________________
૨ ૩૪
આગમ કથાનુયોગ-૫
ત્યારપછી તે ચિત્તસારથી હર્ષિત, સંતુષ્ટ થઈને પ્રદેશ રાજા પાસેથી નીકળ્યો, ચતુર્ઘટ અશ્વરથ પાસે આવ્યો, તેમાં આરૂઢ થઈને સેવિયાનગરીના મધ્ય ભાગે થઈને પોતાને ઘેર આવ્યો. અશ્વો રોકી, રથ ઊભો રાખી નીચે ઉતર્યો. પછી સ્નાન કર્યું – યાવતુ - શ્રેષ્ઠ પ્રાસાદે મોટે મોટેથી વગાડાતા મૃદંગોના ધ્વનિપૂર્વક ઉત્તમ તરુણી દ્વારા કરતા બત્રીશ પ્રકારના નાટક, નૃત્ય, ગાયન, ક્રીડાને સાંભળતો-જોતો હર્ષિત થતો ઇષ્ટ પ્રિય – થાવત્ – સ્પર્ધાદિ ભોગવતો વિચારવા લાગ્યો. ૦ કેશીકુમારને વંદનાર્થે ચિત્તસારથીનું ગમન :
ત્યારપછી કોઈ સમયે પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંસ્કારક આદિને પરત કરીને શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ઉદ્યાનથી નીકળ્યા. પ૦૦ અણગાર સાથે – યાવત્ – વિચરતા કેકયાર્ધ જનપદની સેયવિયા નગરીના મૃગવન ઉદ્યાનમાં પધાર્યા. યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા તેઓ વિચારવા લાગ્યા.
ત્યારે સેવિયા નગરીના શૃંગાટકો, ત્રિકો – યાવત્ રાજમાર્ગોમાં મોટા-મોટા જનશબ્દોથી – યાવતુ – પર્ષદા નીકળી.
ત્યારપછી ઉદ્યાનપાલકે આ વૃત્તાંત જાણીને હર્ષિત–સંતુષ્ટ થઈ કેશીકુમાર શ્રમણ બિરાજતા હતા. ત્યાં આવીને કેશીકુમારશ્રમણને વંદન–નમસ્કાર કર્યા પછી યથાપ્રતિરૂપ અવગ્રહપ્રદાન કર્યા. પ્રાતિહારિક પીઠ – યાવત્ – સંસ્તારક માટે ઉપનિમંત્રિતરૂપ કર્યા, નામ–ગોત્ર પૂછયા, ચિત્ત સારથીની આજ્ઞા યાદ કરીને એકાંતમાં ગયા. ત્યાં પરસ્પર એકબીજાને કહ્યું
હે દેવાનુપ્રિયો ! ચિત્તસારથી જેના દર્શનને ઇચ્છે છે – યાવત્ – દર્શનની અભિલાષા કરે છે અને જેના નામ અને ગોત્ર સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થાય છે, તે કેશીકુમાર શ્રમણ વિહાર કરતા અહીં પધાર્યા છે. અહીં સેવિયા નગરીની બહાર મૃગવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને – યાવત્ – વિચરે છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે જઈને ચિત્તસારથીને આ પ્રિય અર્થનું નિવેદન કરીએ, આ નિવેદન તેમને પ્રિય થશે.
આ પ્રમાણે કહીને પરસ્પર આ વાત તેમણે સ્વીકારી. પછી સેવિયાનગરીમાં ચિત્તસારથીના ઘેર આવી, ચિત્તસારથીને બંને હાથ જોડી – યાવત્ – કહ્યું, હે દેવાનુપ્રિય! આપ જેના દર્શનની આકાંક્ષા – યાવત્ – અભિલાષા કરો છો, જેનું નામ, ગોત્ર સાંભળીને આપ હર્ષિત, સંતુષ્ટ થાઓ છો, એવા તે કેશીકુમાર શ્રમણ વિહાર કરતા અહીં મૃગવન ઉદ્યાનમાં પધાર્યા – યાવત્ – વિચરી રહ્યા છે.
ત્યારે તે ચિત્તસારથી તે ઉદ્યાનપાલકના આ સંવાદને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થયો. પોતાને આસનેથી ઊભો થયો. પાદપીઠથી નીચે ઉતર્યા, પાદુકાઓ ઉતારી, એકશાટિક ઉત્તરાસંગ કર્યું. બંને હાથ જોડી અંજલિ કરી કેશીકુમાર શ્રમણની સન્મુખ . સાત-આઠ કદમ ચાલ્યો. ચાલીને બંને હાથ જોડી આવપૂર્વક મસ્તકે અંજલિ કરીને આ પ્રકારે કહ્યું
અરિહંત ભગવંતો – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત સિદ્ધોને નમસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org