દેવકુમારીઓ સૂર્યાભદેવે બોલાવવાથી હર્ષિત – યાવતુ - જ્યાં સૂર્યાભદેવ હતો ત્યાં આવ્યા અને આવીને બંને હાથ જોડ્યા – યાવત્ – વધાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! અમારે માટે જે કરવા યોગ્ય છે, તેની આજ્ઞા આપો. ત્યારે સૂર્યાભદેવે તે બધાં દેવકુમારો અને દેવકુમારીઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે બધાં શ્રમણ ભગવંત મહાવીરની સમીપે જાઓ, તેમને ત્રણ વખત આદક્ષિણા–પ્રદક્ષિણા કરો. કરીને વંદન-નમસ્કાર કરો. કરીને ગૌતમ આદિ નિગ્રંથ શ્રમણોને દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ અને દિવ્ય બત્રીશ પ્રકારની નૃત્યવિધિ દેખાડો, મારી આજ્ઞાનું શીઘ પાલન કરો. ૦ નૃત્યવિધિનું વર્ણન : (૧) ત્યારપછી તે સર્વે દેવકુમારો અને દેવકુમારીઓએ સૂર્યાભદેવની આજ્ઞાને સાંભળીને હર્ષિત – કાવત્ – પ્રસન્ન થઈને બંને હાથ જોડીને – યાવતું – તે સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તેઓ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા. કરીને જ્યાં ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથ બિરાજતા હતા ત્યાં આવ્યા. - ત્યારપછી તે બધાં દેવકુમાર અને દેવકુમારીઓએ પંક્તિબદ્ધ થઈને એક સાથે મળીને એક સાથે નીચા નમ્યા. નીચા નમીને એક સાથે જ પોતાના મસ્તક ઊંચા કરી સીધા ઊભા રહ્યા. આ પ્રકારે તે બધાં સાથે મળીનેનીચા નમ્યા, ફરી મસ્તક ઊંચા કર્યા. પછીથી ઊભા રહીને ધીમેથી કંઈક નખ્યા અને પછી મસ્તક ઉન્નત કર્યા. મસ્તક ઉન્નત કરીને એક સાથે અલગ-અલગ ફેલાઈ ગયા, ફેલાઈને એક સાથે પોતપોતાના વાદ્યોને લીધા. ફરી એક સાથે મળીને વાદ્યો વગાડવા લાગ્યા, ગાવા લાગ્યા, નૃત્ય કરવા લાગ્યા. તેઓનું સંગીત કેવા પ્રકારનું હતું તે જણાવે છે– - ઉરથી મંદ, મૂર્ધન્યથી તાર–તાર અને કંઠથી વિશેષ તાર (સ્વર) વાળું હતું. આ રીતે ત્રિસ્થાન સમુદ્રત તે સંગીત ત્રિસમય રેચકથી રચિત હોવાથી ત્રિવિધરૂપ હતું. સંગીત ગુંજારવથી સમસ્ત પ્રેક્ષાગૃહ ગુંજતું હતું. રાગને અનુરૂપ, ત્રિસ્થાન અને ત્રિકરણ શુદ્ધ, ગુંજતી વાંસળી અને વીણાના સ્વરોમાં એકરૂપ હતું. ગુંજતા એવા વાંસ, તંત્રી, તાલ, લય, ગહથી સુસંપ્રયુક્ત હતું, મધુર, સમ, સલલિત, મનોહર, મૃદુ, રિભિત, પદ, સંચારથી યુક્ત હતું. શ્રોતાઓને રતિકર, સુખાંત એવા તે નર્તકોના શ્રેષ્ઠ નૃત્ય સજ્જ વિશિષ્ટ પ્રકારનું ઉત્તમોત્તમ સંગીત હતું. તેઓએ શું કર્યું તે જણાવે છે – શંખ, શૃંગ, શંખિકા, ખરમુખી, પેય, Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આગમ કથાનુયોગ-૫ પિરિપિટિકાના વાદક તેને ફૂંકતા હતા. પણવ અને પટહના વાદક આહત કરતા હતા, એ રીતે કોઈ ભંભા અને હોરંભ પર ટંકાર મારતા, ભેરી, ઝલ્લરી અને દુંદુભિને તાડિત કરતા, મુરજ-મૃદંગ અને નંદીમૃદંગનો આલાપ લેતા, આલિંગ, કુસુંબ ગોમુખી અને માદલ પર ઉત્તાડન કરતા, વીણા–વીપંચી અને વલ્લકીને મૂર્શિત કરતા, મહતવીણા, કચ્છપી વીણા અને ચિત્રવીણાને કૂટતા, બદ્ધીસ, સુઘોષા, નંદીઘોષ વીણાઓનું સારણ કરતા, ભ્રામરી, પભ્રામરી, પરવાદિની વીણાનું સ્ફોટન કરતા, તૂણ અને તુંબવીણાનો સ્પર્શ કરતા, આમોટ–કુંભ અને નકુલને ખણખણાવતા, મૃદંગ–હુડુક્ક અને વિચિક્કીને મૃદુ સ્પર્શ કરતા, કરડ, ડિંડિમ, કિણિત અને કદંબ વગાડતા; દર્દક, દર્દરિકા, કુતુંબરુ, કલશિકા, મટુકને જોરજોરથી તાડિત કરતા, તલ, તાલ, કાંસ્યતાલને ધીમેથી તાડિત કરતા, રિંગિરિસિકા, લત્તિકા, મકરિકા અને સુસુમારિકાને ઘટ્ટન કરતા, તેમજ વંશી, વેણુ, વાલી, પરિલ્લી તથા વદ્ધકોને ફૂંકતા હતા. આ રીતે બધા પોતપોતાના વાદ્યો વગાડતા હતા. તે દિવ્ય સંગીત, દિવ્ય વાદન અને દિવ્ય નૃત્ય આ પ્રકારના અદ્ભુત, શૃંગાર, રૂપ, ઉદાર, મનોજ્ઞ, મનોહર હતા કે તે મનમોહક ગીત, મનોહર નૃત્ય, મનોહર વાદન બધાંના ચિત્તમાં સ્પર્ધા ઉત્પન્ન કરતા હતા, દર્શકોના અવાજથી નાટ્યશાળા ગુંજતી હતી. આ પ્રમાણે બધાં દેવકુમાર–દેવકુમારીઓ દિવ્યક્રીડામાં પ્રવૃત્ત હતા. ત્યારપછી તે બધાં દેવકુમાર અને દેવકુમારીઓએ શ્રમણ ભગવંત મહાવીર અને ગૌતમ આદિ નિર્ગથે શ્રમણોની સમક્ષ – સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્યયુગલ અને દર્પણ આ આઠ મંગલદ્રવ્યોને આકારે રૂ૫ દિવ્ય નૃત્ય દેખાડ્યા. – આ પ્રથમ નૃત્યવિધિ હતી. (૨) ત્યારપછી બીજી નૃત્યવિધિ પ્રારંભ કરવાને માટે તે બધાં દેવકુમાર અને દેવકુમારીઓ એકઠા થયા. થઈને – યાવત્ – દિવ્ય દેવરમણમાં પ્રવૃત્ત થયા. ત્યારે તે સર્વે દેવકુમાર અને દેવકુમારીઓએ શ્રમણ ભગવંત મહાવીર સમક્ષ આવર્ત, પ્રત્યાવર્ત, શ્રેણી, પ્રશ્રેણી, સ્વસ્તિક, સૌવસ્તિક, પુષ્યમાણક, વર્ધમાનક, મસ્યાંડક, મકરાંડક, જાર, માર, પુષ્પાવલિ, પાપત્ર, સાગર, તરંગ, વસંતલતા, પઘલતાની આકૃતિરૂપ દિવ્ય નૃત્યવિધિનું પ્રદર્શન કર્યું. (૩) એ પ્રમાણે એક એક નૃત્યવિધિ બતાવ્યા પછી બીજી પ્રારંભ કરવાની મધ્યે તે દેવકુમાર–દેવકુમારીઓ એકત્રિત થતા ત્યાંથી આરંભ દિવ્યક્રીડામાં પ્રવૃત્ત થવા સુધીનું સમગ્ર કથન પૂર્વવત્ જાણવું. ત્યારપછી તે બધાં દેવકુમાર–દેવકુમારીઓએ શ્રમણ ભગવંત મહાવીર સમક્ષ ઇહામૃગ, વૃષભ, તુરગ, નર, મકટ, વિડગ, વ્યાલક, કિન્નર, મૃગ, સરભ, અમર, કુંજર, વનલતા, પઘલતાની રચનારૂપ દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૪) ત્યારપછી તેમણે એકતોવક્ર, દ્વિધાવક્ર, એકતનમિત, દ્વિઘાતઃનમિત, એકતઃ ચક્રવાલ, દ્વિધાતઃ ચક્રવાલ. એ પ્રમાણે ચક્રાર્ધ ચક્રવાલ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૦૫ (૫) ત્યારપછી ચંદ્રાવલિ પ્રવિભક્તિ, સૂર્યાવલિ પ્રવિભક્તિ, વલિયાવલિ પ્રવિભક્તિ, હંસાવલિ પ્રવિભક્તિ, એકાવલિ પ્રવિભકિત, તારાવલિ પ્રવિભક્તિ, મુક્તાવલિ પ્રવિભક્તિ, કનકાવલિ પ્રવિભક્તિ, રત્નાવલિ પ્રવિભક્તિ, નામક દિવ્યનૃત્યવિધિ દેખાડી. (૬) ત્યારપછી ચંદ્રોગપ્રવિભક્તિ, સૂર્યોદ્ગમ પ્રવિભક્તિ, ઉદ્દગમનોમ પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૭) ત્યારપછી તેમણે ચંદ્રાગમન પ્રવિભક્તિ, સૂર્યાગમન પ્રવિભક્તિ, આગમન– અનાગમન પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૮) ત્યારપછી તેઓએ ચંદ્રાવરણ પ્રવિભક્તિ, સૂર્યાવરણ પ્રવિભક્તિ, આવરણા વરણ પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૯) ત્યારપછી તેઓએ ચંદ્રાસ્તમન પ્રવિભક્તિ, સૂર્યાસ્તમન પ્રવિભક્તિ, અસ્તમન—ઉત્પન્ન પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૧૦) ત્યારપછી તેઓએ ચંદ્રમંડલ પ્રવિભક્તિ, સૂર્યમંડલ પ્રવિભક્તિ, નાગમંડલ પ્રવિભક્તિ, યક્ષમંડલ પ્રવિભક્તિ, ભૂતમંડલ પ્રવિભક્તિ, રાક્ષસ મંડલ પ્રવિભક્તિ, મહોરગ મંડલ પ્રવિભક્તિ, ગંધર્વમંડલ પ્રવિભક્તિ, મંડલ-મંડલ પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૧૧) ત્યારપછી તેઓએ વૃષભમંડલ પ્રવિભક્તિ, સિંહમંડલ પ્રવિભક્તિ, અશ્વવિલંબિત, ગજવિલંબિત, અશ્વવિલસિત, ગજવિલસિત, મત્તઅશ્વવિલસિત, મત્તગજવિલસિત, મત્તઅશ્વવિલંબિત, મત્તગજવિલંબિત અને દ્રુતવિલંબિત નામની દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૧૨) ત્યારપછી સાગરપ્રવિભક્તિ નાગરપ્રવિભક્તિ, સાગર–નાગર પ્રવિભક્તિ નામક નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૧૩) ત્યારપછી નંદપ્રવિભક્તિ, ચંપા પ્રવિભક્તિ, નંદા–ચંપUવિભક્તિ નામક નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૧૪) ત્યારપછી તેઓએ મસ્યાંડક પ્રવિભક્તિ, મકરાંડક પ્રવિભક્તિ, જાર પ્રવિભક્તિ, મારી પ્રવિભક્તિ અને મસ્યાંડક, મકરાંડક, જા–માર નામક નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૧૫) ત્યારપછી તેમણે ક–કાર પ્રવિભક્તિ, ખકાર પ્રવિભક્તિ, ગ–કાર પ્રવિભક્તિ, ઘ–કાર પ્રવિભક્તિ, ડ–કાર પ્રવિભક્તિ અને ક–કાર, ખ–કાર, ગ–કાર, ઘકાર અને ડ–કાર પ્રવિભક્તિ નામની દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૧૬) એ જ પ્રમાણે ચ-કાર વર્ગ (ચ-છ–જ-ઝ–ગ) નૃત્યવિધિ; (૧૭) એ જ પ્રમાણે ટ–કાર વર્ગ (ટ–6––ઢણ) નૃત્યવિધિ; (૧૮) એ જ પ્રમાણે તત્કાર વર્ગ (ત–થ–––ન) નૃત્યવિધિ; (૧૯) એ જ પ્રમાણે પત્રકાર વર્ગ (૫––બર્ભમ) નૃત્યવિધિ દેખાડી. (૨૦) ત્યારપછી અશોકપલ્લવ, આમ્રપલ્લવ, જાંબુ પલ્લવ, કોશાંબ પલ્લવ, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આગમ કથાનુયોગ-૫ પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૧) ત્યારપછી પઘલતા પ્રવિભક્તિ – યાવત્ – શ્યામલતા પ્રવિભક્તિ દ્વારા લતા પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૨) પછી દ્રુત નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૩) પછી વિલંબિત નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૪) પછી દ્રતવિલંબિત નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૫) પછી અંચિત નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૬) પછી રિભિત નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૭) પછી અંચિત–રિભિત નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૮) પછી આરભટ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૯) પછી ભસોલ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૩૦) પછી આરભટ–ભસોલ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૩૧) પછી ઉત્પાત, નિપાત, પ્રવૃત્ત, સંકુચિત, પ્રસારિત, રચારચિત, ભ્રાંત અને સંભ્રાંત નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૩૨) ત્યારપછી બધાં દેવકુમાર–દેવકુમારીઓ એકઠા થયા – યાવત્ – દેવરમણમાં પ્રવૃત્ત થઈ ગયા. પછી તેઓએ શ્રમણ ભગવંત મહાવીરના પૂર્વભવ ચરિત્ર નિબદ્ધ, ચ્યવન ચરિત્ર નિબદ્ધ, જન્મ, અભિષેક, બાલભાવ, યૌવન, કામભોગ, નિષ્ક્રમણ, તપશ્ચરણ, જ્ઞાનોત્પાદ, તીર્થ પ્રવર્તન, પરિનિર્વાણ અને ચરમ એ સર્વે ચરિત્રનિબદ્ધ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. ૦ નૃત્યવિધિ બાદ સૂર્યાભદેવનું પાછા જવું: ત્યારપછી તે અનેક દેવકુમાર અને દેવકુમારીકાઓએ તત, વિતત, ધન, શુષિર એ ચારે પ્રકારના વાદ્યો વગાડ્યા. પછી તેઓએ ઉક્ષિત, પાદાંત, મંદક અને રોચિતાવસાનરૂપ પ્રકારના સંગીતનું ગાન કર્યું. પછી તેઓએ અંભિત, રિભિત, આરભટ અને ભસોલ એ ચાર પ્રકારની નૃત્યવિધિ દેખાડી. પછી તેઓએ દાર્દાન્તિક, પ્રાત્યંતિક, સામાન્યતોપનિપાતનિક અને અન્તર્મધ્યાવસાનિક એ ચાર પ્રકારના અભિનયો અભિનિત કર્યા. ત્યારપછી તે સર્વે દેવકુમાર અને દેવકુમારીઓએ ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથોને દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ અને બત્રીસ પ્રકારના નાટક દેખાડ્યા પછી શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા, પછી સૂર્યાભદેવ પાસે આવ્યા. આવીને બંને હાથ જોડીને મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી સૂર્યાભદેવને વધાવ્યા. તેમની આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે સૂર્યાભદેવે પોતાની દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિદિવ્ય દેવાનુભાવને પ્રતિસંહરિત કર્યા. ક્ષણ માત્રમાં એકલો–એકાકી થઈ ગયો. પછી તેણે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. વંદન–નમસ્કાર કર્યા. પોતાના પરિવાર સાથે તે દિવ્ય વિમાન પર આરૂઢ થઈને જે દિશાથી આવ્યો હતો, તે દિશામાં પાછો ગયો. Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૦૭ ૦ સૂર્યાભ દેવની દેવદ્ધિ સંબંધી નિરૂપણા: હે ભગવન્! આ પ્રમાણે ગૌતમસ્વામીએ સંબોધિત કરી શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. પછી આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! તે સૂર્યાભદેવની આ દિવ્ય દેવદ્ધિ – યાવત્ – દેવપ્રભાવ ક્યાં ગયા ? કયા પ્રવિષ્ટ થયા ? હે ગૌતમ ! શરીરમાં ગયા, શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયા. હે ભગવન્! કયા કારણથી આપ આ પ્રમાણે કહો છો કે શરીરમાં ચાલ્યા ગયા અને શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયા. હે ગૌતમ ! જેમ કોઈ એક ફૂટાગાર શાલા હોય, બંને બાજુથી લિપ્ત હોય, ગુપ્ત હોય, ગુપ્ત હારવાળી હોય, નિર્વાત હોય, ગંભીર–વિશાળ હોય, તે કૂટાગાર શાળાની નીકટ વિશાળ જનસમૂહ હોય. ત્યારે તે જનસમૂહ એક મોટા મેઘપટલકને અથવા વર્ષા વાદળને કે મહા વાતને આવતું જોઈને તે કૂટાગારશાળામાં અંદર પ્રવિષ્ટ થઈ જાય તે રીતે હે ગૌતમ ! – યાવત્ – તે દિવ્ય દેવઋદ્ધિ સૂર્યાભદેવના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગઈ. ૦ સૂર્યાભવિમાનના સ્થાનાદિનું વર્ણન : હે ભગવન્! તે સૂર્યાભદેવનું તે સૂર્યાભવિમાન ક્યાં છે ? હે ગૌતમ ! જંબૂઢીપના મેરૂ પર્વતની દક્ષિણ દિશામાં રત્નપ્રભા પૃથ્વીના અત્યંત સમ અને રમણીય ભૂમિભાગથી ઉપર ઉર્ધ્વ દિશામાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા મંડળથી આગળ અનેક સેંકડો, હજારો, લાખો, કરોડો યોજન ઊંચે ઊંચે ગયા પછી સૌધર્મકલ્પ નામક વૈમાનિક દેવોનો આવાસરૂપ દેવલોક છે. જે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો તથા અર્ધ ચંદ્રાકાર છે. પોતાની કાંતિથીત સદા ચમકતો રહે છે. અસંખ્યાત કોટા-કોટિ યોજન પ્રમાણ લાંબો-પહોળો તથા અસંખ્યાતા કોટાકોટિ યોજન પ્રમાણ પરિધિવાળો છે. ત્યાં સૌધર્મ દેવોના બત્રીસ લાખ વિમાનાવાસ છે. આ બધા વિમાનો સર્વાત્મના રત્નોના છે અને સ્ફટિક મણિવત્ નિર્મળ – યાવતુ – મનોહર છે. - તે વિમાનોના અતિ મધ્ય ભાગમાં ચાર દિશાઓમાં પાંચ અવતંસક છે. જેમકે – અશોકાવયંસક, સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંસક, ચૂતાવતંસક તથા મધ્યમાં સૌધર્માવલંસક. આ સર્વે રત્નમય – યાવત્ – પ્રતિરૂપ છે. તે સૌધર્માવલંસક મહાવિમાનની પૂર્વ દિશામાં તિછું અસંખ્યાત લાખ યોજન પ્રમાણ આગળ ગયા પછી સૂર્યાભદેવનું સૂર્યાભ નામક વિમાન છે જેનો આયામ–વિષ્ઠભ સાડાબાર લાખ યોજન અને પરિક્ષેપ ૩૯૫૨૮૪૮ યોજન પ્રમાણ છે. આ વિમાન ચારે તરફથી એક પ્રકારથી ઘેરાયેલ છે તે પ્રાકાર ૩૦૦ યોજન ઊંચો છે, મૂળમાં તેનો વિખંભ ૧૦૦ યોજન, મધ્યમાં ૫૦ યોજન, ઉપર ૨૫ યોજન છે. તે મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળો હોવાથી ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત સર્વ રત્નમય સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે. તે પ્રાકાર અનેક પ્રકારના પંચવર્ણી – જેમકે – કૃષ્ણ, નીલ, રક્ત, પીત અને શક્ત વર્ણના કપિ શીર્ષકોથી ઉપશોભિત છે. તે પ્રત્યેક કપિશીર્ષક એક યોજન લાંબા, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આગમ કથાનુયોગ-૫ અડધો યોજન પહોળા અને કંઈક ન્યૂન એક યોજન ઊંચા, સર્વ રત્નમય, સ્વચ્છ – યાવત્ - પ્રતિરૂપ છે. સૂર્યાભ વિમાનની એક એક બાજુમાં એક–એક હજાર વાર છે. તે ૫૦૦૫૦૦ યોજન ઊંચા, ૨૫૦ યોજન પહોળા અને તેટલાં જ પ્રવેશ વાળા છે. આ કાર શ્વેત વર્ણના છે. ઉત્તમ સુવર્ણમયી સ્કૂપિકાથી યુક્ત છે. તેના પર ઇહામૃગ, વૃષભ – થાવત્ – પાલતા આદિના ચિત્રો છે. સ્તંભો પર બનેલી વજરત્નોની વેદિકાથી યુક્ત હોવાથી રમણીય દેખાય છે. સમશ્રેણીમાં સ્થિત વિદ્યાધર યુગલ યંત્ર દ્વારા ચલિત દેખાય છે. હજારો કિરણો અને હજારો રૂપકોથી યુક્ત હોવાને કારણે તે દ્વાર દેદીપ્યમાન લાગે છે. દર્શકોના નેત્રોને આકૃષ્ટ કરતા, સુખપ્રદ સ્પર્શવાળા અને રૂ૫ શોભાસંપન્ન છે. આ વારોના નેમ વજરત્નોના, પ્રતિષ્ઠા રિઝરત્નોની, સ્તંભ વૈડૂર્યમય તલભાગ સ્વર્ણજડિત પંચવર્ણી મણિરત્નોનો, ડેહલી હંસગર્ભમય, ઇન્દ્રનીલ ગોમેદમય, દ્વારશાખા લોહિતાક્ષમય, ઓતરંગ જ્યોતિરસમય, કીલિકા લોહિતાથી રત્નમય, સાંધા વજરત્નમય, સમગક વિવિધ મણિમય, અર્ગલા અને અર્ગલા પાશક વજરત્નમય, આવર્તન પીઠિકા રજતમય, ઉત્તરપાર્શ્વક અંકમય હતા. આ દ્વારા અત્યંત સઘન, અંતરરહિત હતા. પ્રત્યેક કારોની બંને બાજુએ દીવારો સહિત કુલ ૩૫૬ ભિત્તિગુલિકાઓ હતી. એટલી જ ગોમાનસિકા હતી. કારો પર અનેક પ્રકારના મણિરત્નોના બનેલ વ્યાલરૂપ ક્રીડા કરતી પુતળીઓ હતી. તેના માઢ વજરત્નમય, માઢના શિખર ચાંદીના અને ઉપરી ભાગ સોનાના છે. ઝરોખા વિવિધ મણિરત્નમય, છપ્પરના વાંસ મણિમય, વાંસબંધ લોહિતાક્ષ રત્નમય, ભૂમિ રજતમય, પાંખ એકરત્નમય, વલ્લીઓ તથા વલ્લીઓ તથા કવેલુ જ્યોતિરસ રત્નમય છે. પટ્ટીઓ રજતમય છે. અવઘાટની સુવર્ણમય, ઉપરી પ્રોંછનિકા વજમય, કવેલુઓ નીચે આચ્છાદન રજતમય છે. તેના શિખર એકરત્નમય, સ્કૂપિકા તપનીય સુવર્ણમય છે. આ તારો શંખ સમાન વિમલ, દહીં-દૂધના ફીણ અને રજતના ઢેર જેવી શ્વેત પ્રભાવાળા છે, હારોના ઉપરી ભાગમાં તિલકરત્ન નિર્મિત અનેકવિધિ અર્ધચંદ્રોના ચિત્રો છે. મણિ—માલાથી અલંકૃત છે, તે કાર ભીતર–બહાર અતિ નિગ્ધ અને સુકોમળ છે. સુવર્ણની રેતી બિછાવેલી છે. સુખદ સ્પર્શવાળા અને રૂપ શોભા સંપન્ન, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે દ્વારોની બંને બાજુએ બંને નિસીધિકાઓમાં ૧૬-૧૬ ચંદનકળશોની પંક્તિઓ છે. આ ચંદનકળશ શ્રેષ્ઠ ઉત્તમ કમળો પર પ્રતિષ્ઠિત છે. ઉત્તમ સુગંધિત જળથી ભરેલા છે. ચંદનના લેપથી ચર્ચિત છે. કંઠોમાં રક્તવર્ણ સૂત્ર બાંધેલ છે. તેનું મુખ પuોત્પલથી ઢાંકેલ છે. હે આયુષ્યમાનું શ્રમણો ! આ સર્વે કળશો સર્વાત્મના રત્નમય છે. નિર્મળ – યાવત્ – મોટા મોટા ઇન્દ્ર કુંભ જેવા વિશાળ અને અતિ રમણીય છે. આ કારોની બંને બાજુની નિશીધિકાઓમાં સોળ-સોળ નાગદંતોની પંક્તિઓ છે તે નાગદંત મોતી અને સુવર્ણમાળામાં લટકતી ગવાહાકાર ઘૂંઘરું અને નાની-નાની ઘંટિકાઓથી Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૦૯ પરિવેષ્ટિત છે તેના અગ્રભાગ ઉપર ઉઠતા અને દિવાલની બહાર નીકળેલા છે. પાછળના ભાગ દિવાલમાં સારી રીતે ઢંકાયેલા છે. તેનો આકાર સર્પના અધોભાગ જેવો છે. અગ્રભાગનું સંસ્થાન સર્પાર્ધની સમાન છે. તે વજરત્નોના બનેલા છે તે શ્રમણો ! મોટામોટા ગજાંતા જેવા આ નાગદંત સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે. તે નાગદંતોની ઉપર અનેક કાળા સૂત્રમાં ગુંથેલી, એ જ રીતે નીલ, લાલ, પીત, શ્વેત સૂત્રમાં ગુંથેલી લાંબી લાંબી માળા લટકતી હતી. આ માળા સોનાના ઝુમખા અને સુવર્ણથી પરિમંડિત છે. વિવિધ મણિથી રચિત, વિવિધ હારોથી – યાવત્ – શ્રીથી અતીવ શોભાયમાન છે. તે નાગદંતોની ઉપર બીજી સોળ-સોળ નાગદંતોની પંક્તિઓ છે. હે શ્રમણો ! આ નાગદંત પણ પૂર્વવત્ છે. તે નાગદંતો ઉપર અનેક રજતમયી સીંકા લટકે છે. તેમાં અનેક વૈર્ય મણિથી બનેલી ધૂપઘટિકાઓ છે. આ ધૂપઘટિકા કાળો અગરુ, શ્રેષ્ઠ સુંદરજ્જ, તુરષ્ક અને સુગંધિત ધૂપથી મધમધાતી મનોહર સુગંધથી ગંધવર્તિકા જેવી પ્રતીત છે તથા સર્વોત્તમ, મનોજ્ઞ, મનોહર, તૃપ્તિદાયક ગંધથી તે પ્રદેશને સર્વ તરફ અધિવાસિત કરતી – યાવતું – શોભાયમાન થઈ રહી છે. તે દ્વારોની બંને બાજુ ઓની નિશીથિકાઓમાં ૧૬-૧૬ પુતળીઓની પંક્તિ છે. આ પુતળીઓ વિવિધ પ્રકારની લીલા કરતી, સુપ્રતિષ્ઠિત, સર્વ પ્રકારના આભુષણોથી અલંકૃત, અનેક પ્રકારે રંગબેરંગી વસ્ત્રો અને માળાથી સુશોભિત, પાતળા કટિપ્રદેશવાળી, ઊંચા અંબોડા બાંધેલી, પરિપુષ્ટ, માંસલ, કઠિન, પીવર, સમશ્રેણી સ્થિત, સહવર્તી, અબ્યુન્નત ગોળાકાર સ્તનોવાળી, લાલિમાયુકત નયનાંતવાળી, અતિ સુકોમળ, નિર્મળ, સઘન, ઘુંઘરાળી કાળી કે શરાશિવાળી, અશોકવૃક્ષને સહારે ઉભેલી, ડાબા હાથે તેની અગ્રશાખાને પકડેલી, અર્ધનિમીલિત નેત્રોના ઇષત્ વક્ર કટાક્ષથી દેવોના મનને હરણ કરતી, પાર્થિવ પરિણામવાળી હોવા છતાં શાશ્વત્ ચંદ્રમુખી, ચંદ્રસમ મનોહર, ચંદ્રાર્ધતુલ્ય લલાટવાળી ચંદ્રથી અધિક સૌમ્ય કાંતિવાળી, ઉલ્કાકુંજ સમ ઉદ્યોત કરનારી, વિદ્યુત અને સૂર્યના દીપ્યમાન તેજથી અધિક પ્રકાશ પ્રભાવાળી, પોતાની સુંદર વેશભૂષાથી શૃંગાર રસના ગૃહ સમાન, પ્રાસાદીય – યાવત્ – રમણીય હતી. તે દ્વારોની બંને બાજુની બંને નિશીપિકાઓમાં ૧૬-૧૬ જાલકટક પંક્તિ છે. આ જાલકટક સર્વાત્મના રત્નમય સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે. તે વારોની ઉભય પાર્થવર્તી બંને નિશીધિકાઓમાં ૧૬-૧૬ ઘટપંક્તિ છે. તે પ્રત્યેક ઘંટા જાંબૂનદ સ્વર્ણમય છે. તેના લોલક વજમય, બંને બાજુ વિવિધ પ્રકારના મણિ. જડિત, સાંકળો સુવર્ણની, દોરીઓ મણિમય છે. મેઘનો ગડગડાટ, હંસસ્વર, ક્રાંચ સ્વર, સિંહગર્જના, દુંદુભિનાદ, વાદ્યવૃંદ નિનાદ, નંદિઘોષ, મંજુલ સ્વર, મંજુલઘોષ સુસ્વર, સુસ્વરઘોષ જેવી ગૂંજવાળા તે ઘંટ પોતાના શ્રેષ્ઠ, સુંદર, મનોજ્ઞ, મનોહર, કર્ણ અને મનને સુખદ, ઝણકારથી સર્વ પ્રદેશને વ્યાપ્ત કરે છે. તે લારોની બંને બાજુઓની નિશીધિકાઓમાં ૧૬–૧૬ વનમાલાઓની પરિપાટીઓ Jain E! nternational Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આગમ કથાનુયોગ–૫ કહી છે. તે વનમાલાઓ મણિઓથી બનેલ વિવિધ પ્રકારના વૃક્ષ, લતા, પલ્લવોથી વ્યાપ્ત છે, મધુપાનને માટે પ્રવૃત્ત ભ્રમરો દ્વારા વારંવાર સ્પર્શથી સુશોભિત વનલતાઓ પ્રાસાદીય અને દર્શનીય છે. તે દ્વારોની બંને બાજુની નિશીપિકામાં ૧૬-૧૬ પ્રકંઠક ચબૂતરા છે. તે પ્રકંઠક ૨૫૦ યોજન લાંબા – ૨૫૦ યોજન પહોળા અને ૧૨૫ યોજના જાડા છે. સર્વાત્મના રત્નોના બનેલા છે. નિર્મળ – યાવત્ – પતિરૂપ છે. તે પ્રકંઠકોમાંથી પ્રત્યેક ઉપર એક–એક પ્રાસાદાવતંસક છે. જે ૨૫૦ યોજન ઊંચા – ૧૨૫ યોજન પહોળા અને ચારે દિશાઓમાં ફેલાતી પોતાની પ્રભાથી હસતા એવા પ્રતીત થતા હતા. વિવિધ પ્રકારના મણિરત્નોથી તેમાં ચિત્ર વિચિત્ર રચના બનેલી છે. વાયુથી ફરકતી અને વિજય સૂચક વૈજયંતી પતાકા અને છત્રાતિછત્રોથી અલંકૃત છે. તેના શિખર આકાશતલને સ્પર્શે છે. ઝરોખામાં ખચિત રત્નપિંજરોથી ચમકી રહેલ છે. તેમાં મણિઓ અને સુવર્ણની સ્કૂપિકાઓ છે. તથા સ્થાને સ્થાને વિકસિત શતપત્ર અને પુંડરીક કમળોના ચિત્ર અને તિલક, રત્નો દ્વારા રચિત અર્ધચંદ્ર બનેલા છે. મણિમાલાથી અલંકૃત છે. અંદર અને બહારથી ગ્લણ છે. આંગણમાં સ્વર્ણમયી રેતી બિછાવેલી છે. જે સુખદ સ્પર્શવાળી, સશ્રીકરૂપ, પ્રાસાદીય, દર્શનીય યાવતું મુક્તાદામથી સુશોભિત છે. તે હારોની બંને બાજુ ૧૬-૧૬ તોરણ છે. જે વિવિધ પ્રકારના મણિના બનેલા છે. તેમજ મણિ નિર્મિત સ્તંભો પર સારી રીતે બાંધેલ – યાવત્ – પદ્મ કમલોના ગુચ્છથી ઉપશોભિત છે. તે તોરણોમાં પ્રત્યેકની આગળ બે—બે પુતળીઓ સ્થિત છે. તે તોરણોની આગળ નાગદંત છે. પુતળી અને નાગદંતનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે તોરણોની આગળ બબ્બે અશ્વ, ગજ, નર, કિનર, જિંપુરષ. મહોગ, ગંધર્વ, વૃષભ, સંઘાટ યુગલ છે. તે બધા રત્નમય સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે. એ જ પ્રમાણે તેની પંક્તિ–વીથિ અને મિથુન સ્થિત છે. તે તોરણોની આગળ બે—બે પદ્મલતા – યાવત્ – શ્યામલતા છે. જે પુષ્પોથી વ્યાસ અને રત્નમય, નિર્મળ – યાવત્ – પ્રતિરૂપ છે. તે તોરણો આગળ બે-બે દિશા સ્વસ્તિક છે. જે નિર્મળ – યાવત્ – પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બે—બે ચંદ્રકળશ છે. આ ચંદ્રકળશ શ્રેષ્ઠ કમળો પર રાખેલા છે ઇત્યાદિ પૂર્વવતું. તે તોરણોની આગળ બે—બે ભંગાર રાખ્યા છે. આ ભંગાર પણ, ઉત્તમ કમળો પર છે – યાવત્ – હે શ્રમણો ! મત્ત ગજરાજની મુખાકૃતિ સમાન વિશાળ આકારવાળા છે. તે તોરણોની આગળ બબ્બે દર્પણ છે. તે દર્પણની પાદપીઠ સોનાની, પ્રતિબિંબ મંડલ અંતરત્નના છે જે અનવધર્ષિત હોવા છથો પણ નિર્મળ પ્રભાયુક્ત છે. હે શ્રમણો! ચંદ્રમંડળ જેવા આ નિર્મળ દર્પણ કાયાધું પ્રમાણ મોટા મોટા છે. તે તોરણોની આગળ વજમય નાભિવાળ બબ્બે થાળ છે. જે મૂસલ આદિથી ત્રણ વખત છાંટેલ, શોધેલ, અતીવ સ્વચ્છ, અખંડ ચોખાથી પરિપૂર્ણ ભરેલા લાગે છે. હે Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૧૧ શ્રમણો! આ થાળ જાંબુનદ સ્વર્ણના બનેલા – યાવત્ – પ્રતિરૂપ અને રથના પૈડા જેટલા વિશાળ આકારવાળા છે. તે તોરણોની આગળ બબ્બે પાત્રીઓ રાખી છે, તે સ્વચ્છ જળથી ભરેલ છે અને વિવિધ પ્રકારના તાજા ફળોથી ભરેલી લાગે છે. હે શ્રમણો ! આ બધી પાત્રીઓ રત્નમયી સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે અને તેનો આકાર મોટા-મોટા ગોકલિંજરો સમાન ગોળ છે. તે તોરણો આગળ બબ્બે સુપ્રતિષ્ઠક છે, જે વિવિધ ભાંડ સમાન સુશોભિત અને સર્વે રત્નમય તથા સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બબ્બે મનોગુણિકાઓ છે. જેની ઉપર અનેક સોના અને ચાંદીના પાટીયા છે. તે પાટીયામાં વજમય નાગદંત જડેલા છે. તે નાગદંત પર વજમય સીકા ટાંગેલા છે. તે સીકા પર પંચવર્ણી સૂત્રના જાળીવાળા વસ્ત્રખંડ ઢાંકેલા અનેક ઘડા છે. તે ઘડા વજરત્નમય – યાવત્ – પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ ચિત્રિત બળે રત્નકરંડક છે. જે રીતે ચક્રવર્તી રાજા વૈડૂર્ય મણિ અને સ્ફટિકના પટલથી આચ્છાદિત રત્નકરંડક પોતાની પ્રભાથી તે પ્રદેશને પૂરી રીતે પ્રકાશિત, ઉદ્યોતિત, તાપિત અને પ્રભાસિત કરે છે, તે રીતે તે રત્ન કરંડકની પ્રભા, તે પ્રદેશને પૂર્ણતયા – યાવત્ – પ્રભાસિત કરે છે. તે તોરણોથી આગળ બબ્બે અશ્વકંઠ, ગજકંઠ, નરકંઠ, કિન્નરકંઠ, ઝિંપુરુષકંઠ, મહોરગકંઠ, ગંધર્વકંઠ, વૃષભકંઠ છે. જે સર્વરત્નમય – યાવત્ – પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બબ્બે પુષ્પ ચંગેરી, માલ્ય ચંગેરી, ચૂર્ણ ચંગેરી, ગંધ ચંગેરી, વસ્ત્ર ચંગેરી, આભરણ ચંગેરી, સિદ્ધાર્થ ચંગેરી છે જે – યાવત્ – પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બબ્બે સિંહાસન છે. વર્ણન પૂર્વવત્ જાણવું. તે તોરણોની આગળ બબ્બે રજતમય છત્ર છે. તેના દંડ વિમલ વૈડૂર્યમય છે. કર્ણિકા સોનાની છે, સાંધા વજમય છે મોતી પરોવેલી ૮૦૦૦ સોનાની શ્રેષ્ઠ શલાકા છે. દર ચંદન અને સર્વ ઋતુઓના પુષ્પોની સુરભિગંધ યુક્ત શીતલ છાયાવાળા છે તેના પર અષ્ટમંગલ ચિત્રિત છે અને ચંદ્રમંડલવતું ગોળાકાર છે. તે તોરણો આગળ બબ્બે ચામર છે તે ચામરની ડાંડી ચંદ્રકાંત, વૈડૂર્ય અને વજરત્નોની છે. તેના પર અનેક પ્રકારના મણિરત્નો દ્વારા અનેક પ્રકારની ચિત્ર-વિચિત્ર રચના બનેલી છે. શંખ, અંકરન, કુંદપુષ્પ, જલકણ અને મથિત દૂધ-દહીંના ફીણ સમાન શ્વેત ધવલ તેના પાતળા લાંબા વાળ છે – યાવત્ – તે પ્રતિરૂપ છે. તોરણોની આગળ બળે તેલસમૃદુગક, કોષ્ઠ, પત્ર, ચોય, તગર, એલા, હરતાલ, હિંગલોક, મૈનસિલ અને અંજન એ સર્વેના સમુગક છે. જે સર્વે રત્નમય – ચાવતું – પ્રતિરૂપ છે. સૂર્યાભ વિમાન પ્રત્યેક વાર ઉપર ૧૦૮-૧૦૮ ચક્ર, મૃગ, ગરુડ, છત્ર, મયુરપિચ્છ, પક્ષી, સિંહ, વૃષભ, હાથી, નાગના ચિન્હોથી અંકિત ધ્વજાઓ છે. આ પ્રમાણે સૂર્યાભ વિમાનના એક–એક કાર પર કુલ ૧૦૮૦-૧૦૮૦ ધ્વજા ફરકી રહી છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ તે દ્વારોમાંથી એક-એક દ્વાર ઉપર ૬૫-૬૫ ભૌમ છે. તે ભૌમોની વચ્ચોવચ્ચ એક–એક સિંહાસન છે. બાકીના ભૌમોમાં એક–એક ભદ્રાસન છે. તે દ્વારોના ઉપરી ભાગ ૧૬ પ્રકારના રત્નોથી ઉપશોભિત છે. તે આ પ્રમાણે - રત્ન – યાવત્ – રિષ્ટ. તે દ્વારોની ઉપર આઠ–આઠ મંગલ છે જે ધ્વજ — યાવત્ -- છત્રાતિછત્રોથી શોભિત છે. - ૨૧૨ આ પ્રમાણે સૂર્યાભ વિમાનના ૪૦૦૦ હારોનું વર્ણન કહેલું છે. સૂર્યભ વિમાનની ચારે તરફ ૫૦૦-૫૦૦ યોજન છોડીને ચારે દિશાઓમાં ચાર વનખંડ છે - અશોકવન, સપ્તપર્ણવન, ચંપકવન, આમ્રવન. તેમાંથી પૂર્વ દિશામાં અશોકવન, દક્ષિણમાં સપ્તપર્ણવન, પશ્ચિમમાં ચંપકવન, ઉત્તરમાં સૂતવન છે આ પ્રત્યેક વન સાડા બાર લાખ યોજનથી કંઈક અધિક લાંબા, ૫૦૦ યોજન પહોળા તથા એક—એક પ્રાકારથી ઘેરાયેલ છે. પ્રભાવાળા આ બધાં જ વનખંડ અત્યંત ગીચ હોવાથી કાળા, કાળી પ્રભાવાળા, નીલા, નીલી યાવત્ – સ્નિગ્ધ અને સ્નિગ્ધ છાયાવાળા છે. વૃક્ષોની શાખા–પ્રશાખા આપસમાં એકબીજાને મળેલી હોવાથી સઘન છાયાથી રમણીય તથા મહામેઘોના સમુદાય જેવા રમ્ય દેખાય છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી છે. આ વનખંડોના મધ્યમાં અત્યંત સમ અને રમણીય ભૂમિ ભાગ છે. જેમકે આર્લિંગ પુષ્કર આદિ સમાન સમ યાવત્ – વિવિધ પ્રકારના પંચરંગીમણિ અને તૃણોના ગંધ અને સ્પર્શે આદિ વર્ણન પૂર્વવત્ જાણવું. – - હે ભગવન્ ! પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર દિશાના વાયુ સ્પર્શથી મંદમંદ ચલિત, કંપિત, ડગમગિત, ફરકતા, ટકરાતા, ક્ષુભિત અને ઉદીરિત થતાં તે તૃણ અને મણિઓનો કેવો શબ્દ ધ્વનિ થાય છે ? હે ગૌતમ ! જે રીતે શિબિકા, સ્વન્દ્વમાનિકા અથવા છત્ર, ધ્વજા, ઘંટા, પતાકા અને ઉત્તમ તોરણોથી સુશોભિત, વાદ્યસમૂહવત્ શબ્દ નિનાદ કરનારા, ઘુંઘરુ અને સ્વર્ણમાળાથી પરિવેષ્ટિત, હિમવતમાં ઉત્પન્ન અતિ નિગડ સારભૂત ઉત્તમ તિનિસકાષ્ઠથી નિર્મિત, સારી રીતે લગાવાએલ, ધુરાઓથી સજ્જિત, સુદૃઢ, ઉત્તમ લોઢાના પટ્ટાથી સુરક્ષિત, શુભ લક્ષણો—ગુણોથી યુક્ત, કુલિન અશ્વોથી યુક્ત, રથ સંચાલનમાં અતિ કુશળ સારથી દ્વારા સંચાલિત, ૧૦૦ બાણોવાળા ૩૨ તૂણીરોથી પરિમંડિત કવચથી આચ્છાદિત શિખર ભાગવાળા ધનુષ–બાણ, પ્રહરણ–કવચ આદિ યુદ્ધોપકરણોથી ભરેલ અને યુદ્ધને માટે સન્નદ્ધ યોદ્ધાઓ માટે સજાવેલ રથના વારંવાર મણિ અને રત્નોથી નિર્મિત ભૂમિવાળા રાજપ્રાંગણ કે અંતપુર કે રમણીય પ્રદેશમાં આવવા—જવાથી સર્વ દિશામાં ઉત્તમ, મનોજ્ઞ, મનોહર, કર્ણ અને મનને આનંદકારી, મધુર ધ્વનિ ફેલાય છે. હે ભગવન્ ! શું આ રથોનો ધ્વનિ આવો છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. તેનાથી પણ અધિક મધુર તેનો ધ્વનિ છે. હે ભગવન્ ! જેમ મધ્યરાત્રિમાં વાદન કુશળ નરકે નારી દ્વારા ખોળામાં લઈને ચંદનના સાહભાગથી સંરચિત ડાંડીથી સ્પર્શિત મંદ—મંદ તાડિત, કંપિત, ચાલિત, ઘર્ષિત, Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૧૩ ભિત અને ઉદીરિત કર્યા પછી ઉત્તર મંદ મૂછનાવાળી વૈતાલિક વિણાની સર્વ દિશાવિદિશામાં ચારે તરફ શ્રેષ્ઠ, સુંદર, મનોજ્ઞ, મનોહર, કર્ણપ્રિય અને મનમોહક ધ્વનિ ગુંજે છે – શું આ મણિ અને તૃણનો ધ્વનિ આવો છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. તેથી પણ અધિક મધુર તે ધ્વનિ છે. હે ભગવન્! તો તેની ધ્વનિ શું આવો છે ? જેમકે ભદ્રશાલ, નંદન, સૌમનસ કે પંડુક વન અથવા હિમવન, મલયગિરિની ગુફાઓમાં વસતા અને એક સ્થાને એકત્રિત, સમાગત, બેઠેલા અને પોતપોતાના સમૂહ સાથે ઉપસ્થિત, ક્રીડા તત્પર, સંગીત, નૃત્ય, નાટક, હાસ્ય, પરિહાસના પ્રેમી કિન્નર, જિંપરષ, ગંધર્વોના ગદ્યમય, પદ્યમય, કથનીય, ગેય, પદબદ્ધ, પાદબદ્ધ, ઉક્ષિત, પાદાંત, મંદમંદ ધોલનાત્મક, રોચિતાવસાન, સુખાંત, મનમોહક સપ્તસ્વરોથી સમન્વિત, પદોષરહિત, અલંકાર અને ગુણોથી યુક્ત, ગુંજારવથી દૂર દૂર સુધી વ્યાપ્ત કરનારા, સમરાગિનીથી યુકત, આકર્ષક, ત્રિસ્થાનકરણ શુદ્ધ ગીતો જેવો તે મધુર ધ્વનિ હોય છે ? હે ગૌતમ ! હાં, આવો મધુર ધ્વની હોય છે. તે વનખંડોમાં તે – તેના યોગ્ય દેશ–પ્રદેશોમાં અનેક નાની-નાની ચોરસ વાવડી, પુષ્કરિણિ, દીધિંકા, ગુંજાલિકા, સરપંક્તિ, સરસર પંક્તિ, કૂપપંક્તિ છે. આ વાવડી આદિનો બહાર નો ભાગ સ્વચ્છ અને કમનીય છે, તેના કિનારા રજતમય છે, તટવર્તી ભાગ સમ છે. આ બધાં વજમય બનેલ છે. તેના તળીયા તપનીય સોનાના છે. તેના પર શુદ્ધ સુવર્ણ અને ચાંદીની રેતી પથરાયેલી છે. તટોના નિકટવર્તી પ્રદેશ વૈડૂર્ય અને સ્ફટિકના છે. તેમાં આવાગમન માર્ગ સુખાકારી છે. ઘાટો પર અનેક પ્રકારના મણિ જડેલ છે. તેમાં ચાર ખૂણાવાળી વાવડી અને કૂવામાં અનુક્રમે નીચે–નીચે પાણી અગાધ અને શીતળ છે. તથા કમલકંદ અને મૃણાલોથી સુશોભિત છે. તથા તેના પર ભ્રમર સમૂહ ગુંજી રહેલ છે. સ્વચ્છ વિમલ જળથી ભરેલ છે, કલ્લોલ કરતા મગરમચ્છ – કાચબા તેમાં ફરે છે. પક્ષીઓના ગમનાગમનથી સદા વ્યાપ્ત રહે છે. તથા આ બધા જળાશયો એક-એક પદ્મવર વેદિકા અને એક–એક વનખંડથી ઘેરાયેલા છે, તેનું પાણી કોઈકોઈનું આસવ, વાણી, શીરોદક, ઘી, ઇશુરસ, પ્રાકૃતિક પાણી જેવા સ્વાદયુક્ત છે. આ બધાં જળાશય પ્રાસાદીય – યાવત્ – પ્રતિરૂપ છે. તે પ્રત્યેક વાવડી – યાવત્ – કૂપ પંક્તિની ચારે દિશામાં એક–એક સુંદર ત્રિસોપાનક છે આ ત્રિસોપાન પ્રતિરૂપકો આવા પ્રકારના છે – જેમકે તેના નેમ વ્રજરત્નના છે ઇત્યાદિ – તોરણો, ધ્વજા, છત્રાતિછત્ર પૂર્વવત્ છે. તે વાવડી આદિના મધ્યવર્તી પ્રદેશોમાં અનેક ઉત્પાત પર્વત, નિયતિ પર્વત, જગતી પર્વત, દારુ પર્વત તથા ઊંચા–નીચા, મોટા–નાના દકમંડપ, દકમંચક, દકમાલક અને દકપ્રાસાદ બનેલા છે. ક્યાંક ક્યાં હિંડોળા છે. આ સર્વે પર્વત રત્નમય, સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે. તે ઉત્પાત પર્વતો ઉપર – યાવત્ – પક્ષીના હિંડોળા પર અનેક હંસાસન, કૌચાસન, ગરુડાસન, પ્રણતાસન, કીર્ધાસન, ભદ્રાસન, પસ્યાસન, મકરાસન, વૃષભાસન, Page #215 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૫ સિંહાસન, પદ્માસન અને દિશા સ્વસ્તિકાસન છે. આ બધાં આસનો રત્નોના – યાવત્ – પ્રતિરૂપ છે. તે વનખંડોમાં સ્થાને—સ્થાને અનેક આલિગૃહ, માલિગૃહ, કદલીગૃહ, લતાગૃહ, આસનગૃહ, પ્રેક્ષાગૃહ, મજ્જનગૃહ, પ્રસાધનગૃહ, ગર્ભગૃહ, મોહનગૃહ, શાલાગૃહ, જાલગૃહ, કુસુમગૃહ, ચિત્રગૃહ, ગંધર્વગૃહ, આદર્શગૃહ સુશોભિત છે. તે આલિગૃહ - યાવત્ – આદર્શગૃહોમાં સ્થાને સ્થાને હંસાસન – યાવત્ – દિશા સ્વસ્તિક આસન છે તે સર્વે રત્નમય – યાવત્ – પ્રતિરૂપ છે. તે વનખંડોમાં તે–તે સ્થાને અનેક જાતિમંડપ, યૂથિકા, મલ્લિકા, નવ મક્ષિકા, વાસંતી, દધિવાસુકા, સૂરિલ્લી, નાગરવેલ, મૃદ્ધીકા, નાગલના, અતિ મુક્તકલતા, અપ્લોયા અને માલુકા એ સર્વેના મંડપ બનેલા છે. આ સર્વે રત્નમય યાવત્ – પ્રતિરૂપ છે. હે આયુષ્યમાન શ્રમણો ! તે જાતિમંડપ થાવત્ માલુકા મંડપોમાં અનેક હંસાસન સદૃશ પદ્માસન સટશ દિશા સ્વસ્તિકાસન જેવા આકારવાળા પૃથ્વીશિલાપટ્ટક તથા બીજા પણ ઘણાં શ્રેષ્ઠ શયનાસન સદૃશ વિશિષ્ટ આકારના પૃથ્વીશિલાપટ્ટક છે. આ બધાં પૃથ્વીશિલાપટ્ટક ચર્મનિર્મિત વસ્ત્ર, રુ, બૂર, નવનીત, તૂલના સ્પર્શ સમાન સુકોમળ – યાવત્ પ્રતિરૂપ છે. યાવત્ તેના પર અનેક દેવ—દેવીઓ સુખપૂર્વક બેસે છે, સુવે છે, વિશ્રામ કરે છે, રોકાય છે, પડખાં બદલે છે, રમણ કરે છે, ક્રીડા કરે છે, ભોગવિલાસ કરે છે, વિનોદ કરે છે અને રતિક્રીડા કરે છે. આ પ્રકારે તેઓ પોતપોતાના સુચિર્ણ—પૂર્વોપાર્જિત શુભકલ્યાણરૂપ, ફલપ્રદ, મંગલરૂપ પુણ્ય કર્મોના કલ્યાણકારી ફળવિપાકનો અનુભવ કરતા વિચરે છે. ૨૧૪ - - - તે વનખંડોના મધ્યાતિમધ્ય ભાગમાં પ્રાસાદાવતંસક છે. જે ૫૦૦ યોજન ઊંચા, ૨૫૦ યોજન પહોળા છે. પોતાની ઉજ્જ્વલ પ્રભાથી હસતા હોય તેવા લાગે છે, તેનો ભૂમિભાગ અતિ સમ રમણીય છે અને તેમાં ચંદરવા, સિંહાસન ઇત્યાદિનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે પ્રાસાદાવતંસકોમાં મહાન્ ઋદ્ધિશાળી – યાવત્ – પલ્યોપમ સ્થિતિવાળા ચાર દેવ નિવાસ કરે છે. અશોકદેવ, સપ્તપર્ણદેવ, ચંપકદેવ અને ચૂતદેવ. તે સૂર્યભ વિમાનની અંદર અત્યધિક સમ અને અતિ રમણીય ભૂમિ ભાગ છે. વનખંડના વર્ણનને છોડીને શેષ ઘણાં વૈમાનિક દેવ—દેવીઓ બેસે છે કરે છે, સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું. યાવત્ – વિચરણ તે અતિ સમરમણીય ભૂમિભાગની વચ્ચોવચ્ચ એક વિશાળ ઉપકારિકા લયન છે. જે એક લાખ યોજન લાંબુ—પહોળું છે, તેની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન ૩–કોશ, ૧૨૮ ધનુષુ અને કંઈક અધિક સાડા તેર અંગુલ છે. તથા એક યોજન જાડાઈ છે. આ વિશાળ લયન સર્વાત્મના સુવર્ણનું – યાવત્ – પ્રતિરૂપ છે. તે ઉપરિકાલયન સર્વ દિશામાં ચારે તરફથી એક પદ્મવર વેદિકા અને એક વનખંડથી પરિવેષ્ટિત છે. તે પદ્મવર વેદિકા અડધા યોજન ઊંચી, ૫૦૦ ધનુષ પહોળી અને Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૧૫ ઉપરિકલયન જેટલી પરિધિવાળી છે. તે પાવર વેદિકાની નેમ વજરત્નમય છે. તેના ફલક સ્વર્ણ અને રજતમય છે. વિવિધ મણિરત્નોથી તેનું ક્લેવર બનેલું છે, સંઘાત પણ વિવિધ મણિનો બનેલો છે. અનેક પ્રકારના મણિરત્નોથી ચિત્રિત છે અંતરત્નમય તેના પદ્મ છે – યાવતુ – ઉપરિપ્રોંછની છે સર્વરત્નમય આચ્છાદન છે. તે પદ્મવર વેદિકા એક–એક હેમજાળ, એક એક ગવાક્ષજાલ, કિંકિણી જાલ, ઘંટાજાલ, મુક્તાજાલ, મણિલાલ, કનકજાલ, રત્નજાલ, પાજાલથી સર્વે દિશા–વિદિશામાં ચારે તરફથી ઘેરાયેલી છે. આ સર્વે જાલ સોનાના લંબૂસક આદિથી અલંકૃત્ છે. તે પદ્મવર વેદિકાના યથાયોગ્ય સ્થાને અનેક અશ્વસઘાત – યાવત્ – વૃષભસંઘાત સુશોભિત છે. તે સર્વે રત્નમય – યાવત્ – પ્રતિરૂપ છે. આ જ પ્રમાણે વીથિકા, પંક્તિઓ, મિથુન અને લતાઓ છે. હે ભગવન્! ક્યા કારણથી આપ તેને પાવર વેદિકા કહો છો ? હે ગૌતમ ! પાવરવેદિકાના યથાયોગ્ય સ્થાને વેદિકાની આસપાસમાં વેદિકાના ફલકોમાં, અંતરાલોમાં, સ્તંભોમાં, સ્તંભોની બાજુમાં, શિખરોમાં, અંતરાલોમાં, કીલિકામાં, કીલિકાના ઉપરી ભાગોમાં, ફલકોમાં, અંતરાલોમાં, પાંખોમાં–પાંખોની બાજુમાં, પ્રાંત ભાગમાં, અંતરાલોમાં વર્ષાકાળના મેઘથી બચવા છત્રાકાર જેવા અનેક પ્રકારના મોટા-મોટા વિકસિત સર્વરમય સ્વચ્છ – યાવત્ – અતીવ મનોહર ઉત્પલ, પા – યાવત્ – સહસ્ત્રપત્ર કમલ શોભિત છે. તેથી હે આયુષ્યમ– શ્રમણ ગૌતમ ! આ કારણથી પાવર વેદિકાને પદ્મવર વેદિકા કહે છે. હે ભગવન્! તે પદ્મવરવેદિકા શાશ્વત છે કે અશાશ્વત ? હે ગૌતમ ! તે શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. હે ભગવન્! આપ આવું કયા કારણથી કહો છો કે, તે શાશ્વત–અશાશ્વત છે ? હે ગૌતમ ! દ્રવ્યાર્થિક નયથી તે શાશ્વત છે અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યાયોથી તે અશાશ્વત છે માટે કહ્યું કે, તે શાશ્વત પણ છે – અશાશ્વત પણ છે. હે ભગવન્! કાળની અપેક્ષાએ તે પદ્મવરવેદિકા કેટલો કાળ રહેશે ? હે ગૌતમ ! તે પાવર વેદિકા પહેલા નહોતી એમ પણ નથી, હાલ નથી એમ પણ નહીં અને ભવિષ્યમાં નહીં હોય તેમ પણ નહીં, તે હતી – છે અને રહેશે. તેથી તે પદ્મવર વેદિકા ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. તે પદ્મવરવેદિકા ચારે તરફથી સર્વે દિશામાં વનખંડથી ઘેરાયેલી છે તે વનખંડનો ચક્રવાલ વિખંભ કંઈક ન્યૂન બે યોજન છે, ઉપરિયાલયનની પરિધિ જેટલી તેની પરિધિ છે - યાવત્ – દેવ-દેવીઓ ત્યાં વિચરણ કરે છે. તે ઉપરિકાલયનની ચારે દિશાઓમાં ચાર ટિસોપાન પ્રતિરૂપક છે. યાનવિમાનના સોપાનો સમાન તોરણો, ધ્વજા, છત્રાતિછત્રો પર્યત પૂર્વવતુ જાણવું. તે ઉપરિકાલયનની ઉપર અતિસમરમણીય ભૂમિભાગ છે. યાન–વિમાન – યાવત્ – મણિઓના સ્પર્શ પર્યત આ ભૂમિભાગ જાણવો. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આગમ કથાનુયોગ–૫ તે અતિસમ અને રમણીય ભૂમિભાગના અતિ મધ્યદેશમાં એક વિશાળ મુખ્ય પ્રાસાદાવતુંસક છે. તે ૫૦૦ યોજન ઊંચો અને ૨૫૦ યોજન પહોળો છે. તથા પોતાની ફેલાઈ રહેલી પ્રભાથી હસતો એવો લાગે છે ઇત્યાદિ પૂર્વવત્ જાણવું. તે પ્રધાન પ્રાસાદાવતંસકની સર્વે દિશાઓમાં ઊંચાઈમાં તેનાથી અડધા ઊંચા અન્ય ચાર પ્રાસાદાવતંસકો છે. તે ચારે ૨૫૦ યોજન ઊંચા અને ૧૨૫ યોજન પહોળા છે ઇત્યાદિ પૂર્વવત્ જાણવું. આ પ્રાસાદાવતંસકોની ચારે દિશાઓમાં પોતાની ઊંચાઈથી અડધી ઊંચાઈવાળા અન્ય ચાર પ્રાસાદાવતંસકોથી ઘેરાયેલ છે. તે ૧૨૫ યોજન ઊંચા અને સાડા બાસઠ યોજન પહોળા છે. તે ચારે પ્રાસાદાવાંસકોની ચારે દિશામાં તેનાથી અડધી ઊંચાઈવાળા બીજા ચાર પ્રાસાદવવંસકો છે. જે સાડાબાસઠ યોજન ઊંચા અને ૩૧ યોજન એક કોશ પહોળા છે. ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું. તે મુખ્ય પ્રાસાદાવતંસકના ઇશાન ખૂણામાં ૧૦૦ યોજન લાંબી, ૫. યોજન પહોળી અને ૭૨ યોજન ઊંચી સુધર્માસભા છે તે અનેક સેંકડો સ્તંભો પર સત્રિવિષ્ટ – થાવત્ – અતીવ મનોહર છે. સુધર્મા સભાની ત્રણે દિશામાં ત્રણ વાર છે. પૂર્વમાં, દક્ષિણમાં અને ઉત્તરમાં. આ દ્વાર ૧૬ યોજન ઊંચા, ૮ યોજન પહોળા અને તેટલાં જ પ્રવેશ માર્ગવાળા છે. આ કાર શ્વેત વર્ણના છે, શ્રેષ્ઠ સુવર્ણનિર્મિત શિખરો – યાવત્ – વનમાળાથી અલંકૃત્ છે. ઇત્યાદિ પૂર્વવત્ જાણવું. - તે પ્રત્યેક કારોની આગળ એક–એક મુખમંડપ છે. તે મુખમંડપ ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજન પહોળા અને કંઈક અધિક ૧૬ યોજન ઊંચા છે. શેષ પૂર્વવત્. તે મુખમંડપોની આગળ એક એક પ્રેક્ષાગૃહ મંડપ છે. આ મંડપના દ્વાર, ભૂમિભાગ, ચંદરવા આદિનું વર્ણન મુખમંડપ અનુસાર જાણવું. તેના અતિ સમ અને રમણીય ભૂમિભાગના અતિ મધ્યભાગમાં વજ રત્નોનું બનેલ એક–એક અલપાટક છે. તે અક્ષપાટકના અતિ મધ્યભાગમાં એક એક મણિપીઠિકા છે તે પીઠિકા આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, રત્નોની બનેલી નિર્મલ – થાવત્ - પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાઓ ઉપર એક–એક સિંહાસન છે. તેનું વર્ણન ભદ્રાસન પ્રમાણે જાણવું. તે પ્રેક્ષાગૃહ મંડપો ઉપર આઠ-આઠ મંગલ, ધ્વજાદિ સુશોભિત છે. તે પ્રેક્ષાગૃહ મંડપની આગળ એક–એક મણિપીઠિકા છે. તે આઠ યોજન લાંબીપહોળી, ચાર યોજન જાડી છે. તે પ્રેક્ષાગૃહ મંડપો આગળ એક–એક મણિપીઠિકા છે જે ૧૬-૧૬ યોજન લાંબી-પહોળી અને આઠ યોજન જાડી છે. આ બધી મણિપીઠિકા સર્વાત્મના મણિમય, સ્વચ્છ – યાવત્ - પ્રતિરૂપ છે. તે પ્રત્યેક મણિપીઠિકા ઉપર ૧૬-૧૬ યોજન લાંબા-પહોળા અને ઊંચાઈમાં કંઈક અધિક ૧૬ યોજન ઊંચા શંખ, અંક, ચૈત, સર્વરત્નમય સ્વચ્છ – ચાવત્ - અસાધારણ રમણીય સ્તૂપ બનેલા છે. તે સ્તૂપો પર આઠ-આઠ મંગલ, ધ્વજા, છત્રાતિછત્ર – યાવત્ Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૧૭ - સમ્રપત્ર કમળો સુશોભિત છે. તે સ્તૂપોની ચારે દિશાઓમાં એક–એક મણિપીઠિકા છે. તે પ્રત્યેક આઠ યોજના લાંબી-પહોળી, ચાર યોજન જાડી અનેક પ્રકારના મણિથી નિર્મિત હતી. પ્રત્યેક મણિપીઠિકાની ઉપર સ્તુપની સન્મુખ એવી જિનોત્સધ પ્રમાણવાળી ચાર જિનપ્રતિમા પર્યકાસનથી બિરાજમાન છે – તે આ પ્રમાણે – ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષેણ. તે પ્રત્યેક સ્તૂપોની સામે મણિમયી પીઠિકા બનેલી. આ મણિપીઠિકા ૧૬ યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી મણિમય – યાવત્ – મનોહર છે. તે મણિપીઠિકાઓ ઉપર એક–એક ચૈત્યવૃક્ષ છે. તે બધાં ઊંચાઈમાં આઠ યોજના ઊંચા, જમીનમાં અડધો યોજન ઊંડું છે. તેના સ્કંધ ભાગ બે યોજનાનો અને અડધો યોજન પહોળો છે. સ્કંધમાંથી નીકળીને ઉપર તરફ ફેલાયેલી શાખાઓ છ યોજન ઊંચી અને લંબાઈ પહોળાઈમાં આઠ યોજન છે. તેનું સર્વ પરિમાણ કંઈક અધિક આઠ યોજન છે. આ ચૈત્ય વૃક્ષોનું વર્ણન આ પ્રમાણે છે – આ વૃક્ષોના મૂળ વજરત્નોના, શાખાઓ રજતમય, કંદ રિઝરત્નોના, સ્કંધ વૈર્યમય, મૂળભૂત વિશાળ શાખા શોભનીય, શ્રેષ્ઠ સુવર્ણની, વિવિધ શાખા-પ્રશાખા વિવિધ મણિરત્નોની, પાંદડા વૈડૂર્યરત્નના, વૃત સુવર્ણના, અરુણ, મૃદુ, સુકોમલ, શ્રેષ્ઠ પ્રવાલ, પલ્લવ અને અંકુર જાંબૂનદના છે અને વિચિત્ર મણિરત્નો અને સુરભિગંધયુક્ત પુષ્પફળોના ભારથી નમિત શાખાઓ અને અમૃત સમાન મધુર રસયુક્ત ફળવાળા આ વૃક્ષ સુંદર મનોરમ છાયા, પ્રભા, કાંતિ, શોભાય, ઉદ્યોતથી સંપન્ન નયન–મનને શાંતિદાયક અને પ્રાસાદીય છે. તે ચૈત્યવૃક્ષોની ઉપર આઠ-આઠ મંગલ, ધ્વજા અને છત્રાતિછત્ર સુશોભિત હતા. તે પ્રત્યેક ચૈત્યવૃક્ષોની આગળ એક–એક મણિપીઠિકા છે. જે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી સર્વમણિમય – યાવત્ – પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાઓ ઉપર એક-એક મહેન્દ્રધ્વજ છે. તે ૬૦ યોજન ઊંચો, અડધો કોશ જમીનમાં, અડધો કોશ પહોળો વજરત્નમય – યાવત્ – શિખરોથી અલંકૃત, પ્રાસાદીય – યાવત્ – અભિરૂપ છે. તે મહેન્દ્રધ્વજોની ઉપર આઠ-આઠ મંગલ, ધ્વજા અને છત્રાતિછત્ર છે. તે પ્રત્યેક મહેન્દ્રધ્વજની આગળ એક–એક નંદાપુષ્કરિણી બનેલી છે. આ પુષ્કરિણીઓ ૧૦૦ યોજન લાંબી, ૫૦ યોજન પહોળી, ૧૦ યોજન ઊંડી છે. તે સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે. તેમાં કોઈ કોઈનું પાણી મધુરરસ વાળું છે. આ પ્રત્યેક નંદા પુષ્કરિણી એક–એક પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલી છે. તે નંદાપુષ્કરિણીની ત્રણ દિશાઓમાં ત્રણ સોપાન પંક્તિ છે. તે ત્રણ સોપાન પંક્તિની ઉપર તોરણ, ધ્વજા અને છત્રાતિ છત્ર છે ઇત્યાદિ. સુધર્માસભામાં ૪૮,૦૦૦ મનોગુલિકા છે. તે આ પ્રમાણે પૂર્વમાં ૧૬,૦૦૦, Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પશ્ચિમમાં ૧૬,૦૦૦, દક્ષિણમાં ૮૦૦૦ અને ઉત્તરમાં ૮૦૦૦. તે મનોગુલિકાઓ ઉપર અનેક સ્વર્ણ અને રજતમય ફલક છે. તે સ્વર્ણ રજતમય ફલકો પર અનેક વજ્રરત્નમય નાગદંત છે. તે નાગદંતો પર કાળા સુતરની બનેલ ગોળગોળ લાંબી માળા લટકે છે. સુધર્મસભામાં ૪૮,૦૦૦ ગોમાનસિકા છે. નાગદંત પર્યંત આ વર્ણન મનોગુલિકાની સમાન કરવું. આગમ કથાનુયોગ-૫ તે નાગદંતો પર અનેક રજતમય સીકા લટકે છે. તે સીકામાં અનેક ધૈર્યમય ધૂપઘટિકા છે. આ ધૂપઘટિકા કાલાઅગરુ આદિની સુગંધથી યુક્ત છે. સુધર્માંસભાની અંદર અત્યંત રમણીય સમભૂભાગ છે આ ભૂમિભાગ મણિથી ઉપશોભિત છે ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું. તે અતિ સમરમણીય ભૂમિભાગની વચ્ચોવચ્ચ એક વિશાળ મણિપીઠિકા છે જે આઠ યોજન લાંબી—પહોળી, ચાર યોજન મોટી અને મણિઓની બનેલી છે. તે મણિપીઠિકા ઉપર એક વિશાળ સિંહાસન છે. વર્ણન પૂર્વવત્. તેની વિદિશામાં એક વિશાળ મણિપીઠિકા છે. જે આઠ યોજન લાંબી-પહોળી ચાર યોજન જાડી અને સર્વ મણિમય, સ્વચ્છ થાવત્ - પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર એક શ્રેષ્ઠ, રમણીય, વિશાળ દેવશય્યા છે. જેના પ્રતિપાદ અનેક પ્રકારના મણિઓના છે, સુવર્ણના પાયા છે, પાદશીર્ષક મણિના છે. ગાત્રો સોનાના છે. સાંધા વજ્રરત્નના છે. બાણ રત્નમય છે, તૂલી રજતમય છે. ઓસીકા લોહિતાક્ષ રત્નના છે, ઠંડોપધાનિકા સોનાની છે. તેના પર શરીર પ્રમાણ ઉપધાન બિછાવેલ છે. બંને તરફ તકિયા છે, બંને તરફ ઊંચી અને મધ્યમાં નત અને ગંભીર છે. જે રીતે ગંગાકિનારે રેતીમાં પગ રાખતા તે ધસી જાય છે. તે પ્રકારે આ શય્યા પર બેસતાં જ નીચી ધસી જાય છે તેના પર સુંદર રજસ્રાણ છે, રૂની બનાવેલ ચાદર બિછાવેલી છે તેનો સ્પર્શ આજિનક, રુ, બૂર, માખણ, આકની રૂ જેવો કોમળ છે, રક્તાંશુકથી ઢાંકેલ છે અત્યંત રમણીય છે. - - તે દેવશય્યાના ઇશાન ખૂણામાં આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી સર્વરત્નમયી – યાવત્ - પ્રતિરૂપ એક વિશાળ મણિ પીઠિકા છે તેની ઉપર ૬૦ યોજન ઊંચા, એક યોજન પહોળા, વજ્રમય, સુંદર, ગોળાકાર વિશાળ ક્ષુલ્લક મહેન્દ્રધ્વજ છે, જે સ્વસ્તિક આદિ આઠઆઠ મંગલ, ધ્વજ, છત્રાતિછત્ર યુક્ત છે. તે ક્ષુલ્લક મહેન્દ્રધ્વજની પશ્ચિમ દિશામાં સૂર્યાભદેવનો ચોપ્પાલ નામે પ્રહરણ કોશ છે. જે રત્નમય · યાવત્ - પ્રતિરૂપ છે. તેમાં સૂર્યાભદેવના પરિઘરત્ન, તલવાર, ગદા, ધનુષ આદિ અનેક શ્રેષ્ઠ પ્રહરણ સુરક્ષિત રાખેલા. આ બધાં શસ્ત્ર અત્યંત ઉજ્જ્વળ, ચમકીલા, તીક્ષ્ણ ધારવાળા અને પ્રાસાદીય છે. સુધર્માસભાનો ઉપરી ભાગ આઠ—આઠ મંગલો, ધ્વજા અને છત્રાતિ છત્રોથી શોભિત છે. સુધર્માસભાના ઇશાન ખૂણામાં ઍક વિશાળ ઉપપાતસભા છે. તેનું વર્ણન સુધર્માસભા પ્રમાણે જાણવું – યાવત્ – ત્યાં છત્રાતિછત્ર છે. - Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૧૯ તે ઉપપાતસભાની ઇશાન દિશામાં એક વિશાળ સુદ છે. જે ૧૦૦ યોજન લાંબો, ૫. યોજન પહોળો અને ૧૦ યોજન ઊંડો છે. આ હુદ ચોતરફથી એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલ છે. આ હૃદની ત્રણ બાજુ સિસોપાન પંક્તિઓ બનેલી છે. આ હૃદના ઇશાન ખૂણામાં એક વિશાળ અભિષેકસભા છે. સુધર્માસભા પ્રમાણે જ – યાવત્ – ગોમાનસિકાથી મુક્તાદામ પર્યત જાણવું. ત્યાં સૂર્યાભદેવના અભિષેક યોગ્ય સામગ્રીના ઘણાં ભાંડ રાખેલા છે તથા આ અભિષેક સભાનો ઉપરી ભાગે આઠ-આઠ મંગલ છે. આ અભિષેક સભાના ઇશાન ખૂણામાં એક અલંકારસભા છે તેનું વર્ણન સુધર્માસભા પ્રમાણે જાણવું. તેમાં સૂર્યાભદેવના અલંકારોના ભાંડ રાખેલા છે. તે અલંકારસભાના ઇશાન ખૂણામાં એક વિશાળ વ્યવસાય સભા છે. તેનું વર્ણન ઉપપાતસભાને અનુરૂપ જાણવું. તે વ્યવસાયસભામાં સૂર્યાભદેવનું એક–એક વિશાળ પુસ્તકરત્ન છે. તે પુસ્તકરત્નના પુઠા રિઝરત્નના છે, દોરા સુવર્ણના છે, વિવિધ મણિમય ગાંઠો છે, પત્ર રત્નમય છે, લિપ્યાસન વૈડૂર્યમય છે. તેના ઢાંકણા રિષ્ટ રત્નમય છે. સાંકળ તપનીય સુવર્ણની છે. રિઝરત્નમય શાહી છે, વજરત્નમય લેખની છે, રિઝરત્નમય અક્ષર છે, તેમાં ધાર્મિક લેખ લખેલા છે. વ્યવસાયસભાના ઉપરના ભાગમાં આઠ-આઠ મંગલ છે. તેના ઇશાન ખૂણામાં એક નિંદાપુષ્કરિણી છે. તેનું વર્ણન હુદ સમાન જાણવું. ૦ સૂર્યાભદેવનો અભિષેક : તે કાળે, તે સમયે તત્કાળ ઉત્પન્ન થઈને તે સૂર્યાભદેવ આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાતિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, ભાષામન પર્યાપ્તિ. આ પાંચ પર્યાતિને પ્રાપ્ત થયો. ત્યારપછી સૂર્યાભદેવ શય્યામાંથી ઉઠ્યો, ઉપપાત સભાના પૂર્વદિશાના દ્વારથી નીકળ્યો. પછી હૂદ પાસે આવ્યો, હુદને અનુપ્રદક્ષિણા કરી પૂર્વ દિશાવર્તી તોરણથી હૃદમાં પ્રવેશ્યો. પૂર્વ દિશાની ત્રિસોપાનપંક્તિથી નીચે ઉતર્યો. જળમાં અવગાહન અને જલમજ્જન કર્યું. જલક્રીડા – જલાભિષેક કર્યો. પછી આચમન દ્વારા સ્વચ્છ અને પવિત્ર થઈને હુદની બહાર નીકળ્યો. પછી અભિષેક સભા પાસે આવ્યો. અભિષેકસભાની અનુપ્રદક્ષિણા કરીને પૂર્વ ધારેથી તેમાં પ્રવેશ કર્યો. પછી સિંહાસન પાસે આવીને પૂર્વ દિશા સન્મુખ રહી સિંહાસને બેઠો. ત્યારપછી સૂર્યાભદેવના સામાનિક પરિષદના દેવોએ આભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો તમે જલદીથી સૂર્યાભદેવના અભિષેક માટે મહાઈ, મહાર્ધ મહાર્થ એવી વિપુલ ઇન્દ્રાભિષેક સામગ્રી ઉપસ્થિત કરો. ત્યારે તે આભિયોગિક દેવો આ આજ્ઞા સાંભળી હર્ષિત – યાવત્ – વિકસિત Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આગમ કથાનુયોગ- હૃદય થઈને આવર્તપૂર્વક મસ્તકે અંજલિ કરીને – તે આજ્ઞા વિનયપૂર્વક સ્વીકારી. પછી ઇશાન ખૂણામાં જઈને વૈક્રિય સમુદઘાત કર્યો – યાવત્ – બીજી વખત પણ સમુઘાત કરીને ૧૦૦૮ સુવર્ણ કળશ, ૧૦૦૮ રૂપ્ય કળશ, ૧૦૦૮ મણિમય કળશ, ૧૦૦૮ સુવર્ણ રૂપ્ય કળશ, ૧૦૦૮ સુવર્ણ—મણિમય કળશ, ૧૦૦૮ રૂપ્યમણિમય કળશ, ૧૦૦૮ સુવર્ણરૂપ્યમણિમય કળશ, ૧૦૦૮ ભૌમેય કળશોની અને આ જ પ્રમાણે ભંગાર, દર્પણ, થાળી, પાત્રી, સુપ્રતિષ્ઠાન, વાતકરક, રત્ન કરંડક, સિંડાસન, છત્ર, ચામર, તેલ સમુદ્ર્શકો – યાવત્ -- અંજન સમુદ્રગો અને ધ્વજાઓને વિકવ્ય. ત્યારપછી તે સ્વાભાવિક અને વિકૃર્વિત કળશો – યાવત્ – ધ્વજાને લઈને સૂર્યાભવિમાનથી નીકળ્યા, ઉત્કૃષ્ટ, ચપળ – યાવત્ – તીર્થો અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઓળંગીને જ્યાં શીરોદધિ સમુદ્ર હતો ત્યાં આવ્યા. શીરોદક જળ ભરીને ત્યાંના ઉત્પલ – થાવત્ – સહસ્ત્રપત્ર કમળો લીધા. પછી પુષ્કરોદ સમુદ્ર આવ્યા. પુષ્કરોદક લીધું. ત્યાંના ઉત્પલ – યાવત્ – સહસ્ત્રપત્ર કમળો લીધા. ત્યારપછી મનુષ્ય ક્ષેત્રમાં જ્યાં ભારતઐરાવત ક્ષેત્ર છે ત્યાં આવ્યા. તેમાં માગધ, વરદામ, પ્રભાસ તીર્થે આવીને તીર્થજળ તથા માટી લીધા. – ત્યારપછી ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી મહાનદીઓનું જળ અને માટી લીધા, પછી લઘુહિમવંત અને શિખરી વર્ષધર પર્વતેથી જળ ભર્યું. સર્વઋતુના સર્વોત્તમ સર્વ પ્રકારના પુષ્પ, ગંધ, માળા, ઔષધિ અને સિદ્ધાર્થકો લીધા. પછી પદ્મ અને પંડરીક કહેથી જળ ભર્યું અને ત્યાંના ઉત્પલાદિ કમળ લીધા. પછી હેમવત અને હિરણ્યવત્ ક્ષેત્ર તથા રોહિતા, રોહિતાશા, સ્વર્ણકૂલા અને રૂJકૂલા મહાનદીઓથી જળ ભર્યા અને માટી લીધી. – ત્યારપછી શબ્દાપાતિ, વિકટાપાતિ વૃત્ત વૈતાઢય પર્વતે આવ્યા. આવીને તે જ પ્રમાણે પુષ્પાદિ લીધા. પછી મહાહિમવંત અને રૂકિમ વર્ષધર પર્વતથી જળપુષ્પાદિ લીધા. મહાપદ્ય અને મહાપુંડરિક કહેથી જળ લીધું. પછી હરિવર્ષ અને રયકુ વર્ષ ક્ષેત્રની હરિકાંતા, નારિકતા મહાનદીથી જળ અને માટી લીધા. પછી ગંધાપાતિ અને માલ્યવંત વૃત્તવૈતાઢય પર્વતેથી જળ લીધું. પછી નિષધ અને નીલવંત વર્ષધર પર્વતથી જળ–પુપાદિ લીધા. પછી તિગિંછી અને કેશરીહે આવીને જળ આદિ લીધા. - ત્યારપછી મહાવિદેહ ક્ષેત્રે આવીને સીતા–સીતાદા મહાનદીના જળ અને માટી લીધા. પછી સર્વ ચક્રવર્તીઓના વિજય સ્તંભ અને માગરૂ–વરદામ પ્રભાસ તીર્થંથી જળ લીધું. પછી સર્વે અંતર્નદી અને વક્ષસ્કાર પર્વતના જળ અને માટી તથા પુષ્પાદિ લીધા. પછી મેરુ પર્વતે જઈને ભદ્રશાલવન–નંદનવન, સૌમનસ વન અને પાંડુક વને જઈને સર્વ ઋતુઓના પુષ્પ, માળા, ઔષધિ અને સિદ્ધાર્થકો લીધા, સરસ ગોશીષ ચંદન, દિવ્યપુષ્પ માળા, દર્ટરમલય ચંદન અને સુગંધિત દ્રવ્યો લીધા. આ બધી વસ્તુઓને લઈને એક સ્થાને એકઠા થયા – યાવત્ – સૌધર્મકલ્પ જ્યાં સુધર્માસભા હતી. તેમાં જ્યાં અભિષેકસભા હતી. સૂર્યાભદેવ હતો ત્યાં આવ્યા. મસ્તકે Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૨૧ અંજલિ કરી સૂર્યાભદેવને વધાવી મહાર્થ, મહાઈ, મહાઈ વિપુલ ઇન્દ્રાભિષેક સામગ્રી ઉપસ્થિત કરી. ત્યારપછી ૪૦૦૦ સામાનિક દેવો, સપરિવાર ચાર અગમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત અનીકાધિપતિ – યાવત્ – બીજા પણ અનેક દેવ-દેવીઓએ તે સ્વાભાવિક, વૈક્રિયક શ્રેષ્ઠ કમલ પુષ્પો પર સ્થાપિત, સુગંધિત શુદ્ધ શ્રેષ્ઠ જળથી ભરેલ ચંદનથી ચર્ચિત, પંચરંગી સૂત્રથી બાંધેલ, કાંઠાવાળા, પઘો અને ઉત્પલોથી ઢાંકેલ સુકોમળ કરતલોમાં લીધેલા ૧૦૦૦ સ્વર્ણકળશો – યાવત્ – ભૌમેયકળશોના જળ, માટી, પુષ્પ – યાવતું – સિદ્ધારકોથી મહાન ઋદ્ધિ – યાવત્ – વાદ્યઘોષસહ તે સૂર્યાભદેવનો અતી મહાન્ ઇન્દ્રાભિષેક કર્યો. આ પ્રકારે સૂર્યાભદેવનો અભિષેક થતો હતો ત્યારે કેટલાંક દેવોએ સૂર્યાભ વિમાનમાં મંદમંદ સુગંધી ગંધોદકની વર્ષા કરી. જેથી ત્યાંની ધૂળ દબાઈ ગઈ, પણ જમીન પર પાણી ન ફેલાયુ અને કીચડ પણ ન થયું. કેટલાક દેવોએ સૂર્યાભવિમાનને પ્રમાજીને હતરજ, નખરજ, ભૂરજ, ઉપશાંતરજ, પ્રશાંતરજ કરી દીધું. કેટલાક દેવોએ સૂર્યાભવિમાનના રાજમાર્ગ આદિને પાણીથી સીંચીને, પ્રમાર્જના કરીને છાણ—માટીથી લીંપી સાફ કર્યા. કેટલાંક દેવોએ મંચાતિમંચ કરી સૂર્યાભવિમાનને સજાવ્યું. કેટલાંક દેવોએ વિવિધ પ્રકારના રંગની ધ્વજા અને પતાકાતિ-પતાકાથી મંડિત કર્યું. કેટલાંક દેવોએ સૂર્યાભવિમાનને લીંપીને સ્થાને સ્થાને સરસ, ગોરોચન અને રક્ત દર્દર ચંદનના પંચાંગુલીઓના છાપા માર્યા. કેટલાકે ચર્ચિત કળશ અને ચંદન કળશોના બનેલ તોરણોથી સજાવ્યું. કેટલાકે સૂર્યાભવિમાનને ઉપરથી નીચે સુધી લટકતી એવી લાંબી લાંબી ગોળ માળાથી વિભૂષિત કર્યું. કેટલાંક દેવે પંચવર્ણ સુગંધિત પુષ્પોની રંગોળી કરી, કેટલાંકે કાળો અગરુ, કુદ્રુષ્ક, તુષ્ક અને ધૂપની મઘમઘાતી સુગંધની સૂર્યાભવિમાનને મનમોહક બનાવ્યું. કેટલાક દેવોએ સુરભિગંધથી સુગંધની ગુટિકા જેવું સૂર્યાભવિમાન બનાવ્યું. તો કેટલાક દેવે ત્યાં ચાંદીની, કેટલાક સોનારૂપાની, વજરત્નોની, પુષ્પોની, ફળોની, માળાઓની, સુગંધિત દ્રવ્યોની, સુગંધિત ચૂર્ણોની અને આભરણોની વૃષ્ટિ કરી. કેટલાક દેવોએ એકબીજાને ભેટમાં ચાંદી આપી, કેટલાંકે સુવર્ણ, રત્ન, પુષ્પ, ફળ, માળા, સુગંધી ચૂર્ણ, વસ્ત્ર, ગંધદ્રવ્ય ભેટમાં આપ્યા. કોઈએ આભૂષણ આપ્યા. કેટલાંક દેવે તત, વિતત, ધન અને કૃષિર વાદ્યો વગાડ્યા, કેટલાંકે ઉક્ષિત, પાદાંત, મંદ અને રોચિતા વસાન સંગીત વગાડ્યું. કેટલાંક દેવે દ્રત નૃત્યવિધિ દેખાડી, તો કેટલાકે વિલંબિત, દ્રતવિલંબિત, અંચિત. આરભટ, ભસોલ, આરભટ ભસોલ, ઉત્પાતનિપાત પ્રવૃત્ત, સંકુચિત, પ્રસારિત, રિતારિત, બ્રાંતસંધ્યાત નામક નૃત્યવિધિ દેખાડી. કેટલાંક દેવોએ દાષ્ટ્રતિક, પ્રાત્યાન્તિક, સામતોપનિપાતિક અને લોકાંત મધ્યાવસાનિક એ ચાર અભિનયો અભિનિત કર્યા. તે સિવાય કેટલાક દેવે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આગમ કથાનુયોગ-૫ હર્ષાતિરેકથી ચિત્કાર કર્યા. કેટલાંક દેવે પોતાના શરીરને ફૂલાવ્યું. કેટલાંક નાચવાગાવા લાગ્યા. કેટલાક દેવોએ હક્કાર કર્યા. તો કેટલાકે ગણગણવા લાગ્યા – તાંડવ નૃત્ય કર્યા, ઉછળીને તાલ ઠોક્યો, તાલી વગાડી, કેટલાંક દેવોએ ત્રણ પગે દોડ્યા, કેટલાંકે ઘોડા જેવો હણહણાટ, કોઈએ હાથી જેવી ચિંધાડ, કોઈએ રથોની ઘનઘનાહટ, કોઈએ ઘોડા, હાથી, રથ ત્રણેના અવાજો કર્યા. કેટલાંક દેવાએ ઊંચા કુદકા માર્યા તો કોઈએ લાંબી છલાંગ મારી. કોઈએ હર્ષધ્વનિ કર્યો, કોઈ ઉછળ્યા-ક્યા અને હર્ષધ્વનિ કર્યો. કેટલાંક ઉપર-નીચે કુદયા, કોઈ નીચેઉપર કુદ્યા, કેટલાંક લાંબુ કુદ્યા. કેટલાંક દેવે સિંહગર્જના કરી, કોઈએ રંગ ઉડાડ્યા, કોઈએ ભૂમિ થપથપાવી, કોઈએ આ ત્રણે કાર્યો કર્યા. કેટલાંક દેવોએ મેઘોનો ગડગડાટ કર્યો, કોઈએ વીજળી ચમકાવી, કોઈએ વર્ષા વરસાવી, કોઈએ ત્રણે કર્યું. કેટલાંક દેવોએ બળવાનો, કોઈએ તપવાનો, કોઈએ વિશેષ તપવાનો કોઈએ આ ત્રણે પ્રવૃત્તિ કરી. કેટલાંકે હક્કાર, કોઈએ થુકાર, કોઈએ ધક્કાર, કોઈએ પોતપોતાના નામોનો અવાજ, કોઈએ ચારે પ્રવૃત્તિ કરી. કેટલાંક દેવોએ ટોળી બનાવી, કોઈએ દેવોદ્યોત કર્યો, કેટલાંક મંદમંદ પવન વહાવ્યો, કોઈએ કાકડા કર્યા, કોઈએ દુહદુહ શબ્દો કર્યા કોઈએ વસ્ત્રો ઉછાળ્યા, કોઈએ હાથમાં ઉત્પલ – યાવત્ કમળ લીધા. કોઈએ હાથમાં કળશ – યાવત્ – ધ્વજા લીધી અને હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – વિકસિત હૃદય થઈને ચારે તરફ દોડાદોડી કરી. ત્યારપછી ૪૦૦૦ સામાનિક દેવો – યાવત્ – ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો તથા બીજા પણ સૂર્યાભવાસી દેવો-દેવીઓએ મહા–મહિમાશાળી ઇન્દ્રાભિષેકથી સૂર્યાભદેવને અભિષિક્ત કર્યો. કરીને પ્રત્યેકે બંને હાથ જોડીને મસ્તકે અંજલિપૂર્વક કહ્યું હે નંદ ! તમારો જય થાઓ, હે ભદ્ર! તમારો જય થાઓ, હે જગદાનંદ કારક ! તમારો જય થાઓ, તમારું કલ્યાણ થાઓ, ન જીતેલાને જીતો, જીતેલનું પાલન કરો, જીતેલાની મધ્યે વસો, દેવામાં ઇન્દ્રસમાન, તારમાં ચંદ્ર-અસુરોમાં ચમર, નાગોમાં ધરણેન્દ્ર, મનુષ્યોમાં ભરત ચક્રવર્તી સમાન અનેક પલ્યોપમો, અનેક સાગરોપમો સુધી ૪૦૦૦ સામાનિક દેવો – યાવત્ - સૂર્યાભવિમાનવાસી અન્ય અનેક દેવ-દેવીઓનું અતિશય રૂપે આધિપત્ય કરતા, પાલન કરતા વિચરો. આ પ્રમાણે કહીને પુનઃ જયજયકાર કર્યો. અતિશય મહિમાશાલી ઇન્દ્રાભિષેકથી અભિષિક્ત થયા બાદ તે સૂર્યાભદેવ અભિષેક સભાના પૂર્વદિશાવર્તી દ્વારની બહાર નીકળીને જ્યાં અલંકાર સભા હતી, ત્યાં આવ્યો. અલંકારસભાની અનુપ્રદક્ષિણા કરીને પૂર્વ દિશાના દ્વારેથી અલંકારસભામાં પ્રવેશ કર્યો. સિંહાસન પાસે આવ્યો. આવીને પૂર્વાભિમુખ થઈને તે શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો. Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ત્યારે સૂર્યાભદેવના સામાનિક પરિષદના દેવોએ તેમની સામે અલંકાર ભાંડ ઉપસ્થિત કર્યાં. ત્યારપછી સર્વ પ્રથમ રોમયુક્ત સુકોમલ, કાષાયિક સુરભિગંધથી સુવાસિત વસ્ત્રથી શરીર લૂંછ્યુ. લુંછીને સરસ ગોશીર્ષ ચંદનથી વિલેપન કર્યું, અતિબારિક, નેત્રાકર્ષક, સુંદર વર્ણ અને સ્પર્શવાળા, ઘોડાની લારથી પણ કોમળ, ધવલ, સોનેરી વેલ અને બુટ્ટાવાળા, આકાશ અને સ્ફટિક મણિ જેવી પ્રભાવાળા દિવ્ય દેવદૂયુગલ પહેર્યા. ત્યારપછી ગળામાં હાર, અર્ધહાર, એકાવલિ, મુક્તાવલિ, રત્નાવલિ પહેર્યા, ભુજાઓમાં અંગદ, કેયૂર, કડા, ત્રુટિત, કરધની, વીંટીઓ, વક્ષસૂત્ર, મુરવિ, કંઠી, ઝુમખા, કુંડલ, ચૂડામણિ, મુગટ ધારણ કર્યા. ત્યારપછી ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ ચાર પ્રકારની માળાથી પોતાને કલ્પવૃક્ષ સમાન અલંકૃત કર્યાં. શરીર દદ્દર મલય ચંદનનું સુગંધિત ચૂર્ણ નાંખ્યુ. દિવ્ય પુષ્પમાળાઓ ધારણ કરી. ત્યારપછી કેશાલંકારો, માલ્યાલંકારો, આભરણાલંકારો અને વસ્ત્રાલંકારો. આ ચાર પ્રકારના અલંકારોથી અલંકૃત વિભૂષિત થઈને તે સૂર્યાભદેવ સિંહાસનથી ઉઠ્યો. અલંકાર સભાના પૂર્વ દ્વારેથી બહાર નીકળ્યો. વ્યવસાયસભા પાસે આવ્યો. વ્યવસાયસભાને અનુપ્રદક્ષિણા કરી, પૂર્વદિશાના દ્વારેથી ત્યાં પ્રવેશ્યો. પ્રવેશીને જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યો યાવત્ – તે શ્રેષ્ઠ સિંહાસને બેઠો. ત્યારપછી તે સૂર્યાભદેવના સામાનિક પર્ષદાના દેવોએ તેની સામે પુસ્તકરત્ન રાખ્યું. ત્યારે સૂર્યાભદેવે પુસ્તક હાથમાં લીધું. પછી ખોલ્યું. પછી તેને વાંચ્યુ. પુસ્તકરત્ન વાંચીને ધાર્મિક કાર્ય કરવાનો નિશ્ચય કર્યો. પુસ્તકરત્ન પાછું મૂક્યું. પછી સિંહાસનેથી ઉઠ્યો. ઉઠીને વ્યવસાયસભાના પૂર્વ દ્વારેથી બહાર નીકળ્યો. નંદાપુષ્કરિણીઓ આવ્યો. તેના પૂર્વી તોરણ અને ત્રિસોપાનેથી તેમાં ઉતર્યો. હાથ-પગ ધોયા. આચમન કર્યું. પૂર્ણરૂપે સ્વચ્છ અને પરમ શુદ્ધ થઈને મત્ત ગજરાજ મુખાકૃતિ જેવી એક વિશાળ, શ્વેત, ધવલ, રજતમય વિમલ જળથી ભરેલી ભંગાર લીધી. લઈને ત્યાંના ઉત્પલ યાવત્ કમળોને લીધા. નંદાપુષ્કરિણીથી બહાર નીકળ્યો. નીકળીને સિદ્ધાયતન તરફ જવા ઉદ્યત થયો. - ૨૨૩ ત્યારે તે સૂર્યાભદેવના ૪૦૦૦ સામાનિક યાવત્ - ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવ અને સૂર્યાભવાસી બીજા દેવ—દેવીઓ પણ હાથમાં ઉત્પલ – યાવત્ – કમળોને લઈને સૂર્યાભદેવની પાછળ—પાછળ ચાલ્યા. ત્યારપછી સૂર્યાભદેવના અનેક આભિયોગિક દેવ અને દેવીઓમાંથી કોઈ હાથમાં કળશ યાવત્ – કોઈ ધૂપદાનો લઈને હર્ષિત – યાવત્ – વિકસિત હૃદય થઈને સૂર્યાભદેવની પાછળ ચાલ્યા. સૂર્યાભદેવ દ્વારા જિન પૂજા આદિ ધર્મકાર્યો : O 1 - ત્યારપછી તે સૂર્યાભદેવ ૪૦૦૦ સામાનિક દેવ - યાવત્ – બીજા દેવદેવીથી પરિવેષ્ટિત થઈને પોતાની સમસ્ત ઋદ્ધિ – યાવત્ – વાદ્ય નિનાદો સહ સિદ્ધાયતન પાસે આવ્યા. આવીને પૂર્વ દ્વારેથી સિદ્ધાયતનમાં પ્રવેશ્યા. જ્યાં દેવછંદક હતું, જ્યાં Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આગમ કથાનુયોગ-૫ જિનપ્રતિમાઓ હતી ત્યાં આવ્યા. આવીને જિનપ્રતિમાને જોતા જ તેમને પ્રણામ કર્યા. પ્રણામ કરીને લોમમયી પ્રમાર્જની હાથમાં લીધી. જિનપ્રતિમા પ્રમાર્જિત કરી. પછી સુરભિગંધોદકથી તે પ્રતિમાઓનું પ્રક્ષાલન કર્યું. સરસ ગોશીષ ચંદનનો લેપ કર્યો. કાષાયિક સુરભિગંધથી સુવાસિત અંગ લુંછણાથી શરીર લુછયુ. લુંછીને તે જિનપ્રતિમાઓને અખંડ દેવદૂષ્ય યુગલ પહેરાવ્યા. પુષ્પ, માલા, ગંધ, ચૂર્ણ, વર્ણ, વસ્ત્ર અને આભૂષણ ચઢાવ્યા. લાંબી-લાંબી ગોળ માળા પહેરાવી. કેશ–પાશ સદેશ હાથમાં લઈને પંચરંગી પુષ્પો વિખેર્યા. મંડન કર્યા. ત્યારપછી તે જિનપ્રતિમાઓ સન્મુખ શુભ-રજતમય અસતોથી આઠ–આઠ મંગલોનું આલેખન કર્યા. તે આ પ્રમાણે – સ્વસ્તિક – યાવત્ – દર્પણ. ત્યારપછી કાલોઅગર, શ્રેષ્ઠ કુંદરુષ્ક, તુરષ્ક અને ધૂપની મહેકતી સુગંધથી પ્રાપ્ત, મધમધાયમાન, ધૂપબત્ત સમાન ગંધને ફેલાવનાર ચંદ્રકાંતમણિ, વજરત્ન, વૈડૂર્યમણિની ડાંડી તથા સુવર્ણ, મણિરત્નોથી ચિત્રિત એવા વૈડૂર્યમય ધૂપદાનને લઈને ધૂપક્ષેપ કર્યો. પછી વિશુદ્ધ, શાસ્ત્રાનુકૂલ, અપૂર્વ અર્થ સંપન્ન, અપુનરુક્ત, મહિમાશાલી ૧૦૮ છંદોમાં સ્તુતિ કરી. સાત-આઠ કદમ પાછળ ખસ્યો. ડાબો ઘૂંટણ ઊંચો કર્યો, જમણો ઘૂંટણ જમીને ટેકાવ્યો. મસ્તકને ત્રણ વખત ભૂમિતલે લગાડ્યું. પછી કંઈક ઊંચુ કર્યું. બંને હાથ જોડી આવર્તપૂર્વક મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ, આદિકર, તિર્થંકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, પુરુષવરગંધહસ્તી, લોકોત્તમ, લોકનાથ, લોકહિતકર્તા, લોકપ્રદીપ, લોકપ્રદ્યોતકર, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, શરણદાતા, બોધિદાતા, ધર્મદાતા, ધર્મદેશક, ધર્મનાયક, ધર્મસારથી, ધર્મવરચાતુરંતચક્રવર્તી, અપ્રતિહત ઉત્તમ જ્ઞાનદર્શનધર, વિવૃત્તછ%, જિન, જિતાવનાર, તિર્ણ, તારક, બુદ્ધ, બોધક, મુક્ત, મોચક, સર્વજ્ઞ, સર્વદર્શી, શિવ અચલ અરુગ અનંત અક્ષય અવ્યાબાધ અપુનરાવૃત્તિરૂપ સિદ્ધિગતિ નામક સ્થાનમાં બિરાજમાન સિદ્ધ ભગવંતોને મારા નમસ્કાર થાઓ. સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને તે સૂર્યાભદેવ જ્યાં દેવછંદક હતું, સિદ્ધાયતનનો અતિ મધ્યદેશ ભાગ હતો ત્યાં આવ્યો. આવીને મયૂરપિચ્છ લીધી. સિદ્ધાયતનના અતિ મધ્યભાગ પ્રમાર્જિત કર્યો. પછી દિવ્ય જળધારાથી સીંચ્યો. સરસગોશીષ ચંદનના થાપા લગાવ્યા, મંડલ આલેખ્યું. કચગ્રહવત્ – યાવત્ – પુષ્પગુંજોપચાર કર્યો. પછી ધૂપ ઉવેખ્યો. ત્યારપછી જ્યાં સિદ્ધાયતનનું દક્ષિણ દ્વાર હતું, ત્યાં આવ્યો. મયૂરપિચ્છ લીધું, દ્વારવેદિકા, કાષ્ઠપુતળીઓ અને વ્યાલરૂપોને પ્રમાર્જિત કર્યા. પછી દિવ્ય જળધારાથી સીંચ્યા. સરસગોશીષ ચંદનથી ચર્ચિત કર્યા, ધૂપક્ષેપ કર્યો. પુષ્પ ચઢાવ્યા, માળાઓ ચઢાવી – યાવત્ – આભૂષણ ચઢાવ્યા, માળા ચઢાવી – યાવત્ – ધૂપ ઉવેખ્યો. પછી દક્ષિણ હારના મુખમંડપના અતિ મધ્યદેશ ભાગ હતો ત્યાં આવ્યો, મયૂર પિચ્છ લીધી, અતિ મધ્યભાગને પ્રમજ્યો, પ્રમાજિને દિવ્ય જળધારાથી સીંચ્યો. સીંચીને સરસ ગોશીષ ચંદનના થાપા લગાવ્યા – યાવત્ – ધૂપ ઉવેખ્યો. Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૨૫ પછી તે દક્ષિણ દિશાવર્તી મુખમંડપના પશ્ચિમી દ્વારે આવ્યો. મયૂરપિચ્છ લીધું. દ્વાર ચેટિકા, પુતળીઓ, વ્યાલરૂપો પ્રમાર્જિત કર્યા. દિવ્ય જલધારાથી સીંચ્યો – ચાવતું – ધૂપ ઉવેખ્યો, પુષ્પ ચઢાવ્યા – યાવત્ – આભૂષણ ચઢાવ્યા – યાવત્ – ધૂપ ઉવેખ્યો. તે દક્ષિણ દિશાના મુખમંડપથી ઉત્તર દિશાવર્તી સ્તંભપંક્તિ હતી ત્યાં આવ્યો. મયૂરપિચ્છ ઉઠાવી, ધાર ચેટિકાઓ, પુતળીઓ, વાલરૂપોને પ્રમાર્જિત કર્યા – યાવત્ કચગ્રાવતું મુક્ત કરેલ પુષ્પjજો મંડિત કરીને, ધૂપ ઉવેખ્યો. પછી દક્ષિણ દિશાવર્તી મુખમંડપનું જ્યાં પૂર્વ દિશાવર્તી હાર હતું ત્યાં આવ્યો. આવીને મોરપીંછી લીધી, કાર ચેટિકા આદિ પ્રમાર્જિત કર્યા ઇત્યાદ પૂર્વવતું. પછી તે દક્ષિણ દિશાવર્ત મુખમંડપના દક્ષિણ દ્વારે આવ્યો, આવીને હાર ચેટિકા આદિ મોરપીંછીથી પ્રમાર્જિત કર્યા, ઇત્યાદિ વર્ણન પૂર્વવતું. ત્યારપછી જ્યાં દક્ષિણી પ્રેક્ષાગૃહ મંડપ હતું, તેનો અતિમધ્યદેશ ભાગ હતો, ત્યાં આવ્યો. તેમાં પણ વજરત્નમય અક્ષપાટ હતો, મણિપીઠિકા હતી, સિંહાસન હતું ત્યાં આવ્યો, મોરપીંછી લીધી, તેનાથી અક્ષપાટ, મણિપીઠિકા અને સિંહાસન પ્રમાર્જિત કર્યું, દિવ્ય જલધારાથી સીંચ્ય, સરસગોશીષ ચંદનથી ચર્ચિત કર્યું, ધૂપક્ષેપ કર્યો. પુષ્પ ચઢાવ્યા, લાંબી લાંબી ગોળ માળા લટકાવી, ધૂપ ઉવેખ્યો. પછી દક્ષિણી પ્રેક્ષાગૃહ મંડપના પશ્ચિમ દિશાવર્તી દ્વારે, ઉત્તર દિશા તારે, પૂર્વ દિશા દ્વારે અને દક્ષિણ દિશા દ્વારે મયૂર પીંછી લઈ પ્રમાર્જનાદિ કર્યા ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું. ત્યાંથી દક્ષિણ દિશાના ચૈત્યસ્તૂપે આવ્યો. સ્તૂપ મણિપીઠિકાને દિવ્ય જલધારાથી અભિસિંચિત્ કર્યા. સરસ ગોશીષ ચંદનથી ચર્ચિત કર્યા, ધૂપ ઉવેખ્યો, પુષ્પ ચઢાવ્યા, માળા લટકાવી – યાવત્ – ધૂપ ઉવેખ્યો. ત્યાંથી પશ્ચિમદિશાની મણિપીઠિકા હતી, પશ્ચિમ દિશાસ્થિત જિનપ્રતિમા હતી ત્યાં પૂર્વવત્ જલસિંચનથી ધૂપ પ્રક્ષેપ સુધી સર્વ કાર્યો કર્યા. ત્યારપછી જ્યાં ઉત્તર દિશાની મણિપીઠિકા હતી, ઉત્તર દિશા સ્થિત જિનપ્રતિમા હતી ત્યાં પૂર્વવત્ સર્વે કાર્યો કર્યા. આ જ પ્રમાણે પૂર્વ દિશાવર્તી અને દક્ષિણ દિશાવર્તી જિનપ્રતિમા હતી ત્યાં પણ પૂર્વવત્ કાર્ય કર્યા. ત્યારપછી જ્યાં દક્ષિણ દિશાવર્તી ચૈત્યવૃક્ષ હતું ત્યાં આવીને પણ તેણે પૂર્વવત્ જલપ્રક્ષેપ આદિ સર્વે કાર્યો કર્યા. પછી જ્યાં મહેન્દ્રધ્વજ હતો, જ્યાં દક્ષિણ દિશાની નંદાપુષ્કરિણી હતી, ત્યાં આવ્યો. મોરપીંછી લીધી, તોરણ, ત્રિસોપાનક પંક્તિ, પૂતળીઓ, વ્યાલરૂપોને મોરપીંછીથી પ્રમાર્જિત કર્યા, દિવ્ય જલધારાથી સીંચ્યા – યાવત્ – ધૂપ ઉવેખ્યો. પછી સિદ્ધાયતનની અનુપ્રદક્ષિણા કરી, ત્યાંથી ઉત્તર દિશાવર્તી નંદાપુષ્કરિણી હતી ત્યાં આવીને પૂર્વવત્ જલસિંચનાદિ કર્યા. ત્યાંથી ઉત્તર દિશાવર્તી ચૈત્યવૃક્ષ હતું ત્યાં આવ્યો, દક્ષિણ દિશાવર્તી ચૈત્યસ્તૂપવત્ સર્વ કાર્ય કર્યા. પછી જ્યાં પશ્ચિમ દિશાવર્તી મણિપીઠિકા હતી, પશ્ચિમ દિશા સ્થિત જિનપ્રતિમા Jain Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આગમ કથાનુયોગ-૫ હતી, ત્યાં પૂર્વવત્ પૂજા કરી. એ જ પ્રમાણે ઉત્તર દિશાવ – પૂર્વ દિશાવર્તી દક્ષિણ સ્તંભપંક્તિ માટે એ જ પ્રમાણે પૂજા આદિ કર્યા. પછી ઉત્તર દિશાના મુખમંડપના બહુમધ્યદેશ ભાગે આવીને પૂર્વવત્ પ્રમાર્જનાદિ કર્યા, એ જ પ્રમાણે પશ્ચિમી – ઉત્તરી કાર તથા દક્ષિણ દિશા સ્થિત સ્તંભ પંક્તિ પાસે આવીને પૂર્વવત્ પ્રમાર્જનાદિ કર્યા. પછી સિદ્વાયતનના ઉત્તરી વારે આવીને પ્રમાર્જનાદિ કર્યા. પછી સિદ્ધાયતનના પૂર્વ ધારે પૂર્વવત્ કાર્યો કર્યા. ત્યારપછી જ્યાં પૂર્વ દિશાનો મુખમંડપનો, અતિ મધ્યદેશ ભાગ હતો, ત્યાં આવ્યો. આવીને પ્રમાર્જનાદિ પૂર્વવત્ કાર્યો કર્યા. પછી તેના દક્ષિણી ભાગે અને પશ્ચિમી દિશાની સ્તંભપંક્તિ હતી ત્યાં આવ્યો, પછી ઉત્તર દિશાના દ્વારે આવ્યો અને પૂર્વવત્ પ્રમાર્જનાદિ કર્યા. આ જ પ્રકારે પૂર્વ દિશાના દ્વારે આવી પૂર્વવત્ સર્વ કાર્યો કર્યા. ત્યારપછી પૂર્વ દિશાના પ્રેક્ષાગૃહ મંડપમાં આવ્યો અને ત્યાં આવીને અક્ષપાટક આદિનું પ્રમાર્જન કર્યા, ધૂપ ઉવેખ્યો આદિ, પછી ક્રમશઃ એ જ પ્રકારે સ્તૂપની, જિનપ્રતિમાઓની, ચૈત્યવૃક્ષની, મહેન્દ્રધ્વજની, નંદાપુષ્કરિણીની, ત્રિસોપાન પંક્તિ આદિની પ્રમાર્જના કરવાથી લઈને ધૂપક્ષેપ પર્વતના સર્વે કાર્યો કર્યા. ત્યારપછી જ્યાં સુધર્માસભા હતી ત્યાં આવ્યો, આવીને પૂર્વ દિશાવર્તી હારથી સુધર્મા સભામાં પ્રવેશ્યો, જ્યાં માણવક ચૈત્યસ્તંભ હતો, તેમાં જ્યાં વજય ગોળ સમુદ્ગક રાખેલ, ત્યાં આવીને મોરપીંછી લીધી. તેનાથી વજય ગોળ સમુદ્ગકને પ્રમાર્જિત કર્યા. પછી તે સમુક ખોલ્યા, તેમાં રાખેલ જિન અસ્થિઓને લોમહસ્તકથી પ્રમાર્જિત કર્યા. પછી સુગંધિત ગંધોદકથી પ્રક્ષાલન કર્યું, સર્વોત્તમ શ્રેષ્ઠ ગંધ અને પુષ્પો અને માળાઓથી અર્ચના કરી, ધૂપક્ષેપ કર્યો. પછી તે જિનઅસ્થિઓને તે જ વિજય ગોલ સમુદ્રકોમાં બંધ કરીને રાખ્યા. રાખીને મોરપીંછીથી માણવક ચૈત્ય સ્તંભ પ્રમાર્જિત કર્યા – યાવત્ – ધૂપક્ષેપ કર્યો. ત્યારપછી જ્યાં સિંહાસન હતું, ત્યાં આવ્યો પૂર્વવત્ પૂજા કરી, પછી દેવ શય્યા પાસે આવીને પ્રમાર્જનાદિ કર્યા પછી મહેન્દ્રધ્વજ પાસે આવી પ્રમાર્જનાદિ કર્યા. પછી ચૌપાલ નામક પ્રહરણકોશમાં આવ્યો, લોમહસ્તક લઈને પ્રહરણ કોશ પ્રમાર્જિત કરી – યાવત્ – ધૂપક્ષેપ કર્યો. પછી સુધર્માસભાના અતિ મધ્ય ભાગમાં દેવશય્યા અને મણિપીઠિકાને પ્રમાર્જનાદિ કર્યા, પછી ઉપપાત સભાના દક્ષિણ દ્વારે આવ્યો, ત્યાં આવીને અભિષેકસભાની માફક અહીં પણ પ્રમાર્જનાદિ કાર્યો કર્યા. પછી હુદે આવી તોરણ, ત્રિસોપાન, કાષ્ઠ પુતળી અને વાલરૂપોની પ્રમાર્જનાદિ કરી. ત્યાંથી જ્યાં અભિષેકસભા હતી ત્યાં આવ્યો. પૂર્વવત્ પ્રમાર્જનાદિ કર્યા. ત્યારપછી સિદ્ધાયતન સમાન પૂર્વ દિશાવર્ત નંદાપુષ્કરિણી પર્યત ધૂપક્ષપાદિ પર્યત સર્વ કાર્ય સંપન્ન કર્યા. પછી અલંકારસભામાં એ જ પ્રમાણે પ્રમાર્જનાદિ કર્યા. પછી વ્યવસાય- સભામાં આવી મોરપીંછીથી પુસ્તકરત્ન પ્રમાર્જન કર્યું – યાવત્ – ધૂપપાદિ કાર્યો કર્યા. પછી પૂર્વ દિશાવર્ત નંદાપુષ્કરિણીના હૃદમાં તોરણ, ટિસોપાન પંક્તિ, કાષ્ઠપુતળી, વાલરૂપોની પ્રમાર્જનાદિ કર્યા. Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૨૭ ત્યારપછી બલિપીઠે આવી બલિવિસર્જન કરીને આભિયોગિક દેવાને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમ જાઓ અને જલદીથી શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્રો, ચતુર્મુખો, રાજમાર્ગો, પ્રાકારો, અટ્ટાલિકાઓ, ચારિકાઓ, વારો, ગોપુરો, તોરણો, આરામો, ઉદ્યાનો, વનો, વનરાજિઓ, કાનનો, વનખંડોમાં જઈ–જઈને અર્થનિકા કરો. મારી આ મને પાછી આપો. ત્યારે તે આભિયોગિક દેવોએ સૂર્યાભદેવની આ આજ્ઞા સાંભળીને – યાવત – સ્વીકારીને સૂર્યાભવિમાનના શૃંગાટકો – યાવત્ – વનખંડોની અર્થનિકા કરી. સૂર્યાભદેવને આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે સૂર્યાભદેવ નંદાપુષ્કરિણીએ આવી, પૂર્વદિશાના ત્રિસોપાનથી તેમાં ઉતરી હાથ-પગ ધોયા. નંદાપુષ્કરિણીની બહાર નીકળી સુધર્માસભા તરફ જવા ઉદ્યત થયો. ત્યારે તે સૂર્યાભદેવના ૪૦૦૦ સામાનિકદેવો – યાવત્ – બીજા અનેક દેવ-દેવીઓથી પરિવેષ્ટિત થઈને સર્વ ઋદ્ધિ – યાવત્ – તુમુલવાદ્ય ધ્વનિપૂર્વક સુધર્માસભાએ આવીને પૂર્વ ધારેથી પ્રવેશ્યો. સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠો. ત્યારપછી તે સૂર્યાભદેવના વાયવ્ય અને ઇશાન ખૂણામાં સ્થાપિત ૪૦૦૦ ભદ્રાસનો પર સામાનિક દેવો બેઠા. પૂર્વ દિશામાં ચાર ભદ્રાસનો પર ચાર અગ્રમહિષી બેઠી, અગ્નિ ખૂણામાં આવ્યંતર પર્ષદાના ૮૦૦૦ ભદ્રાસનો પર ૮૦૦૦ દેવો બેઠા. દક્ષિણ દિશામાં મધ્યમ પર્ષદાના ૧૦,૦૦૦ દેવો બેઠા. નૈઋત્ય ખૂણામાં બાહ્ય પર્ષદાના ૧૨,૦૦૦ દેવો બેઠા. પશ્ચિમમાં સાત અનીકાધિપતિ, ચારે દિશામાં ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, પોતપોતાના ભદ્રાસને બેઠા. આ બધાં આત્મરક્ષક દેવોએ ગાઢ બંધન બદ્ધ કવચ શરીર પર ધારણ કરી, બાણ અને પ્રત્યંચાયુક્ત ધનુષ્યોને હાથમાં લઈ, ગળામાં ચૈવેયક પહેરી, વિમલશ્રેષ્ઠ ચિન્ડપટ્ટક બાંધી, આયુધ-પ્રહરણોથી સજ્જિત થઈ, ત્રણ સ્થાને નમિત અને જોડાયેલા વજમય અગ્ર ભાગવાળા ધનુષ–દંડ અને બાણોને લઈને, નીલ, પીત, લાલ પ્રભાવાળા બાણ, ધનુષ, ચારુ, ગોફણ, દંડ, તલવાર, પાશ લઈને એકાગ્ર મનથી રક્ષા કરવાને તત્પર, આજ્ઞા ગોપનમાં સાવધાન, ગુપ્ત આદેશ પાલક, સેવકોચિત ગુણયુક્ત, સ્વકર્તવ્ય પાલને ઉદ્યત થઈને વિનયપૂર્વક સ્વઆચાર મર્યાદાનુસાર કિંકર જેવા થઈને બેઠા. ૦ સૂર્યાભ આદિ દેવની સ્થિતિ : હે ભગવન્! સૂર્યાભદેવની સ્થિતિ કેટલા કાળની બતાવી છે ? હે ગૌતમ ! સૂર્યાભદેવની સ્થિતિ ચાર પલ્યોપમની છે. હે ભગવન્! સૂર્યાભદેવના સામાનિક દેવોની સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ ! તે પણ ચાર પલ્યોપમની જ બતાવી છે. આ સૂર્યાભદેવ મહાદ્ધિ, મહાદ્યુતિ, મહાબલ, મહાયશ, મહા સૌખ્ય અને મહાપ્રભાવવાળો છે. અહો ભગવન્! સૂર્યાભદેવની આવી મહાનું ઋદ્ધિ – યાવત્ પ્રભાવ છે ! Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ આગમ કથાનુયોગ-૫ -- - -- ૦ સૂર્યાભદેવ સંબંધી ગૌતમસ્વામીના પ્રશ્નો : હે ભગવન્! સૂર્યાભદેવને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવપ્રભાવ કઈ રીતે મળ્યો ? કઈ રીતે પ્રાપ્ત કર્યો ? કઈ રીતે અધિગત થયો ? તેનું ગોત્ર શું હતું? કયા ગામ – યાવત્ – સંનિવેશનો હતો ? તેણે શું આપ્યું ? શું ભોગવ્યું? શું કર્યું? શું સમાચર્યું ? કયા તથારૂપ શ્રમણ કે માહણના એવા કયા ધાર્મિક આર્ય સુવચનને સાંભળ્યું, હૃદયમાં અવધાર્યું જેનાથી સૂર્યાભદેવને તે દિવ્ય દેવદ્ધિ – યાવતું – દિવ્ય દેવાનુભાવ – યાવત્ – પ્રાપ્ત થયો ? હે ગૌતમ ! આ પ્રમાણે સંબોધિત કરીને ભગવંત મહાવીરે કહ્યું ૦ પ્રદેશી રાજાનો ભવ – તેનો પરીચય : હે ગૌતમ ! તે કાળે તે સમયે આ જંબૂલીપ નામક હીપના ભરતક્ષેત્રમાં કૈકયાર્ધ નામક જનપદ હતું જે દ્વિસંપન્ન, સ્વિમિત, સમૃદ્ધ હતું. સર્વ ઋતુના ફળફૂલોથી સમૃદ્ધ, રમણીય, નંદનવન સમ મનોરમ – યાવત્ – પ્રતિરૂપ હતું. તે કેકયાર્ટ જનપદમાં સેવિયાનામક નગરી હતી, તે ઋદ્ધિસંપન્ન, તિમિત, સમૃદ્ધ – યાવત્ – પ્રતિરૂપ હતી. તેની બહાર ઇશાન ખૂણામાં મૃગવન નામક ઉદ્યાન હતું. તે ઉદ્યાન રમણીય, નંદનવન સમ શોભા સંપન્ન, સર્વઋતુના ફળફૂલથી સમૃદ્ધ, શુભ, સુરભિગંધ, શીતળ છાયાથી સર્વ દિશામાં વ્યાપ્ત – યાવત્ – પ્રતિરૂપ હતું. તે સેવિયા નગરીમાં પ્રદેશી નામક રાજા હતો. તે મહાહિમવાનું – યાવતુ - વિચરતો હતો. પણ તે અધાર્મિક, અધર્મિષ્ઠ, અધર્મકથી, અધમનુગ, અધર્મપ્રલોકી, અધર્મપ્રજનક, અધર્મશીલ સમ આચારવાળો, અધર્મથી આજીવિકા કરતો, હણવા, છેદવા, ભેદવામાં પ્રર્વતતો, પાપી, ચંડ, રુદ્ર, શુદ્ધ, રક્તરંજિત હાથવાળો, સાહસિક, ઉત્કંચન, વચન, માયા, નિકૃ તિ, ફૂડ, કપટ, સાતિ, સંપ્રયોગની બહુલતાવાળો, શીલ, વ્રત, ગુણ, મર્યાદા, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ રહિત, અનેક દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરિસૃપના ઘાત, વધ, ઉચ્છેદનમાં સાક્ષાત્ અધર્મરૂપ કેતુની સમાન હતો. ગુરુજનનો આદર ન કરતો, વિનય ન કરતો, શ્રમણ—માહણનો વિનય ન કરતો, જનપદ અને પ્રજાજનોનો રાજકર લઈને પણ સમ્યક્ પ્રકારે પાલન કરતો ન હતો. તે પ્રદેશ રાજાની સૂર્યકાંતા નામે રાણી હતી. જે સુકુમાલ હાથ–પગવાળી ઇત્યાદિ ધારિણી રાણી સમાન હતી. તેણી પ્રદેશ રાજા પ્રતિ અનુરકતા, અવિરક્તા અને ઇષ્ટ શબ્દ, રૂપ – યાવત્ – ભોગ ભોગવતી વિચરતી હતી. તે પ્રદેશી રાજાને જ્યેષ્ઠ પુત્ર, સૂર્યકાંતા દેવીનો આત્મજ સૂર્યકાંત નામક કુમાર હતો. જે સુકુમાલ હાથ–પગયુક્ત – યાવત્ – પ્રતિરૂપ હતો. તે યુવરાજ પણ હતો. પ્રદેશી રાજાના રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, કોશ, કોઠાર, પુર, અંતઃપુર અને જનપદની સ્વયં દેખભાળ કરતો વિચરતો હતો તે પ્રદેશી રાજાને ઉંમરમાં મોટો, મોટા ભાઈ સમાન ચિત્ત નામે સારથી હતો. તે ઋદ્ધિમાનું – યાવતું – અનેક લોકોથી અપરાભૂત હતો. સામ, દંડ, ભેદ, ઉપપ્રદાન, Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૨૯ અર્થશાસ્ત્ર, ઇહા, મતિ, વિશારદ હતો. ઔત્પાતિકી – યાવત્ – પારિણામિકી ચારે પ્રકારની બુદ્ધિથી ઉપયુક્ત હતો. તે પ્રદેશ રાજાના અનેક કાર્યોમાં – યાવત્ – વ્યવહારોમાં પૂછવા યોગ્ય – પ્રતિપૃચ્છા યોગ્ય, મેઢી પ્રમાણ – યાવતું – રાજ્ય ધુરાનો શુભચિંતક હતો. ૦ જિતશત્રુ રાજા પાસે ચિત્ત સારથીને મોકલવો : તે કાળે, તે સમયે કુણાલ નામે જનપદ હતું. તે ઋદ્ધિયુક્ત, તિમિત, સમૃદ્ધ – થાવત્ – પ્રતિરૂપ હતું. તે કુણાલ જનપદમાં શ્રાવસ્તી નગરી હતી. તે નગરી બહાર ઇશાન ખૂણામાં કોષ્ઠક નામે ચૈત્ય હતું. તે પ્રાચીન – યાવત્ – પ્રતિરૂપ હતું. તે શ્રાવસ્તી નગરીમાં પ્રદેશી રાજાનો અંતેવાસી જિતશત્રુ નામે રાજા હતો. જે મહાહિમવત્ સમાન – યાવત્ – વિચરતો હતો. કોઈ સમયે પ્રદેશી રાજાએ મહાર્થ, મહાધે મહાઈ, વિપુલ તેમજ રાજાને યોગ્ય પ્રાભૃત સજાવીને ચિત્તસારથીને બોલાવીને કહ્યું, હે ચિત્ત ! તું શ્રાવતી નગરી જા. જિતશત્રુ રાજાને આ મહાર્થ – યાવત્ - પ્રાભૃત આપી આવ. તથા જિતશત્રુ રાજાના રાજકાજ, રાજકાર્ય, રાજનીતિ, રાજવ્યવહારનું પર્યપ્રક્ષણ કરી ત્યાં વિચર. એમ કહીને વિદાય કર્યો. .. ત્યારે તે ચિત્ત સારથીપ્રદેશી રાજાની આ આજ્ઞાથી હર્ષિત થઈને – યાવત્ – તે મહાઈ પ્રાભૃત લઈને પ્રદેશ રાજા પાસેથી નીકળ્યો. સેયવિયા નગરીના મધ્ય ભાગમાં થઈ પોતાને ઘેર આવ્યો. તે મહાક ભેટને એક સ્થાને રાખી કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જલદીથી સછત્ર – યાવત્ – ચતુર્ઘટ અશરથ જોડીને ઉપસ્થિત કરો - યાવતું – મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ પણ તે પ્રમાણે અશ્વરથ હાજર કર્યો. ત્યારપછી કૌટુંબિક પુરુષો પાસે આ વૃત્તાંત જાણી – યાવત્ – તેણે સ્નાન કર્યું, બિલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા. સન્નદ્ધ, બદ્ધ, કવચ બાંધ્ય, ધનુષ પર પ્રત્યંચા ચઢાવી, રૈવેયક પહેર્યું. વિમલ શ્રેષ્ઠ ચિન્હ, પટ્ટક બાંધ્યું, આયુધ, પ્રહરણ લીધા – યાવત્ – પ્રાભૃત ગ્રહણ કર્યું. ત્યારપછી તે ચિત્ત સારથી ચતુર્ધટ અથરથ હતો ત્યાં આવ્યો, તેના પર આરૂઢ થઈને સન્નદ્ધ – યાવત્ – પ્રહરણોથી સુસજ્જિત, અનેક પુરુષોથી પરિવૃત્ત થઈને, કોરંટ પુષ્પની માળાઓથી વિભૂષિત છત્રને ધારણ કરી, મહાન્ સુભટો અને રથોનો સમૂહ સાથે લઈને પોતાના ઘેરથી નીકળ્યો. સેયવિયા નગરીની મધ્યમાંથી નીકળ્યો. સુખે વિશ્રામ કરતો, પ્રાતઃ રાશ (નાસ્તો) કરીને, નીકટ–નીકટ વિશ્રામ કરતો, કેક અર્ધ જનપદથી થઈને કુણાલા જનપદમાં શ્રાવતી નગરી પહોંચ્યા. ત્યાં શ્રાવસ્તી નગરીના મધ્ય ભાગે પ્રવેશીને, જિતશત્રુ રાજાના ભવનની બાહ્ય ઉપસ્થાન શાળાએ રથનો રોક્યો, નીચે ઉતર્યો, તે મહાર્થક – યાવત્ – ભેટ લઈને જ્યાં આભ્યન્તર ઉપસ્થાનશાળા હતી ત્યાં આવ્યો. જિતશત્રુ રાજા પાસે ગયો. બંને હાથ જોડીને – યાવતુ – અંજલિ કરી, વધાવી તે મહાર્થક – યાવત્ – પ્રાભૂત ભેટ આપ્યું. Page #231 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૫ ત્યારે તે જિતશત્રુ રાજાએ ચિત્તસારથી દ્વારા અપાયેલ પ્રાકૃત સ્વીકાર્યું. પછી ચિત્ત સારથીનું સત્કાર-સન્માન કર્યા. વિદાય કરી, વિશ્રામ માટે રાજમાર્ગે નિવાસ આપ્યો. પછી ચિત્તસારથી જિતશત્રુ રાજા પાસેથી નીકળ્યો. બાહ્ય ઉપસ્થાનશાળામાં ચતુર્ઘટ અશ્વરથ પાસે આવી, તેમાં આરૂઢ થઈને શ્રાવસ્તી નગરીના મધ્યભાગથી નીકળ્યો. રાજમાર્ગ મધ્યે પોતાને રહેવાના આવાસે આવ્યો. અશ્વો રોકી, રથ ઊભો રાખી નીચે ઉતર્યાં. સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા. શુદ્ધ, પ્રાવેશ્ય માંગલિક વસ્ત્રો પહેર્યા. અલ્પ પણ મૂલ્યવાન્ આભૂષણોથી શરીર અલંકૃતુ કર્યું. ભોજનાદિ કરીને ત્રીજા પ્રહરે ગંધર્વ, નર્તક, નાટ્યકારોના સંગીત, નૃત્ય, અભિનયોને સાંભળતો, જોતો ઇષ્ટ, પ્રિય, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધમૂલક પાંચ પ્રકારના મનુષ્યસંબંધી કામભોગો ભોગવતો વિચરવા લાગ્યો. ૨૩૦ ૦ શ્રાવસ્તીમાં કેશીકુમાર શ્રમણનું આગમન :-- તે કાળે, તે સમયે જાતિ, કુળ, બળ, રૂપ, વિનય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, લજ્જા, લાઘવ, લજ્જાલાઘવ એ સર્વેથી સંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, ક્રોધ, માન, માયા, લોભ, નિદ્રા, ઇન્દ્રિય, પરીષહ એ સર્વેને જિતનાર, જીવિતની આશા અને મરણના ભયથી વિપ્રમુક્ત, તપ, ગુણ, કરણ, ચરણ, નિગ્રહ, નિશ્ચય, આર્જવ, માર્દવ, લાઘવ, ક્ષાંતિ, ગુપ્તિ, મુક્તિ, વિદ્યા, મંત્ર, બ્રહ્મ, વેદ, નય, નિયમ, સત્ય, શૌય, જ્ઞાન, દર્શન, ચારિત્ર એ સર્વેમાં પ્રધાન, ઉદાર, ઘોર, ઘોરગુણ, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી, શરીર સંસ્કાર ત્યાગી, સંક્ષિપ્ત, વિપુલ, તેજૉલેશ્યાયુક્ત, ચૌદપૂર્વી, ચાર જ્ઞાનના ધારક, ૫૦૦ અણગારો સાથે પરિવૃત્ત પૂર્વાનુપૂર્વી ક્રમે ચાલતા ગ્રામાનુગ્રામ સ્પર્શના કરતા, સુખે સુખે વિચરતા તે શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ચૈત્યમાં પધાર્યા. ત્યાં યથાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ૦ ચિત્તસારથી દ્વારા કેશીકુમાર શ્રમણ પાસે શ્રાવકધર્મ સ્વીકાર : ત્યારે શ્રાવસ્તી નગરીના શ્રૃંગાટકો, ત્રિકો – યાવત્ – સામાન્ય