________________
શ્રાવક કથા
થાઓ. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક કેશી—કુમાર શ્રમણને નમસ્કાર થાઓ અહીં રહેલો એવો હું ત્યાં બિરાજમાન ભગવંતને વંદના કરું છું. ત્યાં રહેલ તેઓ પણ મને જુએ. આ પ્રમાણે વંદન-નમસ્કાર કર્યા.
ત્યારપછી તે ઉદ્યાન પાલકોનું વિપુલ વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી સત્કાર સન્માન કર્યું. પછી વિપુલ આજીવિકા યોગ્ય પ્રીતિદાન આપ્યુ, પછી વિદાય કર્યા. કરીને કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ચતુર્વંટ અશ્વરથ જોડીને ઉપસ્થિત કરો. ત્યારે કૌટુંબિક પુરુષોએ – યાવત્ – તે રથ ઉપસ્થિત કર્યો.
-
ત્યારપછી કૌટુંબિક પુરુષો પાસે રથ લાવ્યાની વાતથી હર્ષિત, સંતુષ્ટ થયેલા ચિત્તસારથીએ સ્નાન કર્યું. બલિકર્મ કર્યું, શરીરને અલંકૃત્ કર્યું. ચાર ઘંટવાળા અશ્વરથ પાસે આવી, તેમાં આરૂઢ થયો – યાવત્ - વિશાળ સમુદાય સહિત નીકળ્યો – યાવત્ પહોંચીને પપાસના કરવા લાગ્યો. કેશી–કુમાર શ્રમણે ધર્મોપદેશ આપ્યો ઇત્યાદિ પૂર્વવત્ જાણવું.
ત્યારપછી તે ચિત્તસારથીએ કેશી–કુમારશ્રમણ પાસે ધર્મશ્રવણ કરી, હૃદયમાં અવધારી આસનેથી ઉઠ્યો. કેશી–કુમારને આ પ્રમાણે કહ્યું– હે ભદંત ! અમારો પ્રદેશી રાજા અધાર્મિક છે યાવત્ – પ્રજાનું પાલન કરતો નથી. તેથી હે દેવાનુપ્રિય ! જો આપ તે પ્રદેશી રાજાને ધર્મોપદેશ આપો તો પ્રદેશી રાજાને માટે તથા અનેક દ્વિપદ, ચતુષ્પદ આદિને માટે અને અનેક શ્રમણ માહણો આદિ માટે ઘણું જ ગુણકારી, હિતકારી થશે. હે દેવાનુપ્રિય ! જો તે ધર્મોપદેશ પ્રદેશી રાજાને હિતકર થશે તો તેના જનપદનું પણ કલ્યાણ થશે.
૦ ધર્મના લાભાલાભ વિષયક ચાર સ્થાન :~
૨૩૫
-
ત્યારે તે કેશી—કુમાર શ્રમણે ચિત્તસારથીને કહ્યું કે, હે ચિત્ત ! નિશ્ચયથી જીવ આ ચાર કારણોથી કેવલિભાષિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરતો નથી. તે કારણો આ પ્રમાણે છે—
૧. આરામ કે ઉદ્યાનમાં ગયેલ શ્રમણ કે માહણની જે સન્મુખ જતો નથી, વંદન, નમન, સત્કાર કે સન્માન કરતો નથી, કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યરૂપ માનીને પર્યાપાસના કરતો નથી, અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ, વ્યાખ્યા પૂછતો નથી. તો હે ચિત્ત ! આવા જીવ કેવલિપ્રજ્ઞપ્ત ધર્મશ્રવણ માટે યોગ્ય નથી.
૨. ઉપાશ્રયમાં આવેલ શ્રમણની જે સન્મુખ જતો નથી – યાવત્ – પૂછતો નથી, તો હે ચિત્ત ! તે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને સાંભળી શકતો નથી.
3. ગૌચરી ગયેલ શ્રમણ કે બ્રાહ્મણની યાવત્ – પર્યુપાસના કરતો નથી, વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમથી પ્રતિલાભતો નથી – યાવત્ – પૂછતો નથી, તો હે ચિત્ત ! તે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને સાંભળી શકતો નથી.
Jain Education International
૪. જ્યાં ક્યાંય પણ શ્રમણ કે માહણનો યોગ સાંપડે ત્યારે જે સન્મુખ જતો નથી, પોતાને છૂપાવવાને માટે હાથ, વસ્ત્ર કે છત્રથી પોતાને છાવરે છે - યાવત્ – પૂછતો
For Private & Personal Use Only
www.jainelibrary.org