________________
શ્રાવક કથા
૨૩૩
ખંડ હોય તો તે ચિત્ત ! તે વનખંડમાં અનેક દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરિસૃપો આદિને ગમનાગમન યોગ્ય હોય કે નહીં ?
હાં, ભદંત ! તે ગમનાગમન યોગ્ય હોય છે.
હે ચિત્ત ! જો તે વનખંડમાં રહેનારા અનેક વિપદ–ચતુષ્પદ આદિઓના લોહી અને માંસને ખાનાર ભિલુંગ નામક પાપશકુન ત્યાં રહેતો હોય તો શું તે વનખંડ તે અનેક દ્વિપદ–ચતુષ્પદાદિને રહેવા યોગ્ય રહે ?
હે ભદંત ! આ અર્થ સમર્થ નથી (અર્થાત્ – ન રહે). હે ચિત્ત! કયા કારણથી આમ કહો છો ? હે ભદંત ! કેમકે તે વનખંડ ઉપસર્ગ સહિત છે માટે.
હે ચિત! સેવિયાનો પ્રદેશ રાજા જે અધાર્મિક – યાવતું – પ્રજાનું પાલન કરતો નથી, તો હું ચિત્ત તે નગરીમાં હું કઈ રીતે આવું ?
હે ભદંત ! આપને પ્રદેશ રાજાથી શું પ્રયોજન ? તે સેવિયામાં બીજા પણ અનેક ઈશ્વર, તલવર – યાવત્ – સાર્થવાહ આદિ રહે છે. જે આપ દેવાનુપ્રિયને વંદના – યાવત્ - પર્યાપાસના કરશે, વિપુલ અનશનાદિથી પ્રતિલાભિત કરશે. પ્રાતિહારિક પીઠ, ફલક, શચ્યા, સંસ્તારક માટે ઉપનિમંત્રિત કરશે.
ત્યારે કેશીકુમારશ્રમણે કહ્યું, હે ચિત્ત ! હું ત્યાં આવીશ. ૦ ચિત્તસારથીનું સેવિયા નગરીમાં આગમન :
ત્યારપછી ચિત્તસારથીએ કેશીકુમારશ્રમણને વંદન-નમસ્કાર કર્યા. પછી ત્યાંથી નીકળ્યો. શ્રાવસ્તીનગરીના પોતાના નિવાસે આવ્યો, કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ચતુર્ઘટ અક્ષરથને લાવો. ત્યારપછી જે રીતે સેવિયા નગરીથી પ્રસ્થાન કરેલું તે જ રીતે શ્રાવસ્તી નગરીથી પ્રસ્થાન કર્યું. સેયવિયાના મૃગવન ઉદ્યાનમાં પહોંચી ઉદ્યાનપાલકોને બોલાવી આમ કહ્યું
હે દેવાનુપ્રિયો ! જ્યારે પાર્થાપત્યય કેશી નામક કુમાર શ્રમણ વિહાર કરતા અહીં પધારે ત્યારે તમે તેમને વંદના-નમસ્કાર કરજો, કરીને તેમને યથાપ્રતિરૂપ અવગ્રહની આજ્ઞા આપી, પ્રાતિહારિક પીઠ–ફલક આદિ માટે પ્રાર્થના કરજો અને પછી મને તેમના આગમનની સૂચના આપજો.
ત્યારે ઉદ્યાનપાલકે ચિત્તસારથીની આજ્ઞા સાંભળી હર્ષિત-સંતુષ્ટ થઈને તેમની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો.
ત્યારપછી ચિત્તસારથી સેયવિયા નગરીના મધ્ય ભાગથી પ્રવેશીને પ્રદેશી રાજાના પ્રાસાદની બાહ્ય ઉપસ્થાન શાળાએ પહોંચ્યો. રથ ઊભો રાખી નીચે ઉતર્યો. મહાઈક ઉપહાર લઈને પ્રદેશ રાજા પાસે જઈ, બે હાથ જોડી – યાવત્ – વધાવીને પ્રદેશી રાજા સન્મુખ તે મહાર્થક – યાવત્ – ભેટર્ણ ઉપસ્થિત કર્યું.
ત્યારપછી તે પ્રદેશી રાજાએ ચિત્તસારથીની તે મહાર્થ ભેટ સ્વીકારી. ચિત્તસારથીનું સત્કાર–સન્માન કરીને વિદાય આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org