માર્ગોમાં મોટામોટા શબ્દોથી, લોકોનો અવાજ, કોલાહલ, શબ્દો સંભળાવા લાગ્યા. લોકોની ભીડ, ટોળા, સંનિપાત થવા લાગ્યો યાવત્ – પર્ષદા પર્યાવાસના કરવા લાગી. ત્યારે તે સારથીને આ મોટા જનકોલાહલને સાંભળીને, જોઈને આ આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, શું આજે શ્રાવસ્તીમાં ઇન્દ્ર, સ્કંદ, રુદ્ર, મુકુંદ, શિવ, વૈશ્રમણ, નાગ, ભૂત, યક્ષ, ધૂપ, ચૈત્ય, વૃક્ષ, ગિરિ, દરિ, અગડ, નદી, સરોવર, સાગર એમાંના કોઈનો મહોત્સવ છે ? કે જેથી આ ઘણાં બધાં ઉગ્ર, ભોગ, રાજન્ય, ઇક્ષ્વાકુ, ક્ષત્રિય, જ્ઞાત, કૌરવ્ય વંશના – યાવત્ – ઇભ્ય, ઇભ્યપુત્ર સ્નાન કરીને ઇત્યાદિ વર્ણન રાજા કોણિકની કથા મુજબ જાણવું. તેમાંના કોઈકોઈ ઘોડા, હાથી, રથ, શિબિકા, સ્કંદમાનિકા, પાદચાર વિહારથી મોટા સમુદાય સાથે જઈ રહ્યા છે, આ પ્રમાણે વિચારીને દ્વારપાલને બોલાવીને આ પ્રમાણે પૂછયું હે દેવાનુપ્રિય ! શું આજે શ્રાવસ્તીમાં ઇન્દ્ર -- યાવત્ સાગર મહોત્સવ છે કે - Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૩૧ જેથી આ અનેક ઉગ્રવંશીય, ભોગવંશીય – યાવત્ – જઈ રહ્યા છે. ત્યારે તે દ્વારપાળે કેશીકુમાર શ્રમણના આગમનને જાણીને બંને હાથ જોડી – યાવત્ ચિત્ત સારથીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! આજે શ્રાવસ્તીમાં ઇન્દ્રમહોત્સવ – યાવત્ – સાગર મહોત્સવ નથી કે અનેક લોકો જઈ રહ્યા છે પણ હે દેવાનુપ્રિય ! આજે જાતિકુલ સંપન્ન આદિ ગુણવાળા પાર્થાપત્ય કેશીકુમાર શ્રમણ – યાવત્ – શ્રાવસ્તી નગરીમાં પધાર્યા છે. તેથી આ અનેક ઉગ્રવંશીય – યાવત્ – ઇભ્યપુત્ર વંદના આદિને માટે મોટા-મોટા સમુદાય સાથે પોતાના ઘેરથી નીકળી રહ્યા છે. ત્યારે દ્વારપાળની આ વાત સાંભળીને અને અવધારીને તે ચિત્તસારથી હર્ષિત – થાવત્ – વિકસિત હૃદય થઈને કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો! જલ્દીથી ચાર ઘંટવાળા અક્ષરથને જોડીને લાવો. ત્યારપછી તે ચિત્તસારથીએ સ્નાન કર્યું, સભા ઉચિત માંગલિક વસ્ત્રો પહેર્યા, અલ્પ પણ બહુમૂલ્ય આભૂષણોથી શરીર અલંકૃત્ય કર્યું. પછી ચતુર્ઘટ અશ્વરથ પર આરૂઢ થયો, કોરંટપુષ્પની માળાથી યુક્ત છત્ર ધારણ કરી, અનેક સુભટોના સમુદાય સાથે શ્રાવસ્તીના મધ્ય ભાગથી નીકળી, કોષ્ટક ચૈત્યમાં કેશી–કુમાર શ્રમણ પાસે પહોંચ્યો. ત્યાં પહોંચીને કુમારશ્રમણથી થોડે દૂર ઘોડાને રોકીને રથ ઊભો રાખ્યો. રથથી નીચે ઉતર્યો. કેશી—કુમારશ્રમણને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. વંદન–નમસ્કાર કર્યા. યથોચિત સ્થાને ધર્મશ્રવણ કરવા માટે નમન કરતો, સન્મુખ બેસીને વિનયપૂર્વક અંજલિ કરીને પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારપછી કેશી, કુમારશ્રમણે તે ચિત્તસારથી અને અતિ વિશાલ પર્ષદાને ચતુર્યામ ધર્મ કહ્યો – તે આ પ્રમાણે – સમસ્ત પ્રાણાતિપાત વિરમણ, સમસ્ત મૃષાવાદ વિરમણ, સમસ્ત અદત્તાદાન વિરમણ, સમસ્ત બહિદ્વાદાન વિરમણ, ત્યારપછી તે અતિ વિશાળ પર્મદા કેશીકુમારશ્રમણ પાસેથી ધર્મ સાંભળી, અવધારીને પાછી ફરી. ત્યારે તે ચિત્ત સારથી કેશી કુમારશ્રમણ પાસે ધર્મ સાંભળી, હૃદયમાં અવધારીને પોતાના આસનેથી ઉઠયો. કેશીકુમારશ્રમણને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યા, પછી કહ્યું – હે ભદંત ! મને નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા છે – યાવતુ – તે સત્ય છે, જે આપ કહો છો, એમ કહીને વંદન–નમસ્કાર કર્યા પછી આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! જે રીતે આપની પાસે અનેક ઉગ્રવંશીય – યાવત્ – ઇ પુત્ર સોના, ચાંદી, ધન, ધાન્ય, બળ, વાહન, કોશ, કોઠાગાર ઇત્યાદિનો ત્યાગ કરીને ગૃહવાસનો ત્યાગ કરી અનગાર ધર્મમાં પ્રવ્રજિત થયા છે, તે રીતે હું પ્રવ્રજિત થવામાં સમર્થ નથી, તેથી હે દેવાનુપ્રિય! હું આપની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતયુક્ત બાર પ્રકારે શ્રાવકધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ત્યારે ચિત્ત સારથીએ કેશીકુમાર શ્રમણ પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૨ આગમ કથાનુયોગ- ત્યારપછી તે ચિત્તસારથીએ કેશીકુમાર શ્રમણને વંદન-નમસ્કાર કર્યા. પછી ચર્તુર્ઘટ અશ્વરથ પાસે આવી, તેમાં આરૂઢ થઈ, પાછો ચાલ્યો ગયો. ત્યારપછી તે ચિત્તસારથી શ્રમણોપાસક થઈ ગયો. જીવાજીવનો જ્ઞાતા, પુન્ય–પાપના ભેદનો વિજ્ઞાતા, આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ, મોક્ષસ્વરૂપમાં કુશળ, કુતીર્થોના વાદનો ખંડક, દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંગુરુષ, ગરુલ, ગંધર્વ, મહોરગાદિ દેવગણ દ્વારા નિગ્રંથ પ્રવચનથી અનતિક્રમણીય, નિગ્રંથ પ્રવચનમાં નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સ તેમજ લબ્ધાર્થ, ગૃહિતાર્થ, પુછિતાર્થ, અધિગતાર્થ, વિનિશ્ચિત્તાર્થ થયો. અસ્થિમજ પર્યત ધર્માનુરાગ રક્ત બન્યો. હે આયુષ્યમાનો ! આ નિગ્રંથ પ્રવચન જ અર્થ અને પરમાર્થ છે, બાકી બધું અનર્થક છે. તેનું હૃદય સ્ફટિકવત્ નિર્મલ થયું, શ્રમણોનો ભિક્ષા પ્રવેશ સરળ બન્યો, ક્યાંય પણ ચિત્તનો અંતઃપુર કે ગૃહપ્રવેશ શંકારહિત થયો. તે ચૌદશ, આઠમ, પૂનમ, અમાસે પ્રતિપૂર્ણ પૌષધની સખ્યમ્ અનુપાલના કરતો, શ્રમણ નિગ્રંથોને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પીઠ, ફલક, શય્યા, સંસ્કારક, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, ઔષધ, ભૈષજથી પ્રતિલાભિત કરતો અનેક શીલ, વ્રત, ગુણ, વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી આત્માને ભાવિત કરતો અને જિતશત્રુ રાજાની સાથે રહીને શ્રાવસ્તી નગરીમાં રાજકાર્યો – યાવત્ – રાજવ્યવહારોનું વારંવાર અવલોકન કરતો વિચારવા લાગ્યો. ૦ ચિત્તસારથીની કેશીકમારને સેવિયાનગરી પધારવા વિનંતી : ત્યારપછી કોઈ દિવસે જિતશત્રુ રાજાએ મહાર્થક – યાવત્ – પ્રાભૃતને તૈયાર કર્યું, ચિત્તસારથીને બોલાવ્યો અને કહ્યું, હે ચિત્ત ! તમે સેવિયા નગરી પધારો. પ્રદેશી રાજાને આ મહાર્થ – યાવત્ – પ્રાભૃત ભેટ કરો. વિનયપૂર્વક કહેજો કે આપે મોકલેલ સંદેશનું અવિતથ અને અસંદિગ્ધ રૂપે સ્વીકારું છું એમ કહીને ચિત્તસારથીને વિદાય કર્યા. ત્યારપછી તે જિતશત્રુ રાજા દ્વારા વિસર્જિત ચિત્તસારથી તે મહાર્થક પ્રાભૃત લઈને ત્યાંથી નીકળ્યો. પોતાના આવાસે આવ્યો. સ્નાનાદિ કાર્યો પૂર્વવત્ કરીને વિશાળ જનસમુદાય સાથે પગે ચાલીને નીકળ્યો. શ્રાવસ્તીના મધ્ય ભાગથી ચાલતો કોષ્ઠક ચૈત્ય પહોંચ્યો. ત્યાં કેશીકુમાર શ્રમણ પાસે ધર્મ શ્રવણ કર્યું. હર્ષિત થઈ પોતાના આસનેથી ઉઠ્યો – યાવત્ – આમ કહ્યું હે ભગવન્! જિતશત્ર રાજાએ મને પ્રદેશી રાજાને મહાન ભેટશું આપવાનું કહી વિદાય આપી છે. તેથી હે ભદંત ! હું સેવિયા નગરી જઉં છું. તે નગરી પ્રાસાદીયા, દર્શનીયા, અભિરૂપા, પ્રતિરૂપા છે. આપ ત્યાં પધારો. ચિત્તસારથીના આ કથનનો કેશીકુમારશ્રમણે આદર ન કર્યો, ધ્યાન ન આપ્યું પણ મૌન રહ્યો. ત્યારે ચિત્ત સારથીએ ફરી બીજી અને ત્રીજી વખત પણ એ જ વાતનું પૂર્વવત્ નિવેદન કર્યું. ત્યારે કેશીસ્વામીએ તેને આમ કહ્યું હે ચિત્ત ! જેમ કોઈ કૃષ્ણ વર્ણ – યાવત્ – કૃષ્ણ પ્રભાવાળું – યાવત્ – વન Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૩૩ ખંડ હોય તો તે ચિત્ત ! તે વનખંડમાં અનેક દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરિસૃપો આદિને ગમનાગમન યોગ્ય હોય કે નહીં ? હાં, ભદંત ! તે ગમનાગમન યોગ્ય હોય છે. હે ચિત્ત ! જો તે વનખંડમાં રહેનારા અનેક વિપદ–ચતુષ્પદ આદિઓના લોહી અને માંસને ખાનાર ભિલુંગ નામક પાપશકુન ત્યાં રહેતો હોય તો શું તે વનખંડ તે અનેક દ્વિપદ–ચતુષ્પદાદિને રહેવા યોગ્ય રહે ? હે ભદંત ! આ અર્થ સમર્થ નથી (અર્થાત્ – ન રહે). હે ચિત્ત! કયા કારણથી આમ કહો છો ? હે ભદંત ! કેમકે તે વનખંડ ઉપસર્ગ સહિત છે માટે. હે ચિત! સેવિયાનો પ્રદેશ રાજા જે અધાર્મિક – યાવતું – પ્રજાનું પાલન કરતો નથી, તો હું ચિત્ત તે નગરીમાં હું કઈ રીતે આવું ? હે ભદંત ! આપને પ્રદેશ રાજાથી શું પ્રયોજન ? તે સેવિયામાં બીજા પણ અનેક ઈશ્વર, તલવર – યાવત્ – સાર્થવાહ આદિ રહે છે. જે આપ દેવાનુપ્રિયને વંદના – યાવત્ - પર્યાપાસના કરશે, વિપુલ અનશનાદિથી પ્રતિલાભિત કરશે. પ્રાતિહારિક પીઠ, ફલક, શચ્યા, સંસ્તારક માટે ઉપનિમંત્રિત કરશે. ત્યારે કેશીકુમારશ્રમણે કહ્યું, હે ચિત્ત ! હું ત્યાં આવીશ. ૦ ચિત્તસારથીનું સેવિયા નગરીમાં આગમન : ત્યારપછી ચિત્તસારથીએ કેશીકુમારશ્રમણને વંદન-નમસ્કાર કર્યા. પછી ત્યાંથી નીકળ્યો. શ્રાવસ્તીનગરીના પોતાના નિવાસે આવ્યો, કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ચતુર્ઘટ અક્ષરથને લાવો. ત્યારપછી જે રીતે સેવિયા નગરીથી પ્રસ્થાન કરેલું તે જ રીતે શ્રાવસ્તી નગરીથી પ્રસ્થાન કર્યું. સેયવિયાના મૃગવન ઉદ્યાનમાં પહોંચી ઉદ્યાનપાલકોને બોલાવી આમ કહ્યું હે દેવાનુપ્રિયો ! જ્યારે પાર્થાપત્યય કેશી નામક કુમાર શ્રમણ વિહાર કરતા અહીં પધારે ત્યારે તમે તેમને વંદના-નમસ્કાર કરજો, કરીને તેમને યથાપ્રતિરૂપ અવગ્રહની આજ્ઞા આપી, પ્રાતિહારિક પીઠ–ફલક આદિ માટે પ્રાર્થના કરજો અને પછી મને તેમના આગમનની સૂચના આપજો. ત્યારે ઉદ્યાનપાલકે ચિત્તસારથીની આજ્ઞા સાંભળી હર્ષિત-સંતુષ્ટ થઈને તેમની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ત્યારપછી ચિત્તસારથી સેયવિયા નગરીના મધ્ય ભાગથી પ્રવેશીને પ્રદેશી રાજાના પ્રાસાદની બાહ્ય ઉપસ્થાન શાળાએ પહોંચ્યો. રથ ઊભો રાખી નીચે ઉતર્યો. મહાઈક ઉપહાર લઈને પ્રદેશ રાજા પાસે જઈ, બે હાથ જોડી – યાવત્ – વધાવીને પ્રદેશી રાજા સન્મુખ તે મહાર્થક – યાવત્ – ભેટર્ણ ઉપસ્થિત કર્યું. ત્યારપછી તે પ્રદેશી રાજાએ ચિત્તસારથીની તે મહાર્થ ભેટ સ્વીકારી. ચિત્તસારથીનું સત્કાર–સન્માન કરીને વિદાય આપી. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૪ આગમ કથાનુયોગ-૫ ત્યારપછી તે ચિત્તસારથી હર્ષિત, સંતુષ્ટ થઈને પ્રદેશ રાજા પાસેથી નીકળ્યો, ચતુર્ઘટ અશ્વરથ પાસે આવ્યો, તેમાં આરૂઢ થઈને સેવિયાનગરીના મધ્ય ભાગે થઈને પોતાને ઘેર આવ્યો. અશ્વો રોકી, રથ ઊભો રાખી નીચે ઉતર્યો. પછી સ્નાન કર્યું – યાવતુ - શ્રેષ્ઠ પ્રાસાદે મોટે મોટેથી વગાડાતા મૃદંગોના ધ્વનિપૂર્વક ઉત્તમ તરુણી દ્વારા કરતા બત્રીશ પ્રકારના નાટક, નૃત્ય, ગાયન, ક્રીડાને સાંભળતો-જોતો હર્ષિત થતો ઇષ્ટ પ્રિય – થાવત્ – સ્પર્ધાદિ ભોગવતો વિચારવા લાગ્યો. ૦ કેશીકુમારને વંદનાર્થે ચિત્તસારથીનું ગમન : ત્યારપછી કોઈ સમયે પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંસ્કારક આદિને પરત કરીને શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ઉદ્યાનથી નીકળ્યા. પ૦૦ અણગાર સાથે – યાવત્ – વિચરતા કેકયાર્ધ જનપદની સેયવિયા નગરીના મૃગવન ઉદ્યાનમાં પધાર્યા. યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા તેઓ વિચારવા લાગ્યા. ત્યારે સેવિયા નગરીના શૃંગાટકો, ત્રિકો – યાવત્ રાજમાર્ગોમાં મોટા-મોટા જનશબ્દોથી – યાવતુ – પર્ષદા નીકળી. ત્યારપછી ઉદ્યાનપાલકે આ વૃત્તાંત જાણીને હર્ષિત–સંતુષ્ટ થઈ કેશીકુમાર શ્રમણ બિરાજતા હતા. ત્યાં આવીને કેશીકુમારશ્રમણને વંદન–નમસ્કાર કર્યા પછી યથાપ્રતિરૂપ અવગ્રહપ્રદાન કર્યા. પ્રાતિહારિક પીઠ – યાવત્ – સંસ્તારક માટે ઉપનિમંત્રિતરૂપ કર્યા, નામ–ગોત્ર પૂછયા, ચિત્ત સારથીની આજ્ઞા યાદ કરીને એકાંતમાં ગયા. ત્યાં પરસ્પર એકબીજાને કહ્યું હે દેવાનુપ્રિયો ! ચિત્તસારથી જેના દર્શનને ઇચ્છે છે – યાવત્ – દર્શનની અભિલાષા કરે છે અને જેના નામ અને ગોત્ર સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થાય છે, તે કેશીકુમાર શ્રમણ વિહાર કરતા અહીં પધાર્યા છે. અહીં સેવિયા નગરીની બહાર મૃગવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને – યાવત્ – વિચરે છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે જઈને ચિત્તસારથીને આ પ્રિય અર્થનું નિવેદન કરીએ, આ નિવેદન તેમને પ્રિય થશે. આ પ્રમાણે કહીને પરસ્પર આ વાત તેમણે સ્વીકારી. પછી સેવિયાનગરીમાં ચિત્તસારથીના ઘેર આવી, ચિત્તસારથીને બંને હાથ જોડી – યાવત્ – કહ્યું, હે દેવાનુપ્રિય! આપ જેના દર્શનની આકાંક્ષા – યાવત્ – અભિલાષા કરો છો, જેનું નામ, ગોત્ર સાંભળીને આપ હર્ષિત, સંતુષ્ટ થાઓ છો, એવા તે કેશીકુમાર શ્રમણ વિહાર કરતા અહીં મૃગવન ઉદ્યાનમાં પધાર્યા – યાવત્ – વિચરી રહ્યા છે. ત્યારે તે ચિત્તસારથી તે ઉદ્યાનપાલકના આ સંવાદને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થયો. પોતાને આસનેથી ઊભો થયો. પાદપીઠથી નીચે ઉતર્યા, પાદુકાઓ ઉતારી, એકશાટિક ઉત્તરાસંગ કર્યું. બંને હાથ જોડી અંજલિ કરી કેશીકુમાર શ્રમણની સન્મુખ . સાત-આઠ કદમ ચાલ્યો. ચાલીને બંને હાથ જોડી આવપૂર્વક મસ્તકે અંજલિ કરીને આ પ્રકારે કહ્યું અરિહંત ભગવંતો – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત સિદ્ધોને નમસ્કાર Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા થાઓ. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક કેશી—કુમાર શ્રમણને નમસ્કાર થાઓ અહીં રહેલો એવો હું ત્યાં બિરાજમાન ભગવંતને વંદના કરું છું. ત્યાં રહેલ તેઓ પણ મને જુએ. આ પ્રમાણે વંદન-નમસ્કાર કર્યા. ત્યારપછી તે ઉદ્યાન પાલકોનું વિપુલ વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી સત્કાર સન્માન કર્યું. પછી વિપુલ આજીવિકા યોગ્ય પ્રીતિદાન આપ્યુ, પછી વિદાય કર્યા. કરીને કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ચતુર્વંટ અશ્વરથ જોડીને ઉપસ્થિત કરો. ત્યારે કૌટુંબિક પુરુષોએ – યાવત્ – તે રથ ઉપસ્થિત કર્યો. - ત્યારપછી કૌટુંબિક પુરુષો પાસે રથ લાવ્યાની વાતથી હર્ષિત, સંતુષ્ટ થયેલા ચિત્તસારથીએ સ્નાન કર્યું. બલિકર્મ કર્યું, શરીરને અલંકૃત્ કર્યું. ચાર ઘંટવાળા અશ્વરથ પાસે આવી, તેમાં આરૂઢ થયો – યાવત્ - વિશાળ સમુદાય સહિત નીકળ્યો – યાવત્ પહોંચીને પપાસના કરવા લાગ્યો. કેશી–કુમાર શ્રમણે ધર્મોપદેશ આપ્યો ઇત્યાદિ પૂર્વવત્ જાણવું. ત્યારપછી તે ચિત્તસારથીએ કેશી–કુમારશ્રમણ પાસે ધર્મશ્રવણ કરી, હૃદયમાં અવધારી આસનેથી ઉઠ્યો. કેશી–કુમારને આ પ્રમાણે કહ્યું– હે ભદંત ! અમારો પ્રદેશી રાજા અધાર્મિક છે યાવત્ – પ્રજાનું પાલન કરતો નથી. તેથી હે દેવાનુપ્રિય ! જો આપ તે પ્રદેશી રાજાને ધર્મોપદેશ આપો તો પ્રદેશી રાજાને માટે તથા અનેક દ્વિપદ, ચતુષ્પદ આદિને માટે અને અનેક શ્રમણ માહણો આદિ માટે ઘણું જ ગુણકારી, હિતકારી થશે. હે દેવાનુપ્રિય ! જો તે ધર્મોપદેશ પ્રદેશી રાજાને હિતકર થશે તો તેના જનપદનું પણ કલ્યાણ થશે. ૦ ધર્મના લાભાલાભ વિષયક ચાર સ્થાન :~ ૨૩૫ - ત્યારે તે કેશી—કુમાર શ્રમણે ચિત્તસારથીને કહ્યું કે, હે ચિત્ત ! નિશ્ચયથી જીવ આ ચાર કારણોથી કેવલિભાષિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરતો નથી. તે કારણો આ પ્રમાણે છે— ૧. આરામ કે ઉદ્યાનમાં ગયેલ શ્રમણ કે માહણની જે સન્મુખ જતો નથી, વંદન, નમન, સત્કાર કે સન્માન કરતો નથી, કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યરૂપ માનીને પર્યાપાસના કરતો નથી, અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ, વ્યાખ્યા પૂછતો નથી. તો હે ચિત્ત ! આવા જીવ કેવલિપ્રજ્ઞપ્ત ધર્મશ્રવણ માટે યોગ્ય નથી. ૨. ઉપાશ્રયમાં આવેલ શ્રમણની જે સન્મુખ જતો નથી – યાવત્ – પૂછતો નથી, તો હે ચિત્ત ! તે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને સાંભળી શકતો નથી. 3. ગૌચરી ગયેલ શ્રમણ કે બ્રાહ્મણની યાવત્ – પર્યુપાસના કરતો નથી, વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમથી પ્રતિલાભતો નથી – યાવત્ – પૂછતો નથી, તો હે ચિત્ત ! તે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને સાંભળી શકતો નથી. ૪. જ્યાં ક્યાંય પણ શ્રમણ કે માહણનો યોગ સાંપડે ત્યારે જે સન્મુખ જતો નથી, પોતાને છૂપાવવાને માટે હાથ, વસ્ત્ર કે છત્રથી પોતાને છાવરે છે - યાવત્ – પૂછતો Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ નથી તો હે ચિત્ત ! તે ધર્મ સાંભળી શકતો નથી. પરંતુ હે ચિત્ત ! અવસર પ્રાપ્ત કરી શકે છે યાવત્ આરામ કે ઉદ્યાનમાં પધારેલા શ્રમણ કે માહણને વંદનનમન પર્યુપાસના કરે છે યાવત્ વ્યાખ્યાને પૂછે છે; ઉપાશ્રયમાં બિરાજમાન કે ગૌચરી ગયેલ શ્રમણ કે માહણને વંદના પ્રતિલાભિત કરે છે યાવત્ – વ્યાખ્યાને પૂછે છે, એ જ પ્રમાણે જે જીવ જ્યાં ક્યાંય પણ શ્રમણ કે માહણનો સુયોગ મળે ત્યારે પોતાને છૂપાવતો નથી તો હે ચિત્ત ! આ ચારે કારણથી જીવ કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે. યાવત્ – પર્યુંપાસના કરે છે. વિપુલ અશનાદિથી પરંતુ હે ચિત્ત ! તારો પ્રદેશી રાજા તો ઉદ્યાનમાં પધારેલ શ્રમણ કે માહણની સન્મુખ જતો નથી – યાવત્ – પોતાને આચ્છાદિત કરે છે તો પછી હે ચિત્ત ! હું પ્રદેશી રાજાને કઈ રીતે ધર્મોપદેશ આપી શકું ? ત્યારે ચિત્તસારથી કેશી સ્વામીને આ પ્રમાણે કહ્યું– - - આ ચાર કારણોથી જીવ કેવલિભાષિત ધર્મશ્રવણ કરવાનો 1 આગમ કથાનુયોગ–૫ - હે ભંતે ! કોઈ વખતે કંબોજદેશવાસીઓએ ચાર અશ્વો ભેટમાં આપેલા. જે મેં પ્રદેશી રાજાને આપી દીધેલા. આ અશ્વોના નિમિત્તે હું પ્રદેશી રાજાને જલ્દીથી આપની પાસે લાવીશ. ત્યારે હે દેવાનુપ્રિય ! આપ પ્રદેશી રાજાને ધર્મ કહેવામાં ગ્લાનિ ન કરજો પણ અગ્લાનપણે આપ પ્રદેશી રાજાને ધર્મ કહેજો. આપની ઇચ્છાનુસાર ધર્મકથન કરજો. - ત્યારે કેશીકુમારશ્રમણે ચિત્ત સારથીને કહ્યું, હે ચિત્ત ! અવસરે જોઈશું. ત્યારે તે ચિત્તસારથી કેશી કુમારશ્રમણને વંદન—નમસ્કાર કર્યા, પછી ચતુર્વંટ અશ્વરથ પાસે આવી, તેના પર આરૂઢ થયો અને જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશામાં પાછો ગયો. ૦ પ્રદેશી રાજાનું ચિત્તસારથી સાથે કેશીસ્વામી પાસે આગમન : ત્યારપછી બીજે દિવસે પ્રભાત, સોનેરી ધૂપ થયા પછી દૈનિક નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને જાજ્વલ્યમાન તેજસહિત સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા બાદ ચિત્તસારથી પોતાના ઘેરથી નીકળ્યો – યાવત્ – તે પ્રદેશી રાજા પાસે આવ્યો, આવીને બંને હાથ જોડી – યાવત્ – અંજલિ કરીને પ્રદેશી રાજાને વધાવીને આ પ્રમાણે કહ્યું - કંબોજ દેશવાસીઓએ આપ દેવાનુપ્રિયને માટે ચાર અશ્વો ભેટ આપેલા, તેને મેં આપને માટે સારી રીતે શિક્ષિત કર્યા છે. તો હે સ્વામી ! આપ પધારો. તે અશ્વોનું નિરીક્ષણ કરો. ત્યારે પ્રદેશી રાજાએ ચિત્ત સારથીને કહ્યું, તમે જાઓ અને તે ચાર અશ્વોને અશ્વરથમાં જોડીને અહીં લાવો. ત્યારે ચિત્ત સારથી પ્રદેશી રાજા પાસે આ વાત જાણી હર્ષિત, સંતુષ્ટ થયો, તેણે અશ્વરથ ઉપસ્થિત કરી રાજાજ્ઞાપાલન કર્યું. ત્યારપછી તે પ્રદેશી રાજા ચિત્તસારથીની આ વાત સાંભળી હર્ષિત, સંતુષ્ટ થયો – યાવત્ – અલ્પ પણ મૂલ્યવાન્ અલંકારોથી શરીરને અલંકૃતુ કરીને પોતાના ભવનથી Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨ ૩૭ ત્રા નીકળ્યો. ચતુર્ઘટ અશ્વરથ પાસે આવ્યો. તેના પર આરૂઢ થયો, સેવિયા નગરીના મધ્યભાગથી નીકળ્યો. ત્યારે તે ચિત્તસારથી તે રથને અનેક યોજનો સુધી લઈ ગયો. ત્યારે તે પ્રદેશી રાજા ગરમી અને તૃષાથી, રથની ધૂળથી પરેશાન થઈને બોલ્યો, હે ચિત્ત ! મારું શરીર થાકી ગયું છે, રથને પાછો વાળ, ત્યારે ચિત્તસારથી રથને પાછો વાળીને મૃગવન ઉદ્યાને લાવ્યો. ત્યારપછી રાજા પ્રદેશીને કહ્યું કે, હે સ્વામી ! આ મૃગવન ઉદ્યાન છે. આપણે રથને અહીં રોકી અશ્વોનો શ્રમ અને આપણો થાક સારી રીતે દૂર કરી લઈએ. ત્યારે પ્રદેશી રાજાએ ચિત્તસારથીને કહ્યું, હે ચિત્ત ! એમ કરો. ત્યારે ચિત્તસારથીએ મૃગવન ઉદ્યાનમાં જ્યાં કેશીકુમારશ્રમણ બિરાજતા હતા ત્યાં જ નજીકમાં ઘોડાને રોકી રથ ઊભો રાખ્યો. રથથી નીચે ઉતર્યો. ઘોડાને ખોલી દીધા. પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! આપણે અહીં ઘોડાનો શ્રમ અને આપણો થાક દૂર કરી શકીશું. ત્યારે તે પ્રદેશ રાજા રથમાંથી નીચે ઉતર્યો. ચિત્તસારથી સાથે પોતાનો થાક ઉતારતા કેશી કુમારશ્રમણ જ્યાં અતિ વિશાળ પર્ષદા મધ્યે ઉચ્ચ સ્વરે ધર્મોપદેશ આપતા હતા, તે તરફ જોયું. તે જોઈને પ્રદેશી રાજાને આવો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. જડ જ જડની ઉપાસના કરે છે, મુંડ જ મુંડની, મૂઢ જ મૂઢની, અપંડિતો જ અપંડિતોની અને અજ્ઞાની જ અજ્ઞાનીની ઉપાસના કરે છે. પણ એ કોણ પુરુષ છે જે જs, મુંs, મૂઢ, અપંડિત અને અજ્ઞાની હોવા છતાં પણ શ્રી, હી થી સંપન્ન છે, સુશોભિત શરીરવાળો છે ? આ પુરુષ શું ખાય છે ? કઈ રીતે પરિણાવે છે ? શું પીએ છે ? લોકોને શું આપે છે ? શું વિતરણ કરે છે ? જેનાથી આ પુરુષ આટલી વિશાળ પર્ષદાની મધ્યે ઉચ્ચસ્વરમાં બોલી રહ્યો છે ? આ પ્રમાણે વિચારીને તેણે ચિત્તસારથીને કહ્યું, હે ચિત્ત ! જડ જ જડની પર્યપાસના કરે છે – યાવત્ – ઉચ્ચ સ્વરે બોલી રહ્યો છે જેનાથી આપણી જ ઉદ્યાનભૂમિમાં આપણે ઇચ્છાનુસાર ફરી નથી શકતા. ત્યારે ચિત્તસારથીએ પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! આ પાર્થાપત્યય કેશીકુમારશ્રમણ છે, જે જાતિસંપન્ન – યાવત્ – ચાર જ્ઞાનના ધારક છે. આધોવધિ જ્ઞાનથી સંપન્ન છે. અન્નજીવી છે. ત્યારે પ્રદેશ રાજાએ ચિત્તસારથીને કહ્યું, હે ચિત્ત ! શું આ પુરુષ આધોવધિ જ્ઞાન સંપન્ન છે ? અન્નજીવી છે ? ત્યારે ચિત્તે કહ્યું, હે સ્વામી ! એ પ્રમાણે જ છે. હે ચિત્ત ! તો શું આ પુરુષ અભિગમનીય છે ? હા, સ્વામી ! તે અભિગમનીય છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આગમ કથાનુયોગ-૫ હે ચિત્ત ! તો ચાલો આપણે તે પુરુષ પાસે જઈએ. ૦ કેશીસ્વામી દ્વારા પંચજ્ઞાન નિરૂપણ દ્વારા રાજાને બોધ : ત્યારપછી ચિત્તસારથી સાથે તે પ્રદેશી રાજા કેશીકુમારશ્રમણ પાસે આવ્યો. આવીને કેશીસ્વામીથી થોડે દૂર રહીને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! શું આપ આધોવધિ જ્ઞાની છો ? આપ અન્નજીવી છે? ત્યારે કેશીકુમારશ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી ! જેમ કોઈ અંકવણિક કે શંખવણિક કે દંતવણિક રાજકર ન દેવાના વિચારથી સીધો માર્ગ પૂછતો નથી. તે પ્રમાણે તે પ્રદેશી ! તું પણ વિનયપ્રતિપત્તિ ન કરવા માટે સીધું પૂછતો નથી. તે પ્રદેશી ! મને જોઈને હું તને આવો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયેલો કે જs જ જડની પર્યુપાસના કરે છે ઇત્યાદિ. શું મારું કથન સત્ય છે ? હાં, આપનું કથન સત્ય છે. પછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! તમને એવું કયું જ્ઞાન અને દર્શન છે કે જેનાથી આપે મારા આ પ્રકારના મનોગત સંકલ્પને જાણ્યો ? ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને કહ્યું, હે પ્રદેશી ! નિશ્ચયથી અમારા શ્રમણ નિગ્રંથોના શાસ્ત્રોમાં પાંચ પ્રકારના જ્ઞાન બતાવ્યા છે – આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. તે આભિનિબોધિક જ્ઞાન કેટલા પ્રકારે છે ? તે ચાર પ્રકારે છે – અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા. તે અવગ્રહ કેટલા પ્રકારે છે ? તે અવગ્રહ બે પ્રકારે છે ઇત્યાદિ ધારણા પર્યત આભિનિબોધિક જ્ઞાનનું સંપૂર્ણ વર્ણન નંદીસૂત્રાનુરૂપ અહીં જાણવું. તે શ્રુતજ્ઞાન કેટલા પ્રકારનું છે ? તે શ્રુતજ્ઞાન બે પ્રકારે છે – અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. દૃષ્ટિવાદ પર્યત શ્રુતજ્ઞાનના બધાં ભેદો નંદી સૂત્રાનુસાર જાણવા. અવધિજ્ઞાનના બે ભેદ, મન:પર્યવજ્ઞાનના બે ભેદ અને કેવળજ્ઞાન પર્યતનું વર્ણન નંદી સૂત્રાનુસાર જાણવું. હે પ્રદેશી ! આ પાંચે જ્ઞાનોમાં આભિનિબોધિક, શ્રત, અવધિ અને મન:પર્યવ એ ચારે જ્ઞાન માને છે, માત્ર કેવળજ્ઞાન મને નથી. તે અરિહંત ભગવંતોને હોય છે, તેથી આ ચાર છાઘસ્થિક જ્ઞાનો દ્વારા મેં તારો મનોગત સંકલ્પ જાણ્યો. ૦ જીવ અને શરીરના અન્યત્વનું નિરૂપણ : ત્યારે પ્રદેશી રાજાએ કેશી-કુમાર શ્રમણને એમ કહ્યું કે, હે ભદંત ! શું હું અહીં આપની પાસે બેસું? હે પ્રદેશી ! આ ઉદ્યાનભૂમિ તારી પોતાની છે. તેથી તું જાણ. ત્યારે તે પ્રદેશી રાજા ચિત્તસારથી સાથે કેશીકુમારશ્રમણ પાસે બેઠો અને કેશી– કુમારશ્રમણને આ પ્રમાણે પૂછયું, હે ભદંત ! શું આપ શ્રમણનિગ્રંથોની એવી સંજ્ઞા, Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૩૯ પ્રતિજ્ઞા, દૃષ્ટિ, રુચિ, હેતુ, ઉપદેશ, સંકલ્પ, તુલા, માન, પ્રમાણ કે સમોસરણ છે કે જીવ અને શરીર જુદા છે ? જે જીવ છે તે શરીર નથી ? ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી ! શ્રમણ નિગ્રંથોની આ સંજ્ઞા – યાવત્ – સમોસરણ છે કે જે જીવ છે તે શરીર નથી, જીવ અને શરીર જુદા છે. ત્યારે તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! જો આપ એમ કહો છો કે જીવ અને શરીર ભિન્ન છે. તો આ જ જંબુદ્વીપની સેયવિયા નગરીમાં મારા દાદા હતા – જે – અધાર્મિક – યાવત્ – પ્રજાનું યોગ્ય રીતે પાલન કરતા ન હતા. આપના કથનાનુસાર તો તે ઘણાં જ પાપકર્મોનું ઉપાર્જન કરીને, મૃત્યુ બાદ નરકમાં ઉત્પન્ન થયા હોય. તે દાદાનો હું ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, વૈર્ય અને વિશ્રામસ્થાન રૂપ, સંમત, બહુમત, અનુમત, રત્નકરંડકસમાન, જીવનશ્વાસ સમ, હૃદયને આનંદ આપનાર, ઉંબર પુષ્પ સમ દુર્લભ નામ શ્રવણવાળો એવો પૌત્ર હતો. તેથી જો મારા દાદા આવીને મને કહે કે, હે પૌત્ર ! હું તારો દાદો આ સેવિયા નગરમાં અધાર્મિક – યાવત્ – પ્રજાનું પાલન ન કરતો હોવાથી અતિ પાપકર્મ ઉપાર્જન કરીને નરકે ઉત્પન્ન થયો છું, માટે હે પુત્ર! તું અધાર્મિક ન થતો – યાવત્ અનેક પાપકર્મોનો સંચય ન કરતો જો મારા દાદા મને આવીને આમ કહે તો હું આપના કથનની શ્રદ્ધા કરું, પ્રતીતિ કરું, રુચિ કરું કે જીવ અને શરીર જુદા છે પણ એક નથી. પણ જ્યાં સુધી મારા દાદા આવીને ન કહે ત્યાં સુધી હે આયુષ્યમ– શ્રમણ ! મારી આ ધારણા સુપ્રતિષ્ઠિત છે કે – જીવ અને શરીર એક જ છે. ત્યારે કેશી શ્રમણે કહ્યું કે, હે પ્રદેશી ! તારે સૂર્યકાન્તા રાણી છે ? હા, ભદંત ! છે. હે પ્રદેશી ! જો તું તે સૂર્યકાંતાદેવીને, સ્નાન કરીને – યાવત્ – સર્વ અલંકારોથી શરીરને વિભૂષિત કરીને, અન્ય કોઈ સર્વાલંકાર વિભૂષિત પુરુષ સાથે ઇષ્ટ શબ્દ, રસ, ગંધ, રૂપ, સ્પર્શ મૂલક પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામભોગોનો અનુભવ કરતો જુએ તો હે પ્રદેશી ! તું તે પુરુષને કયો દંડ આપીશ? હે ભદંત ! હું તે પુરુષના હાથ–પગ કાપી નાંખુ, શૂળીએ ચઢાવું, કાંટાથી ભેદી નાંખ્યું કે એક જ પ્રહારથી તેને જીવનરહિત કરી દઉં. હે પ્રદેશી ! જો તે પુરુષ તને એમ કહે કે, હે સ્વામી! થોડા સમય માટે તમે મારા હાથ–પગ ન કાપો – યાવત્ – જીવનરહિત ન કરો, ત્યાં સુધીમાં હું મારા મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજનને એમ કહી દઉં કે, હે દેવાનુપ્રિયો ! પાપકર્મના આચરણનું આવું ફળ મળે છે માટે તમે કોઈ પાપકર્મ આચરશો નહીં કે જેથી તમારે આવો દંડ ભોગવવો ન પડે. જે હું ભોગવી રહ્યો છું, તો હે પ્રદેશી ! તું પણ માત્ર માટે પણ તે વાત સ્વીકારીશ ? હે ભદંત ! હું તેનો સ્વીકાર ન કરું. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ હે પ્રદેશી ! તું તેની વિનંતીનો સ્વીકાર કેમ ન કરે ? હે ભદંત ! કેમકે તે પુરુષ મારો અપરાધી છે. હે પ્રદેશી ! તો તારા દાદા, જે આ સેયવિયા નગરીમાં અધાર્મિક થાવત્ પ્રજાનું સારી રીતે પાલન કરતા ન હતા, તે પણ જો મનુષ્યલોકમાં આવવા ઇચ્છે કે જેના તું ઇષ્ટ, કાંત – યાવત્ – પૌત્ર છે તો પણ તે આવી શકવા સમર્થ નથી. હે પ્રદેશી નરકમાં તત્કાળ નૈરયિક રૂપે ઉત્પન્ન જીવ આ ચાર કારણોથી મનુષ્ય લોકમાં આવી શકતો નથી.-૧. નરકમાં તત્કાળ ઉત્પન્ન નૈરયિક ત્યાંની તીવ્ર વેદના વેદતો જલ્દીથી મનુષ્યલોકમાં આવવા ઇચ્છે તો પણ કર્તવ્યમૂઢ થઈ આવી શકતો નથી. ૨. નરકમાં તત્કાળ ઉત્પન્ન નૈરયિક જીવ નરકપાલો દ્વારા વારંવાર તાડિત કરાવાથી ગભરાઈને પણ ઇચ્છા છતાં મનુષ્યલોકમાં આવી શકતો નથી. ૩. નરકમાં તત્કાળ ઉત્પન્ન નૈરયિક મનુષ્યલોકમાં આવવા ઇચ્છે તો પણ કર્મનો ક્ષય, વેદન, નિર્જરા ન થઈ હોવાથી તત્કાળ આવી શકતો નથી. આગમ કથાનુયોગ–૫ ૪. નરકાયુષુ કર્મનો ક્ષય, વેદન, નિર્જિર્ણ ન થયું હોવાથી તે નૈરયિક ઇચ્છા હોવા છતાં મનુષ્યલોકમાં આવી શકતો નથી. આ ચાર કારણે હે પ્રદેશી ! નરકમાં તત્કાળ નૈરયિક રૂપે ઉત્પન્ન જીવ જલ્દીથી મનુષ્યલોકમાં આવવા ઇચ્છે તો પણ આવી શકતો નથી. તેથી હે પ્રદેશી ! તું આ વાતની શ્રદ્ધા કર કે જીવ અને શરીર અન્ય છે. - - ૦ દેવના મનુષ્યલોકાગમન નિષેધના કારણો : ત્યારે તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આ તો આપની બુદ્ધિ કલ્પિત ઉપમા છે કે આવા કારણોથી મારા દાદા નરકથી આવી શકતા નથી. પરંતુ મારા દાદી જે આ સેયવિયા નગરીમાં ધાર્મિક – યાવત્ – વૃત્તિયુક્ત શ્રમણોપાસિકા હતા, જીવાજીવના જ્ઞાતા હતા – યાવત્ – આત્માને ભાવિત કરતા વિચરતા હતા. આપના કથનાનુસાર તેણી પુણ્ય ઉપાર્જન કરીને, મૃત્યુ પામીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થઈ છે. હું તેનો ઇષ્ટ, કાંત યાવત્ – પૌત્ર છું. જો તે દાદી અહીં આવીને મને કહે કે, હે પૌત્ર ! હું તારી દાદી આ સેયવિયા નગરીમાં ધાર્મિક જીવન જીવતી યાવત્ શ્રમણોપાસિકા હતી. મેં ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું – યાવત્ – દેવલોકે ઉત્પન્ન થઈ છું, - - માટે હે પૌત્ર ! તું પણ – યાવત્ – ધાર્મિક જીવન વ્યતીત કર, જેથી ઘણું પુણ્ય ઉપાર્જન કરીને - યાવત્ દેવલોકમાં ઉત્પન્ન થઈશ. મારા દાદી આવીને આ પ્રમાણે કહે તો હે ભદંત ! હું માનુ કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. પણ તે બંને એક નથી. પણ મારા દાદી આવીને મને આમ કહેતા નથી, ત્યાં સુધી મારી આ ધારણા સુપ્રતિષ્ઠિત છે કે, જે જીવ છે તે જ શરીર છે, બંને જુદા નથી. ત્યારે કેશી–કુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું કે, હે પ્રદેશી ! સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરી, ભીનું વસ્ત્ર પહેરી, હાથમાં ભંગાર તથા ધૂપદાન લઈને દેવકુળમાં પ્રવિષ્ટ થતી વખતે કોઈ પુરુષ વિષ્ટાગૃહમાં ઊભો રહીને કહે કે Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૪૧ હે સ્વામી ! આવો, થોડી વાર અહીં બેસો – ઊભા રહો, સુઓ – તો હે પ્રદેશી ! શું એક ક્ષણ માટે પણ તું તે પુરુષની આ વાત સ્વીકારીશ? હે ભદંત ! આ વાત સ્વીકારી શકાય નહીં. હે પ્રદેશી ! તું તે પુરુષની વાત કેમ સ્વીકારતો નથી ? હે ભદત ! કેમકે તે સ્થાન અશુચિ અને અશુચિ વ્યાપ્ત છે. હે પ્રદેશી ! તે જ પ્રમાણે તારા દાદી જે આ સેવિયા નગરીમાં ધાર્મિક – યાવત્ – શ્રમણોપાસિકા હતા, બહુ પુણ્ય સંચિત કરીને દેવલોકે ગયા – યાવત્ – તું તેનો ઇષ્ટ, કાંત પૌત્ર છો. તે તારા દાદી જો જલ્દીથી મનુષ્યલોકમાં આવવા ઇચ્છે તો પણ આવી ન શકે કેમકે હે પ્રદેશી ! નિમ્નોક્ત કારણે દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન જીવ ઇચ્છતો હોય તો પણ મનુષ્યલોકમાં આવી શકતો નથી (૧) તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં મૂર્ણિત, ગૃદ્ધ, આસક્ત અને તલ્લીન થઈ જવાથી મનુષ્યસંબંધી ભોગો પ્રતિ આકર્ષિત ન થતો, ધ્યાન ન દેતો, ઇચ્છા કરતો નથી. (૨) વળી ઉક્ત કારણે તે દેવનું મનુષ્યસંબંધી પ્રેમબંધન બુચ્છિન્ન થઈ જાય છે. દિવ્ય દૈવિક ભોગસંબંધી અનુરાગ સંક્રાંત થાય છે. (૩) વળી – ઉક્ત કારણે તે મનમાં વિચારે કે હમણાં જઈશ, પણ તેટલાં સમયમાં તો મનુષ્યલોક સંબંધી તેના અલ્પ આયુવાળા સ્વજન, સ્નેહી આદિ મૃત્યુ પામે છે. (૪) વળી – ઉક્ત કારણે તેને મર્યલોક સંબંધી અતિ તીવ્ર દુર્ગધ પ્રતિકૂળ અને અનિષ્ટ લાગે છે. તે દૂર્ગધ ઉપર આકાશમાં પ૦૦ યોજન સુધી પ્રસરે છે. તેથી તે પ્રદેશી ! આ ચાર કારણોથી દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દેવ મનુષ્ય લોકમાં આવવા ઇચ્છે તો પણ આવી શકતા નથી, તેથી તે પ્રદેશી ! તું માને કે જીવ અન્ય છે, શરીર અન્ય છે, તે બંને એક નથી. ૦ જીવ અને શરીર અન્ય હોવાની સાબિતી : ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! આપની આ ઉપમા કેવળ બુદ્ધિકલ્પિત છે કે, આ કારણે દેવો મનુષ્યલોકમાં આવતા નથી. પણ છે દેવાનુપ્રિય ! કોઈ દિવસે હું બાહ્ય ઉપસ્થાન શાળામાં અનેક ગણનાયક, દંડનાયક, રાઈસર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવારિક, અમાત્ય, ચેટ, પીઠમઈક, નગર, નિગમ, દૂત, સંધિપાલ સાથે પરિવરીને રહેલો હતો. ત્યારે મારા નગરરક્ષક ચોરેલ વસ્તુ, સાક્ષી સહિત ગર્દન અને હાથ બાંધીને એક ચોરને પકડીને મારી પાસે લાવ્યા. ત્યારે મેં તેને જીવતો જ એક લોઢાની કુંભમાં બંધ કરાવ્યો. લોઢાના ઢાંકણાથી તેનું મુખ સારી રીતે ઢાંકી દીધું પછી ગરમ લોઢાથી તેને શાલ કર્યું. રક્ષા માટે વિશ્વાસપાત્ર પુરુષ મૂક્યા. ત્યારપછી એક દિવસ મેં તે લોઢાની કુંભી ખોલાવી. મેં જોયું કે તે પુરુષ મૃત્યુ પામ્યો છે. તે લોકુંભમાં કોઈ છેદ, વિવર, અંતર કે દરાર ન હતા કે જેથી તેની અંદરના પુરુષનો જીવ બહાર નીકળી શકે. અન્યથા તમારા કથનનો વિશ્વાસ પ્રતીતિ કે રુચિ કરી International Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આગમ કથાનુયોગ-૫ લેત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે પણ – યાવત્ – તે મૃત્યુ પામ્યો માટે મારું કથન યોગ્ય જ છે કે જે જીવ છે તે જ શરીર છે અને શરીર છે તે જ જીવ છે, જીવ અને શરીર જુદા જુદા નથી. ત્યારે કેશી-કુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી ! જેમ કોઈ કૂટાગાર શાળા હોય, તે અંદર-બહાર ચારે તરફથી લીધેલી હોય, સારી રીતે આચ્છાદિત હોય, તે ગુપ્ત, ગુપ્ત દ્વારયુક્ત હોય, હવા પણ પ્રવેશી ન શકે તેવી ગંભીર હોય, જો કોઈ પુરુષ તેમાં પ્રવેશીને અંદર ભેરી અને દંડ લઈને જાય, કૂટાગાર શાળાને ચારે તરફથી બંધ કરી દેવાય, તેમાં સહેજ પણ છિદ્ર કે અંતર ન રહે ત્યારે તેમાં રહેલા પુરુષ જોરજોરથી ભેરીને વગાડવા લાગે તો તે પ્રદેશી ! શું તેનો અવાજ બહાર નીકળે કે નહીં ? (હે ભદંત !) નીકળે છે. (સંભળાય છે.) હે પ્રદેશી ! તે કૂટાગાર શાળામાં કોઈ છિદ્ર – યાવત્ – દરાર છે? જેમાંથી તે શબ્દ અંદરથી બહાર નીકળ્યો હોય ? હે ભગવન્! આ અર્થ સમર્થ નથી. (આ વાત યોગ્ય નથી.) હે પ્રદેશી ! આ જ પ્રકારે જીવ પણ અપ્રતિહત ગતિવાળો છે, જેથી તે પૃથ્વીને, શીલાને કે પર્વતને ભેદીને અંદરથી બહાર નીકળી જાય છે. તેથી તે પ્રદેશી ! તું શ્રદ્ધા કરે કે જીવ અને શરીર ભિન્ન-ભિન્ન છે. ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આ ઉપમા બુદ્ધિકલ્પિત છે. કેમકે હે ભદંત! કોઈ વખતે હું બાહ્ય ઉપસ્થાનશાળામાં – યાવત્ – બેઠો હતો. ત્યારે મારા નગરરક્ષક સાલિસહિત – યાવત્ – એક ચોરને લાવ્યા. મેં તે પુરુષને જીવરહિત કરી દીધો. પછી તેને એક લોકુંભમાં બંધ કરાવી, લોઢાનું ઢાંકણ દીધું – થાવત્ – વિશ્વાસુ પુરુષોને રક્ષા કરવા મૂક્યા. ત્યારપછી કોઈ દિવસે મેં તે કુંભીને ઉઘડાવી. તો તે લોકુંભી કૃમિથી વ્યાપ્ત જોઈ તે કુંભમાં કોઈ છિદ્ર – યાવત્ – દરાર ન હતા. જેમાંથી કોઈ જીવ બહારથી અંદર પ્રવેશી શકે. જો તેમાં કોઈ છિદ્રાદિ હોત તો માની શકાત કે તેમાં થઈને કોઈ જીવકુંભમાં પ્રવેશી શકે. તો હું શ્રદ્ધા કરત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. તેથી એ વાત યોગ્ય છે કે જીવ એ જ શરીર છે. ત્યારે કેશી-કુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી તે પહેલા ક્યારેય અગ્નિથી તપાવેલ લોઢું જોયું છે ? તેં લોઢું તપાવ્યું છે ? હાં, ભદંત મેં જોયેલ છે. હે પ્રદેશી ! તપાવેલ લોઢુ પૂર્ણતયા અગ્રિ પરિણત થાય છે ? હાં, ભદંત ! થઈ જાય છે. હે પ્રદેશી ! તે લોઢામાં કોઈ છિદ્ર – યાવત્ – દરાર છે કે જેમાંથી અગ્નિ તેની અંદર પ્રવેશી ગયેલ હોય ? હે ભદંત ! આ અર્થ સમર્થ નથી. Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૪૩ હે પ્રદેશી ! જીવની પણ અપ્રતિહત ગતિ છે. જેથી તે પૃથ્વી કે શિલાને ભેદીને બહારથી અંદરના પ્રદેશોમાં પ્રવિષ્ટ થઈ જાય છે. તેથી તે પ્રદેશી ! તું આ શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. ૦ જીવ અને શરીરના અન્યત્વ વિષયક નિરપણ : ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આપની આ ઉપમા બુદ્ધિ કલ્પિત છે. તેથી જીવ અને શરીરની ભિન્નતા સિદ્ધ થતી નથી. હે ભદંત ! જેમ કોઈ એક તરુણ – યાવત્ – સ્વકાર્યમાં નિપુણ પુરુષ એક સાથે પાંચ બાણો છોડવામાં સમર્થ છે ? હાં, પ્રદેશી ! તે સમર્થ છે. હે ભદંત ! જો તે પુરુષ જો બાળક – યાવત્ – મંદ વિજ્ઞાનવાળો હોવા છતાં પણ પાંચ બાણો એક સાથે છોડવામાં સમર્થ હોય તો હે ભદંત ! હું એ શ્રદ્ધા કરી શકું કે જીવ અને શરીર બંને ભિન્ન-ભિન્ન છે. પણ હે ભદંત ! – યાવત્ – મંદ વિજ્ઞાનવાળો તે પુરુષ એક સાથે પાંચ બાણો છોડવામાં સમર્થ નથી, તેથી મારી માન્યતા સુપ્રતિષ્ઠિત છે કે જીવ છે તે જ શરીર છે. ત્યારે કેશી-કુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું કે, જેમ કોઈ એક તરુણ – યાવત્ – કાર્યકુશળ પુરષ નવું ધનુષ – નવી પ્રત્યંચા – નવું બાણ લઈ એક સાથે પાંચ બાણ છોડવામાં સમર્થ છે ? હાં, ભદંત ! સમર્થ છે ? હે પ્રદેશી ! પણ તે તરુણ – યાવત્ – કાર્યકુશળ પુરુષ જીર્ણ, શીર્ણ, ધનુષ અને જીર્ણ પ્રત્યંચ ! અને તેવા જ બાણથી આ કાર્ય કરી શકે ? હે ભદંત ! આ વાત બરોબર નથી. હે પ્રદેશી ! કયા કારણથી આ વાત બરાબર નથી ? હે ભદંત ! તે પુરુષ પાસે ઉપકરણ છે તે અપર્યાપ્ત છે. હે પ્રદેશી ! એ જ રીતે બાળક – યાવત્ – મંદ વિજ્ઞાનવાળા પુરુષ યોગ્યતારૂપ ઉપકરણની અપર્યાપ્તતાને કારણે પાંચ બાણોને છોડવા સમર્થ થતો નથી. તેથી તે પ્રદેશી ! તું શ્રદ્ધા કર, જીવ અને શરીર ભિન્ન-ભિન્ન છે. ત્યારે પ્રદેશી રાજાએ પુનઃ કુમાર શ્રમણને કહ્યું, હે ભદંત ! આ તો માત્ર બૌદ્ધિક ઉપમાં છે. તેથી એ સિદ્ધ થતું નથી કે જીવ અને શરીર ભિન્ન ભિન્ન છે. હે ભદંત ! જેમ કોઈ એક તરણ – યાવત્ – કાર્યદક્ષ પુરુષ એક વિશાળ વજનદાર લોઢાનો, શીશાનો, રાંગનો, લવણાદિકનો ભાર ઉપાડવા સમર્થ છે ? હે ભદંત ! હાં, તે સમર્થ છે, પણ જો તે પુરુષ વૃદ્ધ – જર્જરિત શરીરી, શિથિલ, કરચલી પડેલો અને અશક્ત થઈ જાય, ચાલવા માટે હાથમાં લાકડી લે, દાંત પડી ગયા હોય, રોગથી પીડિત હોય, કમજોર હોય, દુર્બળ અને કલાત હોય તો તે વજનદાર લોહ આદિનો ભાર ઉઠાવવા સમર્થ ન થાય. તેથી હે ભદંત ! જો તે પુરુષ વૃદ્ધ – યાવત્ – પરિક્ષાંત હોવા છતાં તે વિશાળ લોહભારને – વાવ - ઉઠાવવામાં સમર્થ હોત તો હું Page #245 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૫ શ્રદ્ધા કરત કે જીવ અને શરીર ભિન્ન છે. પણ હે ભદંત ! જો તે પુરુષ લોહ આદિ ભાર ન ઉઠાવી શકે તો મારી આ માન્યતા યોગ્ય જ છે કે જીવ અને શરીર ભિન્ન નથી – એક જ છે. ૨૪૪ ત્યારે કેશી—કુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, જેમ કોઈ તરુણ – યાવત્ – કાર્યકુશળ પુરુષ નવીન કાવડથી, દોરડાના બનેલ સીક્કાથી, નવી ટોકરીથી એક ઘણાં વજનદાર લોડભારને યાવતુ વહન કરવામાં સમર્થ બને કે નહીં ? -- હે ભદંત ! તે સમર્થ છે. હે પ્રદેશી ! જો તરુણ યાવત્ – કાર્યકુશળ પુરુષ સડેલી, કમજોર, ધુણો ખાધેલી કાવડથી, જીર્ણ, શીર્ણ, ઢીલા સીક્કાથી અને પુરાણા કમજોર ટોકરાથી એક ભારે વજનદાર લોહભાર આદિ લઈ જવા સમર્થ છે ? - - હે ભદંત ! આ વાત શક્ય નથી. હે પ્રદેશી ! આ વાત કેમ શક્ય નથી ? હે ભદંત ! તે પુરુષ પાસે ભાર વહન કરવાના ઉપકરણ જીર્ણ—શીર્ણ છે. હે પ્રદેશી ! આ જ પ્રકારે તે પુરુષ જીર્ણ, શીર્ણ – યાવત્ – કુલાંત શરીરાદિ ઉપકરણોવાળો હોવાથી એક ભારે વજનદાર લોહભારને – યાવત્ – ઉઠાવવા સમર્થ નથી. તેથી હે પ્રદેશી ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે – શરીર અન્ય છે. ૦ જીવના અગુરુલઘુત્વ સંબંધી નિવેદન :– ત્યારે તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આ તો આપની બુદ્ધિ કલ્પિત ઉપમા માત્ર છે. તેનાથી જીવ અને શરીરની ભિન્નતા સિદ્ધ થતી નથી. પણ જે કારણ હું બતાવું છું તેથી સિદ્ધ થાય છે કે જીવ અને શરીર એક જ છે. તે આ પ્રમાણે– હે ભદંત ! હું ગણનાયક આદિની સાથે બાહ્ય ઉપસ્થાનશાળામાં બેઠો હતો. તે સમયે મારો નગરરક્ષક એક ચોરને પકડીને લાવ્યો. મેં તેનું વજન જીવતો હતો ત્યારે કર્યું. પછી તેના અંગભંગ કર્યા વિના મારી નાંખ્યો. ફરી વજન કર્યું. પણ તે પુરુષનું વજન પહેલાં કે પછી સરખું જ હતું. તેનું વજન વધ્યું કે ઘટ્યું નહીં. તેથી હે ભદંત ! જો તેના વજનમાં જીવતા કે મૃત્યુ પછી ફર્ક પડેલ હોત તો હું શ્રદ્ધા કરત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. પણ જીવ અને શરીર એક છે, તે મારી ધારણા સુપ્રતિષ્ઠ છે કેમકે તેનું વજન બંને અવસ્થામાં સરખું જ હતું. ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી ! તેં કદી મશકમાં હવા ભરી કે ભરાવી છે ? હે ભદંત ! હાં, ભરાવેલ છે. હે પ્રદેશી ! તને તે મશક ખાલી હતી ત્યારે અને હવા ભર્યા પછી તે બંનેના વજનમાં કોઈ ફર્ક જાણ્યો ? યાવત્ – લઘુતા માલૂમ પડી ? હે ભદંત ! આ અર્થ સમર્થ નથી. (તેનું વજન સરખું જ રહ્યું.) હે પ્રદેશી ! આ જ પ્રકારે જીવનું અગુરુલઘુત્વ સમજીને ચોરના જીવિત કે Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૪૫ મૃતાવસ્થામાં વજનમાં કોઈ ભેદ–લઘુતા ન થઈ. માટે તું શ્રદ્ધા કર કે જીવ અને શરીર ભિન્ન છે, પણ એક નથી ૦ જીવના આદર્શનીયપણાનું નિરૂપણ : ત્યારે પ્રદેશી રાજાએ કેશી-કુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આ તો માત્ર ઉપમા છે, તેથી જીવ અને શરીર ભિન્ન સાબિત થતા નથી. કેમકે હે ભદંત ! કોઈ વખતે હું બેઠો હતો – યાવત્ – ચોરને પકડીને લાવ્યા. ત્યારે મેં તે પુરુષને ચારે તરફથી જોયો, તેમાં ક્યાંય જીવ ન દેખાયો. પછી મેં તેના બે ટુકડા કર્યા. ફરી ચારે તરફથી તપાસ્યો, તો પણ કયાંય જીવને ન જોયો. પછી ત્રણ, ચાર – યાવત્ – સંખ્યાત ટુકડા કર્યા. તો પણ મેં કયાંય જીવને ન જોયો. જ્યારે મેં તેના આટલા ટુકડા કર્યા પછી પણ ક્યાંય જીવને ન જોયો, તો હું કેમ શ્રદ્ધા કરું કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે ? પણ હે ભદંત ! મેં જીવને જોયો નથી માટે મારી આ માન્યતા સુપ્રતિષ્ઠ છે કે, જે જીવ છે તે જ શરીર છે, શરીર છે તે જ જીવ છે. ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને કહ્યું, હે પ્રદેશી ! તું તેં તુચ્છતર (કઠિયારાથી પણ) અધિક મૂઢ જણાય છે. હે ભદંત ! તે તુચ્છતર (કઠિયારો) કોણ છે ? હે પ્રદેશી ! જેમ કેટલાંક પુરુષ વનમાં રહેનારા, વનથી આજીવિકા કમાનાર, વનોત્પન્ન વસ્તુ શોધવા આગ અને અંગીઠી લઈને લાકડીના વનમાં પ્રવિષ્ટ થયો. ત્યારપછી તે પુરુષોએ ગામથી દૂર – યાવત્ - વનમાં કોઈ પ્રદેશમાં પહોંચીને પોતાની સાથેના એક પુરુષને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! અમે આ લાકડીના વનમાં જઈએ છીએ. તું અહીં અંગીઠીથી આગ લઈને અમારે માટે ભોજન તૈયાર કરજે. જો અંગીઠીમાં આગ બુઝાઈ ગઈ હોય તો તે આ લાકડીથી આગ લઈને ભોજન બનાવજે. એમ કહીને તેઓ વનમાં ગયા. તેમના ગયા પછી કેટલાંક સમયે તે પુરુષે વિચાર્યું કે, હવે હું તે લોકો માટે ભોજન બનાવું. તેણે અંગીઠીમાં આગ બુઝેલી જોઈ. ત્યારપછી તે પુરુષે કાષ્ઠ ઉપાડી, ચારે તરફથી જોયું. પણ તેમાં ક્યાંય આગ ન જોઈ. ત્યારે તે પુરુષે કમર બાંધી. કુહાડી વડે તે લાકડાના બે ટુકડા કરીને ચારે તરફથી જોયું, પણ તેમાં ક્યાય આગ ન જોઈ. એ પ્રમાણે ત્રણ, ચાર – યાવત્ – સંખ્યાત ટુકડા કર્યા, તેને સારી રીતે તપાસ્યા, પણ તેમાં ક્યાંય આગ ન જોઈ. જ્યારે તે પુરુષે સંખ્યાત ટુકડા કર્યા પછી પણ તેમાં આગ ન જોઈ ત્યારે તે શ્રાંત, કુલાંત, ખિન્ન અને દુઃખિત થઈ ગયો. પછી તે બોલ્યો અરે હું તે લોકો માટે ભોજન તૈયાર ન કરી શક્યો, આમ વિચારીને નિરાશ, ચિંતિત, શોકાતુર થઈને હથેળી પર મુખ રાખીને આર્તધ્યાનપૂર્વક જમીનમાં દૃષ્ટિ રાખી ચિંતામાં ડૂબી ગયો. લાકડી કાપીને લોકો પાછા આવ્યા. તેને – ચાવતું – ચિંતાગ્રસ્ત જોઈને પૂછયું – હે દેવાનુપ્રિય ! તું નિરાશ, દુઃખી – યાવત્ – ચિંતામાં કેમ ડૂબેલો છે? Page #247 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૫ - ત્યારે તે પુરુષે કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! આપ લોકોએ લાકડાના વનમાં પ્રવેશતા પહેલા મને કહેલું કે અમે લાકડીના વનમાં જઈએ છીએ – યાવત્ – તેણે સંપૂર્ણ વૃત્તાંત કહ્યો. ત્યારે આ વાત સાંભળીને તે પુરુષોમાં જે એક છેક – દક્ષ, પ્રાપ્તાર્થ – યાવત્ – ઉપદેશલબ્ધ પુરુષ હતો, તેણે પોતાના સાથીને કહ્યું– – - - હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને સ્નાન આદિ કરીને શીઘ્ર આવો. ત્યાં સુધી હું ભોજન તૈયાર કરું છું. એમ કહીને તેણે કમર બાંધી. કુહાડી લીધી. બાણ બનાવ્યું, તેનાથી અરણિકાષ્ઠને ઘસ્યું, આગ પ્રગટી, તેને ફૂંકી, પછી તે પુરુષો માટે વિપુલ અશનાદિ બનાવ્યા. તેટલામાં બીજા લોકો સ્નાન કરીને પછી ભોજન બનાવનાર પાસે આવ્યા. ત્યારે તે પુરુષે બધાં સાથીઓને ભોજન પીરસ્યું. ત્યારે તે પુરુષો – યાવત્ – ભોજનનો સ્વાદ લેતા – યાવત્ — વિચરવા લાગ્યા. ભોજન કરીને આચમન આદિ કરીને પોતાના પહેલા સાથીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! તું જડ, મૂઢ, અપંડિત, નિર્વિજ્ઞાન, અનુપદેશલબ્ધ છો, જે તેં કાષ્ઠના ટુકડાઓમાં અગ્નિ જોવા પ્રયત્ન કર્યો. ૨૪૬ હે પ્રદેશી ! તારી આ પ્રવૃત્તિ જોઈને મેં કહ્યું કે તું તે તુચ્છ કઠિયારાથી પણ અધિક મૂઢ છે, જે શરીરના ટુકડા કરીને જીવને જોવા ઇચ્છે છે. ૦ કેશીકુમાર પ્રદેશી રાજાને નિર્દેશેલ વ્યવહારિત્વ :– ત્યારપછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, આપ જેવા છેક, દક્ષ, બુદ્ધ, કુશલ, મહામતિ, વિનીત, વિજ્ઞાનપ્રાપ્ત, ઉપદેશલબ્ધ પુરુષને આ વિશાળ પર્ષદા વચ્ચે મારે માટે આવા અશિષ્ટ જનોચિત નિષ્ઠુર આક્રોશપૂર્ણ શબ્દપ્રયોગ, નિર્ભર્ત્યના, અવહેલના વાક્યો કહેવા યોગ્ય છે ? ત્યારે કેશી—કુમાર શ્રમણે પ્રદેશી રાજાને આમ કહ્યું, હે પ્રદેશી ! તું જાણે છે કે પર્ષદા કેટલા પ્રકારે છે ? હાં, ભદંત ! જાણું છું, પર્ષદા ચાર છે ક્ષત્રિય, ગાથાપતિ, માહણ અને ઋષિ પર્ષદા. હે પ્રદેશી ! તું એ પણ જાણે છે કે આ ચાર પર્ષદામાંથી તેના તેના અપરાધીઓને માટે શું દંડનીતિ બતાવી છે ? હે ભદંત ! જાણું છું. જે ક્ષત્રિય પર્ષદાનો અપરાધ કરે છે તેના હાથ કે પગ કે મસ્તક કાપી નંખાય છે, તેને શૂળીએ ચઢાવાય છે અથવા એક જ પ્રહારથી તેને જીવનથી રહિત કરી દેવાય છે. જે ગાથાપતિ પર્ષદાનો અપરાધ કરે છે તેને ઘાસ કે પાંદડા કે પલાલમાં લપેટીને આગમાં ફેંકી દેવામાં આવે છે. અમણામ જે માહણ પર્ષદાનો અપરાધ કરે છે તેને અનિષ્ટ, અપ્રિય – યાવત્ શબ્દોથી ઉપાલંભ આપીને અગ્નિતપ્ત લોહથી કુંડિકા અથવા કુતરાના ચિન્હથી લાંછિત કરાય છે અથવા દેશનિકાલ કરાય છે. જે ઋષિપર્ષદાનો અપરાધ કરે છે તેને અતિ અનિષ્ટ નહીં - યાવત્ -- BOD અતિ Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૪૭ - - - - - - અમનોજ્ઞ નહીં તેવા શબ્દોથી ઉપાલંભ અપાય છે. હે પ્રદેશી ! આવા પ્રકારની દંડનીતિને જાણતા હોવા છતાં પણ તું મારા પ્રતિ વિપરિત, પરિતાપજનક, પ્રતિકૂળ, વિરુદ્ધ વ્યવહાર કરે છે ? ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! મારો આપ દેવાનુપ્રિય પાસે પ્રથમવાર વાર્તાલાપ થઈ રહ્યો છે. તેથી મને આવો આંતરિક – થાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે જેટલું–જેટલું અને જે-જે હું આમની વિપરિત – થાવત્ – સર્વથા વિપરિત વ્યવહાર કરીશ તો તેટલું–તેટલું અને તેને હું અધિક તત્ત્વને જાણીશ. જ્ઞાનને, જ્ઞાનના લાભને ચારિત્રને, ચારિત્રલાભને, દર્શન, દર્શન લાભને, જીવને, જીવના સ્વરૂપને જાણીશ. તેથી મેં આપ દેવાનુપ્રિયની સાથે વિપરિત – યાવત્ – વિરુદ્ધ વ્યવહાર કર્યો છે. ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી! તું જાણે છે કે વ્યવહાર કેટલા પ્રકારે બતાવેલ છે ? હાં, ભદંત ! જાણું છું વ્યવહાર ચાર પ્રકારે છે – કોઈ આપે છે પણ પ્રેમથી વાત નથી કરતો, કોઈ પ્રેમથી વાત કરે છે પણ કંઈ આપતો નથી, કોઈ આપે પણ છે અને પ્રેમથી વાર્તાલાપ પણ કરે છે, કોઈ આપતા પણ નથી, વાત પણ કરતા નથી. હે પ્રદેશી! તું જાણે છે – આ ચાર પ્રકારના પુરુષોમાં કોણ વ્યવહારિક અને કોણ અવ્યવહારિક છે ? હે ભદંત ! જાણું છું – જે પુરુષ આપે છે પણ સંભાષણ નથી કરતો તે વ્યવહારિક છે જે પુરુષ આપતો નથી પણ સંભાષણથી સંતોષ આપે છે તે પણ વ્યવહારી છે. જે આપે પણ છે અને સંભાષણ પણ કરે છે તે પણ વ્યવહારી છે પણ જે આપતો નથી અને સંભાષણ પણ કરતો નથી, તે અવ્યવહારીક છે. હે પ્રદેશી ! આ પ્રમાણે તું વ્યવહારી છો, અવ્યવહારીક નથી. ૦ કેશીકુમાર શ્રમણ નિર્દિષ્ટ જીવનું અદર્શનીયત્વ : ત્યારે તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આપ છેક, દક્ષ – યાવત્ – ઉપદેશલબ્ધ છો. તેથી હે ભદંત ! આપ મને હથેળીમાં સ્થિત આંબળાની માફક શરીરથી કાઢીને જીવ દેખાડી શકો ? તે કાળે, તે સમયે પ્રદેશી રાજાની નીકટથી પવનથી તૃણ, ઘાસ, વૃક્ષાદિ હલવા, કંપવા, ફરકવા, પરસ્પર ટકરાવા લાગ્યા. તે-તે ભાવને પરિણમ્યા. ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજાને પૂછ્યું, હે પ્રદેશી ! તું આ તૃણાદિને કંપતા – યાવત્ – તે તે ભાવે પરિણમતા જુએ છે ? હે ભદંત ! હાં, હું જોઉં છું. હે પ્રદેશી ! શું તું એ માને છે કે આ તૃણાદિને કોઈ દેવ, અસુર, નાગ, કિન્નર, કિપુરુષ. મહોરગ કે ગંધર્વ કંપાવી રહ્યા છે? હે ભદંત ! જાણું છું કે તેને કોઈ દેવ – યાવતુ – ગંધર્વ કંપાવી રહ્યા નથી પણ તે વાયુકાયથી કંપી રહેલ છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ આગમ કથાનુયોગ-૫ હે પ્રદેશી ! શું તું આ મૂર્ત, કામ, રાગ, મોહ, વેદ, લેસ્થા અને શરીરધારી વાયુકાયના રૂપને જુએ છે ? હે ભદંત ! એ અર્થ સમર્થ નથી. (ના હું તે જોતો નથી.) હે પ્રદેશી ! જ્યારે તું આ મૂર્ત – યાવત્ – સશરીરી વાયુને જોઈ નથી શકતો તો અમૂર્ત એવા જીવને હાથમાં રાખેલ આંબળાની જેમ કઈ રીતે દેખાડું ? કેમકે – છઘ0 મનુષ્ય આ દશ વસ્તુઓને તેના સર્વભાવોને જોઈ કે જાણી શકતા નથી. ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. અશરીરીજીવ, ૫. પરમાણુ પુદ્ગલ, ૬. શબ્દ, ૭. ગંધ, ૮. વાયુ. ૯. આ જિન થશે કે નહીં, ૧૦. આ સર્વ દુઃખોનો ક્ષય કરશે કે નહીં ? પરંતુ ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર અરિહંત, જિન, કેવલી આ દશે વસ્તુને તેના સમસ્ત પર્યાય સહિત જાણે છે. ધર્માસ્તિકાય આદિ દશ. તેથી તે પ્રદેશી ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. ૦ જીવપ્રદેશોનું શરીર પ્રમાણાવગાહિત્ય : ત્યારે પ્રદેશી રાજાએ કેશી–કુમાર શ્રમણને આ પ્રમાણે પૂછયું – હે ભદત ! શું હાથી અને કુંથુનો જીવ એક સમાન છે ? હાં, પ્રદેશી ! હાથી અને કુંથુનો જીવ (આત્મપ્રદેશથી) સમાન છે. હે ભદંત ! હાથીથી તો કુંથુ અલ્પ કર્મવાળો, અલ્પ ક્રિયાવાળો, અલ્પ આસવવાળો છે, તે જ રીતે તે કુંથુનો આહાર, નિહાર, ઉચ્છવાસ, નિઃશ્વાસ, ઋદ્ધિ આદિ પણ અલ્પ છે. તો કુંથુવા કરતા હાથી અધિક ક્રિયાવાળો છે ? હાં, પ્રદેશી ! હાથીથી કુંથુંવો અલ્પ કર્મવાળો અને કુંથુથી હાથી મહાકર્મવાળો ઇત્યાદિ છે. હે ભદંત ! તો પછી બંને જીવ સમાન પરિમાણવાળા કઈ રીતે છે ? હે પ્રદેશી ! તે બંને એ રીતે સમાન પરિમાણવાળા છે કે, જેમ કોઈ એક કૂટાગાર – ચાવત્ – વિશાળ ઊંડી શાળા હોય અને કોઈ એક પુરુષ તે કૂટાગાર શાળામાં અગ્નિ અને દીવા સાથે જઈને મધ્ય ભાગમાં ઊભો રહે. પછી કૂટાગારશાળાને ચારે તરફથી બંધ કરી દેવાય. પછી તે કૂટાગાર શાળામાં વચ્ચોવચ્ચ તે દીવો પ્રગટાવાય તો તે દીવો તે કૂટાગાર શાળાના અંતર્વર્તી ભાગને પ્રકાશિત, ઉદ્યોતિત, તાપિતા અને પ્રભાસિત કરે છે, પણ તે શાળાની બહારના ભાગને પ્રકાશિતાદિ નથી કરતો. હવે જો તે પુરુષ દીવાને એક મોટી પેટીમાં રાખી દે, તો તે દીવો તે પેટીના અંદરના ભાગને જ પ્રકાશિત આદિ કરશે, પણ પેટીના બહારના ભાગને કે કૂટાગાર શાળાના બહારના ભાગને પ્રકાશિત આદિ નહીં કરે. આ પ્રકારે ગોકલિંજ, ગંડમાણિકા, પલિપિટક, આઢક, અધાંઢક, પ્રસ્થક, અર્ધપ્રસ્થક, કુલબ, અર્ધકુલબ, ચાતુભગિકા – યાવત્ – ચતુષ્પષ્ટિકા કે દીપચંપકથી ઢાંકે તો તે દીવો તેને ઢાંકનારા પાત્રના અંદરના ભાગને પ્રકાશિત આદિ કરશે. પણ તે–તેથી બહારના ભાગને પ્રકાશિત આદિ નહીં કરે. Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૪૯ આ પ્રમાણે તે પ્રદેશી ! પૂર્વભવોપાર્જિત કર્મથી જીવ નાના કે મોટા શરીરને પ્રાપ્ત થાય તો તે શરીરને પોતાના અસંખ્યાત આત્મપ્રદેશોથી સંચિત કરે છે. તેથી તે પ્રદેશી ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. ૦ પશ્ચાનતાપ નિષેધ પ્રરૂપણા – ત્યારે તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! મારા દાદાની આવી સંજ્ઞા – યાવત્ – સિદ્ધાંત હતો કે જે જીવ છે તે શરીર છે અને જે શરીર છે તે જીવ છે. પણ તે પરસ્પર ભિન્ન નથી. ત્યારપછી મારા પિતાની, ત્યારપછી મારી પણ આ સંજ્ઞા – યાવત્ – આ જ સિદ્ધાંત છે. તો પછી અનેક પુરષથી ચાલતી આ પરંપરા, કુળનિશ્ચિત દૃષ્ટિ કઈ રીતે છોડી શકું ? ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી ! તું તે અયોહારકની માફક પશ્ચાનતાપ ન થા. હે ભદંત ! તે અયોહારક કોણ હતો ? હે પ્રદેશી ! કોઈ અર્થના અર્થી, અર્થગવેષી, અર્થલબ્ધક, અર્થકાંક્ષી, અર્થ પિપાસિત, અર્થગવેષક પુરુષ વિપુલ, પ્રણિત, ભાંડ માત્રમાં ઘણાં જ ભોજન, પાન, પદાર્થો લઈને એક મોટી, અગામિક, નિર્જ, દીર્ધ અટવીમાં પ્રવેશ્યા. ત્યારપછી જ્યારે તે લોકો તે નિર્જન અટવીમાં કંઈક ચાલ્યા, ત્યારે કોઈ એક સ્થાને તેઓએ ચારે તરફ શ્રેષ્ઠ, સાર યુક્ત, ચમકતી લોઢાની ભરેલી લાંબી, પહોળી, ઊંડી એક વિશાળ લોઢાની ખાણ જોઈ. તેને જોઈને હર્ષિત, સંતુષ્ટ થઈને પરસ્પર બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! આ લોઢાનો સંગ્રહ કરવો આપણા માટે ઇષ્ટ, કાંત – યાવત્ – મનોજ્ઞ છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે લોહ–ભાર બાંધી લઈએ. એમ કહીને પરસ્પર વિચાર સ્વીકાર્યો. લોહભાર બાંધીને આગળ ચાલ્યા. ત્યારપછી તેઓ તે જ નિર્જન - યાવત્ – અટવીમાં ચાલતા બીજે સ્થાને ગયા. ત્યાં તેઓએ સીસાની ભરેલી એક વિશાળ ખાણ જોઈ – યાવત્ – આપણે માટે સીસાનો સંગ્રહ કરવો – યાવત્ – લાભદાયી છે. કેમકે થોડા સીસાના બદલામાં ઘણું લોઢું ખરીદી શકીશું. તેથી હે દેવાનુપ્રિયો ! આ લોઢાનો ભાર છોડીને આપણે સીસાને બાંધવું જોઈએ - યાવત્ -- તેઓએ સીસાનો ભારો બાંધ્યો. ત્યારે એક પુરુષે કહ્યું કે, આ લોઢાનો ભારો હું ઘણે દૂરથી ઉપાડીને આવ્યો છું. ઘણાં સમયથી ઉપાડેલ છે – મેં તેને ગાઢ બંધનથી બાંધેલ છે. અશિથિલ બંધનથી બાંધેલ છે – અત્યધિક પ્રગાઢ બંધનથી કસીને બાંધેલ છે. તેથી હું આ લોકભાર છોડીને સીસાનો ભારો બાંધી શકતો નથી. ત્યારે તે પુરુષો આ પુરુષને જ્યારે અનેક આખ્યાપના, પ્રજ્ઞાપનાથી સમજાવવામાં સફળ ન થયા ત્યારે યથાક્રમે આગળ ચાલ્યા. એ પ્રમાણે ચાલતા-ચાલતા આગળ તાંબાની, ચાંદીની, રત્નોની, વજની, હીરાની ખાણ જોઈ. ત્યાં ત્યાં તેઓ પૂર્વ–પૂર્વની અલ્પમૂલ્ય વસ્તુને છોડી બહુમૂલ્ય વસ્તુની પોટલી બાંધતા ગયા. પણ પોતાના દુરાગ્રહી સાથીનો દુરાગ્રહ ન છોડાવી શકયા. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ આગમ કથાનુયોગ-૫ ત્યારપછી તે પુરુષો પોતપોતાને જનપદ કે નગરમાં આવ્યા. હીરાને વેચીને પ્રાપ્ત ધનથી ઘણાં જ દાસ, દાસી, ગાય, ભેંસ, બકરી લીધા. આઠ મજલાના ભવન બનાવ્યા. પછી સ્નાનાદિ કરી તે પ્રાસાદના ઉપરના માળે બેસી, જોરજોરથી વગાડાતા મૃદંગ આદિ વાદ્ય નિનાદો – યાવત્ – મનુષ્યસંબંધી કામભોગોને ભોગવતા વિચારવા લાગ્યા. ત્યારપછી તે લોહભારવાળો પુરુષ પોતાના નગરે આવ્યો. તેણે લો વેંચ્યું. પણ તે અલ્પ મૂલ્ય હોવાથી અલ્પ લાભ થયો. ત્યારે પોતાના સાથીઓને શ્રેષ્ઠ પ્રાસાદો પર – થાવત્ – વિચરણ કરતા જોઈને તે મનોમન બોલ્યો, અરે ! હું અધન્ય, પુણ્યહીન, અકૃતાર્થ, અકૃત્ લક્ષણ, હી–શ્રીવર્જિત, હીનપુણ્ય, ચૌદશીયો, દુરંત-પ્રાંત લક્ષણો છું. જો મેં તે મિત્ર, જ્ઞાતિજને આદિની વાત માની હોત તો હું પણ શ્રેષ્ઠ પ્રાસાદમાં – યાવત્ – વિચરણ કરત. તેથી તે પ્રદેશી ! મેં કહ્યું કે, હે પ્રદેશી ! તું પશ્ચાનુતાપિત ન થા. જે રીતે તે અયોભારક પુરુષ થયો હતો. ૦ પ્રદેશ રાજા દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર : આ પ્રમાણે સજાવ્યો ત્યારે તે પ્રદેશી રાજાએ કેશકુમાર શ્રમણને વંદન કરી આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! હું પશ્ચામુતાપિત નહીં થઉં. પણ હે દેવાનુપ્રિય ! કેવલિપ્રજ્ઞત ધર્મને શ્રવણ કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી જેમ ચિત્તસારથીને ધર્મ કહેલો, તેમ પ્રદેશી રાજાને પણ કહ્યો તેણે પણ એ જ રીતે શ્રાવકધર્મ સ્વીકાર્યો. સેવિયાનગરી જવા ઉદ્યત થયો. ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી ! તું જાણે છે કે આચાર્ય કેટલા કહ્યા છે ? હાં, ભદંત ! જાણું છું આચાર્ય ત્રણ પ્રકારે છે : (૧) કલાચાર્ય, (૨) શિલ્પાચાર્ય અને (૩) ધર્માચાર્ય. હે પ્રદેશી ! તું જાણે છે, તેમાં કોની સાથે કેવો વિનય કરાય ? હાં ભદંત ! જાણું છું. કલાચાર્ય અને શિલ્પાચાર્યને ઉપલેપન અને સંસજ્જન કરવું જોઈએ. તેમની પાસે પુષ્પાદિ ભેટ રાખવી જોઈએ. તેમનું મંડન, મજ્જન, ભોજનદાન, વિપુલ આજીવિકા યોગ્ય પ્રીતિદાન આપવું જોઈએ જેથી પુત્ર–પૌત્ર સુધી તે આજીવિકા ચાલે. જ્યારે ધર્માચાર્યને જ્યાં જુઓ ત્યાં વંદન, નમન, સત્કાર, સન્માન કરવા જોઈએ, તેમને કલ્યાણ, મંગલ, દેવરૂપ, ચૈત્યરૂપ માની પર્યાપાસના કરવી જોઈએ. પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમથી પ્રતિલાભિત કરી, પ્રાતિહારિક પીઠ, ફલક, વાચ્યા, સંસ્તારક માટે નિમંત્રણ કરવા જોઈએ. હે પ્રદેશી ! તું આ પ્રમાણે વિનય જાણે છે. તારે મારા પ્રત્યે કરેલ પ્રતિકૂળ વ્યવહાર માટે મારી ક્ષમા માંગ્યા વિના સેયવિયા નગરી જાય છે ? ત્યારે પ્રદેશી રાજાએ કેશી–કુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત! મને આવા Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૫૧ પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, હે દેવાનુપ્રિય! મેં આપના પ્રતિ જે પ્રતિકૂળ વ્યવહાર કર્યો, તો મારે માટે ઉચિત છે કે કાલે પ્રભાત થાય – કાવત્ – સૂર્ય પ્રકાશિત થાય ત્યારે અંતઃપુર પરિવાર સાથે આપને વંદન–નમસ્કાર કરીને મારા અપરાધ માટે વિનયપૂર્વક વારંવાર ખમાવું. એમ કહીને તે પાછો ચાલ્યો ગયો. ત્યારપછી તે પ્રદેશી રાજા બીજે દિવસે પ્રભાત થયું – યાવત્ – સૂર્ય પ્રકાશિત થયો ત્યારે હર્ષિત, સંતુષ્ટ થઈને કોણિક રાજા માફક નીકળ્યો. અંતઃપુર પરિવાર આદિ સહિત પાંચ અભિગમ પૂર્વક વંદન–નમસ્કાર કરીને યથાવિધિ વિનયપૂર્વક પોતાના આચરણ માટે વારંવાર ખમાવ્યા. ત્યારપછી કેશીકુમાર શ્રમણે તે પ્રદેશ રાજ, સૂર્યકાંતા આદિ રાણીઓ અને તે અતિ વિશાળ પર્ષદાને – યાવત્ – ધર્મ કહ્યો. ત્યારપછી પ્રદેશી રાજા ધર્મ સાંભળીને, અવધારીને ઊભો થયો. તેણે કેશીકુમાર શ્રમણને વંદન–નમસ્કાર કર્યા. સેવિયાનગરી તરફ જવાને માટે ઉદ્યત થયો, ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને કહ્યું હે પ્રદેશી ! પૂર્વે રમણીય થઈને પછી અરમણીય ન થતો. જે રીતે વનખંડ, નૃત્યશાળા, ઇસુવાડ કે ખલવાડ પછી અરમણીય થાય છે. હે પ્રદેશી ! સાંભળ, જ્યાં સુધી વનખંડ પત્ર, પુષ્પ, ફળ, હરિતકથી શોભિત હોય છે, શોભાથી અતીવ-અતીવ શોભે છે ત્યારે તે વનખંડ રમણીય લાગે છે. પણ જ્યારે તે વનખંડ પુષ્પ, પત્ર, ફળ, હરિતકથી રહિત થાય છે ત્યારે તે આનંદ આપતું નથી, શોભારહિતથી ઉપશોભિત થતું નથી. ત્યારે જીર્ણ, ઝડ જવાથી, છાલ અને પત્ર સડી જવાથી, શુષ્ક વૃક્ષ માફક પ્લાન થતાં તે વનખંડ રમણીય રહેતું નથી. આ પ્રમાણે નૃત્યશાળા પણ જ્યાં સુધી ગીત ગવાતા હોય, નૃત્ય થતા હોય, હાસ્યથી વ્યાપ્ત હોય, વિવિધ પ્રકારની ક્રીડા થતી હોય ત્યાં સુધી તે નૃત્યશાળા રમણીય લાગે છે. પણ જ્યારે તેમાં ગીત-સંગીત આદિને થતા હોય ત્યારે નૃત્યશાળા અરમણીય બને છે, હે પ્રદેશી ! જ્યાં સુધી ઇસુવાડમાં ઇસુ (શેરડી) કપાતી હોય, ટુટતી હોય, પિલાતી હોય, લોકો રસ પીતા હોય, કોઈ લેતું–દેતું હોય ત્યાં સુધી તે ઇસુવાડ રમણીય લાગે છે. પણ જ્યારે આમાંનું કશું ન રહે ત્યારે અરમણીય થાય છે. એ જ પ્રમાણે ખલવાડમાં ધાન્યના ઢેર હોય, છળવું, મર્દન, તેલ પીલાવું, ખાવું, પીવાવું, આપવું, લેવું થતું હોય ત્યાં સુધી તે ખલવાડ રમણીય લાગે છે પણ જ્યારે ધાન્યના ઢેર આદિ ન રહે ત્યારે તે ખલવાડ અરમણીય બની જાય છે. તેથી હે પ્રદેશી ! મેં એમ કહ્યું કે તું પહેલા રમણીય થઈને પછી વનખંડ આદિની માફક અરમણીય થતો નહીં. ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! હું વનખંડ - વાવ – ખલવાડ માફક પહેલાં રમણીય થઈને પછી અરમણીય નહીં બનું. મેં વિચાર્યું કે, સેવિયાનગરી આદિ ૭૦૦૦ ગામોના ચાર વિભાગ કરીશ. તેમાંનો એક ભાગ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ આગમ કથાનુયોગ-૫ રાજ્યની રક્ષા માટે સેનાને આપીશ, એક ભાગ અન્નભંડારો માટે સુરક્ષિત રાખીશ, એક ભાગ અંતઃપુરના નિર્વાહ માટે આપીશ અને એક ભાગમાંથી શાળા નિર્માણ કરાવી અનેક લોકોને ભોજન, વેતન, મજદૂરી દઈને પ્રતિદિન પ્રચુર પરિમાણમાં અશનાદિ આહાર તૈયાર કરાવીશ. અનેક શ્રમણ આદિને આપતો વિવિધ પ્રકારના શીલવત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસનું પાલન કરતો વિચરીશ. આ પ્રમાણે કહીને જે દિશામાંથી આવ્યો હતો, તે દિશામાં પાછો ફર્યો. ત્યારપછી બીજે દિવસે – યાવત્ – સૂર્ય પ્રકાશિત થયા પછી સેયવિયા પ્રમુખ ૭૦૦૦ ગામોના ચાર ભાગ કર્યા ઇત્યાદિ પૂર્વવત્ જાણવું. ૦ પ્રદેશી રાજાનું સમાધિમરણ અને ગતિ : ત્યારપછી તે પ્રદેશી રાજા શ્રમણોપાસક થઈ ગયો. જીવાજીવનો જ્ઞાતા થઈને – યાવત્ – વિહરવા લાગ્યો. જ્યારથી તે શ્રમણોપાસક થયો ત્યારથી રાજ્ય, રાષ્ટ્ર, બલ, વાહન, કોશ, કોઠાગાર, પુર, અંતપુર અને જનપદ પ્રતિ ઉદાસીન થઈને વિચરવા લાગ્યો. ત્યારે તે સૂર્યકાંતાદેવીને આવો આંતરિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, જ્યારથી પ્રદેશી રાજા શ્રમણોપાસક થઈ ગયો છે ત્યારથી રાજ્ય – યાવત્ – જનપદ અને મારાથી ઉદાસીને થઈને વિચરે છે. તેથી મારે માટે ઉચિત એ છે કે હું તેને શસ્ત્ર, અગ્નિ, મંત્ર કે વિષ પ્રયોગથી મારીને અને સૂર્યકાંત કુમારને રાજા બનાવી સ્વયં રાજ્યશ્રીનો ભોગ કરતી વિચરું. આ પ્રમાણે વિચારીને સૂર્યકાંતકુમારને બોલાવીને તેણીએ કહ્યું, જ્યારથી પ્રદેશી રાજા શ્રમણોપાસક થયો છે ત્યારથી રાજ્ય – યાવત્ – મારી સાથે મનુષ્ય સંબંધી કામભોગથી ઉદાસીન થઈ વિચરે છે. માટે હે પુત્ર! તું કોઈ પ્રયોગથી તેને મારીને સ્વયં રાજ્યશ્રી ભોગવતો વિચર. ત્યારે સૂર્યકાંતકુમારે તેણીના આ વિચારનો આદર ન કર્યો, ધ્યાન ન આપ્યું – થાવત્ – મૌન રહ્યો. ત્યારે સૂર્યકાંતા દેવીને થયું કે, ક્યાંક સૂર્યકાંતકુમાર પ્રદેશી રાજા પાસે મારું આ રહસ્ય પ્રકાશિત ન કરી દે. આ પ્રમાણે વિચારીને તે પ્રદેશી રાજાના છિદ્રો, મ, રહસ્યો, વિવરો અને અંતરોને શોધતા-શોધતા વિચરવા લાગી. ત્યારે તે સૂર્યકાંતા દેવીએ અન્ય કોઈ દિવસે પ્રદેશ રાજાના છિદ્રને જાણીને અશનાદિમાં, વસ્ત, ગંધ, અલંકારમાં વિષપ્રયોગ કર્યો. ત્યારપછી સ્નાન કરીને ભોજનને માટે શ્રેષ્ઠ સુખાસને બેઠેલા પ્રદેશી રાજાને મારવા માટે વિષયુક્ત ભોજન પીરસ્યું – યાવત્ – વિષમય અલંકાર પહેરાવ્યા. ત્યારે તે વિષયુક્ત આહાર આદિથી તે પ્રદેશ રાજાના શરીરમાં ઉત્કટ, પ્રચુર, પ્રગાઢ, કર્કશ, કટુક, પરુષ, નિષ્ફર, પ્રચંડ, તીવ્ર, દુઃખદ, વિકટ અને દુસ્સહ વેદના ઉત્પન્ન થઈ. તે પિત્તજ્વરથી પરિવ્યાપ્ત થતા તેના આખા શરીરમાં દાહ ઉત્પન્ન થયો. ત્યારે તે પ્રદેશી રાજા સૂર્યકાંતાદેવી દ્વારા કરાયેલ ઉત્પાતને જાણીને સૂર્યકાંતાદેવી પ્રત્યે લેશમાત્ર દ્વેષ ન કરતો જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો. પૌષધશાળાની પ્રાર્થના Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૫૩ કરી, અંડિલ ભૂમિની પ્રતિલેખના કરી, દર્ભનો સંથારો બિછાવ્યો. પૂર્વદિશા તરફ મુખ કરી પદ્માસને સ્થિત થઈ બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી બોલ્યો અરિહંત ભગવંતોને – યાવતુ – સિદ્ધિગતિ પ્રાપ્ત ભગવંતોને નમસ્કાર થાઓ. મારા ધર્મોપદેશક, ધર્માચાર્ય કેશી-કુમાર શ્રમણને નમસ્કાર થાઓ. અહીં રહેલો એવો હું, ત્યાં રહેલા ભગવંતને વંદના કરું છું. ત્યાં બિરાજમાન ભગવંત અહીં રહેલા મને જુઓ. એમ કહી વંદન–નમસ્કાર કર્યા. પહેલાં પણ મેં કેશીકુમાર શ્રમણ પાસે સ્થૂલ પ્રાણાતિપાત – યાવત્ – સ્થૂલ પરિગ્રહનું પચ્ચક્ખાણ કરેલ છે. અત્યારે ફરી તેમની સાક્ષીએ જ સર્વ પ્રાણાતિપાત - યાવત્ – સર્વ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું. સમસ્ત ક્રોધ – યાવત્ – મિથ્યાદર્શન શિલ્યનું પ્રત્યાખ્યાન કરું છું અકરણીય યોગનું પ્રત્યાખ્યાન કરું છું. માવજીવન માટે ચારે આહારનું પ્રત્યાખ્યાન કરું છું. જો કે આ શરીર મને પ્રિય છે તો પણ – યાવત્ – અંતિમ શ્વાસોચ્છવાસે તેનો પણ પરિત્યાગ કરું છું. એમ કરીને તેણે આલોચના, પ્રતિક્રમણ કર્યા. સમાધિ પ્રાપ્ત કરી, કાળ કરીને સૌધર્મકલ્પના સૂર્યાભવિમાનમાં ઉપપાત સભામાં તે – યાવતુ – દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યારપછી તત્કાળ ઉત્પન્ન થયેલ તે સૂર્યાભદેવે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા મન:પર્યાતિ પ્રાપ્ત કરી. આ પ્રમાણે છે ગૌતમ ! તે સૂર્યાભદેવે આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ અને દિવ્ય દેવાનુભાવ પ્રાપ્ત કર્યા, અધિગત કર્યા છે. ૦ દઢ પ્રતિજ્ઞના ભવનું નિરૂપણ : હે ભદંત ! તે સૂર્યાભદેવની કેટલા કાળની સ્થિતિ છે ? હે ગૌતમ ! તેની સ્થિતિ ચાર પલ્યોપમની છે. હે ભગવન્! તે સૂર્યાભદેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિશય થયા પછી દેવલોકથી ચ્યવી ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ મહાવિદેહ ક્ષેત્રમાં આડ્ય, દિપ્ત, વિપુલ, વિસ્તીર્ણ, વિપુલ ભવન શયન આસન, યાન વાહન ઇત્યાદિ યુક્ત જે કૂળો છે તેમાં અર્થાત્ આવા પ્રસિદ્ધ કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. તે બાળક ગર્ભમાં આવતા તેના માતાપિતાને ધર્મમાં દઢ શ્રદ્ધા થશે. ત્યારપછી નવ માસ અને સાડા સાત રાત્રિ દિવસ વીત્યા પછી તે બાળકની માતા સુકુમાલ હાથપગવાળા, શુભ લક્ષણો અને પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયો અને શરીરવાળા – યાવત્ – સુરૂપવાન્ પુત્રને જન્મ આપશે. (હવે પછીની દઢપ્રતિજ્ઞના ભવની સૂયભદેવ કે રાજuદેશીની કથા અંબઇ પરિવ્રાજક શ્રાવકના દૃઢ પ્રતિજ્ઞના ભવ અનુસાર જ ચાલતી હોવાથી અહીં માત્રે સંક્ષિપ્ત કથાસાર જ મૂકેલ છે. જુઓ અંબડ શ્રાવકનો દૃઢ પ્રતિજ્ઞનો ભવ). –ત્યારપછી તે બાળકની સ્થિતિપતિતા આદિ વિધિ કરશે. –બારમાં દિવસે કર્મસંબંધી અશુચિ નિવૃત્તિ બાદ મિત્ર આદિ જ્ઞાતિજનોને વિપુલ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ અશન—પાન આદિ ભોજન કરાવશે, સત્કાર–સન્માન કરશે. —માતાપિતા ધર્મમાં ઢ બન્યા. તેથી દૃઢપ્રતિજ્ઞ નામ રાખશે. —ત્યારે માતાપિતાએ અનુક્રમે સ્થિતિપતિતા, ચંદ્રસૂર્ય દર્શન, ધર્મજાગરણ, નામકરણ, અન્નપ્રાશન, પ્રજ૫ન, પ્રતિવર્ષાપન, પંચક્રમણ, કર્ણવેધન, સંવત્સર પ્રતિલેખ, ચૂલોપનયન આદિ કાર્યો કરશે. -તે દૃઢ પ્રતિજ્ઞ ક્ષીરધાત્રી આદિ પાંચ ધાત્રીથી ઉછેરાવા લાગશે. —કંઈક અધિક આઠ વર્ષનો થતાં દૃઢ પ્રતિજ્ઞને કલાચાર્ય પાસે મૂકશે. -તે બાળક લેખન, ગણિતથી શકુનિરત પર્યંતની બોતેર કળાઓ શીખશે. “યુવાન અને કલાવિશારદ થયેલ, યુદ્ધ કળા પ્રવીણ, વિકાલચારી થયેલા તે બાળકના માતાપિતા તેને ભોગને માટે સંકેત કરશે. આગમ કથાનુયોગ–૫ -તે પ્રતિશ કુમાર કામ કે ભોગમાં લેશમાત્ર લિપ્ત નહીં થશે. -તથારૂપ સ્થવિરોની પાસે તે દૃઢપ્રતિજ્ઞ પ્રવ્રજ્યા અંગીકાર કરશે. -દૃઢપ્રતિજ્ઞ અણગાર કાળક્રમે કેવળજ્ઞાન–કેવળદર્શન પામશે. —દૃઢપ્રતિજ્ઞ કેવલિ અનેક વર્ષો સુધી કેવલિરૂપે વિચરણ કરશે. -છેલ્લે સર્વ કર્મનો ક્ષય કરી, સર્વે દુઃખથી મુક્ત થઈ મોક્ષે પધારશે. (આ સમગ્ર વર્ણન અંબડાવકમાં તેના ભાવિ દૃઢપ્રતિજ્ઞના ભવમાં કરાઈ ગયેલ હોવાથી અહીં માત્ર મુદ્દરૂપે જ ઉલ્લેખ કરેલ છે.) ત્યારે ભગવંત મહાવીર પાસે આ વૃત્તાંત શ્રવણ કરીને ગૌતમ સ્વામીએ કહ્યું કે, હે ભગવન્ ! તે એ પ્રમાણે જ છે, જે પ્રમાણે આપ બતાવી રહ્યા છો. ૦ આગમ સંદર્ભ રાય. ૫ થી ૮૨; આવ.નિ. ૪૬૮ + $; X X ૦ સોમિલ શ્રાવકની કથા – (આ કથામાં ત્રણ ભવોની વાત છે. શુક્ર દેવ રૂપે, સોમિલ બ્રાહ્મણ રૂપે અને ભાવિમાં મહાવિદેહમાં મોક્ષ ગમન) ૦ શુક્રદેવનો ભવ :~ આવ.યૂ.૧-૫ ૨૭૯; રાજગૃહ નગર હતું. ત્યાં ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. ભગવંત મહાવીરસ્વામી પધાર્યા. પર્ષદા નીકળી. તે કાળે, તે સમયે શુક્ર નામક મહાગ્રહ શુક્રાવતંસક વિમાનમાં શક્ર સિંહાસન પર ૪૦૦૦ સામાનિક દેવો સાથે બેઠો હતો. તે શુક્રદેવ ચંદ્રદેવની માફક ભગવંત મહાવીર પાસે આવ્યો. નૃત્યવિધિ દેખાડી. પાછો ગયો. હે ભગવંત ! શુક્રદેવનો પૂર્વભવ ક્યો ? ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! એ પ્રમાણે – ઇત્યાદિ ભ૰મહાવીરનો ઉત્તર—પૂર્વવત્. ૦ સોમિલનો ભવ : તે કાળે, તે સમયે વારાણસી નામની નગરી હતી. ત્યાં સોમિલ નામે એક બ્રાહ્મણ Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા વસતો હતો. તે ઋદ્ધિસંપન્ન પરિનિષ્ઠિત હતા. ભગવંત પાર્થે પધાર્યા. પર્ષદા પર્વપાસના કરવા લાગી. ત્યારે ભગવંત પાર્શ્વના આગમનનો વૃત્તાંત સાંભળી તે સોમિલ બ્રાહ્મણને આવા પ્રકારે આધ્યાત્મિક યાવત્ સંકલ્પ સમુત્પન્ન થયો કે, પુરુષાદાનીય અર્હત્ પાર્શ્વ પૂર્વાનુપૂર્વી ક્રમે વિચરતા – યાવત્ – અંબાલવનમાં વિચરે છે. તો પાર્શ્વ અર્હત્ સમીપે જાઉં. તેમને આવા પ્રકારના અર્થો અને હેતુઓ પૂછું ઇત્યાદિ ભગવતી સૂત્રમાં વર્ણવ્યા પ્રમાણે બધું જાણવું. ૦ સોમિલ દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર : www - ત્યારપછી શિષ્યોને લીધા વિના જ સોમિલ નીકળ્યો યાવત્ – આ પ્રમાણે પૂછયું, હે ભગવન્ ! આપને યાત્રા છે ? આપને યાપનીય છે ? સરસવ, માસ, કુલત્થ ઇત્યાદિ પ્રશ્નો કર્યા – યાવતુ – આપ એક છો ? યાવત્ – બોધ પામીને શ્રાવક ધર્મ - અંગીકાર કરી, પાછો ગયો. ૦ સોમિલમાં મિથ્યાત્વ પ્રવેશ : ત્યારપછી કોઈ સમયે અર્હતુ પાર્શ્વપ્રભુ વારાણસીના આમ્રશાલ વન ચૈત્યથી નીકળ્યા. બહારના જનપદમાં વિચરવા લાગ્યા. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ કોઈ સમયે અસાધુના દર્શન અને સુસાધુઓની પર્યુપાસના ન કરવાથી મિથ્યાત્વ પર્યાય વૃદ્ધિ થતાં અને સમ્યકત્વ પર્યાય હીન થતાં મિથ્યાત્વ દશાને પ્રાપ્ત થયા. યાવત્ અપરાભૂત હતો. ઋગ્વેદ ઇત્યાદિ તેને ત્યારે તે સોમિલને કોઈ સમયે મધ્યરાત્રિએ કુટુંબ જાગરણા કરતા યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો. નિશ્ચયથી વારાણસી નગરીમાં રહેનાર હું સોમિલ બ્રાહ્મણ અત્યંત ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો છું. મેં વ્રત ગ્રહણ કર્યા, વેદાધ્યયન કર્યું, પત્ની લાવ્યો. પુત્રો થયા, સમૃદ્ધ થયો. પશુવધ કર્યા, યજ્ઞ કર્યો. દક્ષિણા આપી, અતિથિ પૂજા કરી, અગ્નિ હોમ કર્યો. સ્તૂપ રોપ્યો. હવે મારે કાલે યાવત્ - સૂર્ય પ્રકાશિત થયા પછી વારાણસી નગરી બહાર ઘણા આંબાના બગીચા બનાવું, બિજોરા, વેલ, કપિત્થ, આંબલી અને ફૂલોના બગીચા બનાવું. આવો વિચાર કર્યો. – - ૨૫૫ આંબાના ત્યારપછી યાવત્ – સૂર્ય પ્રકાશિત થયા પછી વારાણસી નગરીની બહાર યાવત્ – ફૂલોના બગીચા બનાવ્યા. ત્યારપછી તે અનેક બગીચા – યાવત્ – ફૂલો યોગ્ય રીતે સંરક્ષિત, સંગોપિત થતાં પૂર્ણરૂપે વૃદ્ધિને પ્રાપ્ત બગીચા થઈ ગયા. ત્યારે તે શ્યામલ, શ્યામલ કાંતિવાળા – યાવત્ રમ્ય મહામેઘ સદ્દેશ, પવિત્ર, પુષ્પિત, ફલિત થઈને હર્યા–ભર્યા હોવાને કારણે શ્રીયુક્ત થઈને અતીવ–અતીવ શોભાયમાન દેખાવા - લાગ્યા. -- --- ૦ સોમિલ દ્વારા દિશાપ્રોક્ષિક તાપસત્વ :– ત્યારપછી કોઈ સમયે મધ્યરાત્રિએ કુટુંબ જાગરણા કરતા એવા તે સોમિલ બ્રાહ્મણને આવા પ્રકારનો યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો. હું સોમિલ બ્રાહ્મણ, વારાણસીના અતિ ઉચ્ચકુળે જમ્યો. વ્રત આદિ કર્યા. યાવત્ – વારાણસી નગરી - Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આગમ કથાનુયોગ-૫ બહાર ઘણાં જ બગીચા બનાવ્યા. હવે મારે ઉચિત છે કે કાલે – યાવત્ – સૂર્ય પ્રકાશમાન થયા પછી અનેક લોકડાઈ, કડછી, તાંબાના તાપસ પાત્રોને ઘડાવીને વિપુલ માત્રમાં અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય ભોજન બનાવીને મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કરીને તેઓને વિપુલ અશન આદિ – યાવત્ – ભોજનથીત સન્માન કરીને – યાવત્ - મોટા પુત્રને કુટુંબનો ભાર સોંપીને તે મિત્રો આદિની – યાવત્ અનુમતિ લઈને અનકે લોહ કડાઈ, કડછી, તાપસ યોગ્ય તાંબાના પાત્રો લઈને જે આ ગંગાતટવાસી વાનપ્રસ્થ તાપસ થઉં. | (તાપસનું વર્ણન કરતા જણાવે છે કે, જેમકે – હોત્રિક, પૌત્રિક, કૌત્રિક, યજ્ઞયાજી, શ્રાદ્ધકી, સ્થાનકી, હુંડિકા શ્રમણ, દંતો દૂરવલિક, ઉન્મજક, સમ્મજક, નિમજક, સંપ્રક્ષાલક, દક્ષિણકૂલ, ઉત્તરફૂલવાસી, શંખદમા, કૂલદમા, મૃગલુબ્ધક, હસ્તિતાપસ, ઉદંડા, દિશાપ્રોક્ષી, વકવાસી, બિલવાસી, જલવાસી, વૃક્ષમૂલક, અંબુભસી, વાયુભસી, શેવાલભોજી, મૂલભોજી, કંદભોજી, ત્વચાભોજી, પત્રભોજી, પુષ્પભોજી, ફલાહારી, બીજાહારી, સડે લ–ગળેલ કંદમૂલ, ત્વચા, પત્ર, પુષ્પ, ફળ ભોજી, જલાભિષેકથી કઠિન શરીરવાળા, સૂર્ય આતાપના અને પંચાગ્નિ તાપમાં અંગારશૌલ્ય અને કંદુશૌલ્ય (તાપસો)ની સમાન પોતાના શરીરને કષ્ટ દેતા વિચરે છે. આમાં જે દિશપ્રોક્ષક તાપસ છે, તેમની પાસે દિશા પ્રોક્ષકરૂપે ધ્વજિત થાઉ, પ્રવ્રજિત થઈને પણ આ આવા પ્રકારનો અભિગ્રહ કરું કે, માવજીવન નિરંતર છઠછઠ દિકુ ચક્રવાલ તપસ્યા કરતો સૂર્યાભિમુખ ભુજા ઉઠાવીને આતાપના ભૂમિમાં આતાપના લેતો વિચરું, આવો વિચાર કર્યો, વિચાર કરીને – યાવત્ – (બીજે દિવસે) સૂર્યના પ્રકાશિત થયા પછી અનેક લોક કડાઈ – યાવત્ – તાંબાના પાત્રો લઈને દિશપ્રોક્ષક તાપસરૂપે પ્રવજિત થઈ ગયો. પછી અભિગ્રહપૂર્વક પહેલા છઠનું તપ સ્વીકારીને વિયરવા લાગ્યો. ૦ દિશાપ્રોક્ષક તાપસચર્યા : ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિ પહેલા છઠના પારણે આતાપના ભૂમિથી નીચે આવ્યો, તે વલ્કલ વસ્ત્રધારી તાપસ પોતાની ઝુંપડીએ પહોંચ્યો, તેણે કિઢિણ સંકાયિક કાવડ લીધી. પછી પૂર્વ દિશાને જલથી સીંચીને કહ્યું, હે પૂર્વ દિશા અધિપતિ સોમ મહારાજ ! પ્રસ્થાન માર્ગે પ્રસ્થિત એવા મને સોમિલ બ્રાહ્મણ ઋષિની રક્ષા કરો રક્ષા કરો. ત્યાં જે કંઈ પણ કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, લીલી વનસ્પતિ છે, તેને લેવાની આજ્ઞા આપો. એમ કહીને પૂર્વ દિશામાં ગયો. ત્યાં જઈને જે કંઈ પણ કંદ – થાવત્ – વનસ્પતિઓ હતી, તેને લીધી, કાવડ ભરી, ભરીને દર્ભ, કુશ, વૃક્ષના તોડેલ પાંદડા અને સમિધકાષ્ઠ લીધા. લઈને પોતાની ઝુંપડીએ આવ્યો. કાવડ રાખી, વેદિકા બનાવવાનું સ્થાન નિશ્ચિત કર્યું, કરીને ઉપલેપન અને સંમાર્જન કર્યું. ત્યારપછી દર્ભ અને કળશ લઈને ગંગા મહાનદીએ પહોંચ્યો. ગંગા નદીમાં Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા પ્રવેશીને જલમજ્જન, જલક્રીડા, જલાભિષેક કર્યો. પછી અત્યંત સ્વચ્છ અને પરમશુદ્ધ થઈને દેવ અને પિતૃકૃત્ય કરીને દર્ભ અને કળશ હાથમાં લઈને ગંગા મહાનદીની બહાર નીકળ્યો. પોતાની ઝુંપડીએ આવ્યો. આવીને દર્ભ, કુશ અને વાલુકાની વેદી બનાવી. પછી શર, કાષ્ઠ બનાવ્યા, અરણિ બનાવી, શર અને અરણિને ઘસ્યા, ઘસીને અગ્નિ ઉત્પન્ન કર્યો. પછી અગ્નિને ધમ્યો, ધમીને સમિધ કાષ્ઠ નાંખ્યા, અગ્નિ પ્રજ્વલિત કર્યો. અગ્રિની જમણી તરફ સાત વસ્તુઓ સ્થાપી. તે આ પ્રમાણે :- (૧) સકત્થ, (૨) વલ્કલ, (૩) સ્થાન, (૪) શય્યાભાંડ, (૫) કમંડલુ, (૬) દંડદારુ અને (૭) સ્વયંપોતાને સ્થાપિત કર્યા. ૨૫૭ ત્યારપછી મધુ, ધૃત અને તંદુલથી અગ્નિમાં હવન કર્યો. પછી ઘીથી લિપ્ત હવનને યોગ્ય ચોખાને પકાવ્યા, પકાવીને બલિ:વૈશ્વદેવ કર્યું, કરીને અતિથિ પૂજા કરી અને તેને કરીને પછી સ્વયં ભોજન કર્યું. ત્યારપછી સોમિલ બ્રાહ્મણ ઋષિ બીજો છટ્ઠ ગ્રહણ કરીને વિચરવા લાગ્યા. ત્યારે તે સોમિલ બ્રાહ્મણ ઋષિએ બીજા છટ્ઠના પારણે પૂર્વોક્ત બધા કાર્યો કર્યા. યાવત્ ભોજન કર્યું. પરંતુ – વિશેષ - એ કે હે દક્ષિણ દિશાધિપતિ યમ મહારાજ ! પ્રસ્થાનને માટે પ્રસ્થિત મને સોમિલ બ્રાહ્મણ ઋષિની રક્ષા કરજો અને તે દિશામાં કંદાદિ પુષ્પ છે, તે લેવાની આજ્ઞા પ્રદાન કર્રા. એમ કહીને તે દક્ષિણ દિશામાં યાવત્ ગયા. આ જ પ્રમાણે પશ્ચિમ દિશાના વરુણ મહારાજાની પ્રાર્થના કરી – યાવત્ – પશ્ચિમ દિશામાં ગયા. એ જ પ્રમાણે ઉત્તર દિશાના વૈશ્રમણ મહારાજાની પ્રાર્થના કરી – યાવત્ - ઉત્તરદિશામાં ગયા. આ પ્રકારે પૂર્વ આદિ ચારે દિશાઓ સમાન ચારે વિદિશાઓને માટે પણ જાણવું જોઈએ – યાવત્ – તે જ પ્રમાણે આચરણ કર્યું અને ભોજન કર્યું. ૦ સોમિલનું કાષ્ઠમુદ્રા દ્વારા મુખબંધન કરીને પ્રસ્થાન : ત્યારપછી કોઈ સમયે મધ્યરાત્રિએ અનિત્ય જાગરણામાં જાગરણ કરતા તે સોમિલ બ્રાહ્મણ ઋષિને આવો – યાવત્ - સંકલ્પ ઉત્પન્ન થયો. વારાણસીનો હું સોમિલ નામે બ્રાહ્મણ ઋષિ અત્યંત કુલીન બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો. મેં વ્રતાદિ આચર્યા યાવત્ – યજ્ઞસ્તંભ રોપ્યો – યાવત્ – હું પ્રવ્રુજિત થયો. પછી છઠ છટ્ઠ તપ કરતો વિચરી રહ્યો છું. હવે મારે કાલે — યાવત્ – સૂર્ય પ્રકાશિત થયા પછી અનેક દૃષ્ટિભ્રષ્ટ, પૂર્વ સાંગતિક અને પર્યાય સાંગતિક તાપસ પર્યાયના પરિચિત તાપસોને પૂછીને તથા આશ્રમ સંશ્રિત પ્રાણીઓને સંતુષ્ટ કરીને વલ્કલ વસ્ત્રોને પહેરીને, કાવડમાં પોતાના ભંડોપકરણોને રાખીને કાષ્ઠમુદ્રાથી મુખને બાંધીને ઉત્તરાભિમુખ થઈને ઉત્તર દિશામાં મહાપ્રસ્થાન માટે જાઉં. - – આ પ્રમાણે વિચાર કર્યો, વિચારીને કાલે – યાવત્ – સૂર્ય પ્રકાશિત થયા પછી અનેક તાપસો આદિને પૂછીને, સંતુષ્ટ કરીને – યાવત્ – કાષ્ઠ મુદ્રાથી મુખને બાંધ્યું, પછી આવો અભિગ્રહ કર્યો – જ્યાં ક્યાંય પણ તે જળ હોય કે સ્થળ હોય, દુર્ગ હોય કે નીચું સ્થાન હોય, પર્વત હોય કે વિષમ સ્થાન હોય, ખાડો હોય કે ગુફા હોય તેમાં ક્યાંય પણ Jain |૫/૧૭ |ernational Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આગમ કથાનુયોગ-૫ પ્રખ્ખલિત થાઉ કે પડી જાઉં તો ત્યાંથી મારે ઉઠવું ન કલ્પે. આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો ત્યારપછી ઉત્તર દિશા તરફ મુખ કરીને ઉત્તર દિશા પ્રતિ મહાસ્થાનથી પ્રસ્થિત તે સોમિલ બ્રાહ્મણ ઋષિ અપરા કાળે ઉત્તમ અશોકવૃક્ષ પાસે આવી, ત્યાં નીચે કાવડ ઉતારીને રાખી. વેદિકા માટે સ્થાન જોયું. ત્યાં ઉપલેપન અને સમાર્જન કર્યું. કરીને દર્ભ અને કળશને હાથમાં લઈ ગંગા મહાનદીએ આવ્યો. શિવરાજર્ષિ સમાન ત્યાં બધાં કાર્ય કરીને – યાવત્ – ગંગા મહાનદીથી બહાર આવ્યો. પછી તે ઉત્તમ અશોકવૃક્ષના સ્થાને આવ્યો. ત્યાં દર્ભ અને કુશ તથા વાલુકાથી યજ્ઞ વેદિકાની રચના કરી – યાવતું – નિત્યપૂજા કરીને કાષ્ઠ મુદ્રાથી મુખ બાંધ્યું, મુખ બાંધીને મૌન થઈ ગયો. ૦ દેવ દ્વારા સોમિલને સંબોધ : ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિ સમક્ષ મધ્યરાત્રિએ એક દેવ પ્રગટ થયો. તે દેવે સોમિલ બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું, હે સોમિલ બ્રાહ્મણ ! તારી પ્રવજ્યા દુષ્પવ્રજ્યા છે. પછી તે દેવે સોમિલને બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું તો પણ સોમિલે તેની વાતનો આદર ન કર્યો, તે તરફ ધ્યાન ન આપ્યું – યાવત્ – તે મૌન જ રહ્યો. ત્યારે તે દેવ જે દિશાથી આવ્યો હતો, તે દિશામાં પાછો ચાલ્યો ગયો. ત્યારપછી સોમિલ બ્રાહ્મણ કાલે – યાવત્ – સૂર્યના પ્રકાશિત થયા પછી વલ્કલ પહેર્યા, કાવડ લીધી, અગ્નિહોત્રના ભંડોપકરણોને લઈને કાષ્ઠમુદ્રાને મુખે બાંધી. પછી ઉત્તર દિશા તરફ પ્રસ્થાન કર્યું. બીજે દિવસે અપરાળ કાળે તે સોમિલે સપ્તપર્ણ વૃક્ષ નીચે પોતાની કાવડ રાખી, વેદિકા યોગ્ય સ્થાન જોયું. પૂર્વે અશોકવૃક્ષ નીચે કરેલા સર્વ કાર્યો કર્યા – થાવત્ - અગ્રિહોમ કર્યો. કાષ્ઠમુદ્રાથી મુખ બાંધી મૌન બેઠી. ત્યારે ફરીથી તે સોમિલ બ્રાહ્મણ સમક્ષ મધ્યરાત્રિ સમયે એક દેવ પ્રગટ થયો. ત્યારે આકાશમાં સ્થિત થયેલ તે દેવે પહેલાની માફક કહ્યું – યાવત્ – અનાદર પામેલ તે દેવ પાછો ચાલ્યો ગયો. ત્યારપછી કાલ – યાવત્ – સૂર્ય પ્રકાશિત થયા પછી તે સોમિલે વલ્કલ પહેર્યા. કાવડ લીધી. કાષ્ઠમુદ્રાથી મુખ બાંધ્યું. પછી ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઈને પ્રસ્થિત થયો. ત્યારપછી ત્રીજે દિવસે અપરાળ કાળે શ્રેષ્ઠ અશોકવૃક્ષ પાસે આવ્યો. ત્યાં કાવડ રાખી, વેદિકા યોગ્ય સ્થાન – યાવતુ – ગંગા મહાનદીએ આવ્યો. પછી શ્રેષ્ઠ અશોકવૃક્ષ પાસે આવ્યો, વેદિકાની રચના કરી, અગ્નિ હોમ કર્યો. કાષ્ઠમુદ્રા બાંધી મૌન થઈને બેઠો. ત્યારે મધ્યરાત્રિએ તે સોમિલ પાસે એક દેવ પ્રગટ થયો. પૂર્વની માફક કહીને – યાવતું – પાછો ચાલ્યો ગયો. ત્યારપછી તે સોમિલે – યાવત્ - કાષ્ઠમુદ્રા બાંધી, ઉત્તરાભિમુખ થઈને ઉત્તરદિશામાં પ્રસ્થાન કર્યું. ૦ સોમિલ દ્વારા અણુવ્રતાદિ ગ્રહણ : ત્યારપછી સોમિલ ચોથે દિવસે અપરાળ કાળે વટવૃક્ષે આવ્યો. કાવડ રાખી, વેદિકા બનાવી, વેદિકાનું ઉપલેપન અને સંમાર્જન કર્યું – યાવત્ – કાષ્ઠમુદ્રા વડે મુખ બાંધીને મૌન થઈને બેઠો. ત્યારે મધ્યરાત્રિએ સોમિલ સમીપે એક દેવ પ્રગટ થયો. પુનઃ Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૫૯ પૂર્વવત્ કહ્યું – યાવતું – પાછો ચાલ્યો ગયો. ત્યારપછી વલ્કલધારી તે સોમિલે – યાવતું - સૂર્ય પ્રકાશિત થયા પછી કાવડ લીધી – ચાવત્ – કાષ્ઠમુદ્રા વડે મુખ બાંધ્યું. ઉત્તરાભિમુખ થઈને ઉત્તર દિશામાં પ્રસ્થાન કર્યું. ત્યારપછી સોમિલે પાંચમા દિવસે અપરા સમયે ઉદુમ્બર વૃક્ષે આવ્યો. ત્યાં કાવડ રાખી, વેદિકા બનાવી – યાવતુ- કાષ્ઠમુદ્રાથી મુખ બાંધ્યું – યાવત્ – મૌન રહ્યો. ત્યારે મધ્યરાત્રિએ એક દેવ આવ્યો – યાવત્ – તેણે સોમિલને કહ્યું, હે પ્રવજિત સોમિલ ! તારી આ પ્રવજ્યા છે. તે દેવે બે વખત, ત્રણ વખત આ પ્રમાણે કહ્યું. ત્યારે – યાવત્ – સોમિલે તે દેવને કહ્યું કે, હે દેવાનુપ્રિય ! મારી આ પ્રવજ્યા દુwવજ્યા કેમ અને કઈ રીતે છે ? ત્યારે તે દેવે સોમિલને કહ્યું, તેં પુરષાદાનીય પાર્થ અત્ની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવત રૂપે બાર વ્રતરૂપ શ્રાવકધર્મ સ્વીકારેલ. ત્યારપછી કોઈ દિવસે મધ્યરાત્રિએ કુટુંબ જાગરણ કરતા તને વિચાર આવ્યો – ઇત્યાદિ સર્વ કથન તે દેવે કર્યું. – યાવત્ – હે સોમિલ ! આ પ્રકારે તારી પ્રવજ્યા, દુષ્પવ્રજ્યા છે. ત્યારે સોમિલે તે દેવને કહ્યું, હે દેવાનુપ્રિય ! હવે તમે જ કહો કે હું કઈ રીતે સુપ્રવૃજિત બનું? ત્યારે તે દેવે સોમિલને કહ્યું કે, તું પહેલાની માફક ફરી પાંચ અણુવ્રતને સ્વયમેવ સ્વીકારી વિચારીશ તો તારી પ્રવજ્યા સુપ્રવજ્યા થઈ જશે. પછી તે દેવે સોમિલને વંદન–નમન કર્યું – થાવત્ – પાછો ચાલ્યો ગયો. ત્યારે તે સોમિલ બ્રાહ્મણ ફરીથી તે પાંચ અણુવ્રતને ગ્રહણ કરી વિચરવા લાગ્યો. ૦ સોમિલની સંલેખના અને ગતિ : ત્યારપછી સોમિલે અનેક ઉપવાસ, છઠ, અઠમ – યાવત્ – માસક્ષમણ રૂપ વિવિધ તપ ઉપધાનથી પોતાના આત્માને ભાવિત કર્યો. ઘણા વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કર્યું. પછી અર્ધમાસિક સંલેખના દ્વારા આત્માની શુદ્ધિ કરી અને અનશન દ્વારા ત્રીશ ભક્તોનું છેદન કર્યું. પણ તે પૂર્વકૃત્ પાપસ્થાનની આલોચના, પ્રતિક્રમણ ન કર્યા અને સમ્યકત્વની વિરાધનાથી કાલમાસમાં કાળ કરીને શુક્રાવતંસક વિમાનની ઉપપાત સભામાં દેવશયનીય શય્યામાં – યાવત્ – શુક્ર મહાગ્રહરૂપે ઉત્પન્ન થયો. - ત્યારપછી તે શુક મહાગ્રહે તત્કાળ ઉત્પન્ન થઈ ભાષા આદિ પાંચ પર્યાપ્તિ પૂર્ણ કરી. હે ગૌતમ ! આ કારણે તે શુક્ર મહાગ્રહે તે દિવ્ય દેવદ્ધિ – યાવત્ – અધિગત કરી. તે શુક્રની એક પલ્યોપમ સ્થિતિ છે. હે ભદંત ! તે શુક્ર મહાગ્રહ આયુલય, ભવક્ષય અને સ્મિથતિશય કરીને તે દેવલોકથી ચ્યવીને ક્યાં જશે ? હે ગૌતમ ! તે શુક્ર મહાગ્રત મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે – યાવતું - સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :પુષ્કિ. ૫ થી ૭; —- — — — Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ૦ જિનદત્ત શ્રાવક કથા - પાંચમાં આરાને અંતે ચતુર્વિધ સંઘમાં ફક્ત ચાર વ્યક્તિ રહેશે. દુષ્પ્રસહ અણગાર, વિષ્ણુશ્રી સાધ્વી, જિનદત્ત શ્રાવક અને ફલ્ગુશ્રી શ્રાવિકા. આ જિનદત્ત શ્રાવકના ગુણો ઘણાં દિવસ સુધી વર્ણવી શકાય તેવા હશે. તેનું આયુષ્ય સોળ વર્ષનું હશે. તે આઠ વર્ષનો શ્રાવક પર્યાય પાળશે. પછી પાપની આલોચના કરીને નિઃશલ્ય થઈને નમસ્કાર સ્મરણમાં પરાયણ બનીને એક ઉપવાસભક્ત ભોજન પ્રત્યાખ્યાન કરવાપૂર્વક સૌધર્મકલ્પે દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી તેમનું નીચે મનુષ્યલોકમાં આગમન થશે. ૦ આગમ સંદર્ભ મહાન. ૮૧૧ રાજા ૦ શ્રેણિક શ્રાવક કથા ઃ -૦- શ્રેણિક રાજાની કથા ત્રણ ભવોમાં વર્ણવાએલ છે. (૧) પૂર્વભવે સુમંગલ રાજા, (૨) વર્તમાનમાં શ્રેણિકનો ભવ, (૩) ભાવિમાં મહાપદ્મ તીર્થંકર. -૦- રાજા શ્રેણિકનો ભાવિ ભવ આગામી ચોવીસીના તીર્થંકર મહાપદ્મનો છે. જેમાં તેના બીજા નામો વિમલવાહન અને દેવસેન પણ છે. તેના આ ભાવિભવનું વર્ણન ભાવિ તીર્થંકર ચરિત્રના કથાનકમાં અપાઈ ગયેલ છે. - -~ → -૦- શ્રેણિકનો પૂર્વભવ કે જેમાં તે સુમંગલ નામે રાજા હતો, તેનું વર્ણન કોણિક શ્રાવકના કથાનકમાં આવી ગયેલ છે. જુઓ કોણિક કથા. સુમંગલ રાજા મૃત્યુ પામીને વ્યંતર થયો તે ઉલ્લેખ કોણિકમાં થયો છે. –૦− ત્યાંથી ચ્યવીને તે શ્રેણિક થયો તે કથા અત્રે વર્ણવેલ છે. આગમ કથાનુયોગ-૫ ~~~ ભગવંત મહાવીરના ભક્તરૂપે, ભગવંતની દેશનાના શ્રવણોના પ્રસંગોમાં, અભયકુમારમાં, મેઘકુમારમાં, મેતાર્યમુનિમાં, કોણિક રાજામાં, કાલી આદિ તેની રાણીઓની કથામાં, શાલીભદ્ર, ધન્ય આદિની કથાઓમાં, ભગવંતને શ્રેણિકે અનેક વખતે પૂછેલા પ્રશ્નોમાં, આર્દ્રકુમાર કથામાં, સ્કંદક અણગારમાં ઇત્યાદિ અનેક કથાનકોમાં શ્રેણિક ચરિત્રના અનેક અંશો નોંધાયેલા જ છે. ~~~ અહીં શ્રેણિક ચરિત્રની મુખ્ય કથા અને ઘટનાને ક્રમબદ્ધ કરેલી છે, તો પણ ઉપરોક્ત કથાનકોમાં શ્રેણિકના સંદર્ભો જોવા ઇચ્છનીય છે. ૦ શ્રેણિકની કથાના આગમ સંદર્ભો : (સામાન્યથી કથાને અંતે જ આગમ સંદર્ભો આપેલ છે. અહીં તે પરંપરાનો ભંગ કરી પૂર્વે આગમ સંદર્ભે રજૂ કર્યા છે, જેથી તેની પ્રચૂરતા સમજી શકાય.) ૦ આગમ સંદર્ભ :-- આયા.ગ્રુપૃ. ૨૨૮; 5. ૮૭૦, ૮૭૨; આયા.મૂ. ૧૮૮ની વૃ; ઠા. ૩૬૦, ૮૭૨, ૯૭૪ની : સૂય.નિ. ૧૯૩ની વૃ; સમ ૩૫૫, ૩૬૧; Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૬૧ ભગ ૫; નાયા. ૯, ૨૫, ૩૩, ૨૨૦; ઉવા. ૪૮; અંત. ૨૬, ૨૭, ૪ર થી ૫૯ અનુત્ત. ૧, ૬, ૧૧; ઉવ. ૯; નિર. ૪, ૫, ૯ થી ૨૦ ભત્ત. ૬૭; ચંદા) ૧૧૧; નિસી.ભા. ૧૩, ૩રની ચું, બુહ.ભા. ૧૭ર ની , વવ.ભા. ૬૩, ૪ર૧૦ + વૃ દસા. ૯૪, ૫, ૧૦૩; દસા.નિ ૧૪૧ ની જ મહાનિ. ૧૨૩૪, ૧૨૪૦, આવ.નિ. ૧૩૪, ૯૪ર, ૧૦૫૧, ૧૧૫૭ થી ૧૧૬૦, ૧૨૪૨, ૧૨૮૪, ૧૩૦૭ + 9, આવ.યૂ.૧–પૃ ૧૪૬, ૧૪૭, ૫૫૧, ૫૫૯-ર–પૃ. ૧૭, ૩૨, ૬૧, ૧૫૦, ૧૬૬ થી ૧૬૮, ૧૭૦ થી ૧૭૨, ૨૦૨, ૨૭૦, ૨૮૦; આવપૂ. ર૧ની વ આવ...૫ ૧૩૮, ૨૬૦ પિંડ. ૧૦૧ ની વૃ; દસ. પૂ. ૪૪, ૪૫, ૯૯, ઉત્તમૂ. ૭૧૪ થી ૭૭૨ ઉત્ત.ચૂપૃ. ૩૪, ૨૬૦; ઉત્તમૂ. ૧૬ની વૃ તિત્વો. ૪૮૭, ૧૦૩૧, ૧૧૧૧; – ૪ – ૪ – તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું, તેની બહાર ઇશાન ખૂણામાં ગુણશીલક નામે ચૈત્ય હતું. ત્યાં શ્રેણિક નામે રાજા હતો. ૦ શ્રેણિક રાજાનો પૂર્વભવ–સુમંગલ રાજા : (કોણિક રાજાની કથામાં આ વર્ણન આવી ગયેલ જ છે. તેનો સાર) કોઈ સીમાવર્તી નગરમાં સિંહ રાજાનો સુમંગલ નામે યુવરાજ હતો. તેના સેવક મંત્રીને સેનક (શ્રેણિક) નામે પુત્ર હતો. જે અતિ મોટા પેટવાળો, કાળા વર્ણનો, ચીબા નાકવાળો, લાંબા દાંતવાળો, ત્રિકોણ મસ્તકવાળો – યાવત્ – કદરૂપો હતો. બધાં તેની મજાક કરતા, હાંસી કરતા, સુમંગલ પણ તેને બહુ જ પજવતો અને મારતો રહેતો હતો. આ કારણે તે સનક બાલતપસ્વી – તાપસ થઈ ગયો. કાળક્રમે સુમંગલ રાજા બન્યો. કોઈ વખતે રમવાડીએ નીકળેલા રાજા સુમંગલે બાલતપસ્વી સેનકને જોયા. તેના પ્રત્યે બહુમાન થયું. તેને યાદ આવ્યું કે મેં આમને ઘણાં પરેશાન કર્યા છે, તેથી નજીક જઈ પ્રણામ કરી વિનંતી કરી કે હે મુનિ ! આપ મારે ત્યાં માસક્ષમણનું પારણું કરવા પધારજો. પારણું આવ્યું. સેનક તપસ્વી પધાર્યા. સુમંગલ રાજા બિમાર હતો તેથી દ્વારપાળે સેનક તપસ્વીને કાઢી મૂક્યો. દુભાયેલો તાપસ પાછો ગયો. બીજું માસક્ષમણ તપ કર્યું. નિરોગી થયેલ રાજાએ માફી માંગી, ફરી પધારવા નિમંત્રણ આપ્યું. પોતાના અપરાધની માફી માંગી. પારણે તાપસ આવ્યો. રાજા પોતાના મહોત્સવમાં રોકાયેલો હોઈ વ્યાકુળ હતો, તપસ્વીને કોઈએ આવકાર આપ્યો નહીં. તપસ્વી નિસાસો નાખી ચાલ્યા ગયા. ત્રીજી વખત રાજાએ ક્ષમા માંગી. ત્રીજી વખત પારણા માટે નિમંત્રણ આપ્યું. ત્રીજી વખત કોઈ પરચક્રના ઉત્પાતથી રાજા તેનો આદર ન કરી શક્યો. તપસ્વી પાછા ગયા. તે સેવક તપસ્વી મનમાં વૈરભાવ ધારણ કરી, નિયાણુ કરીને અલ્પ ઋદ્ધિમાનું વ્યંતર થયો. જે કોણિકરૂપે જમ્યો. સુમંગલ રાજા પણ તાપસ થયો. મરીને વ્યંતર થયો અને શ્રેણિક રૂપે જખ્યો. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ આગમ કથાનુયોગ-૫ ૦ શ્રેણિકનો ભવ, નગર નિકાલ, નંદા સાથે લગ્ન આદિ :– રાજગૃહ નગરમાં પ્રસેનજિત રાજા અને ધારિણી નામે રાણી હતા. આ રાજા ભગવંત પાર્શ્વનો અનુયાયી હતો. તેને ત્યાં સુમંગલનો જીવ વ્યંતર નિકાયથી આવીને પુત્રરૂપે જમ્યો. જેનું શ્રેણિક એવું નામ રાખવામાં આવ્યું. પ્રસેનજિત રાજાને બીજા પણ અનેક પુત્રો હતા. રાજાએ વિચાર્યું કે મારા આટલા પુત્રોમાં રાજ્યધુરા વહન કરવાને કોણ સમર્થ થશે ? એક સમયે સર્વે પુત્રોને પરીક્ષા કરવા માટે એક પંક્તિમાં બેસાડ્યા. રાજાએ ઘી સહિત પૂર્ણ ખીરનું ભોજન પીરસ્યું. પછી અતિ ભૂખ્યા શિકારી કૂતરાઓને રાજાએ છોડી મૂક્યા. પોતે ગુપ્ત રહીને તેઓની ચેષ્ટા જોવા લાગ્યો. કોઈક પુત્ર તો કૂતરાને જોઈને જ પલાયન થવા લાગ્યા. કેટલાંક કૂતરાઓ તે ભોજનમાં મોટું નાખવા લાગ્યા તેથી નાસી ગયા. કેટલાંક ભૂખ્યા કુતરા સાથે ભંડણ કરવા લાગ્યા. તે સર્વેમાં માત્ર એક શ્રેણિક કુમાર એવો હતો, જે બીજા કુમારોના થાળ કૂતરા તરફ ધકેલતો ગયો એટલે તે ખાવામાં કૂતરા શ્રેણિક સુધી પહોંચતા ન હતા. એટલે તેણે ઇચ્છા પ્રમાણે ભોજન કર્યું. પ્રસેનજિત રાજાએ વિચાર્યું કે આ જ પુત્ર રાજ્યને લાયક છે, જે શત્રુને પણ રાજ્ય આપીને મિત્ર બનાવશે. ત્યારપછી કોઈ વખતે પ્રસેનજિત રાજાએ કોઈ ગૃહમાં લાડુ (ખાજા) તથા પાણી ભરેલા નવા ઘડા ગોઠવીને તેમાં કુમારોનો પ્રવેશ કરાવ્યો અને તેઓને કહ્યું કે, અહીં તમારે લાડુનું (ખાજાનું) ભોજન કરવું અને જળપાન કરવું. પણ ખાજાની સંખ્યા એક પણ ઓછી ન થવી જોઈએ, તેમજ ઘડા પર બાંધેલી મુખમુદ્રા તુટવી ન જોઈએ. બધાં કુમારો વિચારમાં પડ્યા કે આ કઈ રીતે બને ? ત્યારે શ્રેણિકે ખાજાના કરંડીયાને હલાવી-હલાવી તેનો ભુકો નીચે પડતો હતો તે ખાઈને ભોજન કરી લીધું અને નવા ઘડામાંથી ઝરતું પાણી વસ્ત્ર વીંટાળીને નીચોવીને પાણી પી–લીધું. એ રીતે ભોજન પૂર્ણ કર્યું. કોઈ વખતે રાજશાળામાં આગ લાગી. ત્યારે રાજાએ કુમારોને બૂમ પાડી કે જેને જે હાથમાં આવે તે ગ્રહણ કરી લો. ત્યારે કોઈક અથ લીધા, કોઈ સારભૂત પદાર્થ લેવા લાગ્યા. તે વખતે શ્રેણીએ ભંભા (એક જય સૂચક વાદ્ય) કાઢીને પિતાને બતાવ્યું. પ્રસન્ન થયેલા પિતાએ તેનું ભંભસાર નામ પાડ્યું. પછી બીજા કુમારો ઇર્ષ્યાથી શ્રેણિક કુમારને રાજ્યના લોભથી મારી ન નાખે તે કારણે પ્રગટપણે શ્રેણિકના ગુણને અનુરૂપ અને મનોરથને યોગ્ય એવો આદર-સત્કાર કરવો બંધ કર્યો. પોતાનો પરાભવ અને બીજાનો સત્કાર થતો જોઈને ઉદ્વેગ પામેલા ચિત્તથી શ્રેણિકકુમાર વિચારવા લાગ્યો કે, હું તો ચરણની ધૂળ કરતાંયે ભંડો છું કે હજ અહીં પડી રહ્યો છું. તે રાજાને ત્યાંથી રાત્રે એકલો નીકળી પડ્યો. સાહસ કરતો તે દેશાંતરોમાં પરિભ્રમણ કરવા લાગ્યો. પ્રસેનજિત રાજાએ મોકલેલ ગુપ્તચરો તેની પાછળ ફરવા લાગ્યો. વનહાથી માફક તે શ્રેણિક બેન્નાતટ નગરે પહોંચ્યો. ત્યાં આવીને તે ભદ્ર શેઠની દુકાને બેઠો. તે વખતે શ્રેણિકના પુણ્યપ્રભાવથી તે ભદ્ર શેઠને ઘણો જ આવકનો લાભ થયો. Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૬૩ શેઠે વિચાર્યું કે આજે મને અતિ વિશિષ્ટ સ્વપ્ન આવેલ છે કે – રત્નખાણ સમાન કોઈ ઉત્તમ પુરુષ મારે ઘરે આવેલા છે. તેની સાથે સુનંદા (નંદા) કન્યાનો વિવાહ કર્યો. અધિક લાભકર્તા સ્વપ્નનું ફળ છે તેમ માનીને શેઠે પૂછ્યું કે, હે પુરુષોત્તમ ! તમે કોના પરોણા છો ? ત્યારે શ્રેણિકે કહ્યું કે, આપના. શેઠે ચિંતવ્યું કે, આ કોઈ ઉત્તમ કુલ પુત્ર જણાય છે તેથી ગૌરવપૂર્વક ઘરે લઈ જઈને ઉચિત વ્યવહાર કર્યો. કોઈ વખતે ભદ્રશેઠે તેનું ગૌરવ કરતા કહ્યું કે, હે પુરુષોત્તમ ! તમને વણિક કન્યા ભાર્યા તરીકે યોગ્ય ન ગણાય, તો પણ મારા આગ્રહથી આ મારી સુનંદા (નંદા) કન્યા સાથે વિવાહ કરો. જેથી મારી પુત્રી જીવન પર્યંત સુખી થાય. સજ્જન પુરુષો બીજાએ કરેલ પ્રાર્થનાનો ભંગ કરતા નથી. બીજાના સંકટનો નાશ કરવામાં પોતાનો આનંદ માને છે. ત્યારે શ્રેણિક કુમારે કહ્યું કે, હે પિતાતુલ્ય ! મારી જાતિ, વંશ વગેરે પણ તમે જાણતા નથી, છતાં તમે પુત્રી આપો છો, તો તમને જે યુક્ત લાગે તે તમે જાણો. ત્યારે શેઠે કહ્યું કે, સારભૂત પરાક્રમાદિક ગુણોના સ્થાનરૂપ અને શુભ સ્વપ્નથી સૂચિત તમે કોઈ સામાન્ય પુરુષ નથી. તેથી મારી આ પુત્રી હું તમને અર્પણ કરું છું. માટે તમારે તેની સાથે લગ્ન કરવા, શ્રેષ્ઠ વાર, મુહુર્ત, નક્ષત્ર જોઈને વિવાહ મહોત્સવ કર્યો. પાંચ પ્રકારના કામભોગ ભોગવતા એવા તેઓનો કેટલોક કાળ જલદીથી પસાર થઈ ગયો. કોઈ વખતે સુનંદા હાથીનું સ્વપ્ન જોઈને જાગી. તેણે પતિ પાસે નિવેદન કર્યું. એટલે શ્રેણિકે કહ્યું કે, તને ઉત્તમ પુત્રનો લાભ થશે. હવે સુનંદાએ ગર્ભધારણ કર્યો ત્યારે, તેના પિતાના ખાસ પુરુષો શ્રેષ્ઠ અશ્વ પર આરૂઢ થઈને ત્યાં આવી પહોંચ્યા (શ્રેણિક) કુમારને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, તમારા પિતાના દેહની સ્થિતિ બગડી છે. તેથી શ્રેણિકકુમારને લાવવા માટે અમે આવ્યા છીએ. આ પ્રમાણે ટૂંકા સમાચારવાળો પ્રસેનજિત રાજાનો પત્ર શ્રેણિકકુમારના હાથમાં અર્પણ કર્યો. ત્યારે જવાની ઉતાવળવાળા શ્રેણિકે પોતાના શ્વશુર ભદ્રશેઠની અનુમતિ માંગી, રૂદન કરતી સુનંદા (નંદા)ને કહ્યું કે, હે પ્રિયે ! તું ભાવિ જન્મનાર પુત્રનું અવશ્ય પાલન કરજે. કદાચ કોઈ વખતે મને મળવાની ઉત્કંઠા થાય તો આ ભારવટ પર અક્ષરોની પંક્તિ લખેલી છે. તે વાંચીને પુત્ર સહિત જલદી આવી જવું. રાજગૃહી નગરીમાં શ્વેતભિતયુક્ત કિલ્લાના ગોવાળ તરીકે અમે ત્યાં ઘણાં જાણીતા છીએ. મોભની ભિંત પર આ પ્રમાણે લખીને એક અતિ ચપળ અશ્વ પર આરૂઢ થઈને તે એકદમ રાજગૃહનગરે પહોંચ્યો અને પ્રસેનજિત રાજા – પોતાના પિતાને નમસ્કાર કર્યા. તેને જોઈને તેના પિતા હર્ષિત અને સંતુષ્ટ થયા. કોઈ પ્રશસ્ત દિવસ જોવડાવીને સામંતો, મંત્રી વગેરેને જણાવીને ઉત્તમ ગુણવાળા શ્રેણિકનો પોતે રાજ્યાભિષેક કર્યો. રાજા પ્રસેનજિત પરલોકે સિધાવ્યા અને શ્રેણિક ન્યાય—નીતિમાં નિપુણ એવો મોટો રાજા થયો. આ તરફ ગર્ભના પ્રભાવથી સુનંદાને એવો દોહદ ઉત્પન્ન થયો કે તેણી સવગે ગાર અને આભૂષણો પહેરીને હાથીના સ્કંધ પર આરૂઢ થયેલી – અમારી ઉદૂઘોષણા Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ આગમ કથાનુયોગ-૫ કરાવવાપૂર્વક દીન, અનાથ વગેરે જે કંઈ માંગણી કરે તેને દાન આપું. શેઠે ત્યાંના રાજાને વિનંતી કરી – યાવત્ – સુનંદાના દોહદ પૂર્ણ થયા – યાવત્ – પુત્રનો જન્મ થયો અને અભયકુમાર એવું નામ સ્થાપન કર્યું. (ઇત્યાદિ સર્વે વૃત્તાંત અભયકુમારના કથાનકથી જાણી લેવો.) અભયકુમાર મોટો થયો, નિર્મળ બુદ્ધિવાળા તેને આઠ વર્ષનો થતાં શાળમાં જ્યારે કોઈ સાથે વિવાદ થયો ત્યારે સામે કોઈએ કહ્યું કે, તે પિતા વગરના રાંકડા ! તારાથી કોણ બીવે છે ! તેણે માતાને પૂછયું કે મારા પિતા કોણ છે? – યાવત્ – સુનંદાએ તેને ભારવટ પર લખેલી નિશાની બતાવી. તેનો પરમાર્થ જાણીને અભયકુમારે કહ્યું કે, મારા પિતા રાજગૃહીના રાજા છે. તો આપણે ત્યાં જઈએ (આ સર્વ વૃતાંત અભયકુમારની કથામાં આવી ગયેલો છે.) ૦ મંત્રીની શોઘમાં શ્રેણિક અને અભયકુમારનું આગમન : તરુણ બનેલો અભયકુમાર માતાને લઈને રાજગૃહી પહોંચ્યો. માતાને બહારના ઉદ્યાનમાં બેસાડી નગર પ્રવેશ કર્યો ત્યારે તેણે કોઈ સ્થાને ઘણાં લોકોને એકઠા થયેલા જોયા. ત્યારે તેણે પૂછયું કે, આ લોકો અહીં કેમ એકઠા થયા છે ? અતિ તેજપુંજ સમાન બાળકને જોઈને રાજપુરુષોએ કહ્યું કે, અહીંના રાજાને ૫૦૦ મંત્રીઓ છે. તેમાં ચૂડારના સમાન કોઈ અતિ બુદ્ધિશાળીને મુખ્યમંત્રી પદ આપવાનું છે. તેવા પુરુષની પરીક્ષા માટે રાજાએ આ પ્રમાણે ઠરાવ્યું છે કે, આ અવાવરા કૂવામાં જે મુદ્રિકા નાખેલી છે, તેને વાવડીના કિનારે બેસીને હાથમાં લઈને તમને કોઈ મુદ્રિકા અર્પણ કરે તો તમારે તેને મારી પાસે લાવવો. - દરરોજ અનેક પુરુષો આવે છે. છ માસ થયા પણ કોઈએ આ સમસ્યા પૂર્ણ કરી નથી. ત્યારે તે કુમારે પૂછયું કે, કોઈ બીજો આ સમસ્યા પૂર્ણ કરી આપે તો તેને શો લાભ થાય ? ત્યારે રાજપુરુષોએ અભયકુમારને સંમતિ આપી. તે ખાલી કૂવાના કાંઠે બેઠો ગાયનું છાણ મંગાવ્યું. હીરાજડિત વીંટી તેમાં ખેંચી જાય તે રીતે ફેંક્યું. ઘાસનો સળગતો પૂળો ફેંકીને છાણને સૂકાવ્યું. બીજા સ્થાનેથી પાણી લાવીને કૂવો પાણીથી ભરી દીધો. ત્યારે મુદ્રિકા સહિત છાણું તરતા-તરતા ઉપર આવ્યું. કાંઠે બેસીને તેણે છાણું લઈ લીધું. તેમાંથી મુદ્રિકા ખેંચીને બહાર કાઢી રાજપુરુષોને અર્પણ કરી. ત્યારે રાજપુરુષો અભયકુમારને લઈને રાજા શ્રેણિક પાસે આવ્યા. તે મુદ્રિકા કોના પ્રભાવે બહાર કઢાઈ ? તેમ પૂછતાં અભયકુમારને બતાવ્યો – યાવત્ – શ્રેણિક રાજાએ તેની ઓળખ પૂછતાં કહ્યું કે હું બેન્નાતટ નગરથી આજે જ આવેલો છું. રાજાએ તેના ગોત્રાદિ વિશે પૃચ્છા કરી ત્યારે શ્રેણિક શંકિત મનવાળો થયો. તેણે પૂછયું કે ત્યાં ભદ્ર શેઠને સુનંદા નામે પુત્રી છે. તે કુશળ તો છે ને ? ત્યારે અભયે કહ્યું કે, હાં, તેણી તો કુશળ છે અને હું તેણીનો પુત્ર અભય છું. ત્યારે અભયના આશ્ચર્યકારી વચનોથી અને તેની બુદ્ધિ વિશેષથી હર્ષિત અને સંતુષ્ટ થયેલા રાજા શ્રેણિકે તેને આલિંગન કર્યું. પોતાના પુત્રને ઓળખીને સ્નેહથી ભીંજાયેલા રાજા – યાવત્ – તેની સાથે બહાર વનખંડમાં ગયા. ઉદ્યાનમાં રહેલી પોતાની પહેલી પત્ની (રાણી) સુનંદાને (જેને નંદા પણ કહે છે) અત્યંત આડંબરપૂર્વક, ઋદ્ધિ અને Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૬૫ પરિવારસહિત હાથણી પર આરૂઢ કરાવી રાજ્યના મહેલમાં લાવ્યા, અંતઃપુરનો શ્રેષ્ઠ સુંદર પ્રાસાદ આપ્યો. અભયકુમારને પણ પોતાની નજીકનો મહેલ આપ્યો. તેને પ૦૦ મંત્રીમાં મુખ્યમંત્રી બનાવ્યો. પોતાની સુષેણા નામની બહેનની અતિ રૂપવતી કન્યા તેને પરણાવી. (ઇત્યાદિ વૃત્તાંત અભયકુમારની કથાથી જાણવો) ૦ શ્રેણિક રાજા–નંદા રાણીનો ઉલ્લેખ : (હે જંબૂ!) તે કાળે, તે સમયે આ જંબુદ્વીપમાં, ભારત વર્ષમાં, દક્ષિણાર્ડ ભરતમાં રાજગૃહી નામે નગરી હતી. તેના ઇશાન ખૂણામાં ગુણશીલ નામે ઉદ્યાન હતું. તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામે રાજા હતો. તે મહાહિમવંત પર્વત સમાન હતો. તે શ્રેણિક રાજાને નંદા (સુનંદા) નામે રાણી હતી. તે સુકુમાલ હાથ–પગવાળી હતી. શ્રેણિક રાજાના પુત્ર અને નંદા રાણીનો આત્મજ એવો અભય નામે કુમાર હતો – યાવત્ - તે મહામંત્રી અભયકુમાર સામ, દંડ, ભેદ અને ન્યાય—નીતિમાં નિષ્ણાત તથા વ્યાપારનીતિની વિધિનો જ્ઞાતા હતો (ઇત્યાદિ વર્ણન મેઘકુમારની કથામાં પૂર્વે આવી ગયેલ છે ત્યાંથી જાણવું) (ઉપરોક્ત વર્ણન નાયાધમ્મકહાના સૂત્ર-૯ અને ૧૦માં આપેલ છે. આવું જ કંઈક વર્ણન નિરયાવલિકા સૂત્ર–લ્માં પણ આવે છે. જે કોણિકની કથામાં પણ નોંધાયેલ છે.) તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. તે નગર ઋદ્ધિસંપન્ન, શત્રુ આદિના ભયથી રહિત અને ધનધાન્યાદિથી સમૃદ્ધ હતું. ત્યાં હિમવંત પર્વત સદશ મહાનું શ્રેણિક નામે રાજા હતો. શ્રેણિક રાજાની સુકુમાલ અંગોપાંગવાળી એવી નંદા નામે રાણી હતી. જે માનવીય કામભોગોને ભોગવતી – યાવતું – સમય વ્યતીત કરતી હતી. તે શ્રેણિક રાજાનો પુત્ર અને નંદા રાણીનો આત્મજ અભયકુમાર હતો. જે સુકુમાલ – યાવત્ – સુરૂપ હતો. રાજનીતિમાં ચિત્તસારથી સમાન નિષ્ણાત હતો. – યાવત્ - રાજ્યની ધુરાનો ચિંતક હતો. ૦ ચંડ પ્રદ્યોત દ્વારા કોઈ વખતે નગર રોધ : કોઈ વખતે ઉજૈની નગરીથી પ્રદ્યોત રાજાએ આવીને ઘણી સૈન્ય સામગ્રીથી શ્રેણિકને ઘેરવા આવેલો. નગરનો રોધ થયો જાણી ભયભીત થયેલા રાજા શ્રેણિકને અભયે કહેલું કે તમે તેના મોટા સૈનિક સમુદાયથી ભયભીત થશો નહીં. હું તેને ભગાડી મૂકીશ. અભયે ત્યાં જઈને પ્રદ્યોતના ખંડિયા રાજાને આવવાના સ્થાનમાં પહેલેથી નિધાનો દટાવી દીધા. તેટલામાં શ્રેણિક રાજાને પ્રદ્યોત રાજાની સાથે મહાન્ યુદ્ધ થયું. અભયે પ્રદ્યોત રાજાને એક લેખ લખીને મોકલ્યો કે શ્રેણિક રાજાએ તમારા સર્વે ખંડિયા રાજાઓને લાલચ આપીને ફોડી નાંખ્યા છે. તે બધાં એકઠા થઈને તમને શ્રેણિક રાજાને સોંપી દેશે – યાવત્ – તેણે પ્રદ્યોત રાજાને ભગાડી મૂક્યો. ૦ શ્રેણિક અને ચેઘણા : તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશીલક ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિક નામે રાજા હતો. તેને ચેઘણા નામે રાણી હતી. આ ચલણા રાણીનો સમગ્ર પ્રબંધ આ પૂર્વે – સુજ્યેષ્ઠા શ્રમણીની કથામાં આવી ગયેલ છે. (ત કથામાં જણાવ્યા મુજબ સુયેષ્ઠાનું અપહરણ કરી લાવવા શ્રેણિકે અભયને કહ્યું. અભયની બુદ્ધિથી સુજ્યેષ્ઠા શ્રેણિક સાથે વિવાહ કરવા માર્ટ ભાગી નીકળવા તૈયાર થઈ. પણ તે ઘરેણા લેવા ગઈ અને તેની બર્ડન ચેલણા Page #267 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૫ શ્રેણિક સાથે ભાગી નીકળી, એ રીતે શ્રેણિકના ચેક્ષણા સાથે વિવાહ થયા. છત્યાદિ વૃત્તાંત માટે કથા જુઓ સુજ્યેષ્ઠા) ૦ શ્રેણિકનો પુત્ર કોણિક : (આ પૂર્વે કોણિક રાજા શ્રાવકની કથા વિસ્તારથી લખાયેલી છે. તે કથામાં શ્રેણિક અને કોણિકનું વર્ણન આવી ગયેલ છે. પૂર્વભવે સેનક બાલતપસ્વીએ નિયાણું કરેલ કે હું સુમંગલ રાજાનો ભાવિમાં વધ કરનારો થાઉં. ત્યારપછી સુમંગલ રાજા શ્રેણિક રૂપે જન્મ્યો. નિયાણાના પ્રભાવથી સેનક બાલતપસ્વી શ્રેણિકનો પુત્ર કોણિક થયો. ચેલણા માતાના ગર્ભમાં કોણિકના આવતાની સાથે જ ચેક્ષણાને રાજા શ્રેણિકના ઉદરનું માંસ ખાવાનો દોહદ થયો, જે દોહદ અભયકુમારે પોતાની બુદ્ધિથી પૂર્ણ કર્યો. – યાવત્ – કોણિકનો જન્મ થયો. જન્મતા જ ચેક્ષણાએ તેને પિતાનો (શ્રેણિકનો) પૂર્વભવનો બૈરી સમજી ઉકરડામાં ફેંકી દીધો, શ્રેણિક તે પુત્રને પાછો લાવ્યા. કુકડાના પીછાનો ખૂણો લાગવાથી કે કૂકડાના કરડવાથી તે બાળકની આંગળીમાંથી લોહી અને પરુ નીકળતા હતા. શ્રેણિકે કોણિક પરત્વેના અત્યંત સ્નેહાનુરાગથી તે બાળકની આંગળી મુખમાં રાખી ફર્યા કર્યું, કોણિકના મુખમાંથી નીકળતા લોહી અને પરુને ચૂસી ચૂસીને શ્રેણિક થુંકવા લાગ્યો અને કુકડાના પીંછાના કોણ (ખૂણા)થી કરડાયેલ આંગળી વાળો હોવાથી તે બાળકનું કોણિક નામ પાડ્યું અથવા તો તે બાળકની આંગળીનો વિકાસ ન થતો હોવાથી તે કૂણી રહેતી હતી માટે તે બાળકનું કોણિક નામકરણ થયું) એ રીતે શ્રેણિકનો પૂર્વભવનો પૈરી એવો આ ભવે તેનો પુત્ર કોણિક થયો જે ચેલણા રાણીથી થયેલ પુત્ર હતો ઇત્યાદિ કથા માટે જુઓ કોણિક શ્રાવકની કથા. ૦ શ્રેણિક - ધારિણીરાણી – મેઘકુમાર : . ૨૬૬ (આ પૂર્વે મેઘકુમારની કથા કે જે મુખ્યત્વે જ્ઞાતાધર્મકથા આગમના સૂત્ર—૧૧થી ૩૩માં આપેલ છે. તેમાં મેઘકુમારનો સંપૂર્ણ વૃત્તાંત પૂર્ણ વિસ્તારથી અપાઈ ગયેલ છે. – જુઓ મેઘકુમાર શ્રમણની આ કથાનો કિંચિત્ સાર ભાગ જ અહીં રજૂ કરેલ છે. કેમકે સમગ્ર કથા પૂર્વે એક વખત શ્રમણ કથા વિભાગમાં આવી ગયેલ છે.) કથા - - – રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતો. તેને નંદા, ચેન્નણા ઇત્યાદિ ઘણી જ રાણીઓ હતી. તે રીતે તે શ્રેણિક રાજાને ધારિણી દેવી નામે એક રાણી હતી. તે રાણી સુકુમાર હાથ–પગવાળી હતી. તેના શરીરની પાંચે ઇન્દ્રિયો અહીન, શુભ લક્ષણોથી સંપન્ન અને પ્રમાણયુક્ત હતી. તેણી કાંત, પ્રિય, મનોજ્ઞ, અતીવ મનોહર, ધૈર્યનું સ્થાન, વિશ્વાસપાત્ર, સંમત, બહુમત, અનુમત, આભૂષણોની પેટી સમાન, સાવધાનીથી સાર સંભાળ કરાતી તે રાણી ધારિણી શ્રેણિક રાજા સાથે વિપુલ ભોગ ભોગવતી હતી. તે રાણી કોઈ સમયે પોતાના ભવનમાં સૂતી હતી એક હાથીને આકાશતલમાંથી ઉતરતો અને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો શ્રેણિક રાજાએ કહ્યું કે, તને ઉત્તમ રત્ન સમાન પુત્રનો લાભ થશે ધારિણી રાણીને અકાળે મેઘનો દોહદ થયો * * * - * - બુદ્ધિથી અને પૂર્વભવના મિત્રદેવની મદદથી પોતાની લઘુમાતા ધારિણીનો દોહદ પૂર્ણ કર્યો - * - * - * – પુત્રનો જન્મ થયો. ત્યારે x = x = માતાના દોહદ અનુસાર * - * - X x = - × - - × - X × અભયકુમારે પોતાની યાવત્ – મેઘકુમારે દીક્ષા લીધી. ઇત્યાદિ વર્ણન મેઘકુમારની કથાથી જાણવું. x = * - * - * × – × - × – તે પુત્રનું મેઘકુમાર નામ રાખ્યું X* * Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૬૭ ૦ શ્રેણિક અને આર્દિક રાજાની મૈત્રી : આર્દકપુર નગરમાં આર્દક નામે રાજા હતો. તેને આર્દકકુમાર નામે પુત્ર હતો. આ આર્દક રાજા અને શ્રેણિક રાજા પરસ્પર મિત્રો હતા. આર્તક રાજાએ કોઈ વખતે શ્રેણિક રાજાના સ્નેહને કારણે પરમ એવા ઉપહારને પ્રચુર માત્રામાં ભેટ મોકલ્યો. – ૪ – ૪ – ૪ – ૪ – પોતાના પરમમિત્ર એવા શ્રેણિક મહારાજાને જ્યારે ભેટ મોકલી ત્યારે આર્દ્રકુમારે પૂછેલું કે શું તે શ્રેણિક મહારાજાને મારો સમવયસ્ક એવો કોઈ મિત્ર છે ? – x – ૪ – આર્દક રાજાના દૂતે રાજકૂલે પ્રવેશીને શ્રેણિક રાજા પાસે પહોંચીને પ્રણામપૂર્વક કહ્યું કે આપના પરમ મિત્રે આપને માટે આ ઉપહાર ભેટ મોકલેલ છે - ૪ - ૪ - ૪ - તે દૂતનો સત્કાર કર્યો, સન્માન કર્યું અને – ૪ – ૪ – ૪ – વિદાય આપતી વેળાએ રાજા શ્રેણિકે પણ વિપુલ ઉપહાર મોકલ્યો – ૮ – ૮ – ૮ – અભયકુમારે પણ આર્દ્રકુમાર માટે કલ્યાણમિત્ર બુદ્ધિથી અર્હત્ પ્રતિમા મોકલી. ઇત્યાદિ સંપૂર્ણ કથા પૂર્વ શ્રમણ વિભાગમાં (પ્રત્યેકબુદ્ધ) આકુમારની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ આર્કકુમાર શ્રમણ – (આ કથા સૂયગડાંગ સૂત્ર નિર્યુક્તિ ૧૯૦ થી... આપેલ છે.) ૦ શ્રેણિક અને સેચનક હાથી : અટવીમાં ઘણાં હાથીઓનું એક ટોળું વસતું હતું. તે હાથીઓનો જૂથપતિ એવો હાથી તુરંત ના જન્મેલા એવા એક-એક બચ્ચાનો (મદનીયાનો કે બાલહસ્તીનો) વિનાશ કરતો હતો – મારી નાંખતો હતો. ત્યાં એક હાથિણી સત્ત્વશાળી હતી, તેણી વિચારવા લાગી કે, જે કોઈ પણ હાથી–બચ્ચા જન્મે છે, તેને આ જૂથપતિ હાથી મારી નાંખે છે. તેથી મારે જે હાથી જન્મશે તેને પણ આ જૂથપતિ હાથી મારી નાંખશે. એમ વિચારીને ધીમે ધીમે સરકતી હતી. જૂથાધિપતિ તેણીને ફરી જૂથમાં સ્થાપતો. ફરી તે હાથણી સરકવા લાગી. ત્યારપછી બીજે–ત્રીજે દિવસે જૂથમાં ભેગી થઈ ગઈ. ત્યારપછી તેણીએ એક ઋષિના આશ્રમને જોયો. તે હાથણીએ ત્યારપછી ત્યાં આશ્રય લીધો. ઋષિથી તે પરિચિત થઈ ગઈ. હાથણીએ એક હાથી–બચ્ચાને જન્મ આપ્યો. તે બાળહસ્તિ આશ્રમના ઋષિકુમારો સાથે ફૂલના બગીચામાં પાણી સિંચવા લાગતો હોવાથી તેઓએ હાથીનું “સેચનક” એવું નામ રાખ્યું. કાળક્રમે તે હાથી યુવાન થયો. ત્યારે તેણે હાથીના ટોળાને જોયા. ત્યારે જૂથપતિ હાથીની હત્યા કરીને તે પોતે જૂથપતિ થઈ ગયો. પછી હાથીના ટોળાને સાથે લઈ જઈને તેણે પેલા આશ્રમનો વિનાશ કરી દીધો, જેથી ફરી કોઈ હાથણી પોતાના બચ્ચાને ત્યાં જન્મ આપીને અલગ ઉછેરી ન શકે, તેમજ તે હાથી યુવાન થઈને સેચનકનો વિનાશ ન કરી શકે. ત્યારે તે ઋષિઓ રોષાયમાન થયા. હાથમાં પુષ્પો અને ફળો લઈને શ્રેણિક રાજાની પાસે ઉપસ્થિત થયા. તેઓએ કહ્યું કે, આ સર્વ લક્ષણ સંપન્ન ગંધહસ્તી સેચનક નામે છે. શ્રેણિક તે હાથીને ગ્રહણ કરવા નીકળ્યો. તે હાથી દેવતા વડે પરિંગૃહિત હતો. તે હાથીએ અવધિજ્ઞાન વડે જાણ્યું કે તે નક્કી પકડાઈ જશે. તે હાથી પોતાની જ મેળે રાત્રે આવીને આલાન સ્તંભને આશ્રીને રહ્યો. એ રીતે શ્રેણિકે સેચનક હાથી પ્રાપ્ત કર્યો Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આગમ કથાનુયોગ-૫ (પ્રાપ્ત થયો.) (આ સેચનક હાથીનો પૂર્વભવ એક બ્રાહ્મણરૂપે હતો – તે સેચનક હાથીની પ્રાણિ કથા વિભાગમાં જોવું. સેચનકને કારણે કોણિક રાજા અને ચેટકરાજાનું યુદ્ધ થયેલું તે રાજા કોણિકની કથામાં જોવું) આ સેચનક હાથી શ્રેણિક રાજાએ પોતાના અને ચેલણાના પુત્ર વેહલને (હલ્લને) ભેટ આપી દીધેલ. ૦ શ્રેણિકનો એક થંભિયો મહેલ : શ્રેણિક રાજાના અંતઃપુરમાં પ્રધાન એવી ચેલણા નામે રાણી હતી. તેમજ ચાર પ્રકારની બુદ્ધિવાળો (શ્રેણિક અને નંદા રાણીનો પુત્ર) અભયકુમાર મંત્રી હતો. કોઈ પ્રસંગે ચેલણાદેવીએ રાજાને પ્રાર્થના કરી કે, હે સ્વામી ! મારે યોગ્ય એવો એક થંભિયો મહેલ કરાવી આપો. સ્ત્રીહઠને કારણે અને દાક્ષિણ્ય બુદ્ધિથી શ્રેણિકે તેની વાત સ્વીકારીને અભયકુમારને આજ્ઞા કરી, એટલે તે સ્તંભ માટે સુતારને લઈને એક મોટી અટવીમાં ગયો ત્યાં તેણે અતિશય ઘાટીલું મોટી શાખાવાળું વિશાળ વૃક્ષ જોયું. આ વૃક્ષ દેવતા અધિષ્ઠિત હોવું જોઈએ તેમ માનીને વિવિધ ધૂપ અને પુષ્પોથી તે વૃક્ષની અધિવાસનાપૂર્વક અભયે તેની આરાધના કરી. તેની બુદ્ધિથી રંજિત થયેલા વૃક્ષના અધિષ્ઠાયક દેવે રાત્રે સૂઈ રહેલા અભયને કહ્યું, હે મહાભાગ! આ વૃક્ષને કાપીશ નહીં. તું તારે મહેલે જા. હું સર્વઋતુના ફળોથી યુક્ત ખીલેલા મહાબગીચા સહિત એક વંભિયો મહેલ કરી આપીશ. આ પ્રમાણે દેવે રોકેલ અભયકુમાર સુતાર સહિત મહેલે પાછો આવ્યો. દેવતાએ પણ બગીચા સહિત પ્રાસાદ નિર્માણ કરી આપ્યો. ૦ શ્રેણિક અને ચાંડાલ પાસે કલા ગ્રહણ : એક થંભિયા મહેલમાં વિવિધ ક્રીડા કરતા અને રતિ સાગરમાં ડૂબેલા એવા શ્રેણિક રાજાના દિવસો પસાર થતા હતા. હવે તે નગર નિવાસી એવા ચંડાળની પત્નીને કોઈ સમયે ગર્ભના પ્રભાવે આમ્રફળ ખાવાનો દોહલો ઉત્પન્ન થયો. તે દોહદ પૂર્ણ ન થવાથી તે દુર્બળ થવા લાગી. તે જોઈને ચાંડાળે પૂછયું કે, હે પ્રિયે ! તારું શરીર કેમ દુર્બળ થઈ રહ્યું છે ? ત્યારે તેણીએ જણાવ્યું કે, મને પાકેલ આમ્રફળ ખાવાની ઇચ્છા થઈ છે. ત્યારે ચાંડાલે કહ્યું કે, આ આમ્રફળનો કાળ નથી, તો પણ હે પ્રિયે ! તને ગમે ત્યાંથી લાવી આપીશ. ચાંડાલે સાંભળેલ હતું કે, શ્રેણિક રાજાના બગીચામાં સર્વ ઋતુઓના ફળો થાય છે. બહાર રહેલા ચાંડાલે બગીચામાં પાકેલ આપ્રફળની ડાળી જોઈ. રાત્રિ થઈ ત્યારે અવનામિની વિદ્યાથી ડાળી નમાવીને આપ્રફળ તોડીને ફરી ઊંચી કરવાની વિદ્યાથી ડાળીને વિસર્જન કરીને હર્ષિત થયેલા તેણે પ્રિયાને આપ્રફળ આપ્યું, પૂર્ણ થયેલા દોહદવાળી તે ગર્ભને વહન કરવા લાગી. હવે અવારનવાર વૃક્ષ તરફ નજર કરતાં આગલા દિવસે જોયેલ ફળની લુંબને આજે ફળરહિત જોઈ, શ્રેણિક રાજાએ રખેવાળ પુરુષને પૂછ્યું કે, અરે ! આ આમ્રફળની લેબને કોણે તોડી લીધી ? ત્યારે તેણે કહ્યું, હે દેવ ! અહીં બીજો કોઈ પુરુષ આવ્યો નથી Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૬૯ કે બહાર જતો અમે જોયેલ નથી. પૃથ્વીતલ પર કોઈના પગલા પણ દેખાતા નથી. આ આશ્ચર્ય છે. આ કાર્ય કોઈ દિવ્ય પરષનું હોવું જોઈએ. ત્યારે રાજાએ આ વાત અભયકુમારને જણાવી – તું આ ચોરને જલ્દી પકડી લાવ, નહીં તો કાલે ક્યાંક સ્ત્રીઓનું હરણ કરી જશે. અભયકુમારે રાજાની આજ્ઞા સ્વીકારી. ચૌટા આદિમાં ચોરની તપાસ કરવા લાગ્યો. કેટલાંક દિવસ પસાર થયા પણ ચોરનો પત્તો લાગ્યો નહીં. તેટલામાં કોઈ દિવસે નગરીમાં નટે નાટક આરંભ્ય, તે જોવા ઘણાં નગરજનો એકઠા થયા. ત્યારે અભયે કહ્યું કે, આ નાટક શરૂ થાય ત્યાં સુધી તમે એક આખ્યાન સાંભળો. વસંતપુર નગરમાં જીર્ણ શેઠને એક કન્યા હતી. તે વર મેળવવાની અભિલાષાથી કામદેવની પૂજા કરવા બગીચામાં પુષ્પો લેવા ગઈ, ચોરીથી તેણીએ પુષ્પો એકઠાં કર્યા. ત્યારે માળીએ તેણીને જોઈને ભોગની માંગણી કરી. ત્યારે લગ્નની પહેલી રાત્રે માળી પાસે આવવાનું વચન લઈને તેને મુક્ત કરી. પછી તુષ્ટ થયેલા કામદેવે તેણીને મંત્રીપુત્ર એવો શ્રેષ્ઠ પતિ આપ્યો. વિવાહ થયા પછી તે કન્યા મંત્રીપુત્ર પાસે પહોંચી પતિને તેણીએ વિનંતી કરી કે મેં પૂર્વે માળીને આવું વચન આપેલ છે, આપ આજ્ઞા આપો તો હું ત્યાં જઉ. તેણીને સત્યપ્રતિજ્ઞ માનીને મંત્રીપુત્રએ અનુમતિ આપી. નગર બહાર તેણીને ચોરોએ જોઈ. આજે મોટો ખજાનો મળ્યો માનીને ચોરે તેને પકડી. તે કન્યાએ સત્ય વાત જણાવતા ચોરે કહ્યું કે, સારું તું જા, પણ પાછી ફર ત્યારે અમે તને લૂંટી લઈશું, વચન લઈને તેણીને જવા દીધી. માર્ગમાં એક ભૂખાળવો રાક્ષસ મળ્યો. આવ–આવ કરતા તેણીને તે ખાવા દોડ્યો. ત્યારે તે કન્યાએ સર્વ વૃત્તાંત જણાવ્યો. એટલે રાક્ષસે તેણીને જવા દીધી. તે કન્યાએ બગીચામાં જઈને સુખેથી સુતેલા માળીને જગાયો અને કહ્યું, હે સત્પષ ! મારા વચન પ્રમાણે હું આવી ગઈ છું પછી માર્ગમાં જે કંઈ બનેલ તે કહી સંભળાવ્યું. તેણીને સત્ય પ્રતિજ્ઞ માનીને માળીએ જલદી છોડી દીધી. એ જ રીતે રાક્ષસ અને ચોરે પણ તેણીને મુક્ત કરી દીધી. તેણી મંત્રીપુત્ર પાસે અક્ષત શરીરે સર્વાલંકાર સહિત પાછી ફરી. આ કથાનક કહીને અભયે પૂછયું કે, હે નગરજનો ! મંત્રીપુત્ર, ચોર, રાક્ષસ અને માળી એ ચારમાંથી દુષ્કર કાર્ય કોણે કર્યું? ત્યારે બધાંએ પોતપોતાના આચરણને અનુરૂપ જવાબો આપ્યા. ત્યારે ચાંડાળ બોલ્યો કે, ચોરે જ દુષ્કરકાર્ય કર્યું ગણાય. કારણ કે તેણે સુવર્ણ આભૂષણ સહિત હોવા છતાં જવા દીધી. તેના પરથી અભયે નક્કી કર્યું કે આ જ ચોર લાગે છે. કોટવાળ દ્વારા તેને પકડાવી પૂછ્યું કે, તે રાજમહેલમાંથી આમ્રફળની ચોરી કઈ રીતે કરી ? ત્યારે તે ચાંડાલે સર્વ વૃત્તાંત જણાવ્યો. અભયે આ વાત શ્રેણિકને કહી. ત્યારે શ્રેણિક રાજાએ કહ્યું કે, તે કોઈ રીતે તેની વિદ્યા મને આપે તો જ મુક્ત કરજો અન્યથા તેના જીવનનું હરણ કરજો. ચંડાળે વિદ્યા આપવાનું કબૂલ કર્યું. રાજા શ્રેણિક સિંહાસન પર Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આગમ કથાનુયોગ-૫ બેસી વિદ્યા શીખવા લાગ્યો. વારંવાર પ્રયત્ન કરવા છતાં તેને વિદ્યા સ્થિર થતી ન હતી. એટલે રાજા રોષાયમાન થયો. અભયે ત્યારે શ્રેણિક રાજાને કહ્યું, હે દેવ ! આમાં ચાંડાળનો દોષ નથી. વિદ્યા વિનયથી ગ્રહણ થાય, સ્થિર થાય અને ફળદાયી થાય. પછી ચાંડાલને સિંહાસને બેસાડી, રાજાએ નીચે બેસી વિદ્યા ગ્રહણ કરી. ૦ શ્રેણિકનો ચેઘણા પર કોપ, ભગવંતનો ઉત્તર, અભયની દીક્ષા : કોઈ વખતે શ્રેણિક અંતઃપુર સહિત ભગવંતને વંદન કરવા ગયો. છેલ્લા પ્રહરે પાછો ફરતો હતો, ત્યારે માર્ગમાં ચેઘણાએ નદીના કિનારે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા તીવ્ર તપસ્વી સાધુને જોયા. રાત્રે શ્રેણિકની શય્યામાં સૂતેલી ચેલણાનો હાથ રજાઈની બહાર કોઈ પ્રકારે રહી ગયો. તેણીને ઠંડી લાગી ગઈ. સખત ઠંડીમાં પવનની લહેરથી તેના હાથ ધ્રુજવા લાગ્યો. ત્યારે તેને દિવસે જોયેલા તપસ્વી યાદ આવ્યા. તેથી તેણી બોલી કે, “તેમનું નદી કિનારે શું થતું હશે ?” આ શબ્દો સાંભળીને શ્રેણિક રાજા વિચારે છે કે, આનો કોઈ પ્રેમી પરપુરુષ હોવો જોઈએ. અરે ! દુર્જનના ચરિત્ર માફક સ્ત્રીઓના ચરિત્રને ધિક્કાર થાઓ. મુખેથી મધ સમાન મીઠાં વચન બોલનારી પણ હૃધ્યમાં વિષને ધારણ કરનારી હોય છે. આવા આવા ખોટા વિકલ્પો તે ચેલણા માટે કરવા લાગ્યો. વ્યાકુળ થયેલો શ્રેણિક પ્રાતઃ સમયે ભગવંતને આ વાત પૂછવા નીકળ્યો. અભયકુમારને બૂમ પાડીને કહ્યું કે, મારી આજ્ઞા છે કે હું નીકળી જઉં. પછી તારે સમગ્ર અંતઃપુરને બાળી નાંખવું. ત્યારે અભયે બુદ્ધિથી વિચાર્યું કે પિતાજી રોષમાં બોલી ગયા છે. માટે હું એવી રીતે કાર્ય કરું કે જેથી કોઈ દુષ્પરિણામ ન આવે. અભયે એક જીર્ણશાળા હતી, તેમાં મોટી જ્વાળા શ્રેણી તેમજ ગોટેગોટા ધૂમાડાની પંક્તિ વડે આકાશને પૂરતો હોય તેવો અગ્નિ સળગાવ્યો. રાજા પણ પાછળ જોતો જોતો ભગવંતને વંદન કરવા જતા-જતા ચિંતવવા લાગ્યો કે, હે ચેaણા ! તેં પોતે કરેલ કર્મનું ફળ તું ભોગવ. ત્યારપછી અતિ ત્વરાથી ભગવંત મહાવીરના ચરણમાં પ્રણામ કરીને તેણે પૂછયું કે, હે સ્વામી ! ચલણા એક પતિવાળી કે બે પતિવાળી ? અર્થાત્ સતી કે અસતી ? ભગવંતે કહ્યું કે તે એક પતિવાળી અને મહાસતી છે. એટલે શ્રેણિક વેગથી ઉઠીને પશ્ચાત્તાપ કરતો કરતો પાછો ફર્યો. તેને થયું કે, અરે ! નિભંગી જન્મવાળા એવું મેં આ શું કર્યું? મેં વગર વિચાર્યું કાર્ય કર્યું. મારા જેવો અધમ કોણ હશે ? હવે ભગવંત મહાવીર પાસે પાછા ફરતા શ્રેણિકને માર્ગમાં અભયકુમાર મળ્યો. તેને જોઈને શ્રેણિકે પૂછ્યું કે, તે આ શું કર્યું? અભયે કહ્યું કે, આપની આજ્ઞાનું કદાપી ઉત્થાપન થાય ખરું ? મેં તો અંતઃપુરને સળગાવી દીધું. શ્રેણિક રાજાએ કોપાયમાન થઈને કહ્યું કે, હે દુષ્ટ ચેષ્ટાવાળા! તું પણ તેમાં કેમ બળી ન મર્યો? જા, તારું મોઢું બતાવતો નહીં. એટલે અભયે શ્રેણિક રાજાને કહ્યું, હું આપના આ વચનની જ રાહ જોતો હતો. વીર ભગવંત જેવાનું શરણ હોય તો મારે અગ્રિમાં શા માટે બળી મરવું જોઈએ ? ત્યારપછી અભયે ભગવંત મહાવીર પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૭૧ ૦ પ્રતિક્રમણ વિશુદ્ધિ દષ્ટાંતમાં–શ્રેણિક - રાજગૃહ નગરીમાં શ્રેણિક નામે રાજા હતો. તેણે ધોબીને એક વસ્ત્રયુગલ ધોવા માટે આપેલું. રાજ્યમાં તે વખતે કૌમુદી મહોત્સવ પ્રવર્તતો હતો. તે ધોબીએ પોતાની પત્નીને તે વસ્ત્રયુગલ પહેરવા આપ્યું. તે વખતે શ્રેણિક અને અભય બંને ગુસપણે કૌમુદી મહોત્સવમાં જતા હતા. શ્રેણિકે જોયું કે આ વસ્ત્ર યુગલ તો તેનું જ છે, તેથી તેણે પાનની પીચકારી મારી તે વસ્ત્રને ચિહિત કર્યું. શ્રેણિકે વિચાર્યું કે, જ્યારે ધોબી આવશે ત્યારે હું તેની નિર્ભર્સના કરીશ, પણ ધોબીએ જ્યારે ઘેર જોયું કે આ વસ્ત્ર પર પાનની પીચકારીનો દાગ લાગેલો છે, ત્યારે તેણે ક્ષાર વડે વસ્ત્રને ધોઈને વિશુદ્ધ કરી દીધું. બીજે દિવસે તે શુદ્ધ થયેલ – ડાઘરહિત વસ્ત્ર લાગ્યો. ત્યારે રાજાએ પૂછયું કે, સાચી હકીકત શું છે તે જણાવ, નહીં તો મારી નાંખીશ. ત્યારે ધોબીએ કહ્યું કે, મેં ક્ષાર વડે આ વસ્ત્રને વિશુદ્ધ કરી દીધેલ છે... (આ દ્રવ્ય વિશુદ્ધિનું દષ્ટાંત છે) ૦ શ્રેણિક અને ચેઘણાનું ભગવંત વંદનાર્થે જવું: (રાજા શ્રેણિકનો ભગવંતની વંદના અને પર્યાપાસનાર્થે જવાના તો અનેક પ્રસંગો આગમોમાં નોંધાયેલા છે. અહીં ફક્ત દશાશ્રુતસ્કંધ-આગમમાં સૂત્ર-૯૪થી. થી નોંધાયેલ પ્રસંગનો વિશિષ્ટરૂપે ઉલ્લેખ કરેલ છે. કેમકે અહીં શ્રેણિક અને ચેલણાનું તે વિષયમાં વિસ્તૃત વર્ણન છે–). તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું, ગુણશીલ નામે ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો અને ચેલ્લણા રાણી હતી. ત્યારે કોઈ દિવસે રાજા શ્રેણિક બિંબિસારે સ્નાન કર્યું. બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્તાદિ કર્યા. ગળામાં માળા પહેરી, મણિરત્નજડિત સુવર્ણના આભુષણ ધારણ કર્યા. હાર, અર્ધવાર, ત્રિસરોહાર, કટિસૂત્ર પહેર્યા અને સુશોભિત થયો. આભુષણો અને મુદ્રિકા ધારણ કર્યા – યાવત્ – કલ્પવૃક્ષની સદશ તે નરેન્દ્ર શ્રેણિક અલંકૃત્. અને વિભૂષિત થયો – યાવત્ – ચંદ્રની સમાન તે પ્રિયદર્શી નરપતિ શ્રેણિક બાહ્ય ઉપસ્થાન શાળાના સિંહાસન પર પૂર્વાભિમુખ થઈને બેઠો. પછી પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું હે દેવાનુપ્રિયો ! રાજગૃહ નગરીની બહાર જે બગીચા, ઉદ્યાન, શિલ્પશાળા, ધર્મશાળા, દેવકુળ, સભા, પાણીની પરબ, દુકાન, મંડી, ભોજનશાળા, વ્યાપાર કેન્દ્ર, શિલ્પકેન્દ્ર, વનવિભાગ ઇત્યાદિ સ્થાનોમાં જઈને મારા સેવકોને નિવેદન કરો કે, શ્રેણિક બિંબિસારની આ આજ્ઞા છે કે, જ્યારે આદિકર તીર્થંકર – યાવત્ – સિદ્ધિગતિના ઇચ્છુક શ્રમણ ભગવંત મહાવીર વિચરણ કરતા, સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં અહીં પધારે ત્યારે ભગવંત મહાવીરને સ્થાનમાં રહેવાની અનુજ્ઞા પ્રદાન કરે. ત્યારે તે પ્રમુખ રાજ્યાધિકારી, શ્રેણિક રાજાના આ કથનથી હર્ષિત હૃદય થઈને – યાવત્ શ્રેણિક રાજાની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારીને રાજમહેલથી નીકળ્યા, નીકળીને બહાર બગીચા – યાવત્ – સર્વ સ્થાનોના સેવકોને રાજા શ્રેણિકની આજ્ઞા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આગમ કથાનુયોગ-૫ જણાવી પાછા ફર્યા. તે કાળે, તે સમયે ધર્મના આદિકર, તીર્થકર શ્રમણ ભગવંત મહાવીર વિચરણ કરતા – યાવત્ – ગુણશીલ ચૈત્યમાં પધાર્યા. પર્ષદા નીકળી – યાવતું – પર્યાપાસના કરવા લાગી. શ્રેણિક રાજાના કૌટુંબિક પુરષોએ આવીને ભગવંત મહાવીરને પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા – યાવત્ શ્રેણિક રાજા પાસે જઈને આ વૃત્તાંતનું નિવેદન કર્યું. તે સમયે રાજા શ્રેણિક આ સંવાદને સાંભળીને, અવધારીને હૃદયમાં હર્ષિત અને સંતુષ્ટ થઈને – યાવત્ – સિંહાસનેથી ઉઠ્યો. સાત-આઠ કદમ ચાલીને વંદન–નમસ્કાર કર્યા. તે સેવકોનું સત્કાર-સન્માન કરીને પ્રીતિપૂર્વક આજીવિકા યોગ્ય વિપુલ દાન દઈને વિદાય કર્યા. નગર રક્ષકોને બોલાવીને જલ્દીથી રાજગૃહનગરને બહારથી અને અંદરથી પરિમાર્જિત કરવા અને જળથી સિંચિંતુ કરવાની આજ્ઞા કરી. ત્યારપછી શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવીને કહ્યું, જલ્દીથી રથ, હાથી, ઘોડા અને યોદ્ધાયુક્ત ચતુરંગિણી સેનાને તૈયાર કરો – યાવત્ – મારી આ આજ્ઞા મને પાછી સોંપો. ત્યારપછી રાજા શ્રેણિકે યાનશાળાના અધિકારીને બોલાવીને શ્રેષ્ઠ ધાર્મિક રથ સુસજ્જ કરવાની આજ્ઞા આપી. યાનશાળાના અધિકારી પણ હર્ષિત અને સંતુષ્ટ થઈને યાનશાળામાં ગયા, રથની પ્રાર્થના કરી, શોભાયમાન કર્યો. ત્યારપછી વાહનશાળામાં જઈને બળદોને બહાર લાવ્યા. તે બળદો પર કુલ વગેરે શોભાયમાન કર્યા. અનેક અલંકાર પહેરાવ્યા. રથમાં જોડીને રથને બહાર કાઢયો. સારથી પણ હાથમાં સુંદર ચાબુક લઈને બેઠો. શ્રેણિક રાજા પાસે આવીને ધાર્મિક રથ સુસજ્જિત થઈ ગયાનું નિવેદન કર્યું. શ્રેણિક રાજા ભિંભિસાર યાનચાલકની