________________
૨ ૩૨
આગમ કથાનુયોગ-
ત્યારપછી તે ચિત્તસારથીએ કેશીકુમાર શ્રમણને વંદન-નમસ્કાર કર્યા. પછી ચર્તુર્ઘટ અશ્વરથ પાસે આવી, તેમાં આરૂઢ થઈ, પાછો ચાલ્યો ગયો.
ત્યારપછી તે ચિત્તસારથી શ્રમણોપાસક થઈ ગયો. જીવાજીવનો જ્ઞાતા, પુન્ય–પાપના ભેદનો વિજ્ઞાતા, આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ, મોક્ષસ્વરૂપમાં કુશળ, કુતીર્થોના વાદનો ખંડક, દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંગુરુષ, ગરુલ, ગંધર્વ, મહોરગાદિ દેવગણ દ્વારા નિગ્રંથ પ્રવચનથી અનતિક્રમણીય, નિગ્રંથ પ્રવચનમાં નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સ તેમજ લબ્ધાર્થ, ગૃહિતાર્થ, પુછિતાર્થ, અધિગતાર્થ, વિનિશ્ચિત્તાર્થ થયો. અસ્થિમજ પર્યત ધર્માનુરાગ રક્ત બન્યો.
હે આયુષ્યમાનો ! આ નિગ્રંથ પ્રવચન જ અર્થ અને પરમાર્થ છે, બાકી બધું અનર્થક છે. તેનું હૃદય સ્ફટિકવત્ નિર્મલ થયું, શ્રમણોનો ભિક્ષા પ્રવેશ સરળ બન્યો, ક્યાંય પણ ચિત્તનો અંતઃપુર કે ગૃહપ્રવેશ શંકારહિત થયો. તે ચૌદશ, આઠમ, પૂનમ, અમાસે પ્રતિપૂર્ણ પૌષધની સખ્યમ્ અનુપાલના કરતો, શ્રમણ નિગ્રંથોને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પીઠ, ફલક, શય્યા, સંસ્કારક, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, ઔષધ, ભૈષજથી પ્રતિલાભિત કરતો અનેક શીલ, વ્રત, ગુણ, વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી આત્માને ભાવિત કરતો અને જિતશત્રુ રાજાની સાથે રહીને શ્રાવસ્તી નગરીમાં રાજકાર્યો – યાવત્ – રાજવ્યવહારોનું વારંવાર અવલોકન કરતો વિચારવા લાગ્યો. ૦ ચિત્તસારથીની કેશીકમારને સેવિયાનગરી પધારવા વિનંતી :
ત્યારપછી કોઈ દિવસે જિતશત્રુ રાજાએ મહાર્થક – યાવત્ – પ્રાભૃતને તૈયાર કર્યું, ચિત્તસારથીને બોલાવ્યો અને કહ્યું, હે ચિત્ત ! તમે સેવિયા નગરી પધારો. પ્રદેશી રાજાને આ મહાર્થ – યાવત્ – પ્રાભૃત ભેટ કરો. વિનયપૂર્વક કહેજો કે આપે મોકલેલ સંદેશનું અવિતથ અને અસંદિગ્ધ રૂપે સ્વીકારું છું એમ કહીને ચિત્તસારથીને વિદાય કર્યા.
ત્યારપછી તે જિતશત્રુ રાજા દ્વારા વિસર્જિત ચિત્તસારથી તે મહાર્થક પ્રાભૃત લઈને ત્યાંથી નીકળ્યો. પોતાના આવાસે આવ્યો. સ્નાનાદિ કાર્યો પૂર્વવત્ કરીને વિશાળ જનસમુદાય સાથે પગે ચાલીને નીકળ્યો. શ્રાવસ્તીના મધ્ય ભાગથી ચાલતો કોષ્ઠક ચૈત્ય પહોંચ્યો. ત્યાં કેશીકુમાર શ્રમણ પાસે ધર્મ શ્રવણ કર્યું. હર્ષિત થઈ પોતાના આસનેથી ઉઠ્યો – યાવત્ – આમ કહ્યું
હે ભગવન્! જિતશત્ર રાજાએ મને પ્રદેશી રાજાને મહાન ભેટશું આપવાનું કહી વિદાય આપી છે. તેથી હે ભદંત ! હું સેવિયા નગરી જઉં છું. તે નગરી પ્રાસાદીયા, દર્શનીયા, અભિરૂપા, પ્રતિરૂપા છે. આપ ત્યાં પધારો.
ચિત્તસારથીના આ કથનનો કેશીકુમારશ્રમણે આદર ન કર્યો, ધ્યાન ન આપ્યું પણ મૌન રહ્યો. ત્યારે ચિત્ત સારથીએ ફરી બીજી અને ત્રીજી વખત પણ એ જ વાતનું પૂર્વવત્ નિવેદન કર્યું. ત્યારે કેશીસ્વામીએ તેને આમ કહ્યું
હે ચિત્ત ! જેમ કોઈ કૃષ્ણ વર્ણ – યાવત્ – કૃષ્ણ પ્રભાવાળું – યાવત્ – વન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org