________________
૧૨૦
આગમ કથાનુયોગ-૫
ત્યારે તે યુદ્ધશતક શ્રમણોપાસકે ઘણાં જ શીલવત – યાવતુ – પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કરતા વીસ વર્ષ પર્યત શ્રમણોપાસક ધર્મનું પાલન કર્યું. અગિયાર ઉપાસક પ્રતિમાનું પાલન કર્યું, એક માસની સંખના દ્વારા આત્માને શુદ્ધ કર્યો. અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કર્યું, આલોચના–પ્રતિક્રમણ કર્યું, મરણ કાળે મૃત્યુ પામીને સમાધિપૂર્વક દેહત્યાગ કરી સૌધર્મકલ્પ અરૂણસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં ચુલશતક દેવની ચાર પલ્યોપમની સ્થિતિ હતી – યાવત્ – ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :ઉવા. ૩, ૩૪ થી ૩૬
૦ કુંડકોલિક શ્રાવકની કથા :
તે કાળે, તે સમયે કાંપિલ્યપુર નગર હતું. ત્યાં સહસ્ત્રાપ્રવન નામક ઉદ્યાન હતું. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો.
તે કાંડિલ્યપુર નગરમાં ઋદ્ધિમાનું – યાવત્ – અપરિભૂત એવો કુંડકોલિક નામે એક ગાથાપતિ નિવાસ કરતો હતો. ૦ કુંડકોલિકની સંપત્તિ – મહત્તા અને પૂષાભાર્યા :
તે કુંડકોલિક ગાથાપતિના કોષમાં છ કોટિ સુવર્ણ સુરક્ષિત હતું, છ કોટિ સુવર્ણ વ્યાપારમાં લગાવેલ હતું, છ કોટિ સુવર્ણ ગૃહોપકરણમાં નિયોજિત હતું. તેમજ દશ-દશ હજાર ગાયોનું એક એવા છે ગોકુળ હતા.
તે કુંડકોલિક ગાથાપતિ પાસે અનેક રાજા, ઈશ્વર – યાવત્ – પૂછતા હતા, પરામર્શ કરતા હતા તેમજ તે પોતે પોતાના કુટુંબ પરિવારનો પણ આધાર સ્તંભ હતો – થાવત્ – સમસ્ત કાર્યોનો પ્રેરક હતો.
તે કુંડકોલિક ગાથાપતિને શુભ લક્ષણો અને પરિપૂર્ણ–પંચેન્દ્રિય શરીર તથા અંગોપાંગયુક્ત એવી પૂષા નામની ભાર્યા હતી – યાવત્ – મનુષ્યસંબંધી કામભોગોને ભોગવતી વિચરતી હતી. ૦ ભગવંત મહાવીર પાસે કુંડકોલિકનું ઘર્મશ્રવણ :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – કાંડિલ્યપુર નગર હતું, જ્યાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા અને પધારીને યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. પર્ષદા વંદનાર્થે નીકળી. જિતશત્રુ રાજા પણ કોણિક રાજાની માફક નીકળ્યો – યાવત્ – પર્યાપાસના કરવા લાગ્યો.
ત્યારે કુંડકોલિક ગાથાપતિને આ સમાચાર સાંભળવામાં આવ્યા કે પૂર્વાનપૂર્વી ક્રમથી ચાલતા, ગ્રામાનુગ્રામ વિયરતા શ્રમણ ભગવંત મહાવીર અહીં આવ્યા છે, અહીં સંપ્રાપ્ત થયા છે, અહીં સમોસર્યા છે અને અહીં જ કાંપિલ્યપુર નગરની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં યથોચિત અવગ્રહ લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org