________________
શ્રાવક કથા
૧૧૯
કડાઈમાં પકાવ્યું, પકાવીને તેના માંસ અને લોહી વડે મારા શરીરને લિપ્ત કર્યું ઇત્યાદિ સર્વે વર્ણન ઉપસર્ગમાં કર્યા મુજબ અહીં પણ સમજી લેવું) તે પુરુષે જ્યારે મને નિર્ભય અને સ્થિર જોયો ત્યારે ચોથી વખત પણ આ પ્રમાણે કહ્યું
ઓ ચુલ્લશતક શ્રમણોપાસક ! – યાવતુ – જો તું હમણાં જ પોતાના શીલવતનો - યાવત્ – ભંગ નહીં કરે તો હું અત્યારે જ તેં કોષમાં રાખેલ છ કોટિ સુવર્ણ વ્યાપારમાં નિયોજિત છ કોટિ સુવર્ણ અને ગૃહોપકરણમાં પ્રયુક્ત છ કોટિ સુવર્ણને તારા ઘરમાંથી ઉઠાવી લઈશ અને લાવીને આલભિકા નગરીના શૃંગાટકો – યાવત્ – સામાન્ય માર્ગો પર ઢોળી દઈશ – યાવત્ – ત્યારે મને થયું કે, હું આ પુરુષને પકડી લઉં, એમ વિચારીને હું દોડ્યો, ત્યાં તો તે પુરુષ આકાશમાં ઊંચે ઉડી ગયો. મારા હાથમાં થાંભલો આવ્યો અને હું ચીસો પાડવા લાગ્યો.
ત્યારે બહુલાભાર્યાએ ચુલશતક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, કોઈ પુરુષે તમારા મોટા પુત્ર કે વચલા પુત્ર કે નાના પુત્રને માર્યા નથી. (ઇત્યાદિ સર્વ કથન પૂર્વવતુ જાણવું) આ તો કોઈ પુરુષે તમને ઉપસર્ગ કરેલ છે. તમે કોઈ મિથ્યા – ભયંકર દૃશ્ય જોયેલ છે. હવે તમારા વત, નિયમ, પૌષધ ખંડિત થઈ ગયાં છે. તેથી હે દેવાનુપ્રિય ! આ સ્થાનની આલોચના કરો – યાવત્ – યથોચિત પ્રાયશ્ચિત્ત કરીને તપ કર્મને સ્વીકારો. ૦ યુદ્ધશતકે કરેલ પ્રાયશ્ચિત્ત અને ઉપાસક પ્રતિમા સ્વીકાર :
ત્યારે ચુલશતક શ્રમણોપાસકે બહુલા ભાર્યાના કથનને “તહત્તિ” કહીને વિનયપૂર્વક સ્વીકાર્યું. સ્વીકારીને તે સ્થાનની (પોતાના અનાચરણની) આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગ, નિવૃત્તિ, અકરણવિશુદ્ધિ કરી અને યથોચિત પ્રાયશ્ચિત્ત સ્વીકારી તપ કર્મ અંગીકાર કર્યું.
ત્યારપછી ચુલ્લશતક શ્રમણોપાસકે પહેલી ઉપાસક પ્રતિમાને સ્વીકારી. ત્યારપછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠી, સાતમી, આઠમી, નવમી, દશમી, અગિયારમી ઉપાસક પ્રતિમા અંગીકાર કરી. અગિયારે શ્રાવકપ્રતિમાની યથાસૂત્ર, યથાકલ્પ, યથાવિધિ, યથાતત્ત્વ સમ્યક્ પ્રકારે સ્પર્શના કરી, પાલન કર્યું, શોધિત કરી, પૂર્ણ કરી, કીર્તિત કરી અને આરાધિત કરી.
ત્યારપછી તે ચુલ્લશતક શ્રમણોપાસક તે ઉદાર, વિપુલ, પ્રયત્નસાધ્ય, તપોકર્મને ગ્રહણ કરીને શુષ્ક, રુક્ષ, નિર્માસ, અસ્થિવૃત્ત, કડકડાટ કરતી, કૃશ અને ઉભરી આવેલી નાડીયુક્ત શરીરવાળો થઈ ગયો. ૦ ચુલશતકનું અનશન–સમાધિમરણ અને ગતિ :
ત્યારપછી કોઈ એક મધ્યરાત્રિએ ધર્મજાગરણા કરતા ચુલ્લશતકને આવો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે – (ઇત્યાદિ સર્વ વર્ણન આનંદ અને કામદેવ શ્રમણોપાસકના કથાનક મુજબ અહીં પણ સમજી લેવું) હું અંતિમ મારણાંતિક સંલેખના ઝૂમણાનો સ્વીકાર કરીને, ભોજન–પાણીનો ત્યાગ કરીને જીવન-મરણની આકાંક્ષા ન કરતા પોતાનો સમય વ્યતીત કરું – યાવત્ – તેણે અપશ્ચિમ ભારણાંતિક સંખના-ઝૂમણાનો સ્વીકાર કર્યો. ભક્ત પાનનો ત્યાગ કર્યો – યાવત્ – વિચારવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org