પૂર્વોક્ત વાત સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયો. ખાનગૃહમાં પ્રવેશ કર્યો – યાવત્ – કલ્પવૃક્ષ સમાન અલંકૃત અને વિભૂષિત થઈને તે શ્રેણિક નરેન્દ્ર – યાવત્ – સ્નાનગૃહથી નીકળ્યો. ચલણા દેવીની પાસે આવ્યો. ચેલણાદેવીને કહ્યું કે, હે દેવાનુપ્રિયે ! શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન છે. ત્યાં જઈને તેમને વંદન–નમસ્કાર, સત્કાર, સન્માન કરીએ. તે કલ્યાણરૂપ, મંગલરૂપ, ચૈત્યરૂપ દેવાધિદેવની પર્યપાસના કરીએ. તેમની પર્યપાસના આ અને આગામી ભવોને માટે પણ હિતકર, સુખકર, કલ્યાણકર તેમજ મોક્ષને માટે અને ભવોભવના સુખને માટે થશે. રાજા શ્રેણિકનું આ કથન સાંભળી ચેલણાદેવી હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ – યાવત્ – ખાનગૃહમાં જઈને સ્નાન કરીને બલિકર્મ કર્યું, કૌતુક મંગલ કર્યા. પોતાના સુમાર પગોમાં ઝાંઝર, કમરમાં મણિજડિત કંદોરો, ગળામાં એકાવલી હાર, હાથમાં કડા અને કંકણ, આંગળીઓમાં મુદ્રિકા, કંઠથી ઉરોજ પર્યત મરકત મણિનો ત્રિસરોહાર ધારણ કર્યો. કાનમાં પહેરેલા કુંડલથી તેણીનું મુખ શોભાયમાન થયું. શ્રેષ્ઠ ઘરેણા અને રત્નાલંકારોથી તે વિભૂષિત હતી. સર્વશ્રેષ્ઠ રેશમનો એવા સુંદર અને સુકોમલ વલ્કલનું રમણીય ઉત્તરીય ધારણ કર્યું હતું. સર્વઋતુમાં વિકસિત એવી સુંદર સુગંધી ફૂલોની માળા Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૭૩ પહેરી હતી. કાળો અગરુ ઇત્યાદિ ધૂપથી સુગંધિત તે લક્ષ્મીની શોભાયુક્ત વેશભૂષાવાળી ચેલણા અનેક કુન્જ – ચાવતું – ચિલાતિ દાસીઓના વૃંદથી ઘેરાઈને ઉપસ્થાનશાળામાં રાજા શ્રેણિકની પાસે આવી. ત્યારે શ્રેણિક રાજા ચેલણાદેવીની સાથે શ્રેષ્ઠ ધાર્મિક રથમાં આરૂઢ થયો – યાવતું - ભગવંત મહાવીરની પાસે આવ્યો – યાવત્ – ભગવંતને વંદન–નમસ્કાર કરીને પર્ધપાસના કરવા લાગ્યો. તે વખતે ભગવંત મહાવીરે ઋષિ, યતિ, મુનિ, મનુષ્ય અને દેવોની પર્ષદામાં તથા શ્રેણિક રાજા ભિંભિસાર અને ચેલણા રાણી – ચાવત્ – પર્ષદાને ધર્મોપદેશ આપ્યો. પર્ષદા, રાજા શ્રેણિક તથા રાણી ચેઘણા બધાં પાછા ફર્યા. તે વખતે રાજા શ્રેણિક અને રાણી ચેલણાને જોઈને કેટલાંક નિગ્રંથ અને નિગ્રંથીઓનો એવો વિચાર આવ્યો કે... ઇત્યાદિ હવે પછીનો વિષય દશાશ્રુતસ્કંધમાં જે નિરૂપાયેલ છે, તે નિયાણાના સ્વરૂપનો છે. તેથી અત્રે તેનો ઉલ્લેખ કરેલ નથી. જિજ્ઞાસુઓએ તે માટે દશાશ્રુતસ્કંધના સૂત્ર-૧૦૨ થી ૧૧૩ જોઈ જવા. ૦ શ્રેણિકે ભગવંત મહાવીરને કરેલા કેટલાંક પ્રશ્નો : (શ્રેણિક મહારાજાએ વર્તમાન સ્વામી ભગવંત મહાવીર્ન અનેક વખત પ્રશ્નો પૂછેલા છે. પોતાના કુતૂહલનું નિવારણ કર્યું છે, શ્રદ્ધા દઢ કરી છે – જેમકે આ જ કથામાં પૂર્વે આવ્યું કે, વેલણા એક પતિવાળી છે કે અનેક પતિવાળી ? એ જ રીતે ભગવંતને છીંક આવી ત્યારે દેવે કહ્યું કે, મરો, અભયકુમારને છીંક આવી ત્યારે દેવે કહ્યું કે, મરો કે જીવો ઇત્યાદિ ત્યારે શ્રેણિકે પૂછયું કે આ દેવે આમ કેમ કહ્યું ?.. ઇત્યાદિ અનેક વખત પ્રશ્નો પૂછયા, તેમાંના કેટલાંક પ્રશ્નો કેવળ દૃષ્ટાંતરૂપે અહીં આ કથામાં મૂકેલ છે) રાજગૃહીમાં શ્રેણિકે – વદ્ધર્માન સ્વામીને પૂછયું કે... –૦- પ્રસન્નચંદ્ર રાજર્ષિ કથામાં – શ્રેણિકે ભગવંતને વંદના કરી પૂછયું કે, હે ભગવન્! જે ધ્યાનમાં સ્થિત પ્રસન્નચંદ્ર રાજર્ષિને મેં વંદના કરી તે જ સમયે જો તેઓ કાળ કરે તો તેનો ક્યાં ઉપપાત થાય ? કથા જુઓ પ્રસન્નચંદ્ર રાજર્ષિ. – – ધન્યની કથામાં – હે ભગવંત ! ઇન્દ્રભૂતિ આદિ ૧૪,૦૦૦ શ્રમણોમાં કયા શ્રમણ અત્યંત કઠોર તપ અનુષ્ઠાન કરનારા અને સૌથી અધિક કર્મોની નિર્જરા કરનારા. છે? કથા જુઓ ધન્ય (કાકંદી) શ્રમણ - -- નંદશીની કથામાં – હે ભગવન્! કોઈ એક દેવી નૃત્યવિધિ દર્શાવીને ગઈ તે દેવી કોણ હતા ? કથા જુઓ નંદશ્રી/શ્રીદેવી, આવા–આવા પ્રશ્નો દ્વારા શ્રેણિકની વિનય પ્રતિપત્તિ, ગુણાનુરાગ તેમજ ભગવદ્વચનથી સંશય નિવારણાનો ગુણ પ્રગટ થતો હતો. ૦ શ્રેણિક અને આનાથી મુનિ : ગજ–અશ્વ તથા મણિ–માણિજ્ય આદિથી પ્રચુર રત્નોથી સમૃદ્ધ મગધનો અધિપતિ રાજા શ્રેણિક મંડિકૃષિ ચૈિત્યમાં વિહાર યાત્રાને માટે નગરથી નીકળ્યો. તે ઉદ્યાન વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાથી આકીર્ણ હતું. વિવિધ પ્રકારે પક્ષીઓથી પરિસેવિત હતું. વિવિધ પ્રકારના પુષ્પોથી સારી રીતે આચ્છાદિત હતું. વિશેષ તેનું કેટલું વર્ણન કરવું ? તે નંદનવન સમાન હતું. | રાજાએ ઉદ્યાનમાં વૃક્ષ નીચે બેઠેલા એક સંયત, સમાધિસંપન્ન, સુકુમાર અને Jain Elus ternational Page #275 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૫ સુખોચિત સાધુને જોયા. સાધુના અનુપમ રૂપને જોઈને રાજાને તેના પરત્વે ઘણું ઘણું અતુલનીય વિસ્મય થયું. અહો ! શું વર્ણ છે !, શું રૂપ છે !, આ આર્યની કેવી સૌમ્યતા છે !, કેવી ક્ષાંતિ છે !, કેવી મુક્તિ છે !, ભોગો પ્રત્યે કેવી અસંગતતા છે ! ૨૭૪ (ત્યારપછી) મુનિના ચરણોમાં વંદના અને પ્રદક્ષિણા કર્યા પછી રાજા શ્રેણિક તેનાથી બહુ દૂર નહીં, બહુ નીકટ નહીં તેવા સ્થાને ઊભા રહીને અને હાથ જોડીને પૂછયું, હે આર્ય ! તમે હજી યુવાન છો, તો પણ ભોગકાળમાં દીક્ષિત થયા છો, શ્રામણ્યમાં ઉપસ્થિત થયા છો. તેનું શું કારણ છે, તે હું સાંભળવા ઇચ્છું છું. - (અનાથમુનિએ કહ્યું–) હે રાજન્ ! હું અનાથ છું, મારો કોઈ નાથ નથી. મારા પર અનુકંપા રાખનાર કોઈ સુદ્ પ્રાપ્ત કરી શકતો નથી. (ઇત્યાદિ વર્ણન અનાથમુનિ કથામાં શ્રમણ વિભાગમાં આવી ગયેલ છે. કથા જુઓ ‘અનાથમુનિ'' = x = X - X - x એ પ્રમાણે રાજસિંહ શ્રેણિક રાજા અનગારસિંહ મુનિની પરમ ભક્તિથી સ્તુતિ કરીને અંતઃપુર તથા અન્ય પરિજનોની સાથે ધર્મમાં અનુરક્ત થઈ ગયો. ૦ શ્રેણિકનું નરકગમન અને ક્ષાયિકદર્શન : કોઈ વખતે ભગવંત મહાવીર રાજગૃહી પધાર્યા. તેમનું આગમન સાંભળીને શ્રેણિક રાજા તેમના ચરણમાં વંદના કરવાને દેવાધિદેવ પાસે ગયા. ભગવંતે ધર્મકથા કહેવાનો આરંભ કર્યો. ચાલુ ધર્મકથાએ કોઈ દેવ પરુ ઝરતા કુષ્ઠ રોગીનું રૂપ ધારણ ફરીને આવ્યો. ભગવંતને નમસ્કાર કરીને તે બેઠો. તે સમયે ભગવંતને છીંક આવી. તે સાંભળીને પે'લો કુષ્ઠી બોલ્યો, “તમે મૃત્યુ પામો.'' એટલામાં શ્રેણિકે છીંક ખાધી એટલે તે કુષ્ઠી બોલ્યો કે, હે રાજનૢ તમે જીવતા રહો. અભયને છીંક આવી એટલે બોલ્યો, મરો કે જીવો અને કાલસોકરિકને છીંક આવી ત્યારે કહ્યું કે, મર પણ નહીં કે જીવ પણ નહીં. ભગવંત પરત્વેના આશાતના વચનથી ક્રોધિત થયેલ શ્રેણિક રાજાએ પોતાના સૈનિકને સૂચના આપી કે ધર્મોપદેશ પૂર્ણ થતાં જ તમારે આ કુષ્ઠિને પકડી લેવો. ધર્મકથા પૂર્ણ થતાં તે કુષ્ઠી ઉઠીને ચાલ્યો, સૈનિકો દોડ્યા તેટલામાં તે દેવરૂપ વિકુર્તીને ઉડી ગયો. આશ્ચર્યચકિત શ્રેણિકે ભગવંતનો તેનું રહસ્ય પૂછ્યું ભગવંતે કહ્યું કે, હે રાજાનૂ ! તે કુષ્ઠી ન હતો પણ દેવ હતો. ત્યારે શ્રેણિકે પૂછયું કે, હે ભગવન્ ! આપને ‘મરી જાઓ’’ એવું નિષ્ઠુર વચન કેમ કહ્યું ? તેણે મને ભક્તિ બુદ્ધિથી કહ્યું કે, ભવમાં શ્રમ આદિ ભોગવીને શા માટે રહેવું જોઈએ ? માટે મૃત્યુ પામીને એકાંત સ્વરૂપ મોક્ષમાં પધારો. હે શ્રેણિક ! મોટા રાજ્યના ઉપાર્જન કરેલ સુખ તું અહીં જીવીને ભોગવ કારણ કે મૃત્યુ પામ્યા પછી તો તારી નરકની દુર્ગતિ થવાની છે. માટે “તું જીવ'' એમ કહ્યું. ઇત્યાદિ X × - * - ક્ષાયિક દર્શની હોવા છતાં શ્રેણિક નરકગતિમાં જશે. શ્રેણિકે ભગવંતને પૂછયું કે હે પ્રભુ ! હું આપનો સેવક છતાં નરકમાં જઉં તો આપની શી શોભા રહેશે ? ત્યારે ભગવંતે કહ્યું કે, હે શ્રેણિક ! તેં પૂર્વે નારકાયુષ્ય બાંધેલું છે. તેથી નક્કી તારી તે ગતિ - Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૭૫ થવાની જ છે. બાંધેલું આયુ તો અવશ્ય ભોગવવું જ પડે – પરંતુ તું અધૃતિ ન કર. તું આગામી ભવે પ્રથમ તીર્થકર મહાપદ્મ થશે. ભગવંત ભગવંત મહાવીરના (મારા) તીર્થમાં નવજીવોએ તીર્થકર નામકર્મ બાંધેલ છે તેમાં પહેલું નામ શ્રેણિકનું છે (તારું છે). ૦ ભગવંત દ્વારા નરકગતિ કથન અને ભાવિ તીર્થકરત્વ : હે શ્રેણિક ! મૃત્યુ પામીને આ રત્નપ્રભા પૃથ્વીના સીમંતક નરકાવાસમાં ૮૪,૦૦૦ વર્ષની નારકીય સ્થિતિવાળા નૈરયિકના રૂપમાં ઉત્પન્ન થઈશ. ત્યાં અતિ તીવ્ર - યાવત્ – અસહ્ય વેદના ભોગવીશ, ત્યાંથી, તે નરકથી, નીકળીને આગામી ઉત્સર્પિણીમાં આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં – યાવત્ – મહાપા નામે પ્રથમ તીર્થંકર થશે. (આ સંપૂર્ણ વૃત્તાંત ભાવિ તીર્થકર મહાપાની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ ભાવિ તીર્થકર–મહાપદ્મ કથા). મહાનિશીથ સૂત્ર-૧૨૩૪માં પણ જણાવેલ છે કે, શ્રેણિક રાજાનો જીવ આવતી ચોવીસીમાં પદ્મનાભ (મહાપu) નામે પહેલા તીર્થંકર થશે. તે કાળે શ્રેણિક નરપતિ બહુશ્રુત ન હતા કે ભગવતી આદિ પ્રજ્ઞપ્તિના ધારક પણ ન હતા. તે વાચક કે પૂર્વધર પણ ન હતા. તો પણ ફક્ત “દર્શનના પ્રભાવથી આગામી કાળે તીર્થકર થશે. કેમકે શુદ્ધ સમકિત હોવાથી અવિરતિ જીવ પણ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે. ૦ શ્રેણિકની સમ્યક્ત્વ પરીક્ષા : શ્રેણિક રાજા જિનશાસનમાં દૃઢ હતો, દેવતા પણ તેમને ચલાયમાન કરવા સમર્થ ન હતા. કોઈ સમયે એક દેવ તેમના સમ્યક્ત્વની પરીક્ષા કરવા નીકળ્યો. તેણે કોઈ સરોવરના કાંઠે મસ્તક ઉપર માછલાં પકડવાની જાળ અને માંસ ટુકડાથી ભરેલી ઝોલિકા તેમજ જાળમાં પકડેલા મસ્યો યુક્ત મુનિ શ્રેણિકના જોવામાં આવ્યા. તેવા પ્રકારના મુનિને દેખી વિચારવા લાગ્યા કે, કર્મના ભારેપણાને ધિક્કાર થાઓ કે જિનેન્દ્ર ભગવંતના મહાવ્રતમાં રહેલો આત્મા પણ માછીમારીનો ધંધો કરે છે. સેનાને આગળ ચલાવી પોતે એકલો પાછો આવ્યો. - શ્રેણિક તે સાધુની પાસે ગયો. તેને ઘણાં કોમળ વાક્યોથી કહ્યું કે, આ તમારું વર્તન કેવું વેષથી વિરુદ્ધ છે. જૈનમુનિવેશ ધારણ કરી મસ્યાદિનો વધ કરો છો. જિનશાસનમાં આવા પાપીથી કલંક લાગે છે ત્યારે તે દેવ બોલ્યો કે શ્રાવકો જ આવા હોય તો શું થાય ? મારી પાસે ઉનની કામળી નથી, તેના વિના મારાં વ્રત કેવી રીતે ટકે? તેં કોઈ દિવસ ધર્મોપકરણ સંબંધી અમારી ચિંતા કરી છે ? ત્યારે શ્રેણિકે કહ્યું, મિચ્છામિદુક્કડમ્ – લો આ રત્નકંબલ ગ્રહણ કરી પ્રસન્ન થાઓ અને દુષ્ટ ક્રિયાનો ત્યાગ કરો. રાજાએ આગળ પ્રયાણ કર્યું ત્યાં કાજળ આંજેલ નેત્રવાળી ગર્ભવતી સાધ્વી દુકાને-દુકાને ધનની ભિક્ષા માંગતા જોવામાં આવ્યા. તો પણ શ્રેણિકે ત્યાં જીવના ભારે કર્મીપણાની જ વિચારણા કરી, પણ જિનશાસન વિશે લેશમાત્ર સંશયિત ન થયો. શ્રેણિકે તે સાધ્વીને પણ કોમળ વચનથી કહ્યું, ત્યારે તે સાધ્વીજીએ કહ્યું કે, હે રાજન્ ! બનવાનું Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આગમ કથાનુયોગ–૫ બની ગયું છે. હવે તેની ચિંતા કરવાથી શું થશે ? હવે પ્રસવ કાળ નજીક આવ્યો છે. માટે ઘી વગેરેની જરૂર પડશે. માટે દુકાને દુકાનેથી ઘન ઉઘરાવું છું. ત્યારે શાસનની મલિનતા ન થાય તે માટે તેને એકાંતમાં ઘેર લાવ્યો. પણ શ્રેણિક રાજા પોતાના સમ્યકત્વથી લગાર પણ ચલાયમાન ન થયો. ત્યારપછી તે દેવે પ્રત્યક્ષ થઈને રાજાને આ પ્રમાણે કહ્યું કે, હે શ્રેણિક ! જે પ્રમાણે ઇન્દ્ર તમારા સમ્યકત્વની પરીક્ષા કરી હતી. તમે જૈન શાસનમાં તેવા જ અતિનિશ્ચલ સમ્યકત્વવાળા છો. આ બધી દેવમાયા જ વિફર્વેલ હતી. તે દેવે એક હાર અને બે ગોળા ભેટ આપ્યા. શ્રેણિકે તે તેજસ્વી હાર ચેલણા રાણીને આપ્યો અને દિવ્ય ગોળા નંદા રાણીને આપ્યા. નંદાએ તે ગોળા ભીંતમાં પછાડ્યા. તેમાં એક ગોળામાંથી તેજસ્વી દેવદૂષ્ય નીકળ્યા. બીજા ટુકડામાંથી દિવ્યકુંડલ યુગલ નીકળ્યા. ૦ શ્રેણિક સાથે સંબંધિત પાત્રો : (શ્રેણિક રાજાનું ચરિત્ર અતિ વિસ્તારવાળું છે. આગામોમાં અનેક સ્થાને તેમનો ઉલ્લેખ આવે છે. અનેક પાત્રો (વ્યક્તિઓ) તેમના સંબંધ – સંસર્ગમાં આવેલ છે. તેમાંથી અહીં કેટલાંક પાત્રોનો પરીચય માત્ર આપેલ છે.) –– શાલિભદ્ર – રાજા શ્રેણિકના રાજ્યમાં રહેતી અતિ ધનાઢ્ય સાર્થવાહી ભદ્રાનો પુત્ર જેને શ્રેણિક મળવા ગયા. “આ મારા સ્વામી છે” – તેમ જાણતા શાલિભદ્રએ હવે મારે કોઈ સ્વામી ન જોઈએ તેમ વિચારી દીક્ષા ગ્રહણ કરી – કથા જુઓ શાલિભદ્ર. - -- ધન્ય – કાકંદી નગરીના ભદ્રા સાર્થવાહીના પુત્ર, જેણે દીક્ષા લીધી. શ્રેણિકે પૂછેલું કે દુષ્કર તપસ્વી કોણ ? ત્યારે ભગવંતે ધન્યમુનિનું વર્ણન કરતા. તેમનાથી પ્રભાવિત થઈને શ્રેણિકે અત્યંત ગુણાનુરાગથી તેમને વંદનાદિ કર્યા હતા. કથા જુઓ “ધન્ય" – શ્રમણ વિભાગમાં. – – મહાશતક શ્રાવક – રાજગૃહ નગરમાં થયેલ ભગવંત મહાવીરના દશ ઉપાસકોમાંના એક ઉપાસક, જે રાજા શ્રેણિકના રાજ્ય રાજગૃહમાં થયેલ. –૦- અર્જુન માળી – શ્રેણિક રાજાના રાજ્ય રાજગૃહીમાં રહેતો એક માળી, જેણે પછીથી દીક્ષા લીધી અને મોક્ષે ગયા. –૦- મમ્મણ – રાજગૃહીનો એક લોભીવણિક શ્રેણિક રાજા કરતાં પણ તેની પાસે વધારે સંપત્તિ હતી. પણ તેના લોભીપણાથી તે એ દરિદ્ર લાગતો હતો કે શ્રેણિકે તેને મદદ કરવા વિચારેલું. કથા જુઓ મમ્મણ. -૦- મેતાર્યમુનિ – શ્રેણિક રાજાએ તેમને પોતાની પુત્રી પરણાવેલ પછી તેમણે દીક્ષા ગ્રહણ કરેલી. (અંતકૃત્ કેવલી થયેલા) | (આવા અનેક પાત્રો સાથેના શ્રેણિક મહારાજા સાથેના સંબંધો તેમની–તેમની કથામાં જોઈ શકાશે) ૦ શ્રેણિક દ્વારા વેહલ્લને (હા–વિહલ્લને) અપાયેલ હાથી અને હાર : શ્રેણિક રાજા અભયકુમારને રાજ્ય આપવા ઇચ્છતા હતા. પણ તેણે દીક્ષા ગ્રહણ કરી, ત્યારે શ્રેણિકે વિચાર્યું કે આ રાજ્ય કોણિકને સોંપીશ તેથી તેણે કોણિકના ભાઈ અને ચેલણાના પુત્ર વેહલને સેચનક હાથી અને દિવ્યહાર ભેટ આપેલા. (બીજા Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૭૭ મતે-) ચેલણાના પુત્રો અને કોણિકના નાના ભાઈઓ એવા, વિહલને સેચનક હાથી અને હલ્લને દિવ્ય હાર ભેટ આપેલો હતો. શ્રેણિક રાજાએ નંદા રાણીને જે બે દિવ્ય કુંડલ અને બે દિવ્ય વસ્ત્ર આપેલા, તે પણ નંદા રાણીએ દીક્ષા લીધી ત્યારે હુલ્લ–વિપુલને આપી દીધેલા. (જનું સમગ્ર વર્ણન આ પૂર્વે કોણિક રાજાની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ – “કોણિક શ્રાવક' ૦ કોણિક દ્વારા બંધન અને શ્રેણિકની આત્મ હત્યા : કોણિકે પૂર્વભવના વૈરાનુબંધને કારણે પોતાના જ પિતા શ્રેણિકને બંધનમાં નાંખ્યા, રોજ તે શ્રેણિકને ૧૦૦ કોરડા મારતો હતો, તેણે શ્રેણિકના ભોજન–પાણી પણ બંધ કરાવી દીધેલા – ૪ – ૪ – ૪ – ચેલણા દ્વારા જ્યારે કોણિકને તેના જન્મથી સમગ્ર વૃત્તાંત કહેવામાં આવ્યો ત્યારે તે પશ્ચાત્તાપથી બળતા હૃદયે પિતા શ્રેણિકને બંધનમુક્ત કરવા દોડ્યો - X - X – ૪ - શ્રેણિક રાજાએ તે વખતે તાલપુટ વિષ ખાઈને આત્મહત્યા કરી. ત્યાંથી મૃત્યુ પામીને શ્રેણિક નરકે ગયા. (આ સમગ્ર વૃત્તાંત કોણિક રાજાની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ કોણિક—શ્રાવક–રાજા) ૦ શ્રેણિક રાજાની રાણીઓ : શ્રેણિક રાજાને નંદા, ધારિણી, ચેલણા આદિ અનેક રાણીઓ હતી. મુખ્ય બે વિભાગમાં તેનો ઉલ્લેખ કરી શકાય :(૧) અંતકૃત્ કેવળી થયેલી રાણીઓ નંદા, નંદવતી, નંદોત્તરા, નંદશ્રેણિકા, મરુતા, સુમરુતા, મહામરુતા, મરુદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમનાયિકા અને ભૂતદત્તા – તથા – કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, વીરકૃષ્ણા, રામકૃષ્ણા, પિતૃસેનકૃષ્ણા અને મહાસેન કૃષ્ણા. (આ સર્વે રાણીઓની કથા શ્રમણી વિભાગમાં તેમના તેમના કથાનકમાં આવેલી છે ત્યાંથી જોઈ લેવી). (૨) જેમનું નામ વિશેષ પ્રખ્યાત બનેલ છે તેવી રાણીઓ નંદા (સુનંદા) – અભયકુમારની માતા, ચેલ્લણા – કોણિક, હલ્લ, વિહલ્લની માતા અને ધારિણી – જે મેઘકુમારની માતા હતા. આ સિવાય તેણીના જાતિ આદિ સાત પુત્રો અને દીર્ધસેન આદિ તેર પુત્રોએ પણ દીક્ષા લીધેલી. ૦ શ્રેણિક રાજાના પુત્રો : શ્રેણિક રાજાને અનેક પુત્રો હતો. જેમાં અભયકુમાર, મેઘકુમાર અને કોણિક વિશેષ પ્રસિદ્ધ બન્યા હતા. તે સિવાય પણ તેને અનેક પુત્રો હતા અને શ્રેણિક પુત્ર રૂપે નંદિષણનો પણ વિશેષ ઉલ્લેખ આવે છે. (૧) શ્રેણિકના અનુત્તર વિમાને ગયેલા પત્રો જાલી, મયાલિ, ઉવયાલિ, પુરુષસેન, વારિણ, દીર્ધદંત, લષ્ટત, વેહલ, વેડાયસ અને અભયકુમાર – તથા – દીર્ધસેન, મહાસેન, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ, દ્રુમ, દ્રુમસેન અને મહઠુમસેન અને મેઘકુમાર (આ સર્વે કથા તેતે શ્રમણોની કથામાં જોવી) Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પિતૃસેનકૃષ્ણ અને મહાસેન કૃષ્ણ કોણિક કે જે છઠ્ઠી નરકે ગયો. (૨) શ્રેણિકના નરકે ગયેલા પુત્રો કાલ, સુકાલ, મહાકાલ, કૃષ્ણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ, વીરકૃષ્ણ, રામકૃષ્ણ, - આ બધા પુત્રો ચોથી નરકે ગયા અને (૩) શ્રેણિક પુત્ર – નંદિષણ – – તેણે પોતાના એક શિષ્યને વ્રત પાલનમાં દૃઢ કરેલ, તેવો ઉલ્લેખ નંદિષણની કથામાં આવે છે. પારિણામિકી બુદ્ધિના દૃષ્ટાંતમાં આ વાત આવે છે પણ તેની ગતિનો ઉલ્લેખ નથી. - બીજા મતે ગ્રંથકારો દશ-દશને પ્રતિબોધ કરનાર નંદીષણને શ્રેણિક રાજાના પુત્રરૂપે ઓળખાવે છે. જે મોક્ષે ગયેલ. (પણ આ નંદીષેણ શ્રેણિક રાજાનો જ પુત્ર હોવા વિશે મતભેદ છે) શ્રેણિક પુત્ર—નંદિષણ— (આવશ્યક સૂત્ર—નિયુક્તિ૧૨૮૪ની વૃત્તિ અનુસારૂ) — આગમ કથાનુયોગ-૫ કોઈ એક બ્રાહ્મણ હતો. તે નિરંતર યજ્ઞ કરતો હતો. તેના દાસને તેણે યજ્ઞપાટે સ્થાપિત કરેલો. તે દાસે કહ્યું કે જો શેષ (ભોજનાદિ) મને આપશો તો જ હું યજ્ઞમાં રોકાઈશ અન્યથા હું રોકાઈશ નહીં. ત્યારે તે બ્રાહ્મણે તે દાસની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યારે તે દાસ પણ ત્યાં રોકાયો. તે દાસને જે કંઈ શેષ (ભોજનાદિ) મળતા, તેમાંથી તે સાધુઓને આપતો (દાન કરતો). આ દાનના પ્રભાવથી તેણે દેવ સંબંધી આયુષ્યનો બંધ કર્યો. દેવલોકથી ચ્યવીને તે શ્રેણિક રાજાનો પુત્ર નંદિષણ થયો અને પેલો બ્રાહ્મણ સંસાર ભ્રમણ કરીને સેચનક હાથી રૂપે ઉત્પન્ન થયો. જ્યારે જ્યારે નંદિષણ તે સેચનક હાથી પર આરૂઢ થતો હતો ત્યારે—ત્યારે તે સેચનક હાથી અપહત મન સંકલ્પવાળો થઈ જતો. વિમનસ્ક થઈ જતો. કેમકે તે અધિ (વિભંગ) જ્ઞાનથી આ બધું જાણતો હતો. નંદીષેણ શેષ કથા શ્રમણ વિભાગમાં શ્રેણિક પુત્ર નંદિષણ શ્રમણમાં જોવી. આ રીતે પૂર્વભવનો સુમંગલ રાજા વ્યંતર નિકાયમાં ઉત્પન્ન થઈને પછી પ્રસેનજિત રાજાનો પુત્ર શ્રેણિક થયો. ભગવંત મહાવીરના અનન્ય ભક્ત એવો આ શ્રેણિક રાજા મૃત્યુ પામીને નરકે ગયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને આગામી ઉત્સર્પિણીમાં આગામી ચોવીસમાં પ્રથમ તીર્થંકર મહાપદ્મ થશે જેને વ્યવહારમાં ગ્રંથકારો પદ્મનાભ નામે ઓળખાવે છે. - ૦ આગમ સંદર્ભ : કથાના આરંભે અપાઈ ગયેલ છે. ત્યાં જોઈ લેવા. X - * - Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૭૯ કથાવિભાગ – - સર્વ પ્રથમ મૂળ આગમોના ક્રમમાં અમે શ્રાવક કથાઓ આપી છે. - શ્રેણિકનો ઉલ્લેખ મૂળ આગમોમાં તેમજ વૃત્તિ આદિમાં અનેક સ્થાને હોવાથી બીજા ક્રમમાં આ કથા વિભાગમાં તેને સ્થાન આપ્યું. - હવે કથા વિભાગનો ત્રીજો ક્રમ ચૂર્ણિવૃત્તિ આદિ વિવેચન સાહિત્ય આધારિત છે. જેમાં અ-કારાદિ નામોના ક્રમમાં કથા નોધેલ છે. ૦ અંબડ શ્રાવક કથા : આગામી ઉત્સર્પિણીમાં નવ જીવો ચતુર્યામ ધર્મની પ્રરૂપણા કરશે, તેમાંનો એક અંબઇ પરિવ્રાજક છે. (આ મત સ્થાનાંગ સૂત્ર-૮૭૧નો છે, બીજા મતે આ સંબડ જ આગામી ચોવીસીમાં થનારા બાવીશમાં તીર્થકરનો જીવ છે. જો કે સ્થાનાંગ સૂત્ર–૮૭૦માં તીર્થંકર નામકર્મ બાંધનાર નવ જીવોમાં અંબઇ નામનો ઉલ્લેખ નથી. તેથી તત્ત્વ શું છે તે બહુશ્રુતો જાણે) આ અંબાને શ્રાવિકાબુદ્ધ કહે છે, કેમકે શ્રમણોપાસિકા સુલસા દ્વારા પ્રતિબોધ પામ્યો અર્થાત્ સર્વજ્ઞધર્મ ભાવિત થયો તેથી તેને શ્રાવિકાબુદ્ધ કહે છે. અંબઇ નામે આ પરિવ્રાજક વિદ્યાધર શ્રમણોપાસક હતો. તે ચંપાનગરીમાં ભગવંત મહાવીર સમીપે ધર્મશ્રવણ કરીને રાજગૃહ નગરી જવા માટે ઉદ્યત થયો. તે જ્યારે જતો હતો ત્યારે ભગવંત મહાવીરે અનેક જીવોના ઉપકારના નિમિત્તે તેને કહ્યું કે, સુલાસા શ્રાવિકાને રાજગૃહમાં કુશળ વાર્તા કહેજે. (મારા ધર્મલાભ કહેજે). ત્યારે તે અંબS વિચારવા લાગ્યો કે, ખરેખર ! સુલસા પુણ્યવતી છે કે જેને ત્રિલોકના નાથ પોતાની કુશળ વાર્તા (ધર્મલાભ) સંદેશો મોકલી રહ્યા છે. તે સુલતામાં એવા કથા ગુણ છે, તે મારે તેની સમ્યકત્વ પરીક્ષા કરીને જાણવું જોઈએ. ત્યારે અંબઇ પરિવ્રાજક વેષધારણ કરીને ગયો. ત્યાં જઈને કહ્યું, હે આયુષ્યમતી! તને ધર્મભક્તિ થશે માટે તું મને ભક્તિથી ભોજન આપ. ત્યારે સુલસાએ તેને કહ્યું કે, જે વિદિત હોય તેને જ ભક્તિથી ભોજન આપવું જોઈએ. ત્યારે તેણે વિદ્યાશક્તિથી આકાશે તામરશાસન વિકુવ્યું. લોકોને વિસ્મય પમાડ્યા. ત્યારે લોકોએ તેને ભોજન માટે નિમંત્રણા કરી. અંબડે તે નિમંત્રણનો સ્વીકાર ન કર્યો. લોકોએ પૂછયું કે, હે ભદંત ! આપને કોણ ભોજન માટે નિમંત્રે તો આપ માસક્ષમણનું પારણું કરશો? તેણે કહ્યું, સુલસા નિમંત્રે તો હું પારણું કરું. ત્યારે લોકોએ સુલસાને કહ્યું કે, તારા ઘેર આ સુધાતુર ભિક્ષુને નિમંત્રણ આપ. સુલતાએ કહ્યું કે, આપણે પાખંડીને શા માટે નિમંત્રણ આપવું. લોકોએ અંબને આ વાત જણાવી. ત્યારે અંબડે જાણ્યું કે, આ પરમ સમ્યગ્દષ્ટિ શ્રાવિકા છે જેથી મહા–અતિશયના દર્શનથી પણ તેણીને દૃષ્ટિવ્યામોહ થતો નથી. ત્યારે લોકો સાથે તેના ઘેર જઈ નૈષધિકી કરી પંચનમસ્કારનું ઉચ્ચારણ કર્યું. પછી પ્રવેશ કર્યો. ત્યારે સુલસાએ પણ અભ્યત્થાન આદિ વિનય પ્રતિપત્તિ કરી. અંબડે પણ તેણીની ઉપબૃહણા કરી. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આગમ કથાનુયોગ–૫ આ જ દૃષ્ટાંત નિશીથ સૂત્રના ભાષ્ય-૩૨ની ચૂર્ણિમાં તથા દશવૈકાલિક સૂત્રની નિયુક્તિ ૧૮૩ની વૃત્તિમાં પણ આવે છે. ત્યાં તે અમૂઢદૃષ્ટિની વ્યાખ્યામાં આવે છે તે આ પ્રમાણે~) ભગવંત મહાવીર ચંપામાં સમોસર્યા. રાજગૃહી જતાં અંબડ પરિવ્રાજકને સ્થિર કરવા માટે સુલસાને ધર્મલાભ કહેવા જણાવ્યું. તેને થયું કે અરિહંત જેના સમાચાર પૂછે છે, તેણી ધણી પુણ્યવતી હોય, માટે તેણે પરીક્ષા નિમિત્તે ભોજનની યાચના કરી. સુલસાએ ભોજન ન આપતા ઘણાં રૂપો વિકુર્તીને ભોજન માંગ્યુ. તો પણ ન આપ્યું અને કહ્યું કે, અનુકંપા બુદ્ધિએ આપું, પણ સુપાત્રબુદ્ધિએ ન આપું. ત્યારે અંબડે કહ્યું કે, સુપાત્ર સમજીને આપ તો હું ગ્રહણ કરું. સુલસા તે વાત ન સ્વીકારી. ત્યારે અંબડે પદ્માસનની વિકુર્વણા કરી. ત્યારે સુલસાએ કહ્યું, તે બ્રહ્મા હોય તો પણ તેને સુપાત્ર બુદ્ધિએ ભોજન ન આપું. ત્યારે તેણે પોતાનું રૂપ સંહરી લીધું અને ભગવંત મહાવીરનો વૃત્તાંત કહી સત્ય હકીકત જણાવી. ૦ આગમ સંદર્ભ : આયા.ચૂ.પૃ. ૧૩; પત્ર. ૧૮૯ ની વૃ; દ.નિ. ૧૮૩ની ; ૦ આનંદ શ્રાવકની કથા ઃ ઠા. ૮૭૧ + ; નિસીભા. ૩૨ની ચૂ; — — ભગવંત મહાવીર નવમું ચાતુર્માસ કરીને વિહાર કરતા વાણિજ્યગ્રામ ગયા. ત્યાં બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં આનંદ નામે શ્રાવક હતો. તે છઠના પારણે છટ્ઠ કરવા સાથે આતાપના લેતો હતો. તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલું. તેણે અવધિજ્ઞાનથી (છદ્મસ્થાવસ્થામાં રહેલા) તીર્થંકર મહાવીરને જોયા. વંદના કરીને બોલ્યો કે, અહો ! ભગવંત મહાવીર કેવા-કેવા પરીષહો સહન કરી રહ્યા છે. હવે તેઓને ટૂંક સમયમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાનું છે અને પૂજાને યોગ્ય થવાના છે. ત્યારપછી ભગવંતે દશમું ચોમાસુ શ્રાવસ્તીમાં કર્યું. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૪૯૫ની વૃ; -X-X - મ = સમ. ૩૫૮, ૩૬૪; દસયૂ.પૃ. ૯૬; ૦ ઉદાઈ શ્રાવકની કથા ઃ ભગવંત મહાવીરના શાસનમાં જે નવ જીવોઓ તીર્થંકર નામકર્મ બાંધ્યુ, તેમાંના એક ઉદાયિ છે. જે આગામી ચોવીસીમાં તીર્થંકર થશે (એવો સ્થાનાંગ સૂત્ર−૮૭૦ની વૃત્તિમાં વૃત્તિકાર અભયદેવસૂરિનો અભિપ્રાય છે અલબત્ત આ વિશે મતભેદ પણ છે.) રાજા કોણિક અને રાણી પદ્માવતીનો પુત્ર ઉદાયી નામે થયો. તે નાનો બાળક હતો ત્યારે કોણિકને તેના પર અપાર સ્નેહ હતો. કોઈ વખતે કોણિક જમવા બેઠેલો, ઉદાયિકુમાર તેના ખોળામાં બેઠો હતો. તે બાળકે પેશાબ કર્યો, ત્યારે તેનું મૂત્ર કોણિકના ભોજન થાળમાં ગયું ત્યારે કોણિક ગુસ્સે પણ ન થયો, ચલિત પણ ન થયો કે પુત્રનો આવ યૂ.૧-પૃ. ૩૦૦; Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા કોઈ દોષ પણ ન કાઢ્યો. માત્ર મૂત્રવાળા ભાત એક તરફ કરી જમવા લાગ્યો. એટલી હદે તેને ઉદાયિ પરત્વે પ્રીતિ હતી. ૨૮૧ કોણિકના મૃત્યુ પછી તે ઉદાયિ રાજા થયો. ઉદાયિને ચંપાનગરીમાં ઘણો ઉદ્વેગ થતો કે આ મારા પિતાની નગરી છે હું જ્યાં સુધી અહીં રહીશ ત્યાં સુધી મને બધું જ યાદ આવ્યા કરશે. માટે મારે બીજે ક્યાંક રાજધાની કરવી. ત્યારે તેણે વાસ્તુ પાઠકોને નગરી માટે યોગ્ય સ્થાન શોધવા મોકલ્યા. તેઓએ કોઈ સ્થળે પાટલિ વૃક્ષ ઉપર ચાષને જોયા. તે ચાષ પક્ષીના મુખમાં કીડાઓ આપમેળે આવીને પડતા હતા. ત્યારે વાસ્તુપાઠકોએ વિચાર્યું કે જો અહીં રાજધાની કરવામાં આવે તો આપમેળે રત્નોના ઢગ થશે. તેથી ત્યાં નગરી વસાવી. પછી નૈમિતિકની સલાહ અનુસાર ત્યાં વિધિ કરી. તેને પાટલિપુત્ર નામ આપ્યું. પાટલિપુત્ર નગરીની રચના કરીને ઉદાયિ રાજાએ નગરની મધ્યભાગે ચૈત્યગૃહ જિનાલય કરાવ્યું. પછી ત્યાં રહીને રાજ્યને ભોગવવા લાગ્યા. તે ઉદાયિ રાજાએ પોતાની પ્રચંડ આજ્ઞાથી સમગ્ર ખંડિયા રાજાઓ પર આજ્ઞા ચલાવવાને કારણે નિરંતર ચિત્તમાં ખેદ અનુભવતા હતા. કોઈક સમયે કોઈક અપરાધથી એક રાજાનો તેના પરિવાર સહિત દેશ પડાવી લીધો. તે રાજાને દેશપાર કર્યો. અનુક્રમે તે ઉજ્જૈની પહોંચ્યો અને તેના રાજાની સેવામાં તત્પર બન્યો. ત્યારપછી હંમેશા ઉદાયિ રાજાની આજ્ઞા પાળવાથી કંટાળેલા ઉજ્જૈની રાજાએ કહ્યું કે, અમને એવો કોઈ અંકુશ મળતો નથી કે જે આ માથાભારે ઉદાયિ રાજાને દૂર કરે. તે વખતે સેવક બનેલા તેના પ્રત્યે મહારોષવાળા રાજપુત્રએ કહ્યું કે, જો આપ મને પીઠબળ આપો, તો હું આ કાર્ય સાધી આપું. એટલે રાજાએ તેમાં સંમતિ આપી. ત્યારે તે કંકલોહની છરી ગ્રહણ કરીને પાટલિપુત્ર પહોંચ્યો. પર્ષદાના સેવક વર્ગની સેવા કરવા લાગ્યો. તે ઉદાયી રાજા શ્રમણોપાસક હતો. સંવિગ્ન ગીતાર્થ સદ્ગુરુ પર્યુપાસના પરાયણ એવો તે આઠમ-ચૌદશ આદિ પર્વ દિનોમાં રાજ્યકાર્ય છોડીને એકાગ્ર ચિત્તથી પરમસંવેગરસ પ્રકર્ષથી સામાયિક અને પૌષધ કરતો હતો. કોઈ આચાર્ય ત્યાં રહેલા રાજા તેમની સમીપે પૌષધ કરતો હતો. આચાર્ય ભગવંત પૌષધના દિવસોમાં રાજભવનમાં પધારતા. ઉદાયી રાજાએ પણ પોતાના પરિવારને સૂચના આપેલી કે, સાધુઓને જતા આવતા રોકવા નહીં. આ હકીકત પેલા દુષ્ટ અભિપ્રાયવાળા રાજપુત્રના જાણવામાં આવી. ત્યારે રાજસેવાનો ત્યાગ કરી, ગુરુના ચિત્તને પ્રસન્ન કરી કપટથી વિનયોપચાર પૂર્વક તેણે દીક્ષા ગ્રહણ કરી. કપટપૂર્વક દીક્ષાનું પાલન કરતા તેણે બધાંને ખુશ કરી દીધા. રાજાને મારી નાંખવા માટેની તક શોધવા લાગ્યો. કોઈ વખતે તે આચાર્ય ભગવંત સાથે ઉપકરણાદિ લઈ સંધ્યાકાળે રાજભવનમાં પહોંચ્યો. ઉદાયી રાજાએ પૌષધ અંગીકાર કરેલો. કાલપ્રતિક્રમણ આદિ વિધિ પૂર્ણ ધર્મકથા કહીને આચાર્ય તથા પૌષધસ્થિત રાજા નિદ્રાધીન થયેલા. ત્યારે દીક્ષાના સમયથી છૂપાવેલી તે છરી કાઢી અને કંકલોહની છરી Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આગમ કથાનુયોગ-૫ રાજાના કંઠ પ્રદેશમાં મારી પોતે ત્વરાથી નાસી છૂટ્યો. ક્ષણવારમાં રાજાનું ગળું કપાઈ ગયું. જતા એવા ઉદાયીમારકને પ્રાતીહારિકે પણ ન રોક્યો કેમકે તે સાધુ હતા, રાજાની તેમના આવાગમન માટે છૂટ હતી. લોહીના ધારા વછૂટી. આચાર્યને તેની ભીનાશ સ્પર્શી ગઈ. આચાર્ય ભગવંતે જોયું કે રાજાનું ખૂન થયું છે. જો હવે હું જીવિત રહીશ તો પ્રવચન – જિનશાસનની ઉડ્ડહણા થશે. તેથી તેમણે આલોચના–પ્રતિક્રમણ કર્યા. પોતાના હાથે જ પોતાનું મસ્તક છેદી નાંખ્યું. તેઓ પણ કાળધર્મ પામ્યા. ૦ આગમ સંદર્ભ :ઠા ૮૭૦ + આવનિ ૧૨૮૪ની વૃ આ ચૂર–પૃ. ૧૭૧, ૧૭૭, ૧૮૦; – ૮ – – ૦ ક્ષેમ શ્રાવકની કથા : પાડલિપુત્ર નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. સેમ નામે તેનો અમાત્ય હતો. તે ચારે પ્રકારની બુદ્ધિથી સંપન્ન એવો શ્રમણોપાસક હતો. શ્રાવકના ગુણથી સંપન્ન હતો. તે રાજાના હિતનો કાંક્ષી હોવાથી બીજા દંડ-ભટ–ભોજિક આદિને અપ્રિય હતો. તેથી તેઓ ક્ષેમનો વિનાશ કરવા માટે ક્ષેમમંત્રી પાસેના પુરુષોને (સેવકોને) દાન-સન્માન આદિથી સત્કારતા હતા. કોઈ વખતે લેમે કહ્યું કે, હું સર્વ જીવોનું કલ્યાણ ઇચ્છું છું. તો પછી રાજાના શરીરનું ક્ષેમ–કલ્યાણ કેમ ન ઇચ્છું. રાજા ગમે તેનો વધ કરવાની આજ્ઞા આપતો. એ રીતે રાજા જે કોઈને મારવા ઇચ્છતો તેને પુષ્કરિણી મોકલતો. રાજાની અશોકવાટિકામાં અગાધ જળવાળી પુષ્કરિણી હતી. તે પત્ર, મૃણાલ, ઉત્પલ, પદ્મ આદિથી શોભિત હતી. પણ કોઈ મગરને કારણે અવગાહન કરવા માટે દુષ્કર બનેલી. તેમાં રહેલ ઉત્પલને ગ્રહણ કરવા કોઈ સમર્થ ન હતું. ત્યારે કોઈ વખતે લેમમંત્રી તૈયાર થયો. રાજાની આજ્ઞાથી પુષ્કરિણી ગયો. અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. એ પ્રમાણે બોલીને કહ્યું કે, જો હું નિરપરાધ હોઉં (છતાં મને રાજાએ મોકલ્યો હોય) તો મને દેવતાનું સાન્નિધ્ય પ્રાપ્ત થાઓ. પછી તે ક્ષેમશ્રાવકે ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. દેવતાના સાન્નિધ્યને સ્વીકારીને મગરની પીઠ પર બેસી ઘણાં બધાં ઉત્પલ–પઘ ગ્રહણ કરીને તે પુષ્કરિણીથી પાર ઉતરીને પાછો આવ્યો. ત્યારે રાજાએ અતિ હર્ષિત થઈને લેમ શ્રાવકની ક્ષમા માંગી. પ્રશંસા કરી. વિરોધીઓનો નિગ્રહ કર્યો. ક્ષેમને વરદાન માંગવા કહ્યું, આ પ્રમાણે પ્રાણાતિપાત વિરમણ ગુણકારી થાય છે. ૦ આગમ સંદર્ભ:આવપૂ. ૬૪ની વૃ આવ.પૂ.ર-૫. ૨૮૩; – ૪ – ૪ – ૦ ગંધાર શ્રાવકની કથા : ગંધાર નામે એક શ્રાવક હતો. તે ભગવંતોની સર્વે જન્મકલ્યાણક ભૂમિની વંદના Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા સ્પર્શના કરતો હતો. તેણે વૈતાઢ્યમાં ભગવંતની સુવર્ણપ્રતિમા વિશે સાંભળેલ. ત્યારે તે ઉપવાસ કરીને સ્થિત થયો. દેવતાના સાન્નિધ્યથી ત્યાં પહોંચી શાશ્વત જિનપ્રતિમાની વંદના કરી. દેવતાએ તેની ભક્તિથી સંતુષ્ટ થઈને સર્વકામિત (ઇચ્છાને પૂર્ણ કરનારી એવી ૧૦૦ ગુટિકાઓ ભેટ આપી. તે લઈને ત્યાંથી નીકળ્યો. ત્યારપછી તેના સાંભળવામાં આવ્યું કે, વીતિભય નગરમાં ગોશીર્ષ ચંદનમયી એવી ભગવંત મહાવીરની જીવિત પ્રતિમા છે, જે દેવ અધિષ્ઠિત છે. ત્યારે ગંધારશ્રાવક તેની વંદના કરવા નીકળ્યો. વીતીભય નગરે આવીને વંદના કરી. પણ ત્યાં તે પ્રતિભગ્ર થયો (બિમાર પડ્યો) ત્યારે દેવદત્તા દાસીએ તેની સેવા ચાકરી કરી. તેનાથી સંતુષ્ટ થઈને તેણે દેવદત્તાને ૧૦૦ ગુટિકાઓ ભેટ આપી. (ત્યારપછી તે પ્રવ્રુજિત થયો) (આ કથા ઉદાયન રાજર્ષિ કથા અંતર્ગત આવે છે. દેવદત્તા કે જે પછીથી સુવર્ણગુલિકા બની તેની કથા સાથે પણ સંબંધિત છે.) ૦ આગમ સંદર્ભ : આવ.યૂ.૧-૫- ૩૯૯, ૪૦૦; - X ૨૮૩ ૦ ચેટક શ્રાવકની કથા ઃ ચેટક વૈશાલી નગરીનો રાજા હતો. તે ભગવંત મહાવીરની માતા ત્રિશલાદેવીના ભાઈ હતા અને ભગવંત મહાવીરના અનુયાયી એવા શ્રમણોપાસક હતા. ચેટક રાજાને સાત પુત્રીઓ હતી :– (૧) પ્રભાવતી, (૨) પદ્માવતી, (૩) મૃગાવતી, (૪) શિવા, (૫) જ્યેષ્ઠા, (૬) સુજ્યેષ્ઠા અને (૭) ચેન્નણા. તેમને શ્રાવક તરીકે બે મહાન્ અભિગ્રહો હતા :– (૧) પરવિવાહકરણ ત્યાગ પોતાની પુત્રીને પણ તેઓ જાતે વિવાહ કરવા જતા ન હતા, (૨) મહાસંગ્રામમાં એક જ અમોઘ બાણનો રોજ ઉપયોગ કરવો. આવનિ. ૧૨૮૪ની ; જ્યારે હલ્લ અને વિહલ્લ (બીજા મતે વેહલ) જે તેની પુત્રી ચેલણાના પુત્રો તેને આશરે આવીને રહ્યા ત્યારે તે દોહિત્રના હાર અને સેચનક હાથીને કારણે તેને કોણિક સાથે મહાસંગ્રામ થયેલો હતો – ઇત્યાદિ – કથન કોણિક સુજ્યેષ્ઠા, મૃગાવતી, વેહલ આદિની કથામાં તે – તે સ્થાને થઈ ગયેલ છે. ૦ આગમ સંદર્ભ :– ભગ ૫૩૪; જીય.ભા. ૪૭૯; નિર. ૧૭, ૧૮; આવ ચૂ.૧–પૃ. ૨૪૫, ૨-પૃ. ૧૬૪ થી ૧૭૪; X X 1 ૦ જનક શ્રાવકની કથા ઃ મિથિલા નગરીનો રાજા હતો. તેણે ભગવંત મહાવીરની પૂજા કરેલી અને (છદ્મસ્થાવસ્થામાં વિચરતા એવા) ભગવંત મહાવીરનો મહોત્સવ કરેલો. (આથી વિશેષ કોઈ માહિતી જનક રાજા વિશે પ્રાપ્ત નથી) વવ.ભા. ૪૩૬૦ + ; Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આગમ કથાનુયોગ-૫ ૦ આગમ સંદર્ભ:આવ.નિ ૫૧૭; આવ.યૂ.૧–પૃ. ૩૧૫, ૩૧૯; ૦ જિનદાસ શ્રાવકની કથા : મનોગતિના વિષયમાં આ દષ્ટાંત છે– જિનદાસ નામે એક શ્રાવક હતો, તે શ્રેષ્ઠીપુત્ર હતા. તે એક વખતે યાનશાળામાં રાત્રિપ્રતિમા ગ્રહણ કરીને રહેલો હતો. તેની પત્ની પોતાના કોઈ યારપુરુષ સાથે જ ત્યાં રાત્રિના આવી. તેની સાથે ખીલાવાળો પલંગ હતો. તેઓએ પલંગ પાથર્યો. તેના એક પાયાનો ખિલો જિનદાસના પગ ઉપર ખેંચી ગયો. તેનાથી તેનો પગ વિંધાઈ ગયો. તે વખતે પત્નીનો અનાચાર પણ જિનદાસની દૃષ્ટિ સમક્ષ થતો હતો અને પગ વિંધાવાથી શરીરને પણ દુસ્સહ વેદના થતી હતી. આ સ્થિતિમાં પણ તે પોતાના ધ્યાનથી જરા પણ વિચલિત ન થયો. આ રીતે શ્રાવકે મનોગુપ્તિ પાલન કરવું જોઈએ. ૦ આગમ સંદર્ભ :જી.ભા. ૭૮૬ થી ૭૯૦; ૦ જિનદાસ શ્રાવકની કથા : મથુરા નગરીનો એક વણિક, જેનું નામ જિનદાસ હતું. તે શ્રાવક હતો. સાધુદાસી નામે તેની પત્ની હતી. તે શ્રાવિકા હતી. તે બંને જીવ–અજીવ આદિ તત્ત્વના જ્ઞાતા હતા. તેમજ ભાવથી પણ ધર્મપાલન કરતા હતા. તેઓએ પરિગ્રહ પરિમાણમાં ચતુષ્પદના પ્રત્યાખ્યાન કરેલા હતા. તેઓ રોજેરોજનું દહીં ખરીદતા હતા. કોઈ આહિરણ દહીં લઈને આવી. તેણીએ સાદાસી શ્રાવિકાને કહ્યું કે, તમે હવેથી ક્યાંય દહીં શોધવા ન જશો. હું રોજ અહીં આવીને આપી જઈશ. ત્યારથી તે શ્રાવિકા તેણીની પાસેથી જ દહીં ખરીદતી હતી. તેથી તે બંનેને મૈત્રી થઈ ગઈ.. સાધુદાસી શ્રાવિકા પણ તેને ઘણી વખત ગધપુટિકા આપતી હતી. આભિરણ પણ તેણીને દહીં, દૂધ આદિ આપતી. એ પ્રમાણે તેઓને દૃઢ મિત્રતા થઈ ગઈ. કોઈ વખતે તે આભિરણના ગોપોનો વિવાહ થયો. ત્યારે તેમણે જિનદાસ અને સાધુદાસીને વિવાહ માટે નિમંત્રણ આપ્યું. ત્યારે તે દંપતીએ કહ્યું કે, અમો કાર્યમાં રોકાયેલા છીએ તેથી અમે વિવાહમાં આવી શકીશું નહીં. પણ તારે જે કંઈ ઉપયોગી – જરૂરી હોય તે ભોજન માટેના વાસણ આદિ, વસ્ત્ર, આભરણો, ધૂપ, પુષ્પ, ગંધ, માળા વગેરે વર-વહુ માટે જોઈએ તે લઈ જજે. ત્યારપછી તે બધુ વસ્તુ આપી. ત્યારે તે વર-કન્યા ઘણાં શોભતા હતા. લોકોએ પણ તેમની ઘણી જ પ્રશંસા કરી. તે વખતે તે આભિરણે ખુશ થઈને જિનદાસ તથા સાધુદેવીને બે-ત્રણ વર્ષની ઉંમરના કંબલ અને શંબલ નામના બે ગોપ—બળદો કે જે હૃષ્ટ–પુષ્ટ શરીરવાળા હતા, તે તેમને ત્યાં ભેટરૂપે મૂકી ગયા. શ્રાવક દંપત્તિ તેનો સ્વીકાર કરવા તૈયાર ન હતા. કેમકે Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૮૫ તેમને ચતુષ્પદના પ્રત્યાખ્યાન હતા. તો પણ આભીરો આગ્રહપૂર્વક ત્યાં કંબલ–શંબલ બળદને બાંધીને ગયા. ત્યારે તે શ્રાવકદંપતિએ વિચાર્યું કે, જો આમને છૂટા મૂકી દઈશું તો લોકો તેમને વહન કરાવશે. તેના કરતા અહીં જ રહેવા દઈએ. ત્યારપછી પ્રાસુક ચારો ખરીદીને તે બળદોને આપવા લાગ્યા. એ પ્રમાણે તેમનું પોષણ કર્યું. તે શ્રાવક દંપતી આઠમ–ચૌદશે ઉપવાસ કરતા અને પુસ્તક વાંચન કરતા. તે બળદો પણ તે જોઈને – સાંભળીને ભદ્રક પરિણામી થયા. બંને સંજ્ઞાવાળા થયા. જે દિવસે તે શ્રાવક જમતો નહીં તે દિવસ કંબલ–શંબલ બળદો પણ જમતા ન હતા. ત્યારે જિનદાસ શ્રાવકને એવો ભાવ ઉત્પન્ન થયો કે, આ બળદો ભવ્ય અને ઉપશાંત છે. ત્યારે જિનદાસને તેમના પ્રત્યે અધિક સ્નેહ થયો. કંબલ-શંબલ બંને રૂપવાન થયા. જિનદાસનો મિત્ર હતો. તેને ત્યાં ભંડી રમણયાત્રા હતી. તે માટે તેમની પાસે એવા પ્રકારના બળદો ન હતા. ત્યારે તેઓ જિનદાસને પૂછયા વિના જ બળદને લઈ ગયા અને સ્પર્ધામાં – યાત્રામાં જોડી દીધા. ત્યાં બીજા–બીજા બળદો સાથે દોડ કરતા તેમના અસ્થિ આદિ ભંગ થઈ ગયો. તે મિત્ર આવીને ચુપચાપ બળદ બાંધીને ચાલ્યો ગયો. ત્યારપછી તે કંબલ–શંબલ ચારો ચરતા ન હતા અને પાણી પણ પીતા ન હતા. જ્યારે બંને બળદોએ સર્વથા ખાવા-પીવાનું ઇચ્છવું નહીં, ત્યારે તે જિનદાસ શ્રાવકે તેમને ભક્તપ્રત્યાખ્યાન કરાવી દીધું. પછી નમસ્કાર મંત્ર સંભળાવ્યો. મૃત્યુ પામીને બંને બળદો નાગકુમાર દેવરૂપે ઉત્પન્ન થયા. (આ કથા તીર્થકર ચરિત્રમાં – ભગવંત મહાવીરની કથામાં આવી ગયેલ છે.) ૦ આગમ સંદર્ભ :આવ નિ ૪૭૦ + 4 આવ રૃ.૧–. ૨૮૦, કલ્પસૂત્ર ભામહાવીર કથા; – ૪ – ૪ – ૦ જિનદાસ શ્રાવક કથા : (આ દષ્ટાંત આવશ્યક નિર્યુક્તિ ૯૧રની વૃત્તિ અને ચૂર્ણિમાં લોભના વિષયમાં લુબ્ધનંદની કથામાં આવે છે.) પાડિલુપુત્રમાં લુબ્ધનંદ નામે એક વણિક રહેતો હતો. ત્યાં જિનદત્ત નામે શ્રાવક અને જિતશત્રુ રાજા હતો. કોઈ સમયે રાજાએ કોશ વડે તળાવ ખોદાવવાનું કાર્ય શરૂ કર્યું. ત્યાં પૂર્વ કાળે કોઈએ કોશ દાટ્યા હતા. તે જોવામાં આવ્યા. પણ તેના પર કાટ ચડી ગયો હોવાથી તે લોઢાના જ લાગતા હતા. કર્મકરો – સેવકો તેને લઈને જિનદત્ત શ્રાવકને ત્યાં વેચવા આવ્યા. શ્રાવકે તે લેવાની ના પાડી. પછી તેઓ લોભીનંદને ત્યાં લઈ આવ્યા. તેણે કાટ ખાધેલા ચરુ ખરીદી લીધા અને કહ્યું કે, અન્ય પણ આવા કળશો હોય તો લેતા આવજો. હું ખરીદી લઈશ. - ત્યારપછી રોજેરોજ તે આવા કાટ ખાઈ ગયેલા કોશના કળશો ખરીદવા લાગ્યો. કેમકે તે જાણી ગયો હતો કે આ સુવર્ણના ચર છે. ત્યારે થયું કે પેલા જિનદાસ શ્રાવકે કેમ ખરીદેલ નહીં હોય? તે શ્રાવકને પરિગ્રહ પરિમાણ વ્રત હતું. તેથી વ્રત ભંગ ન થાય WW Page #287 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગપ તે માટે તેણે ખરીદ્યા ન હતા. વળી જો રાજપુરુષો જાણે તો પોતાની ઘરની મૂડી સહિત સર્વસ્વ અપહરણ કરી લે. તેથી તેમજ ઇચ્છા પરિમાણથી તેની મૂડીની અધિકતા થવાથી વ્રતભંગ થાય. પ્રાણનાશ કરતાંએ વ્રતભંગ ઘણો ભયંકર છે એ અભિપ્રાયથી તે શ્રાવકે ખરીદ ન કરી. ૨૮૬ કોઈ સમયે લોભીનંદને ઉત્સવમાં જવાનું ફરજિયાત બન્યું. પોતાના પુત્રોને સમજાવીને કહ્યું કે, તળાવ ખોદનારા કર્મકરો કોશ વેચવા આવે તો ખરીદ કરી લેવા. જ્યારે કર્મકો કોશ લઈને દુકાને આવ્યા ત્યારે અધિક ધન લઈને તેને ખરીદી લીધા. કેટલાંક ઉતાવળીયા કર્મકરોએ અધિક મૂલ્ય માંગ્યુ. ત્યારે પુત્રે કોશને દુકાનની બહાર ફેંક્યા. ઉપરનો કાટ ખરી પડતાં અંદરનું સુવર્ણ દેખાયું. તેમણે રાજ્યાધિકારીને આ વાત કરી. રાજાએ મજુરોને બોલાવીને પૂછ્યું કે તમે આ કોશ કોને—કોને વેચ્યા ? ત્યારે તે કર્મકરોએ સત્ય વૃત્તાંત કહી જણાવ્યો. ત્યારે પૂછ્યું કે જિનદત્ત શ્રાવકે આ કોશ કેમ ખરીદ ન કર્યા. ત્યારે ખબર પડી કે તેણે ઇચ્છા પરિમાણ વ્રતના ભંગના ભયથી ખરીદ ન કર્યાં. ત્યારે રાજાએ તેના શુદ્ધ વ્યવહારથી શ્રાવકની મહા ગૌરવરૂપ પૂજા કરી અને કોશ ખરીદનાર લુબ્ધનંદનું સર્વસ્વ હરણ કરી લીધું. પછી તેને શૂળીએ ચડાવ્યો. શ્રાવકને શ્રીગૃહના રક્ષકરૂપે સ્થાપિત કર્યો. ૦ આગમ સંદર્ભ : આવ.યૂ.૧-પૃ. ૫૨૮; X— ૦ જિનદેવ શ્રાવક કથા ઃ સાકેત નગરમાં રહેતો ભગવંત મહાવીરનો અનુયાયી નામે જિનદેવ નામક શ્રાવક હતો. તે ચિલાત રાજાને ભગવંત મહાવીરની નિશ્રામાં મળેલ (આ કથા ચિલાત–૨ સાધુની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ ચિલાત શ્રમણ) ૦ આગમ સંદર્ભ : આવ.નિ. ૧૨૧૦ ની ; X × આવ.નિ. ૯૧૨ની વૃ; ૦ જિનદેવ શ્રાવક કથા - ચંપાનગરીમાં જિનદેવ નામે શ્રાવક હતો. સાર્થવાહે ઉદ્ઘોષણા કરી કે જેમને અહિચ્છત્રા આવવું હોય તે ચાલો, અમારો સાર્થ ત્યાં જઈ રહ્યો છે. રસ્તામાં તે સાર્થને ભીલ લોકોએ લૂંટી લીધા. તે શ્રાવક પણ નાસીને અટવીમાં પ્રવેશ્યો – યાવત્ – આગળ અગ્નિનો ભય અને પાછળ વાઘનો ભય, એ રીતે બંને તરફથી સપડાયો. તે શ્રાવક ભય પામ્યો. પોતાને અશરણ જાણીને તેણે આપમેળે ભાવશ્રાવક લિંગને ધારણ કર્યું. તેણે સામાયિક પ્રતિમા અંગીકાર કરી. ત્યાં તે શ્વાપદજંગલીપશુનો શિકાર બન્યો. તો પણ સામાયિક પ્રતિમામાં સ્થિત રહીને સિદ્ધ થયો. આવ યૂ.૨૫ ૨૦૩; Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૮૭ ૦ આગમ સંદર્ભ:આવનિ ૧૩૧૯ + આવ..ર–પૃ. ૨૧૧; ૦ ઢક શ્રાવકની કથા – શ્રાવસ્તીનો એક કુંભાર, જે ભગવંત મહાવીરનો અનુયાયી એવો એક શ્રમણોપાસક હતો. જ્યારે ભગવંતની પુત્રી અને જમાલી નિલવની પત્ની એવા પ્રિયદર્શના (અનવદ્યા) સાધ્વી પધાર્યા, ત્યારે તેણીમાં મિથ્યાત્વ પ્રવેશેલ હતું. ઢક શ્રાવકે તેણીને પ્રતિબોધ કર્યા અને ફરી ભગવંત મહાવીરના માર્ગમાં સ્થાપિત કર્યા – કથા જુઓ અનવદ્યા (પ્રિયદર્શના) શ્રમણી – શ્રમણી વિભાગમાં. ૦ આગમ સંદર્ભ:નિસી.ભા. પપ૯૭ + ચું, આવ.ભા. ૧૨૬ + વૃ; આવપૂ.૧–પૃ. ૪૧૮; ઉત્ત.નિ. ૧૬૭ + જ ૦ ટટ્ટર શ્રાવકની કથા : - દશપુર નગરનો એક શ્રાવક તેની સાથે (આર્ય) રક્ષિત પ્રથમ વખતે સાધુ ભગવંતના ઉપાશ્રયે ગયેલ. ઢડ્ડર શ્રાવકની નિસીપી – ઇર્યાપથ આલોચના અને વંદનાદિ ક્રિયા જોઈને રક્ષિત પણ શ્રાવક ક્રિયા શીખ્યો ઇત્યાદિ કથા આર્યરક્ષિતની કથામાં આવી ગયેલ છે. જુઓ કથા આર્યરક્ષિત શ્રમણ ૦ આગમ સંદર્ભ :આવ.યૂ.