SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ નથી તો હે ચિત્ત ! તે ધર્મ સાંભળી શકતો નથી. પરંતુ હે ચિત્ત ! અવસર પ્રાપ્ત કરી શકે છે યાવત્ આરામ કે ઉદ્યાનમાં પધારેલા શ્રમણ કે માહણને વંદનનમન પર્યુપાસના કરે છે યાવત્ વ્યાખ્યાને પૂછે છે; ઉપાશ્રયમાં બિરાજમાન કે ગૌચરી ગયેલ શ્રમણ કે માહણને વંદના પ્રતિલાભિત કરે છે યાવત્ – વ્યાખ્યાને પૂછે છે, એ જ પ્રમાણે જે જીવ જ્યાં ક્યાંય પણ શ્રમણ કે માહણનો સુયોગ મળે ત્યારે પોતાને છૂપાવતો નથી તો હે ચિત્ત ! આ ચારે કારણથી જીવ કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે. યાવત્ – પર્યુંપાસના કરે છે. વિપુલ અશનાદિથી પરંતુ હે ચિત્ત ! તારો પ્રદેશી રાજા તો ઉદ્યાનમાં પધારેલ શ્રમણ કે માહણની સન્મુખ જતો નથી – યાવત્ – પોતાને આચ્છાદિત કરે છે તો પછી હે ચિત્ત ! હું પ્રદેશી રાજાને કઈ રીતે ધર્મોપદેશ આપી શકું ? ત્યારે ચિત્તસારથી કેશી સ્વામીને આ પ્રમાણે કહ્યું– - - આ ચાર કારણોથી જીવ કેવલિભાષિત ધર્મશ્રવણ કરવાનો 1 આગમ કથાનુયોગ–૫ - Jain Education International હે ભંતે ! કોઈ વખતે કંબોજદેશવાસીઓએ ચાર અશ્વો ભેટમાં આપેલા. જે મેં પ્રદેશી રાજાને આપી દીધેલા. આ અશ્વોના નિમિત્તે હું પ્રદેશી રાજાને જલ્દીથી આપની પાસે લાવીશ. ત્યારે હે દેવાનુપ્રિય ! આપ પ્રદેશી રાજાને ધર્મ કહેવામાં ગ્લાનિ ન કરજો પણ અગ્લાનપણે આપ પ્રદેશી રાજાને ધર્મ કહેજો. આપની ઇચ્છાનુસાર ધર્મકથન કરજો. - ત્યારે કેશીકુમારશ્રમણે ચિત્ત સારથીને કહ્યું, હે ચિત્ત ! અવસરે જોઈશું. ત્યારે તે ચિત્તસારથી કેશી કુમારશ્રમણને વંદન—નમસ્કાર કર્યા, પછી ચતુર્વંટ અશ્વરથ પાસે આવી, તેના પર આરૂઢ થયો અને જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશામાં પાછો ગયો. ૦ પ્રદેશી રાજાનું ચિત્તસારથી સાથે કેશીસ્વામી પાસે આગમન : ત્યારપછી બીજે દિવસે પ્રભાત, સોનેરી ધૂપ થયા પછી દૈનિક નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને જાજ્વલ્યમાન તેજસહિત સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા બાદ ચિત્તસારથી પોતાના ઘેરથી નીકળ્યો – યાવત્ – તે પ્રદેશી રાજા પાસે આવ્યો, આવીને બંને હાથ જોડી – યાવત્ – અંજલિ કરીને પ્રદેશી રાજાને વધાવીને આ પ્રમાણે કહ્યું - કંબોજ દેશવાસીઓએ આપ દેવાનુપ્રિયને માટે ચાર અશ્વો ભેટ આપેલા, તેને મેં આપને માટે સારી રીતે શિક્ષિત કર્યા છે. તો હે સ્વામી ! આપ પધારો. તે અશ્વોનું નિરીક્ષણ કરો. ત્યારે પ્રદેશી રાજાએ ચિત્ત સારથીને કહ્યું, તમે જાઓ અને તે ચાર અશ્વોને અશ્વરથમાં જોડીને અહીં લાવો. ત્યારે ચિત્ત સારથી પ્રદેશી રાજા પાસે આ વાત જાણી હર્ષિત, સંતુષ્ટ થયો, તેણે અશ્વરથ ઉપસ્થિત કરી રાજાજ્ઞાપાલન કર્યું. ત્યારપછી તે પ્રદેશી રાજા ચિત્તસારથીની આ વાત સાંભળી હર્ષિત, સંતુષ્ટ થયો – યાવત્ – અલ્પ પણ મૂલ્યવાન્ અલંકારોથી શરીરને અલંકૃતુ કરીને પોતાના ભવનથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy