________________
શ્રાવક કથા
૨ ૩૭
ત્રા
નીકળ્યો. ચતુર્ઘટ અશ્વરથ પાસે આવ્યો. તેના પર આરૂઢ થયો, સેવિયા નગરીના મધ્યભાગથી નીકળ્યો.
ત્યારે તે ચિત્તસારથી તે રથને અનેક યોજનો સુધી લઈ ગયો. ત્યારે તે પ્રદેશી રાજા ગરમી અને તૃષાથી, રથની ધૂળથી પરેશાન થઈને બોલ્યો, હે ચિત્ત ! મારું શરીર થાકી ગયું છે, રથને પાછો વાળ, ત્યારે ચિત્તસારથી રથને પાછો વાળીને મૃગવન ઉદ્યાને લાવ્યો.
ત્યારપછી રાજા પ્રદેશીને કહ્યું કે, હે સ્વામી ! આ મૃગવન ઉદ્યાન છે. આપણે રથને અહીં રોકી અશ્વોનો શ્રમ અને આપણો થાક સારી રીતે દૂર કરી લઈએ.
ત્યારે પ્રદેશી રાજાએ ચિત્તસારથીને કહ્યું, હે ચિત્ત ! એમ કરો. ત્યારે ચિત્તસારથીએ મૃગવન ઉદ્યાનમાં જ્યાં કેશીકુમારશ્રમણ બિરાજતા હતા ત્યાં જ નજીકમાં ઘોડાને રોકી રથ ઊભો રાખ્યો. રથથી નીચે ઉતર્યો. ઘોડાને ખોલી દીધા. પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! આપણે અહીં ઘોડાનો શ્રમ અને આપણો થાક દૂર કરી શકીશું.
ત્યારે તે પ્રદેશ રાજા રથમાંથી નીચે ઉતર્યો. ચિત્તસારથી સાથે પોતાનો થાક ઉતારતા કેશી કુમારશ્રમણ જ્યાં અતિ વિશાળ પર્ષદા મધ્યે ઉચ્ચ સ્વરે ધર્મોપદેશ આપતા હતા, તે તરફ જોયું. તે જોઈને પ્રદેશી રાજાને આવો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો.
જડ જ જડની ઉપાસના કરે છે, મુંડ જ મુંડની, મૂઢ જ મૂઢની, અપંડિતો જ અપંડિતોની અને અજ્ઞાની જ અજ્ઞાનીની ઉપાસના કરે છે. પણ એ કોણ પુરુષ છે જે જs, મુંs, મૂઢ, અપંડિત અને અજ્ઞાની હોવા છતાં પણ શ્રી, હી થી સંપન્ન છે, સુશોભિત શરીરવાળો છે ?
આ પુરુષ શું ખાય છે ? કઈ રીતે પરિણાવે છે ? શું પીએ છે ? લોકોને શું આપે છે ? શું વિતરણ કરે છે ? જેનાથી આ પુરુષ આટલી વિશાળ પર્ષદાની મધ્યે ઉચ્ચસ્વરમાં બોલી રહ્યો છે ?
આ પ્રમાણે વિચારીને તેણે ચિત્તસારથીને કહ્યું, હે ચિત્ત ! જડ જ જડની પર્યપાસના કરે છે – યાવત્ – ઉચ્ચ સ્વરે બોલી રહ્યો છે જેનાથી આપણી જ ઉદ્યાનભૂમિમાં આપણે ઇચ્છાનુસાર ફરી નથી શકતા.
ત્યારે ચિત્તસારથીએ પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! આ પાર્થાપત્યય કેશીકુમારશ્રમણ છે, જે જાતિસંપન્ન – યાવત્ – ચાર જ્ઞાનના ધારક છે. આધોવધિ જ્ઞાનથી સંપન્ન છે. અન્નજીવી છે.
ત્યારે પ્રદેશ રાજાએ ચિત્તસારથીને કહ્યું, હે ચિત્ત ! શું આ પુરુષ આધોવધિ જ્ઞાન સંપન્ન છે ? અન્નજીવી છે ?
ત્યારે ચિત્તે કહ્યું, હે સ્વામી ! એ પ્રમાણે જ છે. હે ચિત્ત ! તો શું આ પુરુષ અભિગમનીય છે ? હા, સ્વામી ! તે અભિગમનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org