૧–પૃ. ૪૦૩; ૦ ધનંજય શ્રાવકની કથા - શૌર્યપુર નામે નગર હતું. ત્યાં સુરવર નામે એક યક્ષનું ચક્ષાયતન હતું. ત્યાં ધનંજય નામનો એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને સુભદ્રા નામે પત્ની હતી. તેઓએ સુરવર યક્ષને નમસ્કાર કરીને, પુત્રની પ્રાપ્તિ માટે યાચના કરી. પછી તેમણે માનતા માની કે જો પુત્ર થશે તો હું ૧૦૦ પાડાનો બલિ ચઢાવીને યજ્ઞ કરીશ ત્યારપછી તેમને બાળક રૂપી સંપત્તિ પ્રાપ્ત થઈ. કોઈ વખતે તેઓ પ્રતિબોધ પામશે, તેવા નિશ્ચયથી ભગવંત સમોસર્યા. શ્રેષ્ઠી ધનંજય ભગવંતની દેશનાના શ્રવણ અને વંદનની ઇચ્છાથી નીકળ્યો. તેણે ભગવંતને વંદના-નમસ્કાર કર્યા. યથોચિત સ્થાને બેસીને ભગવંતની દેશના સાંભળી, તેનાથી પ્રતિબોધ પામીને ધનંજય સમ્યક્ બોધ પામ્યો. તેણે શ્રાવકના અણુવ્રતો અંગીકાર કર્યા. ત્યારપછી ધનંજય શ્રાવક થઈ ગયો. તેણે અણુવ્રત ગ્રહણ કરતા પહેલાં કહેલું કે જો સુરવર યક્ષ મને અનુજ્ઞા આપે તો હું અણુવ્રત ગ્રહણ કરીશ. તે યક્ષ પણ ધનંજયની ધર્મભાવના જાણી ઉપશાંત થઈ ગયો. કોઈ આચાર્ય એમ કહે છે કે, ધનંજયે વ્રત ગ્રહણ માટે યાચના કરી, પણ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આગમ કથાનુયોગ-૫ અનુકંપાથી આપ્યા નહીં. ત્યારે તેણે પોતાના શરીરના સો ટુકડા કરી માર્ગણા કરવા વિચાર્યું. કેટલાંક ખંડ કર્યા પછી ધનંજયને વિચાર આવ્યો કે, ખરેખર હું ધન્ય છું કે, મેં આવી વેદના કોઈ પ્રાણીને આપી નહીં. ત્યારે તેના સત્વની પરીક્ષા કરીને તે સુરવર યક્ષ પોતે જ પ્રતિબોધ પામ્યો. ત્યારે લોટના બનાવેલા પાડાને ચડાવીને ધનંજય શ્રાવકે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. આ રીતે સત્ય પ્રતિ યોગસંગ્રહ કરવો જોઈએ. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૨૯૪ + વૃ; આવપૂર–પૃ. ૧૯૩; – – ૪ – ૦ પઘરથ રાજા અને વૈશ્વાનર શ્રાવકની કથા - બે દેવ હતા. જેમાં વૈશ્વાનર શ્રાવક હતો અને ધવંતરી તાપસભક્ત હતો. તે બંનેએ પરસ્પર એમ નક્કી કર્યું કે, આપણે સાધુની અને તાપસની પરીક્ષા કરીએ. ત્યારે વૈશ્વાનર શ્રાવકે કહ્યું કે, અમારામાં સર્વાસ્તિક સાધુ હોય તેની અને તમારામાં સર્વમાં મુખ્ય હોય તેવા તાપસની આપણે પરીક્ષા કરવી આ તરફ મિથિલામાં તરુણધર્મી (સુરતનો ધર્મ પામેલો) એવો પારથ નામે રાજા હતો. તે ચંપાનગરીએ વાસુપૂજ્ય સ્વામીના ચરણકમળમાં દીક્ષા લઈશ એમ માનીને નીકળેલો હતો. ત્યારે બંને દેવોએ તેની ભોજન અને પાન વડે પરીક્ષા કરી. તે સુકુમાર એવો પવરથ રાજા માર્ગમાં વેદનાથી ઘણો જ દુઃખી થતો હતો. તેને અનુકુળ ઉપસર્ગ કરવા વિચાર્યું. પણ તે ઘણો જ સ્થિર હોવાથી તે દેવો તેને ચલાયમાન કે શોભિત કરી શક્યા નહીં. અન્ય આચાર્ય કહે છે કે તે શ્રાવકે ભક્ત પ્રત્યાખ્યાન કરેલું. બંને દેવો ત્યાં સિદ્ધરૂપે ગયા. તે પઘરથ શ્રાવકને ઘણું-ઘણું કહ્યું. તેને સમજાવ્યું કે તું ભક્તપ્રત્યાખ્યાન ન કર. પણ લાંબુ જીવન જીવ. પવરથે કહ્યું કે, હું ઘણો જ ધર્મ પામેલ છું. મને લોભિત કરવો શક્ય નથી. ત્યારપછી તેઓ જમદગ્રિ પાસે પક્ષીરૂપે ગયા. તેની દાઢીમાં માળો કર્યો – યાવત - જમદગ્નિ તાપસની પરીક્ષા કરી (જેનું વિગતે વર્ણન જમદગ્નિ અને પરસુરામની કથામાં કરાયેલ છે.) આ ઋષિ સંતાનરહિત છે, તેમ કહ્યું ત્યારે તે તાપસઋષિ ક્ષોભિત થઈ ગયા. એ રીતે તે દેવ પણ શ્રાવક થયો. (ત્યાંથી આગળની કથા જમદગ્રી અને પરસુરામ સંબંધી છે તેથી અહીં અપ્રસ્તુત છે.) ૦ આગમ સંદર્ભ :આવનિ ૯૧૮ની વૃ; આવ.ચૂર- ૨૦3; ૦ પ્રસેનજિત શ્રાવકની કથા : કુશાગપુર નગરનો રાજા, જેનું નામ પ્રસેનજિત હતું તે સુવિખ્યાત રાજા શ્રેણિકના પિતા હતા. તેણે રાજગૃહી નગરીની સ્થાપના કરેલી એવા આ રાજા પ્રસેનજિત ભગવંત Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૮૯ પાર્શ્વના અનુયાયી હતા. કલ્પસૂત્ર વૃત્તિકારના મતે રાજા પ્રસેનજિતની પુત્રી પ્રભાવતીના લગ્ન પાર્થ સાથે થયા હતા. આ પ્રસેનજિત શ્રાવકની વિશેષ કથા રાજા શ્રેણિકની કથામાં આવી ગયેલ છે. તેથી અહીં તેનો વિસ્તાર કરેલ નથી. કથા જુઓ રાજા શ્રેણિક. ૦ આગમ સંદર્ભ :આવનિ. ૯૪રની જ આવપૂ.૧–પૃ. ૫૪, –પૃ. ૧૫૮; નંદી. ૯૮ની , કલ્પસૂત્ર–પાશ્ચંચરિત્રની વૃત્તિ — — — — — ૦ બલભદ્ર શ્રાવક કથા : રાજગૃહમાં મૌર્યવંશમાં જન્મેલ બલભદ્ર નામે એક રાજા હતો, તે શ્રાવક હતો. તેણે જ્યારે જાણ્યું કે, આષાઢ નામના આચાર્યના શિષ્યો અવ્યક્ત મતવાદી નિલવ થયા છે. ત્યારે તે ત્યાં ગયો. તેમને પ્રતિબોધ કરવા માટે રાજપુરુષોને આજ્ઞા કરી કે, તે સાધુઓને પકડીને અહીં લઈ આવો. પછી રાજપુરુષોને આજ્ઞા કરી કે હાથીના કટક દ્વારા આ બધાંનું મર્દન કરી નાંખો. ત્યારપછી હાથીનું કટક ત્યાં બોલાવવામાં આવ્યું. ત્યારે તે સાધુઓ બોલ્યા કે, અમે જાણીએ છીએ કે, તમે શ્રાવક છો, તો પછી તમે અમને કેમ મરાવી રહ્યા છો ? રાજાએ કહ્યું કે, તમે ચોર કે જાસુસ નથી તેની કોઈ ખાતરી છે ? તેઓએ કહ્યું કે, અમે સાધુઓ છીએ, રાજાએ કહ્યું તમે શ્રમણ છો તેમ કેમ માનવું? જ્યારે તમે અવ્યક્ત નિલવતાથી પરસ્પર પણ વંદન કરતા નથી. તો પછી તમે શ્રમણ છો કે જાસૂસ ? એ રીતે બલભદ્ર શ્રાવકે તેમને પ્રતિબોધ કરીને સ્થિર કર્યા. વિસ્તૃત વર્ણન માટે કથા જુઓ નિલવ અષાઢાચાર્યના શિષ્ય – નિલવ કથામાં તે લખાઈ ગયેલ છે. ૦ આગમ સંદર્ભઃઠા. ૬૮૮ની વૃ; નિસી ભા. ૧પ૯૯ + ૨; આવ.ભા. ૧૩૦; આવ.ભા. ૧૨૯ની વૃ: આવ.૧–પૃ. ૪૨૧; ઉત્ત.નિ. ૧૬૯ + ૬ – ૪ – ૪ – ૦ મિત્રશ્રી શ્રાવકની કથા : ભગવંત મહાવીરના શાસનમાં તિષ્યગુપ્ત નામે બીજા નિભવ થયા. તેમણે “જીવપ્રદેશિક” નામનો મત કાઢે લો. આ મતની સ્થાપના તેણે (રાજગૃહમાં) ઋષભપુરમાં કરેલી. – ૮ – ૮ – ૮ – તે વિહાર કરીને આમલકલ્પા નગરીએ જઈને ત્યાં આમ્રશાલ વનમાં રહ્યા. ત્યાં મિત્રશ્રી નામે એક શ્રાવક હતો. મિત્રશ્રી જાણતો હતો કે આ નિલવ છે. – ૪ – ૪ – ૪ – તેણે આહાર, વસ્ત્ર, પાન, વ્યંજન આદિના એક એક કણીયો આપ્યો ઇત્યાદિ કરી તિષ્યગુપ્તને પ્રતિબોધ કરીને પુનઃ ભગવંત મહાવીરના માર્ગમાં સ્થિર કર્યા. (મિત્રશ્રીની કથા વિસ્તારપૂર્વક જોવા માટે કથા જુઓ – નિલવતિષ્યગુપ્તની કથા 1પ/૧૯ Jain Edilationnternational Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ૦ આગમ સંદર્ભ :ઠા. ૬૮૮ ની વૃ આવ યૂ.૨૫ ૪૨૦; ૦ આગમ સંદર્ભ : વવભા. ૨૬૫૩ + ; નિસી.ભા. ૫૫૯૮; ઉત્ત.નિ. ૧૬૭– * = x ૦ મુંડિક્રામક શ્રાવકની કથા ઃ શિંબવર્ધન નામે નગર હતું.ત્યાં મુંડિકામક નામે રાજા હતો. ત્યાં એક બહુશ્રુત એવા પુષ્પભૂતિ આચાર્ય પધાર્યા. આચાર્ય ભગવંતના ઉપદેશથી તે મુંડિક્રામક રાજા પ્રતિબોધ પામીને શ્રાવક બન્યો. આચાર્ય ભગવંતના શિષ્ય પુષ્પમિત્ર પણ બહુશ્રુત હતા, પણ તે અન્યત્ર રહેતા હતા. (પછીની કથામાં મુખ્યત્વે પુષ્પભૂતિ અને પુષ્પમિત્ર સંબંધી વક્તવ્યતા છે. જે શ્રમણ વિભાગમાં તેમની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ – પુષ્પભૂતિ અને પુષ્પમિત્ર શ્રમણ નિસી.ભા. ૪૨૧૫, ૪૪૬૦ + ; હ.ભા. ૪૧૨૩ની આવ.યૂ.ર-૫ ૨૯૧; આવ.નિ. ૧૩૧૭ + X* X — આગમ કથાનુયોગ–૫ ૦ મુડ રાજાની કથા ઃ પાટલીપુત્રમાં મુરુડ નામે રાજા હતો. (જો કે પિંડનિયુક્તિની મલયગિરિ વૃત્તિમાં તેને પ્રતિષ્ઠાનપુરનો રાજા હતો તેમ જણાવેલ છે.) ત્યાં પાદલિપ્ત નામે આચાર્ય પધારેલા. તેમને સૂત્ર (દોરો), લાકડી અને સમુદ્ગક મોકલીને પરીક્ષા કરેલ ત્યારે આચાર્ય ભગવંતે તે ત્રણનું રહસ્ય શોધી આપેલ (આ વાતનું વર્ણન પાદલિપ્ત આચાર્યની કથામાં આવી ગયેલ છે.) આવા આ મુડ રાજાએ પ્રતિબોધ પામી શ્રાવકત્વ અંગીકાર કરેલ, તેણે તેની વિધવા એવી બહેનને દીક્ષા લેવા માટે પણ પ્રેરણા કરેલી હતી. મુરુડ રાજાને એક વખત મસ્તક શૂળ ઉત્પન્ન થયેલ તેને પાલિત્ત/પાદલિપ્ત આચાર્યએ પોતાની મંત્ર શક્તિથી નિવારણ કરેલ. ત્યારથી તે તેમનો અનન્ય ઉપાસક બની ગયેલ. X આવ.ભા. ૧૨૬; આ રાજાએ ક્ષુદ્રક (ઘુડ્ડા) ગણિ સાથે કોઈ વખત સમયના સાપેક્ષમૂલ્ય વિષયક ચર્ચા પણ કરેલી હતી. ૦ આગમ સંદર્ભ : આવ યૂ.ર-પૃ ૨૧૦; બુહ.ભા. ૪૧૨૩ થી ૪૧૨૬, ૫૬૨૫ વવ.ભા. ૧૪૯૬ + આવ.નિ. ૯૪૪ની વૃ; * — ૦ વલ્ગર શ્રાવકની કથા ઃ ભગવંત મહાવીર જ્યારે (છદ્મસ્થાવસ્થામાં વિચરણ કરતાં) પુરીમતાલનગરી પધાર્યા. ત્યારે ત્યાં વલ્લુર નામનો એક શ્રેષ્ઠી હતો. તેની પત્નીનું નામ ભદ્રા હતું. તે ભદ્રા વંધ્યા હતી. તેને કોઈ પ્રસવ (સુવાવડ) થતો ન હતો. ઘણાં દેવોની ભક્તિ પિંડનિ. ૫૩૬ + Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૯૧ કરીને થાક્યા હતા. કોઈ વખતે શકટમુખ ઉદ્યાને ગયા. ત્યાં તેઓએ જીર્ણ થઈને ભાંગેલું એવું એક દેવકુલ જોયું. ત્યાં ભગવંત મલ્ટીસ્વામીની પ્રતિમા હતી. તેમને નમસ્કાર કર્યા. પછી વલ્ગર અને ભદ્રાએ ત્યાં માનતા માની કે જો અમને પુત્ર કે પુત્રી જન્મશે તો અમે અહીં એક દેવકુલ કરાવીશું. રોજ આપની ભક્તિ કરીશું. એમ માનતા માનીને તે બંને ગયા. ત્યાં નિકટમાં રહેનારી વ્યંતરી દેવતાએ પ્રાતિહાર્ય કર્યું. ભદ્રાને ગર્ભ ઉત્પન્ન થયો. ત્યારપછી વલ્ગર શ્રેષ્ઠીએ પોતે કહ્યા પ્રમાણે દેવકુલ (જિનાલય) બનાવવાનો આરંભ કર્યો. ત્રણે સંધ્યા અતિ ભક્તિભાવથી પૂજા કરવા લાગ્યો. પર્વત્રિકે ત્યાંજ રહેવા લાગ્યો. એ પ્રમાણે તે શ્રાવક થઈ ગયો. આ તરફ વિહાર કરતા ભગવંત મહાવીર શકટમુખ ઉદ્યાનમાં નગરની મધ્યે પ્રતિમા ધ્યાને સ્થિત થયા. વલ્ગરશ્રાવક નાહીને આર્તવસ્ત્ર પહેરીને પરિજન સહિત મહાનું અર્થ, વિવિધકસમાદિ લઈને ભગવંત મલિના જિનાયતને પ્રતિમાની પૂજા કરવા જતો હતો. ત્યારે ભગવંતને વંદન કરવા આવેલ ઇશાનેન્દ્રએ વલ્ગર શ્રાવકને જતો જોયો. ઇન્દ્રના કહેવાથી વલ્ગરે આવી વર્ધમાન મહાવીર સ્વામીની ક્ષમાયાચના કરી, મિચ્છામિદુક્કડમ્ આપી મહોત્સવ કર્યો. (આ કથા તીર્થંકર ચરિત્રમાં ભગવંત મહાવીરની કથામાં આપેલ છે. જુઓ તીર્થકર મહાવીર કથા) ૦ આગમ સંદર્ભ :આવ.નિ ૪૯૦ + વૃક આવયૂ.૧– ૨૫; આવ.મ.પૃ. ૨૮૪; – ૮ – –– ૦ વસુભૂતિ શ્રાવક કથા : આર્ય સુરસ્તી (સૂરિ) વિહાર કરતા પાટલીપુત્ર પધાર્યા. ત્યાં વસુભૂતિ નામે શ્રેષ્ઠી હતો. તે સુહસ્તસૂરિ પાસે ધર્મ સાંભળીને શ્રાવક બન્યો. તેણે કોઈ વખતે આર્યસુહસ્તીને જઈને કહેલું કે, હે ભદંત ! મને સંસારમાંથી નિસ્તરણ થવાનો ઉપાય બતાવો. મેં મારા સ્વજનોને પણ કહ્યું, પણ તેઓ હજી સંસારથી નિસ્તાર માટે પ્રવૃત્ત થતા નથી. આપ અનભિયોગપૂર્વક પધારી અને સ્વયં જ ઉપાય બતાવો ઇત્યાદિ કથા આર્ય સુહસ્તિ તથા આર્ય મહાગિરિ બંને શ્રમણોની કથામાં આવી ગયેલ છે તદનુસાર જાણવી. ૦ આગમ સંદર્ભ:આવ.નિ ૧૨૮૩ + વૃક આવ.ચૂર–પૃ. ૧૫૫; ૦ સંપ્રતિ રાજાની કથા – પાટલિપુત્ર નગરમાં ચંદ્રગુપ્ત રાજાનો પુત્ર બિંદુસાર હતો. તે બિંદુસાર રાજાનો પુત્ર અશોક નામે રાજા થયો. તે અશોકનો પુત્ર કુણાલ ઉજજૈનીએ થયો. તેનો પુત્ર સંપ્રતિ થયો - તે સમગ્ર કથાનક આ પ્રમાણે– Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આગમ કથાનુયોગ–૫ ૦ સંપ્રતિ રાજાનો પૂર્વભવ – કોઈ વખતે આર્ય સુહસ્તિ વિહાર કરતા કૌશાંબી નગરી પધાર્યા. ત્યાં રાજા તથા મંત્રી વર્ગ આદિ અતિશય ભક્તિપૂર્વક રોજ વંદન, ધર્મશ્રવણ આદિ માટે ત્યાં જતા હતા. ત્યાં એક દ્રમક (ભિક્ષુક) હતો, તે આચાર્ય ભગવંત પાસે આવ્યો હતો તે આ બધું જોઈને અતિ હર્ષ પામ્યો. તે સમયે દુષ્કાળ પ્રવર્તતો હતો. ભોજન દુર્લભ થવા લાગ્યું હતું તે વખતે આર્ય સુહસ્તિના બે સાધુ મહારાજે કોઈ શ્રેષ્ઠીને ત્યાં ગૌચરી માટે પ્રવેશ કર્યો. દીર્ધકાળથી તેમની પાછળ પાછળ લાગેલા એક ક્રમકે તેમને જોયા. તે વખતે શ્રાવકે અતિ ભક્તિથી સાધુ ભગવંતને પડિલાભ્યા, તે ક્રમકે જોયું. જ્યારે સાધુઓ વહોરીને બહાર નીકળ્યા ત્યારે દ્રમકે વિનંતીપૂર્વક તેમની પાસે ભોજનામાંથી થોડુંક આપવા માટે યાચના કરી. તે સમયે તે સાધુઓએ કહ્યું કે, અમારા આચાર્ય ભગવંત નીકટમાં જ છે. અમે આ આહારમાંથી કંઈ આપી ન શકીએ, તેથી સાધુઓ સાથે જઈને તે દ્રમકે આચાર્ય ભગવંત પાસે ભોજનની યાચના કરી, ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, એ રીતે અમે ગૃહસ્થને આપી શકીએ નહીં, પણ જો તું પ્રવ્રજ્યા અંગીકાર કરે, તો તને ભોજન આપી શકાય. દ્રમકે તે વાત સ્વીકારી. આચાર્ય ભગવંતે પોતાના જ્ઞાનના ઉપયોગ થકી ભાવિ લાભ જાણીને તેને અવ્યક્ત સામાયિક ઉચ્ચરાવી દીક્ષા આરોપણ કરીને પછી ભોજન કરાવ્યું. તે વખતે ભોજન કરતો તે દ્રમક સાધુ, શ્રમણ વર્ગ પરત્વે અનુરાગવાળો થયો. શ્રમણો દ્વારા થતી વૈયાવચ્ચથી અતિ હર્ષિત અને સંતુષ્ટ થયો. શ્રાવકોએ પણ તેની ભક્તિ કરતા તે જિનશાસનથી પ્રભાવિત થયો. પરંતુ ભોજનના અતિરેકથી તે દ્રમકને તીવ્ર વિસૂચિકા ઉત્પન્ન થઈ, વૈયાવચ્ચના પ્રભાવથી તેની સમાધિભાવના વૃદ્ધિ પામી તે પાટલિપુત્રના રાજા અશોકશ્રીના પૌત્રરૂપે જન્મ્યો. ૦ સંપ્રતિનો કૌટુંબિક પરીચય : પાટલિપુત્ર નગરમાં મૌર્યવંશના ચંદ્રગુપ્ત રાજાનો પુત્ર બિંદુસાર રાજા હતો. તેને અશોકશ્રી (અશોક) નામે પુત્ર હતો. અશોક રાજાનો પુત્ર બાળપણામાં યુવરાજ પદ પામ્યો હતો. તેનું નામ કુણાલ હતું. તે રાજાને જીવિતથી પણ અધિક પ્રિય હતો. તે કુમાર માટે તેણે ઉજ્જૈની નગરી ભેટ આપી હતી. પરિવાર સહિત કુણાલકુમાર ત્યાં આનંદથી રહેતો હતો. જ્યારે કુણાલકુમાર સમગ્ર કળા ગ્રહણ કરવા સમર્થ થયો, ત્યારે રાજા અશોકે પોતાના હાથે એક પત્ર લખ્યો કે હવે કુમારને ભણાવવો. કંઈક કાર્ય ઉત્પન્ન થતા પત્રને શીલ કર્યા વિના રાજા ઊભો થયો. તે વખતે કુણાલકુમારની સાવકી માતા ત્યાં આવી, આંખના અંજનને નખના અગ્રભાગેથી ગ્રહણ કરી. તેણે વાક્યમાં અનુસ્વાર વધારી દીધો અર્થાત્ જ્યાં ‘‘અધિન્નડ કુમાર’' એમ લખ્યું હતું. ત્યાં તેણીએ ‘‘ગંધિન્નØમાર’’ એમ લખી લીધું. રાજાએ તે પત્ર બીડીને શીલ કરી દીધો. પત્રને લઈને દૂત પહોંચ્યો. કુમારે તે લેખ વાંચ્યો. પિતા કુણાલ રાજાની આજ્ઞાને શિરોધાર્ય કરીને લોઢાની સળી તપાવીને Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા આંખોમાં નાંખવા તૈયાર થયો. પરિવારે વિનંતી કરી કે પિતાની આવી આજ્ઞા ન જ હોય, એક દિવસનો વિલંબ કરો. પણ કુમારે આ વાત ન સ્વીકારી. તપાવેલ સળીયાથી આંખો આંજી દેતા તે અંધ બની ગયો. ૨૯૩ આ સમગ્ર વૃત્તાંત રાજા અશોકશ્રીએ જાણ્યો ત્યારે તે અત્યંત શોકગ્રસ્ત થઈ ગયો. પછી તેણે કુણાલને ઉજ્જૈનીનું એક મનોહર ગામ આપ્યું. ત્યાં કુણાલે બધી પ્રવૃત્તિ છોડીને સંગીતકળાની સાધના કરી. તેમાં વિશારદ બન્યો. ચારે તરફ તેના ગંધર્વ જ્ઞાનનો યશ ફેલાઈ ગયો. એમ કરતા તેણે પોતાના પિતા અશોક રાજાને ગુપ્ત રીતે સંગીત કળા બતાવી. રાજાએ વરદાન માંગવા કહ્યું ત્યારે પ્રાપ્ત અવસરને જાણીને કુણાલે એક શ્લોક કહ્યો— ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર,પૌત્ર અશોકશ્રીનો પુત્ર જે અંધ છે તે કાકણી રત્નની યાચના કરે છે. તર્ક–વિતર્ક કરતા રાજાએ પૂછ્યું કે, શું તું મારો પુત્ર કુણાલ છે ? તે વાત યથાર્થ લાગી, પડદો દૂર કર્યો. પુત્રને આલિંગન કર્યું. પછી પૂછયું કે, તેં માત્ર કાકણી જેટલું જ કેમ માંગ્યુ ? એટલે નજીક બેઠેલા મંત્રીએ સમજાવ્યું કે કાકણીરત્નો અર્થ રાજ્ય થાય છે. કુણાલને પિતાએ કહ્યું કે, હે પુત્ર ! તું અંધ હોવાથી રાજ્યને માટે યોગ્ય ન ગણાય. તો શું તારે પુત્ર છે ? હા છે. શું ઉંમરનો છે ? ‘સંપ્રત્તિ' અર્થાત્ હમણાં જ જન્મ્યો છે, તે પરથી તે બાળકનું નામ ‘‘સંપ્રતિ’' એ પ્રમાણે સ્થાપન કર્યું. ૦ સંપ્રતિનું રાજા થવું અને આર્ય સુહસ્તિનું દર્શન થવું : આર્ય સુહસ્તિ પાસે દીક્ષા લેનાર પેલા દ્રમક સાધુનો જીવ મરીને કુણાલના પુત્ર સંપ્રતિ તરીકે ઉત્પન્ન થયો. દશ દિવસની સ્થિતિપતિતા આદિ વિધિપૂર્ણ થઈ, અગિયારમે દિવસે અશુચિ નિવારણ કર્મ થયું. ત્યારપછી સંપ્રતિનો રાજ્યાભિષેક કર્યો, તેને રાજગાદીએ સ્થાપન કર્યો. મંત્રી વગેરેની વ્યવસ્થા કરી. રાજા અશોકશ્રી મૃત્યુ પામ્યો. પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવથી તે સંપ્રતિ દેહલક્ષ્મી તેમજ રાજ્યલક્ષ્મી બંનેથી વૃદ્ધિ પામતો અનુક્રમે યૌવન અને શ્રી સંપન્ન થયો. કોઈ સમયે અપ્રતિબદ્ધ વિહાર કરતા કરતા ઉત્તમ ગુણવાન્ અને ઘણાં શિષ્ય સુમદાયથી પરિવરેલા આર્ય સુહસ્તી આચાર્ય પાટલિપુત્ર નગરના બહારના ઉદ્યાનમાં સમોસર્યા. કોઈ સમયે મહેલની અટારીએ ઊભેલા રાજાએ રાજમાર્ગમાં ચતુર્વિધ સંઘથી અનુસરાતા, આર્ય સુહસ્તિને જોયા. આમને મેં ક્યાંક જોયા છે. એમ મનોમન તર્કવિતર્ક કરતા તેને મૂર્છા આવી. ભૂમિ પર ઢળી પડ્યો. ઠંડા પાણીથી સિંચાતા, વીંઝણા વડે પવન નંખાતા તેની મૂર્છા ઉતરી ગઈ. તેને જાતિ સ્મરણજ્ઞાન થયું. પૂર્વ જન્મનો વૃત્તાંત સ્મરણમાં આવ્યો. ત્યારે અતિ હર્ષાયમાન થયેલો, રોમાંચિત ગાત્રોવાળો થયેલ સંપ્રતિ રાજા નીચે આવ્યા. આર્ય સુહસ્તિ સૂરિને વંદના કરીને આચાર્ય ભગવંતને પૂછયું કે, હે ભગવન્ ! જિનધર્મના આદર અને અનુષ્ઠાનનું ફળ શું ? આચાર્ય ભગવંતે કહ્યું, સ્વર્ગ અથવા મોક્ષ. પછી તેણે પૂછયું કે, અવ્યક્ત સામાયિકનું ફળ શું છે ? ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ આગમ કથાનુયોગ-૫ તેના ફળથી રાજ્યાદિકની પ્રાપ્તિ થાય છે. આ વાતની ખાતરી થઈ ત્યારે “એમ જ છે – તે વાતમાં સંશય નથી” એમ કહ્યું. ત્યારે સંપ્રતિ રાજાએ પૂછ્યું કે, હે ભદંત ! આપ મને ઓળખો છો ? ત્યારે આચાર્ય ભગવંતે ઉપયોગ મૂકીને કહ્યું કે, હાં, હું બરાબર ઓળખું છું. ત્યારપછી કૌશાંબીનો વૃત્તાંત સંભળાવ્યો. આહાર આપ્યો, વિશુચિકા થઈ. મૃત્યુ થયું ઇત્યાદિ સર્વે કંઈ જણાવ્યું. ત્યારે હર્ષના વશથી વિકસિત મુખવાળો હર્ષાશ્રુથી ભિંજાયેલા નેત્રોવાળો, પૃથ્વીતલ વિશે લગાડેલા મસ્તક વાળો તે સંપ્રતિ ફરી ફરી આચાર્ય ભગવંતને પ્રણામ કરવા લાગ્યો. ત્યારપછી આચાર્ય ભગવંતે તેને જિનધર્મ કહેવાનું શરૂ કર્યું. ધર્મકથન બાદ કહ્યું કે, મેધાવી મનુષ્ય મોક્ષના અપૂર્વ ફળને આપનારો ચારિત્રધર્મ ગ્રહણ કરવો જોઈએ. ૦ સંપ્રતિ દ્વારા શ્રાવકઘર્મ પ્રતિપત્તિ : ત્યારે સંપ્રતિ રાજાએ આર્ય સુહસ્તિ પાસે ધર્મ શ્રવણ કરીને મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને કહ્યું કે, હે ભદંત ! હું સર્વવિરતી ગ્રહણ કરવા સમર્થ નથી. તેથી મને મારે ઉચિત એવો ધર્મોપદેશ આપો, જેથી હું આપનો શિષ્ય–અનુયાયી થઈને રહું. ત્યારે આચાર્ય સુહસ્તીએ તેમને શ્રાવકધર્મને યોગ્ય એવો ઉપદેશ આપ્યો. શ્રાવકના વ્રતો, જિનચૈત્ય અને સાધુ-શ્રાવકવર્ગ પરત્વે વાત્સલ્ય કરવાનું જણાવ્યું. ધર્મનો વિસ્તાર કરવા અને જિનશાસનની પ્રભાવના થાય તેવા કાર્યો કરવા ઉપદેશ આપ્યો. ત્યારે આચાર્ય સુહસ્તી પાસે શ્રાવક ધર્મ અંગીકાર કરી, તેમના ઉપદેશને અવધારીને, વંદન–નમસ્કાર કરીને પોતાને કૃતાર્થ માનતો પોતાના મહેલમાં ચાલ્યો ગયો. ત્યારથી આરંભીને સંપ્રતિ રાજા ઉદારતાપૂર્વક અને વિધિસહિત જિનબિંબોની પૂજા–વંદન તથા વિનયપૂર્વક ગુરુના ચરણની પર્યપાસના કરવા લાગ્યો. દીન, અનાથ, અશક્તજનોને દાન આપતો, જીવદયાદિ કરવા લાગ્યો. ત્યારપછી તેણે અનેક મનોહર જિનાલયો બંધાવ્યા. સેંકડો – લાખો જિનપ્રતિમાની પ્રતિષ્ઠાપના કરાવી. સીમાડના સર્વે રાજાઓને બોલાવીને તેમને આ સુંદર જિનધર્મ સમજાવ્યો. તેમાંથી કેટલાંક સમ્યકત્વ પામ્યા. સુવિહિત સાધુ તેમજ અરિહંત ભગવંતોનાં બહુમાન કરતા અને માયારહિત માનસવાળા તેઓ પોતાના પરિવારસહિત શ્રાવકો બન્યા. ૦ સંપ્રતિ રાજા દ્વારા રથયાત્રા : કોઈ સમયે રાજાએ જિનગૃહમાં ધન્ય અને પુણ્યશાળીજનોને યોગ્ય ઘણી ઋદ્ધિ અને આડંબર સહિત મહામહોત્સવ આરંભ્યો. રથયાત્રામાં પોતાના શિખરથી જાણે આકાશને સ્પર્શતો હોય તેવો ઊંચો, મોટી દવજા-પતાકાયુક્ત એવો મોટો રથ યાત્રા નિમિત્તે આખા નગરમાં પરિભ્રમણ કરતો હતો. તેમાં ભેરીના નાદથી સમગ્ર આકાશ મંડલ પૂરિત થયું હોય તેવો જીવલોક બની ગયો. બધાં પોતાના ઘેરથી પુષ્કળ કિંમતી અનેક પ્રકારના અર્થ-સામગ્રી મેળવીને અનુક્રમે રાજાના ગૃહાંગણમાં તે રથયાત્રા પહોંચી. ત્યારે અતિ આદરપૂર્વક, અત્યુત્તમ પૂજા કરવા પૂર્વક રાજા પણ પોતાના પરિવાર Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૯૫ સહિત તેમાં જોડાયો. રથને અનુસરવા લાગ્યો. તેના સામંત આદિ રાજાને પણ પોતપોતાના રાજ્યોમાં મહાનું રથયાત્રા કાઢવા સમજાવ્યા. તેઓએ પણ પોતાના રાજ્યોમાં ઘોષણા કરાવી. સીમાડા પ્રદેશના રાયો પણ સાધુઓ માટે સુખેથી વિહાર થઈ શકે તેવા તૈયાર કરાવ્યા. ૦ અનાર્ય દેશમાં સાધુના વિચરણ માટે સંપ્રતિ રાજાનો પ્રયાસ : કોઈ સમયે સંપ્રતિ રાજાએ આર્ય સુહસ્તીને પૂછયું કે, હે ભગવંત ! અનાર્ય દેશમાં સાધુઓ કેમ વિહાર નથી કરતા ? પછી આચાર્ય ભગવંતનો અભિપ્રાય જાણીને મનુષ્યોને સાધુઓને પ્રાયોગ્ય વેષ પહેરાવ્યા, સાધુ સમાચારી શીખવી, તેઓને અનાર્ય દેશોમાં મોકલ્યા. એમ કરીને શ્રમણ – સુભટોથી ભાવિત એવા તે દેશોમાં ચારે બાજુ સાધુઓ સુખેથી વિચરી શકે તે રીતે ત્યાંના લોકોને માહિતગાર કર્યા. તે કારણે ત્યાંના લોકો પણ ભદ્રિક બન્યા. શત્રુ સૈન્યને જિતને સંપ્રતિ રાજાએ આંધ્ર, દ્રવિડ આદિ વિકટ દેશોમાં પણ સાધુઓ સુખેથી વિચરી શકે તેવા સુલભ વિહાર સ્થાનો બનાવડાવ્યા. તે સંપ્રતિ રાજા નગરના દ્વાર પર પોતાના પૂર્વભવના દરિદ્રપણાના અને ભૂખ્યાપણાના દોષવાળા પ્રસંગોનું સ્મરમ કરી મોટાં ચિત્રામણો કરાવતો હતો અને ભિલુકોને ભોજનનું દાન કરાવતો હતો. વળી દાન આપતાં જે કંઈ પણ વધારો રહે તે સાધુઓને આદરપૂર્વક દાન આપવા સમજાવતો હતો. એ રીતે મુનિઓને પૂર્ણભાવથી ભોજન અને પાણી ઉપલબ્ધ થતા હતા. ૦ સંપ્રતિ કથાસાર : પરમ સંવેગ ભાવથી સંપ્રતિ રાજાએ આર્ય સુહસ્તિ પાસે સમ્યગ્દર્શન મૂલ પાંચ અણુવ્રતયુક્ત શ્રાવકધર્મ સ્વીકાર્યો. પ્રવચન (જિનશાસન) પ્રત્યે તે પરમ ભક્તિવાન બન્યો. ચંદ્રગુપ્ત કરતા વિશેષ બળ-વાહનાદિ વિભૂતિ બિંદુસાર પાસે થઈ. અશોકથી રાજા પાસે તેનાથી પણ વધુ વિભૂતિ થઈ અને સંપ્રતિરાજા પાસે સર્વોત્કૃષ્ટ બલ, વાહન આદિ વિભૂતિ થઈ. સંપ્રતિ રાજાના શાસનમાં ત્રસજીવ પ્રતિક્રામક પ્રભાવક શ્રમણ સંઘ થયો. રાજાને ત્યાં સાધુ ભિક્ષા ગ્રહણ કરે તો રાજપિંડ કહેવાય, તેથી સંપ્રતિ રાજા લોકોને તેટલું મૂલ્ય આપી – આપીને દાન કરાવતો હતો. જો કે આર્યમહાગિરિએ આ જાણ્યું ત્યારે આર્ય સુહસ્તિને વિસંભોગી કર્યા અર્થાત્ એકત્ર માંડલી અને સમુદેશનાદિ વ્યવહાર બંધ કરાવેલો. પછી સુહતિ આચાર્યે સ્વ અપરાધને સમ્યક્તયા ખમાવી, આલોચનાદિ કરી પ્રાયશ્ચિત્ત કર્યું, અકથ્ય આહાર–પાણી લેવાનો નિષેધ કર્યો – ઇત્યાદિ – તે રાજા ચિરકાળ પર્યત શ્રમણોપાસકત્વ પાળી સ્વર્ગે ગયો. ૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૨૧૫૪, ૫૭૪૪ થી ૫૭૫૭ + ચું, બુ.ભા. ૩ર૭૧ની વૃક બુદ.ભા. ૨૯૨ થી ૨૯૪, ૩ર૭૫ થી ૩૨૮૯ + ; કલ્પ સૂત્ર – સ્થવિરાવલીની વૃત્તિ – ––– » –– Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ આગમ કથાનુયોગ-૫ ૦ સાગરચંદ્ર શ્રાવક કથા : દ્વારવતીના રાજા બલદેવનો પુત્ર નિષઢ હતો. આ નિષઢ અને તેની પત્ની પ્રભાવતીના પુત્રનું નામ સાગરચંદ્ર હતું. (સાગરચંદ્રની કથા અને કમલામેલા સાથે તેના લગ્ન પર્યતનું સમગ્ર કથાનક તથા પૌષધ પ્રતિમા ધારણ કરી રહેલા સાગરચંદ્ર શ્રમણોપાસકનું ધનદેવ (નભસેન) દ્વારા ઉપજાવાયેલ મૃત્યુ પર્વતની સમગ્ર કથા કમલામેલા શ્રમણીના કથાનકમાં આવી ગયેલ છે. કથા જુઓ કમલામેલા) ૦ સાગરચંદ્રનું શ્રાવકત્વ અને સમાધિમરણ : ભગવંત અરિષ્ટનેમિ પાસે સાગરચંદ્રએ શ્રાવકોના વ્રતોનો સ્વીકાર કર્યો. ત્યારપછી તે પર્વતિથિમાં રમશાન, શૂન્ય હો આદિમાં અતિ વૈરાગ્યથી પૌષધ પ્રતિમાનો સ્વીકાર કરીને રહેતો હતો. કોઈ વખતે સાગરચંદ્ર એકાંતમાં કાઉસ્સગ્ન પ્રતિમાએ રહેલા ત્યારે તે નભસેને (કે ધનદેવ) પોતાનું વૈર સંભારીને કહ્યું કે, મારી પત્ની થનાર એવી કમલામેલાને કામુક બનાવવાનું ફળ લેતો જા. એમ કહીને સાગરચંદ્રના મસ્તકે માટીનો પિંડ સ્થાપ્યો. તેમાં ધગધગતા લાલચોળ અંગારા ભર્યા. ત્યારે અસહ્ય એવી જે વેદના થઈ તેને સાગરચંદ્રએ સમભાવપૂર્વક સહન કરી. પોતાના જ કર્મનું ફળ છે, તેમ માનીને ભોગવવા લાગ્યો. અપરાધ કરનાર પરત્વે લેશમાત્ર રોષ–ભાવ રાખ્યા સિવાય પોતાના આત્માને ભાવિત કરતો અને પૌષધપ્રતિમાનું અખંડપણે પાલન કરતો સાગરચંદ્ર મૃત્યુ પામીને દેવલોકમાં ગયો. ૦ આગમ સંદર્ભ :મરણ. ૪૩૪; બુહ.ભા. ૧૭૨ + + આવ નિ ૧૩૪ની વૃ આવ.યૂ.૧–પૃ ૧૧૨, ૧૧૩; આવ.મ..પ્ર. ૧૩૬, ૧૩૭; ૦ સુદર્શન શ્રાવક કથા - નમસ્કાર મહામંત્રનું માહાન્ય જણાવતા ભક્ત પરિજ્ઞા આગમમાં જણાવે છે કે, જે રીતે અજ્ઞાની ગોવાળ પણ નવકારમંત્ર આરાધીને મરણ પામ્યો તે ચંપાનગરીમાં શ્રેષ્ઠી પુત્ર સુદર્શન થયો. ચંપા નામે નગરી હતી, ત્યાં ઋષભદાસ નામે શ્રેષ્ઠી હતા. તેની પત્ની અહંદુદાસી નામે હતી. તેમના ઘેર ગાય-ભેંસોની સંભાળ લેનાર, ચરાવવા જનાર ભદ્રક પ્રકૃતિવાળો સુભગ નામે સેવક હતો. કોઈ દિવસ વિકાલે તે શિયાળાની સખત ઠંડીમાં નદી કિનારે ગાયો વગેરે લઈને જતો હતો. ત્યારે કોઈ ચારણ લબ્ધિધર સાધુ બે હાથ લાંબા કરી કાયોત્સર્ગ ધ્યાનમાં તદ્દન ઉઘાડા શરીરે રહેલા હતા. તે સુભગને સાધુના ગુણ પરત્વે ઘણું બહુમાન થયું. પ્રાત:કાળે સૂર્યોદય થતાં “નમો અરિહંતાણં' બોલી તેતો આકાશમાં ઉડી ગયા. સુભગે માત્ર આ નમો અરિહંતાણં શબ્દ સાંભળ્યા. તે તેને આકાશમાં ઉડવાનો મંત્ર સમજી શ્રદ્ધાથી રટણ કરવા લાગ્યો. શ્રેષ્ઠીએ તેને આ રીતે આખો દિવસ બોલતો Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૯૭ - --- -- - - સાંભળીને વિચાર્યું કે નક્કી આ કોઈ ભવિ જીવ લાગે છે તેણે સંપૂર્ણ નમસ્કાર મંત્ર આપ્યો. ત્યારપછી તે શુદ્ધભાવથી નમસ્કાર મંત્ર ગણવા લાગ્યો. તેમાં કોઈ સમયે વર્ષાકાળમાં નદીમાં પુર આવેલું. તે સામે કાંઠે હતો. શેઠ ઠપકો ન આપે તે ભયે ભેંસના રક્ષણ માટે નદીમાં કૂદકો માર્યો. ત્યાં તેના ઉદરમાં ખીલો ભોંકાયો. નમસ્કાર મંત્રનું સ્મરણ કરતા તે મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને તે જ શ્રેષ્ઠીની ભાર્યાની કુલિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. માતાપિતાએ અશુચિકર્મ આદિ વિધિ કર્યા બાદ બારમા દિવસે તે પુત્રનું સુદર્શન એવું નામ સ્થાપન કર્યું. મનોહર તરુણ વય પામ્યો. સર્વ કળાઓનો અભ્યાસ કર્યો. પછી તે સુદર્શન શ્રેષ્ઠીપુત્ર વ્રતધારી શ્રાવક બન્યો. તે સુદર્શન શ્રાવક અષ્ટમી અને ચતુર્દશીએ ઉપાસક પ્રતિમા (પૌષધોપવાસ) અંગીકાર કરીને રહેતો હતો. તેની પત્ની મિત્રવતી પણ ધમરાધના પરાયણા હતી. ત્યાંની નગરીના રાજા દધિવાહનની પત્ની રાણી અભયા સુદર્શનથી ઘણી જ મોહિત થઈને તેના પ્રત્યે રાગવતી થયેલી. તેણીએ સુદર્શનને ભોગ માટે ઘણી જ પ્રાર્થના કરી, પણ સુદર્શન સ્વદારા વ્રતધારી શ્રાવક હોવાથી અભયારાણી પરત્વે તેણે લક્ષ્ય ન આપ્યું. કોઈ વખતે પૌષધપ્રતિમા અંગીકાર કરી કાયોત્સર્ગ ધ્યાને સ્થિર અને કાયાના મમત્વનો ત્યાગ કરીને રહેલા સુદર્શનને અભયારાણીની દાસી – “આ તો દેવપ્રતિમા છે' એમ કહીને વસ્ત્રમાં વીંટીને રાણીના અંતઃપુરમાં લઈ ગઈ. ત્યાં અભયા રાણીએ સુદર્શનને ભોગ માટે ઘણી જ પ્રાર્થના અને આગ્રહ કર્યો, પણ સુદર્શન પોતાના વ્રતમાંથી લેશમાત્ર ચલિત ન થયો. ત્યારે તેના પરત્વે દ્વેષ ધારણ કરીને કોલાહલ મચાવ્યો કે, આ સુદર્શન મારી સાથે અનુચિત્ત વ્યવહાર કરવા આવેલો છે. ત્યારે રાજાએ તેને બંધનમાં નાંખી, તેનો વધ કરવાની આજ્ઞા આપી. તેને વધ સ્થળે લઈ જવાતો હોવાનું તેની પત્ની મિત્રવતીએ સાંભળ્યું. ત્યારે મિત્રવતી શ્રાવિકા સત્યાણયક્ષનો આશ્રય લઈ કાયોત્સર્ગમાં સ્થિત રહી. જ્યારે સુદર્શનનો વધ કરવા માટે તેના સ્કંધ પર તલવાર ચલાવાઈ, ત્યારે સત્યાણયક્ષે તે તલવારને ફૂલની માળામાં ફેરવી નાંખી. શૂળીનું સિંહાસન થઈ ગયું. ત્યારે તેનું આ અચિંત્ય માહાભ્ય જાણીને રાજાએ તેને મુકત કરી સત્કાર-સન્માન અને પૂજા કરી. ત્યારપછી મિત્રવતી શ્રાવિકાએ કાયોત્સર્ગ પાર્યો. સુદર્શને પ્રાણના ભોગે પણ પોતાની કાયોત્સર્ગ પ્રતિમાનું પાલન કર્યું. (આગમેતર ગ્રંથોમાં આ કથા ઘણાં વિસ્તારથી જોવા મળે છે. તેમાં જણાવ્યા પ્રમાણે સુદર્શને પછી દીક્ષા લીધી અને તે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા છે.) ૦ આગમ સંદર્ભ :આયા.યૂ. ૨૭૫, ૩૧૫, આયા.મૂ. ૨૨૮ની વૃ; ભા. ૮૧; આવ..ર-. ર૭૦; આવનિ ૧પપ૦ની વૃ; – ૪ – ૪ – Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ આગમ કથાનુયોગ-૫ ૦ સુનંદ શ્રાવકની કથા - ચંપાનગરીમાં સુનંદ નામે એક વણિક શ્રાવક હતો. સાધુ તેની પાસે જે કંઈ ઔષધ, ભેષજ, સાથવો વગેરેની યાચના કરતા તે તેને અવજ્ઞાપૂર્વક આપતો હતો. – ૪ – ૪ – x – તેણે સાધુના જલમલ્લ પરીષહની દુગંછા કરી હતી. – ૮ – ૮ – – તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા સિવાય મૃત્યુ પામેલા. (આ કથા શ્રમણ વિભાગમાં આવી જ ગયેલ છે. તે જલમલ પરીષહ સહન કરવાના વિષયમાં આવેલ ઉત્તરાધ્યયન નિર્યુક્તિની કથા છે. કથા જુઓ સુનંદ. ૦ આગમ સંદર્ભ :ઉત્ત.નિ ૧૧૭ + ; ઉત્ત.૨.૫ ૮૦; ૦ સુલસની કથા – રાજગૃહ નગરીમાં શ્રેણિક રાજાના રાજ્યમાં થયેલ કાલસૌરિક કષાયના પુત્રનું નામ સુલસ હતું. સુલસનો પાલગના નામથી પણ ઉલ્લેખ જોવા મળે છે. તે અભયકુમારનો મિત્ર હતો અને તેને અહિંસામાં પૂર્ણ શ્રદ્ધા હતી. તેની લઘુકથા આ પ્રમાણે છે જ્યારે કાલશૌરિક જેને કાલિક પણ કહે છે તે કષાયને મૃત્યુનો અવસર આવ્યો ત્યારે પૂર્વે તે રોજ ૫૦૦ પાડાની હત્યા કરતો હતો, તેનાથી તેણે અધઃસપ્તમી નરકને યોગ્ય આયુષ્યનો બંધ કરેલો હતો. – ૪ – ૪ – તેના શરીરમાં સોળ રોગાસંકો ઉત્પન્ન થયા. તેની ઇન્દ્રિયો પણ વિપરિત અર્થવાળી બની. જેમકે દુર્ગધ તેને સુગંધ સમાન લાગતી હતી. ત્યારે સુલસે (પાલગે) આ વાત અભયકુમારને કરી. અભયકુમારે પોતાની બુદ્ધિથી તે સમસ્યા નિવારણ કરવા તેને કચરાના ઘરમાં (કે પાયખાનામાં) રાખ્યો. તે કષાયને વિષ્ટાનું લેપન પણ મિષ્ટ લાગવા માંડ્યું. એ પ્રમાણે મૃત્યુ પામીને તે સાતમી નરકે ગયો. ત્યારે સ્વજનોએ સુલસને કષાય પદે સ્થાપવા કહ્યું. પણ સુલસ અહિંસાનો ઉપાસક હોવાથી તે આવી હત્યાનું કાર્ય કરવા ઇચ્છતો ન હતો. તેણે કહ્યું કે, હું આવી હત્યા કરીને (હિંસા કરીને) નરકમાં જવા ઇચ્છતો નથી. ત્યારે સ્વજનોએ કહ્યું કે, તું એક જ પાડાની હત્યા કર, તે અમે જોવા ઇચ્છિએ છીએ. બાકીના પાડાની હત્યા બધાં પરિજન વર્ગ કરશે. સ્ત્રીઓએ પણ બીજા ઘાતથી રક્તચંદનાથી મંડિત કર્યો. પણ સુલસે કહ્યું કે, હું પ્રાણિહત્યાનું પાપ કદાપિ નહીં કરું. ધર્મ અને અધર્મના માર્ગ સાક્ષાત્ જોતો એવો હું તે પાપ હવે કરીશ નહીં જેમ પોતાના આત્માની હિંસા કરવાથી દુઃખ થાય છે. તેમ બીજાની હિંસા કરવાથી પણ દુઃખ થાય છે માટે આવી હિંસા શા માટે કરવી ? ત્યારપછી સુંદર બુદ્ધિવાળા સુલસે સ્વજનોને પ્રતિબોધ કરવા માટે કુહાડાથી પોતાના જ પગમાં ઘા કર્યો. તેને જે પીડા થવા લાગી, તે જાણીને મોટે મોટેથી બોલવા લાગ્યો કે તે સ્વજનો ! મને ઘણી પીડા થઈ રહી છે, તમે બધાં મારી પીડાને થોડી–થોડી ગ્રહણ કરો. ત્યારે સ્વજનોએ કહ્યું કે, બીજાની Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કથા ૨૯૯ વેદના કોઈ લઈ શકે ખરા? ત્યારે સુલસે તેને સમજાવ્યું કે, તો પછી મેં કરેલા જીવવધનું પાપ તમે કઈ રીતે લઈ શકશો? જો અહીં અલ્પ વેદના નથી લઈ શકતા, તો ઘણી નરકની વેદનામાં તમે કઈ રીતે ભાગ પડાવશો ? ત્યારપછી અભયકુમાર દ્વારા ઉપશામિત થયેલા તેણે શ્રાવકના બાર વ્રતો અંગીકાર કર્યા. ૦ આગમ સંદર્ભ:સૂય. ૧૯, આવ.ચૂર–પૃ ૧૬૯ થી ૧૭૩; આવ.નિ. ૧૨૮૪ની વ: ૦ શ્રેયાંસકુમારની કથા - ભગવંત ઋષભદેવના ૩,૦૫,૦૦૦ શ્રાવકોમાંનો મુખ્ય શ્રાવક હતો. આ શ્રેયાંસકુમાર ભગવંત ઋષભદેવના પૌત્ર હતા. પણ તે વિશે બે મત આગમોમાં જોવા મળેલ છે. (આવશ્યક ચૂર્ણિ મુજબ) શ્રેયાંસકુમાર ભગવંત ઋષભના પૌત્ર અને ચક્રવર્તી ભરતના પુત્ર હતા તેમ જણાવેલ છે. જ્યારે (આવશ્યક હારિભદ્રીયવૃત્તિ, આવશ્યક મલયગિરિવૃત્તિ અને કલ્પસૂત્ર વિનયવિજયજીની વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે) શ્રેયાંસકુમાર ભગવંત ઋષભના પુત્ર બાહુબલિના પૌત્ર અને સોમપ્રભના પુત્ર હતા. (ત્રીજા મત મુજબ) તે બાહુબલિના પુત્ર હતા. ભગવંત ઋષભદેવ સાથેનો તેનો નવ ભવનો સંબંધ છે. (જનું સંક્ષિપ્ત અને વિસ્તૃત વર્ણન અમોએ તીર્થકર ચરિત્રમાં – તીર્થકર ઋષભની કથામાં “ભગવંત ઋષભ અને શ્રેયાંસના ભવો” શીર્ષક હેઠળ કરી દીધેલ છે. કથા જુઓ – “તીર્થકર ઋષભ” – ઉત્તમ પુરુષ ચરિત્ર, અધ્યયન–૧માં) ભગવંત ઋષભદેવનું પ્રથમ પારણું કરાવનાર પણ આ શ્રેયાંસકુમાર જ હતા. (જેનું સવિસ્તર વર્ણન તીર્થકર ઋષભની કથામાં આવી ગયેલ છે.) ૦ આગમ સંદર્ભઃસમ. ૨૦; જંબૂ ૪૪; આવ.નિ. ૩૨૩, ૩૨૭ + 9, આવ.યૂ.૧–પૃ. ૧૫૯, ૧૬૨ થી ૧૮૦, ૪૫ર; આવ.મ.પૃ. ૨૦૮, ૨૧૭ થી ૨૨૬; કલ્પસૂત્ર-ઋષભચરિત્રની વૃત્તિ, – ૮ – – ૦ ભગવંત મહાવીરને પારણું કરાવનારી ગૃહસ્થો-વિશેષ : (જો કે શ્રાવક કથામાં આ ઉલ્લેખ બંધ બેસતો ન પણ લાગે તો પણ અમોએ શ્રાવકજીવનમાં સુપાત્રે દાનનું મહત્ત્વ સમજીને, શ્રાવકનું પરમ કર્તવ્ય સમજીને તથા શ્રાવકે કઈ રીતે દાન કરવું જોઈએ તેમાં દાયકશુદ્ધિ, દાયકભાવ દેયવસ્તુ દાતાને થતો મોક્ષનો લાભ ઇત્યાદિની મહત્તા સમજીને જ આ ઉલ્લેખ કરેલ છે.) (૧) બહુલ કે બલ બ્રાહ્મણ (૨) વિજય ગાથાપતિ (૩) આનંદ ગાથાપતિ (૪) સુનંદ ગાથાપતિ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ આગમ કથાનુયોગ-૫ (૫) બહુલ બ્રાહ્મણ (૬) નંદ (ભિલા વહોરવનાર રૂપે). (૭) આનંદ ગાથાપતિની બહુલાદાસી આ સિવાય પણ ઘણાં તપના પારણા થયા પણ તેમના નામનો ઉલ્લેખ જોવા મળતો નથી. (પારણા કરાવનારા આ ગૃહસ્થોની કથા શ્રાવકોએ ખાસ જોવા જેવી છે.) આ બધી જ કથા અને તેના સંદર્ભો તીર્થકર મહાવીરની કથામાં જોવા. – ૮ – ૮ –– મુનિ દીપરત્નસાગર સંપાદિત-અનુવાદિત ખંડ-૪ શ્રાવક કથા પૂર્ણ - x – ૪ – Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકા કથા ૩૦૧ ખંડ-૫ શ્રાવિકા કથાનક આગમ કથાનુયોગનો આ પાંચમો ખંડ છે. જેમાં શ્રાવિકાઓની કથાઓ અથવા તે કથાનો નામોલ્લેખ અને સંદર્ભ સ્થાનોની નોદ કરેલી છે. શ્રાવિકા માટે વપરાતો આગમિક શબ્દ "શ્રમણોપાસિકા” છે. અલબત્ત શ્રાવિકા શબ્દ પણ આગમમાં સ્વીકૃત જ છે. શ્રાવિકા શબ્દની વ્યાખ્યા તો શ્રાવક શબ્દ અનુસાર જ થાય છે. તેથી અહીં અલગ નોંધ કરી નથી. કેમકે શ્રાવકનું સ્ત્રીલિંગરૂપ એ જ “શ્રાવિકા” એટલું સમજવું પર્યાપ્ત છે. કથા રજૂઆત પદ્ધતિ – ખંડ-૨ શ્રમણ કથા, ખંડ–૩ શ્રમણી કથા અને ખંડ–૪ શ્રાવક કથામાં સ્વીકૃત કથા પદ્ધતિ કરતા અહીં થોડો ફેરફાર કરવો જરૂરી બન્યો છે. અહીં માત્ર એક જ પદ્ધતિએ કથા રજૂ કરી છે. તે છે અ–કારાદિ નામનો ક્રમ – કેમકે (૧) મૂળ આગમમાં આવતી શ્રાવિકા કથા ક્યાંતો શ્રાવકો સાથે આવી જાય છે અથવા તો બીજી–બીજી કથામાં આ કથાઓ સમાવિષ્ટ થઈ ગયેલ છે. (૨) જે સંપૂર્ણ સ્વતંત્ર કથાનક છે. તે મુખ્યત્વે નિયુક્તિ, ભાગ, ચૂર્ણિ અથવા વૃત્તિ આધારિત છે. માટે આગમના ક્રમમાં તેની રજૂઆત થતી નથી. (૩) “ધર્મકથાનુયોગ"માં તો શ્રાવિકાની કથાનો કોઈ સ્વતંત્ર વિભાગ જ નથી...... ઉક્ત કારણે અમોએ પ્રાકૃત–(અર્ધ માગધી) નામોને જ અકારાદિક્રમ સ્વરૂપે સ્વીકારી અહીં શ્રાવિકાઓની કથા કે કથાનો ઉલ્લેખ કરેલ છે. વિશેષ માત્ર એટલું કે – ગ્રંથારંભ જ કથા ઉલ્લેખ કે માત્ર સંદર્ભવાળો હોય તો પુસ્તકની શરૂઆત નબળી કે રસક્ષતિ ઉત્પન્ન કરનારી ન બને તે માટે પ્રથમ બે કથાનું આલેખન અકારાદિક્રમ તોડીને મોટી કથા રૂપે પ્રરૂપ્ત થતી હોય તેવી કથા દ્વારા કરેલ છે. જેથી પુસ્તક ખોલતા જ શરૂઆતની સળંગ અને મોટી કથા મળે, પછીપછીથી અકારાદિ ક્રમે નાની કથા કે માત્ર નામોલ્લેખ અને સંદર્ભયુક્ત કથા આવે. જેથી પુસ્તક ખોલતાં જ તેની મહત્તા અને મૂલ્યને જાળવી શકાય તેમજ વાચકવર્ગને આકર્ષિત કરી શકાય. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ આગમ કથાનુયોગ-૫ ૦ સુભદ્રા શ્રાવિકાની કથા – વસંતપુર નામે નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. તે નગરમાં નિજદત્ત નામે શ્રેષ્ઠી હતો. જે સંયત એવો શ્રાવક હતો. તે શ્રેષ્ઠીને સુભદ્રા નામની પુત્રી હતી. તે ઘણી જ રૂપવતી હતી, ઉદાર શરીરવાળી અને શ્રાવિકા હતી. જિનદત્ત શ્રેષ્ઠી તેણીને કોઈ સાધર્મિકને જ પોતાની કન્યાને આપવા ઇચ્છતો હતો. કોઈ વખતે કોઈ ચણિક શ્રાદ્ધ (બૌદ્ધધર્મી) વેપારી ચંપાનગરીથી વ્યાપારાર્થે જતો હતો. તેણે આ સુભદ્રા કન્યાને જોઈ તેના રૂપમાં મોહિત થઈને તે બૌદ્ધ ઉપાસકે વિચાર્યું કે જિનદત્ત શ્રેષ્ઠી તેની કન્યાને જૈનધર્મીને જ આપવા ઇચ્છે છે. તેથી કપટપૂર્વક તેણે શ્રાવકપણાનો દેખાવ શરૂ કર્યો. એ રીતે કપટી શ્રાવક થયો. તે કપટી શ્રાવક એવો બુદ્ધ ઉપાસક ધર્મને શ્રવણ કરવા લાગ્યો. જૈનસાધુની પૂજા, વંદનાદિ કરવા લાગ્યો. કોઈ વખતે તેને ભાવ ઉત્પન્ન થયો. તેણે આચાર્ય ભગવંતને વાત કરી ત્યારે આચાર્ય ભગવંતે તેને સારી રીતે અનુશાસિત કર્યો. ત્યારે જિનદત્તે તે બૌદ્ધધર્મીના ભાવોને જાણીને પોતાની કન્યા-પુત્રી તેની સાથે પરણાવી. વિવાહકાર્ય સંપન્ન થયું. કેટલોક કાળ વીત્યા બાદ તે બુદ્ધ ઉપાસક તેણીને લઈને ચંપાનગરી પોતાના ગૃહે ગયો. પણ ત્યાં તેની નણંદ, શ્વશુર આદિ બૌદ્ધધર્મી હોવાથી વારંવાર સુભદ્રાની નિંદા કરતા હતા. તેથી તે બુદ્ધઉપાસકે અલગ ઘર માંડીને સુભદ્રા સાથે રહેવાનું શરૂ કર્યું. ત્યારપછી અનેક સાધુ-સાધ્વી આહાર આદિ નિમિત્તથી સુભદ્રા શ્રાવિકાને ઘેર આવવા લાગ્યા. ત્યારે તે બુદ્ધ ઉપાસક કહેતો કે આ સંયતોમાં (સાધુ-સાધ્વીમાં) દૃઢતયા રક્ત છે. પણ સુભદ્રાનો પતિ તે વાતને ધ્યાને લેતો ન હતો. તેવામાં કોઈ વર્ણ, રૂપ, ગુણ આદિથી યુક્ત એવા તેજસ્વી તરુણ ભિક્ષુ કોઈ પ્રાયોગ્ય નિમિત્તથી – (આહારાદિ કારણે) સુભદ્રાને ત્યાં પ્રવેશ્યા. તે સમયે એવું બન્યું કે વંટોળીયાને કારણે કોઈ રજ કે નાનું તણખલું ઉડીને તે સાધુની આંખમાં પ્રવેશી ગયું તે સાધુની આંખમાં થતી પીડા જોઈને સુભદ્રા શ્રાવિકાને અનુકંપા થઈ. તેથી કેવળ ભક્તિ બુદ્ધિથી તેણીએ પોતાની જીભના અગ્રભાગ વડે તે રજ કે તણખલું જે હતું તે સાધુની આંખમાંથી એ રીતે કાઢી લીધું કે સાધુને સ્પર્શ પણ ન થાય અને છતાં પણ સાધુ ચક્ષુપિડાથી મુક્ત બને. પરંતુ આ રીતે સાધુની આંખમાંથી તણખલું કાઢતી વખતે સુભદ્રા શ્રાવિકાના કપાળમાં રહેલ તિલક સાધુના કપાળે સ્પર્શી ગયું. બંનેમાંથી કોઈએ વ્યાક્ષિત ચિત્ત હોવાથી આ વાત જાણી નહીં. તે સાધુ જ્યારે સુભદ્રાના ઘરમાંથી બહાર નીકળતા હતા ત્યારે જ પેલી બોદ્ધઉપાસિકા (સુભદ્રાની સાસુ) અચાનક જ ત્યાં આવી ચડી, તેણે પોતાના પતિને (સુભદ્રાના સસરાને) દેખાડ્યું કે જુઓ આ સાધુના કપાળમાં સુભદ્રાનો ચાંદલો ચોંટી ગયેલ છે. ત્યારપછી તેણીએ સુભદ્રાના પતિ આદિ સર્વેને બતાવ્યું કે જુઓ જુઓ આ સાધુને ! કેટલો વિશ્વાસપૂર્વક સુભદ્રા સાથે રમણમાં સંક્રાંત થયો હશે? તેના કપાળમાં Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકા કથા ૩૦૩ સુભદ્રાનો ચાંદલો ચોંટી ગયેલ છે. બંને કેવા કામક્રીડારમણ કરતા હશે (વગેરે–વગેરે). ત્યારે તે સુભદ્રાના પતિને થયું કે આવું કેમ બન્યું હશે? અથવા તો વિષયો બળવાનું છે, અનેક ભવથી સંકડાયેલા છો, તેમાં કંઈ પણ બનવું શું અસંભવ છે? ત્યારથી તે સુભદ્રા પ્રત્યે મંદ નેહવાળો થયો. ત્યારપછી સુભદ્રાને આ વૃત્તાંત કોઈપણ રીતે જાણવામાં આવ્યો. ત્યારે તેણી ઘણી જ વ્યથિત થવા લાગી કે આ તો પ્રવચનની – જિનશાસનની ઉઠ્ઠાણા (અવજ્ઞા) થઈ રહી છે. તે વિચારવા લાગી કે મારે હવે આ કલંકને કઈ રીતે દૂર કરવું કઈ રીતે જિનશાસનની અવજ્ઞા ન થાય તેમ કરવું ? પછી તે રાત્રિના પ્રવચન દેવતાને ધ્યાનસ્થ કરીને કાયોત્સર્ગમાં સ્થિત રહી. તે વખતે ત્યાં નિકટમાં રહેલા કોઈક દેવતાએ તેણીના શીલ–સમાચાર જાણ્યા. જાણીને તે દેવતા ત્યાં આવ્યા. સુભદ્રાને પૂછયું કે, હે દેવી ! હું શું કરું તો તેને પ્રિય અર્થાત્ વ્યથામુક્ત કરશે. ત્યારે સુભદ્રાએ કહ્યું કે, તમે કંઈક એવું કરો કે જેથી આ જિનશાસનની ઉડ્ડાણા થતી બંધ થાય. હું પ્રવચનની મલિનતાને સહન કરી શકતી નથી. ત્યારે તે દેવતાએ કહ્યું કે, હું જરૂર આ ખોટા કલંકનું નિવારણ કરીશ. હું સવારે આ નગરીના હારોને બંધ કરી દઈશ. ત્યારપછી અધૃતિ પામેલા – આકુળ વ્યાકુળ થતા નગરજનોને આકાશવાણી કરીને કહીશ કે, જે સ્ત્રીએ મનથી પણ કદાપી પરપુરુષની વિચારણા ન કરી હોય તેવી કોઈ સ્ત્રી ચાલણીમાં પાણી ભરીને લઈને નીકળે. નગરના દ્વાર પાસે જઈને ત્રણ વખત તે પાણી હાથમાં લઈને છાંટે, તો જ આ નગરના દ્વાર ઉઘડશે, અન્યથા નગરીના દ્વાર ખુલશે નહીં. ત્યારપછી તે દેવતાએ નગરના દ્વાર સખત રીતે ભીડી દીધા. પછી આકાશવાણી કરી કે પરપુરુષનો મનથી પણ વિચાર ન કર્યો હોય તેવી કોઈ સૌભાગ્યવંતી, શીલવતી સતી જો ચાલણીમાં પાણી લઈને નગરમાંથી નીકળે. ત્યાં જઈને ત્રણ વખત પાણી દ્વાર પર છાંટશે તો જ આ દ્વાર ખુલશે. ત્યારપછી અનેક સ્ત્રીએ પ્રયત્ન કર્યા, પેલા બુદ્ધધર્મી ઉપાસિકાએ પણ પ્રયત્ન કર્યો પણ નગરના દ્વાર કોઈ રીતે ખુલ્યા નહીં. ત્યારપછી સુભદ્રા શ્રાવિકા નગરજનોની સાથે બહાર નીકળી. તેણીએ ચાલણીમાં પાણી ભર્યું. એક બુંદ પાણી પણ ચાલણીના છિદ્રમાંથી બહાર ટપકતું ન હતું. ત્યારપછી તેણી નગરના દ્વારે આવીને બોલી કે, હે નગર દેવતા! જો મેં મનથી પણ ક્યારેય કોઈ પરપુરુષને સેવ્યો ન હોય, તેને મનથી પણ ચિંતવ્યો ન હોય તો આ નગરના દ્વાર ખુલી જાઓ. તેમ બોલીને તેણીએ ત્રણ વખત પાણી લઈને દ્વાર પર છાંટ્યું. નગરના દ્વાર ખુલી ગયા. એ રીતે જિનશાસનની ઉડ્ડાણા બંધ થઈ, પ્રવચનની મલિનતા દૂર થઈ, સર્વત્ર સુભદ્રા શ્રાવિકાની ધર્મશ્રદ્ધા અને તેણીના શીલની પ્રશંસા થવા લાગી. પેલા બૌદ્ધધર્મી પણ બોધ પામીને શ્રાવકધર્મી બન્યા. અન્ય આચાર્યો કહે છે કે, સુભદ્રા શ્રાવિકાએ વારાણસીમાં કાયોત્સર્ગ કરેલો. એડકાસની ઉત્પત્તિ થયેલી હતી. