________________
૧૧૮
આગમ કથાનુયોગ-૫
જોયો, જોઈને ચોથીવાર ચુલ્લશતકને આ પ્રમાણે કહ્યું
અરે ઓ ચુલ્લશતક શ્રમણોપાસક ! – યાવત્ – જો તું આજે શીલવત – યાવત્ - છોડીશ નહીં તો હું હમણાં જે તેં જ છ કોટિ સુવર્ણકોષમાં રાખેલ છે, છ કોટિ સુવર્ણ જે વ્યાપારમાં નિયોજેલ છે, છ કોટિ સુવર્ણ જે ગૃહોપકરણમાં પ્રયુક્ત છે તેને ઘરમાંથી લાવીશ, લાવીને આલભિકા નગરીના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો, રાજમાર્ગો, સામાન્ય માર્ગો આદિમાં ચારે તરફ વિખેરી દઈશ. જેનાથી તે આર્તધ્યાન વશ થઈ, વિકટ દુઃખોથી પીડિત થઈ કસમયે જ જીવનથી હાથ ધોઈ બેસીશ.
તે દેવ દ્વારા આ પ્રમાણે કહેવાયા છતાં તે ચુલશતક શ્રમણોપાસક નિર્ભય – થાવત્ – ધર્મધ્યાને સ્થિર રહ્યો.
ત્યારે તે દેવે યુદ્ધશતક શ્રમણોપાસકને નિર્ભય – યથાવત્ – સ્થિર જોયો. જોઈને તેણે બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું, અરે ઓ શ્રમણોપાસક ચુલશતક ! – યાવત્ – હજી પણ તું આજે શીલવતને – યાવત્ – ખંડિત નહીં કરે તો હું હમણાં જ તારા આ છ કોટિ સુવર્ણ જે કોષમાં રાખેલ છે – યાવત્ ગૃહોપકરણમાં પ્રયુક્ત છે તેને તારા ઘરમાંથી લાવીને શૃંગાટકો – યાવત્ – સામાન્ય માર્ગો પર ચારે તરફ વિખેરી નાંખીશ. જેના લીધે તું આર્તધ્યાન અને દુસ્સહ દુઃખથી પીડિત થઈને જીવનથી રહિત થઈ જઈશ.
ત્યારે તે યુદ્ધશતક શ્રમણોપાસકને તે દેવે બીજી–ત્રીજી વખત આ પ્રમાણે કહ્યું ત્યારે આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. (ઇત્યાદિ બધું જ વર્ણન યુલન પિતાદિ શ્રાવકની કથા પ્રમાણે સમજી લેવું.) – યાવત્ – મારે આ પુરુષને પકડી લેવો એ ઉચિત છે. આ પ્રમાણે વિચાર કર્યો અને પકડવા માટે દોડ્યો. પરંતુ તે દેવ આકાશમાં ઉડી ગયો અને ચુલ્લશતકના હાથમાં થાંભલો આવી ગયો. ત્યારે તે જોરજોરથી ચીસો પાડવા લાગ્યો. ૦ બહુલાભાર્યાનો પ્રશ્ન – યુદ્ધશતકનો ઉત્તર :
ત્યારપછી બહુલાભાર્યા તે કોલાહલ શબ્દને સાંભળીને અને અવધારીને જ્યાં ચુલ્લશતક શ્રમણોપાસક હતો ત્યાં આવી, આવીને શ્રમણોપાસક ચુલશતકને પૂછયું, હે દેવાનુપ્રિય ! આપ મોટે મોટેથી કોલાહલ કેમ કર્યો ?
બહુલાભાર્યાનો પ્રશ્ન સાંભળીને ચુલશતક શ્રમણોપાસકે કહ્યું કે, ખરેખર ! એ પ્રમાણે હું જાણતો નથી કે તે પુરુષ કોણ હતો, જેણે અત્યંત કુદ્ધ, રણ, કુપિત, વિકરાળ થઈને દાંતોને કચકચાવતા નીલકમલ, ભેંસના શીંગડા, અલસીના ફૂલ જેવી નીલપ્રભા અને તીક્ષ્ણ ધારવાળી એક મોટી તલવાર હાથમાં લઈને મને એમ કહ્યું કે, અરે ઓ ચુલશતક શ્રમણોપાસક ! – યાવત્ – જો તું આજે શીલવ્રતનો – યાવત્ – ભંગ નહીં કરે તો હું આજ સમયે તારા મોટા પુત્રને ઘરમાંથી ઉઠાવી લાવીશ – થાવત્ – તું જીવનથી રહિત થઈ જઈશ.
ત્યારે હું તે પુરુષે આમ કહ્યા છતા પણ નિર્ભય – યાવત્ – ધર્મધ્યાને સ્થિર રહ્યો - યાવત્ – (મોટા પુત્ર, વચલા પુત્ર અને નાના પુત્રના સાત-સાત ટુકડા કર્યા. તેના માંસને તેલથી ભરેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org