________________
શ્રાવક કથા
-
xxx
આપ્યો. પછી પર્ષદા પાછી ફરી. તે વખતે આર્ય સુધર્મા અણગારના જ્યેષ્ઠ શિષ્ય આર્ય જંબૂ નામે અણગાર હતા. જે કાશ્યપ ગોત્રીય, સાત હાથ ઊંચા શરીરવાળા યાવત્ - આર્યસુધર્મા સન્મુખ યથોચિત સ્થાને યાવત્ – પર્યાપાસના કરતા વિચરતા હતા. જંબુસ્વામીનું તેજ, દીપ્તિ, લાવણ્ય, મુખ સૌંદર્ય જોઈને કોણિકે પૂછેલ કે હે ભદંત! આમને આવું તેજ, લાવણ્ય, દીપ્તિ આદિ કઈ રીતે પ્રાપ્ત થયા ? ઇત્યાદિ પૂર્વે કથાઓમાં કહેવાઈ ગયા પ્રમાણે જાણવું.
૦ કોણિક સાથે સંકડાયેલા કેટલાંક પાત્રોલ્લેખ :–
-
(પ્રશ્નવ્યાકરણ સૂત્ર–૧–) તે કાળે, તે સમયે ચંપાનગરી હતી. રાજા કોણિક અને તેની પટ્ટરાણી ધારિણી હતી. તે કાળે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી સ્થવિર આર્ય સુધર્મા હતા – યાવત્ – તે ચંપાનગરી પધાર્યા.
(નિરયાવલિકા સૂત્ર-૫-થી....) તે કાળે, તે સમયે આ જંબુદ્વીપના ભરતવર્ષમાં ઋદ્ધિ આદિથી સંપન્ન ચંપાનગરી હતી. ત્યાં શ્રેણિક રાજાનો પુત્ર અને ચેઘણા દેવીનો આત્મજ એવો કોણિક નામે મહિમાશાળી રાજા હતો. તે કૂણિક રાજાને પદ્માવતી નામે રાણી હતી. ઇત્યાદિ—
૧૮૧
-
(કલ્પવતંસિકા સૂત્ર–૧–) તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. ત્યાં કોણિક રાજા હતો, પદ્માવતી તેની પટ્ટરાણી હતી ઇત્યાદિ–
(ભગવતી સૂત્ર–૫૮૮–) જ્યારે ઉદાયન રાજર્ષિએ દીક્ષા લીધી અને તેનું રાજ્ય પોતાના પુત્ર અભિચીકુમારને બદલે ભાણેજ કેશીકુમારને આપ્યું ત્યારે તેનાથી અતીવ દુ:ખી–વ્યથિત થઈને અભીચિકુમાર પોતાના અંતઃપુરસહિત વીતિભયનગરથી નીકળીને અનુક્રમે ગમન કરતા ચંપાનગરી ગયો. કોણિક રાજા પાસે પહોંચીને તેમનો આશ્રય લઈ વિચરવા લાગ્યો.
ત્યારપછી તેના પુત્ર ઉદાયિને રાજાપણે સ્થાપ્યો.
૦ આગમ સંદર્ભ :
(કોણિકની કથાના આગમ સંદર્ભ શરૂઆતમાં જ આપી દીધેલ છે.)
Jain Education International
૦ કોણિકનું મૃત્યુ અને નરક ગતિ :—
જ્યારે ભગવંત મહાવીરે કોણિકને કહેલું કે, તું છટ્ઠી નરકમાં ઉત્પન્ન થઈશ ત્યારે તે વાતની શ્રદ્ધા ન કરતા એવા કોણિકે (ચક્રવર્તી સાતમી નરકે જ જાય, તો પછી હું ચક્રવર્તી કેમ ન બનું ? એમ વિચારીને) તેણે સર્વે એકેન્દ્રિય રત્નોને લોહમય એવા રચ્યા—બનાવડાવ્યા. આ રીતે લોહમય એવા એકેન્દ્રિય રત્નોની રચના કરીને કોણિક રાજા પોતાના સર્વ સૈન્યસહિત તમિસ્ર ગુફાના દ્વાર પાસે આવ્યો. ત્યાં તેણે અટ્ઠમ ભકત તપ કર્યો. ત્યારે કૃતમાલ દેવ પ્રગટ થયો.
તેણે કહ્યું કે, પૂર્વે બાર ચક્રવર્તીઓ થઈ ગયા છે. મને પણ જવા દે. કૃતમાલ દેવે તેની વાત ન સ્વીકારી. ત્યારે હાથી પર આરૂઢ કોણિકે હાથીના મસ્તક પર મણિ રાખ્યો. દંડ વડે દ્વાર પર આહત કરી. ત્યારે કૃતમાલદેવે ક્રોધિત થઈને તેને મારી નાંખ્યો. મરીને કોણિક છઠ્ઠી નરકે ગયો.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org