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ આગમ કથાનુયોગ-૫ ૦ આગમ સંદર્ભ :ઠા ૩૬૦ની , બહ.ભા. ૬૧૮૧ની વૃ; વવ.ભા. પ૬રની જ આવ.નિ. ૧૫૫૦ + ; આવ.યૂ.ર–પૃ. ૨૬૯, ૨૭૦; ક્સ ચૂપૃ. ૪૮; — x –– » – ૦ સુલસા શ્રાવિકા કથા : ભગવંત મહાવીરના ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓમાં સુલસા (અને રેવતી) મુખ્ય શ્રાવિકા હતી. તેણી ભગવંત મહાવીર પરત્વે અનન્ય શ્રદ્ધાવાનું અને અનુરાગી શ્રાવિકા હતી. તેણી આવતી ચોવીસીમાં સોળમાં તીર્થકરરૂપે જન્મ લેશે. અર્થાત્ આગામી ચોવીસીમાં તીર્થંકર થઈને ચતુર્યામ ધર્મની પ્રરૂપણા કરીને તીર્થંકરસિદ્ધ થશે. ભગવંત મહાવીરના શાસનમાં જે નવ જીવોએ તીર્થંકર નામકર્મ બાંધ્યાનો ઉલ્લેખ સ્થાનાંગ સૂત્રમાં આવે છે તેમાંનું એક નામ આ સુલસા શ્રાવિકાનું છે. ૦ સુલતાની પુત્ર રહિતતા અને અડોલ સમ્યકત્વ : જ્યારે શ્રેણિક રાજા ચેલણાને ભગાડીને વૈશાલી નગરીથી આવતા હતા ત્યારે તેના સુભટ સમા બત્રીશ કુમારો, જેઓ સગા ભાઈઓ હતા. તે એક સાથે મૃત્યુ પામ્યા. તેનું શ્રેણિકને અત્યંત દુઃખ હતું. પછી જ્યારે કોઈક સમયે તે પુત્રોનો શોક અલ્પ થયો. ત્યારે શ્રેણિકે નાગ સારથીને કહ્યું કે, હે નાગ ! તમારા બત્રીશે પુત્રો સરખા આયુષ્યવાળા હતા. આ વાતને પરમાર્થથી વિચારવી. ત્યારે સુલસા શ્રાવિકાના પતિ નાગસારથી કહેવા લાગ્યા કે, મનોહર શ્રાવક ધર્મો અતિ નિશ્ચલ ચિત્તવાળી, નિગ્રંથ પ્રવચનમાં અતિશય પ્રવિણ અને લીન મનવાળી મારી તુલસા નામની પ્રાણપ્રિયા છે. માત્ર તે પુત્ર (સંતાનરહિત હતી. તેનું મને ઘણું જ દુઃખ હતું. હું કુલ દેવતા, ક્ષેત્ર દેવતા, સ્કંદ આદિને આદરથી આરાધતો હતો. પણ મારું ભવન પુત્રથી રહિત જ રહેતું હતું. કોઈ વખતે મેં મારી પત્ની સુલતાને કહ્યું કે, તું પુત્રના વિષયમાં કેમ કંઈ પ્રયત્ન કરતી નથી. ત્યારે તેણી બોલી કે જો પૂર્વે આપણે તેવા પ્રકારના શુભ કર્મો કર્યા હશે. તો અવશ્ય સંતાન થશે. દેવતાદિકો પણ આપણા પૂણ્ય વગર કંઈ આપી શકે નહીં. માટે તમે બીજી સ્ત્રીને પરણીને પુત્ર પ્રાપ્ત કરો. ત્યારે કોઈ વૈદ્યના કહેવાથી તે નાગસારથીએ ત્રણ લાખ સુવર્ણમુદ્રાથી ત્રણ તૈલકૂપક પકાવ્યા. કોઈ સમયે ઇન્દ્રએ દેવ પર્ષદામાં સુલતાના નિષ્કપ-નિશ્ચલ સમ્યક્ત્વની પ્રશંસા કરતા કહ્યું કે, મેરુ પર્વત ચલાયમાન થાય પણ સુલસા પોતાના સમ્યકત્વથી કદાપિ ચલાયમાન ન થાય. ત્યારે કોઈ દેવ નાગસારથીની પત્ની સુલસા શ્રાવિકાની પરીક્ષા કરવાને આવ્યો. તેણે સુંદર શરીરવાળા સાધુનું રૂપ ધારણ કર્યું. સુલતાને ત્યાં નિસીડી કરીને પ્રવેશ કર્યો. ત્યારે સુલસાએ સાધુનું આગમન જાણીને ઊભા થઈને વંદના કરીને પૂછયું, હે ભદંત ! આપના આગમનનું પ્રયોજન જણાવો અર્થાત્ આપને શું ખપ છે ? તે કહો. ત્યારે સાધુએ કહ્યું કે, મને વૈદ્ય લક્ષપાક તેલનો ઉપયોગ કરવાનું કહ્યું છે. જો આપની પાસે હોય તો મને તેનો ખપ છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકા કથા ત્યારે સુલસા શ્રાવિકાએ કહ્યું, હું આપને હમણાં જ આ તેલ આપું છું મારે માટે જ મેં તે તેલ તૈયાર કરેલ છે, તે પ્રાસુક અને નિર્દોષ છે. આપને કલ્પે તેમ છે. હજી તેણી તેલ લઈને બહાર આવવા ગઈ ત્યાં તેલની કૂપક (શીશો) પડીને ભાંગી ગયો, કંઈ પણ ગ્લાનિરહિત સુલસા ફરી બીજી તેલની કૂપક લેવા નીકળી. પરંતુ તે પણ ભાંગી ગઈ. ત્યારે સાધુને વહોરાવવાના ભક્તિભાવથી તેણી ત્રીજી કૂપક લેવા ગઈ. તે પણ પડીને ભાંગી ગઈ. પોતાના માટે પુત્ર પ્રાપ્તિ અર્થે તૈયાર કરેલ એ ત્રણ લાખ સુવર્ણ મુદ્રાથી પકાવાયેલ – તૈયાર કરવાયેલ બધું જ તેલ ઢોળાઈ ગયું. - ૩૦૫ ત્યારે પણ સુલસાને આવું મહામૂલ્ય તેલ ઢોળાઈ જવાની કિંચિંતુ પણ ગ્લાનિ ન થઈ, પરંતુ સાધુ ભગવંતને ખપ હતો તેવી વસ્તુ ઘરમાં હોવા છતાં આપી ન શકી તે વાતે અત્યંત વ્યથિત થઈ ગઈ. તેણીની આંખમાં દુઃખ અને શોકથી અશ્રુ આવી ગયા કે અરેરે ! આજે હું ગ્લાન સાધુની સેવાના લાભથી વંચિત રહી. ત્યારે તે દેવે સુલસાના સમ્યકત્વથી પ્રભાવિત થઈ પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું અને પરમ હર્ષિત થઈને વિધિપૂર્વક તેણે સુલસાને બત્રીશ ગુટિકા આપીને કહ્યું કે, હે શ્રાવિકા ! તું અનુક્રમે આ બત્રીશ ગુટિકા ખાજે. તને ક્રમે ક્રમે એક–એક એવા બત્રીશ પુત્રોની પ્રાપ્તિ થશે. તેમ છતાં પણ જો તારે કંઈ પ્રયોજન રહે તો તું મને યાદ કરજે. મારું સ્મરણ કરીશ ત્યારે હું હાજર થઈ જઈશ. એમ કહીને સુલસાના સમ્યક્ત્વની પરીક્ષા કરવા આવેલો દેવ તેણીથી સંતુષ્ટ થઈને ત્યાંથી ગયો. સુલસાને તે વખતે એવો સંકલ્પ ઉત્પન્ન થયો કે કેટલા કાળ સુધી હું બાળકરૂપ અશુચિનું મર્દન કરીશ. તેના કરતા (આ બત્રીશ પુત્રો) કરતા મને એક જ પુત્ર થાય કે જે સર્વગુણ સંપન્ન હોય અને બત્રીશ લક્ષણોથી યુક્ત હોય તો વધારે સારું. આ પ્રમાણે વિચારીને સુલસા એકી સાથે બત્રીશે ગુટિકા ખાઈ ગઈ. પણ દૈવ યોગે તેના ગર્ભમાં એક સાથે બત્રીશ પુત્રો ઉત્પન્ન થયા. તેનું ઉદર અતીવ–અતીવ વધવા લાગ્યું. તેને સખત પીડા થવા લાગી. તે વખતે અત્યંત વ્યથિત થઈને તેણીએ અધૃતિપૂર્વક કાયોત્સર્ગ કર્યો અને તે દેવનું સ્મરણ કર્યું. ત્યારે દેવે આવીને પૂછ્યું કે, મને કેમ યાદ કર્યો. ત્યારે સુલસાએ પોતાના મનોગત સંકલ્પને જણાવતા કહ્યું કે, મેં બત્રીશ લક્ષણયુક્ત એક જ પુત્ર થાય તેવા આશયથી બધી ગુટિકા સાથે ખાઈ લીધી છે. હવે મારા ઉદરમાં ઘણી જ પીડા થઈ રહી છે. ત્યારે તે દેવે કીધું કે, તેં ઘણું જ ખોટું કર્યું છે. હવે આ બધાં પુત્રો સમાન આયુષ્યવાળા થશે, બત્રીશે બત્રીશ પુત્રો એક સાથે મરણ પામશે. દેવ તેણીની અશાતાને ઉપશમિત કરીને ગયો. પ્રસવકાળે તેણીને બત્રીશ પુત્રો જન્મ્યા. શ્રેણિકની સદેશ વયવાળા આ બધાં પુત્રો મોટા થવા લાગ્યા. તેઓ બધાં એકબીજાથી અવિરહિતપણે રહેતા હતા. આ બધાં સુલસાપુત્રો દેવદત્તા પુત્રો રૂપે ખ્યાતિ પામ્યા. પૂર્વે જણાવ્યા પ્રમાણે શ્રેણિક જ્યારે ચેલણાને ભગાડીને લાવતો હતો ત્યારે તેનું રક્ષણ કરવામાં સારથી કે સુભટરૂપે એવા આ બત્રીશે સુલસા પુત્રો એક જ સાથે મૃત્યુ પામ્યા. Jain international Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ આગમ કથાનુયોગ-૫ ૦ અંબઇ પરિવ્રાજક કૃતુ સુલતાના સમ્યકત્વની પરીક્ષા : ભગવંતે લાભનું કારણ જાણી રાજગૃહ નગરી જતાં અંબઇ પ્રરિવ્રાજક – શ્રાવકની સાથે સુલતાને કુશલ વાર્તા (ધર્મલાભ) કહેવડાવ્યા. – ૪ – ૪ – ૪ – અંબડે વિવિધ રૂપો વિકુડૂ સુલસાની પરીક્ષા કરી – ૪ – ૪ – ૪ – સમ્યકત્વધારી સુલસા કિંચિંતુ માત્ર ચલિત ન થઈ. (ઇત્યાદિ સમગ્ર વૃત્તાંત શ્રાવક કથા વિભાગમાં – અંબઇ પરિવ્રાજક – શ્રાવકમાં આવી ગયેલ છે. – કથા જુઓ અંબઇ પરિવ્રાજક શ્રાવક). ૦ સુસાની ગતિ : શ્રાવિકા પર્યાયનું દીર્ધકાળ પાલન કરીને, શુદ્ધ સમ્યકત્વથી યુક્ત એવી સુલસા મૃત્યુ પામી દેવલોકે ગઈ, આવતી ચોવીશીમાં તીર્થંકર થઈને મોક્ષે જશે. ૦ આગમ સંદર્ભ :આયા.યૂ.પૂ. ૩૩; ઠા. ૮૭૦ની વૃ; સમ ૩૫૭, ૩૬૨; પન્ન. ૧૮૯ત્ની જ નિસી.ભા. ૩ર + ચૂ વવ.ભા. ૬૪ની વૃ આવ રૃ.૧–પૃ. ૧૫૯, ર–પૃ. ૧૬૪ થી ૧૬૬; આવ.નિ. ૧૨૮૪ની જ આવ.મ . ૨૦૯; દસ . ૯૬, ૧૦૨; ૦ અગ્નિમિત્રા શ્રાવિકાની કથા - ભગવંત મહાવીરના દશ ઉપાસકોમાંના એક એવા પોલાસપુરના શ્રાવક સદ્દાલપુત્રની પત્ની અગ્નિમિત્રા હતી. તેણી શ્રમણોપાસિકા હતી – યાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રાશક અને એષણીય અશન, પાન આદિથી પ્રતિલાભિત કરતી એવી વિચરતી હતી. – ૪ – ૪ – ૪ – જ્યારે સાલપુત્ર શ્રાવકને દેવકૃત્ ઉપસર્ગ થયો અને તે પોતાની પ્રતિજ્ઞાથી ચલિત થયો ત્યારે અગ્નિમિત્રા શ્રાવિકાએ તેને પુનઃ સ્થિર કરી, આલોચનાદિ કરાવી પ્રતિજ્ઞા સ્થિત કરેલ. (આ સમગ્ર કથાનક માટે જુઓ સાલપુત્ર શ્રાવકની કથા) ૦ આગમ સંદર્ભ :ઉવા ૪૧ થી ૪૭ મળે, – ૮ – ૮ – ૦ અનુધરી શ્રાવિકાની કથા – દ્વારાવતી નગરીમાં અમિત્ર નામે એક શ્રેષ્ઠી હતો. તેની પત્નીનું નામ અનુધરી હતું. તે બંને પતિ-પત્ની શ્રાવકધર્મની પ્રતિપાલના કરતા હતા. તેઓને જિનદેવ નામે એક પુત્ર હતો. કોઈ વખતે જિનદેવને રોગો ઉત્પન્ન થયા. તેના રોગની કોઈ ચિકિત્સા થતી ન હતી ત્યારે વૈદ્ય કહ્યું કે, માંસ ખાવામાં આવે તો જ આ રોગ મટી શકે. જિનદેવ શ્રાવકશ્રાવિકાનો પુત્ર હોવાથી માંસ ખાવા માટે તૈયાર ન હતો. સ્વજન–પરિજન અને માતાપિતાએ પુત્રના નેહથી આત્મદોષને ઉપસંહર્યા. જિનદેવે વિચાર્યું કે, મારું મૃત્યુ થાય તો ભલે થાય પણ હું માંસ ખાઈશ નહીં. એમ વિચારી તેણે સાગારી સર્વ સાવદ્યના પચ્ચકખાણ કર્યા. Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકા કથા ૩૦૭ ત્યારપછી કર્મના લયોપશમથી તે પુનઃ રોગમુક્ત બન્યો. તો પણ પ્રત્યાખ્યાનનો ભંગ ન કર્યો. પ્રવજ્યા ગ્રહણ કરી, શુભ અધ્યવસાયથી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. આ રીતે અનુધરી શ્રાવિકા અને અમિત્ર શ્રાવકની માફક (જિનદેવની માફક) આત્મદોષોનો ઉપસંહાર કરવો જોઈએ. ૦ આગમ સંદર્ભ :આવ.નિ ૧૩૦૮ + : આવપૂ.ર- ૨૦૨; - અશ્વિની શ્રાવિકાની કથા - ભગવંત મહાવીરના દશ ઉપાસકોમાંના એક એવા નંદિનીપિતા શ્રાવકની પત્નીનું નામ અશ્વિની હતું. તેણીએ ભગવંત મહાવીરની સમીપે શ્રાવિકાના બાર વ્રતો ગ્રહણ કર્યા હતા – યાવત્ – તેણી શ્રમણ નિગ્રંથોને પ્રાસુક અને એષણીય અશન આદિથી પ્રતિલાભતા. વિચરણ કરતી હતી. (આ કથા શ્રાવક કથા વિભાગમાં નંદિનીપિતા શ્રાવકની કથામાં અપાઈ ગયેલ છે. ત્યાંથી જોવી) ૦ આગમ સંદર્ભ :ઉવા. ૫૭; ૦ ઉત્પલા શ્રાવિકાની કથા - ભગવંત મહાવીરના ૧,૫૯,૦૦૦ શ્રાવકોમાં મુખ્ય એવો શ્રાવસ્તીમાં રહેતો શંખ નામે શ્રાવક થયો. તેની પત્નીનું નામ ઉત્પલા હતું. તેણી સુકુમાલ હાથ–પગવાળી – ચાવત – સુરૂપા અને જીવાજીવ તત્ત્વોની જ્ઞાતા શ્રમણોપાસિકા હતી – યાવત્ – યથાપરિગૃહિત તપોવિધિથી આત્માને ભાવિત કરતી વિચરણ કરતી હતી. (આ કથા શંખ શ્રાવકની કથામાં આવી ગયેલ છે. તેથી શ્રાવક કથા વિભાગમાં જોવી) ૦ આગમ સંદર્ભ:ઠા ૮૭૦ ની વૃ; ભગ. ૫૩૦, ૫૩૧; - * - - * ૦ ઉપકોસા ગણિકાની કથા - પાટલિપુત્રની એક ગણિકાનું નામ ઉપકોશા હતું. તે કોશાગણિકાની બહેન હતી. સ્થૂલભદ્રસ્વામીના ઉપદેશથી કોશાગણિકા જ્યારે શ્રાવિકા બની ત્યારે ઉપકોશા પણ પ્રતિબોધ પામેલી. વરરુચી તેણીની સમીપે વસતો હતો. પણ સ્થૂલભદ્રના પિતાના મૃત્યુનું તે વરરુચી કારણ બનતા સ્થૂલભદ્રમાં અનુરક્ત એવી કોશાના કહેવાથી તેની બહેન ઉપકોશા વરરચી પરત્વે રાગરહિત બની. (એક મત પ્રમાણે) આ ઉવકોસા ગણિકાએ શ્રમણ ધર્માનુરાગની બુદ્ધિથી ચારિત્રથી વિચલિત બનેલા એવા સિંહગુફાવાસીને પ્રતિબોધ પમાડીને પુનઃ શ્રમણ ધર્મમાં સ્થિર કરેલા હતા. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ આગમ કથાનુયોગ-૫ (આ કથા વિસ્તારથી સ્થૂલભદ્ર શ્રમણની કથામાં શ્રમણ વિભાગમાં આપી છે.) ૦ આગમ સંદર્ભ :આયા.મૂ. ૧૬ત્ની , આવયૂ.૧–પૃ. ૫૪, ર–પૃ. ૧૮૫; – ૪ – ૪ – ૦ કોસાગણિકા (શ્રાવિકા)ની કથા - પાટલિપુત્રની એક ગણિકાનું નામ કોશા હતું. સ્થૂલભદ્ર આ કોસા ગણિકાને ત્યાં લાગલગાટ બાર વર્ષ સુધી રહ્યા હતા. તેનામાં અનુરક્ત એવી કોસા પણ બીજા પુરુષને ઇચ્છતી ન હતી. – ૪ – ૪ - ૪ - સ્થૂલભદ્રના પિતા શકટાલ મંત્રીનું રાજ્યની ખટપટથી અવસાન થતાં – ૮ – ૮ – ૮ – સંસારનો ત્યાગ કરીને સ્થૂલભદ્ર પ્રવ્રજિત થયા. ત્યારપછી – ૪ – ૪ – ૪ – થૂલભદ્રમુનિ અભિગ્રહ ધારણ કરીને કોસાને ત્યાં ચાતુર્માસ રહ્યા. – ૪ – ૪ – ૪ – કોસાને વ્રતધારી શ્રાવિકા બનાવીને પછી ચાતુર્માસ પૂર્ણ થયે વિહાર કર્યો. ઉપકોસા ગણિકા આ કોસા ગણિકાની નાની બહેન હતી. કોસાએ પોતાને ત્યાં રાજાની આજ્ઞાથી આવેલા રથિકને પણ સોયની ફણા ઉપર પુષ્પ રાખી, તેના ઉપર નૃત્ય કરીને પ્રભાવિત કર્યા પછી, સ્થૂલભદ્રના દુષ્કર સંયમિત જીવનની પ્રશંસા કરેલી. સ્થૂલભદ્રની ઇર્ષા કરતા જ્યારે સિંહગુફાવાસી મુનિને પ્રતિબોધ પમાડી સંયમ માર્ગમાં સ્થિર કરનાર પણ આ કોસા ગણિકા હતી. (કોઈ કહે છે કે ઉપકોશા ગણિકાએ મુનિને સ્થિર કરેલ) (કોશા ગણિકાની ગણિકાપણાથી માંડીને શ્રાવિકા બની તેમજ મુનિ અને રથિકને બોધ પમાડ્યા સુધીની સમગ્ર કથા શ્રમણ વિભાગમાં સ્થૂલભદ્રની કથામાં આવી ગયેલ છે. – કથા જુઓ “સ્થૂલભદ્ર" સ્વામી– આગમ સંદર્ભ :ભા. ૧૨૮; આવ યૂ.૧–પૃ પપ૪, ર–પૃ ૧૮૫, આવ.નિ ૯૪૪, ૧૨૮૪ની લૂક ઉત્ત.નિ. ૧૦૦ થી ૧૦૫ + કલ્પસૂત્ર સ્થવિરાવલીની વૃત્તિ –– –– » –– ૦ ચેaણા શ્રાવિકાની કથા : ચેલણા વૈશાલીના રાજા ચેટકની પુત્રી અને રાજગૃહનગરીના રાજા શ્રેણિકની પત્ની હતી. – ૪ – ૪ – ૪ – અભયકુમારની મદદથી જ્યારે રાજા શ્રેણિક ચેલણાની બહેન સુજ્યેષ્ઠાને સુરંગ વાટે ભગાડી જવા આવેલ ત્યારે સુજ્યેષ્ઠાને બદલે ચેલણા શ્રેણિક સાથે ભાગી આવેલ – ૪ – ૪ – શ્રેણિક સાથે ચેલણાના વિવાહ થયા – ૪ – ૪ – ચેલણા મુખ્ય રાણી બની. યેલણા જ્યારે પ્રથમ વખત ગર્ભવતી બની ત્યારે ગર્ભના પ્રભાવથી તેણીને રાજા શ્રેણિકનું માંસ ખાવાનો દોહદ થયો. અભયકુમારે પોતાની બુદ્ધિના પ્રભાવથી ચેલણાનો આ Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકા કથા ૩૦૯ દોહદ પૂર્ણ કર્યો – ૪ – ૪ – કોણિકને જન્મ આપ્યો – ૪ – ૪ – જન્મ આપતાની સાથે જ “આ મારો પુત્ર–પિતાનો (શ્રેણિક)નો વૈરી છે,” તેમ જાણીને તેણીએ કોણિકને ઉકરડાના કચરામાં ફેંકાવી દીધેલ – – ૪ – પછીથી શ્રેણિકને તે વાતનો ખ્યાલ આવતા શ્રેણિકના આગ્રહથી તેને મોટો કરેલ. ચેલણાને એક થંબિયા મહેલમાં રહેવાની ઇચ્છા થઈ તે પણ અભયકુમારની બુદ્ધિથી શ્રેણિક રાજાએ પૂર્ણ કરેલ. ચેલણા રાણી રાજા શ્રેણિક સાથે ભગવંત મહાવીરના દર્શન-વંદન અને ધર્મશ્રવણ માટે જતા હોવાના ઘણાં જ પ્રસંગો આગમોમાં જોવા મળે છે. તેમાં કોઈ વખતે ભગવંતના દર્શન-વંદનાદિ કરીને પાછા ફરતી વખતે ચેલ્લણાએ ભયંકર ઠંડીમાં કોઈ મુનિને ખુલ્લા શરીરે કાયોત્સર્ગ ધ્યાને રહેલા જોયા – ૪ – ૪ – રાત્રિના ચેલણાનો હાથ ઠંડીથી ધ્રુજવા લાગ્યો ત્યારે તેનાથી બોલી જવાયું કે આટલી ઠંડીમાં તેમનું (તે મુનિનું) શું થતું હશે – ૪ – ૪ – ૪ - શ્રેણિક આ વાકય સાંભળી ચેલણાના ચારિત્ર પરત્વે શંકાશીલ બનેલો. – ૪ – ૪ – ૪ – ભગવંત મહાવીરને તે વિશે પૂછતા – ૮ – ૮ – ભગવંતે સ્વમુખે જણાવેલ કે ચલણા સતી છે અને તે એક પતિવાળી છે – ૪ – ૪ – – ચેલણા શ્રાવિકાના બે પુત્રો હલ અને વિદ્ધ બીજા મતે વેહલ અને વેઠાયસ – બંનેએ દીક્ષા અંગીકાર કરેલી. કાળધર્મ પામીને તે બંને અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા હતા. કોઈ વખતે રાજા શ્રેણિક સાથે રાણી ચેલણા પણ સ્નાનાદિથી નિવૃત્ત થઈને, અલંકારાદિથી વિભૂષિત થઈને, અનેક દાસીઓથી પરિવરીને, ધાર્મિક એવા શ્રેષ્ઠ યાન પર આરૂઢ થઈને ભગવંત મહાવીરના દર્શન-વંદન અને ધર્મદેશના શ્રવણ કરવા ગયા ત્યારે તેણીને જોઈને ઘણાં સાધુ-સાધ્વીને નિયાણુ બાંધવાનું નિમિત્ત મળેલ હતું. (અહીં ચલણાની કથાનો ફક્ત સાર જ આપેલ છે. આ કથાસાર મુજબનું ચેલણાનું વિસ્તૃત કથાનક (૧) શ્રેણિકથી કથામાં, (૨) કોણિકની કથામાં, (૩) સુજ્યેષ્ઠા શ્રમણીની કથામાં આવી ગયેલ છે. તેથી સમગ્ર કથાનું પુનરાવર્તન ન કરતા અહીં માત્ર કથાના સારભૂત મુદ્દાઓ જ નોંધેલ છે.) ૦ આગમ સંદર્ભ :ભિગ ૫; અનુત્ત. ર; નિર, ૫, ૯ થી ૧૭, દસા. ૯૪, ૧૦૦ થી ૧૦૩; આવ.નિ. ૧૨૮૪ની ; આવ૨.૧–પૃ. ૧૧૪, ૩૭૧, ૨–પૃ. ૧૬૪ થી ૧૬૭, ૧૭૧; – – ૪ – ૦ દેવકી શ્રાવિકાની કથા – (જો કે દેવકીનો સ્પષ્ટરૂપે શ્રાવિકા તરીકે ઉલ્લેખ કરીને તેની કથા અમે જોયેલ નથી. પણ ભગવંત અરિષ્ટનેમિના વંદનાદિ માટે જતા, આગામી ચોવીસીમાં મુનિસુવ્રત નામે તેઓ અગિયારમાં તીર્થકર થવાના છે ઇત્યાદિ વિશિષ્ટ ઉલ્લેખ તથા “ભરહેતરબાહુબલિ" નામથી શરૂ થતા સૂત્રમાં તેમનો નામોલ્લેખને કારણે આ વિભાગમાં તેમનું કથાનક આપેલ છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ આગમ કથાનુયોગ-૫ ૦ દેવકીનો પરીચય :– વસુદેવની અનેક પત્નીઓમાં જે મુખ્ય પત્નીઓ હતી તેમાંની એક દેવકી હતી. તે કૃષ્ણ વાસુદેવની માતા અને સુવિખ્યાત ગજસુકુમાલની માતા હતા. તેના કુલ આઠ પુત્રો થયા જેમાં કૃષ્ણ વાસુદેવ મૃત્યુ પામીને નરકે ગયા. જ્યારે અનીયસ, અનંતસેન, અનિહત, વિદ્ધતુ, દેવયશ અને શત્રુસેન તથા ગજસુકુમાલ એ સાત પુત્રો દીક્ષા લઈ અંતકૃત્ કેવળી થઈને મોક્ષે ગયા છે. દેવકીને પૂર્વે જ અતિમુક્તમુનિએ ભવિષ્ય કથન કરેલું કે, તેણીને આઠ પુત્રો થશે. પણ અનીયસથી શત્રસેન પર્યંતના છ પુત્રો હરિભેગમેલી દેવે પહેલેથી જ ઉપાડીને નાગસારથીની પત્ની સુલસા પાસે મૂકી દીધા હતા. તેથી તે છ પુત્રો નાગ અને સુલતાના પુત્રો તરીકે ઓળખાતા હતા. (આ સુલસા એ તીર્થકર નામકર્મ બંધક દૃઢ સમકિતી સુલસા નથી. તે તુલસા ભગવંત મહાવીરના શાસનમાં થયા હતા. જ્યારે આ નાગસારથી અને સુલસા ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયા છે.) દેવકીનું મૃત્યુ જ્યારે દ્વારિકા બળી ગઈ પછી કૃષ્ણ અને બલદેવ તેણીને વસુદેવ સહિત નગરી બહાર રથમાં બેસાડીને લઈ જતા હતા ત્યારે નગરનો દરવાજો તુટી પડવાથી દટાઈને થયેલું હતું. ૦ દેવકી કથાનક : (દેવકીની કથાનું સંપૂર્ણ વર્ણન આ પૂર્વે ગજસુકુમાલની કથામાં અને કૃષ્ણ વાસુદેવની કથામાં આવી ગયેલ છે. વિશેષ એ કે – આગમેતર ગ્રંથમાં જણાવ્યા મુજબ કોઈ વખતે દેવકીએ ભગવંત અરિષ્ટનેમિ પાસે ધર્મશ્રવણ કરીને સમ્યકત્વ મૂલ બાર વ્રત અંગીકાર કરેલા. શુદ્ધ શ્રાવકધર્મની પરિપાલના કરેલી, મૃત્યુ પામીને સ્વર્ગ ગયા.) ૦ આગમ સંદર્ભ :સમ. ૩૫૩, ૩૬૨; અંત. ૧૩ + ; પા . ૧૯ નિસી.ભા. ૨૯૪ ની , આવ રૃ.૧–પૃ. ૩૫૬ થી ૩૬૦; આવ.નિ. ૦૨૪ની વૃ ઉત્ત. ૭૯૮; ઉત્ત. ૭૯૮ + ભાવવું, – ૪ – ૪ – ૦ દેવદત્તાની કથા - દેવદત્તા એ વીતીભય નગરના રાજા ઉદાયનની રાણી પ્રભાવતીની એક કુબ્બા દાસી હતી. તેનું બીજું નામ કૃષ્ણગુણિકા હતું. પછીથી તેણી સુવર્ણગુણિકા નામથી ઓળખાવા લાગેલી હતી. જ્યારે પ્રભાવતી રાણીએ દીક્ષા અંગીકાર કરી ત્યારે પ્રભાવતી જેની રોજ પૂજા કરતી હતી તે જીવિત સ્વામી ભગવંત મહાવીરની પ્રતિમાની ત્રિકાળ પૂજા અને તે ગૃહચૈત્યની સારસંભાળ આ દેવદત્તા કરતી હતી. કોઈ વખતે ગંધાર શ્રાવક ભગવંતની આ દૈવી પ્રતિમાના દર્શન–વંદનાદિ માટે ત્યાં આવેલો – ૪ – ૪ – ૪ – ગંધાર શ્રાવક બિમાર પડ્યો ત્યારે દેવદત્તાએ પોતાનો સાધર્મિક બંધ સમજી તેની ઘણી જ સેવા કરી – - X – પોતાનો મૃત્યકાળ નજીક છે તેમ જાણી. ગંધાર શ્રાવક પાસે દેવે આપેલી ૧૦૦ ગુટિકા હતી, તે તેણે આ દેવદત્તાને Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકા કથા ૩૧૧ આપી દીધેલી. – ૪ – ૪ – ૪ – દેવદત્તા મૂળ તો એક કુન્જા દાસી હતી, તે કૃષ્ણગુલિકા જ કહેવાતી હતી, પણ કામગુટિકાના પ્રભાવે તે અતિ સુંદર રૂપવાળી બની ગઈ. ત્યારથી તે સુવર્ણગુલિકા નામે ઓળખાવા લાગી. ત્યારપછી દેવદત્તાને પરણવાની ઇચ્છા થઈ ત્યારે વિચાર આવ્યો કે આ ઉદાયન રાજાની હું દાસી છું. તેથી તે મારા પિતા સમાન ગણાય – ૮ – ૮ – ૪ – ચંડપ્રદ્યોત મારો પતિ થાઓ. તેમ વિચારી બીજી એક કામગુટિકા મુખમાં મૂકી. – ૮ – ૪ – ચંડપ્રોત તેને પરણવા આવ્યો ત્યારે દેવદત્તાએ કહ્યું કે, હું આ ભગવંતની દેવી પ્રતિમા વિના એક ક્ષણ પણ રહી શકું નહીં– ૮ – ૮ – જો તમે આવી જ બીજી પ્રતિમા કરાવીને લાવો, તે પ્રતિમા અહીં સ્થાપન કરાવો, તો હું આ પ્રતિમાસહિત જ તમારી સાથે આવું. ત્યારપછી પ્રદ્યોત રાજાએ તેવી પ્રતિમા કરાવી. અનલવેગ હાથી પર આવ્યો અને પ્રતિમાજી સહિત દેવદત્તાને સાથે લઈને ગયો. તેણીને રાણી બનાવી. – ૪ – ૪ – (આ સમગ્ર કથાનક વિસ્તાર સહિત ઉદાયન રાજર્ષિની કથામાં – શ્રમણ કથા વિભાગમાં આવી ગયેલ છે. - કથા જુઓ – “ઉદાયન”. ૦ આગમ સંદર્ભ :પા . ૨૦ની વૃ; નિસી.ભા. ૩૧૯૩ની વૃ આવ.નિ ૭૭૫ની , આવ..૧–. ૩૯, ૪૦૦, ઉત્ત.નિ. ૯૪ + 9 ૦ ધન્યા શ્રાવિકાની કથા - વાણારસી નગરીના શ્રાવક સુરાદેવની પત્નીનું નામ ધન્યા હતું. જે શુભ લક્ષણયુક્ત, પરિપૂર્ણ પંચેન્દ્રિય પૂર્ણ શરીરવાળી હતી – ૪ – ૪ – ૪ – ભગવંત મહાવીરની સમીપે તેણીએ શ્રાવકયોગ્ય બાર વ્રતો ગ્રહણ કરેલા હતા – યાવત્ – ધન્યા શ્રમણોપાસિકા શ્રમણ નિગ્રંથોને પ્રાસુક, એષણીય અશન–પાન – ચાવતુ – આસનથી પ્રતિલાભિત કરતાં પોતાનો સમય વ્યતીત કરતી હતી. જ્યારે સુરાદેવ શ્રમણોપાસક દેવકૃત્ ઉપસર્ગથી ચલિત થયો ત્યારે ધન્યા શ્રાવિકાએ – ૪ – ૪ – ૪ – તેને આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગર્ણાદિ કરવા માટે સમજાવી પુનઃ વ્રતમાં સ્થાપન કરેલ (ધન્યાની સંપૂર્ણ કથા શ્રાવક વિભાગમાં સુરાદેવ શ્રાવકની કથામાં આવી ગયેલ છે.) ૦ આગમ સંદર્ભ :ઉવા. ૩૨, ૩૩, ૬3; ૦ નંદા શ્રાવિકાની કથા - કોસાંબીના રાજા શતાનીકના મંત્રી સુગુપ્તની પત્ની નંદા હતી. તેણી રાજા શતાનીકની (પત્ની) રાણી મૃગાવતીની સખી હતી. આ નંદા શ્રમણોપાસિકા હતી – ૪ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ આગમ કથાનુયોગ–પ – ૮ – તે વખતે ભગવંત મહાવીરે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અભિગ્રહ ધારણ કરેલ હતો. – ૮ – ૮ – ૮ – ભિક્ષાર્થે ભ્રમણ કરતા ભગવંતને ચાર માસ કૌશાંબીમાં પસાર કર્યા. પરંતુ તેમનો અભિગ્રહ પૂર્ણ થયો ન હતો. પછી ભગવંતે નંદાના ઘેર ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. ત્યારે પરમ આદરપૂર્વક ભિક્ષા લાવીને મૂકી. ભગવંત મહાવીર નીકળી ગયા. ત્યારે નંદા શ્રાવિકા ઘણી જ ખેદ પામી. ત્યારે તેણીએ અમાત્યને કહ્યું કે, આ તમારું અમાત્યપણું શું કામનું ? આટલા લાંબા સમયથી ભગવંત ભિક્ષા લેતા નથી. તમારું વિજ્ઞાન પણ શું કામનું? જો તમે સ્વામીનો શો અભિગ્રહ છે તે પણ જાણી ન શકો. ઇત્યાદિ (આ કથા ભગવંત મહાવીરની કથામાં તેમજ મૃગાવતી શ્રમણીની કથામાં આવી ગયેલ છે ત્યાંથી જોવી) ૦ આગમ સંદર્ભ :આવ.નિ. પર૦ થી પરર + વૃ આવ.પૂ.૧– ૩૧૬, ૩૧૭; – ૪ – ૪ – ૦ પૂષા શ્રાવિકાની કથા - કાંડિત્યપુર નગરમાં ભગવંત મહાવીરના દશ ઉપાસકોમાંના એક ઉપાસક કુંડકોલિક હતો. તે કુંડકોલિક શ્રાવકની પત્ની પૂષા બારવ્રતધારી શ્રાવિકા હતી. તેણી જીવ–અજીવ આદિ તત્ત્વોની જ્ઞાતા હતી – ૮ – ૮ – ૮ – શ્રમણ નિગ્રંથોને – યાવત્ - સંસ્મારક આસન આદિથી પ્રતિલાભિત કરતી વિચરતી હતી. (ઇત્યાદિ સંપૂર્ણ કથા કુડંકોલિક શ્રાવકની કથામાં શ્રાવક કથા વિભાગમાં અપાઈ ગયેલ છે.) આગમ સંદર્ભ:ઉવા. ૩૭, ૬૨; ૦ ફાલ્ગની શ્રાવિકાની કથા : ભગવંત મહાવીરના દશ ઉપાસકોમાં એક શ્રાવક સાલિદીપિતા હતો. જે લેતિકાપિતા નામથી પણ ઓળખાએલ છે, શ્રાવતી નગરીના આ શ્રાવકની પત્નીનું નામ ફાલ્ગની હતી. જે અહીન પ્રતિપૂર્ણ પાંચ ઇન્દ્રિયયુક્ત શરીરવાળી હતી – યાવત્ - મનુષ્ય સંબંધી કામભોગ ભોગવતી વિચરતી હતી. ભગવંત મહાવીરની ધર્મદેશના સાંભળી ફાલ્ગનીએ શ્રમણોપાસિકાપણાનો સ્વીકાર કરેલ. (ઇત્યાદિ કથા શ્રાવક કથા વિભાગમાં સાલિહીપિતા અથવા લેતિકાપિતાની કથામાં આવી ગયેલ છે.). ૦ આગમ સંદર્ભ :ઉવા. ૫૮, ૬3; – ૪ - - Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકા કથા ૩૧૩ ૦ ફલ્ગશ્રી શ્રાવિકાની કથા : પાંચમાં આરાને અંતે ચતુર્વિધ સંઘમાં ફક્ત ચાર વ્યક્તિ રહેશે. દુષ્પસહ અણગાર, વિષ્ણુશ્રી સાધ્વી, જિનદત્ત શ્રાવક અને ફલ્યુશ્રી શ્રાવિકા. આ ફલ્ગથી શ્રાવિકાના ગુણો ઘણાં દિવસો સુધી વર્ણવી ન શકાય તેવા હશે. તેણીનું આયુષ્ય સોળ વર્ષનું હશે. તેણી આઠ વર્ષનો શ્રાવિકા પર્યાય પાળશે. પછી પાપની આલોચના કરીને નિઃશલ્ય થઈને નમસ્કાર સ્મરણમાં પરાયણ બનીને એક ઉપવાસ ભક્ત ભોજન પ્રત્યાખ્યાન કરવાપૂર્વક સૌધર્મકલ્પ દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી તેમનું નીચે મનુષ્ય લોકમાં આગમન થશે. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૮૧૧; ૦ બહુલા શ્રાવિકાની કથા - આલભિકા નગરીમાં ચુલશતક નામનો શ્રાવક રહેતો હતો. જે ભગવાનું મહાવીરના દશ ઉપાસકોમાંનો એક ઉપાસક હતો. તેને બહુલા નામે પત્ની હતી. ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરી તે બહુલા જીવ–અજીવ તત્ત્વોની જ્ઞાતા એવી શ્રમણોપાસિકા થઈ ગઈ – થાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રતિલાભિત કરતી વિચારવા લાગી. જ્યારે ચુલશતક શ્રાવક દેવકૃત્ ઉપસર્ગથી કોલાહલ કરવા લાગ્યો. તે સાંભળીને, અવધારીને ચુલશતક પાસે આવી - યાવત્ – તેણીએ ચુલશતક શ્રાવકને યથોચિત પ્રાયશ્ચિત્ત કરીને તપ કર્મને સ્વીકારવા પ્રેરણા કરી પુનઃ વ્રતમાં સ્થિર કર્યા. (આ કથા યુદ્ધશતક શ્રમણોપાસકની કથામાં આવી ગયેલ છે, ત્યાં જોવી). ૦ આગમ સંદર્ભ :ઉવા. ૩૪ થી ૩૬, ૬૩; ૦ ભદ્રા શ્રાવિકાની કથા - ચંપાનગરીમાં ભગવંત મહાવીરના દશ ઉપાસકોમાંનો એક ઉપાસક કામદેવ હતો. આ કામદેવ શ્રમણોપાસકની પત્નીનું નામ ભદ્રા હતું. જ્યારે ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરીને કામદેવે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ત્યારે ભદ્રા ભાર્યા પણ બાર વ્રતધારી, શ્રમણોપાસિકા બની. જીવ–અજીવ આદિ તત્ત્વોની જ્ઞાતા થઈ ગઈ – યાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, ઔષધિ, ભેષજ અને પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા અને સંસ્કારકથી પ્રતિલાભિત કરતા વિચરવા લાગી. (આ કથા શ્રાવક કથા વિભાગમાં કામદેવ શ્રાવકની કથામાં આવી ગયેલ છે.) ૦ આગમ સંદર્ભ :ઉવા. ૨૦, ૬3; Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪. આગમ કથાનુયોગ-૫ ૦ ભદ્રા શ્રાવિકાની કથા - વાણારસી નગરીમાં ચુલની પિતા નામે એક શ્રમણોપાસક હતો. તેની માતા ભદ્રા પણ શ્રમણોપાસિકા હતા. – ૮ – – ૮ – ૪ – જ્યારે કોઈ દેવે યુલની પિતા શ્રાવકને ઉપસર્ગ કર્યો અને તે ઉપસર્ગથી ચુલનીપિતા ચલિત થઈ ગયો. ત્યારે તેની માતા ભદ્રા શ્રાવિકાએ ચુલની પિતા શ્રમણોપાસકને – ૪ – ૪ - ૪ - સમજાવ્યું કે, હે પુત્ર! તારાથી વ્રત, નિયમ, પૌષધ ખંડિત થયા છે, તું આ સ્થાનની આલોચના કર, પ્રતિક્રમણ કર, નિંદા કર, ગહ કર, તેનાથી નિવૃત્ત થા, આ અકાર્યની શુદ્ધિ કર, યથોચિત પ્રાયશ્ચિત્તની તૈયારી કર, તેના માટે તપ કર્મ સ્વીકાર કર. – ૪ – ૪ – એ રીતે તેણીએ ચુલની પિતા શ્રાવકને સ્થિર કર્યો. (આ કથા ચુલની પિતા શ્રાવકની કથામાં આવી ગયેલ છે.) ૦ આગમ સંદર્ભ :ઉવા. ૩૦; – ૪ – ૪ – ૦ ભદ્રા શ્રાવિકાની કથા – પુરિમતાલ નામે નગરમાં વલ્ગર નામે એક શ્રેષ્ઠી હતો. તેને ભદ્રા નામે પત્ની હતી. તેણી વંધ્યા હતી. કોઈ જ સંતાનને જન્મ આપ્યો ન હતો. – ૪ – ૪ – ૪ – ભગવંત મલ્લી સ્વામીની પ્રતિમા સન્મુખ માનતા માની – ૪ – ૪ – ૪ – પુત્રનો જન્મ થયો – x – ૪ – તેઓએ ભગવંત મલ્લીનું જિનાલય ફરીથી બનાવ્યું – ૮ – ૪ – તેમની નિત્ય ભક્તિપૂજા અને ત્રણે સંધ્યા અર્ચના કરવા લાગ્યા. (ભદ્રા શ્રાવિકાની કથા વલ્ગર શ્રાવકની કથામાં તથા તીર્થંકર મહાવીરની કથામાં આવી ગયેલ છે, ત્યાં જોવી.) ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૪૯૦ + આવ.પૂ.૧– ૨૯૪, ૨૯૫; આવ.મ... ૨૮૪; – ૪ – ૪ – - મિત્રવતી શ્રાવિકાની કથા : ચંપાનગરીમાં સુદર્શન શ્રેષ્ઠી પુત્ર હતો. તેની પત્ની મિત્રવતી હતી. જે મનોરમા નામે પણ ઓળખાય છે – ૪ – ૪ – ૪ – જ્યારે સુદર્શન શ્રાવકની પર અભયારાણીએ ખોટો આક્ષેપ મૂક્યો અને રાજાએ સુદર્શન શ્રાવકને ફાંસીની સજા કરી. ત્યારે તેની પત્ની મિત્રવતીએ સત્યાણ યક્ષને આશ્રિને કાયોત્સર્ગ કર્યો. મિત્રવતી શ્રાવિકાની ભક્તિથી પ્રસન્ન થઈને સુદર્શન શ્રેષ્ઠીને શૂળીનું સિંહાસન બનાવી દીધું. (આ કથા સુદર્શન શ્રાવકની કથામાં શ્રાવક વિભાગમાં આવી ગયેલ છે.) ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૫૫૦ ની વૃ આવ.યૂ.ર-૫. ૨૭૧; – ૪ –– » – Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકા કથા ૩૧૫ ૦ રેવતી શ્રાવિકાની કથા : ભગવંત મહાવીરના તીર્થમાં તીર્થકર નામકર્મ બાંધનાર નવ જીવોમાં જેનું એક નામ છે. તે રેવતી શ્રાવિકા, ભગવંતના ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓમાં મુખ્ય બે નામ આવે છે. તેમાંના એક રેવતી શ્રાવિકા અને બીજા સુલસા શ્રાવિકા. આ રેવતી શ્રાવિકા મેંઢિક ગ્રામની નિવાસીની હતી. તે આદ્ય – યાવત્ – અપરાભૂત હતી. કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર ગ્રામાનુગ્રામ વિચરણ કરતા મેંઢિક ગ્રામ નગરની બહાર જ્યાં શાલકોષ્ઠક ઉદ્યાન હતું. ત્યાં પધાર્યા – યાવત્ - પર્ષદા વંદન કરીને પાછી ફરી. તે સમયે ગોળાએ ભગવંત પર છોડેલ તેજોલેશ્યાને કારણે શ્રમણ ભગવંત મહાવીરના શરીરમાં માપિડાકારી વ્યાધિ ઉત્પન્ન થયેલી. જે ઉજ્વલ – થાવત્ - રિધિસહ્યા હતી. તે વ્યાધિથી પિત્તજ્વર થતાં ભગવંતનું આખું શરીર વ્યાપ્ત થયેલું અને શરીરમાં અત્યંત દાહ ઉત્પન્ન થયો હતો. તેમજ પ્રભુને લોહી ખંડવા થઈ ગયેલ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના એક અંતેવાસી સિંહ નામક અણગાર હતા. જે પ્રકૃતિથી ભદ્ર – યાવત્ – વિનીત હતા. તેઓ માલુકા કચ્છની નજીક નિરંતર છઠ–છઠનું તપશ્ચરણ કરતા પોતાની બંને ભુજાઓ ઉપર ઉઠાવીને આતાપના લેતા હતા. (ઇત્યાદિ બધું વર્ણન સિંહ અણગારની કથામાં તથા તીર્થંકર મહાવીરના ચરિત્રમાં કહેવાઈ ગયેલ છે.) – થાવત્ – ભગવંતની વેદનાની વાત સાંભળીને તેઓ અત્યંત જોરજોરથી રડી રહ્યા હતા. – ૪ – ૪ – ૪ – શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણોને કહીને સિંહ અણગારને બોલાવ્યા. – ૪ – ૪ – ૪ – પછી ભગવંતે કહ્યું કે હે સિંહ ! તમે મૅઢિકગ્રામ નગરમાં રેવતી ગાથાપત્નીના ઘેર જાઓ અને ત્યાં રેવતી ગાથાપત્નીએ મારા માટે કોળા પાક તૈયાર કરેલ છે, તેનું મારે પ્રયોજન નથી, પરંતુ તેણીએ માર્જર નામક વાયુને શાંત કરવાને માટે બિજીરા પાક બનાવેલ છે જે તેણીના અશ્વો માટે છે, તેનું મારે પ્રયોજન છે. તે જઈને લઈ આવો – ૮ – ૮ – ૮ – સિંહ અણગારે રેવતી ગાથાપત્નીના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારે રેવતી ગાથાપત્નીએ સિંહ અણગારને જેવા આવતા જોયા કે ત્યાંજ હર્ષિત અને સંતુષ્ટ થઈને જલ્દી પોતાના આસનેથી ઉઠી, સિંહ અણગાર સમક્ષ સાત-આઠ ડગલા ચાલી. ત્રણ વખત જમણી બાજુથી પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કરીને બોલી કે, હે દેવાનુપ્રિયે ! આપના પધારવાનું પ્રયોજન જણાવો અર્થાત્ આપને શેનો ખપ છે તે કહો. ત્યારે સિંહ અણગારે રેવતી ગાથાપત્નીને કહ્યું, હે દેવાનુપ્રિયે ! શ્રમણ ભગવંત મહાવીર માટે તમે જે કોળા પાક તૈયાર કર્યો છે, તેનું મારે પ્રયોજન નથી, પણ આપને ત્યાં જે બિજોરાપાક છે, તેનું મારે પ્રયોજન છે. ત્યારે રેવતી ગાથાપત્નીએ સિંહ અણગારને કહ્યું કે, એવા કોણ જ્ઞાની અથવા તપસ્વી છે, જેણે મારા અંતરની આ રહસ્યમય વાત જાણી લીધી અને આપને કહી. જેનાથી આપ આ જાણો છો ? ત્યારે સિંહ અણગારે કહ્યું કે, ભગવંત મહાવીરના કહેવાથી હું આવેલ છું. ત્યારે હર્ષિત અને સંતુષ્ટ થયેલી રેવતી ગાથાપત્ની રસોઈગૃહમાં ગયા. સિંહ અણગાર પાસે બિજોરા પાક લાવીને આવી. બધો જ બિજોરા પાક સખ્ય Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આગમ કથાનુયોગ-૫ પ્રકારે પાત્રમાં વહોરાવી દીધો. - રેવતી ગાથાપત્નીએ તે દ્રવ્યશદ્ધિ, દાતાશુદ્ધિ અને પાત્રશુદ્ધિથી યુક્ત – યાવતું – પ્રશસ્ત ભાવોથી અપાયેલ દાન વડે સિંહ અણગારને પ્રતિલાભિત કરવાથી દેવાયુનો બંધ કર્યો – યાવત્ – રેવતી ગાથાપત્નીએ જન્મ અને જીવનનું સુફળ પ્રાપ્ત કર્યું. રેવતી ગાથાપતિએ જન્મ અને જીવન સફળ કર્યું. રેવતીએ આ રીતે તીર્થકર નામકર્મ બાંધ્યું. તેણી આગામી ચોવીસીમાં આ જ ભરતક્ષેત્રમાં સત્તરમાં તીર્થકર ચિત્રગુપ્ત નામે જન્મ લઈ મોક્ષે જશે. (આ કથાનક તીર્થકર ચરિત્રમાં ભગવંત મહાવીરના કથાનકમાં અપાયેલ છે અને સિંહ અણગારની કથામાં શ્રમણ વિભાગમાં પણ આવે છે.) ૦ આગમ સંદર્ભ:ઠા ૮૭૦ + ; ભિગ ૬૫૫; ૦ રુસોમા શ્રાવિકાની કથા - (આ કથા શ્રમણ વિભાગમાં આર્યરલિતસૂરિની કથામાં આવી ગયેલ છે. અત્રે માત્ર પરીચયાત્મક નોધ આપેલી છે.) તે કાળે, તે સમયે દશપુર નામે નગર હતું ત્યાં સોમદેવ નામે બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ કસોમાં હતું તે શ્રમણોપાસિકા હતી. તેના એક પુત્રનું નામ (આર્ય) રક્ષિત હતું અને બીજો પુત્ર ફલ્યુરક્ષિત હતો. – ૪ – ૪ – ૪ – જ્યારે આર્યરહિત ચાર વેદો અને ચૌદ વિદ્યાના પારગામી થઈને નગરમાં પધાર્યો. ત્યારે રાજા આદિ સમગ્ર નગરે તેનો ભવ્ય આદરસત્કાર કર્યો – ૪ – ૪ – ૪ – તે વખતે કસોમાં માતા તેમાં ક્યાંય ન આવી. આર્યરક્ષિત ઘેર જઈને જોયું ત્યારે પણ રસોમાં મધ્યસ્થ ભાવે જ સ્થિત રહ્યા. ત્યારે આર્યરક્ષિતે પૂછયું કે, હે માતા ! હું ભણીને આવ્યો તેનાથી તમે સંતુષ્ટ નથી? – ૮ – ૮ - ૪ – રુસોમા માતાએ કહ્યું કે, તું ઘણાં જીવોનો વધ કરનાર શાસ્ત્રોને ભણીને આવ્યો છે, સંસારવૃદ્ધિના શાસ્ત્રોને ભણીને આવ્યો છે. તેમાં મને કઈ રીતે આનંદ થાય? જો તું દષ્ટિવાદ ભણીને આવે તો મને સંતોષ થાય. – ૪ – ૮ – ૮ – (માતા જાણતા હતા કે દૃષ્ટિવાદ ભણવા માટે દીક્ષા લેવી પડે – અર્થાત્ પુત્ર શ્રમણ બને, સાધુ બને, નિગ્રંથ બને અને પછી વિદ્વાનું થાય તો તેને હર્ષ થાય). પછી તો આર્યરક્ષિતની દીક્ષા થઈ, તેઓ યુગપુરુષ આચાર્ય બન્યા, બીજા પુત્ર ફલ્લુરક્ષિતની પણ દીક્ષા થઈ. તેના પતિ સોમદેવની પણ દીક્ષા થઈ – ઇત્યાદિ – ૦ આગમ સંદર્ભ :આવનિ ૭૭૫ની વૃ આવ.પૂ.૧–૫ ૩૯૭, ૦ સાધુદાસી શ્રાવિકાની કથા - મથુરાના ગાથાપતિ જિનદાસની પત્નીનું નામ સાબુદાસી હતું. તે શ્રમણોપાસિકા હતી. પરિગ્રહ પરિમાણ વ્રત અંતર્ગત્ તેણીએ ચતુષ્પદના પ્રત્યાખ્યાન કરેલા હતા. – ૪ Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકા કથા ૩૧૭ – ૪ – ૪ – ૪ – કોઈ આહિરણ તેને ત્યાં કંબલ અને શંબલ નામના બે બળદ ધરાર ભેટ આપી ગઈ ત્યારે તે બળદને પણ પ્રાસુક ઘાસચારો ખવડાવતી. તેણી જિનદાસ શ્રાવકની સાથે આઠમ, ચૌદસ આદિ પર્વ તિથિઓમાં પૌષધ હતા, ઉપવાસ કરતા અને પુસ્તકનું વાંચન કરતા હતા. તેમની સાથે રહીને તે કંબલ–શંબલ પણ શ્રાવકના વ્રતને અનુસરવા લાગ્યા હતા (ઇત્યાદિ સંપૂર્ણ કથા શ્રાવક વિભાગમાં આવી ગયેલ છે. કથા જુઓ જિનદાસ શ્રાવક, આ કથા ભગવંત મહાવીરની કથામાં કંબલશંબલની ઉત્પત્તિના શીર્ષક હેઠળ પણ આવી ગયેલ છે.) આગમ સંદર્ભ :– આવ.નિ. ૪૭૦ + 9 આવ.યૂ૧–પૃ. ૨૮૦; ક_ભામહાવીર કથા; – ૪ – ૪ – ૦ શ્યામા (શામા) શ્રાવિકાની કથા - તે કાળે, તે સમયે વાણારસી નામે નગરી હતી ત્યાં ભગવંત મહાવીરના દશ ઉપાસકોમાંનો એક એવો ચુલનીપિતા શ્રાવક હતો. તે ચુલનીપિતાની પત્નીનું નામ શ્યામા હતું. જે શુભલક્ષણોવાળી, પરિપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળી – યાવત્ – મનુષ્ય સંબંધી કામભોગો ભોગવતી વિચરતી હતી. ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરી ચુલનીપિતા શ્રાવક બન્યો. ત્યારે શ્યામાએ પણ ભગવંત મહાવીરની પાસે બાર વ્રત અંગીકાર કર્યા. તેણી જીવ–અજીવની જ્ઞાતા એવી શ્રમણોપાસિકા થઈ ગઈ – યાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રાશુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલો, પાદપ્રોંછન, ઔષધિ, ભેષજ અને પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા અને સંસ્કારકથી પ્રતિલાભિત કરતા વિચારવા લાગી. (શ્યામા શ્રાવિકાની કથા પૂર્વે શ્રાવક વિભાગમાં ચુલનીપિતા શ્રાવકની કથામાં આવી ગઈ છે. કથા જુઓ “યુલની પિતા શ્રાવક.” ૦ આગમ સંદર્ભ :ઉવા. ૨૯, ૬૩; – ૪ – ૪ – ૦ શિવાનંદા શ્રાવિકાની કથા : તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નગર હતું, ત્યાં આનંદ નામે ગાથાપતિ રહેતો હતો. તે ધનાઢ્ય – યાવત્ – અપરિભૂત હતો. તે આનંદ ગાથાપતિને શિવાનંદા નામની પત્ની હતી. તે અહીન એવા અંગ-ઉપાંગવાળી અને સવાંગસુંદર હતી. આનંદ ગાથાપતિને ઇષ્ટ, પ્રિય હતી – યાવત્ – તેની સાથે પાંચ પ્રકારના માનવી કામભોગોને ભોગવતી એવી વિચરતી હતી. તે આનંદ ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર સમીપે શ્રાવકના વ્રત અંગીકાર કર્યા. (જેના વિસ્તૃત વર્ણન માટે આનંદશ્રાવકની કથા જોવી.) – ૮ – – – ત્યારપછી આનંદ શ્રાવકે શિવાનંદા ભાર્યાને પ્રેરણા કરી – ૪ – ૪ – ૪ – શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈને શ્રાવકધર્મ—ગૃહીધર્મ સ્વીકાર કર. ત્યારે શિવાનંદા હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત – યાવત્ – વિકસિત હૃદયવાળી થઈને બંને હાથ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ આગમ કથાનુયોગ-૫ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આનંદ શ્રાવકના વચનને વિનયપૂર્વક સ્વીકાર્યું. ત્યારપછી શિવાનંદા – ૪ – ૪ – ૪ – યાવત્ – શ્રેષ્ઠ ધાર્મિક યાનમાં બેસીને દાસીથી પરિવરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે ગઈ – ૮ – ૮ – ૮ – ધર્મદેશના સાંભળી – ૮ – ૮ – ૮ – ભગવંત મહાવીર પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો ગૃહીધર્મ–શ્રાવકધર્મ અંગીકાર કર્યો. (આ સંપૂર્ણ કથા વિસ્તારપૂર્વક આનંદશ્રાવકની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ આનંદ શ્રાવક. ૦ આગમ સંદર્ભ :ઉવા. ૫, ૧૧, ૬૩; ૦ સુભદ્રા અથવા ઘારિણી શ્રાવિકાની કથા : (આ કથાનક ઉજવાઈ સૂત્રમાં કોણિક રાજાની કથા અંતર્ગત્ આવે છે. કથાના આરંભે કોણિક રાજા અને ધારિણી રાણી એવો ઉલ્લેખ છે. કથા આગળ વધ્યા પછી શ્રમણ ભગવંત મહાવીરને વંદનાર્થે જવાનું જે અતિ વિસ્તૃત વર્ણન છે. ત્યાં સુભદ્રા રાણી નામ આવે છે શક્ય છે કે ધારિણી અને સુભદ્રા બંને પાત્ર એક પણ હોય – આ અંગે વિશેષ સ્પષ્ટીકરણ કોણિક રાજાની કથામાં – “શ્રાવકવિભાગમાં કરેલ છે. રાજા શ્રેણિક અને રાણી ચેલણાનો એક પુત્ર કોણિક હતો. તેની એક પત્ની સુભદ્રા અને/અથવા ધારિણી હતી. તે કાળે, તે સમયે ચંપા નામની નગરી હતી – ૮ – ૮ – ૮ – તેને ધારિણી અથવા સુભદ્રા નામે રાણી હતી – ૪ – ૪ – ૪ – શ્રમણ ભગવંત મહાવીર સમોસર્યા – ૮ – ૮ – ૪ – કોણિક રાજા વંદનાર્થે નીકળ્યો. – ૮ – ૮ – ૪ - ત્યારપછી સુભદ્રાએ પણ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું. કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા. સર્વ અલંકારોથી વિભૂષિત થઈ અનેક દેશ-વિદેશની – ૮ – ૮ – ૪ – દાસીઓથી પરિવૃત્ત થઈને – ૪ – ૪ – અંતઃપુર રક્ષકોથી ઘેરાયેલી તે બહાર નીકળી – ૪ – ૪ – ૪ – તેણીના માટે તૈયાર કરાયેલા શ્રેષ્ઠ ધાર્મિક રથ પર આરૂઢ થઈ – ૮ – ૮ – ૮ – તીર્થકરના છત્ર આદિ અતિશયોને જોયા, જોઈને રથને રોકાવ્યો, નીચે ઉતરી, ભગવંતની નજીક જતાં પાંચ અભિગમો સાચવવા પૂર્વક આવી. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી વંદનનમસ્કાર કર્યા. યથોચિત સ્થાને ભગવંત સન્મુખ બે હાથ જોડી, મસ્તક નમાવીને પર્યપાસના કરવા લાગી. – ૮ – ૮ – ૮ - ધર્મદેશના સાંભળી – ૮ – ૮ – ૮ – હર્ષિત, સંતુષ્ટ થઈને – યાવત્ જે દિશામાંથી આવી હતી તે જ દિશામાં પાછી ફરી. (વિસ્તૃત વર્ણન માટે કથા જુઓ કોણિક રાજા) ૦ આગમ સંદર્ભ :ઉવ. ૨૯, ૩૦, ૩૩, ૩૪, ૪૦, ૪૧; – ૮ – ૮ – Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકા કથા ૩૧૯ ૦ સુભદ્રા શ્રાવિકાની કથા : ભગવંત ઋષભદેવના ૫,૫૪,૦૦૦ શ્રાવિકાઓમાં સુભદ્રા મુખ્ય શ્રાવિકા થયા. (જો કે તીર્થ પ્રવર્તન અવસરે સુંદરી મુખ્ય શ્રાવિકા હતી તેવો ઉલ્લેખ પણ છે.) તેણી ભરત ચક્રવર્તીની ૬૪,૦૦૦ રાણીઓમાં મુખ્ય રાણી અર્થાત્ સ્ત્રીરત્ન હતી અને વિનમી વિદ્યાધરની પુત્રી હતી. તેના દેહ સૌદર્ય આદિનું અતિ વિસ્તૃત વર્ણન ચક્રવર્તી ભરતની કથામાં લખાઈ ગયેલ છે. મૃત્યુ પામીને સુભદ્રા છઠી નરકે ગઈ (કેમકે કોઈપણ ચક્રવર્તીની સ્ત્રીરત્ન છઠી નરકે જાય તેવો નિયમ છે.) સુભદ્રાની કથા વિસ્તારથી જોવા માટે – કથા જુઓ ભરત ચક્રવર્તી ૦ આગમ સંદર્ભ :સમ. ૩૨૦ જંબૂ. ૪૪, ૧૦૩, ૧૨૧ થી ૧૨૩; આવ૨.૧–૧૫૮, ૨૦૦; કલ્પસૂત્ર-ઋષભચરિત્ર વૃત્તિ – ૪ – ૪ – મુનિ દીપરત્ન સાગર સંકલિત–અનુવાદિત શ્રાવિકા કથા વિભાગ પૂર્ણ થયો. | આગમ કથાનુયોગ ભાગ-૫ પૂર્ણ | Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ આગમ કથાનુયોગ–૫ Page #322 -------------------------------------------------------------------------- ________________ '' Hotવ હેમ લધુઢકયા''ને મારી સર્જનયાત્રાળું આરભબિંદુ ગણીએ તો મારી આ ' યાના બાવીસ વર્ષની થઈ. આહ આહલા વરસોથી લખું છું. છતાં મંથસ્થકૃતિઓolી સંખ્યાથી કોઈજો માંજી શકું તેમ નથી. વર્ષો સાથે ગણિતનો મેળ બેસાડવા પ્રયા પણ કર્યો નથી. / મારાથી થાય એ રીતે શબ્દolી સાયલા કરી રહા છું. શબ્દolી આંગળી ઝાલી જયાં જ્યાં હું ગયો છું - 'એ મુકામોનો હિસાબ હવે ૨૪છ પ્રકાશશોએ ' યહોંચે છે. આયુષ્ય કર્મ અને દેહામ કર્મ | અાદિનો સથવારો રહે તો હજી શબ્દોના સંગાથે (વધુoો વધુ પંથકાયવાળી ભાવના ભાવું છું. જે કંઈ લખ્યું છે એ ફરી વાંયવાળો સમય ન મળે એવી તાણ વચ્ચે જીવવાનું થયું છે. શ્વાસ લઉં છું કે વિયરું છું ત્યારે નહીં, પણ કંઈક લખી શહું છું ત્યારે - જ જીવું છું. છતાંયે લખવામાં જ સમા જીવાળો 'વ્યાય આવી જાય છે, એવા ભ્રમમાં યહા નથી. હા, આસર્જhો યાયાવાયુ સમ જફર બoળી રહે છે. - મુ&Æીયર0ારસાગર